Food Safari - Mango Mania in Gujarati Cooking Recipe by Aakanksha Thakore books and stories PDF | Food Safari - Mango Mania

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

Food Safari - Mango Mania



ફૂડ સફારી

-ઃ લેખક :-

આકાંક્ષા દેસાઈ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

મેંગો મેનિયા

આપણામાંથી ઘણા માટે ઉનાળો એટલે કેરી ખાવાના દિવસો, મારા જેવા અનેક લોકો માટે તો ઉનાળાનો અર્થ જ કેરી થાય છે, એ સિવાય ઉનાળો એક ત્રાસદાયક પરિસ્થિતિ છે. આપણે કેરીનો ઉપયોગ રાંધણકળામાં વ્યાપક રીતે કરીએ છીએ. ખાટી, કાચી કેરીનો ચટણી,અથાણાં તથા અન્ય સાઈડ ડીશમાં ઉપયોગ થાય છે. અથવા તેને મીઠું, મરચું, અથવા સોયા સોસ સાથે કાચી પણ ખાઈ શકાય છે. એક ઉનાળાનું પીણું, આમ પન્ના, કેરીમાંથી બનાવવામાં આવે છે. આ ઉપરાંત પાકી કેરી તેમાંથી રસ,લસ્સી અને ફજેતો( અથવા આમ્ટી) બનાવવામાં પણ વપરાય છે. પાકી કેરી સાઉથ-ઈસ્ટ એશિયામાં વિવિધ પ્રકારની બનાવવામાં પણ વપરાય છે.

એશિયાટિક કન્ટ્રીઝ સિવાયના દેશોની વાત કરીએ તો કેરીનો મહત્તમ ઉપયોગ સવારના નાસ્તામાં વપરાતા સીરીઅલ્સ તથા ગ્રનોલા બાર બનાવવામાં થાય છે, જે સામાન્ય રીતે પાકી કેરી હોય છે. આ ઉપરાંત હવાઈમાં તેનો ઉપયોગ ‘બાર્બેક્યુ’ બનાવવામાં થાય છે.

કેરીની નુટ્રીશિયન વેલ્યુની વાત કરીએ તો, ૧૦૦ ગ્રામ કેરી ના સર્વિંગદીઠ ૨૫૦ ાત્ન (૬૦ ાષ્ઠટ્ઠઙ્મ) કેલરી મળે છે. કેરી વિવિધ પોષક તત્વો સમાવે છે, પરંતુ માત્ર વિટામિન સી અને ફોલેટ (અનુક્રમે ૪૪% અને ૧૧%) નું પ્રમાણ જ રોજીંદી જરૂરિયાતોને અનુરૂપ છે.

કેરી ભારત, પાકિસ્તાન અને ફિલિપાઈન્સનું રાષ્ટ્રીય ફળ છે તથા બાંગ્લાદેશનું રાષ્ટ્રીય વૃક્ષ છે. મુઘલ સમ્રાટ અકબર એ દરભંગામાં ૧૦૦,૦૦૦કેરીના વૃક્ષો વાવી આંબાવાડિયાનું નિર્માણ કર્યું હોવાનું કહેવાય છે. હિંદુ ધર્મમાં સંપૂર્ણપણે તૈયાર કેરી ઘણીવાર ભગવાન ગણેશનાં હાથમાં મૂકવામાં આવે છે, જે ભક્તના સંપૂર્ણ સમર્પણના પ્રતીક તરીકે દર્શાવાય છે. કેરીના મ્હોરનો ઉપયોગ દેવી સરસ્વતીની પૂજામાં થાય છે. તમિળનાડુમાં, કેરી તેની મીઠાશ અને સ્વાદ માટે, કેળા અને ફણસ સાથે ત્રણ શાહી ફળોમાંના એક તરીકે ઓળખવામાં આવે છે. ફળોની આ ત્રિપુટી મા-પાલા-વાઝાઈ તરીકે ઓળખવામાં આવે છે.

