Kedi No. 420 - 10 in Gujarati Fiction Stories by jadav hetal dahyalal books and stories PDF | કેદી નં ૪૨૦ - 10

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

કેદી નં ૪૨૦ - 10

ચારેબાજુ પહાડના શિખરો અને એ શિખરો પર છવાયેલી લીલી હરિયાળી ,જાણે કે ધરતી ના ઉન્નત ઉરોજો ને લીલી ચુંદડી ઓઢાડી હોય.નીચે ઉંડી ખીણ કે જેમાં કોઇ પડી જાય તો એ ગુમ જ થઇ જાય.અને એમાંય એ પહાડો ના અમુક જગ્યાએ થી નીકળતુ ખળખળ કરતુ વહેતુ ઝરણું.જે આગળ નદી બનીને વહેતુ હતુ.એ નદીનું પાણી જ્યારે પથ્થરો ને ઘસાઇને વહેતુ ત્યારે અદ્ભૂત સુરાવલિ ઉત્પન્ન થતી હતી.પહાડો પર થઇને વહેતી હવા જ્યારે શરીર ને સ્પર્શતી ત્યારે મનમાં ગલગલીયા થાય.એવી સુંદર અને શાંત જગ્યાએ કલ્પના શ્વેત રંગના ડ્રેસ,લાલ રંગની ઓઢણી ઓઢી, ઉભી ઉભી આ અદ્ભૂત દ્રશ્ય નિહાળી રહી હતી.એના સુંદર નયનો ની વચ્ચે કપાળ પર નાનકડી લાલ બિંદી હતી .એના કાળા અને રેશમી વાળ છુટા હતા જેના થી ઠંડી હવા એના વાળ સાથે રમત કરતી એના વાળને લહેરાવતી હતી.એમાં થી એક લટ વારે વારે એના ચહેરા પર આવી જતી .જેને એ હળવેક થી કાન પાછળ સેરવી દેતી.તો ય જિદ્દી લટ ને એના મુલાયમ ગાલ સાથે રમત કરવું ગમતું હશે તે વારેવારે એના ગાલો ને ચુમવા માટે આગળ આવી જતી હતી.કલ્પના નું હ્રદય કોઈક ની રાહ જોવામાં વ્યાકુળ હતું .એની આંખો માં કોઇ કને જોવાની તરસ હતી. વારેવારે.‍કોઇકની યાદ આવી જતાં એના ગાલ શરમથી લાલ થઈ જતા હતા.આ નયનરમ્ય વાતાવરણ જોઇને અચાનક એ ગણગણવા લાગી.

“કોઇ નહિ હૈ ફિર ભી હૈ મુઝકો ના જાને કિસકા ઇંતજાર

હો હો હો ઓ ઓ ઓ

યે ભી ના જાનું લહેરાતે આંચલ કિસકો બુલાયે બારબાર

ના જાને કિસકા ઇંતજાર

એનો મીઠા મધુર અવાજ પડઘો બનીને વાતાવરણમાં ગુંજી ઉઠ્યો.એ આંખો બંદ કરીને અવાજ સાંભળવામાં તલ્લીન થઈ ગઇ.ત્યાં જ એના ખભા પર કોઈ એ હાથ મુક્યો.એ ચોંકી ગઇ.એને પાછળ ફરીને જોયું તો આદિત્ય મંદમંદ હસી રહ્યો હતો.આદિત્ય એ વ્હાઇટ રંગની ટી શર્ટ પર બ્લુ રંગ નું બ્લેઝર પહેર્યું હતું .એને જોઇને કલ્પના નું હ્રદય એક ધબકારો ચુકી ગયું.એને મન થયું કે બસ એ એને જોતી જ રહે.એ અપલક નયને એને નિહાળતી જ રહી ગઇ.

અચાનક આદિત્ય એની તરફ બે ડગલાં આગળ વધ્યો.કલ્પનાના હાથ પકડીને નીચે ઘુંટણીયે બેસી ગયો.અને કલ્પના ના મુલાયમ હાથને એક કિસ કર્યું..કલ્પના નું હ્રદય જોરજોર થી ધડકવા લાગ્યું .એને પોતાના ખિસ્સા માંથી એક રિંગ કાઢીને કહ્યું ,”ખબર નહિ ક્યારથી,કદાચ તને જોઇ છે ત્યારથી જ મારું હ્રદય એક તારા જ નામ ની માળા જપ્યા કરે છે.કેટલી વાર સમજાવ્યું આ મન ને તો ય માન્યું નહિ .અને આખરે મને તારો બનાવીને જ જંપ્યું.જીવન માં કેટલી યે છોકરી ઓ ને મળ્યો.એમની સાથે ફ્લર્ટ કરીને મન બહેલાવ્યું.પણ તું મને કોઇમાં ના મળી.તું કેમ આટલી સરળ,આટલી ભોળી,આટલી માસુમ છે.કેટલી વાર તો વિશ્વાસ નથી આવતો કે તું હકીકત માં છે.લાગે છે કે તું કોઈ ક સ્વપ્ન છે જે આંખ ખુલતાં જ ટુટી જશે.અને હું આ સ્વપ્ન ને તોડવા માગતો નથી.કલ્પના મારે મારું જીવન તારા નામે કરવું છે.જેની સવાર પડે તો આંખો સામે માત્ર તારો ચહેરો હોય.મારું આ જીવન જો હું તને ખુશ જોવા માટે ખર્ચી નાખું તો ય મને ઓછું લાગશે.તું મારા વિશે શું વિચારે છે મને ખબર નથી પણ હું તને એટલો પ્રેમ કરું છું જેટલા ઉંચા આ પહાડ ય નહિ હોય.જેટલી ઉંડી આ ખીણ નહિ હોય.શું તુ પણ એવું જ વિચારે છે.પ્લીઝ કહી દે કે તું પણ મને પ્રેમ કરે છે.નહિ તો ખબર નહિ હું શું કરી બેસીશ”

