Batatani best vangaio in Gujarati Cooking Recipe by Mital Thakkar books and stories PDF | બટાટાની બેસ્ટ વાનગીઓ

Featured Books
  • کاغذ

    زندگی کا کورا کاغذ پڑھ سکتے ہو تو پڑھ لو۔ اگر چند لمحوں کی م...

  • خواہشات کا سمندر

    خواہشوں کا سمندر دور دور تک پھیل گیا ہے۔ ایک خواہش نے زمین و...

  • ادا کیا

    آنکھیں بند کر کے پینے کی ممانعت کیوں ہے؟ شراب پینے کی کوئی م...

  • پناہ

    تباہ حال شہروں میں گھر تلاش کرنے کی بجائے۔ لوگوں کے چہروں کا...

  • سرد موسم

    خوشگوار نشہ آور موسم دل کو مائل کر رہا ہے۔ رنگ برنگے پھولوں...

Categories
Share

બટાટાની બેસ્ટ વાનગીઓ

બટાટાની બેસ્ટ વાનગીઓ

ભાગ-૧

મીતલ ઠક્કર

દુનિયાભરમાં બટાટાનો જેટલો શાક તરીકે ઉપયોગ થાય છે, તેટલો કોઈ શાકનો થતો નહીં હોય. કેમકે બટાટા લગભગ બધા જ શાકો સાથે મિશ્રણ તરીકે વપરાય છે અને એકલા બટાટાનું પણ જુદી જુદી રીતે શાક થાય છે. બટાટા વળી ફરાળી ગણાય છે. તેથી ઉપવાસમાં પણ તે બહુ વપરાય છે. બટાટા ગરીબ-તવંગર સહુ કોઈ મોજથી ખાય છે. બહુ ઓછાને ખબર હશે કે વર્ષ ૨૦૦૮ ને દ્વારા આંતરરાષ્ટ્રીય બટાકાં વર્ષના રૂપમાં મનાવવાનો નિર્ણય લેવાયો હતો. ઔષધીય રીતે જોઇએ તો બટાટા ઠંડા, ભારે, કફ અને વાતકારક, બળ આપનાર અને રક્તપિતને મટાડનાર છે. વાયુ, ડાયાબિટીસ, ગેસ કે અગ્નિમાંધના દર્દીએ બટાટા ખાવા નહીં. ઉપરાંત ત્વચારોગ, ખૂજલી, રક્તવિકાર, શીળસ, અતિસાર, મરડો, આંતરડાનો સોજો, હરસ, મસા, ઉદરકૃમિ, અપચો વગેરેના દર્દીઓએ બટાટા ખાવા નહીં જોઈએ. નહીં તો રોગ વધે છે.

બટાટા એ દરેક ઘરમાં નાના મોટા સૌની પસંદ હોય છે. આજે અહીં બટાટાની વિવિધ પ્રકારની વાનગીઓ આપવામાં આવી છે, જે ટેસ્ટી હોવાની સાથે સાથે નાસ્તા અને શાક માટેનો બેસ્ટ ઓપ્શન હોઇ શકે છે. બટાટાની આ વિવિધ વાન સાથે જો કોઇ ચીજ સૌથી સારી રીતે ટેસ્ટ વધારી શકતી હોય તો તે દહીં અને વિવિધ પ્રકારની ચટણી અને સોસ છે. તેની સાથે તમે બટાકાની ચાટ, પરાઠાં, બટાકા વડા, પુરી અને વિવિધ સાદા પણ ટેસ્ટી શાકની મજા માણી શકો છો. આપના માટે બટાટાની બેસ્ટ વાનગીઓ અને નાસ્તા પસંદ કરીને સંકલિત કરી રજૂ કર્યા છે. અને સાથે બટાટા માટેની કેટલીક ઉપયોગી ટિપ્સ પણ છેલ્લે આપી છે. જે બટાટાની વાનગીઓને બેટર બનાવશે એવી આશા છે.

ગ્રેન્સ બેક્ડ પોટેટો

સામગ્રી: ૨૦ ગ્રામ આખા મગ, ૫૦ ગ્રામ ચણા, ૫૦ ગ્રામ રાજમા, ૨૦૦ ગ્રામ બાફેલાં બટાકા, ૨ ટે.સ્પૂન કોથમીર, ૧ ટી.સ્પૂન અજમો, ૧ ટે.સ્પૂન ઘાણાજીરું પાઉડર, ૫૦ ગ્રામ પનીરના નાના ટુકડાં, ૨ ટે.સ્પૂન લીંબુનો રસ, ૧ ટે.સ્પૂન જીરું પાઉડર, ૨ ટે.સ્પૂન માખણ, મીઠું સ્વાદ પ્રમાણે.

રીત: બટાકાના બે ટુકડાં કરો. તેની વચ્ચેથી સ્કૂપ કરવાં. માખણ લગાવીને એક બાજુ રાખો. એક વાસણમાં બટાકાની વચ્ચેથી કાઢેલો ભાગ, આખા મગ, ચણા, રાજમા, કોથમીર, અજમો, ધાણાજીરું પાઉડર, જીરું પાઉડર, માખણ, લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું નાંખીને ભેળવો. સ્કૂપ કરીને કરેલાં બટાકામાં ભરો. સોનેરી રંગના થાય ત્યાં સુધી બેક કરવા. શિયાળામાં વટાણા અને ભાતનું મિશ્રણ પણ બટાકામાં ભરી શકાય.