આજે આપણે કેરીમાંથી બનતી કેટલીક અલગ પ્રકારની વાનગીઓ જોઈશું, જેમકે મેંગો સાલસા અને મેંગો પાના-કોટા. મેંગો સાલસા એક મેક્સિકન સાલસા છે, જેને નાચોસ કે અન્ય કોઈપણ મેક્સિકન વાનગી સાથે સર્વ કરી શકાય છે. જયારે મેંગો પાના-કોટા એ એક ઈટાલિયન ડેઝર્ટ છે.

મેંગો સાલસાઃ

સામગ્રીઃ

૧ કેરી (છોલીને સમારેલી )

ઘ કપ કાકડી (છોલી, બી કાઢીને સમારેલી)

૧ મોટો ચમચો ઝીણા સમારેલા હલાપીનીઓ મરચા

ભ કપ સમારેલી ડુંગળી

૧ મોટો ચમચો લીંબુનો રસ

૧ મોટો ચમચો ઝીણી સમારેલી કોથમીર

મીઠું,મરી સ્વાદ મુજબ

રીતઃ

કેરી, કાકડી, હલાપીનીઓ મરચા, ડુંગળી, લીંબુનો રસ અને કોથમીર ને એક બાઉલમાં ભેગા કરી, સારી રીતે મિક્સ કરો. તેમાં સ્વાદમુજબ મીઠું અને મરી નાખી બરાબર ભેળવી દો.

નાચોઝ, તોર્ત્િાયા ચિપ્સ કે ટાકોઝ સાથે સર્વ કરો.

મેંગો પાના-કોટાઃ

સામગ્રીઃ

૧ ૧/૪ કપ દૂધ

૧/૪ કપ ખાંડ

૨ ચમચી અગર અગર પાઉડર

૧ કપ કેરીનો રસ

૧ કેરી (લગભગ ૧/૨ કપ હોવી જોઈએ)

૧ ચમચી વેનીલા અર્ક

રીતઃ

એક મધ્યમ સોસપેનમાં દૂધ, ખાંડ અને અગર અગર પાવડર ભેગા કરો.

તેને ૫ મિનિટ માટે મૂકી રાખો.

ગેસ ઉપર મૂકી તેને ખાદ્‌ખાડવા ડો, ત્યારબાદ ગરમી ઘટાડી અગર-અગર ઓગળે ત્યાં સુધી, ૬-૮ મિનિટ રાંધો.

ગેસ પરથી દૂર કરો.

એક ફૂડ પ્રોસેસર માં કેરીનો રસ, અગર અગર મિશ્રણ અને વેનીલા નો અર્ક ઉમેરો.

મિશ્રણને ડેઝર્ટ ગ્લાસમાં સરખા ભાગે વહેંચી દો.

ફ્રીજમાં લગભગ ૧ થી ૨ કલાક સેટ થવા દો.

ઠંડુ ઠંડુ સર્વ કરો.

રંગીલો રાજસ્થાન

રાજસ્થાની ખાનપાન તેના રહેવાસીઓની યુદ્ધ જેવી જીવનશૈલી અને આ શુષ્ક પ્રદેશમાં સામગ્રીઓની ઉપલબ્ધતા બંને દ્વારા પ્રભાવિત હતી. અહી એવા જ ખોરાકની પસંદગી કરવામાં આવે છે જે કેટલાક દિવસો માટે ટકી શકે છે અને ગરમ કર્યા વગર પણ ઉપયોગમાં લઈ શકાય. પાણીની અને તાજા લીલા શાકભાજીની તંગીની અસર અહીની રસોઈ પર જોવા મળે છે.

