ફિટકાર
પ્રકરણ - ૬
હોસ્પિટલથી ઘરે આવી દેવ પથારીમાં પડ્યાં પડ્યાં વિચાર કરી રહ્યો હતો. ડો પ્રતિપની પત્ની ગામમાં નથી તો ક્યાં ગયી હશે ? ગામના શાહુકારના દિકરા તરીકે એ પ્રતિપને જાણતો હતો, પરંતુ બંનેને મળવાનું કોઈ દિવસ થયું નહોતું. પ્રતિપના ચેહરા ઉપરપહેલા જેવી તાજગી નહોતી. તે કાયમ ગરીબોના મદદ માટે તૈયાર રહેતો. આમ ઘણાં બધા પ્રશ્નોના જવાબ માટે એને બીજે દિવસે પ્રતિપને મળવાનું નક્કી કર્યું. બીજે દિવસે બધા કામકાજ બાદ તે હોસ્પિટલે ગયો.
ડો પ્રતિપને પોતાની ઓળખાણ આપી અને રાતની ઘટનાની પૂછપરછ કરી. એણે સીધોજ પ્રશ્ન કર્યો -
“ડોક્ટર, હારીએ જાવા બોઉર ખોબોર કી ?” (ડોક્ટર તમારી પત્નીના કોઈ સમાચાર મળ્યા” ? )
“ના રે કોનો ખોબોર પાયની (ના હજુ સુધી નહિ).
દેવે પણ પોતાના પિતાજી તે દિવસથી ગાયબ થયાની વાત કરી. પોતે પણ ચિંતિત છે. સમજ પડતી નથી. આમતેમ વાતો કર્યા બાદ દેવે ડો પ્રતિપને રાત્રે પોતાના ઘરે મળવાનું કહ્યું, જેથી ઊંડાણમાં વાત થઇ શકે.
દેવ હવે બધી વાતોનો તાગ મેળવી રહ્યો હતો. દુર્ગા દેવીના વિસર્જનના એ દિવસે પિતાજી ઘરે પહોંચ્યા નહિ. ત્યાર બાદ સમાચાર મળ્યા કે પ્રતિપની પત્ની આભા પણ ગાયબ થઇ અને પોલીસ તપાસ દરમ્યાન ત્રીજી વાત બહાર આવી કે બીજી કોઈ એક યુવતીગામમાં દેખાતી નથી. ત્રણ વ્યક્તિઓ એકજ અરસામાં ગાયબ કઈ રીતે થઇ શકે ? ચોક્કસ કોઈ રહસ્ય લાગે છે. દેવના દિમાગની બત્તી સળગી અને આજે એ જવાબ શોધવા પ્રયન્ત કરશે એવું નક્કી કર્યું. દેવે ખોપડીવાળી રૂહની મદદ લેવાનું નક્કી કર્યું. મનમાં ખટકી રહેલ વાતનો તાગ મેળવવા તાંત્રિકે પૂજાની શરૂઆત કરી. પેલી ખોપડીવાળી રૂહ પગમાં ઝાંઝર અને સાડી પહેરી મંત્રોથી બનાવેલ વર્તુળમાં બેસી ગયી. હજુ સુધી દેવે એને અસલ રૂપમાં જોઈ નહોતી. દેવે એનો પરિચય મેળવવાં પ્રયત્ન કર્યો, પરંતુ હજુ તેપરિચય આપવાં ના પાડતી હતી. સમય પડ્યે જાણ કરીશ એવો એનો આગ્રહ હતો. ગુમ થયેલી વ્યક્તિની શોધ માટે એ મદદ કરશે એવી ખાતરી આપી.
વાત મુજબ રાત્રે ડો પ્રતિપ દેવને મળ્યો. બંને વાતચીત કરી રહ્યા હતા ત્યારે અચાનક બંનેની સામે ચા અને નાસ્તો આવી ગયો. ડો પ્રતિપને કંઈક જાદુ જેવું લાગ્યું પણ વધુ પડતા સવાલો ના કરી શક્યો. વાત ઉડાવવામાં દેવ માહિર હતો. લાંબી વાતચીત બાદ બંને છુટા પડ્યા અને ગુમ થયેલ વ્યક્તિઓને હવે પોતાના પ્રયત્નોથી શોધવી પડશે એવું નક્કી કર્યું. ડો પ્રતિપ એ કામ અંગે બે દિવસ બાદ ગામ પરત ફરવાનો છે એવી માહિતી દેવને આપી વિદાય થયો.
ડો પ્રતિપ ગામ પહોંચે એના આગળના દિવસે ગામ પહોંચી જવાનું દેવે નક્કી કર્યું. બંગાળનો તાંત્રિક અને એક બંગાળી રૂહ બંને ભેગા થઇ રહસ્ય ઉકેલવાના હતા એ વાત નક્કી થઇ. જરૂર હતી તો ફક્ત અનુકૂળ સંજોગોની.