*

આલુ ધનિયા ફ્રાય

સામગ્રી: 250 ગ્રામ કોથમીર, 250 ગ્રામ બટાટા, 2 ટેબલસ્પૂન તેલ, 1/2 ટીસ્પૂન જીરું, 1 ઈંચનો આદુંનો ટુકડો, 1થી 2 લીલા મરાચા ઝીણા સમારેલા, 1 ટીસ્પૂન ધાણા પાઉડર, 1/4 ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન લાલ મરચું પાઉડર, 1/4 ટીસ્પૂન આમચૂર પાઉડર, મીઠું સ્વાદાનુસાર.

રીત : સૌપ્રથમ કોથમીરને બરાબર સાફ કરીને ઝીણી સમારી લો. બેથી ત્રણ વાર પાણીથી સાફ કરી લેવી. ત્યાર બાદ તેને ચારણી પર કાઢીને નીતારવા મૂકો. હવે બટાટાને છોલીને બરાબર કટ કરી લો. ત્યાર બાદ તેને પાણીથી સાફ કરી લો. હવે એક મોટી કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખો. જીરું લાલ થાય એટલે તેમાં લીલા મરચાં, આદુંની પેસ્ટ અને બીજા મસાલા નાખીને બરાબર સાંતળો. એકાદ મિનિટ સુધી સાંતળ્યા બાદ તેમાં કટ કરેલા બટાટા, હળદર, ધાણા પાઉડર, લાલ મરચું પાઉડર અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો. ત્યાં સુધી શાકને હલાવો જ્યાં સુધી બધો જ મસાલાનું બટાટા પર કોટિંગ ન થઈ જાય. ત્યાર બાદ શાકમાં ત્રણથી ચાર ચમચા જેટલું પાણી નાખીને પેન પર ડિશ ઢાંકીને શાકને ચઢવા દો. પાંચથી છ મિનિટ સુધી શાકને ધીમા તાપે ચઢવા દો. વચ્ચે-વચ્ચે શાકને હલાવતા રહેવું. બટાટા ચઢી જાય ત્યાં સુધી થાળી ઢાંકીને શાક ચઢવા દો. પાણી બળી જાય અને બટાટા ન ચઢ્યા હોય તો થોડું વધારે પાણી ઉમેરીને શાકને ચઢવા દો. બટાટા ચઢી ગયા બાદ તેમાં આમચૂર પાઉડર નાખીને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં સમારેલી કોથમીર નાખીને બરાબર મિક્સ કરી લો. શાકને એકથી બે મિનિટ માટે ચઢવા દીધા બાદ ગેસ બંધ કરી દો. તૈયાર છે સ્વાદિષ્ટ કોથમીર આલુની સબ્જી. ગરમા-ગરમ રોટી સાથે સર્વ કરો.

*

હર્બ પોટેટો

સામગ્રી: ૫૦૦ ગ્રામ મધ્યમ આકારના બટાટા. ૩ મોટા ચમચા મેયોનીઝ, હર્બસ( ઓરેગાનો, થાઈમ કે સૂકો ફુદીનો), સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી મરી પાઉડર અને તળવા માટે તેલ.

રીત: સૌપ્રથમ બટાકાને બાફી લો. ઠંડા થાય એટલે તેને છાલ સાથે દાબી દેવા. ગરમ તેલમાં તેને તળી લેવા. એક પ્લેટમાં તળેલા બટાકા લેવા. તેની ઉપર મનગમતું મેયોનીઝ પાથરવું. સ્વાદ પ્રમાણે હર્બસ ભભરાવવા. મરીનો ભૂકો અને જરૂર મુજબ મીઠું ભભરાવી કોથમીરથી સજાવીને સર્વ કરો.

*

આલુ ભીંડી

સામગ્રી: 300 ગ્રામ ભીંડા, 2 બટાટા, 1 ઝૂડી કોથમીર, 1 ડુંગળી, 1 ટામેટું, 2 લીલા મરચાં, 1 ઈંચનો આદુંનો ટુકડો, 10થી 12 કળી લસણ, 1/2 ટીસ્પૂન ધાણા પાઉડર, 1/4 ટીસ્પૂન હળદર, 4 ટેબલસ્પૂન તેલ, મીઠું સ્વાદાનુસાર.

રીત: સૌપ્રથમ ભીંડાને ધોઈને સાફ કરી લો. ભીંડાનો ઉપર-નીચેનો ભાગ કટ કરી લો. હવે ભીંડામાં મસાલો ભરવા માટે એક કાપો પાડી લો. બટાટાને ધોઈને સાફ કરીને કટ કરી લો. હવે મિક્સરમાં કોથમીર ગ્રાઈન્ડ કરી લો. હવે આ મિશ્રણને એક બાઉલમાં કાઢો. કોથમીરની પેસ્ટમાં ઝીણી સમારેલી ડુંગળી, સમારેલાં લીલા મરચાં, આદુંની છીણ, લસણની પેસ્ટ, ગરમ મસાલો અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે આ મસાલાને ભીંડામાં ભરો. હવે એક પેનને ગરમ કરવા માટે મૂકો. તેમાં ચારેક ચમચી જેટલું તેલ ઉમેરો. તેલ ગરમ થાય એટલે તેમાં બટાટાને પહેલા ફ્રાય કરી લો. બટાટા અધકચરા ચઢી જાય એટલે તેમાં ભરેલાં ભીંડા ઉમેરો. ભીંડાને ધીમે રહીને મૂકીને હલાવવું. હવે તેમાં ધાણા પાઉડર, હળદર નાખીને ધીમે રહીને હલાવો. ભીંડા એકબાજુ ચઢી જાય તો તેને ધીમે રહીને બીજી બાજુ ફેરવો. લગભગ બે મિનિટ બાદ તેમાં ટામેટાં અને મીઠું ઉમેરીને ફરીથી ધીમે રહીને હલાવીને ચઢવા દો. લગભગ દસથી પંદર મિનિટ ધીમા તાપે થાળી ઢાંકીને ચઢવા દો. જો જરૂર લાગે તો થાળી પર પાણી મૂકો. વચ્ચે-વચ્ચે શાકને હલાવતા રહો, જેથી નીચે ચોંટી ન જાય. બધા જ શાકભાજી બરાબર ચઢી ગયા બાદ ગેસ બંધ કરીને, કોથમીરથી ગાર્નિશ કરીને ભીંડી આલુ સર્વ કરો.

