શા માટે હું નાસ્તિક છું?
મૂળ ભાષા – પંજાબી (ગુરમુખી)
(ભગતસિંહ – ૧૯૩૧)
આ લેખ ભગતસિંહે જેલમાં રહીને લખ્યો હતો અને ૨૭ સપ્ટેમ્બર ૧૯૩૧ ના લાહોરના અખબાર “ધી પીપલ” માં પ્રકાશિત પણ થયો હતો. આ લેખમાં ભગતસિંહ એ ઈશ્વરની ઉપસ્થિતિ ઉપર ઘણા તર્ક પૂર્ણ સવાલો કર્યા હતા અને આ સંસારના નિર્માણ,માણસનો જન્મ, માણસના મનમાં ઈશ્વરની કલ્પના સાથે સાથે માણસની દિનચર્યા, તેનું શોષણ, દુનિયામાં થઇ રહેલી અરાજકતા અને વર્ગભેદની સ્થિતિઓનું વિશ્લેષણ કર્યું હતું. આ લેખ ભગતસિંહના ચર્ચિત લેખોમાંનો એક લેખ છે.
સ્વતંત્ર સેનાની બાબા રણધીર સિંહ ૧૯૩૦-૧૯૩૧ ની વચ્ચે લાહોરની સેન્ટ્રલ જેલમાં બંધ હતા. તેઓ એક ધાર્મિક વ્યક્તિ હતા તેઓને એ જાણીને ખુબ દુઃખ થયું કે ભગતસિંહ ઈશ્વર ઉપર વિશ્વાસ નથી કરતો અને નાસ્તિક છે. તેઓ ગમે-તેમ કરીને ભગતસિંહ જે જેલના વિભાગમાં બંધ હતા ત્યાં સુધી પોહ્ચવામાં સફળ થયા અને ભગતસિંહને ઈશ્વરમાં વિશ્વાસ બેસાડવાના પ્રયત્નો કર્યા. છેલ્લે બાબા નિષ્ફળ થયા ત્યારે તેને ભગતસિંહને ગુસ્સામાં કહ્યું, “ પ્રસિદ્ધિ એ તારો મગજ ખરાબ કરી નાખ્યો છે અને તું ઘમંડી થઈ ગયો છો અને આ પ્રસિદ્ધિ અને ઘમંડ એક કાળા પડદાની જેમ તારા અને ઈશ્વર વચ્ચે આવી ગયું છે.” આ ટીપ્પણીના જવાબમાં જ ભગતસિંહ એ આ લેખ લખ્યો હતો.
થોડાક સમયથી બધા મને એક નવો જ પ્રશ્ન પૂછે છે. શુ હું ઘમંડને કારણે સર્વજ્ઞાની સર્વશક્તિમાન તથા સર્વવ્યાપી ઈશ્વરના અસ્તિત્વ ઉપર વિશ્વાસ નથી કરતો ? મારા થોડાક મિત્રો(એવું કહીને હું તેના પર હક નથી જમાવવા માંગતો), મારી સાથે થોડોક સમય રહીને એ નિષ્કર્ષ પર પોહ્ચવા ઉતાવળા બન્યા છે કે હું ઈશ્વરના અસ્તિત્વને નકારી ને જરૂરત કરતા વધારે આગળ વધી રહ્યો છો અને મારા ઘમંડે જ આ અવિશ્વાસ માટે મને આમ કરવા મજબુર કર્યો છે. હું એવું કોઈ ભ્રમ પાળતો નથી કે હું માનવીય નબળાઈઓ થી ઉપર છુ. હું એક સામન્ય માણસ છુ એનાથી વધારે કઈ પણ નથી. કોઈ પણ માણસ આનાથી વધારે હોવાનો દાવો કરી જ ન શકે. આ નબળાઈ મારા વ્યક્તિગત સ્વભાવનો એક ભાગ છે ઘમંડ પણ મારા સ્વભાવનો ભાગ છે. મારા મિત્રો વચ્ચે મને નિરંકુશ કેહવામાં આવે છે, ઘણી વાર મારા મિત્ર શ્રી બટુકેશ્વર કુમાર દત્ત પણ મને આ વાત કરે છે, ઘણા સમયે મને મનમરજી કરવાવાળો.ધાર્યું કરવા વાળો જીદ્દી કહીને મારી ટીકા પણ કરે છે. ઘણા મિત્રોને મારી એક વાતનો વાંધો છે, હું તેમની ઈચ્છા વગર મારા વિચારો તેમના પર થોપું છુ અને મારી વાત, મારા પ્રસ્તાવો મનાવી લઉં છું. આ વાત એક હદ સુધી તો સાચી છે એની હું ના નથી કેહતો, આને ઘમંડ કહી શકાય છે. જ્યાં બીજા ઘણા બધા અલગ અલગ ફિલસુફી, આઈડીયોલોજી અને પ્રખ્યાત વિચારો છે એની સરખામણીએ મને મારી ફિલોસોફી અને મારા વિચારો ઉપર સાચ્ચે જ ગર્વ છે, પણ આ વ્યક્તિગત નથી. એવું હોય શકે આ પોતાની જાત પર આત્મવિશ્વાસ હોવાને લીધે ન્યાયપૂર્ણ ગર્વ કે સ્વાભિમાન હોય પણ તેને અભિમાન કે ઘમંડ ન કહી શકાય. અભિમાન કે ઘમંડ તો પોતાની જાત માટે સ્વાભિમાન કે ગર્વનો જરૂરીયાત કરતા વધારો છે, તો શુ આ અભિમાન મને નાસ્તિકતા તરફ લઈ ગયું કે પછી આ વિષય ઉપર મેં ઘણા ધ્યાન પૂર્વક અને સાવધાની સાથે અભ્યાસ કર્યો અને ખુબ વિચાર અને મનોમંથન કર્યા પછી મેં ઈશ્વર ઉપર અવિશ્વાસ કર્યો ? સૌથી પહેલા આ અભિમાન અને સ્વાભિમાન વચ્ચેનો ભેદ સમજવો પડશે એ બે અલગ વસ્તુ છે.
હું એ સમજવામાં પૂરી રીતે નિષ્ફળ ગયો છુ કે આ અભિમાન કે ઘમંડ કેવી રીતે કોઈ માણસને ઈશ્વરમાં વિશ્વાસ કરતા રોકી શકે છે? કોઈ વાસ્તવમાં મહાન વ્યક્તિની મહાનતાને હું કેમ માન્યતા ન આપું? આ એ જ રીતે શક્ય બને જો એ યશ એ કીર્તિ એ મહાનતા એ તાકાતો મને પણ પ્રાપ્ત થઇ ગયું હોય જેને હું લાયક જ નથી કે પછી એ ગુણો મારામાં હોય જ નહિ જે તેના માટે જરૂરી છે. અહી સુધીતો સમજાણું પણ એ કેવી રીતે શક્ય છે કે એક વ્યક્તિ જે ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા રાખતો હોય તે પોતાના વ્યક્તિગત ઘમંડને કારણે ઈશ્વરમાં વિશ્વાસ કરવાનું બંધ કરી દે?
