Aasude chitarya gagan 23 in Gujarati Fiction Stories by Vijay Shah books and stories PDF | આંસુડે ચીતર્યા ગગન ૨૩

Featured Books
Categories
Share

આંસુડે ચીતર્યા ગગન ૨૩

આંસુડે ચિતર્યા ગગન

(23)

બિંદુથી આવેગ રોકાતો નથી – ના… ના… ના… ચીસો પાડે છે. એવું ન બને… એવું ન બને નો પ્રલંબિત વિલાપ શરૂ થાય છે. શેષભાઈ સમજાવવાની કોશિશ કરે છે. આ સત્ય કડવું હતું – હળાહળ ઝેર જેવું… હવે સબડ્યા કર વાસનાઓની ખીણોમાં… હું ક્યાંયથી ટેકો આપી શકું તેમ નથી…

ખડખડાટ હસવાની શરૂઆત કરતા બિંદુ બોલે છે. શેષ… મને આંસુઓને ડામતાં આવડે છે. આંસુના વાદળોને રડાવતા આવડે છે…. હું અંશુમાન લઈશ… તમારી પાસેથી જ લઈશ…. હું ફળેલી નાગરવેલ છું…

રાવજીની પત્નીના અવાજમાં શેષભાઈ બોલે છે – ‘હું ઇચ્છાઓની અમરવેલ પર ફૂલ તો નહીં લાવી શકું પણ – અંશ સાથે રહીને અંશુમાન લઈ લે. શેષ નહીં આપી શકે તો મેરી માય બ્રધર…’

અંશ કશું સાંભળતો નથી… ઉજ્જડ રણમાં દોડ્યા કરે છે… એને તરસ લાગી છે… પાણી માટે ફાંફા મારે છે… કશું મળતું નથી… મૃગજળ પાછળ અંશ દોડે છે…

પસીને રેબઝેબ અર્ચના ફરી જાગી જાય છે. સ્ત્રી અવાજમાં બોલાતા શબ્દો મેરી માય બ્રધર….ની પાછળ પાછળ, મૃગજળ પાછળ દોડતો અંશ… એના મગજને સ્પન્દિત કરી રહ્યું હતું –

સવાર પડી ગઈ હતી – નીચેથી મમ્મીની પૂજાનો અવાજ આવતો હતો. મગજની નસો તંગ હતી. અર્ચના આ પરિસ્થિતિને સમજી શકતી હતી. મનમાં બિંદુભાભીના વિચારોએ ઘર કરી લીધું હોવાને કારણે આવા ચિત્ર વિચિત્ર સ્વપ્ના આવે છે. તંગ નસોને શાંત કરવાના પ્રયત્નોમાં તે ક્યાંય સુધી પડી રહી.

‘મેરી માય બ્રધર’ અને ‘ઇચ્છાઓની અમરવેલ’ વાળા શબ્દો રહી રહીને મનમાં પડઘાયા કરતાં હતાં. કેવા વિચિત્ર સ્વપ્ના ? મમ્મીની વાત યાદ આવી તારી સાસરીની કોઈક સ્ત્રી અજાણતાં તને દૂભવી જશે વાળી વાત ફરીથી પડઘાવા માંડી…

‘ખેર… જે હશે તે જોયું જશે… લગ્નની તારીખ તો બંને ભાઈઓ નક્કી કરીને લાવ્યા છે જ. જ્યોતિષને ગ્રહશાંતિ તથા અન્ય વિધિવિધાન માટે સમજાવીને કાર્યરત થયા છે. ’ ઊઠીને નીચે જઈને કોફી બનાવવા માંડી. નિત્યકર્મમાંથી પરવારી ન્યૂઝપેપર લઈને બેઠી. તેમાં પણ ચિત્ત ન ચોંટ્યું. એનો જીવ સવારથી બળતો હતો. અચાનક અંશનો ફોન આવ્યો – ‘અર્ચી ! ભાભીને અને શેષભાઈને થોડી બોલચાલ થઈ છે, તું જલ્દી આવે તો સારું – ભાભી રડ રડ કરે છે. શેષભાઈ ચૂપ છે. અંશી પણ રડે છે.’

