Alisha - 5 in Gujarati Fiction Stories by kalpesh diyora books and stories PDF | અલિશા (Part-5)

Featured Books
Categories
Share

અલિશા (Part-5)

ભાગ - 5

લિશા એ થોડાદિવસમા જ એક સરસ મજાની હોટલ તૈયાર કરી..

લિશાનુ હોટલનું મુહૂર્ત પણ એક ગરીબ માણસ પાસે કરાવું ..

લિશાની હોટલમાં માત્ર ૧૦૦ રૂપિયાની ડીસ મળતી હતી..

લિશાની હોટલમાં લોકો ધીમે ધીમે આવવા લાગ્યા હતા..

હવે લિશા પણ તેની હોટલમાં સુવીધા વધારતી જતી હતી..

એક બાજુ ટીફીનની આવક અને એક બાજુ હોટલની આવક વધતી જતી હતી..

લિશાને તેની માતાના શબ્દો યાદ હતા..

લિશા તું ગરીબને માટે જીવ જે.

ગરીબની સેવા કરજે..

લિશાને આજ પણ તેની માં ના શબ્દો યાદ હતા...

લિશા એ રાત્રે જ નિણઁય લીધો..

જે લોકો વુધ્ધ છે.. જે લોકો પાસે પૈસા નથી તેને મફત ટીફીન સેવા આપશે..

લિશા એ સવારથી જ શરુ કરી દીધું ..

તે દરરોજના ચારસો ટીફીન આપી રહી હતી,

તેમાથી ૫૦ ટીફીન મફત આપવાનું નક્કી કર્યૃ ..

લિશા ને વુધ્ધ લોકોને ગરીબ લોકોના આશીવાદ મળતા તેનાથી તે ખુશ થતી હતી.

લિશાને થતું ઇશ્વર મારા કામથી ખુશ થશે કે નહી..

મારી મા કહેતી કે દુનિયામાં કો પણ વસ્તુ તારી નથી ને તારે સાથે કઇ લઇ જવાનું નથી..

લિશા વિચારવા લાગી થોડી વાર..

લિશાતરત જ નિણઁય બદલ્યો હું ૧૦૦ ટીફીન મફતમા ગરીબોને આપ.

લિશા ને માત્ર બે જ મહીનામા ૪૦૦ માથી ૬૦૦ ટીફીન થ ગયા..

લિશા એ ઇશ્વરનો આભાર માન્યો ..

જગતનો એક નિયમ છે..

તમે જેટલું ગરબોને આપશો તેનાથી બમણું તમને ઇશ્વર આપશે..

આ જગતનો નિયમ લિશાને અનુભવ થયો હતો..

આજ લિશા પાસે એક સારી હોટલ હતી અને સારામાં સારી ટીફીન સેવા પણ શરુ હતી..

પણ સ્ત્રી જેમ મોટી થાય એમ કોયના હુફ લાગણી અને પ્રેમની તેને જરુર હોય છે..

લિશા ઘણી વાર તેના જીવનમાં એકલતા અનુભવી રહી હતી..

લિશા હવે સત્યાવીસ વર્ષ ની થઇ ગઈ હતી..

લિશા એ આજ વિચાર કરો મારે કોય સારો છોકરો શોધી તેની સાથે લગ્ન કરી લેવા જોઇએ..પણ લિશા ને થયું હુ એક બળાત્કારી યુવતિ .

નથી મારે પગ..,

નથી મારા માં-બાપ

મને કોણ પસંદ કરશે..?

પણ લિશાને અંદરથી કો કહી રહ્યું હતું લિશા તું ઇશ્વરની પુત્રી છો..

ઇશ્વર તારા માટે નક્કી કરીજ રાખું હશે કે તારે આ છોકરા સાથે જિંદગી પસાર કરવાની છે.

લિશાની હોટલમાં દરરોજ સાંજે જમવા માટે એક છોકરો આવતો હતો..

લિશા ઘણી વાર તેની સાથે વાત કરતી હતી ....જમવા બાબતે..

લિશાને તે છોકરો ગમતો હતો..

લિશાને થયું ઇશ્વર મારા માટે જ આ છોકરાને મારી હોટલમાં જમવા માટે નહી મેકલો હોય ને..

લિશા થોડી વાર વિચારમાં પડી ગઇ..

તે છોકરાને લિશા સારી રીતે જાણતી હતી..

