List in Gujarati Short Stories by Ashwinee Thakkar books and stories PDF | લીસ્ટ

Featured Books
Categories
Share

લીસ્ટ

" મમ્મી મમ્મી મારુ લિસ્ટ રેડી છે. મારે આટલી વસ્તુ તો જોઈએ ." - સ્નેહા.

દીકરી પાસે થી લિસ્ટ તો આસ્થા લઇ લીધું પણ લિસ્ટ જોઈને તેના ભૂતકાળ માં ખોવાઈ ગઈ.

આજથી ૨૦ વર્ષ પેહલા જયારે તે હોસ્ટેલ માં ભણતી હતી. આમ તો તેના માતા પિતા નું એક નું સંતાન હતી પણ તે બહુ રમતિયાળ અને ભણવામાં બહુ ધ્યાન નોહતી આપતી એટલા માટે તેને હોસ્ટેલ માં મુકવામાં આવી હતી. દર મહિના ની જેમ મહિને પણ પેરેન્ટ્સ ડે ના દિવસે તેને પાપા કા તો મમ્મી મળવા આવના હતા. આવે એટલે તેમની સાથે બજારમાં જઈને શું શું લાવવું તેનું લિસ્ટ તેણે પંદર દિવસ પેહલાથી બનવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. રોજ આસ્થા લિસ્ટ માં કઈ ને કઈ નવું ઉમેરે જતી હતી.

" નવું સ્વેટર, પેલી બેકરી છે ત્યાં પફ ખાવા જવું છે, પેલી વર્ષા જે સ્ટુડિયો માં ફોટો પડાવેલો ત્યાં ફોટો પાડવા જવું છે,"

" આવતા મહિને તો મારી બેસ્ટ ફ્રેન્ડ નો birthday છે, એણે મને મારા birthday પર ગિફ્ટ આપી હતી એટલે મારે પણ તેને કૈક આપવું જોઈએ." આમ વિચારી તેને લિસ્ટ માં ગિફ્ટ પણ ઉમેરી દીધું.

મમ્મી મારુ જીન્સ લાવે તો સારું એમને યાદ તો હશે ને કે મારે પીકનીક જવાનું છે જો જીન્સ નઈ લાવે તો અહીં થી લઇ લઈશ.

અને આખરે દિવસ આવી ગયો જયારે બધી છોકરીઓ ના પેરેન્ટ્સ તેમને મળવા આવના હતા. ત્યારે મોબાઈલ ફોને ની સુવિધા નોહતી માટે ઘરે કોઈ સાથે વાત પણ નોહતી થતી બસ મહિના માં એક વાર મળવાનું અને જો કઈ મંગાવાનું હોય તો પોસ્ટકાર્ડ લખીને મોકલી આપવાનું. ઘણીવાર તો લખેલા પોસ્ટકાર્ડ મોકલતા પણ નોહતા અને જો મોકલાય તો એના સરનામે પોહ્ચ્તા નોહતા.

સવારથી હોસ્ટેલ માં બધી છોકરીઓ ઉત્સાહ માં હતી આજે તેમના માતા પિતા આવના હતા. બધી છોકરીઓ વહેલી ઉઠી નાહીધોઈ તૈયાર થઇ ગઈ હતી ને પ્રાર્થનાખંડ માં ભેગી થઇ ગઈ હતી. બધીજ છોકરીઓ ફટાફટ પ્રાર્થના પુરી કરવા માંગતી હતી પણ જેના પેરેન્ટ્સ પ્રાર્થના ના સમયે આવતા હતા છોકરીઓ વધારે ઉતાવળ માં હતી તેમના પેરેન્ટ્સ બહુ દૂરથી આવના હોવા થી વેહલા પોહચી જતા હતા. અડધી રાત ના ટ્રેન કે બસ માં નીકળ્યા હોય એટલે પ્રાર્થના ના ટાઈમે તો એન્ટ્રી લઇ લેતા હતા. જેમતેમ કરીને બધાએ પ્રાર્થના પુરી કરી અને જેવા બહાર નીકળ્યા કે કે છીકરીઓ ના પેરેન્ટ્સ આવેલા હતા. જેઓ ના પેરેન્ટ્સ આવેલા હતા તે છોકરીઓ ઓફિસ તરફ અને બાકીની પોતપોતાના રૂમ તરફ આગળ વધે છે.

આસ્થા ના પાપા મમ્મી પણ દૂર રહેતા હતા એટલે એઓ પણ પ્રાર્થના ના ટાઇમે આવી જતા હતા એટલે આસ્થા પણ ઓફિસે તરફ જવા લાગી ત્યારે ઓફિસે તરફ થી આવતી છોકરીએ કીધું.