‘પણ થયું’તું શું ?’

‘કંઈ નહીં . કદાચ શેષભાઈએ એને સમજાવવાની કોશિશ કરી છે. પણ પરિણામ શૂન્ય છે.’

‘હવે !’

‘હવે કંઈ નહીં. તું આવ તો ખરી !’

જલદી તૈયાર થઈને અર્ચના સુમીમાસીને ઘરે પહોંચી તો ત્યાં જઈને થોડીક હેરાન થઈ ગઈ. બિંદુભાભી સૂનમૂન બેઠા હતા. શેષભાઈ પલંગ ઉપર હતપ્રભ થઈને બેઠા હતા. અંશ અંશીતાને છાની રાખતો હતો.

અર્ચનાને જોઈ બિંદુભાભી ઓર ભડક્યા.

‘તારા જેઠને સમજાવ. મને મૃત્યુની ધમકીઓ આપ્યા કરે છે – ’

‘પણ ભાભી વાત શું છે ?’

‘કંઈ વાત નથી – પણ મિનિટે મિનિટે ધાર્મિક ઉપદેશો – અંશીતા મારો જીવન આધાર છે તમે બે મારી ફરજો છો. મને મારી ફરજ નિભાવવા દે… જેવી ડાહી ડાહી વાતો કરે છે… પણ મને શેષ નામશેષ કેમ થાય તે સમજાવી શકતા નથી.’

‘ભાભી ! એ સમજવાનું અમારા લગ્ન પછી ન રખાય ?’ – અંશ

‘પણ શા માટે ?’

અર્ચનાના મનમાં કંઈક દ્રઢ નિર્ધાર આવી ગયો – અને તે બિંદુભાભીને ન્યુરોસીસના પેશન્ટ સમજી ચૂકી. આ એક એવો કટોકટીભર્યો તબક્કો હતો કે જ્યાં પેશન્ટ એક વાત માટે જીદ પકડે તે કદી ન છોડે. પુત્રેચ્છાના પ્રચુર તોફાનોની સામે શેષભાઈથી ટકી શકાય તેમ નહીં હોય… અને એની સંતૃપ્તિની ઝંખના શેષની વાત સુદ્ધાં સાંભળવા તૈયાર નહીં હોય.

‘શેષભાઈ ! તમે મારા પેશન્ટ છો ’ – ધીમે રહીને સાનમાં ઈશારો કરી અર્ચનાએ બિંદુનો વિશ્વાસ જીતવા માંડ્યો. ‘તમારા મનમાં જે ભય છે તે ખોટો છે. દવા કરશો તો ઠીક થઈ જશે.’

‘શેષે કહ્યું – હું દવા ત્યારે જ લઉં જ્યારે બિંદુ પણ લે…’

‘ભલે ! બિંદુભાભી પણ લેશે અને તમે પણ….’

તે દિવસે સાંજે દવા લેતા શેષે પૂછ્યું – ‘અર્ચના મારે આ દવા કેમ લેવાની ?’

‘તમે એની નજરમાં પેશ ન્ટ છો તેથી.’

‘પણ આ દવા તકલીફ તો નહીં કરે ને….?’

‘ના માત્ર વિટામીન્સ જ છે.’

‘આ હાલત છે , જ્યારે એ આક્રમક બને છે ત્યારે મારી વાત સાંભળતી નથી.’

‘પણ શેષભાઈ Hormonal activities can be regained. તમે સ્ટ્રોંગ થાવ…’

‘માન્યું કે તું સાચો છે પણ એ સમય લેનારી ટ્રીટમેન્ટ છે. અને જેટલી વાર એ પ્રયત્ન કર્યો છે તેટલી વાર મળતી નિષ્ફળતાથી તેની માનસિક હાલત વધુ બગડે છે. I am trying to erect

myself but failed every time… I can’t help myself.’

‘There are many ways to satisfy wives need apply other means…’

‘Like ?’

‘Like… Like….’

