Atityud Dairy in Gujarati Motivational Stories by Vishal Teraiya books and stories PDF | એટીટ્યુડ ડાયરી

Featured Books
Categories
Share

એટીટ્યુડ ડાયરી

Chapter 1

“વિશાલ” વાત

“હંમેશા હજારો કિલોમીટર ના સફર ની શરૂઆત તો એક નાનકડા ડગલાં ને માંડવા થી જ થાય છે.”-લાઓ ત્જુ

મારા પ્રિય સર્જક સ્ટીવ જોબ્સ એ એક અદ્ભુત વાત કહી છે કે “તમારો સમય એ ખૂબ જ મર્યાદિત છે તો શું કામ તમે એ સમય બીજા ની જિંદગી જીવવા માં બગાડો છો.”બીજા ના અભિપ્રાયો અને વિચારો માં જીવવા ને બદલે પોતાની અંદર રહેલા જ્વાળામુખી ને બીજા ની નબડી વાતો થી ઠંડો ના પડવા દો. એ અગ્નિ ને તમારા દિલ માં હમેશ માટે રાખો જેથી તમારું મન જે કરવા માંગે છે,અંદર નો એ પોકાર ને સાંભળી ને જે કરવું હોય એ કરો. બીજા ની વાત ને ગણકાર્યા વગર ફ્ક્ત એ સપના ને લાગી રહો, અને એના માટે ફ્ક્ત એક જ વસ્તુ આવકારી છે એ છે તમારા દિલ અને ઇનટ્યુસન ને ફોલો કરવું, જીવવું અને બસ એમાં જ ખોવાઈ જવું બીજું બધુ જ ગૌણ છે.

મિત્રો, ગમે તેવી પરિસ્થિતી અઘરી કેમ ના લગતી હોય પણ તમારે હમેશ ને માટે ફ્ક્ત બે હથિયાર સાથે રાખવાના છે, અડીગ હિંમત અને હાસ્ય,પછી તો ભાઈ ગમે તેટલી કપરી પરિશ્થિતિ હોય ને એને તો રમતા-રમતા પાર ઉતારવાની હોય.ભગવાન નું આ એક અદ્ભુત ક્રિએશન નું નામ છે લાઈફ બોલે તો જિંદગી, અને જિંદગી માં સક્સેસ્સ (સફળતા) એ કે કોઈ સ્થળ નથી કે ત્યાં પોહચી જાય એટ્લે બધુ જ પામી લીધું પરંતુ જિંદગી માં સક્સેસ એ તો એક રસ્તો છે જર્ની છે એને મોજ કરતાં કરતાં પસાર કરવાની હોય છે. જિંદગી માં દરેક બાબત ને કે રીતે ક્ષણે-ક્ષણ જીવવી ને એ મૂલ્યાંકન કરવા જેવી બાબત છે. કેટલું જીવ્યા એના કરતાં કેવું જીવ્યા એ મહત્વનું છે.

“અમને નાખો જિંદગી ની આગ માં,

આગ ને પણ ફેરવીશું બાગ માં,

સાર કરીશું સહુ મોરચા,

મોતને પણ આવવા દો લાગ માં ! " – શેખાદમ આબુવાલા

આ જિંદગી તો મારા માટે એક રોલરકોસ્ટર ની રાઈડ જેવી છે ક્યારેક ઉપર ક્યારેક ધડામ દઈ ને નીચે,અને એ તો રેહવાનુ અને હોવું જ જોઈએ. આ લાઈફ કઈ શાંતિ થી, ચલાવી લઈ ને કે સેટલ થઈ ને એક ડમ નિરુત્સાહી જીવન જીવવા ને બદલે એક દમ રોમાંચિત,ઉત્સાહિત અને ગાણિતિક-રિસ્ક ને સાથે રાખી ને જીવવાની મજા જ ઓર હોય છે.

