Bhinjayelo prem - 6 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | ભીંજાયેલો પ્રેમ ભાગ - 6

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ભીંજાયેલો પ્રેમ ભાગ - 6

ભીંજાયેલો પ્રેમ - 6

(બસમાં છપ્પન સીટ હોય અને તમને પંચાવન-છપ્પ્નમી સીટ મળે તો આપણે બીજું શું જોઈએ?? રાત્રે ત્રણ વાગ્યે બસ ઉપડી હતી અને સાથે સાથે રાહી અને છપ્પનમી સીટ, જાણે ફિલ્મ જોવા Silver ની ટિકિટ લીધી હોય અને Gold ની જગ્યા મળી જાય. કચ્છ પોહ્ચ્યા ત્યાં સુધીમાં તો આપણે બંને સેન્ચુરી મારી લીધી હતી )

Continue

એ શિયાળાની ગુલાબી સવારમાં ચાયની ચુસ્કી મારતા મારતા પિંજરામાં પુરાયેલ પક્ષી જેમ તડપે તેમ તને જોઈને મારું વહાલસોયું હ્રદય બહાર નીકળવા મથામણ કરતુ. હાલના સમયમાં ભગવાન દ્વારા બનાવાયેલ એકમાત્ર સંપૂર્ણ ગુણ ધરવતી કન્યા તું અને ફુરસતના સમયમાં મનપસંદ આકાર આપી ભગવાન દ્વારા બનાવાયેલ હું, જયારે કચ્છમાં ધૂમ મચાવતા હતા ત્યારે એવું લાગતું હતું જાણે ભગવાને પહેલાથી જ નક્કી કરેલ છે આ બધું રાહી.

રાહી, આ સફર તો ક્યારેય પણ નહિ ભૂલું કેમ કે આ સફર સાથે મારા દાદાની યાદો વણાયેલી છે તને નથી ખબર રાહી, પણ હું જયારે પ્રવાસમાં આવ્યો ત્યારે મારા દાદા જિંદગીના છેલ્લા પડાવમાં હતા, પ્રવાસમાં જતી વખતે મેં મારા દાદાને કહેલુ હજી તો તમારે તમારા પૌત્રના છોકરાને જોવાના છે, જોવાના શું ખોળામાં બેસાડી વહાલ કરવાનું છે. પણ ત્યારે ભગવાનને તે પસંદ ન હતું.. .

જયારે આપણો પ્રવાસ પુરો થવાનો હતો ત્યારે મારા દાદા આખરી શ્વાસો ગણતા હતા. ભગવાન તારી રચના પણ અદભુત છે, હજી ઘરે પહોચી દરવાજો ખોલુ છુ અને બીજી બાજુ મારા દાદા પીંજરું તોડી નીકળી ગયા તેના સફરમાં, કદાચ મારી જ રાહ જોતા હશે કે ક્યારે હું ઘરે જાવ અને ક્યારે તેનું સફર શરુ કરે, મને એક વાર પૂછવા ભી ના રહ્યા. ”ઉડ્ડ ગયા પીંજરા તોડ કે વો મુસાફિર જો બરસો સે કેદ થા. ” ; મારા દાદા અઢાર વર્ષથી ચાલી શકતા ન હતા રાહી, મારી ત્રણ દિવસની ખુશી એક મીનીટમાં ઓસરી ગયી, તેના માટે હું કઈક લાવ્યો હતો પણ હવે કોને આપવું. મારા દાદીમાં કેહતા હતા કે “ તારા દાદા છેલ્લી ઘડી સુધી મોન્ટુ, મોન્ટુ જ કેહતા હતા. ”

આ ઘટનાથી હું સદમામાં હતો રાહી, પુરા પરિવારમાં શોકનો માહોલ હતો, ભયંકર તોફાનમાં ઘરની છત ઉછાળીને જેમ છાયડો છીનવી લે છે તેવી જ રીતે મારા પરિવારની માથેથી હવે મારા દાદાનો છાયડો છીનવાઈ ગયો હતો. મારી એકાંત દુર કરવા મેં પુસ્તકોનો સહારો લીધેલો રાહી, અને આ સદમામાંથી બહાર કાઢવામા તે પણ પુરો પ્રયત્ન કરેલો. પુરા પંદર દિવસ હું કોલેજે આવ્યો ન’હતો.