*

પોટેટો બાસ્કેટ

સામગ્રી: અડધો કિલો બટાટા અધકચરાં બાફીને વચ્ચેથી કાપેલા, ચીઝ સ્લાઈઝ, લાલ સીમલા મરચું ઝીણું કાપેલું, ૨ મોટા ચમચા મેયોનીઝ, ઓલિવ્સ ઝીણા સમારેલા, કોથમીર ઝીણી સમારેલી, સ્વાદ પ્રમાણે મીઠું, જરૂર મુજબ તેલ.

રીત: બટાટાને વચ્ચેથી સ્કૂપ કરીને ગરમ તેલમાં તળી લેવા. તેમાં વચ્ચે ચીઝની સ્લાઈઝ ગોઠવવી. ઉપર મેયોનીઝ, ઓલિવ્સ, ઝીણું સમારેલું લાલ સીમલા મરચું ગોઠવવું. જરૂર મુજબ મીઠું ભભરાવી કોથમીરથી સજાવી સર્વ કરવું.

*

ભરેલાં બટાકા

સામગ્રી: પાંચસો ગ્રામ નાના બટાકા, ચપટી હિંગ, એક ચમચી જીરું, મીઠું સ્વાદ અનુસાર, તેલ જરૂર પ્રમાણે, કોપરાનું ખમણ ચટણી માટે, એક ઝૂડી કોથમીર, સાત કળી લસણ, પચાસ ગ્રામ દાળિયા, એક ચમચી લાલ મરચું પાઉડર, બે લીંબુનો રસ, પાંચ ચમચી કોપરાનું છીણ, એક ચમચી ખાંડ, મીઠું સ્વાદ અનુસાર.

રીત : સૌપ્રથમ બટાકાને અધકચરા બાફી લો. પછી તેને છોલી નાંખવા અને વચ્ચેભથી એક કાપો મૂકવો. પછી ચટણીની બધી સામગ્રી લઈને ચટણી વાટી નાંખવી અને તેમાં લીંબુનો રસ નાંખવો. પછી બટાકામાં આ ચટણી ભરીને બટાકા તૈયાર કરવા. પછી એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગનો વઘાર કરો. લગભગ અડધી મિનિટ બાદ તેમાં તૈયાર કરેલા બટાકા ધીમેથી વઘારવા. શાક ચડી જાય એટલે તેની ઉપર કોપરાનું ખમણ ભભરાવી સર્વ કરવું.

*

સ્માઈલી બટાટા કેનોપી

સામગ્રી: ૧ કિલો બાફેલા બટાટા, ૨ મોટા ચમચા કૉર્ન ફ્લૉર, ૩ મોટા ચમચા મેયોનીઝ, ઝીણા સમારેલાં ઑલિવ્સ, ઝીણા સમારેલાં લાલ કેપ્સિકમ, સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ.

રીત: બાફેલા બટાકાનો છુંદો કરી લેવો. તેમાં કૉર્ન ફ્લૉર ભેળવીને નાના ગોળા બનાવી લેવા. તેને પેટિસ જેવો આકાર આપી તેમાં આંખ અને હોઠનો આકાર બનાવી લેવા. ગરમ તેલમાં તળી લેવા. તેની ઉપર સલાડના પત્તા ગોઠવી મેયોનીઝ, ઑલિવ્સ અને સિમલા મરચાંથી સજાવીને સેટ કરી પીરસો.

*

આલુ પનીર પોપ્સ

સામગ્રી : બે બટાકા (બાફીને છૂંદેલા), બસો ગ્રામ પનીરનું છીણ, એક ચમચો કિશમિશ, એક ડુંગળીની છીણ, અડધી ચમચી મરચું પાઉડર, ચાર લીલાં મરચાં, ચાર ચમચા સમારેલી કોથમીર , એક ચમચી ગરમ મસાલો, ચાર ચમચા મેંદો, પા ચમચી મરીનો પાઉડર, એક કપ કોર્નફલેકસનો ભૂકો, તેલ તળવા માટે, મીઠું સ્વાદ અનુસાર.