આ બે જ રીતે શક્ય છે
૧) માણસ પોતાની જાતને જ ઈશ્વરનો પ્રતિદ્વંદી સમજવા લાગે.
૨) માણસ પોતાની જાતને જ ઈશ્વર સમજવા માંડે.
આ બન્ને પરિસ્થિતિમાં તે એક સાચો નાસ્તિક ન બની શકે. પહેલી પરિસ્થિતિમાં તો એ તેના પ્રતિસ્પર્ધી ના અસ્ત્તીવને તો નકારતો જ નથી. બીજી પરિસ્થિતિમાં પણ તે એક એવી ચેતનાના અસ્તિત્વમાં માને છે જે પડદા પાછળ રહીને પ્રકૃતીઓની બધી ઘટનાનું સંચાલન કરે છે. હું તો એ સર્વશક્તિમાન પરમ આત્માના અસ્તિત્વ ને જ નકારું છુ. આ ઘમંડ નથી કે જેના કારણે મને નાસ્તિકતાના સિદ્ધાંતને ગ્રહણ કરવા માટેની પ્રેરણા મળી. હું ન તો એક ઈશ્વરનો પ્રતિદ્વંદી કે સ્પર્ધક છુ કે નથી હું કોઈ ભગવાનનો અવતાર નથી અને હું પોતે કોઈ ભગવાન,પરમાત્મા કે ઈશ્વર પણ નથી.
મારા પર જે અભિમાનીનો અને ઘમંડી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તો આ આરોપને ખોટો સાબિત કરવા માટે આવો થોડાક પુરાવા ઉપર નજર નાખી. મારા આ મિત્રો પ્રમાણે દિલ્લી બોમ્બ કેશ અને લાહોર ષડ્યન્ત્ર કેશ દરમ્યાન મને બિનજરૂરી પ્રસિદ્ધિ અને યસ મળ્યો, અને એટલે જ હું ઘમંડી થય ગયો.
હું કઈ નાસ્તિક હમણાં બે-ચાર મહિનાથી ઓચિંતો જ નથી થઈ ગયો. મેં તો ઈશ્વરમાં વિશ્વાસ કરવાનું ત્યારેજ મૂકી દીધું હતું જયારે હું એક સામાન્ય અને સાધારણ યુવાન હતો (મારા મિત્રો જે પ્રસિદ્ધી ની વાત કરે છે તેની બહુ પહેલા). એક કોલેજનો સામન્ય વિદ્યાર્થી તો ઓછામાં ઓછો આવો ખોટા ઘમંડ તો ના જ કરે જેને કારણે તે નાસ્તિકતા તરફ જાય. કોલેજમાં ઘણા પ્રોફેશરોનો હું ગમતો વિદ્યાર્થી હતો તો ઘણા પ્રોફેશરને હું દીઠો ન ગમતો હતો, પણ કોલેજમાં કોઈ દિવસ હું મેહનતું અને હોશિયાર વિદ્યાર્થી નથી રહ્યો. અહંકાર અને ઘમંડ જેવી ભાવનાઓમાં મને ફસાવવાની તક જ નથી મળી. હું તો એક શરમાળ પ્રકુતિ ધરવતો છોકરો હતો, જેના ભવિષ્ય વિષે ઘણા નિરાશાવાદી વિચારો હતા.
મારા પિતા કે જેના પ્રભાવમાં હું મોટો થયો તે એક પાક્કા આર્યસમાજી છે અને આર્યસમાજમાં વિશ્વાસ ધરાવતો માણસ ગમે તે હોય પણ નાસ્તિક ન હોય. મેં મારો પ્રાથમિક અભ્યાસ પૂરો કર્યા પછી ડી.એ.વી.(DAV) કોલેજ લાહોરમાં પ્રવેશ મેળવ્યો અને એક વર્ષ હોસ્ટેલમાં રહ્યો. જ્યાં સવારે અને સાંજે પ્રાર્થના પૂરી થય ગયા પછી વધારાના સમયમાં પણ હું કલાકો ગાયત્રી મંત્રનો જાપ કરતો હતો. એ સમયે હું એક પૂરો ધાર્મિક હતો. તે પછી મેં પિતા સાથે રેહવાનું ચાલુ કર્યું. જ્યાં સુધી ધાર્મિક રૂઢિચુસ્તતાનો પ્રશ્ન છે તો તેઓ એક ઉદારવાદી વ્યક્તિ છે. તેની જ શિક્ષા અને સંસ્કારથી મને આઝાદી માટે મારું જીવન ન્યોછાવર કરવાની પ્રેરણા મળી, પરંતુ એ નાસ્તિક નથી. એનો ઈશ્વરમાં દ્રઢ વિશ્વાસ છે. એ મને રોજબરોજ પૂજા-પ્રાર્થના કરવા માટે પ્રોત્સાહિત કરતા રેહતા હતા. આ પ્રકારે મારું ઘડતર થયું છે. અસહયોગ આંદોલન દરમ્યાન મેં રાષ્ટ્રીય કોલેજમાં પ્રવેશ લીધો. અહિયાં આવીને જ મેં મારી ધાર્મિક મુંજવણો અને ઈશ્વરના અસ્તિત્વ વિષે ઉદારતાપૂર્વક વિચારવાનું, સમજવાનું અને તેના વિષે ટીક્કા-ટીપ્પણીઓ કરવાનું ચાલુ કર્યું, અહિયાં સુધી તો હજી હું એક પાક્કો આસ્તિક હતો. હજી સુધી હું મારા વાળ મોટા રાખતો હતો, પણ મને ક્યારેય શિખ કે બીજા ધર્મની પોરાણિકતામાં અને તેના ઈતિહાસમાં,ગ્રંથોમાં,વાર્તાઓમાં વિશ્વાસ થયો જ નહિ. પરંતુ મારી ઈશ્વરમાં શ્રધા હજી સુધી દ્રઢ હતી. પછી હું ક્રાંતિકારી પાર્ટી સાથે જોડાણો. ત્યાં જે પહેલા નેતાને હું મળ્યો તેને તો પાક્કો વિશ્વાસ ન હોવા છતાં પણ ઈશ્વરના અસ્તિત્વને નકારવાનું સાહસ પણ ન કરી શકતા. ઈશ્વર વિષે હું વારંવાર પૂછતો છતાં તેઓ એટલું જ કેહતા ,” જયારે ઈચ્છા હોય ત્યારે પૂજા કરી લેવાય”, આ નાસ્તિકતા જ છે જેમાં સાહસનો અભાવ છે. બીજા નેતા જેના હું સંપર્કમાં આવ્યો તે એક પાક્કા શ્રધાળું આદરણીય કોમરેડ શચિન્દ્ર નાથ સાન્યાલ કે જે આજકાલ કાકોરી ષડ્યંત્ર કેશમાં આજીવન કરાવાસ ભોગવે છે. તેનું પુસ્તક “બંદી જીવન” માં ઈશ્વરની મહિમાના જોરદાર ગીત ગાવામાં આવ્યા છે. તેમાં તેને ઈશ્વરની પ્રશંસાના ફૂલો રહસ્યાત્મક વેદાંતના કારણે વર્ષાવ્યા હતા. ૨૮ જાન્યુઆરી ૧૯૨૫ નું આખા ભારતમાં જે “ ધી રિવોલ્યુશનરી” (ક્રાંતિકારી)ના ચોપાનીયા વેહ્ચવામાં આવ્યા હતા તે એની બુદ્ધિમતાનું પરિણામ છે. આ ચોપાનિયામાં પણ સર્વશક્તિમાન ઈશ્વરની લીલા અને તેના કામના વખાણ કરવામાં આવ્યા હતા.
