વાંચક મિત્રો ને આગળ ના ભાગ વાંચી જવા વિનંતી,
ચારેય બાજૂ માણસો ની અવર-જવર થઇ રહી હતી. આખુ ફાર્મ હાઉસ લાઇટીંગ થી શણગારાયેલુ હતુ અને ખૂબ જ સુંદર લાગતુ હતુ. આ માહોલ હતો જૂલી ના લગ્ન ની સંગીત સંધ્યા નો..!
જો અર્જૂન, વિનય પછી હંમેશા મે તને ભાઇ માન્યો છે અને મારા લગ્ન માં જો તે આવવાની ના પાડી હોત ને તો....
અર્જૂન : એય પાગલ, અત્યારે આવુ બધુ બોલી ને ઇમોશનલ ના કરીશ, તારા લગ્ન હોય ને હું ના આવુ એ શક્ય છે ખરૂ?
(ફાર્મ હાઉસ માં છૂટા છવાયા માણસો ના ગ્રુપ ગોસિપ કરી રહેલા હતા અને સંગીતમય વાતાવરણ હતુ.… એમાં જ એક ગ્રુપ માં આ ચર્ચા ઓ થઇ રહી હતી, જે હતુ જૂલી ના મિત્રો નુ ગ્રુપ… લગભગ કોલેજ અને સ્કૂલ ના બધા મિત્રો નો મેળાવડો જામી ગયેલો અને બધા ઘણા સમય પછી એકબીજા ને મળી ને બહુ ખુશ હતા.
આજે પણ અર્જૂન નો જાદુ કંઇ ઓછો નહોતો થયો. અર્જૂન ની આજૂ બાજૂ માં જાણે ખેંચાઇ ને આવી ગયા હોય એમ મિત્રો ભેગા થઇ ગયેલા હતા અને અર્જૂન પણ આજ કંઇક અલગ જ મૂડ માં હતો, કોલેજ ના દિવસો માં જોયા પછી આવી રીતે અર્જૂન આજ સુધી માં ક્યારેય જોવા મળ્યો નહોતો...જીવન માં થયેલા બનાવો ને કારણે તે પોતાનો મસ્તીખોર સ્વભાવ ધરાવતો અર્જૂન એક ગંભીર ડો.અર્જૂન માં ફેરવાય ગયો હતો પણ આજે જાણે અર્જૂન માં એ મસ્તીખોર સ્વભાવ મિત્રો ને મળી ને અચાનક ઉજાગર થઇ ગયેલો હતો.
આટલા માણસો ની ભરી મહેફીલ માં પણ સૂર્વી ની યાદ અર્જૂન ને આજ એકલો કરી જતી હતી.
ભાવના ઓ ના આવેશ માં આવી ને અચાનક જ અર્જૂન થોડી જ વાર માં સ્ટેજ પર હાથ માં માઇક સાથે સ્થાન લઇ ચૂક્યો હતો..આ જોતા ની સાથે જ જાણે ત્યા હાજર રહેલા માણસો માં ઊલ્લાસ છવાય ગયેલો..ચીચીયારી ઓ સંભળાવા લાગી, બધા શાંતિ થી આતુરતા પૂર્વક જોવા લાગેલા હતા અને સમજી ગયા હતા કે અર્જૂન કંઇક ગાવા માગે છે...
“એક પ્યાર કા નગમા હૈ,
મૌજો કી રવાની હૈ,
જિંદગી ઔર કુછ ભી નહિ,
તેરી મેરી કહાની હૈ....!
અર્જૂન ના ગાયન માં બધા મગ્ન થઇ રહ્યા હતા અને ખૂબ સુંદર વાતાવરણ બન્યુ હતુ.
ગાયન પૂરૂ થતા જ તાળી ઓ ના ગડગડાટ સાથે અર્જૂન ના મિત્રો તેને ભેટી પડ્યા.
પોતે એક સિંગીગ સ્ટાર હોય એમ ફાર્મ માં હાજર ઘણી છોકરી ઓ અર્જૂન પાસે થી કોલેજ ના દિવસો ની જેમ ઓટોગ્રાફ આપવા માટે જિદ કરવા લાગી અને પળભર માં તો અર્જૂન સામે ઓટોગ્રાફ માટે કેટલાય હાથ આગળ આવી ગયેલા હતા.
એવા માં જ એ ભીડ માંથી એક હાથ અર્જૂન ને બહુ જણીતો લાગ્યો..!! અર્જૂન ને ઓળખતા વાર ન લાગી કે એ સૂર્વી નો જ હાથ હતો.. અર્જૂન એ તરત જ ઉપર જોયુ પણ એ સૂર્વી તરત જ માણસો ની ભીડ માં પોતાનુ મોં છૂપાવી ને અર્જૂન થી દૂર ચાલવા લાગી.
હવે અર્જૂન ને રોકવો અશક્ય હતો, તે એ જ ક્ષણે છોકરી ઓ થી ઘેરાયેલા ઝૂંડ માંથી બહાર ધસી આવી ને સૂર્વી નો પીછો કરવા લાગ્યો.