અર્ચનાની હાજરીમાં નાનોભાઈ સલાહ આપતા અટકી ગયો…

‘Like asking her to be on and helping her …, Isn’t it?’ શેષભાઈએ ધડાકો કર્યો.

‘Ya…’

‘That doesn’t work – as she is mad after real thing and that’s pity too… on my part…’

‘ખેર ! અર્ચી તું કંઈ સજેસ્ટ કરી શકે છે ?’

‘Only few fruitless remedies… ’

‘Like ?’

‘Asking her to take sleeping pills… when you ae at home… and certain pills which reduces sex demand… but I told you it is fruitless.’

‘આની રીકવરી માટે તમે કોને બતાવ્યું હતું ?’

‘ડૉક્ટર કાચવાલા. ફેમસ ગાયનેકોલોજીસ્ટ છે. બોમ્બેમાં સારું નામ છે. તેમના મંતવ્યે – It is a chance in thousands..’

‘વેલ તમે મોં ન ફેરવશો… Otherwise she will be mad… she is on a hectic stage…’

‘પણ આ નાટકમાં તો દર્દી કોણ અને દવા કોને આપવાની…? કેવી બધી વિચિત્રતાઓ જોવા મળે છે.’

‘થીસીસ લખવા જેવો કેસ છે. સીઝોફ્રેનિયાનો આ પ્રકાર છે. શેષભાઈ Was she dominating from beginning?’

‘ના એવું તો નહીં પણ અંશીતાના જન્મ પછી મારું ટુરિંગ પણ વધ્યું છે. પંદરેક દિવસે ભેગા થઈએ અને એમાં નિષ્ફળતા મળે એટલે ફરી પાછા પંદર દિવસ સુધી રાહ જોવાની અને એ ઈંતજારની પળો અને નવરા મગજે એને આ દિશામાં વધુ વિચારતી કરી દીધી..’

‘But when you know the cause then why you haven’t tried to explain her ?’ અંશ બોલ્યો.

હાથ પર હાથ પછાડતા શેષ ચૂપ રહ્યો.

‘I have tried… tried… but lost my heart… I am facing frustration and depression… I think if she want go mad then sure I will … I will…‘’

‘No – Don’t lose your heart. ’ અર્ચના બોલી ‘You must co-operate to bring her on.’

‘well, let’s try !I will try till the last breathe.’

‘Sure – I feel you should take pills which enahances sex on your side and she should take the reverse… a stage of mating will definitely come… અંશ … ગાયનેકોલોજીસ્ટ અંશ બોલતો હતો…’

‘I am trying … but if I failed… take care of her… and take care of Anshi… મારી અમાનતનું જતન કરજે. અંશ ! હવે હું થાકી ગયો છું. તારી સાથે આટલી ચર્ચા પછી થોડીક મનની વરાળ નીકળી છે. અને શાંતિ વળે છે. પણ… છતાંય વારંવારનું મરવા કરતાં એક વખત મરી જવાની ઇચ્છા ખૂબ તીવ્ર બની જાય છે. હું શું કરું… સમજાતું નથી…’

‘એક નાનકડું સૂચન કરું ?’

‘હા.’ ‘હવે જ્યારે પણ આવા વિચારો આવવાના ચાલુ થાય ત્યારે પેન લઈને કાગળ ઉપર લખવા માંડજો. હું એ ડાયરી વાંચીશ તો મને આગળની ટ્રીટમેન્ટનો રસ્તો મળશે. એ ડાયરી હું સાંજે આપું છું.’

‘ડાયરીની જરૂર નથી – ’

‘But that would help me, or else I may try to talk to you on phone. મનમાં વરાળને એકઠી થવા ન દેશો. એને નીકળવાનો રસ્તો રાખજો. નહીંતર તમે પણ એક્સ્ટ્રીમીટી પર પહોંચી જશો.’ – અર્ચના બોલી.

‘ખેર હું સમજી શકું છું અને એટલે જ વધુ દુ:ખી છું. સહદેવ જોષીનું અધિક જ્ઞાન તેને વધુ પીડતું હતું. ’

‘ભલે પત્ર જરૂરથી લખજો. અને જરૂર પડશે તો હું પણ ત્યાં આવી જઈશ !’