મારો ઈશ્વર પ્રત્યેના અવિશ્વાસ ભાવ ક્રાંતિકારી દળમાં પણ બહારે ન‘તો આવ્યો. કાકોરીના ચારે શહીદો એ તેમના અંતિમ દિવસો ભજન અને પ્રાર્થનામાં કાઢ્યા હતા. રામ પ્રશાદ બિસ્મિલ એક રૂઢીવાદી આર્યસમાજી હતા. સમાજવાદ અને સામ્યવાદના ઉંડા અધ્યન પછી પણ રાજેન લહાડી ઉપનિષદ અને ગીતાના શ્લોકોને ગાવાની ઈચ્છાને રોકી ન શક્યા. મેં આ બધામાં એક જ વ્યક્તિને જોયો જે ક્યારેય પ્રાર્થના નોહ્તો કરતો અને કેહતો હતો, “દર્શન શાસ્ત્ર મનુષ્યની નિર્બળતા અને જ્ઞાનની સીમા હોવાને લીધે ઉત્પન્ન થયું હતું”, એ પણ આજીવન કરાવાશની સજા ભોગવતો હતો. પરતું તેને પણ ઈશ્વરના અસ્તિત્વને નકારવાની હિમ્મત ન કરી.
આ સમય સુધી હું એક રોમેન્ટિક આદર્શવાદી ક્રાંતિકારી હતો. અત્યાર સુધી અમે બીજા લોકોનું અનુકરણ કરતા હતા. હવે અમારા માથે જવાબદારી લેવાનો સમય આવી ગયો હતો. આ મારા ક્રાંતિકારી જીવનની એક નિર્ણાયક ઘટના હતી. થોડાક સમયથી ચાલતા અભ્યાસ અને મનોમંથનનો અવાજ મારા તન-મનમા ગુંજતો હતો, વિરોધિયો(આસ્તિકો) દ્વારા રાખેલા તર્કોનો સામનો કરવા યોગ્ય બનવા અભ્યાસ કરો. ખુદના વિચારોના પક્ષમાં તર્કો સામે રાખવા અભ્યાસ કરો. મેં અભ્યાસ અને અધ્યન ચાલુ કરી દીધું. તેના લીધે મારી માનસિકતામાં ઘણો બદલાવ આવ્યો હતા. રોમાંસની જગ્યા ગંભીર વિચારોએ લઈ લીધી હતી. હવે રહસ્યવાદ કે અંધવિશ્વાસની જગ્યાએ અમારો આધાર યથાર્થવાદ(પ્રકૃતિવાદ) બન્યો. મને વિશ્વક્રાંતિના સંદર્ભમાં ઘણા આદર્શોને વાંચવાનો ઘણા અવસર મળ્યા. મેં અરાજકવાદી નેતા બકુનીન ને વાંચ્યા, સામ્યવાદના પિતા કાર્લ માર્કસને વાંચ્યા, મેં લેનિન, ત્રાત્સકી અને બીજા ઘણા લોકોને વાંચ્યા, જે તેઓના દેશમાં સફળ ક્રાંતિ લઈ આવ્યા હતા. આ બધા નાસ્તિક હતા પછી મને નીર્લંબ સ્વામીનું પુસ્તક “સહજ જ્ઞાન(કોમન સેન્સ)” (વાસ્તવમાં તો સ્વામીએ ખાલી પ્રસ્તાવના જ લખી હતી) મળ્યું આમાં રહસ્યવાદી નાસ્તિકતાની વાત હતી. ૧૯૨૬ ના(આજથી ૯૧ વર્ષ પહેલા) અંત સુધી મને વિશ્વાસ થઇ ગયો કે એક સર્વશક્તિમાન પરમ આત્મા-ઈશ્વવર, જેને બ્રહ્માંડનું સર્જન,નિર્દેશન અને સંચાલન કર્યું એ એક બિલકુલ ખોટી વાત છે સાવ બકવાસ અફવા જેવું. મેં મારા અવિશ્વાસને જાહેર કર્યો મેં મારા મિત્રો સાથે નાસ્તિકતા વિષે ચર્ચા કરી. હવે હું એક નાસ્તિક જાહેર થય ગયો હતો.
