અંશ ( તાની ના ઘરે થી નીકળી ને હું ભાઈ પાસે જાઉં છું. ભાઈ ત્યાં જ તાની ની રાહ દેખી ને બેઠા હોય છે. હું ના પાડું છું કે તાની નથી આવાની પણ ભાઈ માનતા નથી અને છેવટે હું એમને સમજાઉં છું કે તાની કેમ નથી આવાની કેમ કે તાની ને ખબર જ નથી કે જયારે એ ફોન મૂકી ને ગઈ હતી ત્યારે ભાઈ એ એને જેનિફર વિશે કીધું હતું. તાની ને એમ જ લાગે છે કે ભાઈ એ ઝુઠું બોલ્યું અને ખોટા આરોપ લગાવ્યા. બંને ની વચ્ચે એટલી ગૂંચવણ થઇ ગઈ છે કે શું કરવું? પેહલા ભાઈ કઈ સાંભળવા તૈયાર ન હતા અને હવે જયારે એમને સચ્ચાઈ ખબર છે ત્યારે તાની કઈ સાંભળવા તૈયાર નથી... )
આરવ: સાચે જો તાની ને એવું લાગતું હોય કે હું ખરાબ માણસ છું મેં એનો ઉપયોગ કર્યો અને કામ પૂરું થયું એટલે છોડી દિઘી તો હવે હું એને નથી મનાવનો. એ મારા વિશે આમ કેવી રીતે વિચારી શકે...
અઠવાડિયા પછી
અંશ( હવે હદ થઇ ગઈ છે આ બંને વચ્ચે હું ફસાઈ ગયો છું. અઠવાડિયું થઇ ગયું છે પણ જયારે બંને મળે ત્યારે ગુસ્સો જ હોય એક બીજા ને કંઈક ન કંઈક બોલતા જ રહે... અને હવે તો બંને એક બીજા સામે જોતા પણ નથી એટલે ભાઈ કોઈ પણ કામ હોય તો મને જ કહે છે જયારે તાનીપણ કોઈ પણ કામ માટે મને જ કહે છે પણ હવે હું કંટાળી ગયો છું.... મેં નક્કી કરી લીધું છે... આજે તો બસ થયું બંને ને સમજવું પડશે જ... )
અંશ ગુસ્સા માં હોય છે કેમ કે બધા પ્રોજેક્ટ ના કામ નો ભાર એના પર વધી ગયો હોય છે. એટલે એ ફોન કરી ને આરવ અને તાની ને ઓફિસ માં બોલાવે છે...
તાની પ્રવેશ કરે છે અને આરવ ને ત્યાં દેખે છે એટલે ગુસ્સે થઇ જાય છે...
તાની: મારા ખ્યાલ થી હું પછી આવીશ...
અંશ: ના તું ક્યાંય પણ જવાની નથી... આરવ કઈ બોલે તે પેહલા અંશ ફરી બોલે છે " તમે પણ ક્યાંય નથી જવાના "
આરવ: શું કામ છે? અને કેમ આટલો ગુસ્સા માં છે...
અંશ: હું આ પ્રોજેક્ટ છોડી રહ્યો છું..
આરવ અને તાની બંને સાથે બોલે છે " કેમ??"
અંશ: તમે બંને પૂછો છો કે કેમ? તમારા જ કારણે...
તાની: મેં કઈ નથી કર્યું...
આરવ: મેં પણ...
અંશ: હું થાકી ગયો છું તમારા વચ્ચે. આ મારો પ્રોજેક્ટ નથી ભાઈ. મેં તો હમણાં જ આ ઓફિસ જોઈન કરી છે મને તો અનુભવ પણ નથી આટલા મોટા પ્રોજેક્ટ નો... પણ હવે તો બધા કામ મારા પર આવી ગયું છે કેમ કે તમે બંને બોલતા નથી... બંને કંપની કામ માટે જોડાઈ છે પણ તમારે તો વાત પણ નથી કરવી તો કેવી રીતે થાય બધું... મારે ભાઈ નું બધું તાની ને કહેવાનું સમજાવાનું અને તાની ની વાતો ભાઈ ને કેહવાની.. કેમ? આમાં મારી હાલત તો કોઈ સમજતું જ નથી... હું કેટલું સંભાળું... હું થાકી ગયો છું. આટલો મોટો પ્રોજેક્ટ આ રીતે પૂરો નથી થવાનો અને આ પ્રોજેક્ટ તમારા બંને નો છે... તો જાતે સાંભળો ....
