Mrugjadni Mamat - 18 in Gujarati Love Stories by Bindiya books and stories PDF | મૃગજળ ની મમત - 18

The Author
Featured Books
Categories
Share

મૃગજળ ની મમત - 18

મૃગજળ ની મમત

ભાગ - 18

પહેલાં ની જેમ ફરીયાદ કરે અને નિસર્ગ પ્રેમ થી એને સમજાવે. નિસર્ગ હજું પણ અંતરા નો હાથ પકડીને ઉભો હતો.

“ પ્લીઝ ફરી તને વિનંતી કરું છું એકવાર ..એકવાર કહી નાખવા દે મને બઘું જ નહીં તરતજ એ વખતે ન બોલી શકયો તો આજે પંદર વર્ષ પછી માંડ મોકો મળ્યો છે. ત્યારે જે બન્યુ એ તારા માટે જેટલું શોકીંગ હતું એટલું જ મારા માટે પણ.કદાચ મારા માટે તો તારા કરતાં પણ અઘરું હતું .વગર વાકે તારી નજર મા દોષી તો ફક્ત ને ફક્ત હું જ ઠર્યો. એને મને તો મારી વાત કહેવા નો મોકો તે પણ ન આપ્યો કે નતો મમ્મી એ કે નતો જાનકી એ.મારી હાલત એટલી ખરાબ હતી કે તારી સાથે નજર પણ ન મીલાવી શકું. મને હતું કે તું લડશે ઝગડો કરશે.કંઇક તો બોલશે...પણ તુ તો ચુપચાપ જોઈ રહી. અને તારો સામનો કરવા ની હિંમત ન હતી મારા માં. “

નિસર્ગ વાત કરતાં કરતાં અંતરને પોતાની તરફ ધીમે ધીમે ખેચી રહ્યો હતો . એની આંખો માં પસ્તાવો હતો. એણે એક પછી એક જે કંઇ પણ બન્યુ હતું એ અંતરા ને કહેવા માંડયુ. અંતરા પણ એકધારું શાંતી થી સાંભળી રહીં હતી.

“ બીજા દિવસે સવારના મેં તને ફોન પણ કરેલો પણ .. પછી અર્ણવ ને રુબરુ મોકલ્યો તારી સાથે વાતો કરવા..પણ તું નીકળી ગઇ હતી સુરત જવા. હાલત તો મારી ખરાબ હતી. ગુન્હેગાર તો બધી બાજુ હું જ ઠર્યો. જયારે મારો કંઇ વાંક જ ન હતો. આજે તારી માફી માગવા ઇચ્છુ છું. આટલાં વર્ષો થી જે પથ્થર થઇ ગયેલ લાગણીઓ નો બોજ છે એને ઉતારવા માગું છું. બસ. એકવાર ફકત એકવાર કહી દે કે તે મને ખરાં દિલ થી માફ કર્યો. નહીંતર જીવતર ની જેમ મોત પણ અઘરું થશે.એકવાર કહી દે કે નિસુ મને કોઈ જ ફરીયાદ નથી તારા થી .મારે બીજું કંઇ જોઇતું નથી. .”

નિસર્ગ આખો માથી આંસુ દળદળ વહી રહ્યા હતા .. અને અંતરા જાણે જીવ વગરની થઇ ગઇ હોય એમ રબ્બર ના પુતળા ની જેમ ઢગલો થઇ જમીન પર બેસી ગઇ. પોતાના બંને હાથ મા ચહેરો છુપાવીને એક બાળક ની માફક રડવા લાગી. નિસર્ગ પણ એની બાજુમાં એની પાસે બેસી ગયો. એ પ્રેમ થી અંતરા ના માથાં પર હાથ ફેરવી રહ્યો હતો.

“ અનુ રડ નહીં .... મારા માટે..તું જાણે છે કે હું તને રડતાં ન જોઈ શકું. “

“ હા... ખબર છે...પણ એનું કારણ પણ તું જ તો છે. અત્યાર સુધી હું તને જ દોષિત માનતી હતી.પણ મને કયાં ખબર છે સૌથી વધું વેદના તો તે ભોગવી છે. મને ગુમાવવાની ગુન્હેગાર બનવાની અને પાછું જાનકી સાથે સંસાર માંડવાની. .. એ દિવસે જો મેં તારી સાથે વાતો કરી હોત તો કદાચ બીજું કંઇ નહીં પણ આટલા વર્ષો આપણે આ બોજ લઇ ને ન જીવ્યા હોત. “

અંતરા નું રડવાનું હજું પણ ચાલું જ હતું.