પણ કલ્પના ના ભાવ બદલાઇ જાય છે .એનો રંગ ઉડી જાય છે.એ આદિત્ય ના હાથમાંથી પોતાનો હાથ છોડાવી દે છે અને બે કદમ પાછળ હટી જાય છે.આદિત્ય ની આંખો માં ઝળઝળિયાં આવી જાય છે અને એ પુછે છે ,”શું તું મને પ્રેમ નથી કરતી.?”

કલ્પના બસ ચુપચાપ ઉભી છે કોઇ જ જવાબ આપતી નથી.આદિત્ય નિરાશ થઇ ગયો .એણે કહ્યુ ,”તારી ખામોશી માં જ તારો જવાબ છે .મને મારો જવાબ મળી ગયો .કદાચ તારા મનમાં એવી કોઇ જ લાગણી નથી.પણ હવે હું શું કરું તું જ મને કહે .તારા વગર એ જીવન નકામું છે જેમાં તું નથી.મારું જીવન જ હવે નકામું છે તો પછી જીવીને શું કરું ?”

એમ કહીને એ ખીણ તરફ આગળ વધ્યો .કલ્પના એને રોકે એ પહેલા જ ઊંડી ખીણમાં ગરકાવ થઈ ગયો.કલ્પના એની પાછળ દોડતી ‘આદિત્ય ……’એવી ચીસ પાડતી ઉઠી જાય છે.એની આંખો ખુલી જાય છે.જુએ છે તો એ પોતાના બિસ્તર પર બેઠી થઈ ગઇ હતી.એ.સી ની ઠંડી હવામાં ય એ પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી.ઘડિયાળમા જોયું તો રાત ના સાડા ત્રણ બતાવતી હતી.એ ઉઠી રસોડામાં જઈને ફ્રિજ ખોલીને પાણી પિધું.અને પોતાના બેડ પર જઇને આડી પડી.મનમાં સવાલ થયો કે ,”કેમ આવા સ્વપ્ન આવે છે.?દિવસે તો હંમેશા દરેક વાતે એની જ વાત મનમાં ચાલતી હોય છે ને અને હવે તો સ્વપ્નાં પણ એના.અને એ પણ કેવાં કે મને પ્રપોઝ કરે છે.શું હું એને નથી જાણતી એ તો ક્યારેય કોઈ એકનો થઈ ને રહે એવો છે ય નહિ તો ય.સંભાળ તારી જાતને.સારું થયું કે મમ્મી પપ્પા ને ખબર નથી.નહિ તો જેના પર એ હંમેશા ગર્વ લેતા હોય છે એ તારા વિશે ખબર નહિ શું વિચારત. .આવાં ગાંડા વેડા તો ન હોય.”

ઠંડી નહોતી વાતી તોય કલ્પના થી ટુંટીયું વળાઇ ગયું .જાણે કોઇનાથી પોતાની જાત ને છુપાવતી હોય.આખરે એણે મન મક્કમ કર્યું કે હવે એ સ્વપ્ન બાબતે વિચાર નહિ કરે .એ માત્ર સ્વપ્ન થી વધું કંઇ જ નથી.અને આદિત્ય ય મારા માટે એક ફ્રેન્ડ્ થી વધારે કંઇ નથી.”એમ વિચારતાં વિચારતાં ક્યારે એની આંખ લાગી ગઇ અને એ સુઇ ગઇ.એને ખબર ના પડી.

બીજા દિવસે કલ્પના ઉઠીને ઘડિયાળ માં જોયું તો સવાર ના સાડા સાત થઈ ગયા હતા.

“હે ભગવાન, સાડા સાત થઈ ગયા? મમ્મી તે મને ઉઠાડી કેમ નહિ? મારે મોડુ થઈ જશે.આજે આદિત્ય ને સાડા આઠે હોસ્પિટલમાં થી ડિસ્ચાર્જ કરવાના છે. એ પહેલા મારે ત્યાં પહોંચવુ પડશે.સાડા સાત અહિયાં જ થઈ ગયા.આજે સોમવાર ના દિવસે ટ્રાફિક માં જ એક કલાક થઇ જશે.હું ત્યાં કેવી રીતે સમયસર પહોંચી શકીશ.?”