અંશ ગુસ્સા માં દરવાજા તરફ વધે છે પણ અટકી જાય છે અને વળી ને બોલે છે " હવે નાના નથી તમે બંને એટલે જીદ છોડી દો. અને હા તાની યાદ છે ૪ વર્ષ પેહલા જયારે તું આરવ નો ફોન ચાલુ રાખી ને તારી ફોઈ સાથે વાત કરવા ગઈ હતી ત્યારે ભાઈ એ તને જેનિફર વિશે કીધું હતું... એટલે ભાઈ ખોટું નથી બોલ્યું તને આ બધું એક ગેરસમજ હતી... "
અને અંશ નીકળી જાય છે... તાની અને આરવ એક બીજા ને દેખતા રહે છે.. સમજાતું નથી કે શું બોલવું બંને ને...
તાની: તો... જેનિફર વિશે તે મને કીધું હતું???
આરવ: હા.. એટલે જ તો મને ગુસ્સો આવ્યો હતો કે મારી બેસ્ટ ફ્રેન્ડ જેને હું બધું બોલું છું જેના પર મને ખુદ થી વધારે ભરોસો છે એને મને દગો આપ્યો... અને ખબર નઈ ગુસ્સા માં કેટલું બોલાઈ ગયું.. સોરી...
તાની: અને મને એવું લાગતું રહ્યું કે તે મારો ઉપયોગ કર્યો છે કામ હતું ત્યાં સુધી ફ્રેન્ડ કીધી અને કામ પૂરું થયા પછી ઝુઠું બોલી ને મને છોડી દીધી...
આરવ: હું કદી આવું ના કરી શકું તાની... જેને હું મારા દિલ ની વાતો કરતો હોવ એને ઝુઠું કેવી રીતે બોલી શકું...
અને આરવ ફોન પર ૪ વર્ષ પહેલા શું થયું હતું એ કહે છે અને તાની પણ કહે છે કે એ કેવી રીતે વાત ને સમજી ના સકી...
આરવ: તું મારા જોડે આવું કંઈક કરીશ એવું મને ખ્યાલ ન હતો એટલા હું ગુસ્સા માં કઈ સાંભળવા તૈયાર ન હતો... કદાચ મેં તારી વાત સાંભળી હોત તો વાત વધી જ ના હોત...
તાની: મારો પણ વાંક છે મેં કદાચ તને કીધું હોત કે હું ફોન મૂકી ને જાઉં છું કે પછી જયારે ફોન લીધો એ વખતે વાત કરી હોત તો આટલી ગેરસમજ ના થાત...
આરવ: તાની તું મને માફ કરી શકે..??
તાની: હા આરવ મેં તને માફ કર્યો... કદાચ એ વખતે સમય જ એવો હતો કે તું ગુસ્સા માં કઈ સાંભળી ના શક્યો અને હું તને કઈ સમજાવા પ્રયત્ન ના કરી શકી...
આરવ: હું ખુબ ખુશ છું તાની આ બધું સોલ્વ થઇ ગયું... હવે આપણે નવી શરૂઆત કરી શકીશુ...
અને આરવ તાની ની નજીક આવે છે એને ગળે લાગવા પણ તાની પાછળ ખસી જાય છે અને આરવ આશ્ચ્રર્ય થી દેખે છે..
આરવ: શું થયું? તે તો મને માફ કરી દીધો ને?? તો ?? આપણે નવી શરૂઆત કરીશું બધું ભૂલી ને... મને હવે સમજાયું છે મેં શું ખોયું હતું...
તાની: હા મેં તને માફ કરી દીધો પણ આ બધું ભૂલી નથી શકી.. તારા શબ્દો હજી મને યાદ છે..
આરવ: સોરી તાની.. હું ગુસ્સા માં હતો અને ખબર નઈ શું બોલી ગયો.. મને માફ કરી દે અને જોડે એક નવી શરૂઆત કરીએ.. પ્લીસ..
