Bhavi Pati Patnina Patra in Gujarati Letter by Nikkhiil Vadhva books and stories PDF | ભાવિ પતિ પત્નીના પત્ર

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

ભાવિ પતિ પત્નીના પત્ર

અર્પણ

દરેક ભાવિ પતિ પત્નીને જે ભવિષ્યમાં લગ્નજીવન માં પ્રવેશ કરશે ..…

લગ્ન પેહલા થનારા પતિ પત્ની નો એક બીજા ને પત્ર

એક છોકરી નો પોતાના થનારા પતિ ને લગ્ન ના બે દિવસ પેહલા લખેલો પત્ર

પ્રિય,

પહેલેથી ચાલી આવતી પ્રથા મુજબ 'સાંભળજો' કહીને બોલાવું કે આજની જનરેશન મુજબ 'તુ' કહી નામથી બોલાવું એ ગડમથલમાં જ છુ હજુ..

હા, કાલે હું મારાં અમુક રંગાયેલા અને અમુક કોરા સ્વપ્નાંની ઉપર પીળી પીઠીનો લેપ કરવાની છુ. હાથમાં તારા નામની અને તારી યાદોની કયારેય ન સુકાય એવી ઓળઘોળ ગાઢ મહેંદી રચાવવાની છું..…

મારાં આટલા વારસો ની યાદો ને પણ મારા દિલ માં સજાવી ને રાખી દઈશ, મારા બચપણ ની રમતો, સહેલીઓ, તોફાનો બધી યાદોથી મારુ દિલ ભરાઈ આવે છે સાથે જ તમારી સાથે ના નવા જીવન ના સપના સાચા કરવા માટે દિલ માં અનેરી ખુશી નો પણ એહસાસ છે.

સપ્તપદી ના સાત ફેરા ની સાથે સાથે સાત વચનો લઇ ને સાત સેકન્ડ સુધી પણ કદાચ તારાથી દુર નહીં રહી શકુ. સપ્તપદી ના ફેરા ફરતી વખતે આપણે બંને આગળ કે પાછળ હોઈએ એ શક્ય છે પરંતુ, તારા કદમ સાથે કદમ મિલાવવા ની આશા સાથે આવું છું, તારો હાથ, તારો સાથ કયારેય ન છુટે એવી આશા સાથે આવું છું…

હા, હુ કયારેય નથી કહેવાની કે હું જ તને સાત જન્મો સુધી મળું પણ હુ તો ઇચ્છીશ કે તને મારાથી પણ વધુ સારૂં પાત્ર મળે.... હું હંમેશાં તારી પડખે રહીશ, તને સાથ આપીશ, તારા મૂલ્યોને મારાં મૂલ્યોમા વણી લઇશ પણ તુ જયા ખોટો હોઇશ ત્યા સત્ય ની સાથે પણ હુ રહીશ... હું એ તમામ સંબંધો અને વ્યવહારને સાકળી લઇશ જેની સાથે તુ વણાયેલો છે… સમય આવ્યે હુ કંજુસાઈ પણ કરીશ અને સમય આવ્યે ખુલ્લો હાથ પણ રાખીશ.. મને ગમશે જો તું મારી સ્વતંત્રતા અને સ્વાભિમાન ને સ્વૈચ્છિક રીતે સ્વીકારીશ, મને ગમશે જો આપણે બંને એક બીજા ના સપનાઓ ને સ્વીકારીને એને સાથે મળી ને પૂર્ણ કરવાની કોશિશ કરીશું,

ઘણું બધું છોડી ને, ઘણી બધી ઈચ્છઓ અને અપેક્ષાઓ ની સાથે પ્રેમની ચુંદડીમાં તારા નામનો શૃંગાર કરવાની છું.

રાહ છે મને દુર થી દેખાતા પેલા ઘોડેસવાર રાજકુમારની જે મને પોતાની દુનિયામાં લઇને ઉડી જવાનો છે. બોલ આવીશ ને ????