હું ૧૯૨૭માં લાહોરમાં પકડાઈ ગયો અને ત્યાં રેલ્વે પોલીસના જેલમાં મારે એક મહિનો રેહવું પડ્યું, ત્યાં પોલીસ ઓફિસર એ મને કહ્યું કે જો હું કાકોરી દળની ગીતીવીધિઓને ઉજાગર કરવામાં એમ કહું કે તે લોકોને જેલમાં છોડવવા અમે થોડાક બોમ્બ લીધા હતા અને તેમાંથી એક બોમ્બનો પ્રયોગ કરવા અમે દશેરાના દિવસે સામન્ય નિર્દોષ જનતા ઉપર ફેક્યો હતો જો હું આટલું કહી આપું તો મને તેઓ પકડશે નહિ કે અદાલતમાં પણ નહિ લઈ જાય ઉલટું ઇનામ આપી છોડી મુકશે. પોલીસની આ વાત ઉપર હું હસ્યો, કેમ કે એક ક્રાંતિકારી ગમે તેમ કરી શકે નિર્દોષ જનતા ઉપર બોમ્બ નાં ફેકી શકે, સી.આઈ.ડી.ના વરિષ્ઠ અધિકારી ન્યુંમને મને કહ્યું કે “જો આ પ્રકારની જુબાની નહિ આપું તો તારા ઉપર કાકોરી કેસમાં વિદ્રોહ કરવાના ષડ્યંત્ર અને દશેરામાં ભીડ પર બોમ્બ ફેકી હત્યા કરવાનો કેસ કરવો પડશે અને મારી પાસે પૂરતા પુરાવો છે જેનાથી આજીવન કારાવાસ કે ફાસી પણ આપી થઈશકે છે”. આજ સમય દરમ્યાન જેલમાં થોડાક પોલીસ ઓફિસરે મને દિવસમાં બે વાર ઈશ્વરની પ્રાર્થના કરવા સમજાવવા અને ફોસલાવવાનું શરુ કરી દીધું, પણ હવે હું એક પાક્કો નાસ્તિક હતો અને એ જ સાબિત કરવા માંગતો હતો. હવે મારે એ જોવું હતું કે હું ખાલી શાંતિ અને આનંદના દિવસોમાં જ નાસ્તિક હોવાનો દંભ કરું છુ કે આવા કપરા સમયમાં હું મારા સિદ્ધાંતો પર અડીખમ રહી શકું છુ. ઘણું મનોમંથન કર્યા પછી નક્કી કર્યું કે ગમે તેવો ખરાબ સમય હોય હું ઈશ્વરના અસ્તિત્વમાં વિશ્વાસ અને તેની પ્રાર્થના નહિ કરી શકું. મેં જેલમાં એક મિનીટ માટે પણ આમ નથી કર્યું. આ એક મુશ્કેલ પ્રયોગ હતો અને તેમાં હું સફળ થયો હતો ત્યારથી હું એક મજબુત અને પાક્કો નાસ્તિક છુ. આ પ્રયોગમાં સફળ થવું સેહલું ન હતું ઈશ્વર ઉપરનો વિશ્વાસ આપણી ચિંતા ઓછી કરી નાખે છે અને એક આધ્યાત્મિક ટેકો માણસને સુખી બનાવે છે એના વગર માણસને બધો આધાર પોતાની જાત ઉપર રાખો પડે છે. વાવાજોડા અને તોફાન વચ્ચે પોતાના પગ ઉપર ઉભું રેહવું કઈ છોકરાઓની રમત નથી. આ સમયે તમારો ઘમંડ જો હોય તો તે હવાની જેમ ઉડી જાય છે. જો તે માણસ છતાં નાસ્તિક જ રહે અને ઈશ્વરમાં ન માને તો એ નિષ્કર્ષ કાઢી શકાય કે તે ખરેખ નાસ્તિક જ છે.
આજે પરિસ્થિતિ બરાબર એવી જ છે એક અઠવાડિયાની અંદર એ જાહેર થય જશે કે હું મારું જીવન એક ધ્યેય(આઝાદી) પર ન્યોછાવર કરવા જઈ રહ્યો છુ આ વિચારથી વધારે બીજી કોઈ સાંત્વના મારા માટે શુ હોય શકે? ઈશ્વરમાં વિશ્વાસ રાખવા વાળો હિંદુ પુનર્જન્મમાં રાજા કે રંક થવામાં વિશ્વાસ રાખતો હશે એક મુસલમાન કે ઈશાઈ જન્નત કે સ્વર્ગમાં જોરદાર જાહોજલાલી,ભવ્ય આનંદના સપના જોતો હશે અને તેને ભોગવેલા પૃથ્વી પરના પરિશ્રમ અને દુઃખ ને બદલે ત્યાં તેને ઇનામો મળશે એવી પણ કલ્પના કરતો હશે. પરતું હું શુ આશા કરું? મને ખબર છે જયારે મને ફસી લગાવવામાં આવશે મારા પગ નીચેથી તખતો હટશે એ જ પૂર્ણવિરામ હશે એ જ અંતિમ ક્ષણ હશે. હું અને મારી આત્મા બધું ત્યા જ સમાપ્ત થય જશે એના પછી આગળ કઈ જ નથી. જો હું એ દ્રષ્ટિથી જોવાનું સાહસ કરું તો એક નાનકડી સંઘર્ષમય જિંદગી કે જેનું કોઈ ગૌરવસાળી ભવિષ્ય નથી એના માટે આ એક બહુ મોટી વાત હશે. નિશ્વાર્થ ભાવે, ના કોઈ ઇનામ કે સુખ સુવિધાની ઈચ્છા વગર એ પણ જીવન કે મરણ પછી, મેં મારા જીવનને અલગ ભાવથી સ્વતંત્રના ધ્યેયમાં સમર્પિત કરી દીધું કેમ કે આનાથી વધારે હું બીજું કઈ કરી જ ના શકું.
જે દિવસ આપણે એવા ઘણા પુરુષો અને મહિલાઓ મળી જશે જેની માનસિકતા માનવતાની સેવા(मानव सेवा परमो धर्म) એ જ પહેલું અને અંતિમ ધ્યેય હોય ત્યારે મુક્તિ યુગની શરૂઆત થય એમ કેહવાશે.
તેઓ શોષણકરો, ઉત્પીડકો અને અત્યાચારીઓ સામે સંઘર્ષ કરવા પ્રેરણા રૂપ બનશે. તેઓને માનવતાની સેવા અને શાંતિ સ્થાપવા,માનવાના કલ્યાણ માટે આ રસ્તો પસંદ કરવો પડશે એટલે નહિ કે તેઓને રાજા બનવું છુ, સ્વર્ગમાં જવું છે અને નર્કમાં નથી જાવું આવા લાભ કે ડરની મજબુરી વગર એનો માત્ર ઉદેશ્ય માનવ સેવા જ હોવો જોઈએ. શુ લોકો આ રસ્તા પર ચાલશે કે જે પોતાના માટે ખતરનાક છે પણ તેની મહાન આત્મા માટે એક માત્ર કલ્પ્નીય રસ્તો છે, શુ આ મહાન ધ્યેયના ગર્વને પણ લોકો ઘમંડ કહીને તેનો ખોટો મતલબ કાઢશે? કોન આ પ્રકારના સંશોધન વિષે બોલવાનું સાહસ કરે છે જો કરે તો પણ આપણો સમાજ એમ માની લે છે કે ”ઈ ગાંડો કે બુદ્ધિ વગરનો છે આપણે એવા માણસને પડતો મૂકી દેવો જોઈએ કેમ કે તે તેની અંતરાત્માને સમજી નથી શકતો તેની લાગણીઓ, ભાવનાઓ તેના ખુદના હદયને સમજી શકતો નથી તેનું હદય બંધ છે બધી વાતોનો વિચાર માત્ર મગજ થી કરતો હોય છે હવે તે માત્ર માંસના લોચાથી વધારે કઈ નથી. તેની આંખો બીજા દુષ્ટ આત્મા અને પ્રેતોની છાયા પડવાને લીધે નબળી પડી ગઈ છે.” સ્વયં પર ભરોષો રાખવા વાળાને હમેશા ઘમંડીનું નામ આપવામાં આવે છે આ એક અત્યંત દુઃખદ વાત છે પણ આ સિવાય આપણી પાસે બીજો રસ્તો પણ ક્યાં છે?