માનવી ને આ દુનિયા ના ક્રિયેટર દ્વારા 10 cm x 10 cm ખોખા માં મસ્ત પૅકિંગ કરી ને એક સરખુ જ મગજ પાર્સલ કરવામાં આવ્યું છે પણ હવે એ તો આપણી ઉપર છે કે આ ડાબલી માં જે આપ્યું એને કેવો આકાર આપવો,કેવું બીજ વાવવું અને "વિશાલ" વૃક્ષ નું નિર્માણ કરી ને બીજી લાખો- કરોડો વિભૂતિ માટે એક પ્રેરણા,એક આશા અને એક નવી દિશા કે જે એ દરેક ને ઉડવા માં મદદ કરે.

સફળતા એટ્લે સૂર્યદય થી સંધ્યા ની વચ્ચે લેવાતા નાના-નાના સપના પૂર્ણ કરવાના પ્રયત્ન, એ તરફ ની આપનું ડેડિકેશન, એફર્ટ અને સૌથી મહત્વ નું કોએ પણ કામ ને સારું કર્તા પહેલા એ કામ પર નો વિશ્વાસ એ આખી રમત ને જીત આપવી ડે છે.આપના જીવન માં કે કોઈ પણ મહાન કાર્ય જ્યારે કરવામાં આવે છે અને એ કાર્ય માં અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થાય છે અને એનો જો નિષ્કર્ષ કાઢવામાં આવે ને તો એ જ હોય છે ગમે તે કાર્ય જે 2 કે 5 વર્ષે પૂર્ણ થવાનું હોય તેને એક-એક માં ભાગ પડી દેવામાં આવે તો કોઈ પણ મંજિલ દૂર ને લાગે.

“તમે જ્યાં હોય ત્યાંથી,જેટલું કરી શકો એટલું

પૂરા દિલ થી જો લગાવો તો

‘વિજય’ માટે બીજો કે વિકલ્પ નથી” – પ્રેસિડેંટ રૂસવેલ્ટ

આપણે આપ ખુદ થી,તમરી જિંદગી થી શું જોઈ એ છે એને એ માટે ફ્ક્ત એજ વાત પર આધાર રાખે છે કે આપણે એ કાર્ય ને માટે કેટલા પ્રયત્ન કરી એ છે અને સાથે એ જ અશક્ય લગતા કામ માં વિશ્વાસ કેટલો છે .

આપણે જીવન માં કોઈ પણ,કયાઁ પણ અને ક્યારે પણ ધારેલું પામી શકીએ છે અને એ કોઈ છેલ્લું સ્થળ ના હોય કે જીત આપની થઈ પરંતુ વાત હોય છે જીત (સ્થળ) ની યાત્રા ની ,રોજે રોજ ની જીત ની અને પછી એ મુકામ એ હાંસિલ થાય છે.નાના – નાના ટપકા (પોઈન્ટ) ને જોડી ને જ એક લાંબી લાઈન તૈયાર થશે.

“Your Problem is the bridge the gap between where you are now and the goals you intend to reach” – Earl Nightingale

(Life : To be continued)

Chapter 2

એટ્ટીટ્યૂડ ડાયરી

વાત કલામ સાહેબની

“ક્યારેય પણ પહેલી જીત પછી રોકાઈ ના જવું, જો તમે બીજા કામ ના નિષ્ફળ થશો તો તમારી પહેલી જીત ને ભાગ્ય નું નામ આપવા માટે હજારો લોકો આતુરતાથી તૈયાર હશે”---ડો. એ.પી.જે.અબ્દુલ કલામ

કલામ સાહેબ કે જે એક પ્રેસિડેંટ ,એરો-સ્પેસ એંજીનિયર,પ્રોફેસર,ટીચર,લેખક અને એક હાર્ડ વર્કિંગ દેશ પ્રેમી હતા. એ હમેશા દરેક ભારતીય માટે એક ઉર્જા અને મોટિવેશન નું પાવર હાઉસ રહ્યા છે.જેમની આત્મકથા “Wings of Fire” તથા ઘણા બધી વાતો કે જેમનો Winning એટ્ટીટ્યૂડ ને દર્શાવે છે જેમની વાર્તા કે એવા એટ્ટીટ્યૂડ સાથે કામ કરવા માટે પ્રેરિત કરે નીચે બતાવી છે.