રીત: કિશમિશને ઉપયોગમાં લેતાં પહેલાં થોડી વાર ગરમ પાણીમાં બોળી રાખી પછી નિતારી લો. ફ્રાઈંગ પેનમાં એક ચમચો તેલ ગરમ કરી તેમાં ડુંગળીને બદામી રંગની સાતાંળીને નીચે ઉતારી લો. પનીરનું છીણ, બટાકાનો છૂંદો, મરચું સાતાંળેલી ડુંગળી, સમારેલાં લીલાં મરચાં કોથમીર, ગરમ મસાલો, મીઠું અને કિશમિશ મિકસ કરો. તેમાંથી એક ઈંચ જાડા અને બે ઈંચ લાંબા મૂઠિયાં તૈયાર કરો. મેંદામાં મીઠું, મરીનો પાઉડર અને પાણી ઉમેરી પાતળું ખીરું તૈયાર કરો. અગાઉ તૈયાર કરેલાં મૂઠિયાને આ ખીરામાં બોળી, કોર્નફલેકસના ભૂકામાં રગદોળો. પછી તેને ફ્રિઝમાં કલાકથી વધુ સમય રહેવા દો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી અને તેમાં તેને આછા બ્રાઉન રંગના તળી લો. લીલી ચટણી સાથે સર્વ કરો.

*

કલરફૂલ બેઈડક ડિશ

સામગ્રી (૧) ૩ નંગ મોટા બટાકા (૨) લીલું, લાલ તથા પીળું કેપ્સીકમ-દરેકનું ૧ નંગ (૩) ૧ ટી-સ્પૂન ઝીણા કાપેલા લીલા મરચાં, મીઠું, મરી, ૧ ટી-સ્પૂન ખાંડ (૪) ૧ ટેબલ સ્પૂન બટર, ૩ ટેબલ સ્પૂન છીણેલું ચીઝ (૫) શેલો ફ્રાઈંગ માટે તેલ (૬) ૨ ટેબલ સ્પૂન-મેંદો, ૧। કપ દૂધ, ૧ ટી-સ્પૂન બટર.

રીત: (૧) બટાકાને બાફી, છોલીને જાડી સ્લાઈસ કરવી. (૨) નોન-સ્ટીક તવીમાં થોડું તેલ મૂકી સ્લાઈસને આછી ગુલાબી તળવી. (૩) ત્રણે મરચાંની થોડી જાડી સ્લાઈસ કરવી. (૪) ૧ ટેબલ સ્પૂન બટર, મેંદો તથા દૂધ ભેગા કરી ગરમ મૂકવા. સતત હલાવતાં રહી સોસ તૈયાર કરવો. મીઠું, મરી, ખાંડ તથા લીલા મરચાં નાંખવા. (૫) બેકિંગ ડિશમાં થોડું બટર લગાવી બટાકાની સ્લાઈસ પાથરવી. ઉપર વ્હાઈટ સોસ પાથરી ત્રણે રંગની કેપ્સીકમ સ્લાઈસ ગોઠવવી. (૬) ૧ ટેબલ સ્પૂન બટર ગરમ કરી રિંગ ઉપર ચોપડવું. છીણેલું ચીઝ ભભરાવી ઓવનમાં બેઈક કરવું. (૭) કલરફૂલ બેઈકડ ડિશ ટોમેટો કેચપ સાથે સર્વ કરવી.

*

બટાકા અને પનીરના લાડુ

સામગ્રી : ૨ કપ બાફીને માવો કરેલાં બટાકાં, ૧ કપ છીણેલું પનીર, ૧/૨ કપ માવો, ૧ કપ ખાંડ, ૧/૨ ચમચી વાટેલી એલચી, ૨ ચમચા ઘી, થોડાં પિસ્તાં સમારેલાં.

રીત : ઘી ગરમ કરીને બટાકાને ધીમા તાપે પાંચથી સાત મિનિટ સાંતળો.
તેમાં બધી સામગ્રી મિક્સ કરી ધીમા ગેસ ઉપર ત્યાં સુધી ચઢવા દો, જ્યાં સુધી બધી સામગ્રી બરાબર મિક્સ ન થઈ જાય. ઠંડા અથવા ગરમ પીરસો.

વડાપાંઉ

સામગ્રી: મસાલા માટે છથી આઠ બાફેલા બટાટા, ચાર-પાંચ કળી લસણ, એક નાનો ટુકડો આદું, બે ચમચી તેલ, અડધો કપ કોથમીર સમારેલી, અડધી ચમચી રાઈ, મીઠું સ્વાદાનુસાર.

ખીરા માટે: બે કપ ચણાનો લોટ, એક ચમચી હળદર, લાલ મરચું, મીઠું સ્વાદાનુસાર.

અન્ય સામગ્રી: પાઉભાજીના પાઉં જરૂર પ્રમાણે, લસણની ચટણી, કોથમીરની લીલી ચટણી, તળવા માટે તેલ

રીત: આદું, મરચાં અને લસણની પેસ્ટ બનાવો. બાફેલા બટાટાનો છુંદો કરો. આ બટાટામાં આદું, મરચાં અને લસણની પેસ્ટ, સ્વાદાનુસાર મીઠું અને સમારેલી કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણમાં તેલ, રાઈ, હળદર અને લીમડાનો વઘાર કરી તેનાં ગોળા બનાવો. હવે ચણાનાં લોટમાં મીઠું, હળદર અને લાલ મરચું ઉમેરી તેમાં થોડું પાણી ઉમેરી મિક્સ કરો. તે વધારે જાડું અથવા તો વધારે ઢીલું પણ ન થાય તેનું ધ્યાન રાખવું. એક કઢાઈમાં વડા તળવા તેલ ગરમ કરો. ચણાનાં લોટની પેસ્ટમાં બટાટા વડાનાં ગોળા ડૂબાડી ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન તળો. વડાપાઉં પીરસતા પહેલા પાઉને વચ્ચેથી કાપો. બે ભાગ અલગ ન થાય તેનું ધ્યાન રાખી વચ્ચે લસણની ચટણી અથવા કોથમીરની ચટણી લગાડી તેની ઉપર આ તળેલા વડા મૂકીને ગરમાગરમ સર્વ કરો.