પણ લિશાને જાણવું હતું કે તે છોકરો મારા માટે યોગ્ય છે..

તે છોકરાનું નામ હતું ડેનીન..

લિશા એ આજ સાંજે જ તેની સાથે વાત કરવાનું નક્કી કર્યૂ ..

લિશા રાત્રે તેની હોટલ પર આવી ..

ડેનિન તેની સામે જ ભોજન કરી રહ્યો હતો

હાય.. ડેનીન!!!

હાય..લિશા!!!!

દરરોજના જેમ આજ પણ લિશા એ કહ્યું;કેમ છે મજામાં?

ડેનીન;..,એકદમ મજામાં

આજ લિશા થોડી ગભરાય રહી હતી.,

જમવામા ટેસ્ટ બરાબરતો છે ને..

એકદમ મસ્ત લિશા..!!

તુ અત્યારે મુંબઇમા શું કરી રહ્યો છે..?

હુ મુંબઈમાં બિઝનેસ કરવા માટે આવ્યો છુ .

કોય સારા બિઝનેસની શોધમાં છુ .

ઓહ....તો તુ મુંબઈમાં બિઝનેસ માટે આવ્યો છે એમને..

હા" લિશા

પણ ,મને શું બિઝનેસ કરવો એ જ ખબર પડતી નથી લિશા.

હુ સારામાં સારી યુનિવસિટી માથી અભ્યાસ કરીને આવુ છુ ,પણ મને એ નથી સમજાતુ કે હુ શરુવાત ક્યાંથી કરુ ..

ડેનીન મારી મા કહેતી હતી કે તમે એક ઇશ્વરના સંતાન છો..

તમે જે કામ કરવાની શરુવાત કરો તે તમે કરી શકો છો.,

કામ ઇશ્વરને ગમતું હોવું જોઇએ..

પણ ડેનીન અહીં મારી વાત હુ પુરી કરવા નથી માંગતી ..

ડેનીન તારા શરીરમાં ઇશ્વર કો એવી શકિત મુકેલી છે ..

તેને તુ જગાડ..,ઊભો થા..તેને તુ શોધ..

ડેનીન તારે યાદ રાખવું પડશે કે આ શરીર તારુ છે..

પણ તે એક સમયે તુ છોડીને ચાલ્યો જવાનો છે..

તુ કઇ લાવ્યો પણ નથી ને તુ કઇ લઇ પણ જવાનો નથી..

એટલે લિશા તું એમ કહેવા માંગે છૉ કે તું ને હુ ઇશ્વરના સંતાન છીએ..

હા" ડેનીન હુ તને એજ કેહવા માંગું છુ ..

ડેનીન જમીને હાથ ધોય એ જ ટેબલ પર ફરી બેસી ગયો..

લિશા વાતમાં તેને કઇક સત્ય લાગતું હતું ..

લિશા તુ મને કઇશ કે હુ શું કરવા માગું છુ?

ના" ડેનીન એ હુ નહી કહી શકુ ..

તુ કોય બીજા કહે એમ ન કરી શકે.."ડેનીન "

તુ તારા મનથી નક્કી કર !!

મારે ઇશ્વરને ગમે તેવું કાયઁ કરવુ છે!

તને સફળતા મળશે જ .

મને બાળપણથી લોકોની સેવા કરવી ગમે છે..

હુ મારા ગામમાં પણ લોકોની સેવા કરતો મને આજ પણ લોકોની સેવા કરવામાં ઉત્સાહ આવે છે..

પણ " લિશા તે જે આજ વાત કરી તેનાથી મારુ શરીર આજ ધુર્જી રહ્યું છે.

લિશા જાણતી હતી ડેનીન મેનજમેન્ટ સારુ કરી શકે છે..

તે ઘણી વાર હોટલમાં મને સલાહ આપતો મેનજમેન્ટ માટે..

તેણે તરત જ કહ્યું ..ડેનીન મારી આ હોટલની સામે જ ટીફીન સેવા છે..

તે હુ ચલાવી રહી છું

શું તુ તેનું મેનજમેન્ટ કરી શકે..

ટીફીન સેવા લિશા તુ ગાંડી નથી થય ગઇને..

હુ સારામાં સારી યુનિવસિટીમાથી અભ્યાસ કરીને આવુ છુ .

હુ ટીફીન સેવામાં કામ કરુ ..