રાજસ્થાન રાંધણકળા મુખ્યત્વે શાકાહારી છે અને અનેક રસપ્રદ વાનગીઓના ખૂબ જ સુંદર વિકલ્પ ઉપલબ્ધ છે. રાજસ્થાની ખોરાકમાં મસાલા સામગ્રી અન્ય ભારતીય રસોઈપ્રથા સરખામણીમાં ખૂબ ઊંંચી હોય છે, પરંતુ ખોરાક સંપૂર્ણપણે ઉત્તમ છે. રાજસ્થાનીઓ મોટા ભાગની રસોઈ માટે ઘી વાપરે છે. રાજસ્થાની ખોરાક તેના મસાલેદાર શાક અને સ્વાદિષ્ટ મીઠાઈઓ માટે જાણીતું છે. પાણીની તંગીને કારણે રાજસ્થાનના રણ વિસ્તારમાં ખોરાક રાંધવા મોટા પ્રમાણમાં દૂધ, માખણ દૂધ અને માખણ વાપરવા માટે પસંદ કરવામાં આવે છે, જેને લીધે રાંધવામાં પાણીનો ઉપયોગ ઘટાડી શકાય

સૂકી દાળ અને સાંગરી જેવા છોડના બીજનો રાજસ્થાની વાનગીઓની બનાવટમાં વ્યાપક ઉપયોગ થાય છે. ચણાનો લોટ અમુક વાનગીઓ જેવી કે "ગટ્ટે કી સબ્જી" અને "પકોડી" ને બનાવવામાં ઉપયોગી એવી એક મુખ્ય સામગ્રી છે. દળેલી દાળનો ઉપયોગ પાપડ ની તૈયારી માં વપરાય છે. રાજસ્થાનીઓ ચટણીપ્રેમી હોય છે. તેઓ કોથમીર, હળદર, લસણ અને ફુદીનો જેવી વિવિધ સામગ્રીઓનો ઉપયોગ કરીને અનેક પ્રકારની ચટણીઓ બનાવે છે.

અહીની બિકાનેરી ભુજિયા, મિર્ચી બડા અને પ્યાજ કચોરી જેવી વાનગીઓ નાસ્તા માટે જાણીતા છે. અન્ય વિખ્યાત વાનગીઓમાં બાજરે કી રોટી અને લહસુન કી ચટણી, જોધપુરની માવા કચોરી, અલવર કા માવા, પુષ્કર ના માલપુઆ, જયપુરનો ઘેવર અને મેવાડની પનિયા અને ઘેરીયા જેવી વાનગીઓ મશહૂર છે.

આજે આપણે અનેક રાજસ્થાની વાનગીઓમાંથી ખૂબ જ મશહૂર એવી ‘ગટ્ટે કી સબ્જી’ અને ‘ચુરમા’ બનાવતા શીખીશું.

ગટ્ટે કી સબ્જીઃ

સામગ્રીઃ

ગટ્ટા માટે

૩/૪ કપ ચણાનો લોટ

૧/૪ ચમચી હળદર પાવડર

૧/૪ ચમચી લાલ મરચાં પાવડર

૧/૪ ચમચી જીરૂં

૧/૪ ચમચી ગરમ મસાલો

૧ ચમચી તેલ

૧/૩ ચમચી મીઠું

ગ્રેવી માટે

૧/૪ ચમચી રાઈ

૧/૪ ચમચી જીરૂં

હિંગ એક ચપટી

૧ ચમચી ઝીણું સમારેલ આદુ

૧ ઝીણું સમારેલ લીલા મરચું

૧ ઝીણું સમારેલ નાની ડુંગળી

૧/૨ ચમચી ધાણા પાઉડર

૧/૩ ચમચી લાલ મરચાં

૧/૪ ચમચી ગરમ મસાલો

૧/૪ કપ દહીં, સહેજ ફેંટેલું

૧ મોટો ચમચો + ૧ મોટો ચમચો તેલ અથવા ઘી (શુદ્ધ કરેલું માખણ)

૩ ચમચી ઝીણું સમારેલ કોથમીર

સ્વાદમુજબ મીઠું

રીતઃ

મોટા બાઉલ માં ચણાનો લોટ, હળદર પાવડર, ૧/૪ ચમચી લાલ મરચું, ૧/૪ ચમચી જીરૂં, ગરમ મસાલા પાવડર, ૧-ચમચી તેલ અને ૧/૩ ચમચી મીઠું ભેગા કરો.

ધીમે ધીમે પાણી ઉમેરો અને પરોઠાના કણક જેમ સરળ અને સખત કણક બનાવો.