“ બસ હવે. જવાદે બધું. કયા તો આપણા બંને નો જીવનભર નો સાથ લખાયો જ નહીં હોય. અઘરું છે ભુલવાનુ પણ હવે ફક્ત એજ રસ્તો છે. “

હવે નિસર્ગે અંતરા ના ખભા થી પકડી ને પોતાના ની તરફ ઢાળી હતીં અંતરા પણ નિસર્ગ ના ખભે માથું ઢાળી ને બેઠી હતી.

“ તમારી વાત સાચી છે પણ તમને એક દોસ્ત તરીકે સ્વીકારવા ખુબ મુશ્કેલ છે . તમારા પ્રત્યે ની એ પારાવાર પ્રેમ ની એ લાગણીઓ ને મે હજું ગુંગળાવી રાખી છે. “

અંતરા નત મસ્તક બોલી રહી હતી પોતાના બંને હાથ મા એણે નિસર્ગ નો ડાબો હાથ પકડીને રાખ્યો હતો.

“ હા.. સાચી વાત છે તારી ..”

અંતરા નું માથું હવે નિસર્ગ ની છાતી પર ઢાળેલુ હતું એનાં હાથની મુઠ્ઠીઓ મા નિસર્ગ નું ટીશર્ટ ખુબ મજબુતાઇ થી પકડેલુ હતું. નિસર્ગ ની હથેળી હવે અંતરા ના ગાલ સહેલાવી રહી હતી.

“ અનુ હું સમજું છું કે હવે પહેલાં જેવી શકયતાઓ રહી નથી. પણ જો ખરેખર મને માફ કર્યો હોય તો એક દોસ્ત તરીકે તો મને સ્વીકાર..આમ.મી.દોશી ને બદલે તું નિસુ કહીને તો બોલાવી જ શકે. આજે પણ હું તારા માટે તો નિસુ જ છું. “

“ હા.. એક દોસ્ત તરીકે સ્વીકારી શકાય પણ ..નિસુ તો હું ... “

“ હું ..શું?? ..પહેલાં કહેતી તો હવે કેમ..? “

“ જો.મી. દોશી હવે મને આદત નથી એટલે ..મારાથી તમને એ રીતે ન બોલાવી શકાય..બસ બીજું કોઈ કારણ નથી...અને તમે જાણો જ છો કે એકવાર હું ના પાડી દઉ પછી..”

નિસર્ગ એકદમ થી અંતરા ના મો પર હાથ મુકી ને એને બોલતા અટકાવી..એ અંતરા ની આખો માં એકધારું જોઈ રહ્યો હતો. અને પોતાનો ચહેરો અંતરા ના ચહેરા ની વધું ને વધું નજીક લઇ રહયો હતો. અંતરા એકદમ ચુપચાપ નિસર્ગ ને નજીક આવતા જોઈ રહી હતી. એનો શ્ર્વાસ એકદમ ઝડપ થી ચાલતો હતો . અંતરા એકદમ ઝડપથી ઉભી થઇ . એ નિસર્ગ થી દુર જવા લાગી . નિસર્ગ પણ એકદમ જ ઊભો થઇને અંતરા ને હાથ ખેંચી પોતાની અડોઅડ એની કમરથી પકડી રાખી .હવે બંને ને એકબીજા ના ઝડપથી ચાલતાં શ્ર્વાસ નો અવાજ અને શ્ર્વાસ ની આવનજાવન થી થતી હવા સ્પષ્ટ અનુભવાતી હતી.

અંતરા નિસર્ગ ની પકડ માંથી છુટવા ના નિરર્થક પ્રયાસ કરી રહી હતી..એને બોલવું હતું પણ જીભ થોથવાતી હતી..

“હે....અઅ.. આઆઆ... શું ... શું.. મમ મી. દો..શી..”