“તો તારે એલાર્મ ના મુકી દેવાય.પાગલ,એક તો ભુલ પોતે કરે ને મને સંભળાવે.મને એમકે તારે તો હમણાં ઓફિસે જવાનું હોતુ નથી .એટલે હોસ્પિટલમાં ભલે ને મોડા પહોંચતી.મને શું ખબર હતી કે એને રજા આપવાના છે!સારું તું નહાવા જા હું તારા માટે પૌંઆ બનાવી દઉં છું.”

કલ્પના નહાઇને તૈયાર થઈ જાય છે.સફેદ અને નારંગી રંગ ના ચુડીદાર પહેરી ,એના પર વ્હાઈટ રંગની ઝાલર વાળો નારંગી રંગનો દુપટ્ટો નાખી,હાફ પોની વાળેલા વાળ રાખી ,હાથમાં નારંગી રંગ ની ચુડીઓ પહેરી,નારંગી બિંદી લગાવી જ્યારે કલ્પના બહાર નીકળી ગીતા બેન તો જોઇ જ રહ્યાં .એમના મોઢાંમાંથી નીકળી ગયું ,”હે રામ, કેટલી ગજબ ની ખુબસુરતી!તું આ રીતે તૈયાર થઈને ના જા મને ડર લાગે છે કે ક્યાંક તને કોઇની નજર ના લાગી જાય.”

એમ કહીને ગીતા બેન પોતાની આંખોમાંથી કાજળ લઇને કલ્પના ની ગરદન પર ટપકું કરે છે.”નજર ના લાગે મારી્ રાજકુમારીને.કોને ઘાયલ કરવા જાય છે આદિત્ય ને?એ બિચારો તો પહેલેથી જ ઘાયલ થઈ ને પડ્યો છે.”

“શું તું ય મમ્મી ?મને જવા દે મોડુ થાય છે.” કલ્પના એ હસતાં હસતા કહ્યું .

“સાંભળ ,આ દુધી નો હલવો લેતી જા.સારો લાગશે એને.અને કાલે સાંજે એને આપણા ઘરે જમવા આવવાનું કહી દેજે.”

“સારું, તો હું જઉં હવે.ઓકે” એમ કહીને કલ્પના નવજીવન હોસ્પિટલમાં જવા નીકળે છે.

કલ્પના હોસ્પિટલ ના કોરિડોર માંથી થઇને જતી હોય છે.પણ એક દરવાજા માં એનો દુપટ્ટો ફસાઇ જતા એ છોડાવવા રહી જાય છે.આખરે એ આદિત્ય ના રુમ માં જઇને જુએ છે તો સાનિયા આદિત્ય ને ભેટેલી હતી. આ જોઇને કલ્પના ની સ્માઇલ ગાયબ થઈ ગઇ.કલ્પના ત્યાં જ ઉભી રહીને જોયા કર્યું પછી એ રુમ ની બહાર નીકળી ગઇ.સાનિયા આદિત્યને ભેટીને રડયે જ જતી હતી કે આદિત્ય ની હાલત ની જવાબદાર એ છે અને આદિત્ય એને સાંત્વના આપતો હતો કે જે કંઈ પણ થયું એમાં એનો કંઇ જ વાંક નથી.પણ સાનિયા માની જ નહિ એ વારે વારે એક જ વાક્ય બોલ્યે જતી હતી કે જ્યાં સુધી આદિત્ય એને માફ નહિ કરે ત્યાં સુધી એ આદિત્ય ને નહિ છોડે.સાનિયા ને ત્યારે ખબર જ હતી કે કલ્પના આ જુએ છે તો એ કલ્પના સામે જ એ કરવા માગતી હતી.જેથી કલ્પના એ દ્રશ્ય જોઇને જ આદિત્ય નો વિચાર મનમાં થી કાઢી નાખે.આદિત્ય એ કલ્પના ને રુમ માં આવીને પાછાં જતા જોઇ પણ એનું ધ્યાન ત્યારે સાનિયા ને ચુપ કરાવવામાં વધારે હતુ.એટલે એણે વધારે ધ્યાન ના આપ્યું .

કલ્પના રુમ ની બહાર નીકળી ને ગુસ્સામાં પોતાના દુપટ્ટાને પોતાની આંગળીઓ પર વીંટવા લાગી.મનમાં એવી આગ લાગી હતી “એવું વળી શું દુખ કે પોતે હોસ્પિટલમાં બધાની વચ્ચે છે એનું ય કંઈ ભાન નથી !બધાની વચ્ચે આ રીતે ભેટી પડાય.કોઈ જાત ની શરમ જેવું છે કે નહિ સાનિયા માં અને આ ય કેવો પેલી ના આ રીતે ભેટવાની મજા લે છે.પાંચ મિનિટ થી ભેટી રહ્યો છે તોય એના થી અલગ થવાનું નામ જ લેતો નથી .એ ય દેખાય છે કે હું ત્યાં ઉભી છું તોય શરમ આવતી નથી “

“પણ તને એમાં આટલો ગુસ્સો શેનો આવે છે?”એના મને પ્રશ્ન કર્યો .