*

બટાકા પૌઆ

સામગ્રી: 250 ગ્રામ પૌઆ, 100 ગ્રામ સીંગદાણા, 100 ગ્રામ કાજુ, 10થી 12 કિશમિશ, 100 ગ્રામ બાફેલાં વટાણા, 1 નંગ ગાજર, 1 નંગ બાફેલા બટાકા, 1 નંગ ડુંગળી, 1 ટીસ્પૂન રાઇ, 1 ટીસ્પૂન જીરું, 5થી 6 પાંદડા મીઠો લીમડો, 2 ટેબલસ્પૂન આદું-મરચાંની પેસ્ટ, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ટેબલસ્પૂન તેલ, 1 ટેબલસ્પૂન લીંબુનો રસ, 2 ટીસ્પૂન ખાંડ, 1 વાટકી ઝીણી સમારેલી કોથમીર.

રીત : પૌઆને સાફ કરીને પલાળી લો. ગાજરને છોલીને નાના ટુકડાં કરી બાફી લો. ડુંગળીને ઝીણી સમારી લો. એક કડાઇમાં તેલનો વઘાર મૂકીને રાઇ, જીરું, મીઠો લીમડો નાખો. કાજુ-કિશમિશ નાખો. તેમાં આદું-મરચાં નાખીને ડુંગળી ઉમેરીને સાંતળો. બાફેલાં વટાણા, ગાજર, બટાકા, શીંગદાણા, પૌઆ મિક્સ કરી સરખું હલાવો. તેમાં પ્રમાણસર મીઠું, ખાંડ, લીંબુનો રસ, કોથમીર મિકસ કરો. એક બાઉલમાં કાઢીને ઉપર કોથમીર, કાજુ અને કિશમિશ નાખીને સર્વ કરો.

*

આલુ ટિક્કી

સામગ્રી : ત્રણ મોટા બાફેલા બટાકા, પા ચમચી કાળા મરીનો પાઉડર, પોણો કપ બાફેલા લીલા વટાણા, અડધી ચમચી મસળેલું આદું, પા ચમચી ગરમ મસાલો, એક ચમચી જીરું પાઉડર, મીઠું સ્વાદાનુસાર, લાલ મરચું સ્વાદાનુસાર, તેલ તળવા માટે.

રીત : સૌપ્રથમ બાફેલા લીલા વટાણાને મેશ કરી લો. તેમાં ઉપર બતાવેલ તેલ સિવાયની બધી સામગ્રી ઉમેરો અને માવો તૈયાર કરો. આ રીતે તૈયાર થયેલા માવાના દસ સરખા ભાગ કરીને એકબાજુ રાખો. હવે બાફેલા બટાકાને છોલીને તેનો માવો તૈયાર કરો અને તેમાં મીઠું અને મરી ઉમેરીને, બરાબર એકરસ ન થઈ જાય ત્યાં સુધી મસળો. આ માવાના પણ દસ સરખા ભાગ કરો. ત્યાર બાદ હાથ ધોઈને બંને હાથે સ્હેજ તેલ લગાડો. બટાકાના માવાના એક સરખા ગોળા વાળો. હવે એક-એક બટાકાના ગોળાને લઈને તેને હાથથી દાબીને સ્હેજ પૂરીની જેમ સપાટ બનાવો. તૈયાર કરેલા લીલા વટાણાના માવાને તેમાં ભરીને ચારેબાજુથી એવી રીતે વાળો કે જેથી અંદરનો માવો બહાર ન આવે. હવે તેને ધીમેધીમે દાબીને સપાટ કરો. આ પ્રમાણે દરેક ગોળાને માવો ભરીને તૈયાર કરી લો. હવે એક નોનસ્ટિક પેનમાં એક ચમચી તેલ ધીમા તાપે મૂકો. તૈયાર થયેલા ગોળાને બેથી ત્રણના માપમાં વારાફરતી મૂકીને શેકતા જાઓ. ટિક્કીનો કલર રતાશ પડતો થાય ત્યાં સુધી બંને બાજુ ધીમા તાપે શેકો. વચ્ચે-વચ્ચે જરૂર પડે તો તેલ ઉમેરો. આ રીતે તૈયાર થયેલ આલુ ટિક્કીને દહીં સાથે પીરસો.

*

બટાટાવડા

સામગ્રી: બે કપ બટાટાનો માવો, એક ચમચો તેલ, બે ચમચી આદું-મરચાંની પેસ્ટ, પા ચમચી હળદર, એક ચમચો કોથમીર, બે ચમચી લીંબુનો રસ, બે ચમચી ખાંડ, મીઠું સ્વાદાનુસાર, તેલ તળવા માટે.