લિ.

તમારી 'સાભળજે' કે તારી 'પ્રીયતમ'

લેખક ~ ડિમ્પલ દલાવરી (Dimpy)

***

લગ્ન ના બે દિવસ પહેલા પોતાના ભાવિ પત્ની એ લખેલા પત્ર નો લગ્નના આગલા દિવસે જવાબ આપતો પતિ નો ભાવિ પત્ની ને પત્ર

પ્રિય,

મને તારે જે કહી ને બોલવું હોય એ નામથી બોલાવજે, જે નામ તું મને આપીશ એ મને પસંદ છે કારણકે એ તે આપેલું હશે.... તારે જુના રિતિ રિવાજ મુજબ "સાંભળજો" કહેવાની જરૂર નથી, તું મને મારા નામથી પણ બોલાવી શક છો....એમાં મારો કોઈ અહમ ભાંગવાનો નથી, આપણે બને સમાન જ છીએ....

તારા હાથમાં એ મારા નામ ની મહેંદી રચાશે એ પળ માટે હું ઘણા દિવસથી રાહ જોતો હતો, આજે મેં પણ મારા હાથમાં મહેંદી થી તારું નામ લખ્યું છે, આમ તો તારું નામ હવે મારા દિલમાં છપાઈ ચૂક્યું છે.... હા સપ્તપદી ના ફેરા માં આપણે બંને આગળ કે પાછળ હોઈશું, પરંતુ જીવન માં તારા કદમ સાથે મારા કદમ મિલાવીશ, સપ્તપદી ના સાત ફેરા ની સાથે સાથે આપણે બંને એક બીજા ને સાત વચનો આપીશું,

૧) સપ્તપદીનું પ્રથમ ડગલું

વરરાજા આ ડગલા દ્વારા શપથ લે છે કે,

‘‘ઓમ એશા એકાપદી ભવ ઇતિ પ્રથમામ’’

હે પ્રિયા મારી સાથે પ્રથમ ડગ ભરીને આપણો પ્રેમ મજબૂત થશે. તું મને ભોજન દ્વારા ઉપકૃત કરીશ તથા જીવનના પ્રત્યેક માર્ગે સહાયભૂત બની રહીશ. હું તને સુખ આપીશ તથા તારા અને આપણા બાળકોને કલ્યાણ માટે હંમેશા પ્રવૃત્ત રહીશ.

સપ્તપદીના પ્રથમ ડગલા દ્વારા દુલ્હનની શપથ

‘‘ધનમ ધાન્યમ્‌ પદે વદેત’’

હે ઈશ્વ્વર, હું સંપૂર્ણપણે મારી જાતને તારી શરણે ધરું છું. હે પ્રભુ, મને મારું ઘર, અન્ન અને અર્થ સંબંધિત તમામ જવાબદારીઓ સંભાળવાની અને તેને સફળતાપૂર્વક પાર પાડવાની શક્તિ આપો. હું તમને ખાતરી આપું છું કે મારા પરિવાર અને બાળકો પ્રત્યેની તમામ જવાબદારીઓ પરિપૂર્ણ કરીશ.

૨) સપ્તપદીનું બીજું ડગલું- દુલ્હારાજાની શપથ

‘‘ઓમ ઉરજે જરા દસ્ત યાહા’’

હે પ્રિયા હવે તેં મારી સાથે બીજું ડગ ભર્યું છે. તું મારા હૃદયને શક્તિ અને જુસ્સાથી ભરી દે અને આપણે સાથે મળીને આપણા ઘરપરિવાર અને બાળકોનું રક્ષણ કરીશું.

સપ્તપદીના બીજા ડગમાં દુલ્હનની શપથ.