તાની: હું તને માફ કરી ચુકી છું પણ હવે તું વિચારે છે એમ મારે શરૂઆત નથી કરવી... હું તારા પર હવે ભરોસો નથી કરતી કદાચ પ્રેમ નથી કરતી... હું આગળ વધી ગઈ છું. હું બદલો લેવા આવી હતી પણ હવે જયારે બધું ખબર પડી છે તો હું તને તારા એ વ્યવહાર બદલ માફ કરી શકું પણ એ બધું ભૂલી ના શકું... હવે આપડે એક પ્રોજેક્ટ કરવા જોડે છીએ એટલે એ પૂરો કરી ને પોત પોતાના રસ્તા પર ચાલીશુ... આપડા રસ્તા અલગ છે... હવે વધારે જ મોડું થઇ ગયું છે પાછળ વળવા માટે.. હવે મિત્રતા થી વધારે કઈ જ નહિ હોય આપડા વચ્ચે...
અને તાની ઓફિસ ની બહાર ચાલી નીકળે છે આરવ ત્યાં જ ઉભો હોય છે એને તો જાણે નાવડી કિનારો જોયો પણ કિનારે પોહચતા પેહલા જ ડૂબી ગઈ... આરવ લાલઘૂમ આંખો સાથે ચાલી નીકળે છે... અને વિચારે છે " સાચે મેં એટલું મોડું કરી દીધું ??"
બીજા દિવસે
તાની પોતાના ઓફિસ નો રૂમ નો દરવાજો ખોલે છે ત્યાં જ ટેબલ પર ફૂલો નું બુકે હોય છે. એમાં એક નાની કાગળ ની ચિઠ્ઠી લખેલી હોય છે. "નવી શરૂઆત આપણી મિત્રતાની જો મને માફ કરી દીધો હોય તો મારી મિત્રતા તો સ્વીકારીશ. લી. તારો આરવ" ત્યાં તો પાછળ થી આરવ આવે છે.
આરવ: તો આપણે મિત્ર તો બની જ શકીએ? રાઈટ ?
તાની આરવ નો હસતો ચેહરો દેખે છે અને હા બોલે છે. આરવ નો વાંક ન હતો બસ એ વખતે ટાઈમ જ ખોટો હતો એટલે તાની માફ કરી દે છે આરવ ને પણ ફરી થી એના પર ભરોસો કરવો એ મુશ્કેલ છે.
તાની : ઓકે.
આરવ: તો આ રહી ફાઈલ... અને. .. કઈ નઈ.. લંચ બ્રેક માં મળીએ તો...
તાની: હા. ..
બંને માટે મુશ્કેલ છે બધું ભૂલી ને જાણે કઈ થયું જ ના હોય એમ બોલવું પણ શરૂઆત થઇ જાય છે. ધીરે ધીરે બંને ફરી મિત્ર બનતા જાય છે તાની રોજ હવે બે લોકો માટે નું ટિફિન લાવતી થઇ જાય છે. જોડે કામ કરવું પૂરો દિવસ પછી લંચ પણ જોડે... ધીરે ધીરે બંને પોતાની વાતો પણ એક બીજા ને કહેવાનું ચાલુ કરે છે. તાની કહે છે કે તે કેવી રીતે આ ૪ વર્ષ માં બધું નવું શીખી... અને આરવ પણ કહે છે કે એને આ ૪ વર્ષ માં શું કર્યું... અઠવાડિયું થતા પેહલા જ બંને ખુબ સારી રીતે હળીમળી જાય છે. હવે એ લોકો ને વિચારવું નથી પડતું કે કઈ વાત કરીએ હવે આપમેળે જ વાતો થાય છે. બંને હાલ ખુશ હોય છે.
આરવ: તો કાલે રવિવાર નો સુ પ્લાન છે તારો?
તાની: કઈ જ નહિ. એકાદ બુક વાંચીશ.
આરવ: યાર તાની તું આટલી બદલાઈ ગઈ કોન્ફિડેન્ટ થઇ ગઈ પણ તારી આ બોરિંગ આદતો હજી એ જ છે.
તાની: તને કેટલી વાર કીધું મેં બુક બોરિંગ ના હોય.. પણ તને શું ખબર તું તો કોઈ પણ બુક હાથ માં લઇ ને સુઈ જાય છે. કોઈક વાર પ્રયત્ન કરજે ખોલવાનો અને વાંચવાનો મજા આવશે...
આરવ: મારે કઈ જ નથી સાંભળવું કાલે તૈયાર રેજે ૯ વાગે...
તાની: કેમ?