કણકને ૭-૮ સમાન ભાગો માં વિભાજીત કરો. હથેળી પર બરાબર તેલ ઘસી એ બધા જ ભાગ ને આશરે ૪-૫ ઈંચ લાંબા અને ઘ ઈંચ જાડા નળાકારમાં વણો.

મધ્યમ આંચ પર એક પેનમાં ૩ કપ પાણી ઉકાળો. તે ઉકાળવા લાગે એટલે તેમાં નળાકાર રોલ્સ ઉમેરો.

તેઓ પાણીની સપાટી પર તરવા લાગે ત્યાં સુધી પકવો. પાણીમાંથી નળાકાર રોલ્સ દૂર કરો અને એક પ્લેટમાં રાખો. ગ્રેવી બનાવવામાં ઉપયોગમાં લેવા માટે પાણી બાજુ પર રાખો.

રોલ્સને ૫-૭ મિનિટ માટે ઠંડા થવા દો. હવે એ રોલને ૧/૨-ઈંચ લાંબા ટુકડાઓ માં કાપી લો.

એક નોન-સ્ટીક પેનમાં ૧ મોટો ચમચો તેલ (અથવા ઘી) ગરમ કરો. ૨-મિનિટ માટે મધ્યમ જ્યોત પર સમારેલા નળાકાર રોલ્સને શેલો ફ્રાય કરો અને તેમને થાળીમાં કાઢી લો.

ગટ્ટા તૈયાર છે.

એ જ પેનમાં વધેલું ૧ મોટો ચમચો તેલ (અથવા ઘી) ઉમેરો અને મધ્યમ જ્યોત પર ગરમ કરો. રાઈના દાણા ઉમેરો; તે કડકડાવાના શરૂ થાય, એટલે૨૦-૩૦ સેકન્ડ માટે ૧/૪ ચમચી જીરૂં, હિંગ, આદુ અને લીલા મરચા ઉમેરો અને કોઈ સાંતળો. તેમાં ઝીણું સમારેલ ડુંગળી ઉમેરો અને અર્ધપારદર્‌શક થાય ત્યાં સુધી સાંતળો.

ધાણા પાઉડર, ૧/૩ ચમચી લાલ મરચું પાવડર અને ગરમ મસાલા પાવડર ઉમેરી ૩૦-૪૦ સેકન્ડ માટે સાંતળો. ફેંટેલું દહીં ઉમેરો અને બરાબર ભેળવો અને તેલ સપાટી પર આવે ત્યાં સુધી મિશ્રણ પકવો, આશરે ૧-૨ મિનિટ માટે.

તેમાં પાણી (ગટ્ટા ઉકાળ્યા બાદ રાખેલું) ૧ કપ અને ૧/૨ ચમચી મીઠું ઉમેરી સારી રીતે હલાવો અને મધ્યમ જ્યોત પર ઉકળવા દો.

ઉકાળવાનું શરૂ થાય એટલે જ્યોત ધીમા તાપે કરી તેમાં શેલો ફ્રાઈડ ગટ્ટા ઉમેરો.

ગ્રેવી થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી પકવો, આશરે ૫-૭ મિનિટ. ગટ્ટાને ચોંટતા અટકાવવા માટે વચ્ચે ધીમેધીમે હલાવો.

ગેસ બંધ કરી ગટ્ટે કી સબ્જીને એક બાઉલમાં કાઢો, ઉપર થી ઝીણી સમારેલી કોથમીરથી સજાવી ગરમાગરમ સર્વ કરો.

ચુરમાઃ

સામગ્રીઃ

૨ કપ ઘઉંનો લોટ

૧/૨ કપ શુદ્ધ ઘી (ઓગાળેલું)

૪ ંહ્વજ સૂજી

૩/૪ કપ બૂરૂં ખાંડ

૧/૪ ંજ લીલી ઈલાયચીનો ભૂકો

૧૦ કાજુ (સમારેલ)

૧૦ બદામ (સમારેલ)

૧૦ કિસમિસ

જરૂર પ્રમાણે દૂધ

રીતઃ

એક વાટકી માં, ઘઉંનો લોટ અને સોજી ભેગા કરો અને તેમાં અડધા કપ ઘી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

જરૂર મુજબ દૂધ ઉમેરી એક સખત કણક બનાવો અને તેના બાર લીંબુ કદના બોલ્સ બનાવો.