ડેનીન કો લોકો કામને મોટું જોવે છે તો કો લોકો નાનું ...

ડેનીન તુ એ ટીફીન સેવા એક વાર જો શકે છો.?.

ડેનીન હુ તને બતાવું કે હુ કઇ રીતે મેનજમેન્ટ કરી રહી છુ ટીફીન સેવાનું ..

ચાલ"લિશા હુ પણ જોવા માંગું છુ તારી ટીફીન સેવા..

પણ "લિશા તુ જાણે છો કે હુ સારામાં સારી યુનિવસિટીમાથી પાસ કરીને આવુ છુ .

ડેનીન હુ ફરી વાર તને ક છુ કે કો કામ નાનું નથી હોતું બધા કામ મોટા જ હોય છે.

અમુક લોકો તેને નાની નજરે જુવે છે તો અમુક લોકો તે કામને મોટી નજરે જુ છે.

એ જ ફરક છે.

હા ,હું તને કામ માટે ફોર્સ નથી કરી રહી..

તને ગમે તો તુ રહી શકે છો..

તારી ઇચ્છા છે કે હુ કોની સેવા કરુ માટે હુ તને કહી રહી છુ ..

હા લિશા

ડેનીને ગરમ ભોજનનું બોડઁ જોય તેમા પ્રવેશ કરો ....

ડેનીન લિશાની ટીફીન સેવા જોને આશ્ચર્યપામી ગયો..

લિશા તું આ બધુ કઇ રીતે કરે છો..?

લિશા એ કહ્યું ,ડેનીન હુ એક ઇશ્વરની સંતાન છું.

મારી સાથે ઇશ્વર છે .હુ કઇ પણ કરી શકુ છુ .

મારા આ ૬૦૦ ટીફીન માથી હુ ૧૦૦ ટીફીન ગરીબોને મફતમા પુ છુ .

શા માટે લિશા?

તારી મહેનતના પૈસા છે એ તો?

ા, ડેનીન ..હુ જાણું છુ કે મારી મહેનતના પૈસા છે પણ જન્મ આપનાર ઇશ્વરને તો ખુશ કરવો જોઇ ને..

ડેનીન મને ખબર નથી,

હુક્યારે મારો દેહ છોડી ચાલી જશ..

એક સેકન્ડ પછીની મારી બીજી સેકન્ડ કેવી હશે તે હું જાણતી નથી..

માટે હુ દરેક સેકન્ડ જીવા માંગું છુ .

જો ડેનીન તારી ઇચ્છા હોય તો તુ આ ટીફીન

સેવાનું કામ કરી શકે છો..

લિશા !!

ખરેખર !તુ એક અદભુત કામ કરી રહી છો.!

હુ ભલે મેનજમેન્ટમાં ફસ્ટ રેંક લાવી પા થયો હોપણ તુ તારા મેનજમેન્ટમા એકો છે એકૉ.......મારાથી ઘણી આગળ છે,લિશા!!!

હુ તારી આ ટીફીન સેવામાં મેનજમેન્ટ કરવા માટે તૈયાર છુ .

થેન્કયુ ..!ડેનીન,પણ એક શરત પર લિશા!!!

કઇ શરત?

તું ના નહી પાડી શકે, મને દરરોજ હોટલમાં જમવા માટે .

લિશા હસી!!!

મને મંજુર છે ડેનીન તારી વાત!

ડેનીન મેહનતુ હતો અને તે મેનજમેન્ટ પણ સારી રીતે જાણતો હતો.

લિશા હવે ડેનીન પર ભરોસો કરવા લાગી હતી.

લિશાનો બિઝનેસ પણ હવે વધતો જતો હતો.

લિશાને આજ સાંજે હોટલ પર મળવા માટે કો આવવાનું હતું .

જેનું નામ હતું "રોયપીન મેકસ"

તે લિશાના કામથી પ્રભાવિત થયો હતો.

તે લિશાને મળવા માંગતો હતો.

સાંજ પડતા જ રોયપીન મેકસ લિશાને મળવા માટે આવ્યો બન્ને ટેબલ પર બેઠા.

હુ એક બિઝનેસમેન છું,

તમારું નામ ટીફીન સેવાના વ્યવસાય બાબતે મે સાંભળ્યું છે.