રીત : સૌપ્રથમ એક ચમચી જેટલા તેલને એક પેનમાં ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં આદું-મરચાંની પેસ્ટ સાંતળો. લગભગ અડધી મિનિટ બાદ તેમાં બટાટા નાખીને બરાબર મિક્સ કરો. ત્યાર બાદ તેમાં હળદર, કોથમીર, લીંબુનો રસ, ખાંડ અને મીઠું નાખીને બરાબર મિક્સ કરીને ત્રણથી ચાર મિનિટ સુધી ધીમા તાપે ચઢવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો. મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાંથી બારથી પંદર એકસરખા ભાગ કરીને, તેના ગોળા બનાવી લો. હવે એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં ખીરૂં તૈયાર કરી લો. તેલ ગરમ થઈ ગયા બાદ તૈયાર કરેલા ગોળાને ખીરામાં ડુબાડીને તેલમાં લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો. તૈયાર થયેલા બટાટાવડાને ગરમાગરમ ચટણી સાથે સર્વ કરો.

*

ફરાળી અપ્પમ

સામગ્રી : 3 ચમચી શિંગોડાનો લોટ, 100 ગ્રામ મોરૈયો,-આદું-મરચાંની પેસ્ટ, છીણેલી દુધી, ખાવાનો સોડા.

રીત: સૌપ્રથમ મોરૈયાને ૩ કલાક પલાળીને ક્રશ કરી લો. ત્યાર બાદ મોરૈયામાં શિંગોડાનો લોટ, શેકેલા અધકચરા સિંગ દાણા, જીરુ, તલ, નાખવા. ત્યાર બાદ કાજુના ટુકડા નાખવા. બાફેલા સૂરણ-બટાકા નાખવા. ગાજરની છીણ 1 ચમચી, કાકડીની છીણ 1 ચમચી નાખવી. કોથમીર, આદું-મરચાની પેસ્ટ નાખવી. મરચું પાવડર એક ચમચી, સિંધાલુણ એક ચમચી, ખાવાનો સોડા ચપટી નાખી બધું બરાબર મિક્ષ કરો. તેને ખાડા વાળી અપ્પમની કડાઈમાં ગ્રીસ કરી પાથરો. પાંચેક મિનિટમાં થઇ જશે. અપ્પમને દહીં સાથે પીરસવું. દહીંમાં ખાંડ, મીઠું, જીર઼ું નાખી વઘાર કરીને પીરસવાથી સ્વાદિષ્ટ લાગશે.

*

ફરાળી બફવડા

સામગ્રી : 500 ગ્રામ બટાકા, 1 વાટકી કોપરાનું છીણ, 2 ચમચી શેકેલા તલ, 1 વાટકી ચમચા શેકેલા સીંગદાણા, 10 થી 1 નંગ કિશમિશ, 10 થી 12 નંગ કાજુ, 2 ચમચા ખાંડ, 2 થી 3 નંગ લીલાં મરચાં, 1/2 ચમચી મરચું, 2 ચમચા આરાલોટ , 1/2 ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદાનુસાર. તેલ તળવા માટે.

રીત : સૌપ્રથમ બટાકાને બાફી, છોલીને છૂંદો કરી લો. તેમાં જરૂર પ્રમાણે આરાલોટ અને મીઠું ભેળવી બફવડાનું મિશ્રણ તૈયાર કરો. આને થોડી વાર એક તરફ રહેવા દો. આ દરમિયાન કોપરાનું છીણ, શેકેલા સીંગદાણા, તલ, કિશમિશ, કાજુના ટુકડા, થોડી ખાંડ, મીઠું, મરચું બધું બરાબર મિક્ષ કરો. બટાકાના મિશ્રણમાંથી ગોળા વાળી તેમાં આ સ્ટફિંગ કરો. તમે ઇચ્છો તો આને શિંગોડાના લોટના મિશ્રણમાં બોળીને તેલમાં તળી લો અથવા બફવડાના ગોળાને આરાલોટમાં રગદોળી ગરમ તેલમાં આછા બ્રાઉન રંગના તળીને એબ્સોર્બન્ટ પેપર પર કાઢો.

*

ફરાળી બટાટા વડા

સામગ્રી: 8થી 10 નંગ બાફેલા બટાકા, 2થી 3 વાટકી રાજગરાનો લોટ, 2 લીલાં મરચાં વાટેલા, 8થી 10 નંગ કાજુ, 8થી 10 નંગ કિશમિશ, 1 ટીસ્પૂન લાલ મરચું, ફરાળી મીઠું સ્વાદાનુસાર, તેલ જરૂર મુજબ, કોથમીર.

રીત: સૌ પહેલા શેકેલા રાજગરાના લોટને એક તપેલીમાં થોડું મીઠું નાખીને ખીરું બનાવી લો. બટાકા વડાને કવર માટે મુકી રાખો. હવે બટાકાને સારી રીતે મસળી લો. તેમાં બધી સામગ્રી મિક્સ કરીને નાના-નાના લુઆ બનાવી લો. હવે રાજગરાના ખીરામાં આ લુઆને નાખીને તળી લો. ધીમા તાપ પર થવા દો. સોનેરી થતા તેને કાઢી લો અને દહીં સાથે સર્વ કરો.

*

ફરાળી પુરણપોળી

સામગ્રી : 1 ટેબલસ્પૂન ઘી, 4થી 5 નંગ બાફેલા બટાટા, 125 ગ્રામ બૂરું ખાંડ, 2 ટીસ્પૂન ઈલાયચી પાઉડર, 1/2 ટીસ્પૂન જાયફળ પાઉડર, 2 ટીસ્પૂન ખસખસ, 11/2 કપ રાજગરાનો લોટ, 2 ચમચી શિંગોડાનો લોટ.