" આસ્થા દી તમારા પાપા કે મમ્મી હજી નથી આવ્યા."

આટલું સાંભળી ને આસ્થા ઉદાસ થઇ પોતાના રૂમ તરફ પાછી જવા લાગી અને વારે વારે પાછળ ફરી ને ઓફિસે તરફ જોવા લાગી.

આસ્થા" કેમ હજુ નહિ આવ્યા હોય? આજે નૈ આવે તો ? ઓહો મારે પાપા ને જોવા હતા મહિના થઇ ગયા એમને જોયે. દર વખતે મમ્મી આવે છે મળવા વખતે પાપા આવે તો સારું. કોઈ તો આવશે ને કે કોઈ નઈ આવે ... અને નઈ આવે તો મારા બનાવેલા લિસ્ટ નું..... સમય એનું કામ કરીએ જતો હતો ૧૦ વાગ્યા, ૧૧ વાગ્યા , ૧૨ વાગ્યા બપોરનું જમવાનું પણ જમી લીધું તો પણ આસ્થાને કોઈ મળવા ના આવ્યું જમી ને આસ્થા તેના પેરેન્ટ્સ ની રાહ જોતી હોસ્ટેલ ના ગાર્ડન માં બેઠી અને ગેટ તરફ જોવા લાગી. તેમને હોસ્ટેલ માંથી બહાર એકલા તો શું કોઈ બીજી છોકરીના પેરેન્ટ્સ સાથે જવાની પણ મનાઈ હતી. તેઓ ફક્ત તેમના માતા પિતા સાથે બહાર જઈ શકતી પણ હોસ્ટેલ મેનેજમેન્ટ સભ્યો નક્કી કરેલા દિવસે , જો દિવસે કોઈના પેરેન્ટ્સ ના આવે તો એક મહિનાની રાહ જોવી પડતી પેરેન્ટ્સને અને છોકરીઓ ને પણ. હોસ્ટેલ માં લેન્ડલાઈન ફોને પર વર્ષ ના એક દિવસ જયારે છોકરીનો birthday હોય ત્યારે વાત થતી પણ ફક્ત મિનિટ માટે સિવાય ફોને પર વાત કરી સકતા નહિ.

વાગ્યા તો પણ આસ્થા ને કોઈ મળવા આવ્યું નહિ અને આખરે રાહ જોઈને થાકેલી આસ્થા ઉદાસ થઇ પોતાના રૂમમાં જતી રહી. પલંગ પાર આડી પડી અને રડવા લાગી રૂમ માં બીજી બધી છોકરીઓ ના પેરેન્ટ્સ આવી ગયા હતા એટલે બધા પોતાના સમાન ગોઠવવામાં અને બજાર માં કોણ કોણ મલીયું એની વાતો કરવામાં વ્યસ્ત હતા રડતા રડતા ક્યારે તેની આંખ લાગી ગઈ તેની ખબર ના રહી. ..

" આસ્થા ઉઠ આસ્થા ઉઠ તારા પાપા આવ્યા છે ઉઠ જલ્દી.."

આટલું સાંભળીને આસ્થા ઓફિસે તરફ દોડવા જાય છે ત્યાંજ પાછળ થી ઘણી બધી છોકરીઓ નો હસવાનો અવાજ આવે છે અને એપ્રિલફૂલ નું ગીત ગવાય છે. અત્યારે આસ્થાને એટલો બધો ગુસ્સો આવે છે કે બધાને શું કરી નાખે. ...

અને જેવું તે છોકરીઓ સામે મારવા માટે દોડવા જાય છે ત્યાંજ હોસ્ટેલના ગૃહમાતા બૂમ પાડે છે.

" આસ્થા તારા પાપા મમ્મી આવ્યા છે"

આટલું સાંભળીને આસ્થા ઓફિસે તરફ ભાગે છે. ત્યાં ઓફિસે માં તેના મમ્મી પાપા બેઠા હોય છે. એમને તે પગે લાગે છે અને પાપા ને ધ્યાન થી જોવે છે.

પાપા તો કેટલા સુકાઈ ગયા છે, એમની આંખો પણ ઊંડી ઉતરી ગઈ છે આટલુ જોતા આસ્થા એનાપાપા ને વળગી ને રોવા લાગે છે. પાપા વ્હાલ થી તેની માથે હાથ ફેરવે છે.ત્યારબાદ આસ્થા બજાર જવા માટે તૈયાર થવા તેના રૂમ તરફ જાય છે અને ફટાફટ તૈયાર થઇ ઓશિકા નીચે સાચવીને મૂકેલું લિસ્ટ પોતાની સાથે લઇ લે છે.