એક કઢાઈમાં પૂરતું ઘી ગરમ કરો અને તેમાં આ બોલ્સને ડીપ ફ્રાય કરો.

બોલ્સ બરાબર ચઢી જાય એટલે તેને ઘીમાંથી કાઢી, ઠંડા થવા દો.

એક મિક્સરમાં આ બોલ્સ નાખી તેનું એક દળદરૂં મિશ્રણ બનાવો.

તેમાં બુરૂં ખાંડ, એલચી પાવડર, કાજુ, બદામ અને કિસમિસ ઉમેરો અને ઘી સાથે સર્વ કરો.

મોનસૂન મસ્તી

ભારતને ‘લેન્ડ ઓફ સ્પાઈસીસ’ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ સાથે સાથે આ એક એવી ‘લેન્ડ’ છે જ્યાં ચોમાસું એક મોટા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં ખેતીની વાવણી અને લણણી હજુ પણ સારા એવા અંશે મોસમી છે, પરિણામે ભારતમાં ચોમાસું વિવિધ રીતે આવકાર્ય છે. દર વર્ષે જૂન મહિનામાં અરબી સમુદ્ર પર વરસાદી વાદળોનું આગમન એ ભારતમાં એક આતુરતાપૂર્વક જેની રાહ જોવાતી હોય એવી ઘટના છે. આથી જ આજે આપણે વાત કરીશું “મોન્સૂન ફૂડ રિચ્યુઅલ્સ”, એટલે કે વિવિધ જગ્યા એ વરસાદી માહોલને ઉજવાતી વખતે ધ્યાનમાં રાખવામાં આવતી મહત્વની વાનગીઓ અંગે.

આપણે સૌ જાણીએ છીએ કે, ભારતમાં તમામ બાબતો "વિવિધતામાં એકતા"ને સાચી પાડતી હોય એવી છે, તેવી જ રીતે “મોન્સૂન ફૂડ રિચ્યુઅલ્સ” પણ એક રાજ્ય થી બીજા રાજ્ય, અરે,એક શહેરથી બીજા શહેર પણ. આમ છતાં પણ, એક વસ્તુ "ફર્સ્ટ રેઈન ફૂડ રિચ્યુઅલ" અંગે સામાન્ય એ છે કે ભલે તેઓ કોકોનટ રાઈસથી પકોડા થી વડાપાંઉ અને ચોપ્સ સુધી "ફર્સ્ટ રેઈન ફૂડ રિચ્યુઅલ" તરીકે ગમે તે ખાય, પરંતુ તે હંમેશા મસાલાથી ભરપૂર જ હોવાની. અહી મસાલેદાર ખોરાકનો અર્થ એવો નથી કે જેને ખાવાથી આંખ અને નાકમાંથી પાણીની ધારાઓ વહેવા લાગે, પરંતુ એનો અર્થ એ થાય કે ખોરાક સ્વાદિષ્ટ હોવો જોઈએ. ઉદાહરણ તરીકે, જો આપણે ગુજરાતની વાત કરીએ તો મોન્સૂન ફૂડની બાબતમાં અહી કોઈ એક વાનગી નથી, બલકે અહી આખા રાજ્યનું ત્રણ મહત્વના ખોરાકમાં વિભાજન જોવા મળે છેઃ અમદાવાદી દાળવડા, કાઠીયાવાડી ભજિયાં અને સુરતી ટામેટાના સ્ટ્‌ફ્ડ ભજિયા (ટામેટા પકોડા). આમ જોઈએ તો આ ત્રણેય વાનગીઓ આપણા, એટલે કે ગુજરાતીઓના હૃદયની ખૂબ જ નજીક હોય છે. કોઈપણ અમદાવાદીને અડધી રાતે ઊંંઘમાંથી ઉઠાડીને કહોને કે વરસાદ પડે છે તો એ દોડતો જીને અંબિકા કે ગુજરાતના દાળવડા લેવા લાઈનમાં ઉભો રહી જશે, અને પ્રાર્થના કરવા લાગશે કે ‘હે ભગવાન મારો વારો આવે ત્યારે ખલાસ ના થઈ જાય’.