“ગુસ્સે ના થઉં તો શું કરું ?એની સામે પાંચ મિનિટ થી ઉભી છું દેખાય એને ?.પણ ના બધું ધ્યાન જ પેલી માં છે ને મને તો આવકાર ય શેનો આપે .!જાણે કે હવે મારી કંઈ જરુર જ નહિ!”

થોડી વાર પછી પોતાનો ગુસ્સો થોડો ઓછો થયો એટલે રુમ માં ગઈ.જઇને જોયું તો આદિત્ય સાનિયા સાથે હસી હસીને વાત કરતો હતો .અને સાનિયા ય બહુ લળી લળીને વાત કરતી હતી.એ જોઇને તો ગુસ્સા ની આગ ફરી ભડકવા માંડી.કલ્પના જઇને બેઠી.એ બંન્ને હજુ ય વાત કરે જતા હતા.થોડી વાર પછી સાનિયા એ એમ કહીને રજા માંગી કે મારે ઓફિસ જવાનું મોડું થાય છે.અને કહ્યું ,” કલ્પના ,પ્લીઝ ટેક કેર ઓફ હિમ .આખી ઓફિસ નો ફેવરિટ છે.એટલે એને કંઈ થઈ ના જાય એનું ધ્યાન રાખજે. સારુ હું જાઉં છું બાય.”

“હા હા જાને તનેરોકે છે ય કોણ ?તું જાય તો વાતાવરણ થોડું સારું થાય જેને તે બગાડી દીધું છે.ચુડેલ નહિ તો.” કલ્પના ના એક મને કહ્યું .

“સારું,બાય”કહીને કલ્પના એ પ્લાસ્ટિકીયું સ્માઇલ આપ્યું.પછી ઉભી થઈ ને ગુસ્સા માં જ આદિત્ય માટે એપલ કાપવા લાગી.એપલ કાપતાંય એના મનમાં સાનિયા ના આદિત્ય ને ભેટવાનું દ્રશ્ય ખસતું જ નહોતુ.આદિત્ય ને કલ્પના નો ગુસ્સો દેખાતો હતો .પણ એનું કારણ નહોતું સમજાતુ.પછી મનમાં થયું કે હશે ઘરમાં થી આન્ટી જોડે ઝગડીને આવી હશે.એટલે હવે મને એનો શિકાર બનાવતી હશે.

“જોયું,મારો ખ્યાલ રાખવા નું કહેતી ગઇ કેમ કે હું બધાનો ફેવરિટ છું ને.”આદિત્ય એ વાતાવરણ હળવું કરવા મમરો મુક્યો.

“હા,ખબર છે મને .અને આ જ વાત તારા મોએ થી અત્યાર સુધી માં હજાર વખત સાંભળીચુકી છું .હવે તો સાંભળીને સાંભળીને કાન પાકી ગયા.તું એક કામ કેમ નથી કરતો તારા ગળામા બોર્ડ લટકાવીને કેમ નથી રાખતો કે આજકાલ ન્યુજ ચેનલ ની ઓફિસ માં તું બધાનો ફેવરિટ છે એટલે તને કંઇ થવું ના જોઇએ .એટલે આખી દુનિયા તારી કાળજી રાખશે..અને અત્યાર સુધી આટલા દિવસ થી તારી કાળજી લઉં છું તોય તને ઓછું લાગે છે તો બોલ ને શું કરું કે તને વિશ્વાસ આવે કે હું તારો ખ્યાલ રાખું છું”એમ કહીને કલ્પના એ એપલ અને પ્લેટ બંન્નેને ટેબલ પર જોરથી પછાડ્યા.અને કાળઝાળ થઈ ને બેસી ગઈ.

“અરે બાપરે!તું તો રાતી પીળી થઈ ગઇ .શું થયું કલ્પના ?ઘરે આન્ટી જોડે ઝગડો થયો કે શું ?જેનો ભોગ મારે બનવું પડે છે.મે તો માત્ર તને હસાવવા માટે મજાક કરી હતી.એમાં તું કાલીમા બની ગઇ.મારે આન્ટી ને આવીને સમજાવવું પડશે કે તમે મારા પર દયા ખાઇને ય કલ્પના ને વઢો નહિ.નહિ તો હું એકલો ક્યાં સુધી સહન કર્યા કરું.?”

“આવી વાહિયાત વાત થી હું હસી પડીશ એવું માની કેમ લીધું તે.હું કંઇ સાનિયા છું કે તારી સ્ટુપિડ જેવી વાતો પર દાંત કાઢીને હસી પડું!”

“ઓઓહ હ,તો એમ વાત છે. .મને ય કેમ મગજ માં ના આવ્યું .એણે તારી સાથે સરખી રીતે વાત ના કરી એટલે ને.પણ એનું વધારે ખોટું ના લગાડ એ છે જ એવી મારા સિવાય બધાથી ઓછી જ વાત કરે છે.”

“મને શું પડી હોય એ મને ના બોલાવે તો મારે શું?હું કંઇ એટલે થોડી ગુસ્સો કરતી હતી કે એણે મારી સાથે સરખી વાત ના કરી .હું તો એટલે ગુસ્સો કરતી હતી કેમકે…..”કલ્પના અધુરા વાક્યે ચુપ થઈ ગઇ.એને મનમાં થયું “આ હું શું બોલી રહી છુ?”