રીત: સૌપ્રથમ પૂરણની તૈયાર કરો. તેના માટે સૌપ્રથમ એક કડાઈમાં ઘી લઇ ગરમ કરવું. ત્યાર બાદ તેમાં બાફેલા બટાકાનો માવો નાખવો. લગભગ એકાદ મિનિટ સાંતળ્યા બાદ તેમાં બૂરું ખાંડ નાખવી. ફરીથી બરાબર મિક્સ કર્યા બાદ તેમાં એલચી પાઉડર, જાયફળ પાઉડર, ખસખસ નાખવી. ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવવું. ત્યાર બાદ ગેસ બંધ કરીને ઠંડુ પાડવા દેવું. હવે એક વાસણમાં રાજગરાનો લોટ અને શિંગોડાનો લોટ નાખી પાણીથી કણક બાંધવી. થોડી વાર ઢાંકીને મૂકી રાખવો. ત્યાર બાદ તેમાંથી નાના લુવા કરવા. આરા લોટ અથવા રાજગરાના લોટનું અટામણ લઇ એક લુવો વણવો. તેના પર 1 ચમચી પુરણ મૂકી કચોરી જેવું બંધુ કરી ફરીથી સહેજ વણવું. હવે નોનસ્ટિક પર ઘીથી શેકી લેવું. તૈયાર છે ગરમા-ગરમ પૂરણપોળી.

*

બટાટાની ભાખરવડી

સામગ્રી : 3 નંગ બાફેલા બટેટા, 2 કપ મેંદો, 1/2 કપ રવો, 2-3 ટે સ્પૂન શેકેલાં સિંગદાણા, આદું મરચાની પેસ્ટ, આમચૂર પાવડર, ગરમ મસાલો, બૂરૂ ખાંડ, કોથમીર, મીઠુ, તલ તેલ.

રીત : મેંદો અને રવો મિક્ષ કરી તેમાં મીઠુ અને તેલનુ મોયણ નાખીને પૂરી જેવો લોટ બાંધીલો 10 મિનીટ ઢાંકીને રાખો. એક બાઉલમાં ,બાફેલા બટેટાનો માવો લઈ,તેમાં સ્વાદ મુજબ આદું મરચાંની પેસ્ટ,મીઠુ ,આમચૂર,ગરમ મસાલો,બૂરૂ ખાંડ અને કોથમીર છાંટીને માવો રેડી કરો. શેકેલી સિંગને અધ કચરી ખાંડી લો. હવે મેંદાના લોટમાંથી રોટલો વણો (બહુ જાડો કે બહુ પાતળો નહીં) તેના પર બટેટાનો માવો પાથરીદો.ઉપર શેકેલી સિંગનો ભૂક્કો ભભરાવીને રોલ વાળી લો. આ રોલ ને તલમાં રગદોળી લો. આ રોલને 10-15 મિનીટ ફ્રીજમાં મૂકીદો જેથી તે રોલ થોડો કડક થઇ જાય. આ રોલમાંથી 1-1/2cm ના ગેપથી કાપા પાડી લો. અને હળવેથી ફ્લેટ કરી લો. ગરમ તેલમાં આછા ગુલાબી તળી લો. સૉસ તથા ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

*

ફરાળી બટાટા વડા

સામગ્રી: 8 થી 10 નંગ બાફેલા બટાકા, 2 થી 3 વાટકી રાજગરાનો લોટ, 2 લીલાં મરચાં વાટેલા, 8 થી 10 નંગ કાજુ, 8 થી 10 નંગ કિસમિસ, 1 ટી સ્પૂન લાલ મરચું, ફરાળી મીઠું સ્વાદાનુસાર, તેલ જરૂર મુજબ, કોથમીર.

રીત-સૌ પહેલા શેકેલા રાજગરાના લોટને એક તપેલીમાં થોડું મીઠું નાખીને ખીરુ બનાવી લો. બટાકા વડાને કવર માટે મુકી રાખો. હવે બટાકાને સારી રીતે મસળી લો. તેમાં બધી સામગ્રી મિક્સ કરીને નાના-નાના લૂઆં બનાવી લો. હવે રાજગરાના ખીરામાં આ લૂઆને નાખીને તળી લો. ધીમા તાપ પર થવા દો. સોનેરી થતા તેને કાઢી લો અને દહીં સાથે સર્વ કરો.

ફરાળી આલુ પરાઠા

સામગ્રી: 1 નંગ મોટો બાફેલું બટાટું, 2 ટેબલ સ્પૂન મોળું દહીં, 1 ટેબલ સ્પૂન તેલ, 4 થી 5 નંગ લીલાં મરચાં, 1 ટેબલ સ્પૂન કોથમીર, 1 ટેબલ સ્પૂન તલ, 1 ટેબલ સ્પૂન મોળી શેકેલી શીંગનો ભૂકો, 1 ટી સ્પૂન લાલ મરચું, 1 ટી સ્પૂન ખાંડ, સિંધવ ફરાળી મીઠું સ્વાદાનુસાર, રાજેગરાનો લોટ જરૂર મુજબ, તેલ તળવા માટે.