‘‘કુટુંબરન રણયીશામની સા યુરાવિધારમ’’

હે ઈશ્વ્વર, તમારા આશિષથી હું મારા પતિના હૃદયને જુસ્સાથી અને શક્તિથી ભરી દઈશ. મારા પતિના સુખમાં સુખ માનીશ તથા હું ખાતરી આપું છું કે હું હંમેશા મારા પતિનો આદર વ્યક્ત કરીશ અને તેમની સાથે મઘુરતાપૂર્ણ વાર્તાલાપ કરીશ તથા મારા પરિવાર અને બાળકોની સારસંભાળ રાખીશ. તથા પત્ની તરીકે હંમેશા તમે એકમાત્ર મને જ પ્રેમ કરશો. ’’

૩) સપ્તપદીનું ત્રીજું ડગ-વરરાજાની શપથ

‘‘ઓમ રાયસ સાન્તુ જોરદાસ્તાયાહા.’’

હે પ્રિયા, હવે તેં મારી સાથે ત્રીજું ડગ ભર્યું છે. આ ત્રીજા ડગલે આપણી સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થશે. હું અન્ય તમામ સ્ત્રીઓને મારી બહેનો ગણીશ. આપણે સાથે મળી આપણા સંતાનોને સારું શિક્ષણ આપીશું અને તેમના લાંબા આયુષ્ય માટે કામના અને પ્રયાસો કરીશું.

સપ્તપદીના ત્રીજા ડગમાં દુલ્હનની શપથ.

હે ઈશ્વ્વર, હું સંપૂર્ણ સમર્પણ પૂર્વક મારા પતિને પ્રેમ કરીશ. અન્ય તમામ પુરુષોને હું મારા ભાઈઓ તરીકે જોઈશ. હું હંમેશા મારા પતિના હૃદયમાં સમાઈ રહીશ અને મારા પતિ જ હંમેશા મારા સુખાધિપતિ બની રહેશે એવી હું ખાતરી આપું છું.

૪) સપ્તપદીના ચોથા ડગલામાં દુલ્હારાજાની શપથ.

‘‘ઓમ માયો ભાવયાસ જરાદાસ્તયા હા’’

હે પ્રિયા, તે મારી સાથે ચોથું ડગ ભર્યું છે, તે ખરેખર ઈશ્વરના આશીર્વાદ છે. તેં મારા જીવનને સુખ, સમૃદ્ધિ અને શાંતિથી ભરી દીઘું છે. આપણને સારા અને આજ્ઞાંકિત સંતાનો પ્રાપ્ત થાય એવી પ્રાર્થના ઈશ્વર સમક્ષ કરીએ અને એ માટેના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. તથા આ સંતાનોના લાંબા આયુષ્ય માટે ઈશ્વર ના આશીર્વાદ પ્રાપ્ત કરીએ.

સપ્તપદીના ચોથા ડગમાં દુલ્હનની શપથ.

‘‘લાલાયમી ચા પદે વદેત’’

હે ઇશ્વ્વર, સ્વયંને માથાથી પગ સુધી ફૂલો અને આભૂષણો તથા સુગંધી દ્રવ્યોથી આચ્છાદિત કરી મારા પતિને રાજી રાખીશ અને જીવનમાં દરેક તબક્કે હંમેશા મારા પતિને સંતુષ્ટ અને આનંદિત રાખીશ.

૫) સપ્તપદીના પાંચમા ડગમાં દુલ્હારાજાની શપથ.

‘‘ઓમ પ્રજા ભયાહા સાન્તુ જરાદસ્તયાહા’’

હે પ્રિયા તેં મારી સાથે પાંચમું ડગલું ચાલીને મારા જીવનને સમૃદ્ધ કર્યું છે. ભગવાન તને હંમેશા સુખી રાખે. આપણો પ્રેમ જીવનભર ટકી રહે અને જીવન સમૃદ્ધિથી છલકતું રહે.

સપ્તપદીના પાંચમા ડગમાં દુલ્હનની શપથ.

