મુકિમ ના દિમાગ માંથી બાબા નરસિંહ બહાર નહતા નીકળતા. તેને સમજાતું નહતું કે આ હવેલી માં જેટલા માણસો એટલા રહસ્યો કેમ છે? જ્યાં જુવે ત્યાં પહેલી લાગે. હવેલી કરતા ધર્મશાળા વધુ લાગે છે. છતાં કોઈ કોઈ ને મતલબ નથી એક બીજા થી. બાબા નરસિંહ ઢોગી છે. એટલું જ નહિ મણિયાર ની પણ ગૂંથી સમજાતી નથી. છે મણિયાર અપંગ છે તો પછી એનો શાલ નો ટુકડો ભોંયરા માં કેવી રીતે પહોંચ્યો? અને ભોંયરૂ એવી જગ્યા નથી જ્યાં હાલતા ચાલતા પોહચી જાય કે ઉડી ને પોહચી જાય. નથી હવેલી માં બીજું કોઈ જે મણિયાર ને ભોંયરા સુધી લઈ જાય. વિક્ટર સૌથી વધુ ચાલક છે. જેની નજર હમેશા બધા પર રહેતી હોય છે. તેની આંખો ચકળવકળ ફરતી હોય છે. તે સૌથી વધુ શંકાસ્પદ છે. લંડન થી આવી અહીં પડ્યો રહ્યો છે. વ્યોમેશ ને પણ ફરક નથી પડતો. નહિતર આજ ના જમાના માં કોણ આટલા બધા ને પાળે?
મુકિમ ની વિચારધારા રૂકવા નું નામ જ નહતી લેતી. વ્યોમેશ ભણેલો ગણેલો છે. તેને જોઈ ને લાગતું નથી કે એ બાબા જેવા ઢોંગી લોકો ને માનતો હોય. ક્યારેય બે જણ ચર્ચા પણ કરી હોય એવું જોયું નથી. કોઈ ને પણ જોઈ ને ખબર પડી જાય કે આ સાધુ સંત જેવો દેખાતો માણસ ઢોંગી છે. બાબા નરસિંહ ભાગવા કપડાં પહેરતા, લાંબી લાંબી દાઢી અને લાંબા વાળ એ ઉપરાંત માથા પર લાલ ચાંલ્લો રાખતા. પેહલી નજરે સાધુ લાગતા પણ વાણી કે વર્તન પર થી બિલકુલ લાગતું નહતું. તો શુ આ હવેલી ના લોકો કેમ અજાણ્યા બને છે? આખી હવેલી માં કોઈ વાત કરતું હોય તો એ છે ધર્મા દેવી અને બાબા નરસિંહ એ સિવાય તો વ્યોમેશ અને એનો જીગરી જાન મિત્ર વિક્ટર પણ ભાગ્યેજ બોલતા દેખાતા.
વ્યોમેશ અને વિક્ટર સવારે નવ વાગતા નાસ્તો કરી અનાજ ની દુકાને જવા નીકળી જતા. પછી રાત્રે આઠ વાગે પાછા આવતા. વ્યોમેશ ને ઘર ના લોકો સાથે વ્યવહાર ઓછો હતો. વિશ્વમભર ના ગયા પછી વ્યોમેશ ઘર ચલાવતો અને બાકી ની કોઈ લપનછપન માં પડતો નહીં. રાત્રે ઘરે આવી ને એની રૂમ માં ભરાઈ જતો. એ સિવાય એ બહાર દેખાતો પણ નહીં. જાણે એને કોઈ વસ્તુ માં રસ જ ના હોય એવું લાગતું. એના વર્તન કે વ્યવહાર પર થી ક્યાં લાગતું નહિ કે એને ખજાના માટે કોઈ રસ હોય. બસ, એ ભલો અને એનું કામ ભલું.
હવેલી માં બધા બે વાર મળતા ડાઈનિંગ ટેબલ પર. એકવાર સવારે નાસ્તા વખતે અને બીજી વાર રાત્રે ડિનર વખતે. પણ કોઈ જ કોઈ ની સાથે વાત કરતું નહીં.
વિક્ટર ઘરે પાછો આવી ક્યારેક ટીવી જોતો અથવા બહાર ગાર્ડન માં આંટો મારતો. ધર્મા દેવી હવેલી ના શેઠાણી હતા. તેઓ હવેલી માં થતા તમામ કામો પર ધ્યાન રાખતા.
બાકી ના ફાજલ સમય માં ટીવી જોતા અથવા ધાર્મિક પુસ્તકો વાંચી બાબા નરસિંહ જોડે ચર્ચા કરતા. મણિયાર તેના રૂમ ની બહાર બે જ વાર આવતો જમવા માટે અને બાકી રૂમ માં જ પડ્યો રહેતો. એ સિવાય હવેલી માં વોચમેન અને નોકર રમેશ જે વિશુ ની જગ્યા એ આવ્યો હતો. બાકી બીજું કોઈ હતું નહીં પણ આ અજીબોગરીબ જગ્યા નું રહસ્યો કઈ ઓછું નહતું. કોઈ વસ્તુ નો તાલમેળ બેસતો નહતો. જેટલું મુકિમ વધુ વિચારી સમજવા નો પ્રયત્ન કરતો એટલો એ એમાં ખુપાઈ જતો. ક્યાંક કશુંક અટકતું હતું એ એને સમજાતું નહતું. એને ખજાનો શોધવા ની સાથે વિશ્વમભર નો અસલી ગુનેગાર પણ શોધવાનો હતો. જ્યાં સુધી એક રહસ્ય ની ઉકેલાય ત્યાં સુધી બીજા એક પણ રહસ્ય નહિ ઉકેલાય. અને એની સાથે એ પણ જાણવું જરૂરી છે કે ખજાનો અહીંયા ક્યાં થી કેવી રીતે આવ્યો?