“કેમ કે ?”આદિત્ય પુછ્યુ .

“કેમ કે મમ્મીએ તને કાલે સાંજે ડિનર પર ઇન્વાઇટ કર્યો છે.મે કેટલી સમજાવી કે એક વાર ઇન્ટરવ્યુ લેવા જવાનું ચાલુ થઈ જશે પછી અમારે ઓફિસ ના બીજા કામ કરવા ય રોકાવું પડે.એટલે અમને બંન્ને ને સમય નહિ મળે તું નાહક ની હેરાન થઈ જઇશ.પણ માનતી જ નથી કે તારે એને લઈને જ આવવું પડશે.એટલે બસ ઝગડો થવાથી મુડ ખરાબ હતો .કલ્પના એ બીજું બહાનું બનાવ્યું.

“ઓહો ,તું ય છે ને .મને એમ કે ખબર નહિ શું હશે? આટલી નાની અમથી વાત માટે આન્ટી જોડે ઝગડો કરી દીધો ને .નાહક નો ઝગડો કરીને આન્ટી નો ય મુડ ખરાબ કર્યો હશે ને હવે મારી પત્તર ફાડવા બેઠી છે.તારે જવાબ આપતા પહેલા મને પુછી તો લેવાય ને .તને અજય સર ની જ ચિંતા છે ને એમની તું ચિંતા ના કરીશ.હું કહીશ તો એ આપણ ને બંન્ને ને એક દિવસ ની રજા વધારે આપી દેશે.તને ખબર છે ને હું એમનો કેટલો ફેવરિટ છું ?”

કલ્પના એ વાક્ય પર ગુસ્સે થી જોયું એટલે આદિત્ય બોલ્યો ,”સોરી,ફરી થી મોઢામાં થી નીકળી ગયું.પણ હું ટ્રાય કરીશ કે ફરીથી આ વાક્ય નહિ બોલું .તું કેતી હોય તો ફેવરિટ,પ્રિય જેવા શબ્દ ને મારી ડિક્શનરી માંથી કાઢી નાખીશ.બસ!એમ્પ્લોય બોલીશ તો ચાલશે ને કે પછી એના માટે ય કર્મચારી વાપરતા શીખી જવું પડશે.”

કલ્પના હસી પડીને બોલી,”તું ય છે ને તારાથી તો ય કોઈ વધારે સમય માટે ગુસ્સે ય ના રહી શકે.સારું હવે નહિ ગુસ્સો કરું .અને મમ્મી ને ય કાલ સાંજના ડિનર માટે કહી દઇશ. બસ”

“ પણ હજુ ય બહુ સિરિયસ પ્રોબ્લેમ તો ઉભો જ છેને”આદિત્ય એ ગંભીર થઇને કહ્યું .

“કેમ ,કેવો પ્રોબ્લેમ ?”કલ્પના એ આશ્ચર્યથી પુછ્યું .

“ એ જ કે ફેવરિટ અને પ્રિય ની જગ્યાએ કયો વર્ડ યુસ કરું?આદિત્ય એ ગંભીરતા થી કહ્યું .

“આદિત્ય….”કલ્પના એ ખોટુ ખોટું ગુસ્સે થતાં બાજુમા પડેલું ઓશિકું આદિત્ય ને માર્યું.

“આહ,…….કેટલું જોરથી માર્યું .તને હોસ્પિટલમાં આટલી બેરહમીથી એક પેશન્ટને મારતા દયા નથી આવતી.આદિત્ય એ હાથ દબાવતા કહ્યું .

“સોરી સોરી સોરી.વધારે વાગી ગયું કલ્પના આદિત્ય નો હાથ પકડીને જોવા લાગી એટલે આદિત્ય હસી પડ્યો ને બોલ્યો .”ઓશિકા થી ય કોઇને વાગતું હશે.તું તો સાચે જ સિરિયસ થઈ ગઇ.હું તો તને ચીડવતો હતો.”

કલ્પના એ હાથ પાછો ખેંચી લીધો એટલે આદિત્ય બોલ્યો ,”તું કેટલી માસુમ છો કોઇની ય વાત પર બહુ જ જલ્દીથી વિશ્વાસ કરી લે છે.”એમ બોલીને કલ્પના ની સામે જોઇ જ રહ્યો .

આદિત્ય ની નજર થી એના દિલમાં હલચલ મચી ગઇ.અને એની નજર ના સહેવાતા હું જરા બહાર તપાસ કરીને આવું છેકે પોણા નવ થવા આવ્યા તો ય ડોક્ટર કેમ ના આવ્યા.”એમ બોલીને રુમ ની બહાર નીકળીને કોરિડોર ની બેંચ પર બેસી ગઇ.