‘‘અરતે અરબા સપેદ વદેત’’

હે ઈશ્વ્વર, હું મારા પતિના સુખ-દુખમાં હંમેશા હિસ્સેદાર બની રહીશ. મારા પતિનો પ્રેમ મને તેમનામાં હંમેશા વિશ્વાસ અને સન્માન રખાવશે. હું મારા પતિની ઇચ્છાઓની હંમેશા પરિપૂર્તિ કરીશ.

૬) સપ્તપદીના છઠ્ઠા ડગમાં દુલ્હારાજાની શપથ.

હે પ્રિયા, મારી સાથે છઠ્ઠું ડગ ભરીને તેં મારા હૃદયને ભરી દીઘું છે. જીવનમાં હરહંમેશ આપણે પરસ્પરના હૃદયને સુખ, શાંતિ અને આનંદથી છલકાવીશું.

છઠ્ઠા ડગમાં દુલ્હનની શપથ.

‘‘યજ્ઞે હોમ ષષ્ઠે વાચો વદેત’’

હે ઇશ્વ્વર, મારા પતિએ સાચી દિશાએથી પ્રાપ્ત કરેલા અર્થ અને ભૌતિક સુખ, આનંદ અને પવિત્ર કાર્યોમાં હિસ્સેદાર બનીશ, તથા મારા પતિના તમામ સદ્‌કાર્યોને પાર પાડવામાં તેમની સાથી બનીશ.

૭) સપ્તપદીના સાતમા ડગમાં દુલ્હારાજાની શપથ.

‘‘ઓમ સખી જરાદસ્તયાહગા’’

હે પ્રિયા આપણે સપ્તપદીનું સાતમું ડગ સાથે માંડ્યું છે. તેનાથી આપણો પ્રેમ અને મિત્રતા ગાઢ બન્યા છે. આપણે ઇશ્વ્વરમાં આઘ્યાત્મિક ઐક્ય અનુભવી રહ્યા છીએ. આ સાથે હવે તું સંપૂર્ણપણે મારી બની ચૂકી છે. અને મારું સમગ્ર જીવન હું તને અર્પણ કરું છું. આપણું આ લગ્ન જોડાણ બન્યું રહે.

સપ્તપદીના સાતમા ડગમાં દુલ્હનની શપથ.

‘‘અત્રમશે સક્ષીણો વદેત પદે’’

હે ઇશ્વ્વર, આપના બનાવેલા નિયમો અને ધર્મના પવિત્ર વિધાનો અનુસાર હું સાતમા ડગ દ્વારા મારા પતિની અર્ધાંગિની બની છું. મેં આ સપ્તપદી દરમિયાન જે વચનો આપ્યા છે, તે સંપૂર્ણપણે શુઘ્ધ હૃદયથી આપ્યા છે. મારા પતિએ પણ આપેલા વચનો શુઘ્ધ હૃદયના છે. અમે પતિ-પત્ની જીવનની તમામ બાબતોમાં હંમેશા પરસ્પરને સત્યથી વાકેફ રાખીશું અને હંમેશા અનંતકાળ સુધી એકલાના પ્રેમમાં બંધાયેલા રહીશું.