એ માંડ માંડ આટલું બોલી શકી.

નિસર્ગે ફરી એનાં મો પર હાથ મુક્યો..

“ જો..અનુ હવે નો મોર મી.દોશી..ઓન્લી નિસુ...તું જીદ્દી છે તો હું પણ કંઇ ઓછો જીદ્દી નથી એ તું પણ જાણે છે. હું મારી વાત મનાવીને જ રહીશ ..બોલ..નિસુ કે..??”

નિસર્ગે અંતરા નાના કાન પાસે પોતાના હોઠ વડે ધીમી ફુંક મારી..અંતરા નું આખું શરીર પાણી પાણી થઈ રહ્યુ હતું. હાથ પગ પણ સાવ ઢીલા થઇ ગયાં હતા.મગજ મા ચડેલી કારણ વગર ની ચરબી જાણે ઓગળી ને સાવ ઢોળાયેલા પાણી ની માફક ઓસરી ગઇ હતી. . શબ્દો અટકી અટકી ને બહાર આવી રહ્યા હતા.

“ પ..ણ..હું.. .જો..તમે..આમ..મી.દોશી. “

નિસર્ગ ને અંતરા ને આ રીતે સતાવવા મા ખુબ મજા પડી રહી હતી. અંતરા નો આ ડર..એની બેબસતા નિસર્ગ મા ઓગળી જવાની એની તીવ્ર ઇચ્છા .અને છતાં પણ પોતે કંઇ જ અનુભવતી નથી એવી ખોટી જીદ. આ દરેક વાતની ચાડી ફુંકી રહેલો એનો ચહેરો. નિસર્ગે ફરી વધુ મજબુતાઇ થી એની કમર પોતાના બંને હાથ મા કસી.

“ જો ...ફરી.. એકવાર ના પાડી ને.. નિસુ એ સીવાય બીજું કંઇ જ નહીં.”

એણે અંતરા ના ગાલ પર જુકેલી વાળની લટ ને પોતાની આંગળી વળે સરકાવી ને અંતરા ના કાનની પાછળ અટકાવી. અને અંતરા ના ગાલ પર હ અને ઠંડા પવનની લહેરખી જેવું એક ચુંબન કર્યું અને પછી પતંગીયા ની પાંખ ની જેમ હળવે થી પોતાના હોઠ અંતરા ના એ તરસ્યા હોઠ પર મુકી દીધાં .નિસર્ગ ની હાજરી . એકાંત અને બંને વચ્ચે ની નીકટતા ના કારણે ઝડપ થી ચાલતા શ્ર્વાચ્છો શ્ર્વાસ નો સ્પષ્ટ સંભળાય રહેલો અવાજ. ઉપરથી નિસર્ગ ના હાથની આંગળીઓ વડે અંતરા ના ગાલ પર આખો પર કપાળ પર થઇ રહેલો સ્પર્શ અંતરા ને ઓગાળી રહ્યો હતો. એ જાણે નછુટકે નિસર્ગમય થઇ રહી હતી. એ એકદમ નિસર્ગ ને વળગી પડી.જાણે એ હારી ગઇ હોય .. એનાં બંને હાથ નિસર્ગ ના ફરતે વિટડાયેલા હતા.અને માથું નિસર્ગ ની છાતી પર ઢાળેલુ હતું જાણે સંપુર્ણ શરણાગતિ સ્વીકાર્ય હોય એમ . નિસર્ગે પણ એને પોતાના બાહુપાશમાં જકડી રાખી હતી. એ અંતરા ના વાળ માં હાથ ફેરવી રહ્યો હતો. એ વારંવાર અંતરા નું કપાળ ખુબ પ્રેમ થી કુ મી રહ્યો હતો.

“ બસ..હવે..નિસુ .. બસ.આ જે કંઇ પણ થઇ રહયુ છે એ સારું નથી. “

અંતરા ના મોં એ થી નિસુ સાંભળી ને જાણે નિસર્ગ ના અંતર મા ટાઢક વળી હોય એવો ઊંડો શ્ર્વાસ એણે લીધો... હવે ખરેખર અંતરા એ દિલથી માફી આપી છે એવો અહેસાસ એને થઇ ગયો..અંતરા ની આખો હજું પણ વહી રહી હતી.