સૂર્વી કાર પાર્કીંગ સુધી પહોંચી ગયેલી અને હવે તેનો શ્વાસ પણ ભારે થવા લાગ્યો હતો અને એક કાર ના સહારે આંખો બંધ કરી ને પોતાની જાત ને તેણે ટેકવી દીધી. તેની આંખ મા આંસુ હતા અને ચહેરા પર અજાણ્યો ડર!!
આંખ ખુલતા ની સાથે તેને પોતાની સામે અર્જૂન દેખાયો, આ દ્રશ્ય સૂર્વી પહેલે થી જ જાણતી હતી એટલે તેના ચહેરા પર ના હાવભાવ બદલાયા નહિ.
અર્જૂન ના બંને હાથ ની મજબુત પકડ સૂર્વી ના હાથ પર ગોઠવાઇ ગયેલી અને તેણે સૂર્વી ને પોતાની એટલી નજીક ખેંચી લીધી કે બન્ને ને શ્વાસ એકબીજા સાથે ઘસાઇ રહ્યા હતા.
અર્જૂન ની નજર સૂર્વી ને એની આંખો માં જોઇ ને વાત કરવાનુ કહેતી હોય એવુ સૂર્વી ને લાગ્યુ.
હવે મારા થી દૂર કયાંય જવા નુ બાકી રહ્યુ છે? અર્જૂન નો ગુસ્સો તેના વાક્ય પર થી સ્પષ્ટ જણાતો હતો.
હું તારા થી દૂર જાઉં છુ એ સમજાય છે તને પણ શા માટે જાઉ છુ એ કેમ નથી સમજતો તુ?
સૂર્વી એ પોતાના બંને હાથ અર્જૂન ના બન્ને ગાલ પર મૂકી ને સમજાવતા કહ્યુ.
શું સમજૂ હુ?? લોકો એ કહેલા બે-ચાર વાક્યો ને ધ્યાન માં લઇ ને તેં મને છોડી દીધો એમ?
મેં લોકો માટે આવુ નહોતુ કર્યુ, મેં તારા માટે આવુ કરેલુ અર્જૂન..!
મારા માટે કરેલુ તો એવુ કેમ વિચારી લીધુ તેં કે તારા વગર હું ખુશ રહીશ! હજૂ પણ મોડુ નથી થયૂ આપણે સાથે મળી ને ફરી થી એક નવી શરૂઆત કરીશુ.
ના અર્જૂન, મારી સાથે તુ ખુશ રહી શકે એમ નથી, મને તો એ પણ નથી ખબર કે એક પુરુષ એક સ્ત્રી પાસે થી જે ઇચ્છતો હોય એ સુખ હું તને આપી પણ શકીશ કે કેમ?
માનસિક રીતે હવે હુ એક નોર્મલ જીવનસાથી બની શકુ એટલી સક્ષમ નથી રહી, અને તારા પર એક બોજ બની ને તારા જીવન માં આવવુ મને સ્વીકાર્ય નથી..!
તુ મને સમજી નથી શકી કે સમજવા માગતી નથી? હુ શું ફક્ત તારા શરીર ને ચાહુ છુ? અને એટલે જ આટલા વર્ષો સુધી મે તારી પ્રતીક્ષા કરી? જો એવુ જ હોત તો મારી આજૂ બાજૂ માં છોકરી ઓ ની ક્યાં કમી હતી!
અર્જૂન હવે કંઇ બોલે એ પહેલા જ સૂર્વી આવેગ થી અર્જૂન ની બાહો માં સમાઇ ગઇ.
અર્જૂન પણ વર્ષો પછી આ લાગણી ને અનુભવતો બસ ઊભો રહ્યો અને સૂર્વી ના કપાળ ને ચૂમી લીધુ.
અચાનક જ તાળી ઓ ના ગડગડાટ સાથે અર્જૂન ના મિત્રો ત્યાં ક્યારે પહોચી ગયા એ વાત ની બન્ને ખબર ના રહી.
હવે તો એક ની જગ્યા એ કાલ બે મંડપ સજાવવા પડશે.. એક મિત્ર બંને ને ચીડવતા બોલ્યો.
હા યાર સૂર્વી સાચે, હવે ‘તારા વિના નહિ રહેવાય’..!!
અર્જૂન મોટે થી બોલ્યો અને બધા હસવા લાગ્યા.
પૂર્ણ
વાંચક મિત્રો, આ વાર્તા અહી પૂરી થાય છે અને હું દીલ થી તમારો આભાર માનુ છુ કારણ કે તમારા પ્રતિભાવો એ જ મને આ વાર્તા લખવા માટે પ્રેરી છે, અને આશા રાખુ છુ કે અંત મા પણ તમને આ વાર્તા કેવી લાગી એ પ્રતિભાવ મને જરૂર આપશો..!!