કોલેજ લાઈફ કેટલી અદભુત હોય છે નઈ રાહી, ઘરેથી બધા કોલેજે જવા જ નીકળતા હોય છે પણ પહોચે કેટલા તે વિચારવા જેવું છે. કોઈક બસ સ્ટેશનને ન્યાય આપે છે તો કોઈક કેન્ટીનને, કોઈ દોસ્તોને ન્યાય આપે છે તો કોઈ ગર્લફ્રેન્ડને, કોઈ લવર્સ પોઈન્ટને ન્યાય આપે છે તો કોઈ સિનેમાઘરોને, એમાં ભી કોઈ ક્લાસમાં હોય તો લેચ્ચારને ન્યાય આપે છે અથવા કોઈ લેડી પ્રોફેસરને ન્યાય આપે છે. બંક મારે છે, ગ્રુપ બંક ભી શામિલ હોય પણ જે કહીએ જો દસ દિવસથી વધારે કોલેજે ના બતાઇયે તો બધા ફ્રેન્ડ માથે ચડી જાય, જાણે જન્મો જન્મના છુટા પડેલા ઓચિંતા સામે આવે અને ભેટી પડે તેવી પરિસ્થિતિ ઉદભવે, એય પછી કેન્ટીનમાં મહેફિલ થાય અને મહેમાન તરીકે આપણને આમંત્રણ આપાય, આપના દ્વારા કેન્ટીનનું બિલ ચુકવાવાય અને આવી રીતે ગાડી પાટે ચડતી જાય. પછીના દિવસે પેલી ભાષા શરુ થઇ જાય, “ક્યાં રહી ગયો હતો ટોપા, હમણાં જ કેવી હોટ છોકરી નીકળી, ” ફોન ભલે ના કર્યો હોય પણ એટલા આત્મ્વીશ્વાસથી કહેને કે આપડે એક વાર ફોન ચેક કરવો પડે કે સાચે જ મિસકોલ નથી આવી ગયોને ટોપાનો. અને તેમાં ભી જો કોઈ છોકરી સાથે હોય તો તો થઇ રહ્યું. એકબીજાની વાત કાપવામાં એટલા મહારતી હોયને જાણે સ્વયંવરમાં દ્રૌપદીને જીતવા નીકળ્યા હોય.

મારા આવા જ મિત્રોના કારણે રાહી, મને કોઈ દિવસ ઉદાસીનો ચહેરો સરખી રીતે જોવા મળ્યો નથી અને તેમાં પણ બાકી હતું તો અભિષેક મળ્યો, દેખાવમાં સોહામણો , મારાથી થોડો ઉંચો, ચાલવામાં ચટકદાર અને બોલવામાં મીઠો કોઈની સાથે વાત કરતો હોય તો એવું લાગે કે કોઈ જેન્ટલમેન વાત કરી રહ્યું છે, સુરતથી આવ્યો હતોને એટલે ભાષામાં પરિવર્તન તો દેખાય જ, ટૂંકમાં કહું તો છોકરીઓ દ્વારા પેહલી જ નજરમાં પસંદ આવવા વાળો પરફેક્ટ મેન, પણ.. પણ.. મને એક જ વાત સમજાતી નથી, એક પણ ગર્લફ્રેન્ડ નથી તેને. બ્રમ્હ્ચારી નથી, પણ પોતાની વાત રજુ કરી શકતો નથી, છોકરીઓ સામે., આપણે પૂછીએ તો જવાબ મળે “ ગર્લફ્રેન્ડ બનાવતા કદાચ ફ્રેન્ડશીપ પણ તૂટી જાય, ” અને બીજી વાત કોઈ પણ છોકરી તેની સાથે વાતો કરે તેમાં તેને તેની ગર્લફ્રેન્ડ જ બતાય, મારું આવે માનવું છે બાકી તેને ધારે ખબર.... અમે બંને સિહોરથી સાથે કોલેજ જતા એટલે એકબીજાની બધી જ વાત ખબર હોય, એકવાર સામેથી ત્રણ છોકરીઓ આવતી હતી અને મારાથી પૂછાઈ ગયું “Choice Of You ABHI?” અભિએ ત્રણમાંથી એક પસંદ કરી અને મેં પણ સાથે ન્યાય આપ્યો. પછી અમારા માટે રમત બની રહેલી કોઈ ભી છોકરી સામે આવે બંને માંથી એક બોલી જ પડે ““Choice Of You?” અને મજાની વાતતો એ છે કે આજ સુધી અમારી પસંદ એક જ નીકળી છે.