આલોચના અને સ્વતંત્ર વિચાર એક ક્રાંતિકારીના જરૂરી ગુણ છે, કેમકે આપણા પુર્વોજો એ કોઈ પરમ આત્મા ઉપર વિશ્વાસ રાખી લીધો છે(આપણે ભગવાનમાં શુ કામ માનીએ છે? કેમ કે આપણા ઘરના,પપ્પા મમ્મી માને છે એટલે કે આપણા માનવાનું કોઈ બીજું કારણ છે?) અંતે કોઈ વ્યક્તિ આ વિશ્વાસના પુરાવા ઉપર કે પરમ આત્માના અસ્તિત્વનો જ અસ્વીકાર કરે તો તેને અધર્મી, વિશ્વાસઘાતી કેહવામાં આવે છે. જો તેના તર્કો એટલા પ્રબળ છે કે તેનું ખંડન વિતર્ક દ્વારા નથી થય શકતું અને તેની આસ્થા એટલી પ્રબળ છે કે તેને ઈશ્વરના પ્રોકોપના કારણે આવતી મુશ્કેલીઓનો ડર બતાવી તાબા હેઠળ નથી કરી શકાય એમ તો તેની એમ કહીને નીંદા કરવામાં આવશે કે એ મિથ્યાભિમાની છે.
એ મારો અહંકાર ન હતો કે જે મને નાસ્તિકતા તરફ લઈ ગયો. મારા તર્કો અને વિચારો સાચા અને સંતોષકારક છે કે નહિ તેનો નિર્ણય મારા વાચકો કરશે હું નહિ કરું. મને ખબર છે ઈશ્વર ઉપર વિશ્વાસ કદાચ મારું જીવન વધારે સહેલું બનાવી આપે અને મારા મનનો ભાર ઓછો કરી નાખે. ઈશ્વવર પરના અવિશ્વાસને કારણે આખું વાતાવરણ અત્યંત નિરુત્સાહી, નિરર્થક બની ગયું છે. થોડોક રહસ્યવાદ(ગૂઢ વિદ્યા) આ વાતને ક્વીતાત્મ્ક બનાવી શકી હોત પણ મારા ભાગ્યને કોઈ ઉન્માદના ટેકા ની જરૂર નથી. હું યથાર્થવાદી છુ, હું પ્રકૃતિ પર વિવેકપૂર્વક વિજય મેળવવા માંગું છુ આ ધ્યેયમાં હું હમેશ નિષ્ફળ નથી ગયો. પ્રયત્ન કરવો માણસનું કર્તવ્ય છે, સફળતા તો સંયોંગ અને વાતાવરણ પર નિર્ભર છે. કોઈ માણસ જેમાં થોડીક પણ વિવેકબુદ્ધિ છે , તે પોતાના વાતાવરણને તાર્કિક રૂપથી સમજવાનો પ્રયત્ન કરશે. જ્યાં સીધી સાબિતી નથી ત્યાં દર્શનસાસ્ત્રનું મહત્વ છે. જયારે આપના પૂર્વજો એ નવરાશના સમયમાં વિશ્વના રહસ્ય,તેનું ભૂતકાળ,વર્તમાન અને ભવિષ્યને સમજવાના પ્રયત્ન કર્યા અને સીધા પરિણામન મળ્યા એટલે બધા વ્યક્તિઓ એ આ પ્રશ્નોના જવાબ(સાચો-ખોટો ગમે તે) પોતાની રીતે ગોતી કે સમજી લીધો. એટલે જ અલગ અલગ ધર્મોમાં આપણે આટલો બધો ભેદભાવ જોવા મળે છે જે ક્યારેક દંગા નું રૂપ પણ લઈ લે છે. ખાલી પૂર્વ કે પશ્ચિમના ધર્મો જ અલગ-અલગ નથી આ દુનિયામાં અલગ-અલગ ધર્મો અને સમ્પ્રદાયો છે જેમાં અનેક મત-મતાંતર છે. પૂર્વના ધર્મમાં, ઇસ્લામમાં અને હિંદુ ધર્મમાં જરા પણ સમાનતા નથી. ભારતમાં પણ બોદ્ધ અને જૈન ધર્મ છે જે બ્રાહ્મણવાદ કરતા ઘણા અલગ છે, તેમાં જ આર્યસમાજ અને સનાતન ધર્મ જેવા વિરોધી મતો પણ છે જ.
ભૂતકાળમાં ઘણા વર્ષો પહેલા એક ઋષિ થય ગયા ચાર્વાક જેને એ સમયમાં ઈશ્વરના અસ્તિત્વ સામે સવાલો ઉભા કર્યા હતા(જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો,દેવું કરીને પણ ઘી પીઓ, મૃત્યુ પછી દેહ ભસ્મીભૂત થય ગયા પછી તેનો પુનર્જન્મ થવાનો,સ્વર્ગ નથી, નર્ક નથી, પરલોકમાં જનારો કોઈ આત્મા નથી. આવા વિચારો હતા ચાર્વાકના ઋષિના).
દરેક માણસ પોતાને જ સાચ્ચો માને છે અને દુર્ભાગ્યની વાત તો એ છે કે જુના વિચારકના અનુભવો અને વિચારોથી ભવિષ્યમાં આપણે નવું શીખવાનું હોય નવું કરવાનું હોય, પણ આપણે એ નહિ કરીએ અને આળસુઓની જેમ જૂની ખોટી માન્યતાઓ અને વાતોને માનતા રહીશું અને આ પ્રકારે આખી માનવ જાતના વિકાશને જડ બનાવવા માટે ગુનેહગાર બનતા રહીશું.
જે માણસ પ્રગતિશીલ અને યથાર્થવાદી હોય તેને જુના વિચારો અને માન્યતાઓ વિષે ટીક્કા ટીપ્પણી કરવી જ જોઈએ. ખાલી વિશ્વાસ અને અંધવિશ્વાસ એક માણસ માટે ખતરનાક છે. જે માણસ યથાર્થવાદી હોય તેને બધા પ્રાચીન રૂઢિગત માન્યતાઓને પડકારવી પડશે. પ્રખ્યાત મતો અને માન્યતાઓને તર્કની કસોટીમાં ખરા ઉતારવા પડશે. જો એ તર્કનો સામનો ન કરી શક્યા તે બધી માન્યતાઓ અને મતો ધીમે ધીમે વીખરાઈને ભુલાઈ જશે. મને એવો પાક્કો વિશ્વાસ છે કે એક ચેતન પરમ આત્મા જે કુદરતની પ્રક્રિયાનું માર્ગદર્શન અને સંચાલન કરે છે તેનું કોઈ અસ્તિત્વ જ નથી. આપણે કુદરતમાં વિશ્વાસ ધરાવીએ છીએ અને સમસ્ત વિકાશસીલ આંદોલનનો ધ્યેય માણસ દ્વારા પોતાની જાતની સેવા અને ઉપયોગ માટે કુદરત ઉપર વિજય મેળવતા હોવાનું માનવામાં આવે છે. આ વિચાર અને વસ્તુને દિશા આપવા માટે કોઈ ચેતન શક્તિ નથી. આજ આપણું દર્શન છે.
