Prem Amas - 3 in Gujarati Short Stories by yashvant shah books and stories PDF | પ્રેમ અમાસ - 3

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પ્રેમ અમાસ - 3

( પ્રેમ અમાસ ભાગ ૧ - ૨ મા જોયું કે પુનમ-રજની પતિ-પત્ની અને તેનો મિત્ર અમાસ વચ્ચે પ્રણયકથા બની ગઇ છે. રજની પુનમની પત્ની હોવા છતાં મા બનવા માટે અમાસનો ઉપયોગ કરે છે અને પછી તેની સાથે સંબંધથી એવી જોડાય જાય છે કે તે તેને છોડી નથી શકતી. પરિણામ સ્વરુપ પુનમનુ જિવન દુષ્કર બની જાય છે.. હવે આગળ...)

રજની ડાર્લિંગ આપણે આ રીતે ક્યાં સુધી ફરતા રહેસુ. શું તુ પુનમને છોડી કાયમ માટે મારી સાથે ન આવી શકે. અમાસે રજની ને પોતાની બાહોમા લેતા કહ્યું. આમ રોજ રોજ માટે લોકોથી છુપાયને મળવાનું હવે મને નથી ગમતુ. અમાસને હવે રજની વગર નથી ચાલતુ. રજની હવે અમાસની આદત કે જરુરિયાત બની ગઇ છે. તેને હવે આ રીતે છુપાય છુપાય ને મળવુ નથી ગમતું પરંતુ રજની હવે દિનપ્રતીદિન એકદમ બોલ્ડ બની ગઇ છે. તેને નથી પુનમ ને છોડવો કે નથી અમાસને કારણ પુનમથી રજનીને પત્ની તરિકે નો દરજ્જો મળેલ છે, પરંતુ અમાસ તરફથી સંતાન એવુ તે માને છે. તેથી તે બન્નેમાથી એકને પણ છોડવા નથી માગતી. તેની જરુરિયાત અને શોખ પુરા કરવા તેની પાસે બે બે પુરુષ છે. આ પરિસ્થિતિમાં તેને કોઇ શરમ સંકોચ કે તકલીફ નથી લાગતી. તેને તો બબ્બે પુરુષનો સાથ મળતાં અને શોખ પુરા થતા તે તો ખુબ જ ખુશ છે. પહેલાં જમાનામાં એક પુરુષ બે પત્ની કે એક પત્ની ને બીજી રખાત રાખીને ગૌરવ સમજતા તેવું જ ગૌરવ રજની બે બે પુરુષને પોતાના તાબામાં રાખીને અનુભવતી. તેથી તેણે અમાસને કહ્યું તુ શા માટે એવુ વિચારે છે. તારા માટે તો ગમે ત્યારે હું હાજર હોવ જ છું પછી તને શું જોઇએ .’ i love you so much’ કહીને તે અમાસને પોતાની બાહોમા વીટીને એક જબરદસ્ત કીસ કરે છે. કોઇ પણ સ્ત્રીનુ આ પ્રકારનુ વર્તન એક પુરુષને પીગળાવવા માટે પર્યાપ્ત હોય છે. અમાસ પણ રજનીની વાત માની જાય છે. પોતાને જે વગર મહેનતે વગર તકલીફે મળે છે તેમા ખુશ રહેવુ જોઈએ સમજી તે વાતને ત્યાજ પુર્ણ કરે છે.