“ અનુ એકવાર ..બસ એકવાર હજું એજ નામ થી મને બોલાવ અને ભુલીજા બધું ..યાદ રાખ ફક્ત તને મને અને આપણા પ્રેમ ને “

બંને એકબીજા ને વળગી ને મૌન ઉભા હતા. લાગણીઓ નું તોફાન જાણે આખમા થી વહેતાં આંસુ સાથે શમીગયુ હતું . વાતાવરણ મા એકદમ શાંતી છવાઈ ગઇ હતી. સવાર થી દોડધામ નો થાક અને લાગણીઓ નો ઉકળતો લાવારસ ફરીયાદો બધું શાંત થઇ ગયુ હતું. બંને એકબીજા ના બાહુપાશમાં શાંત ગાઢ નીદ્રા સરીપડયા હતા. ડોરબેલ વાગી. અંતરા સફાળી ઉભી થઇ ગઇ ..પણ નિસર્ગ તો ઘસઘસાટ ઉંધી રહ્યો હતો જાણે વર્ષો પછી ઉઘ આવી હોય. અંતરા એ આગળ વધી ને ધીમેથી દરવાજો ખોલ્યો. બહાર વોચમેન ચાવીવાળા માણસ ની સાથે ઉભો હતો. .

“ ઓ...મેડમ આપ બોલે થે ચાબી વાલેકો લેકે આના..સોરી થોડી દરે હો ગઇ પર જૈસે હી વો આયા મેં ઉસે લેકે આ ગયા..”

અંતરા એ પોતાનો હાથ આડો કરી ને કાંડા ઘડિયાળ મા જોયું તો સવારનાં સાડા અગીયાર થયાં હતા.એણે સંમતિ આપતા જ ચાવી બનાવનાર એ કામ શરૂ કરી દિધુ. લગભગ અડધાં કલાક મા નવી ચાવી બનાવી ને એણે દરવાજો ખોલી આપ્યો. વોચમેન ને બક્ષિસ અને ચાવી વાળા ને એની મહેનત ના પૈસા આપીને રવાના કર્યા. અંતરા ઘરમાં જઇને ન્હાઈ ને ફ્રેશ થઇ ગઇ. એ ને નિસર્ગ ની શર્ત યાદ હતી. એને ભાવતું બધું નાસ્તા મા બનાવવાનું. એ તરતજ રસોડામાં બધું બનાવવા માટે લાગી પડી.... નિરાલી ના ઘરમાં નિસર્ગ ઘસઘસાટ ઉંધી રહ્યો હતો. અચાનક જ એની ઉઘ ઉડી. જે કંઇ પણ બન્યુ હતું એ એક સપનાં જેવું હતું ..એણે આમતેમ જોયું તો અંતરા દેખાય નહીં. . કયાંક લાગણીઓ ના આવેશ મા કંઇક ખોટું થઇ ગયાં નો અહેસાસ એને અકડાવી રહ્યો હતો. એ ઘરમાં અંતરા ને શોધવા લાગ્યો પણ અંતરા ન હતી . એટલે તરતજ બહાર નીકળી ને અંતરા ના ઘરની ડોરબેલ વગાડી. કયા ગઇ હશે...? ધીકકારતી હશે મને...મેં પહેલાં પણ એને દુખ પહોંચાડ્યુ હતું ને આજે તો હદ કરી નાખી. એ વિચારી રહ્યો હતો એટલામાં જ અંતરા એ દરવાજો ખોલ્યો.

“અરે....! તું ઉઠી ગયો. ??”

અંતરા એ ખુબ જ નોર્મલી આવકાર આપયો..હવે એ તમે માથી ફરી તું થઇ ગયો હતો. ઝેડ બ્લેક સાડી મા સ્કાય કલર ના મોટાં મોટા ગુલાબ ની પ્રીન્ટ અને સ્લીવલેસ બ્લાઉઝ મા એ ખુબ સુંદર લાગી રહી હતી. એ ધીમેથી અંદર આવ્યો..ઘરનો દરવાજો આ વખતે ખુલ્લો જ રહેવા દીધો. અંતરા એને બેસવા નું કહી ફરી રસોડામાં કામ કરવાં લાગી.