આદિત્ય એ માસુમ શબ્દ નો પ્રયોગ કર્યો એટલે કલ્પના ને રાતે જોયેલું સ્વપ્ન યાદ આવી ગયું.ને એના દિલમાં હલચલ વધી ગઇ.એના નસનસમાં લોહી ફરી વળ્યું હોય એવું લાગ્યુ.એક અજીબ બેચેની થવા લાગી.મનમાં બોલી ,”આ સ્વપ્ન ને ભુલી જવા માટે જેટલો પ્રયત્ન કરું તો ય કોઇને કોઇ વાતે એ યાદ આવી જાય છે.ખબર નહિ આ સ્વપ્ન મારો પીછો ક્યારે છોડશે.”

“કંટ્રોલ યોરસેલ્ફ કલ્પના ,એમ જ વિચાર કે તારા માટે આ સ્વપ્ન નું કોઇ જ મહત્વ નથી.પછી યાદ આવે તો ય શું ?”એમ મનમાં બોલી મન મક્કમ કરી લીધું .ને સ્વસ્થતા ધારણ કરીને પાછી આદિત્ય પાસે આવી.

રુમ માં આવીને જોયું તો એક નર્સ આદિત્ય નું બી.પી.ચેક કરતી હતી.આદિત્ય એની જોડે હસીને વાત કરી રહ્યો હતો.અને એના ચહેરા પર સ્માઇલ જોઇને કલ્પના આદિત્ય ને જોવામાં જ ખોવાઇ ગઇ.

આદિત્ય ની સ્માઇલ,એનીવાતચીત ની સ્ટાઇલ, પેશન્ટનો યુનિફોર્મ ને કપાળ પર બાંધેલી પટ્ટી તો ય આ રીતે ય કેટલો હેન્ડસમ લાગે છે.એમ વિચાર જ કરતી હતીત્યાં .અચાનક નર્સ બાજુમાં આવી અને બોલી ,”મેમ, નર્સના અવાજથી ચોંકીને એણે નર્સ ની સામે જોયુ તો નર્સ બોલી”,તમને આદિત્ય બોલાવે છે.”એટલે સ્વસ્થતા ધારણ કરી ને આદિત્ય પાસે ગઇ.

“તમે એકદમ ફિટ &ફાઇન છો.તમે બધી ફોર્માલિટી પુરી કરીને જઇ શકો છો.”એમ કહીને ડોક્ટર બીજા પેશન્ટ નું ચેકઅપ કરવા લાગ્યા .

ફોર્માલિટી નું યાદ આવતાં જ કલ્પના ટેન્શન માં આવી ગઇ.એને ટેન્શન માં જોતા જ આદિત્ય એ પુછ્યું ,”પાછું શું થયું ?કઇ ચિંતા માં પડી ગઇ.?

“ફોર્માલિટી તો મે કંઇ કરી જ નથી .હવે તને રજા ખબર નહિ ક્યારે મળશે?”

“ઓહો ,આ તો બહુ મોટી સમસ્યા થઈ ગઇ.હું તો હોસ્પિટલમાં જ કેદ થઇ જઇશ.અને ઓફિસ મારા વગર સુની થઈ જશે.?”

“એમ નથી કહેતી .હું તો એેમ કહું છું કે હવે અત્યારે ફોર્માલિટિ પુરી કરવાનું ચાલુ કરીશ તો સાંજ પડી જશે.”

“ડોન્ટ વરી ,ફોર્માલિટિ માટે અજયસરે સંદીપ ને મોકલ્યો છે.એ બિલ ય ભરી દેશે .”

ત્યાં સંદીપ આવી જાય છે અને બોલે છે ,”સોરી આવવામાં જરા મોડુ થઇ ગયું .પણ મોટા ભાગનું કામ મે કાલ કમ્પ્લીટ કરી દીધું હતુ.માત્ર બિલ ભરવાનું બાકી છે.ું અડધા લાક ાં ભરી ઇએ ને છી ીકળીએ.”

“સંદીપ સંદીપ ,હું પણ આવું તારી સાથે.તને હેલ્પ થઈ જશે.એમ કહીને કલ્પના ઉભી થઈ ને સંદીપ જોડે જતી જ હતી ત્યાં આદિત્ય એ એનો હાથ પકડી લીધોને બોલ્યો ,”પ્લીઝ ,મારી સાથે અહિયાં જ રહે ને.તું જતી રહીશ તો હું એકલો થઈ જઇશ.”

“તું બેસ એની સાથે હું કરી લઇશ.જો જરુર હશે તો તને બોલાવી લઇશ.”

કલ્પના બેસી ગઇ.કલ્પના આદિત્ય માટે એપલ કાપવા લાગી.પહેલીવાર કલ્પના ને સમજ નહોતુ આવતુ કે એ આદિત્ય સાથે શું વાત કરે.એ બસ ચુપચાપ એપલ કાપે જતી હતી.

આદિત્ય થોડી વાર તો કલ્પના ને જોઇ જ રહ્યો પછી બોલ્યો,”રહમ કર બિચારા પર!”

“કોણ બિચારુ?”

“એપલ ,બીજું કોણ ?હજુ કેટલુ છોલીશ બિચારા ને?જરા જો તો ખરી છોલીછોલીને મોટો ભાગ તો તે છાલ સાથે જ જવા દીધો છે.હજુ છોલીશ તો બીજ સિવાય કંઈ નહિ બચે .પછી મારે શું ખાવાનું બીજ?”