આરવ: ક્યાંક જવાનું છે. સરપ્રાઈઝ છે...
તાની: કઈ જગ્યા એ?
આરવ: સરપ્રાઈઝ નો મતલબ શું થાય?
તાની: ના તો હું નથી આવાની... કઈ જગ્યા બોલ???
આરવ: ના તું મારો પ્લાનિંગ ખરાબ ના કર. ...
ત્યાં તો અંશ આવે છે...
અંશ: ભાઈ મેં એક નાનો પ્રોજેક્ટ લીધો છે જેના માટે હું ૨ દિવસ બહાર જવાનો છું..
તાની: તો તું સાચે આ પ્રોજેક્ટ માં ફરી જોઈન નથી કરવાનો?
અંશ: ના
તાની: પણ કેમ?
અંશ: તું ને ભાઈ બંને સાથે મિત્રતા રાખી શકાય પણ કામ ના કરી શકાય... હું પાગલ થઈ શકું છું..
તાની: શું ? અને અંશ હસતા હસતા બહાર નીકળી જાય છે રૂમ થી...
તાની આરવ ને કે છે "આમ તો સાચી વાત છે જે રીતે આપણે એને હેરાન કર્યો છે એ રીતે તો હવે અંશ કદી આપણા સાથે કામ નહીં કરે"
અને બંને હસે છે...
આરવ: જો અંશ સામે થી આ પ્રોજેક્ટ માં ફરી જોડાવા માટે કહે તો?
તાની: તો.... તો. ... હા તો હું કોઈ જ પ્રશ્ન નહિ પૂછું તને અને કાલ નો રવિવાર તારી સાથે...
આરવ: પાક્કું ને? પૂરો રવિવાર મારા સાથે?
તાની: પાક્કું.. પણ આજ ના દિવસ માં તું આવું કરી શકે તો ?
આરવ: ઓકે મેડમ તમારી શરત મંજુર છે..
તાની: હારી જઈશ...
આરવ: તને ખબર હોવી જોઈએ કે આરવ કોઈ શરત હારતો નથી... અંશ તો ગયો...
સાંજે ૫:૩૦ વાગે
તાની આરવ ની ઓફિસ માં આવે છે. અને એ ખુશ હોય છે કે આખરે એ આરવ સામે કોઈક શરત જીતી ગઈ..
તાની: તો ક્યાં છે અંશ ? તે તો કીધું હતું કે સામે થી આવશે?
આરવ: રાહ દેખ બસ હવે ૧૦ જ મિનિટ માં ગુસ્સા માં આવશે... પછી એ કહેશે કે એ મારા માટે કઈ પણ કરવા તૈયાર છે,.
તાની અને આરવ ઘડિયાળ સામે દેખતા હોય છે. ત્યાં તો અંશ આવે છે...
અંશ: ભાઈ આ શું છે?? તમે મારા દુશ્મન છો ?
આરવ: ના આ તો તું પ્રોજેક્ટ માંથી નીકળી ગયો પછી ....
અંશ: સાચે આ બધું આના માટે?? પ્લીસ મને પ્રોજેક્ટ માં પાછો લઇ લો પણ એને ના પાડી દો... તમને ખબર છે એ જયારે જયારે મારા સાથે હોય છે ત્યારે મારુ દિમાગ ખરાબ કરે છે..
આરવ હસતા હસતા તાની સામે દેખે છે... અને પછી અંશ સામે જોઈ ને કહે છે..
આરવ: સોરી પણ મને એમ કે એટલી મોટી વાત નથી તો પણ તને ના ગમે તો તું ના બોલી દે એમાં શું છે. તું પણ કંપની માંથી કોઈ ને પણ ફાયર કરી શકે છે.
અંશ: તમે આ જાણીજોઈ ને કર્યું છે... મને ખબર છે હું પણ બદલો લઈશ...
આરવ હસતા હસતા બોલે છે "એ એટલી પણ ખરાબ નથી"
અંશ: એ પાગલ છે.. તમે મને ફસાવી દીધો છે.. પણ કઈ નઈ હું હમણાં જ એને ના બોલી દઈશ..
અને અંશ નીકળી જાય છે બહાર...
આરવ: તો કાલે ૯ વાગે હું આવીશ લેવા...
તાની: ઓકે... પણ મને ના સમજાયું કે શું થયું ? તે શું કર્યું? અને અંશ કેમ ગુસ્સા માં હતો?