તે દિવસની રાતની ફ્લાઈટમાં શેષભાઈ, ભાભી અને અંશીતા મુંબઈ જવા નીકળી ગયા.

***

ડૉક્ટર અને દર્દીના સંબંધોમાં સગપણ ક્યારેક ત્રાસદાયક હોય છે એવું અર્ચનાને આ સમયે લાગ્યું. શેષભાઈ તેમની રીતે વધુ વિચારતા હતા. જ્યારે બિંદુભાભી માટેની અર્ચનાની લાગણી ડૉક્ટર તરીકેની એની ફરજો પણ ચૂકવતી હતી. ‘’

‘એ સ્પષ્ટ હતી કે સેક્સ મેનિયાક દર્દીની દવા સેટીસ્ફેક્શનથી વધુ કોઈ જ હોતી નથી. એ વાત એ શેષને પણ કહી શકતી નહોતી કે અંશને પણ કહી શકતી નહોતી. બિંદુભાભીને શોટસ્ આપવાની જરૂર છે તેમ એ માનતી હતી… પણ કમબખ્ત લાગણીઓ… વળી લગ્નમાં થનારો સંભવિત વિલંબ જેવા પરિબળોએ તેને મૌન કરી નાખી.

થોડુંક લાઈબ્રેરી વર્ક કરીને એને અપાતી દવાની છેલ્લામાં છેલ્લી કોઈ શોધખોળ થઈ હોય તો તે કરવાનો તેણે નિર્ણય લીધો.

અંશના મગજ ઉપર શેષભાઈના છેલ્લા શબ્દો ટકરાતા હતા… In case I failed – take care of her and take care of Anshita… દર્દની ગહેરાઈ કેટલી છે તેની હવે તેને સમજ પડતી હતી.’

અર્ચનાને બોલાવીને તેણે જે યાદી બનાવડાવવાના કામની આપી હતી તેકામો પતાવવા માંડ્યા.

સાંજે નવરા પડીને દવાખાને પહોંચ્યો ત્યારે પેશન્ટની ભીડમાં એક પરિચિત ચહેરો હતો જે કહેતો હતો – ‘હાય અંશ ! ક્યાં સુધી એકલો ફરવાનો છે ?’

‘અરે બાબુ તું ?’

‘હા ! ઇચ્છા થઈ ગઈ તો મળવા આવ્યો.’

‘સારુ થયું . શું નવાજૂની છે દોસ્ત ?’

‘બસ એ જ પાન તમાકુ અને સિગરેટની ગંધમાં જીવીએ છીએ. અને નવા પિક્ચરની ટીકીટો મિત્રોને આપીએ છીએ.’

‘ચા પીશ ને ?’

‘જરૂર.’

‘તું બેસ ત્યાં સુધી થોડાક પેશન્ટ જોઈ લઉં.’

‘હા ભલે…’

પેશન્ટને તપાસતો રહ્યો અંશ . કેટલાક જાણીતા ચહેરાઓની સામે ડૉક્ટરનું મીઠું હાસ્ય રેલાવતો રહ્યો અને બાબુ સાથે વાતચીતનો દોર ચાલતો રહ્યો.‘’

સિધ્ધપુર બહુ બદલાઈ ગયું હતું. બ્રાહ્મણો અને વોરાની મહત્તમ વસ્તી ધરાવતું સિધ્ધ્પુર હવે ધીમે ધીમે પંચરંગી વસ્તીનું શહેર થવા માંડ્યું હતું. જીરા અને ઇસબગુલના વેપારે સિધ્ધ્પુરની કાયાપલટ કરી નાખી હતી. પહેલા સ્ટેશનથી ટાવર સુધીની દુકાનોમાં દર ત્રીજી દુકાન ઠંડા પીણા અને શરબતની હતી. હવે એ વાત બદલાઈ હતી, ટૉકીઝ ત્રણ થઈ ગઈ અને દુકાનોમાં હવે મર્ક્યુરી લાગી ગઈ હતી.