પણ રાહી તું આમાંની Choice Of You નથી, હજરો વર્ષોની તાપ્શ્ર્યા કાર્ય બાદ ભોલાનાથ દ્વારા અપાયેલ વર્દાનમાંથી મળેલ એક માત્ર મારી Choice છે તું, એટલા માટે જ choice of you માં નઈ આવતી.

***

આવી જ રીતે લાઈફ આગળ વધતી હતી રાહી, પણ કુદરતની મરજી ગણવી કે મારા નસીબ હજુ આપણી સ્ટોરી આગળ વધતી હતી ત્યાં મારે કાન એક એવી વાત પડી જે સાંભળી મારા પગ નીચેથી જમીન ખસી ગયી, અર્પિત જે મારો દોસ્ત હતો તે ચોરી-છુપે તારા પ્યારમાં પાગલ હતો. તેનું તારા તરફનું વર્તન, સાથે ફરવા આવવું અને ગ્રુપમાં રહેવું મહેઝ ઇત્તેફાક ન હતું, તેને કોઈ ભી હાલતમાં તારી સાથે રેહવું હતું, જે વાતની ના તો તને ખબર હતી ના તો મને ખબર હતી. આ વાત જાણીને મને પેલી બધી મુલાકાતો અને બધી વાતો યાદ આવવા લાગી જેમાં અર્પિત તારી સાથે હતો.

ત્યાર બાદ મેં અર્પિતને મળીને બધી વાતનો ખુલાસો કરેલ પણ અર્પિત પાગલપનની એટલી હદ વટાવી ચુક્યો હતો કે તેણે મારી એક પણ વાત ના સાંભળેલી અને ત્યારબાદ અર્પિતની દરેક હરકતો પર મારુ ધ્યાન રહેતું, ખોટા બહાના બનાવી તારી નજદીક રહેવું અને મને તારાથી દૂર રાખવો તેની આદત બની રહેલી. કદાચ પહેલીવાર કોઈ માણસને ઓળખવામાં મારી ભૂલ થયેલી.

થોડા દિવસ આવું ચાલેલું પછી નાછૂટકે આ વાત તને કહેવી પડેલી, આ વાત સાંભળીને તે પણ વિશ્વાસ નો’હતો કરેલ, આ બધી વાતની હકીકત જયારે તને ખબર પડેલી ત્યારે તું બધી વાત જાણવા અર્પિત પાસે દોડી ગયેલી, શુ ખબર તે કેવી રીતે તેને મનાવ્યો, થોડીવારમાં મારી પાસે આવીને ભેટી પડ્યો અને મને પાછળથી ખબર પડી કે સેજલ અર્પિતને લાઈક કરતી હતી અને તે આ વાત અર્પિતને કહી મનાવી લીધો.

પણ કોઈને ક્યાં ખબર હતી અર્પીતના મગજમાં શું ચાલી રહ્યું છે??..

(ક્રમશઃ)

લિ. મેર મેહુલ