કલ્પના એ જોયું તો મોટા ભાગ નું એપલ છાલ સાથે જ જતું રહ્યું હતું.”ઓહ ,ખબર નહિ મારું ધ્યાન જ ન રહ્યું .હું તને બીજું કાપી આપું છું”

“એ જ તો વાત છે કે તારું ધ્યાન ક્યાં છે?કયા વિચારોમાં ખોવાયેલી છે ?”

“કંઇ નહિ.”

“કંઇ નહિ? સાફ સાફ દેખાય છે કે તું ક્યારની કંઇક વિચારી રહી છે.એમાં ને એમાં આ બિચારાને ખાવાલાયક ના રાખ્યું અને તુ કહે છે કે કંઈ જ નથી !”

એટલામાં સંદીપ આવી ગયો.એને જોઇને કલ્પના ને હાશ થઈ કે હવે આદિત્ય ના પ્રશ્ન નો જવાબ નહિ આપવો પડે.એણે કહ્યું ,”બધું કામ પતી ગયું છે.તમારા માટે બહાર રિક્ષા ય તૈયાર છે.કલ્પના તું આદિત્ય ને ઘરે મુકી આવ એ આજ નો દિવસ આરામ કરીલે.કાલ થી ફરી પાછું એને કામે જ લાગવાનું છે.અને તું ય ઘરે જઇને આરામ કરજે.એવું અજય સરે તમારા બંન્ને માટે કહેવડાવ્યું છે.કાલ થી તમારો ઓફિસમાં કામકાજ શરુ .એટલે આજે બંન્ને આરામ કરી લો.હું જઉં છું ઓફિસમાં.ઓકે.”

બંન્ને ય બધો સામાન પેક કરીને આદિત્ય ને ત્રણે ય જણ હોસ્પિટલમાં થી બહાર આવ્યા.બહાર આવીને સંદીપ બંન્ને ની રજા લઇ નીકળી ગયો.અને આદિત્ય અને કલ્પના રિક્ષામાં બેસી ને આદિત્યના ઘરે ગયા.

આદિત્ય સેટેલાઈટ જેવા પોશ એરિયા માં આવેલા શાંત અને સુંદર એવા યશવર્ધન વિલામાં રહેતો હતો.એના ઘરની એન્ટ્રેન્સમાં ગાર્ડન અને બાજુમાં આવેલું બંગલા જેવું વિશાળ મકાન.મકાન ની ની સાઇડમાં કાર પાર્કિંગ માટે ની જગ્યા પણ હતી.બંન્ને જણા ઘરના હોલમાં આવ્યા.છત પર વિશાળ ઝુમર ,સજાવટ માટે ફ્લાવર પોટ્સ,દિવાલ પર લગાવેલી પેઇન્ટિંગ્સ અને હોલમાં રાખેલા વિશાળ સોફા અને તેની આગળ સુંદર કોતરણી વાળું કલાત્મક ટેબલ.સામે ની દિવાલ પર એક વયસ્ક દંપતિ ની વિશાળ તસવીર પર સુખડ નો હાર ચડાવેલ હતો.જેના પર થી જણાતુ હતુ કે એ બંન્ને મ્રૃત્યુ પામ્યા હતા.

“આ છે બંદાનું ગરીબખાનું.વેલકમ ટુ માય હાઉસ.કહીને આદિત્ય એ હાથ થી કલ્પના ને સોફા પર બેસવા ઇશારો કર્યો .

“આને તું ગરીબ ખાનું કહીશ તો હું તો એ જ ઇચ્છા રાખું કે દેશના બધા ગરીબો પાસે આવું જ ગરીબખાનું હોય.બીજું કોણ કોણ રહે છે ઘરમા ?”

“ઘર નહિ મકાન કહીશ તો વધારે સારું લાગશે.ઉજ્જડ મકાન.જેમાં હું એકલો જ છું.બે ત્રણ નોકરો છે પણ મારું પોતાનું કહી શકાય એવું તો કોઇ જ નહિ.”

“કેમ ,તારા મમ્મી પપ્પા ,ભાઇ ,બહેન કોઇ જ નથી?”કલ્પનાએ ગંભીર થઈ ને પુછ્યું .