અને હા , મે એ પણ સાંભળ્યું છે કે તમે ગરીબોને મફતમા ટીફીન આપો છો.

હા!!

તમારું નામ?

"લિશા "

લિશા મારી કમાણી માથી અમુક પૈસા હુ ટીફીન સેવામાં આપવા માંગું છુ.

જેથી તમે ગરીબો ને મદદ અને ઘણા લોકોને તમે સારુ ભોજન પી શકો.

હુ તમને દર મહિને મારી કમાણી માથી એક ચેક મોકલીશ .

તમે ગરીબ લોકો માટે મદદ કરજો.

થેન્કયુ રોયપીન મેકસ...!!

તમારી વાત મને મંજુર છે.

તમારી દરેક રકમ હુ ગરીબો માટે વાપરીશ

રોયપીન મેકસે તેની બાજુમા પડેલ ચેક બુકમાંથી ચેક લખી આપ્યૉ.

એ ચેક જો લિશાનુ મોં ત્યાં જ ફાટી ગયું .....!!!

જે પાંચ લાખનો ચેક હતો.

લિશાને દર મહિને પણ એટલો ખર્ચો થતો ન હતો.

લિશા એ ઇશ્વરનો આભાર માન્યો.

મને ખબર છે ઇશ્વર આ પૈસા તારા છે.

હુ તારા આ પૈસાને એ રીતે ઉપયોગ કરીશ કે તુ પણ ખુશ થઈશ.

સાંજે ડેનીન જમવા માટે આવ્યો લિશા એ ડેનીનને વાત કરી ..

કોરોયપીન મેકસ નામનો માણસ આવ્યો હતો

જેમણે મને દર મહીને પાંચ લાખનો ચેક આપવાનો નક્કી કરો છે ગરીબો માટે.

શું વાત કરે છો લિશા તુ?પણ તુ એ પાંચ લાખનો કયા ઉપયોગ કરીશ ?ટીફીન સેવામાં ડેનીન,

તુ શું વાત કરી રહી છો લિશા?

પણ તુ અત્યારે ૧૦૦ ટીફીનતો ગરીબોને મફતમા આપી રહી છો.

ડેનીન હુ તને એક સવાલ પુછી શકુ .

આજે કેટલા ટીફીન ગયા .

૮૫૦......!!

હવેથી ૮૫૦ ટીફીન મફતમા જશે.

લિશા તારુ મગજ ઠેકાણેતો છે ને.?

આ ડેનીન હુ સંપુણઁ જાગૃત અવસ્થામાં બોલી રહી છુ .

પણ તને ખબર છે ત્યાં કેટલા લોકો કામ કરે છે..

હા, ડેનીન પુરા ૫૦ લોકો..

એનો પગાર?

હુ મારી "ગરમ ભોજનની"હોટલ માંથી આપીશ.

ડેનીન મારી મા એ કહેલું કે જો તુ તારુ કામ મનગમતું કામ કરીશ તો ઇશ્વર તારી સાથે જ રહેશે.

ડેનીન તુ જાણે છે ઇશ્વર ક્યારેય દેખાતો નથી.

ઇશ્વર માણસના શરીરની અંદર છે ડેનીન પણ માણસ બહર ભટકી રહ્યો છે.

ઇશ્વર બીજા લોકો દ્વારા આવે છે..

કાલે મારી પાસે ઇશ્વર એ કોય માણસને મોકલ્યો.

હુ જાણતી પણ નથી ડેનીન એ કોણ છે? પણ તે મારા ટેબલ પર પાંચ લાખનો ચેક મુકી ચાલ્યો ગયો.

આ શરીર ઇશ્વરનુ છે,હુ ઇશ્વરની એક સંતાન છુ ,મારુ આ દુનીયામા કઇ નથી.

એ પૈસા ઇશ્વરનાં છે અને તેનો ઉપયોગ ઇશ્વરના ગમતા કામ માટે જ હુ કરીશ.

કાલથી ૮૫૦ ટીફીન મફત જશે.

ઇશ્વર મારી મદદ કરી છે હુ પણ

ઇશ્વરની મદદ કરીશ.....

જીંદગીની એક જ વ્યાખ્યા છે.

તમે કોની મદદ કરો તમારી મદદ કો બીજા કરશે..

તમારી મદદ કરનાર ઇશ્વર હશે.

ક્રમશ:....

(લી-કલ્પેશ દિયોરા)