પુનમ રજનીને પીકઅપ કરવા જઇ રહ્યો છે. કાર પુર ઝડપે દોડી રહી છે. પુનમના મગજમા વિચારો પણ એટલી ઝડપે જ ચાલી રહયા છે. પોતાને આ પરિસ્થિતિમાંથી કેમ બહાર આવવું. કેમ કરીને રજનીને સીધા રસ્તા પર લાવવી, પોતાનો ઘર સંસાર કેમ વ્યવસ્થિત કરવો તે વિચારી રહ્યો છે. આમા અમાસ કરતાં રજનીનો વાંક વધારે છે તે પોતે સમજતો હતો. કારણ અમાસ ભલે મિત્ર હતો તો પણ પારકો હતો. તેની જગ્યાએ બીજો કોઈ પરપુરુષ હોય તો કદાચ તે પણ એજ કરેત. એક સ્ત્રી સામેથી આવતી હોય અને લલચાવતી હોય તો કોઇ પણ પુરુષ લલચાય અને તેનો લાભ ઉઠાવે જ. વાંકતો રજનીનો જ છે કે તેણે પોતાની સાથે લગ્ન બાદ પણ પોતાનાજ મિત્ર સાથે આ પ્રકારનો સંબંધ રાખે છે. જો રજનીની જગ્યાએ મે કોઇ અન્ય પરણીત સ્ત્રી સાથે સંબંધ રાખ્યો હોત તો શું રજની તે ચલાવી લેત..? શું રજની મારી જેમ આ બધું સહન કરેત.? શું ઘરની આબરુ સાચવવામાં મારે જ સહન કરવાનુ. મારે જ કોમ્પરોમાઇજ કરવાનુ. શા માટે .? શું ઘરની આબરુ ઇજ્જત માત્ર મારી જવાબદારી છે. પણ કરું તો શું કરુ.? જો રજનીને છોડી દઇસ તો તેણે કહ્યું તેમ તે તો અમાસ સાથે ઘર વસાવી લેસે. પોતે તો બદનામ થસે અને ન ઘરનો ન ઘાટનો રહેસે. આમાંથી નીકળવાનો રસ્તો શું. બહુ વિચાર બાદ તેને તેનો એક મિત્ર યાદ આવે છે. જે કાનુની સલાહકાર તેમજ કાઉન્સેલર પણ હતો. તેને મળીને સલાહ લેવાનું વિચાર્યું.

પુનમ પોતાના મિત્રને મળે છે. પોતાની આપવીતી સંભળાવે છે. મિત્ર કાનુની સલાહકાર તેમજ પુનમનો હિતેચ્છુ પણ છે. તેથી સમજાવે છે કે આવી બાબતમાં ધીરજથી કામ લેવુ પડે. કાયદાકીય રીતે તારે રજની અને અમાસ વચ્ચે આડ સંબંધ છે તે પુરાવાર કરવુ પડે. અને કદાચ પુરાવા રજુ કરી સાબિત કરે તો પણ તેનાથી તને ખાસ કોઇ ફાયદો ન થાય. કારણ કદાચ રજની કહે છે તેમ તેની પાસે તારો મેડિકલ રિપોર્ટ હોય તો કોર્ટ તેની ફેવરમા જાય. સૌ પ્રથમ તો તુ ફરી મેડિકલ ચેકઅપ કરાવી આ વાત સાચી છે કે કેમ તે કનફ્રમ કરી લે. અને બધું કર્યા પછી પણ તને કદાચ રજનીથી આસાનીથી છુટાછેડા મળે. આપણો ભારતીય કાનુન હમેંશા સ્ત્રીની તરફેણમાં વધારે છે. કાયદામા પુરુષ માટે આવા કોઇ પ્રાવધાન નથી. પુરુષ હમેંશા સ્ત્રી નુ શોષણ કરે છે. પહેલાંના જમાનામાં એ કદાચ સાચું હતું તેથી કાયદા પણ તે પ્રકારના જ બનેલા છે. પરંતુ આજનાં યુગમાં સ્ત્રી પુરુષ સમોવડી બનતા તે સારી બાબત સાથોસાથ ખરાબ બાબતમાં પણ સમોવડી બનવા લાગી છે. પુરુષ પર પણ હવે અત્યાર થાય છે. તેના પર પણ બળાત્કાર થાય જ છે કયારેક શારીરિક તો કયારેક માનસિક. પરંતુ આપણા સમાજના કાનુન અને સમાજ એ માનવા કે સ્વીકારવા તૈયાર નથી. સમાજનુ વૈચારિક લેવલ હજુ એ તબક્કે નથી પહોચ્યું કે આવુ પણ બને છે, તે વિચારી કે સમજી શકે. વિદેશી પાશ્ચાત્ય સંસ્કૃતિ જેમ જેમ આપણે ત્યાં પ્રવેશતી જાય છે. તેમ તેમ ત્યાંના દુષણો પણ જાણે અજાણે આપણે ત્યાપ્રવેશી રહ્યા છે. એમાથી રસ્તો કાઢવા આપણે ત્યાંના જેવાં કાયદા પણ બનાવવા પડશે. અને તેનો અમલ પણ કરવો પડસે. પણ હાલની પરિસ્થિતિમાં તો તારે સંયમ અને સમજથી જ કામ લેવુ પડશે. આપણા કાયદા પતિ પત્નીને છુટાછેડા કેમ અને કેવા સંજોગોમાં આપી શકાય તે માટે છે. પરંતુ પતિ પત્ની ને ભેગા કેમ કરવા એ માટે નથી. જે ખરેખર આપણી સંસ્કૃતિને બચાવવા માટે પણ જરુરી છે. આજના કાયદામા તે નથી. આજના કાયદા આજની આપણી પરિસ્થિતિને અનુરૂપ નથી કે નથી આવનારી પરિસ્થિતિને અનુરૂપ. આપણા આજના કાયદા આઉટ ડેટેડ બની ગયા છે. અને જે છે તેમા પણ અમલીકરણમા એટલો વિલંબ થાય છે કે લોકોને ન્યાય માટે કોઇ આશા કે અપેક્ષા જ નથી રહી. માટે બને ત્યાં સુધી સમાધાન પુર્વક દરેક ગુચ ઉકેલમાં જ મજા છે. સમય જ દરેક દર્દનો ઇલાજ છે. સમયજતા બધું સારું થઈ જશે એમ સમજાવી એના મિત્રે વિદાય લીધી .