એક આસ્તિક તરીકે, હું આસ્તિકો ને થોડાક પ્રશ્ન પૂછવા માંગું છુ.
જો તમને વિશ્વાસ છે કે આ દુનિયાની રચના એક સર્વશક્તિમાન,સર્વવ્યાપક અને સર્વજ્ઞાની ઈશ્વરે કરી છે તો મને એ જણાવો કે આ રચના શુ કામ કરી? અનંત દુઃખોથી અને પીડાઓથી ભરેલી આ દુનિયા છે જ્યાં એક પણ માણસ શાંતિથી નથી જીવી શકતો. ઠેર-ઠેર ગરીબી,ભૂખમરો,બળાત્કાર,હત્યાઓ,આંતંક જેવી ઘટનાઓ થઈ રહી છે. પાપો અને પીડાઓથી દુનિયા ભરેલી છે.
હવે એમ ના કેહતા કે આ પણ એનો જ એક નિયમ છે જો તે પણ એક નિયમથી બંધાયેલો હોય તો એ એક સર્વશક્તિમાન નથી, તો પછી એના અને આપણા વચ્ચે ફર્ક જ શુ? હવે એમ પણ ન કેહતા કે આ બધું તેની લીલા છે દુનિયા ચલાવવાની એક રીત છે આ તેની લીલા છે. તેના માટે આ બધું એક મનોરંજન જેવું છે. નીરો એ તો ખાલી એક રોમ સળગાવ્યું હતું તેને તો ખાલી થોડાક માણસોની જ હત્યા કરાવી હતી એનો તો ખાલી થોડુક જ દુઃખ આપ્યું હતું એ પણ એના મનોરંજન માટે. પણ એને કારણે આપણા ઇતિહાસમાં તેનું સ્થાન ક્યાં છે તેને આપણે કેવી રીતે યાદ કરીએ છે. નીરોને હત્યારો,મગજ્ફરેલો અને એવા બીજા ઘણા ખરાબ વિશેષણો આપવામાં આવે છે ઇતિહાસમાં તેનું નામ કાળા અક્ષરે(તેને અપમાનની નજરે જોવામાં આવે છે) લખાયું છે. નીરોને એક નિર્દયી,ખૂની અને દુષ્ટ માણસ માનવામાં આવે છે. એક ચંગેઝ ખાને પોતાના આનંદ માટે હજારો માણસોને માર્યા અને અત્યારે આપણે એના નામ માત્રથી ઘૃણા કરીએ છે. તો પછી તમે તમારા ઈશ્વરને કેવી રીતે ન્યાય પૂર્ણ હોવાની દલીલ કરી શકો. શાશ્વત નીરો કે જે દરેક મિનીટ, દરેક કલાકે દરરોજ માણસોને મારતો પોતાના આનદ માટે તમે તેનો પક્ષ કઈ રીતે લઇ શકો? શુ આ બધું એટલા માટે થય રહ્યું છે કે પછીથી નિર્દોષ માણસોને ઇનામો આપી શકાય અને દોશીઓને સજા આપી શકાય? ઠીક છે હવે મને તમે કહો કે એ વ્યક્તિને કેવી રીતે વાજબી માની શકો કે તે તમારા શરીરને નક્શાન પોહ્ચાડવાનું સાહસ એટલા માટે કરે કેમકે પછી તેના ઉપર તેને મુલાયમ અને આરામદાયક મલમ લગાડવામાં આવશે. ગ્લેડીએટર સંસ્થાના વ્યવસ્થાપકને તમે કેવી રીતે વ્યાજબી કેહ્સો જે એક ભૂખ્યા સિંહ સામે એક માણસને ફેંકી દે છે અને જો તેનો જીવ બચી ગયો તો તેની ખુબ આગતાસ્વાગતા કરવામાં આવે,તેને ખુબ માં આપવામાં આવે. એટલે જ હું ફરી પુછુ છુ કે એ ચેતન પરમ આત્માએ આ દુનિયા અને માણસોની રચના શુ કરવા કરી? આનંદ લૂટવા માટે? તો પછી એનામાં અને નીરોમાં ફેર જ શુ છે ?
તમે મુસલમાનો અને ઈસાઈઓ તમે તો પૂર્વ જન્મમાં નથી માનતા ને ? તમે તો હિન્દુઓની જેમ એ દલીલ પણ ના કરી શકો કે દરેક નિર્દોષ માણસને જે દુખ મળે છે તે એના પાછલા જન્મોના કર્મોનું ફળ હોય છે. આપણા ધર્મગુરુઓ દરરોજ એમ શુ કામ કહે છે કે બધું બરાબર થય જશે? તો બોલાવો તેને અને જુનો ઈતિહાસ દેખાડો તેને આજની પરિસ્થિતિનું અભ્યાસ કરવા આપો. હું જોઇસ કે અહિયાં એ કેહવાની હિમત રાખે છે કે બધું બરાબર થય જશે. કારાવાશની ની કાળી કોઠરીઓ((જેલ)થી ઝૂપડપટ્ટીઓ સુધી ભૂખે મરતા લાખો માણસો છે, મજૂરોનું શોષણ, અમીર વધારે અમીર થઈ રહ્યો છે અને ગરીબ વધારે ગરીબ. શુ ભગવાન આ બધું શાંતિથી નિરૂત્સાહી રીતે માનવજાતની બરબાદી જોય રહ્યો છે, જેને જોઈને કોઈ પણ વ્યક્તિ કે જેને થોડુક પણ જ્ઞાન હોય લાગણી હોય તે ભયથી કાંપી ઉઠે, મંદીરમાં દૂધ કે પ્રસાદ ચડાવવામાં આવે અને જે ભૂખે મરતા હોય તેને આપવામાં નાં આવે તો એ તો સંસારની કે સમાજની પાયાની ઈમારત જ ખોટી છે. આ બધું તેને જોવા દયો અને પછી ભલે કહે “બધું બરાબર છે.
“ક્યાંથી અને કેવી રીતે બરાબર છે”? આજ મારો સવાલ છે...
તમે ચુપ છો ઠીક છે હું આગળ વધુ છુ.
તમે હિંદુઓ તો એમ કહો છો ને કે આજે જે મુશ્કેલીઓ ભોગવે છે તે ,પાછલા જન્મમાં પાપી હશે, અને આજના જન્મમાં સુખ ભોગવે છે તે પાછલા જન્મમાં સાધુ કે પુણ્યકારી વ્યક્તિ હશે અને એટલે જ એ લોકો સત્તા નો આનંદ લુટી રહ્યા છે. મારે એ તો માનવું જ પડશે કે તમારા પૂર્વજો ઘણા બુદ્ધિશાળી વ્યક્તિ હતા. તેને એવા વાતો,નિયમો,યોજના અને સિધાંતો બનાવ્યા કે જેમાં તર્ક અને અવિશ્વાસના બધા પ્રયત્નો નિષ્ફળ કરવા માટે ઘણી તાકાત છે.