“ અ.આ...ય..એ..મ સોરી અનુ...મને..માફ..”

“ સોરી ...! સૉરી ફોર વ્હોટ ?”

“ આ.જે ..જે કંઇ પણ બન્યુ આપણી વચ્ચે..”

નિસર્ગ ખુબ અચકાતો હતો..એ અપરાધ ભાવ અનુભવી રહયૉ હતો.

“ ઓહ...હમ...આજે..આજે..”

અંતરા ખડખડાટ હસવા લાગી .નિસર્ગ ને આ જોઈ ને ખુબ નવાઈ લાગી કે અંતરા ને સહેજ પણ ખરાબ નથી લાગ્યુ?...

“ અરે બુધ્ધુ તું સમજે છે એવું કંઇ પણ આપણા વચ્ચે બન્યુ નથી. બાકી થોડું ઘણું જે થયું એમાં હું પણ એટલીજ જવાબદાર હતીં. આપણા વચ્ચે આપણો પ્રેમ હતો શારીરિક વાસના તો પહેલાં પણ નહોતી ત્યારે પણ..તો અત્યારે તો આપણે વધું સમજદાર અને પરિપક્વ છીએ..દોસ્તી ને પ્રેમ મા પરીવર્તીત થતાં જોઈ છે પણ આપણો તો પ્રેમ એક ગાઢ દોસ્તીમા પરિવર્તિત થયો છે .તો એમાં શારીરિક ભોગ કે વાસના ને સ્થાન જ ન હોય. ભુતકાળ મા જે બન્યુ એ ઘટના આપણો એકબીજા પ્રત્યે નો પ્રેમ જ આપણને ગુંગળાવી રહ્યા હતા. એ ગુંગળામણ આજે ખતમ થઇ ગઇ. સાચું કહું નિસુ હું પણ તરસતી હતી તારા એ પ્રેમ ને. તારી સાથે વિતાવેલા એ સમય ને હું ભુલીજ નથી પણ આપણે બંને ખુબ મેચ્યોર છૈએ પહેલાં થી જ અને એટલેજ મર્યાદા ની કોઈ હદ આપણે વટાવી નથી.આજે પણ ...ચાલ હવે મુકી આ બધું તું બાલ્કની મા બેસ હું ચ્હા લઇને આવું છું. “

નિસર્ગ ને હવે હાશકારો થયો. એ બાલ્કની મા જઇને બેઠો એટલાંમા જ અંતરા બધું લઇને ત્યા આવી ગઇ. બંને એ જમવાનું શરું કર્યું. નિસર્ગ ને વર્ષો પછી અંતરા ના હાથનું જમવા મળયુ હતું . એ તો ટુટીજ પડયો હતો. અંતરા એને જોઈ ને હંસી રહી હતી. એ સાવ નાના બાળક જેવો લાગતો હતો.

“નિસુ . હવે કહે..અંકલ આન્ટી જાનકી બધા કેમ છે .? હજું ત્યા જ અમદાવાદ મા જ રહેછે કે?? અને બાળક..? “

“ અરે...થોડોક શ્ર્વાસ તો લેવાદે.....!..એકતો માંડ આટલા વખતે તારા હાથ નું જમવાનું મળ્યુ ને તુ એક સાથે આટલાં બધાં સવાલ ??.”

“ બધાં મજામાં છે. પપ્પા હવે નિવૃત છે એટલે આખો દિવસ ઘરમાં અને પોતાના ફ્રેન્ડ્ઝ સાથે મજા ની લાઇફ વિતાવે છે. મમ્મી પણ મજામાં છે. અને જાનકી..પ..ણ....”

“ અને તારું બાળક..? એ .. દિકરો છે કે દિકરી..??”

“ બાળક..!”

નિસર્ગે એકદમ નિસાસો નાંખતા અંતરા સામે જોયું.

“ બાળક હતું.. દિકરી હતી..”.

“ હતી.?? એટલે? હવે કયાં છે.?”

અંતરા એ આશ્ચર્ય થી પુછ્યુ.