ચોમાસામાં કેરાલામાં કોકોનટ રાઈસ બનાવવાનો રીવાજ હોય છે. પહેલા વરસાદ વખતે બનાવવામાં આવતો કોકોનટ રાઈસ એ એક અત્યંત સરળ વાનગી છે જેમાં ચોખાને અત્યંત નરમ એવું નારિયેળની મલાઈ માં પકવવામાં આવે છે જેથી કરીને નારિયેળનો સ્વાદ ધીરે ધીરે ચોખામાં પ્રસરે. જોડે એમાં ઘી, કાજુ, થોડું કેસર અને મીઠા લીમડા જેવા મસાલાનો ઉપયોગ સ્વાદ લાવવા માટે કરવામાં આવે છે. આ વાનગીને ‘પાપડમ’ અથવા શેકેલા બટાટા સાથે પીરસવામાં આવે છે. વાંચીને ખૂબ જ સામાન્ય લાગતી આ વાનગી જો પ્રેમ અને લાગણી ભેળવીને બનાવવામાં આવે તો તેમાંથી નીકળતી સુગંધ તમારા નાક વડે તમને મેસેજ મોકલાવશે કે આટલી સરસ વાનગી કોઈ હોઈ જ ન શકે.

મહારાષ્ટ્ર પાસે વરસાદની બાબતે તેઓનું પોતાનું અલાયદું ફાસ્ટ ફૂડ છે. તેઓ ચાનાં ગરમ કપ સાથે ગરમાગરમ અને સ્વાદિષ્ટ વડાપાંઉ છે. આ વડાપાંઉ ગુજરાતમાં મળે છે એવા ઘી કે તેલમાં બરાબર શેકાયેલા નથી હોતા, પરંતુ બર્ગરની ભારતીય આવૃત્તિ જેવા હોય છે. તેઓ બ્રેડનાં બન વચ્ચે એક આલુવડા કે બટાટાના ભજિયાને મૂકીને પરંપરાગત લસણની કોરી, પાઉડર જેવી, ચટણી સાથે પીરસે છે. મહારાષ્ટ્રીયન માટે અન્ય એક વરસાદી ફાસ્ટ ફૂડ "કાંદા-ભજ્જી" છે. વરસાદી દિવસોમાં રોડસાઈડ ટપરી કે દુકાનમાં ગરમાગરમ ચા સાથે કાંદા ભજ્જી ખાવાની મજા જ કંઈક અલગ છે. ભારતના અન્ય ભાગોની સરખામણીએ આ ભજ્જી કે ભજીયા નું ખીરૂં અલગ રીતે બનાવવામાં આવે છે, જે આ વાનગીને વધારે આકર્ષક બનાવે છે, અને તે છે એક ચપટી ભરીને એલાયચી પાઉડર.

ગુજરાતની જેમ જ, ઉત્તર ભારત પણ પકોડા અને ચાનાં ગરમ કપ સાથે વરસાદની મજા માણે છે. પરંતુ જો પૂર્વ તરફ જીએ તો, કોલકાતામાં લોકો વેજીટેબલ ચોપ્સની મજા માણે છે. તે એક એપેટીઝર તરીકે સર્વ કરી શકાય એવી વાનગી છે કે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને તળેલી વસ્તુ છે. તે ખૂબ જ પરંપરાગત બંગાળી વસ્તુ છે, અને તે ડીપ ફ્રાઈડ હોઈ શકે છે, પરંતુ તે આરોગ્ય માટે સારી છે કેમકે તેમાં ઘણા શાકભાજી નાખવામાં આવેલા છે. એક વરસાદી સાંજે, બંગાળના લોકો માટે, મમરા સાથે વેજીટેબલ ચોપ્સ કરતાં વધુ સારૂં કશું જ નથી, મિષ્ટી દોઈ પણ નહિ.