ન્યાયશાસ્ત્ર પ્રમાણે દંડને અપરાધી ઉપર પડવાવાળા અસરને ત્રણ રીતે વ્યાજબી કહી શકાય ૧)બદલો ૨)ભય અને ૩)સુધાર. આ જે બધા મોર્ડન વિચારવાળા લોકો બદલાના સિદ્ધાંતની નીંદા કરે છે. ભયના સિદ્ધાંતનું પણ અંત એ જ છે. સુધાર કરવા વાળો સિધાંત જ માણસના વિકાસ માટે જરૂરી છે. સિદ્ધાંતનો ધ્યેય અપરાધીને યોગ્ય અને શાંતિ પ્રિય નાગરિક બનાવી સમાજને પાછો આપવાનો છે. પરંતુ જો આપણે માણસને અપરાધી માની પણ લઈ તો ઈશ્વર દ્વારા તેના માટે દંડનું રૂપ શુ હશે? તમે કહો છો કે તેને ગાય,બિલાડી,ઝાડ કે જાનવર બનાવીને બીજો જન્મ આપે છે. તમે આવા ૮૪ લાખ જન્મોમાં માનો છો. હું પુછુ છુ કે આ બધા જન્મોથી માણસ કેવી રીતે સુધરે છે. તમે એવા કેટલા વ્યક્તિઓને મળ્યા છો જે કહે કે તે પાપને કારણે પૂર્વ જન્મમાં ગધેડો હતો?, એક પણ નહિ ? તમારી વેદ અને પુરાણમાંથી મારે આના દાખલાઓ નથી જોઈતા. મારે માટે તમારી પોરાણિક વાર્તાઓ માટે જરા પણ સમય નથી. અને તમને એ ખબર છે દુનિયાનો મોટામાં મોટો પાપ શુ છે , એક ગરીબ હોવું. ગરીબ એક શ્રાપ છે. આ એક સજા છે. હું પુછુ છુ કે દંડ પ્રકિયાના ક્યાં સુધી વખાણ કરવા જોઈએ એ તો માણસને વધારે અપરાધી બનાવનારો છે. તમે શુ વિચારો છો એક ગરીબ અને અભણ પરિવારમાં જન્મ લેવો જેવા કે ચમાર કે દલિતના ઘરે જન્મ થાય ત્યારે માણસનું શુ ભવિષ્ય હશે? એ ગરીબ છે માટે ભણી નહિ શકે તેના સાથી દ્વારા તિરસ્કાર અને નાનપ અનુભવશે. જે ઉંચી જાતમાં જન્મ થવાના કારણે પોતાને ઉંચો સમજે છે. જે ગરીબ છે તેની અજ્ઞાનતા અને તેના સાથે થતો વ્યવહાર તેના હદયને નિષ્ઠુર બનાવે છે. હવે જો આ કોઈ પાપ કરશે તો તેનું ફળ કોન ભોગવશે? ઈશ્વર,સમાજ કે તે માણસ? અને તેના દંડ માટે શુ થશે, જેને દંભી બ્રાહ્મણો એ અજ્ઞાની બનાવી રાખ્યા છે જેને વેદ-પુરાણના થોડાક વાક્યો સંભળાવી કાંચની ધાર સહન કરવાની સજા ભોગવવી પડી? અને તેનો પ્રહાર કોન સહન કરશે?
અપ્ટોન સિંકલેર એ લખ્યું હતું કે માણસને ખાલી અમર થવામાં વિશ્વાસ બેસાડી આપો અને પછી તેની બધી સંપતી લુટી લો. એ એક પણ વિરોધ કર્યા વગર આ કામ કરવામાં તમારી મદદ કરશે. ધર્મગુરુઓ અને સત્તાના સ્વામીઓના જોડાણ થી જ જેલ,ફાંસી, કોડા અને આ સિદ્ધાંતો ઉપજે છે.
હું તમારા સર્વશક્તિમાન ઈશ્વરને પુછુ છુ કે એ દરેક માણસને ત્યારે કેમ રોકી નથી લેતો જયારે તે પાપ કે અપરાધ કરવા જઈ રહ્યો હોય છે? આ તો બહુ સરળ કામ છે. ઈશ્વર કેમ ઉગ્ર અને ખૂંખાર રાજાઓની અહિંસક માનસિકતાને ખતમ ન કરી અને વિશ્વયુદ્ધથી માનવતા ઉપર પડનારી મુશ્કેલીઓથી બચાવ્યા? તે અંગ્રેજોના હદયમાં ભારત મુક્ત કરવાની ભાવના કેમ જન્માવી નથી શકતા? તે કેમ પૂંજીવાદી માણસોના હદય પરિવર્તન કરાવી તેનામાં એવો ઉત્સાહ ભરી આપે કે તે સમગ્ર સંપતી પર એકાધિકાર મૂકી તેને સમગ્ર માનવજાતમાં વેહ્ચી નાખે અને આખી દુનિયાને પુંજીવાદની ગુલામીમાંથી મુક્ત કરાવે? તમે સમાજવાદીની વ્યવહારિકતા ઉપર તર્ક કરવા માંગો છો? તો હું તમારા સર્વશક્તિમાન પર છોડી દઉં છુ કે તે તેને લાગુ કરે. જ્યાં સુધી સામન્ય માણસની ભલાઈની વાત છે લોકો સમાજવાદના ગુણોને માને છે. તે તેનો વ્યવહારિક ન હોવાનું બહાનું કાઢીને આનો વિરોધ કરે છે. જો ભગવાન છે જ તો એને બોલાવો એ બધું સરખું કરી આપશે. અંગેજોની હુકુમત અહીંયા એટલે નથી કે ઈશ્વરની ઈચ્છા છે, તેની હુકમત એટલા માટે છે કેમ કે એની પાસે તાકાત છે અને આપણામાં તેનો વિરોધ કરવાની હિમ્મત નથી. આપણે એ લોકોના ગુલામ હજી સુધી છીએ તેમાં ઈશ્વર કઈ મદદ નથી કરી રહ્યો પણ તેમની પાસે બંદુક,રાઈફલ,બોમ્બ અને ગોળી,પોલીસ અને સેના છે. આ આપણા માટે એક દુઃખદ વાત છે કે તેઓ સમાજની વિરુદ્ધ સૌથી નીદનીય અપરાધ- એક રાષ્ટ્રનું બીજા રાષ્ટ્ર ઉપર અત્યાચાર અને શોષણ સફળતાથ પૂર્વક કરી રહ્યા છે ક્યાં છે ઈશ્વર? શુ એ માનવજાત પર પડી રહેલી મુશ્કેલીઓની મજા લઈ રહ્યો છે? તો એક નીરો,એક ચંગેઝ ખાનનો નાશ થવો જોઈએ.