“ હા ... હતી..એનું નામ પણ મેં અંતરા રાખેલું. “

“ પણ ..અંતરા જ કેમ.. એવો સવાલ જાનકી એ કર્યો નહી તને ..?”

“ હા.. મારી ને જાનકી ની સગાઈ પછી તું ત્યાથી સુરત જતી રહી. પણ હું જાનકી ને સ્વીકારી શકતો નહોતો અંતે એકવાર એણે મારા અતડા વર્તન નું કારણ પુછી નાખ્યુ અને મે પણ કંઇ છુપાવ્યા વગર હકીકત જણાવી દીધી . એ ખુબ દુખી થઇ. મારા લગ્ન થયા ત્યા સુધી મે જાનકી ને સ્વીકારી નહતી. પછી ધીમે ધીમે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું ને જાનકી ને સ્વીકારી..પણ એક વાત મે એને સ્પષ્ટ જણાવેલી એ ક્યારેય તારી જગ્યા નહી લઇ શકે .અને એને એ ઇચ્છે તો એ મને છોડી ને જઇ શકે એવી છુટ પણ આપેલી. કારણકે જે બન્યુ એમાં એ એનો કોઈ વાંક ન હતો .. પછી પણ હું તારી પળેપળ ની ખબર રાખતો. અર્ણવ મને બધું જણાવતો.પણ છેલ્લા આઠ નવ વર્ષ થી તો તારી કોઈ ખબર જ નથી ક્યારેક બેલાઆન્ટી ને પુછુ તો બસ મજામાં એવો જવાબ મળી જતો. પણ ખબર પડી કે તું અહિયા છે અને કામ પણ હતું તો સહેજ પણ વાર લગાડ્યા વગર પહોચી ગયો...”

“ અને તારું બાળક..?”

“ જાનકી પ્રેગ્નન્ટ હતી ત્યારથી જ નકકી કરેલું કે દિકરી હશે તો નામ અંતરા રાખવું. અને એમજ થયું એ તારા જેવી જ જીદ્દી..લટકાળી ને બોલકી હતી..એ ચાર વર્ષ ની હતી ત્યારે સ્વાઇનફલુ એ એને અમારા થી હંમેશા ને માટે અલગ કરી દિધી..”

નિસર્ગ ની આખો ઉભરાઈ આવી.દિકરી ને ખોઇ બેસવાનું દુખ અતી આકરું હોયછે.બંને થોડીવાર માટે ચુપ થઇ ગયાં..અંતરા એ નિસર્ગ ને પાણી આપ્યુ .

“ ઓહ....આઇ.એમ.સો.. સોરી “

“ ઇટસ ઓકે.. ભગવાન ને અંતરા મારા જીવન માં મંજુર જ નથી ..”

“ હં...! ..નિસુ જાનકી ખુબ સમજું અને મેચ્યોર છે . નહીંતર હકીકત જાણ્યા પછી કોઈ એવા પુરુષ સાથે જીવવું છે મનથી કોઈ બીજી સ્ત્રી ને ચાહતો હોય ખુબ અઘરું છે. “

“ હાબેટા પણ જાનકી પહેલાં થી જ ખુબ એમ્બીશીયસ છે અને પ્રેક્ટીકલ પણ એટલે એનાં માટે એટલું અઘરું ન હતું. હા અમારી દિકરી ના મૃત્યુ બાદ એ ખુબ ઢીલી થઇ ગઇ હતી .પણ ધીમે ધીમે એ હકીકત પણ સ્વીકારી લીધી. . જાનકી ને પહેલાં થી એમ્બીશીયસ હતી.મમ્મી એ જ્યારે એને પસંદ કરી ત્યારે એમ હતું કે જાનકી એમની સાથે રહશે. એક આદર્શ વહુ બની ને. પણ જાનકી તો પહેલાં થી જ અલગ હતી. શરુઆત મા એ ત્યા જામનગર મમ્મી પપ્પા સાથે રહેતી પણ પછી મમ્મી નું કડક વલણ અને સાસુ સહજ ટીપીકલ સ્વભાવ ના કારણે ઘરમાં ઝગડા થવા લાગ્યા. અને એકવાર.. “