તો ચાલો, આ ચોમાસે આપણે આપણા રસોડામાંથી દાળવડા અને ભજિયાથી અલગ નવી જ વાનગી બનાવીએ અને એક ભારતીય હોવાનો ગર્વ અનુભવીએ.

કાંદા ભજ્જીઃ

સામગ્રીઃ

૧/૨ કપ ચણાનો લોટ

૨ ટેસ્પૂન ચોખાનો લોટ

૧/૮ ટીસ્પૂન ખાવાનો સોડા

૧/૮ ટીસ્પૂન અજમો

૧/૪ ટીસ્પૂન હળદર પાવડર

૧ ચપટી ઈલાયચી પાઉડર

૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર

૧ કપ ડુંગળી પાતળી સ્લાઈસ કરેલી

૧ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર

૧/૨ ટીસ્પૂન ધાણા પાઉડર

મીઠું સ્વાદ મુજબ

રીતઃ

* ડુંગળીને છાલ કાઢીને ખૂબ જ પાતળી સ્લાઈસમાં સમારો.

* એક વાટકીમાં ચણાનો લોટ લો અને તેમાં ચોખાનો લોટ ઉમેરો.

* તેમાં લાલ મરચાંનો પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર, ઈલાયચી પાઉડર, ખાવાનો સોડા, અજમો ઉમેરો અને સારી રીતે ભેળવો.

* પાણી ઉમેરી, થોડું જાડું એવું ખીરૂં તૈયાર કરો.

* તેમાં સમારેલી કોથમીર અને સમારેલી ડુંગળી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

* ૧૫ મિનીટ માટે મિશ્રણને મૂકી રાખો..

* એક કઢાઈ માં તળવા માટે તેલ ગરમ કરો.

* ગરમ તેલ માં ચમચીની મદદથી પકોડાનું ખીરૂં મૂકો.

* પકોડા બંને બાજુઓથી સોનેરી રંગના થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.

* ગરમાગરમ ચા સાથે, ગરમાગરમ પકોડા સર્વ કરો.

કોકોનટ રાઈસઃ

સામગ્રીઃ

લગભગ ૨ કપ વાટેલું નાળિયેર

૧ કપ ઓછામાં ઓછા ૨૦ મિનિટ માટે પાણીમાં રાખેલા અને દાણો અલગ પડે એ રીતે રાંધેલા મધ્યમ દાણાદાર ચોખા.

૨ ટીસ્પૂન અડદની દાળ

૨ ટીસ્પૂન ૧૦ મિનિટ માટે કેટલાક ગરમ પાણી માં રાખેલી ચણાની દાળ

૩-૪ સૂકા લાલ મરચાં (અથવા સ્વાદ મુજબ)

૧ ટીસ્પૂન રાઈના દાણા

૧/૪ ટીસ્પૂન હિંગ પાવડર

૧ ટીસ્પૂન ઘી

થોડા પાન મીઠો લીમડો

થોડા કાજુ

મીઠું સ્વાદ મુજબ

રીતઃ

* ૧ ંજ ઘી માં, રાઈના દાણાનો વઘાર કરો. દાણા તતડે એટલે તેમાં અડદની દાળ, ચણા દાળ, લાલ મરચું, કાજુ, મીઠો લીમડો અને હિંગ ઉમેરો.

* કાજુ શેકાઈ જાય અને દાળનો રંગ બદલાય એટલે એમાં વાટેલું નારિયેળ ઉમેરો અને ૫-૧૦ મિનીટ માટે હલાવો, જેથી કોપરૂં સરખું શેકાઈ જાય.

* હવે તેમાં ચોખા ઉમેરી બરાબર મિક્સ કરો, જેથી તેમાં મસાલો બરાબર ભળી જાય.

* પાપડ કે શેકેલા બટાકા સાથે ગરમાગરમ સર્વ કરો.