શુ તમે મને પૂછો છો કે આ દુનિયાની ઉત્પતી અને માનવની ઉત્પતિને હું કેવી રીતે જોવ છુ અને સમજુ છુ? તો હું તમને કહી જ આપું ચાર્લ્સ ડાર્વિને આ વિષય ઉપર ઘણું સંશોધન કર્યું હતું,એને વાંચો. ડાર્વિનનો “ઉત્ક્રાન્તીવાદ વાંચો” તેમાં ઊંડાણ પૂર્વક બધું જ લખ્યું છે. અને પછી માણસનો આટલો વિકાસ કુદરત સામેના અસ્તિત્વના સંઘર્સ કરતા રેહવાથી થયો છે. આ ઘટનાની લગભગ નાનામાં નાની વ્યખ્યા છે.
તમારો બીજો તર્ક એ હશે કે કેમ એક છોકરો આંધરો અને એક લંગડો જન્મતો હશે? શુ આ તેના પાછલા જન્મનું ફળ હશે? જીવવિજ્ઞાન આ વાતોનું એક વિજ્ઞાની સમાધાન કાઢ્યું છે. હવે તમે એક બીજો છોકરમત સવાલ કરશો કે જો ઈશ્વર છે જે નહિ તો લોકો કેમ એમાં વિશ્વાસ કરે છે ? મારો જવાબ સીધો અને સ્પષ્ટ છે,જેમ લોકો ભૂતપ્રેત કે ચુડેલ જેવી વાતોમાં વિશ્વાસ કરે છે તેમ જ ઈશ્વરમાં વિશ્વાસ કરે છે આ વિશ્વાસ દુનિયાભરમાં પ્રચલિત છે અને આ ફિલોસોફી વિકસિત છે. આની ઉત્પતીનો શ્રેય એ શોષણકારોની પ્રતિભામાં છે કે જે પરમાત્માના અસ્તિત્વનો ઉપદેશ આપી લોકોને પોતાના પ્રભુત્વમાં રાખ્યા અને પોતાની વિશિષ્ટ સ્થિતિનો અધિકાર અને આનંદ મેળવવો હતો. બધા ધર્મો,સમ્પ્રદાય અને પંત કે બીજી તેના જેવી સંસ્થાઓ છેલ્લે નિર્દયી અને શોષક સંસ્થાઓ, વ્યક્તિઓ અને વર્ગોના સમર્થક થઈ જાય છે.
રાજા વિરુદ્ધ વિદ્રોહ બધા ધર્મમાં પાપ જ હોય છે.
ભગવાનની ઉત્પત્તિની બાબતમાં, મારું માનવું છે કે મનુષ્યે તેમની કલ્પનામાં ભગવાનની રચના ત્યારે કરી હશે જયારે માણસને તેમની નબળાઈઓ, મર્યાદાઓ અને ખામીઓ સમજાઈ હશે. આ રીતે તેમને તમામ પ્રયાસશીલ સંજોગોનો સામનો કરવો અને તેમના જીવનમાં થનારા તમામ જોખમોને પહોંચી વળવા અને સમૃદ્ધિમાં તેમના વિસ્ફોટોને રોકવા માટે હિંમત મળી. ભગવાન, તેમના તરંગી કાયદાઓ અને પેરેંટલ ઉદારતા સાથે, કલ્પનાના વૈવિધ્યસભર રંગો સાથે રંગવામાં આવ્યો હતો. તેનો ઉપયોગ પ્રતિબંધક પરિબળ તરીકે કરવામાં આવ્યો હતો, જ્યારે તેમના ગુસ્સો અને તેના કાયદાઓ વારંવાર પ્રચાર કરવામાં આવ્યાં હતાં જેથી તે વ્યક્તિ સમાજ માટે જોખમી ન બની શકે.જયારે એક માણસનું કોઈ ન હોય ત્યારે તેનો ભગવાન હોય તેવું કેહવામાં આવે છે(જિસકા કોઈ નહિ હોતા....). તે સર્વશક્તિમાન હતા અને કંઈ પણ કરી શકે તકલીફમાં એક માણસને ઈશ્વરનો વિચાર મદદરૂપ થાય છે.
સમાજે ભગવાનમાં આ માન્યતા, વિશ્વાસ સામે લડવું જોઈએ કારણ કે તે મૂર્તિ પૂજા અને ધર્મના રીત રીવાજો માણસના મનમાં ખોટો વિશ્વાસ ઉભો કર છે જો આ બધું નહિ હોય તો માણસ તેના પગ પર ઊભા રહેવાનો પ્રયત્ન કરશે. વાસ્તવવાદી હોવાને લીધે, તેમણે પોતાની શ્રદ્ધા અલગ રાખવી પડશે અને બધા પ્રતિસ્પર્ધકોનો હિંમત અને બહાદુરીનો સામનો કરવો પડશે. બરાબર આવી જ મારા મનની સ્થિતિ છે. મારા મિત્રો, આ મારું ઘમંડ નથી; આ મારા વિચારની પદ્ધતિ છે જેણે મને નાસ્તિક બનાવ્યો છે. હું નથી માનતો કે ભગવાનમાં મારી શ્રદ્ધા મજબૂત કરીને અને દરરોજ તેને પ્રાર્થના અર્પણ કરીને હું મારી પરિસ્થિતિમાં સુધારો લાવી શકું છું, ન તો હું વધુ બગડી શકું છું. ઈશ્વરમાં માનવું અને તેની પ્રાથર્ના કરવી માણસ માટે સૌથી સ્વાર્થી અને નીચલી કક્ષાનું કામ છે. મેં એ નાસ્તિકો વિષે વાંચ્યું છે જેને ઘણી કપરી પરિસ્થિતિઓનો સામનો બહાદુરીથી કર્યો. હું પણ જ્યાંરે ફાંસીએ ચડીશ ત્યાંર સુધી માથું ઉચું રાખીને જીવીશ.
ચાલો જોઈએ હું કેવો હિંમતવાન અને બહાદુર છું. મારા એક મિત્રએ મને પ્રાર્થના કરવા કહ્યું, જ્યારે મારા નાસ્તિકવાદની જાણ કરવામાં આવી, ત્યારે તેમણે કહ્યું, "જ્યારે તારા છેલ્લા દિવસો હશે ત્યારે તું ઈશ્વરમાં માનવા લાગીશ.” મેં કહ્યું, "ના, મિત્ર, આવું ક્યારેય નહી બને. આને હું અપમાનજનક અને નૈતિકભ્રષ્ટ હોવાનું માનીશ. સ્વાર્થી કારણો માટે, હું ક્યારેય પ્રાર્થના નહીં કરું."
વાચકો અને મિત્રો, શું આ ઘમંડ છે? જો છે તો હું ઘમંડી છુ.......
સમાપ્ત