સપ્તપદી ના આ સાત ફેરા ની સાથે સાથે હું તને મારા તરફ થી પણ બીજા સાત વચનો આપું છું

  • તારૂ સુખ એજ મારુ સુખ છે એમ જ આજીવન હું તારી સેવા કરીશ,
  • પુરુષ અને સ્ત્રી બંને સમાન છે એટલે હું કોઈ દિવસ તારા પર મારો આધિપત્ય નહિ જમાવુ
  • ઘરની જવાબદારી ફક્ત તારી જ નથી એમાં મારી પણ ફરજ છે એટલે તારા દરેક કામમાં હું સાથ આપીશ
  • જીવન ના દરેક તબબકે સુખ હોય કે દુઃખ હું હમેશા તારી સાથે રહીશ
  • હા પુરુષ સ્વભાવિક કદાચ મારી નજર પરસ્ત્રી પર ખરાબ થઈ શકે પરંતુ હું એ જ ક્ષણે મારા મનને સમજાવીશ અને તારા સિવાય બીજા કોઈનો વિચાર નહિ લાવું
  • આપણી આવનારી સંતાન ની જવાબદારી પણ આપણા બંનેને ની જ છે તો એટલે અત્યારથીજ એમાં પણ હું મારી જવાબદારી નિભાવીસ
  • જીવનના અંતિમ શ્વાસ સુધી હું તને મારો સાથ આપીશ, છેલ્લી ઘડી સુધી આટલો જ પ્રેમ આપીશ.
  • આમ તો હું ઈચ્છું છું કે સાત જન્મસુધી તું જ મને મળે પરંતુ હા તને પણ મારાથી પણ સારું પાત્ર મળે તો એ સ્વીકારીશ, એક પુરુષ તરીકે હું હમેશા મારી ફરજ બજાવીશ, તારું રક્ષણ કરીશ, તારી બધી જવાબદારીઓ હું પુરી કરીશ..... તારા સ્વાભિમાન તારા આત્મસન્માન ની જવાબદારી પણ હું નિભાવીશ, આજ સુધી જેટલી તું સ્વતંત્ર હતી એટલી જ સ્વતંત્ર તું રહીશ, તારા સ્વતંત્ર વિચારો નો હું પણ અમલ કરીશ, જ્યાં તું ખોટી હઇશ ત્યાં હું સમજાવીશ જરૂર પણ તારા વિચારો પર કોઈ દિવસ મારા વિચારો નું દબાણ નહિ કરું

    તારી દરેક ઈચ્છાઓ,અપેક્ષાઓ ને પુરી કરીશ. તારી દરેક ઈચ્છાઓ અને અપેક્ષાઓ ને એટલું જ મહત્વ આપીશ જેટલું મારી ઈચ્છઓ અને અપેક્ષાઓ ને આપું છું. તારા પ્રેમ ને હું મારા જીવન માં વણી લઈશ, તારો પ્રેમ જ મને હૂંફ આપી શકશે, આજે આ પત્રમાં એક બીજી વાત પણ કહીશ કે આમ તો હું હમેંશાથી લગ્ન ન કરવાનું વિચારતો હતો મને હમેંશા આ લગ્ન શબ્દ થી ડર જ લાગતો હતો. હંમેશા વિચારતો કે કેમ આ પ્રથા માં હું કોઈ સ્ત્રીને અપનાવી શકીશ, પરંતુ જ્યારે તું મને મળી મારા દરેક સવાલો ના જવાબ માં બસ તું જ મને દેખાણી, તને જોઈને જ એ ક્ષણે મેં મનોમન તારી જોડે લગ્ન કરી લીધા હતા, આપણે બંને તો આત્મા થી એકબીજા સાથે જોડાય ચુક્યા છીએ, આ તો સામાજિક રીત રિવાજ મુજબ કાલે આપણા લગ્ન છે પરંતુ તું તો મારી પત્ની પહેલેથી જ છે.

    સામાજિક રીતરિવાજ મુજબ કાલે જ મારી રાજકુમારી ને હમેંશા માટે મારી દુનીયા માં લઇ જઈશ, જ્યાં દુનિયા ની કોઈ નડતર નહિ હોય બસ આપણે બંને અને આપણો પ્રેમ જ હશે.

    લી.તારો ને ફક્ત તારો અને તારા સ્વમાન ની રક્ષા કરતો

    લેખક ~ નિખિલ વધવા ( હકીકત )

    આભાર

    ડિમ્પલ દલાવરી : જેમણે ખુબજ સુંદર એવો પત્ની તરફથી પત્ર લખી આપ્યો, એ જ પત્રની પ્રેરણા વડે હું આ પત્ર લખી શક્યો છુ......