હોસ્ટેલ થી બજાર જવાના રસ્તે પાપા અને મમ્મી અસ્થાને એકબાજુ લઈ જાય છે અને બંને તેનો હાથ પકડી ને બેસે છે તરત આસ્થા ની મમ્મી રડવા લાગે છે. મમ્મીને છાની રાખી તે પાપા સામે જોવે છે એમની પાપાની આંખમાં પણ આંસુ હોય છે જે જોઈ ને આસ્થાને પણ રડવું આવે છે પણ તે રડતી નથી અને બંને ને શાંત કરે છે.

આસ્થા ના પાપા આસ્થાના માથે વ્હાલ થી હાથ ફેરવે છે અને કહે છે. .

" દીકરા આપડા માથે આભ ફાટ્યું છે. મહિના પેહલા મારા સરસ અને યોગ્ય રીતે ચાલતા આપડા વર્ષો જુના ધંધામાં મારા મિત્ર ની મદદ કરવાના હેતુથી જેને મેં ભાગીદાર બનાવ્યો હતો એણે આપણને દગો કર્યો અને મારે માથે ૨૫ લાખ( જમાના માં ૨૫ લાખ ૨૫ કરોડ જેટલા લગતા) નું દેવું કરાવી દીધું મેં તેની ઉપર આંધળો વિશ્વાસ કર્યો તેનું પરિણામ છે. આપણું નવું ઘર પણ વેચાઈ ગયું છે અને ધંધો પણ એણે પડાવી લીધો છે મારી પાસે હવે કશુ રહ્યું નથી."

" જૂનું ઘર જ્યાં આપડે ભાડે થી રહેતા હતા ત્યાં અમે પાછા રહેવા આવી ગયા છે. આવા સમયે સાગા સંબંધી પણ જોડે ઉભા રહેવા અને મદદ કરવા રાજી નથી. તું અમારી દીકરી છે એટલે તને બધું જાણવું જરૂરી હતું. અમે આજે તને મળવા નોહતા આવના પણ અમારું મન માન્યું નહિ એટલે અમે બંને આવી ગયા તને મળવા અને સોરી દીકરા તારા માટે અમે કઈ નાસ્તો કે વસ્તુ ના લાવી શક્યા માટે મને માફ કરજે દીકરી, મને માફ કરજે.... "

આટલું કેહતા કેહતા આસ્થાના પાપા, મમ્મી અને આસ્થા ત્રણેવ રડવા લાગ્યા અને આસ્થા ના પાપા બે હાથ જોડ આસ્થાની માફી માંગવા લાગ્યા આમ કરતા આસ્થાએ તેમને રોક્યા અને પછી કેટલા સમય સુધી ત્રણેવ એકબીજાને વળગીને રડતા રહ્યા.

" કઈ વાંધો નઈ પાપા મમ્મી આપણે ફરીથી નવેસર થી શરૂઆત કરીશું. તમે બંને ચિંતા ના કરશો મને કોઈ તકલીફ નથી અને ભવિષ્ય માં હું તમને પણ તમને કોઈ તકલીફ નઈ થવા દઉં."

દીકરી પાપા અને મમ્મી ની હિંમત વધારી અને પછી તેઓ ત્યાંથી ઉભા થયા અને બજાર તરફ જવા લાગ્યા થોડે દૂર પોહચી ને આસ્થા પાછળ ફરી ને જોવા લાગી તો દૂર તેને પોતે બનાવેલું લિસ્ટ પડેલું દેખાય છે.

પાપા" શું થયું બેટા કઈ રહી ગયું? "

આસ્થા" ના ના પાપા કઈ નઈ."

એમ તેઓ આગળ વધવા લાગ્યા અને પાછળ રહી ગયું આસ્થા બનાવેલું તેની ઈચ્છાઓ નું "લિસ્ટ".....

અત્યારે

સ્નેહા તેની મમ્મી ને ક્યારની બૂમ પાડી રહી હતી. આસ્થા જવાબ ના આપતા તે મમ્મી પાસે આવે છે અને તેને વળગી પડે છે ત્યારે આસ્થા ભાનમાં આવે છે અને તેની આંખો ભીની થઇ ગઈ હોય છે તે જોઈને સ્નેહા,

" મમ્મી લવાય તો લાવજે કઇ જરૂરી નથી હું ચલાવી લઈશ"

આસ્થા " ના દીકરા હું પણ તારી બધી ઈચ્છા પુરી કરીશ."

મનમાં. .. જેવી રીતે મારા પાપા એમની પરિસ્થિતિ નોહતી તો પણ મને આટલી બધી ભણાવી ગણાવી અને પોતાના પગ પર ઉભા રહેતા શીખવી તેવી રીતે. ...."

સ્નેહા " i love you mom ." કહી ને જતી રહી. ..

આસ્થા" i love you papa mummy..."