રીત-ફરાળી આલું પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને બાફીને છીણી લો. લીલા મરચાને ઝીણા સમારી લો. શેકેલી શીંગનો ભૂકો કરી લો. બટાકાના છુંદામે તેલ, દહીં, સ્વાદ પ્રમાણે સિંધવ, તલ, શેકેલી શીંગનો ભૂકો, ઝીણી સમારેલી કોથમીર, લીલું મરચું અને લાલ મરચું નાખી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં જરૂર પ્રમાણે રાજેગરાનો લોટ નાખી તેમાંથી પરોઠા જેવો લોટ બંધો. હવે લોટમાંથી લુવા કરી ઉપર અને નીચે પ્લાસ્ટિક મૂકી પરોઠું વણી લો. તૈયાર પરોઠાને તવી પર તેલ લઇ શેલો ફ્રાય કરી લો. ગરમ-ગરમ ફરાળી આલું પરાઠા મસાલા દહીં સાથે સર્વ કરો.

*

બટાટાની ટિપ્સ

* પોટેટો પીલર : આ પીલર બટાકાં, ગાજર, મૂળા જેવાં વેજિટેબલને પીલ કરવા એટલે કે નાના નાના પાતળા અને ઝીણા સમારવા માટે ઘણું મદદરૃપ થાય છે.

* પોટેટો રાઈસર: બટાકા મેશ કરવા માટે આ ખૂબ જ ઉપયોગી છે.

* સ્વાદની સાથે બટાકા આપણા આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે. વિટામિન બી, વિટામિન સી આયર્ન, કેલ્શિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ જેવા પોષકતત્ત્વોથી ભરપૂર હોવાની સાથે બટાકામાં અનેક ચમત્કારી ગુણ છે.

* જો સૂપ કે શાકમાં મીઠું વધુ પડી ગયું હોય તો તેમાં બટાકાના નાના કટકા કરીને નાખો. શાક તૈયાર થયા પછી બટાકા કાઢી લો.

* હાઈ બીપીથી થતી સમસ્યામાં બટાકાનું સેવન બ્લડપ્રેશરને સામાન્ય સ્તર પર લાવી શકે છે.

* બટાકામાં રહેલું પોટેશિયમ સોલ્ટ, અમ્લતાની સમસ્યાથી છુટકારો આપશે.

* બટાકા માથાના વાળની અનેક સમસ્યાઓને દૂર કરી વાળને મજબૂત બનાવે છે. બટાકાને ઉકાળ્યા પછી વધેલા પાણીમાં બટાકાનો ટુકડો સ્મૅશ કરીને વાળ ધોવાથી વાળ મુલાયમ બને છે ને વાળનાં મૂળ મજબૂત બને છે.ઉપરાંત ખોડો, ખરતા વાળથી સમસ્યામાંથી મુક્તિ અપાવશે.

* પાચનસંબંધી રોગમાં કાચા બટાકાનો રસ બહુ ઉપયોગી છે, કારણ કે તે આંતરડામાં થયેલા સોજામાં રાહત આપે છે ને પાચનશક્તિ વધારે છે.

* જૂના બટાકા બાફતી વખતે લીંબુનો રસ નાખવાથી બટાકા સફેદ થશે.

* ઢોસા લોઢીને ચોંટે નહીં માટે તવા પર પહેલાં અડધો કાંદો અથવા બટાટા ફેરવવા.તવા પર બે-ત્રણ ટીપાં તેલ પાથરી ઢોસા ઉતારવા.

* પંજાબી સમોસા બનાવતી વખતે બાફેલા બટાટાને બદલે બટાકા ઝીણા સમારી તેલમાં વઘારીને નાખવાથી સમોસા સ્વાદિષ્ટ થશે.

* ફણસી કે ચોળીનું શાક વધુ પ્રમાણમાં વધ્યું હોય તો તેમાં બાફેલા બટાકા મસળીને નાખવા. તેમજ સ્વાદાનુસાર મસાલો કરી પુરણ બનાવી ઘઉં કે મેદાના લોટમાં ભરી પરોઠા, કચોરી કે સમોસા બનાવવા.

*એક વાર ઉપયોગમાં લેવાયેલા તેલમાં ખાદ્યપદાર્થની વાસ આવતી હોય તો તેને દૂર કરવા તેમાં બટાકા તળી લેવા.

* બટાકાને મીઠા ભેળવેલ પાણીમાં બાફવાથી બટાકા ફાટી નથી જતા.

* પેટીસ, કટલેટ બનાવવાના બટાકાને પાણીમાં રાખી બાફવા નહીં. કૂકરમાં પાણી ભરી એક વાસણમાં મૂકી બાફવાથી બટાકા સૂકા થશે તેથી પેટીસ, કટલેટ સારી થશે.

* પોટેટો ટોસ્ટ સેન્ડવિચ બનાવતી વખતે બાફેલા બટાટાનો છૂંદો કરવાની બદલે બટાકાને ઝીણા સમારી વઘારવા બાફેલા બટાકા તૈયાર હોય તો તેને પણ વઘારી શકાય. વઘારેલા બટાકાથી પોટેટો સેન્ડવિચનો ટેસ્ટ સ્વાદિષ્ટ થશે.

* બટાકા બાફતી સમયે તેમાં ચપટી મીઠું અવશ્ય નાંખો. તેનાથી તેના છોડાં સરળતાથી નીકળશે. જ્યારે તમે તેને અન્ય શાકસાથે મિક્સ કરો છો ત્યારે તે અલગ દેખાશે.

* ક્યારેક બટાકા સ્વાદમાં મીઠા-સ્વીટ નીકળે છે ત્યારે બટાકાના ટુકડા કરી તેને મીઠાના પાણીમાં થોડી વાર રાખી મૂકવાથી તેમાંથી સ્વીટનેસ દૂર થશે.

***