આરવ: કઈ જ નહિ મેં તો સવારે પપ્પા ને કીધું કે મારી સેક્રેટરી હવે કામ છોડવાની છે કેમ કે એના લગ્ન થઇ ગયા છે. તો આજે ઇન્ટરવ્યૂ છે એ જગ્યા માટે... તો હું વિચારું છું કે અંશ માટે પણ એક સેક્રેટરી હાયર કરી લઈએ એને પણ કામ વધી ગયા છે.. જમવાનો પણ ટાઈમ નથી હોતો... તો પપ્પા એ કીધું કે ઓકે તને જેમ લાગે એમ " તો મેં અંશ માટે એક સેક્રેટરી હાયર કરી લીધી અને હમણાં જ અંશ એ છોકરી ને મળી ને આવ્યો... એટલે ગુસ્સા માં છે..
તાની: તો?
આરવ: તને યાદ છે આપણા કોલેજ ના દિવસો? તું મને જોઈ ને જ કેટલો ગુસ્સો કરતી હતી?
તાની ને એ દિવસો યાદ આવે છે અને એ હસે છે
આરવ: આ છોકરી પણ અંશ ના કોલેજ માં જ હતી છેલ્લા વર્ષ માં જ સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ માં આવી હતી.. અને જેમ તું મને નફરત કરતી હતી મારા સાથે ૫ મિનિટ પણ તું બેસી નહતી શકતી એમ જ અંશ પણ એને જોઈ ને ચિડાઈ જાય છે કદાચ વધારે જ ૧૦ ગણું વધારે... અને હવે તો એ એની સેક્રેટરી બની ગઈ...
અને તાની અને આરવ બંને હસે છે...
આરવ: અને જોઈ લેજે હમણાં અંશ ગમે તેટલું બોલે પણ એ એને ફાયર નહિ કરી શકે...
તાની: અંશ તો આટલો સારો છે એને કોઈ અભિમાન નથી બધા નું ધ્યાન રાખતો હોય છે... તો એને કોઈ થી આટલી પ્રોબ્લેમ કેવી રીતે હોઈ શકે?? મળવું પડશે આ છોકરી ને...
આરવ: મને તો ગમી શાઇન... ખુબ જ સરસ છે ખુશમિજાજી... ખુશ હોય હંમેશા... જે મન માં હોય એ તરત બોલી દે છે.. દરેક વાત માટે તૈયાર... અને એને તો અંશ ને પ્રપોસ પણ કર્યું હતું કોલેજ માં...
તાની: સાચે??? તો તો મળવું જ પડશે શાઇન ને ..
આરવ: કાલે મળીએ ૯ વાગે...
અને બંને ઓફિસ થી બહાર નીકળી ને પોતાની ગાડી ઘર તરફ વાળે છે..
સવારે ૯ વાગે
તાની અને આરવ બંન ગાડી માં નીકળે છે. તાની ના ઘણું પ્રયત્ન કરવા છતાં આરવે કીધું નથી કે તે ક્યાં લઇ જાય છે...
તાની: સારું હવે નઈ પૂછું કે ક્યાં જઈએ છીએ.
આરવ: વેરી ગુડ બીજી વાત કરીએ. તો તે જેમ કીધું કે હવે આપણું કઈ ના થઇ શકે કેમ કે તને મારા માટે હવે કોઈ લવ ની ફીલિંગ નથી... મતલબ તું આગળ વધી ચુકી છે બરાબર ને?
તાની: હા
આરવ: થોડો પણ ચાન્સ નથી મારો??
તાની: આરવ!! ફરી થી?
આરવ: ઓકે ઓકે એમાં ગુસ્સે શું થાય છે... તો તું આગળ વધી ગઈ હોય તો તારા જીવન માં કેમ કોઈ નથી??
તાની વિચારે છે કે શું બોલવું? તાની: એ તો... હું પેહલા કંઈક બનવા માંગતી હતી એટલે. ...
આરવ: હવે તો આટલી ઊંચાઈ પર છે એટલે હવે કોઈ પણ આવી શકે નઈ??
તાની: હા આવી શકે... મારી વાત બંધ કરી ને તારી વાત કરીએ... તો જેનિફર જોડે શું થયું હતું?? કેમ અલગ થયા? જો તારે વાત કરવી હોય તો નઈ તો બીજી વાત કરી શકીએ...