નાવ્યા કમલ સફારી મેં મળવા એની ઓફિસે ગઈ. અડધો કલાક રાહ જોવડાવ્યા પછી કમલે એને એની કેબીન માં બોલાવી. નાવ્યા જેવી એની કેબીન માં દાખલ થઈ કે તરત જ કમલ બોલ્યો- “આવો.”
“કેમ છો, સર?” નાવ્યાએ ફોર્મલિટી ખાતર પૂછ્યું.
“બસ, મજામાં. બેસ.” કમલે નાવ્યા ને ખુરશી સામે ઈશારો કરતા કહ્યું. નાવ્યા ખુરશી માં બેસતા ની સાથે આજુ બાજુ કેબીન માં નજર ફેરવી. કમલ ની હાઇ ફાઈ કેબીન જોઈ નાવ્યા દંગ રહી ગઈ. તેણે પેહલા ક્યારેય આવી કેબીન જોઈ નહતી. તદ્દન નવી ટેક્નોલોજી સાથે જોરદાર ડિઝાઇન કરેલી ઓફીસ હતી. કમલે એના હાવભાવ જોઈ સમજતા વાર ના લાગી કે નાવ્યા ના દિમાગ માં શુ ચાલી રહ્યું છે?
“મેં તને અહીંયા એટલા માટે બોલાવી કે હું એક ડાન્સ રીયાલીટી શો કરી રહ્યો છું અને હું ઈચ્છું કે તારા જેવા ટેલેન્ટેડ લોકો એમાં ભાગ લે.”
“પણ..” નાવ્યા બોલવા જતી હતી પણ કમલ ની ઑફર સાંભળી ને અટકી ગઈ.
“હું જાણું છું કેે તારા મન માં બહુ સવાલો છે.” કમલે પોતા ની વાત માં ફોસલાવવા તેના માર્કેટિંગ ના વાક્યો વાપર્યા.
“હા” નાવ્યા એ વધુ બોલી ના શકી.
“જો તને લાગતું હશે કે હું તારા જેવી સામાન્ય છોમરી માં રસ કેમ લઉ છું? તને જ શા માટે આગળ લઈ જવા માગું છું? કારણકે તારા જેવી ટેલેન્ટેડ ડાન્સર મેં આજ સુધી જોઈ નથી. મારે મારા શો ને નંબર વન બનાવવો છે. તો તારા થી બેસ્ટ કોઈ હોઈ જ ના શકે. જો હું પણ એક સામાન્ય પરિવાર માંથી આવતો હતો અને હું આગળ નીકળ્યો. એટલે જ હું સામાન્ય ટેલેન્ટેડ માણસો ને અસામાન્ય બનાવવા માંગુ છું.” કમલ એકી સાથે બોલી ગયો જાણે ગોખેલી સ્પીચ ના હોય!
નાવ્યા દુવિધા માં પડી ગઈ. અહીંયા પોતે પ્રકરણ ખતમ કરવા આવી હતી અને ત્યાં નવા પ્રકરણ ની શરૂઆત થઈ રહી છે.
“બહુ લાબું ના વિચાર. આવી ઓફર વારેવારે નહીં આવે.”
કમલ ની વાત સાચી હતી.આવી ઓફર માટે લોકો તરસ્તા હોય અને પોતા ની સામે પડી છે ત્યારે પોતે વીચારી રહી છે. શુ કરવું શું ના કરવું?
“હા, મને મજૂર છે. હું ડાન્સ શો માં ભાગ લઈશ.” નાવ્યા એ વધુ વિચાર્યા વિના કહી દીધું.
“આ લઈ જા તારી સાથે.” વિકીએ નિશા ને લોહી વાળો કાગળ આપતા કહ્યું.
“શુ છે આ?” નિશા એ કાગળ પર નજર નાખી. એની પર લોહી થી લખેલું હતું કે ‘હું તને મારી નાખીશ.’
“તું જેલ માં અભિજિત ને મળવા જાય છે ત્યાં એની સામે તને કાગળ મળ્યો છે એવું નાટક કરજે અને આ જોઇ ને એ ડરી જશે. ત્યારે એને સાંત્વના આપજે.”
“એટલે હું સમજી નહિ. આ બધું શુ છે?” નિશા ગૂંચવાઈ ગઈ.
“આ એવી ધમકી છે જે હું જેનો ઉપયોગ કરી અભિજિત જોડે આપણા ધાર્યા કામ કાઢવું છું. અભિજિત લોહી થી ખૂબ ડરે છે. તેને લોહીનો ફોબિયા છે. તે એટલો બધો ડરે છે કે આ ડર ના લીધે એ કશું પણ કરી શકે. અને તારે એવું નાટક કરવા નું કે તારા અને એના લગ્ન થવા થી એના પર આવનારી તમામ મુસીબતો ટળી જશે. બસ, તારે એને ગમે એમ કરી ને મનાવી લેવા નો છે. પછી જોજે કોણ રોકશે તમારા લગ્ન અભિજિત જોડે થતા. અભિજિત પણ ના નહિ પાડે.”