“મારી એક નાની બહેન હતી.અર્પિતા નામ હતું એનું .પણ એને હ્રદય ની બિમારી હતી તે સાત વરસની હતી ત્યારે જ મરી ગઇ હતી.એ પછી તો મારા મમ્મી પપ્પા ને હું.અમે ત્રણ જ જણ હતા.પપ્પા એ પોતાનું બધું ધ્યાન હંમેશા હબિઝનેસ પર જ આપ્યું હતુ. એટલે અમે સંપત્તિની બાબત માં તો હંમેશા સધ્ધર રહ્યાં .પણ પ્રેમ ની સંપત્તિ માં હંમેશા ગરીબ જ રહ્યાં .મારા મમ્મી પપ્પા વચ્ચે કયારેય સુમેળ નહોતો.મારા પપ્પા માટે મારી મમ્મી હંમેશા ગમાર,ડફોળ અને ગામડિયણ જ રહી .ક્યારેય કોઇ ફંક્શન માં સાથે લઇને ના જતા.ક્રોધ વધારે આવી જતો ત્યારે હાથ પણ ઉપાડી લેતા.હું ડરીને મા ની પાછળ સંતાઇ જતો.પણ એકવાર કોઈક જરુરી કારણસર મારા પપ્પા મારી મમ્મીને પુના સાથે લઇ ને ગયા હતા.ત્યારે કાર એક્સિડન્ટ માં બંન્ને મ્રૃત્યુ પામ્યા.આ ઘટના બની એના અમુક જ દિવસ પહેલા મારી મમ્મી એ મારી પાસેથી વચન લીધું હતું કે,”હું ક્યારેય કોઇ સ્ત્રી ની આંખમાં આવતા દુખના આંસુ નું કારણ ના બનું.કલ્પના ,એ દિવસ થી આજ સુધી હું દરેક ક્ષણે એ વાત નું ધ્યાન રાખું છું કે હું મારી મમ્મીને આપેલા વચન નું પાલન કરું છું કે નહિ.”એમ બોલતાં બોલતા આદિત્ય એકદમ ગંભીર થઇ ગયો.

“એક વાત કહું આમ તો આપણ ને મળ્યે ઘણાં દિવસ નથી થયા પણ જેટલો તને ઓળખી શકી છું એક વાત તો ખાતરી પુર્વક કહી શકું છું કે ક્યારેય તારા લીધે કોઇ જ સ્ત્રી ની આંખમાં આંસુ નહિ આવ્યા હોય અને આવશે ય નહિ.”

“ખરેખર.?”

“હા,ખરેખર .”

“ચાલો ,એટલો ભરોસો તો આવ્યો મેડમ ને મારી પર..!.અરે હું ય કેવો બેવકુફ છું તું પહેલી વાર મારા ઘરે આવી છે ને તને ઠંડુ કે ગરમ કંઇ પુછ્યું ય નહિ.શું લઇશ ઠંડુ કે ગરમ ?એક્ચુલી તું મારા હાથ ની કોફી પીને જો .એકદમ મજા આવી જશે..”

“કોફી?આદિત્ય ,બપોરના બાર વાગ્યા છે .તને ભુખ નથી લાગી.જમવાનું કંઈ વિચાર્યું કે નહિ?”

આદિત્ય એ ના માં ડોકું ધુણાવ્યુ.

“તું મને કિચન બતાવ ક્યાં છે .હું હમણાં જ જઇને તારા માટે કંઇ બનાવી આવું છું.ત્યાં સુધીમાં તું આ હલવો ખા.”કલ્પના એ પર્સ ખોલીને એમાંથી ડબ્બો કાઢીને આદિત્ય ના હાથમાં મુકી દીધો .

“ગ્રેટ,આ તો મને બહુ ભાવે છે.સુગંધ તો સરસ આવે છે.કોણે બનાવ્યો ?તે?”

“ના.મમ્મીએ બનાવ્યો છે.”કલ્પના એ ચોખવટ કરી.

“તને ય કંઈ બનાવતા આવડે છે કે નહિ?”આદિત્ય એ મજાક કરતાં હોય એ રીતે સ્માઇલ કરતાં પુછ્યું .

“તું મને કિચન તો બતાવ પછી હું તને બતાવું છું કે મને શું બનાવતા આવડે છે.”

“ઓકે,પણ પહેલા તારે મારા હાથ ની કોફી પીવી પડશે.પછી તું બનાવતી રેજે જે બનાવવું હોય એ.

થોડી વારમાં આદિત્ય કિચન મા જઇને કલ્પના માટે કોફીનો મગ ભરીને લઈ આવ્યો .અને પોતે હલવો ખાવા લાગ્યો.ખાતા બોલ્યો ,”હંઅ ,શું ટેસ્ટી હલવો બનાવ્યો છે આન્ટીએ સાચે હં આન્ટીના હાથમા જાદુ છે.”

“જાદુ તો તારામાં લાગે છે આદિત્ય .ખબર નહિ કેમ પણ બસ એમ જ ઇચ્છા થાય છે કે તને અપલક નયને જોઇ જ રહું .એક ગજબ નું આકર્ષણ છે તારામાં જે મને તારી તરફ ખેંચી રહ્યું છે.કલ્પના કોફી પીતા પીતા આદિત્ય ને ખાતાં જોઇ જરહી .અને એને જોતાં જોતાં જ મનમાં આ બોલી.

“હં,કંઈ કહ્યું તે?”આદિત્ય એ પુછ્યું .

કલ્પના એ ના માં ડોકું ધુણાવ્યું.

“ખબર નહિ મને કેમ એવું લાગ્યુ કે તે કંઈક કહ્યું “એમ કહીને પાછો હલવો ખાવા લાગ્યો.

કલ્પના ને થયું ક્યાંક આને ખબર ના પડી જાય કે હું મનમાં શું વિચારું છું.ને એય કોફી પીવા લાગી.

***