બન્યું પણ કાઇક એવુજ. એવામા અચાનક બે ઘટના એવી બની ગઇ કે ફરી તેઓના જીવનમાં એક વણાક આવ્યો. અચાનક રજનીની પિતાનું અવસાન થતા તેને તેના પિયર રહેવા જવાનું થયુ. તેને થોડો સમય ત્યાં જ રોકાવુ પડ્યું. પિયરમા આ બધી વાતની ખબર ન હતી. એટલે અહી અમાસ જઇ સકતો ન હતો અને બન્ને ની મુલાકાત લાગભગ બંધ થઈ ગઇ .

બીજી તરફ અમાસના જીવનમાં લાંબા સમયસુધી તે સ્ત્રી વગર રહી સકે તેમ ન હતો. તેની પાસે સમય અને પૈસા પુષ્કળ હોવાથી તે પોતાની જરૂરિયાત અને શોખ કે પોતાની પ્રક્રુતિ મુજબ એકલો રહી શકે તેમ ન હતો. તેના જીવનમાં એક બીજી સ્ત્રીનો પ્રવેશ થયો અને તે ધીમે ધીમે રજની ને ભુલવા લાગ્યો. સમજો તેની જરૂરિયાત પુરી થઈ જતા તે રજનીને લગભગ ભુલી ગયો. રજનીને પણ પ્રેગનન્સીના દિવસોમાથી મહિના ગણાવા લાગ્યા. હવે તે પણ આવનાર સંતાન માટે અને પોતાની તબ્યતનુ ધ્યાન રાખવામાં બીજી થઈ ગઇ. સમય જતા અમાસને ભુલવા લાગી. રજનીને ડિલિવરી માટે પિયર જ રહેવાનું નક્કી થયુ. આમ રજની અમાસ વચ્ચેના પ્રણયકથામા પડદો પડી ગયો. અને પુનમ ને થોડા સમયમાટે રાહત મળી. પરંતુ આ કાયમી સમાધાન કે ઉકેલ તો નથી જ. આપને શુ લાગે છે ? આપના અભિપ્રાય આવકાર્ય.

- આકાશ.યશવંત શાહ.