આરવ: ના ના વાંધો નઈ... તને તો હક છે જાણવાનો...
ટ્રીપ માં મને એવું લાગ્યું હતું કે એ મારા માટે પરફેક્ટ છે પણ જયારે અમે કેનેડા ગયા પછી બધું બદલાઈ ગયું.. હું તને દિમાગ માંથી નીકાળી જ શક્યો ન હતો એટલે હું અને જિનીફર નાની નાની વાત પર ઝગડતા હતા... અને અંતે અલગ થયા... આમ પણ અમે એક બીજા માટે બન્યા જ ન હતા... જેમ કે હું કોઈ ક્લ્બ માં જવાની વાત કરું તો જેનિફર બોલે કે " હું પણ આવીશ સાથે" તો હું ગુસ્સે થઈ જતો અને બોલતો કે " તારે મને ના પાડવી જોઈએ પણ ના તને તો સાથે આવું છે" પછી જયારે હું કોઈક વાર બિયર પીવાની વાત કરું તો એ એવું બોલે કે " ઓછી પીજે" અને હું ફરી ગુસ્સે થઇ જતો કે તારે એમ બોલવું જોઈએ કે " ના પી... આદત બની જશે.. શું આલ્કોહોલિક બનવું છે?" આમાં જોઈએ તો જેનિફર નો કોઈ વાંક નથી એ હંમેશા થી એવી જ હતી, ખુલ્લા દિલ ની અને ખુલ્લા વિચારો વાળી એનું એમ માનવું હતું કે તું બધું એક વાર કરી શકે છે જોઈ શકે છે જયારે એ આદત બની જાય તો પછી એને બદલવું જોઈએ બાકી બધું કરવું જોઈએ... પણ હું એને તારા જેમ બનાવા માંગતો હતો જે મને બધી ખોટી આદતો થી રોકે... જે મને રોકે ખોટી વસ્તુ કરતા.. જેને મારી ચિંતા હોય....જે મારી વાતો પર રોવે નઈ પણ ઝગડો કરે મને સમજાવે... મને સમજે... જેને હું કોઈ પણ વાત કરી શકું... જેના સાથે વાત કરતા મારે વિચારવું ના પડે.... હું જયારે સમજ્યો કે તું શું છે મારા જીવન માં ત્યાં સુધી તો તું ઘણી દૂર જતી રહી હતી... હું હવે તન ખોવા નથી માંગતો... હું તને પ્રેમ કરું છું... સાચો પ્રેમ... તારા સિવાય મારા જીવન માં કોઈ ના આવી શકે.. હું તને ફરી થી ખોવા નથી માંગતો...
આરવ ની વાતો થી તાની ના આંખ માં પાણી આવી જાય છે પણ એ રોકી લે છે અને બારી ની બહાર દેખવા લાગે છે. એ મન માં વિચારે છે કે આ શબ્દો જો કદાચ ૪ વર્ષ પેહલા મને કીધા હોત તો કદાચ એ મારા જીવન નો સૌથી સુંદર પળ હોત... હું આ જ તો સાંભળવા તરસતી હતી.... પણ હવે કઈ નથી રહ્યું હું ફરી ભરોસો ના કરી શકું... મને એ ફરી છોડી દે તો?? હવે બધું બદલાઈ ગયું છે... મને તો હજી આરવ ની દરેક વાત થી ફર્ક પડે છે.. પણ કેમ? ના હવે એ મિત્ર થી વધારે કઈ નથી.... હું અને આરવ અલગ છીએ...
આરવ તાની ને દેખે છે અને બોલે છે " તને શું લાગે છે મોઢું ફેરવી લેવા થી મને કઈ ખબર નઈ પડે? તું આજે પણ મને પ્રેમ કરે જ છે બસ તું એ વાત સ્વીકારવા તૈયાર નથી.. પણ કઈ નહિ હું તને ફરી જીતી લઈશ અને જયારે હું ઘૂંટણ પર બેસી ને હાથ માં ગુલાબ લઇ ને તને પ્રપોઝ કરીશ ત્યારે તું હા પાડીશ. ... "
તાની: આ રસ્તો તો.... સાચે... આપણે ત્યાં જઈએ છીએ???
આરવ: હા... ત્યાં જ...
ક્રમશ: