Prem Amas - 4 in Gujarati Short Stories by yashvant shah books and stories PDF | પ્રેમ અમાસ ભાગ - 4

Featured Books
Categories
Share

પ્રેમ અમાસ ભાગ - 4

ए जीवन है !..इस जीवन का यही है रंग रुप...

थोडे गम है ! थौडी खुशीया.! यही है...यही है रंग रुप....

રેડિયો પર ગીત વાગી રહ્યું છે. પુનમનુ જીવન પણ એ જ દર્શાવી રહ્યું છે. શરુઆતમાં રજની અમાસ ચાંદની જેવાં મિત્રો સાથે ખુશી અને ઉમંગવાળી જિંદગી, ત્યારબાદ થોડી બેકારીની બેરોજગારભરી જિંદગીની તકલીફો ફરી રજની સાથે લગ્ન અને ખુશખુશાલભરી જિંદગીની શરુઆત. ત્યારબાદ સંતાન ન થવાનું દુ:ખ. વર્ષોબાદ સંતાન આવવાની ખુશીના સમાચાર તો રજનીના અમાસ સાથેના અફેર્સ નુ દુ:ખ.. જિંદગી ની ઘટમાળ ચાલ્યા જ કરે છે.

પુનમ હવે અવારનવાર ટુરમા વધારે ફરવા લાગ્યો છે. કયારેક બિઝનેસ ટુર તો કયારેક ફરવાના હેતુથી. મહિનામાં પહેલાં જે ૮-૧૦ દિવસ બહાર ફરતો હતો તે હવે ઉલટુ થઈ ગયું. મહિનામાં ૮-૧૦ દિવસ જ ઘેર રહેતો અને બાકીના દિવસો બહાર. આવુ થવાનું કારણ પણ એક જ હતું. હવે તેની ઘરે રાહ જોનાર કોઇ ન હતુ. કે બહાર જાય ત્યારે કોઇ કહેનાર કે જલદી પાછા આવજો. તેના માટે ઘર અને બહાર એક સરખુ જ બની ગયેલ. હવે તેણે પોતાના જીવન નો ધ્યેય એક જ બનાવી દીધેલ ગમે તેમ કરી ધંધામાં આગળ આવવું ગમે તેમ કરીને કંપનીનુ સેલ વધારીને ધીમે ધીમે તેમાં પાર્ટનરશિપ મેળવીને ખુદનો ધંધો શરુ કરવો.

રજની પોતાના પિયરમા દિવસો વિતાવી રહી હતિ. તેને પુનમ કરતાં વિશેષ અમાસની યાદ આવતી હતી. પુનમનો ફોન આવે તો આોપચારીક વાતચીત થઈ ફોન બે ત્રણ મિનિટમાજ ફોનપર વાત પુરી થઈ જતી હતી. તેને પુનમની સાથે કોઈ ખાસ લગાવ રહ્યો ન હતો. સમાજ અને ઘરવાળાની નજરે પુનમ તેનો પતિ હતો એટલુ જ હતુ. તેને તેની કોઇ ફીકર કે ચિંતા ન હતી. તેથી જ તેની કોઇ વિશેસ જાણકારી તે રાખતી નહી. પોતાની ગેરહાજરીમા તે કેમ રહે છે. કયા જમે છે શું કરે છે કોઇ જ ચિંતા નહોતી કરતી. તેને ફિકર હતી તો અમાસને મળવાની. તે હરવક્ત તે શું કરે છે કોણ તેની સાથે છે તે માહિતી રાખતી. ધીમે ધીમે જેમ સમય વિતતો ગયો તેમ તેને ખબર પડી કે અમાસ કોઈ બીજી સ્ત્રીના સંપર્કમા વધારે રહે છે, પોતાની સાથે ઓછો. તેણે શરુઆતમાં તો એ લાઇટ લીધું પરંતુ જયારે ખરેખર તેનૈ અહેસાસ થયો કે અમાસ કોઇ બીજી સ્ત્રીના ચક્કરમા છે તેણે અમાસ સાથે ફોનમાં જ ખુબ ઝગડો કર્યો. અમાસ ને ન કહેવાનું ખરું ખોટું સંભળાવી દીધું. અમાસ પણ પુરુષ હતો આખરે કયા સુધી સાંભળે. તેણે મ્હો પર જ સંભળાવી દીધું કે તુ તારી મર્યાદામા રહે. તુ કોઇ મારી પત્ની નથી. તને કહેવાનો કે મને કોઇ બાબતમાં રોકવાનો અધિકાર નથી. બન્ને વચ્ચે જોરદાર ઝગડો થયો. અને અંતમા ફોન મુકાય ગયો. ત્યારબાદ રજની એ બે ત્રણ વખત ફોન કર્યો પરંતુ અમાસે ફોન રીસીવ જ ન કર્યો. આમ બન્ને વચ્ચેના સંબંધમા લગભગ પુર્ણવિરામ આવી ગયુ.

હવે રજની ને ફરી પોતાના ગામ કે ઘર જવાની બિલકુલ ઇચ્છા નથી રહેતી. કારણ પુનમ સાથે પ્રેમ કે લગાવ નથી રહ્યો કે અમાસ તેનો પોતાનો નથી રહ્યો. તેથી તે પોતાની તબ્યત સારી નથી રહેતી અને પોતાની ડિલિવરી પોતાના પિયરમા જ રહી કરવા માગે છે તેમ જણાવી દીધું . પુનમને મોટેભાગે બહાર જ રહેવાનું હોય છે તેથી તે મેનેજ કરી લેશે. ઘરના બધા લોકોએ વાત માની લીધી. આમ રજની પોતાના પિયરમા દિવસો પસાર કરવા લાગી.

ટ્રીઇન....ટ્રીઇન....મોબાઇલ ની રિંગ વાગી રહી છે. પુનમ ફોન ઉપાડીને.....હલો...? સામે છેડેથી. સર હુ ચાંદની બોલુ છુ રાજધાની ટ્રાવેલર્સ માથી આપનું સુરત પુના બુકીંગ થઈ ગયું છે. આપ ટીકીટ કલેક્ટ કરિ લેશો. અવાજ અને નામ જાણીતું લાગતાં તું ..સોરી આપ ચાંદની શર્મા તો નહિ કે..? હા...પણ આપ તું.. પુનમ મહેતા જ કે..ઓહ ગોડ....ચાંદની તુ સુરત કયારે આવી...? અને આવીતો મને અમને જાણ પણ નથી કરતી ..?

બહુ લાંબી વાત છે...કયાક રુબરુ મળીને વાત કરીએ તો ? અત્યારે હુ ડ્યૂટી પર અને જરા જલદીમા છું. O.K. કયારે ફ્રી થઇશ ? ઑફિસ અવર્સ પછી એટલે કે સાંજના ૬.૦૦ પછી. O.K. પણ કયા ? તારી ઑફીસ પાસે ચોપાટી ડચ ગાર્ડન ? શ્યોર...બાય...

ચાંદની કયારે સુરતમાં આવી ગઇ હસે...આવ્યાં પછી કેમ મળી નહીં શું તેને રજની અને અમાસના અફેર્સની ખબર પડી ગઇ હશે..? કે પોતે કોઇ તકલીફ મા હશે દિનભર પુનમને ચાંદનીના વિચાર આવતા રહ્યાં. કેવા હતા એ મધુર નિર્દોષ નિર્મળ પ્રેમના દિવસો....પોતે અમાસ રજની અને ચાંદની બધા સાથે કેવી મોજ મજા ભરી કોલેજ લાઇફ જીવતા હતા. ન કોઇ જવાબદારી ન કોઇ ટેનશન. ન સમાજના બંધન કે શરમ સંકોચ એક અનોખી જિંદગી હતી. અભ્યાસ શું પુરો થયો કે જાણે જીવન જ પુરુ થઈ ગયુ. નોકરી અને ઘર તથા કુટુંબ અને સમાજ વચ્ચે સંબંધના બંધનમા એવા બંધાયા કે પછી પોતાની લાઇફ જેવું તો કશું રહ્યું જ નહીં .

સાંજના બરાબર ૬.૩૦ પુનમ ડચ ગાર્ડન પહોંચી જાય છે. ચાંદની પણ બે જ મિનિટના સમયમાં આવી જાય છે. ચાંદની પુનમને મળતાં જ ભેટી પડે છે. છુટા પડ્યા ને હજુ તો ચારેક વર્ષજ પસાર થયા છે પરંતુ બન્નેના જીવનમાં એટલુ બધું બની ગયુ છે કે જાણે વર્ષો વીતી ગયા છે. બન્ને વર્ષો પછી મળે છે. બન્ને પાસે કહેવાનું ઘણું છે. પણ જયારે બહુ બધું કહેવાનું હોય ત્યારે કયાથી શરુ કરવું અને પહેલાં કોણ શરુ કરે એ વિચારમા બન્ને ખામોશ થઈ જાય છે. પરંતુ બન્નેની ખામોશી લાંબો સમય નથી ટકી શકતી. આખરે બન્ને ખાસ મિત્રો હતા. શરુઆત ચાંદની જ કરે છે ચાંદની: બોલ પુનમ કેવુ ચાલે છે.? રજની શું કરે છે..? તમો બે માથી ત્રણ કે ચાર થયાં કે નહીં .?

સવાલોની જડી શરુ થઈ જાય છે. બસ બસ એક સાથે આટલા બધા સવાલ...મને જવાબ તો આપવા દે. ના મને ધીરજ નથી હું પુછુ ને તુ જણાવે એના કરતા તુ જ બધું તારા વિશે જણાવવા માંડ મારે તારા વિશે બધું જ જાણવુ છે.

પુનમ: એમ તો મારે પણ તારા વિશે બધું જ જાણવુ છે. તુ આટલા સમયથી અમારા થી દુર હતી ન કોઇ ફોન ન કોઇ સંપર્ક અને કેટલા સમયથી સુરતમા આવી અને તારો શું પ્રોગ્રેસ છે મારે પણ બધું જ જાણવુ છે પહેલાં તુ જણાવ...ચાંદની ના પહેલાં તુ જણાવ. ના લેડિઝ ફર્સ્ટ. O.K. પણ મારી વાત પૂરી થાય પછી તારે પણ તારી બધીજ વાત જણાવવીપડસે. O.K. ત્યા સુધી તને જવા નહી દઉ.સારુ તુ તારી વાત તો કહે...

મારે તો ચારેક વર્ષનુ લગ્નનુ જીવન પસાર થઈ ગયુ. શરુઆતમાં તો અમે બન્ને ખુબ આનંદ મજામા દિવસો પસાર કર્યા. લગ્નના એક વર્ષ બાદ મારે એક સંતાનરુપે પુત્ર જન્મ થયો. આકાશે તેનુ નામ મારા નામપરથી જ ચાંદ રાખેલ છે. તે બિલકુલ મારા જેવો જ છે. હવે સંતાન થતા અમારી બન્નેની જવાબદારી વધી ગઇ હતી. ચાંદના ભવિષ્ય માટે અને વેલસેટ લાઇફ કરવા અમારે આવક વધારવાની જરુર લાગી. અને આ જ ઉમર છે જીવનમાં કઇક કરવાની. આકાશને પોતાના ફીલ્ડમા એક સારી ઓપોર્ચ્યુનીટી મળી. તે માટે તેને સાઉદી અરેબિયા જવાનું થયુ. ત્યાં તે ધીમે ધીમે સેટ થઈ રહ્યો છે. આવક પણ અહીં કરતા સારી છે. તેના જવાથી હુ એકલી પડી ગઇ તેથી મે પાછા આપણા સુરતમા જ આવવાનુ નક્કી કર્યું. આમ પણ મારા પપ્પાના અવસાન બાદ અહીં મમ્મી એકલી હતી અને હુ ત્યાં એકલી થઈ ગઇ હતી. અહીં બે માસ પહેલાં જ આવી. હુ મારી મમ્મી અને ચાંદ ત્રણેય રહીયે છીયે. સમય પસાર કરવા આ ટ્રાવેલર્સ કંપનીમાં જોબ કરું છું. હવે તારા વિશે જણાવ.

પુનમ થોડી વાર વિચારે છે લાગે છે ચાંદની ને અમારી કે અમાસ ની ખબર નથી તેથી તે ટુંકમાં જ જણાવે છે કે મારે ગુડલક કંપનીમાં સેલ્સ એજ્યુકેટીવ તરીકે જોબ છે.ક્પની નવી છે પણ આગળ ઓપોરચયુનીટિ સારી લાગે છે. લગ્ન બાદ ત્રણેક વર્ષ એમ જ ગયાં હાલ જ રજની ને પ્રેગન્સી રહેલ છે અને તે તે માટે તેના પિયર ગઇ છે.

વાત વાતમા સમય કયા જતો રહે છે ખબરનથી પડતી. ઘડિયાળમા ૭.૦૦ વાગે છે. ચાંદની પર તેની મમ્મીનો ફોન આવે છે. ઘરે ચાંદ એકલો છે એટલે હાલ તો મારે હવે જવુ પડસે ફરિ નિરાતે મળીશુ કહી ચાંદની છુટ્ટી પડે છે. પુનમ ઘર તરફ પાછો ફરે છે. કારમાં ફરી એજ ગીત શરુ થાય છે..

ए जीवन है !..इस जीवन का यही है रंग रुप...

थोडे गम है ! थौडी खुशीया.! यही है...यही है रंग रुप.....

“ આકાશ.“

યશવંત શાહ.