બિમલદા હવે બદલાઈ ગયેલ લાગતાં હતા. સ્વભાવમાં પરિવર્તન થઇ રહ્યું હતું . એનો લાલચી સ્વભાવ ઉદાર થઇ રહ્યો હતો. ગામના બીજા ખેડૂતોની કનડગત ઓછી થઇ ગયી હતી. બિમલદાનો મુનીમજી પણ કંઈક અસમંજસ હતો. લાલચુ માણસ કેમ બદલાઈ રહ્યો છે એ એને સમજાતું નહોતું. પણ એક વાતનો ચોક્કસ ખ્યાલ હતો કે પોતે કરેલ ગુનાઓ ઢાંકવા માટેની આ ચાલ હશે. કારણ કે ગામમાં હવે પોલીસ તપાસે વેગ પકડ્યો હતો અને છુપા વેશે સી આઈ ડી ફરી રહ્યાં હતા. પોતાનો સારો વ્યવહાર બતાવી સરકારી તંત્રને બેવકૂબ બનાવતા હોય એવું લાગતું હતું. પરંતુ એની નજર હવે દેવના ઘર ઉપર વધુ રહેતી હતી. ઘણીવાર એ દેવના પિતા સોમદાની ખબર પૂછવાના બહાને પહોંચી જતા અને દેવની માં સુમિયા સાથે વાતચીત કરવામાં સમય કાઢતાં. સુમિયાને એ ગમતું નહિ. બિમલદાની નજરમાં કંઈક ખોટ લાગતી હતી. કંઈક પડાવી લેવાની લાલચએની નજરોમાં દેખાતી હતી. સુમિયા એને ટાળવા પ્રયત્ન કરતી જેથી આ ઉંમરે પોતાની ખોટી છાપ ના પડે, બદનામી ના થાય.
સવારથી પોલીસની એક ટુકડી અને અધિકારીઓ બિમલદાના ઘરે આવીને બેઠાં હતા. દરેક ટુકડી ગામના લોકો જોડે વાતચીત કરી માહિતી અને સાક્ષીઓ ભેગા કરી રહી હતી. દરેક માટે ચા-પાણી, નાસ્તો, ભોજન ની વ્યવસ્થા બિમલદા એ પોતાના ઘરે કરી હતી. એ માટે ખાસ રસોઈ બનાવનાર અને કામવાળી સ્ત્રીઓને બોલાવેલ હતી. જેથી અધિકારીઓને તપાસ માટે કોઈ તકલીફ નહિ પડે અને પોતાનું સારું દેખાય.
ડો પ્રતિપના લગ્ન વખતે બિમલદા એ ગામના શાહુકારને છાજે એ રીતે દરેક મોભાવાળી વ્યક્તિઓને આમંત્રણ મોકલેલા. તેમાં પોલીસ અધિકારીઓ અને સિપાઈ પણ હતા. એમની જરૂરિયાત મુજબ રસોડાની સ્ત્રીઓ ચા-નાસ્તો પીરસી જતી. કોઈએ દોડતાઆવીને બિમલદાને સમાચાર આપ્યા કે એનો પુત્ર ડો પ્રતિપ ઘરે આવી રહ્યો છે, તે જ વખતે ચા-નાસ્તો લાવનાર સ્ત્રીનો ઘૂંઘટ સરકી ગયો અને તે મોં છુપાવી ઝડપથી અંદર ચાલી ગયી. પરંતુ એક ચાલાક ઇન્સ્પેક્ટરની આંખોને શંકા ગયી.
હાથમાંના રિપોર્ટનું લખવાનું કામ પૂરું કરે અને પોતે હજુ વિચાર કરીને કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચે તે પહેલા તે રસોડા તરફ ગયો પરંતુ એ સ્ત્રી ત્યાં દેખાઈ નહિ એટલે કોઈને પૂછ્યા વગર આવીને બેસી ગયો.
થોડીવારમાં ડો પ્રતિપ પણ ત્યાં આવી પહોંચ્યો. પોલીસની ટુકડી જોઈ એમની પાસે જ બેસી ગયો. ખોવાયેલી વ્યક્તિને શોધવાનું કામ ચાલી રહ્યું એ જોઈ ડો પ્રતિપને ધરપત થઇ. પોતાનું આવવાનું પ્રયોજન જણાવ્યું. બધાએ એના હાલ પૂછ્યા. બિમલદા પણ એની પાસે આવીને ઉભા રહ્યાં. પેલા પોલીસ ઈન્સ્પેક્ટરે આભાનો ફોટો જોવાની માંગણી કરી. જેથી એના મનની શંકા પાકી થાય.
થોડીવાર પછી આભાનો ફોટો લઇ ડો પ્રતિપ બહાર આવ્યો. ઇન્સ્પેક્ટરની ચાલાક નજરોએ એ સ્ત્રીને બરાબર ઓળખી હતી. તેના મગજના ચક્રો ગતિમાન થયા. તે પ્રતિપની સાથે વાતચીત કરી કંઈક વિચારી રહ્યો હતો અને કોઈકે પ્રતિપના કાનમાં આવીને કહ્યું કે બહુરાણી આભાને બસમાં જતી જોઈ છે.
ડો પ્રતિપને આશ્ચર્ય થયું ? શું આભા આ ગામમાં છે ? જો ગામમાં જ હોય તો પછી આમ ગાયબ થવાનું નાટક કેમ કર્યું ? અને પોતાના આવવાથી જતી કેમ રહી ? એ ખરેખર આભા હતી ? કોઈ બેવકૂફ તો નહિ બનાવી રહ્યું હોય. ડો પ્રતિપ વિચારમાં પડી ગયો. કંઈ સૂઝ પડે એવું લાગતું નહોતું.
(ક્રમશઃ )