  • ફેઇલ્યુર ને મેનેજ કરવું
  • કલામ સાહેબ હમેશા કહેતા કે આપણે ફેઇલ્યુર થી ડરી ને ભાંગી-તૂટી ના પડતાં ફેઇલ્યુર ને શાંતિ થી જોવો પછી અને એ સુધારવનું તો ખરું જ પરંતુ એને મેનેજ કરતાં સિખવું જોઈ એ,હેન્ડલ કરતાં સિખવું મહત્વ નું છે. જ્યારે પણ તમે કોઈ પણ કાર્ય કરવાના તેમાં પ્રોબ્લેમતો આવવાની જ અને એમાં જ મજા છે.

    પ્રોબ્લેમ ને તમારી શીપ(જહાજ) રૂપી લાઈફ નો કૅપ્ટન કોઈ દિવસ બનવાના દેવું એના બદલે તમારે જ કૅપ્ટન બની ને તમારી લાઈફ ને કિનારે પોહચડવું તેમજ પ્રોબ્લેમ ને દૂર કરવી અને ગમે તે વાવજોડા સામે જજુમવા માટે તૈયાર રહી ને વિજયી થવું.

  • ઈમેજિન ધ આઉટકમ
  • કલામ સાહેબ એ એંજીનિયર ને પ્રત્યે તેમજ શોધ બોલે તો ઇનોવેશન અને ડિસ્કવરી પર ખૂબ જ ભાર આપતા અને એમાં પર ઉતરવા માટે તેમણે થોડા મંતવ્ય આપ્યા જેમ કે જો તમારે કઈક ઇનોવેટ કરવું હોય તો 24x7 તમારા રિસર્ચ કામ કરવું અને તમારા પ્રોડક્ટ કે વસ્તુ છેલ્લે કેવી હસે આ વિષે વિચરવું બોલેતો “ઈમેજિન ધ વંડરફૂલ આઉટકમ ”

  • દિલ મોટું રાખો
  • યુનિવર્સિટિ ઓફ ફ્લોરિડા માં એક વાર કલામ સાહેબ લેક્ચર આપવા ગયા હતા ત્યારે તેમણે કહ્યું કે જયારે પણ હું આપું છુ ને ત્યારે મને અંદર થી ખુબજ મજા આવે છે.અપણે હમેશા દિલ મોટું રાખી ને વહેચ્વુ જોઈ એ પછી એ પૈસા હોય ,જ્ઞાન હોય કે થોડા સારા શબ્દોં.જો આવું કરવાથી સામેવાળા ના જીવન માં ફેરફાર થતો હોય કે એ ખુશ થતો હોય તો તમારા ખુદ ને અને માણસજાત માટે આનાથી ઉત્તમ કઈ પણ ના હોઈ શકે.

  • “Be you” માટે લડો
  • આપણાં આ ગોળા પર રહેતા દરેક લોકો એ યુનિક છે- અલગ છે પરંતુ આપની આજુ-બાજુ નું આ આખું વિશ્વ એ તમને યુનિક બનવાને બદલે “કોમન”- બીજા જેવા બનાવવામાં લાગ્યું છે, તે લોકો તેમના પૂરા પ્રયત્ન થી દિવસ અને રાત એક કરી ને તમને અલગ ન થવા દેવાના.તો આપણે યુનિક-અલગ તરી આવવા માટે “જંગ-મેદાન” ની ભયંકર માં ભયંકર લડત ને લડતા રહેવું અને ક્યારેય પણ આ લડત થી થાકવું નહીં કેમ કે બીજા ઘણા તમારા પર આશ રાખી બેઠા હસે

  • લિમિટેશન ની રેખા તોડો
  • ઈતિહાસ એ સાબિત કરેલ છે કે જે લોકો પાસે અશક્ય ને પામવાનું અને એને ઈમેજિન કરવાનું સાહસ હોય એ લોકો જ આ દુનિયા ને બદલી નાખે છે,દરેક જાત ની માનવજાત ની રેખા ઓને તેઓ તોડી ને દુનિયા માટે અલગ માપદંડ લે આવે છે

  • શીખવાનું ચાલુ રાખો
  • જ્યારે આપણે સિખવાનું ચાલુ રાખીએ છે તેના થી આપણે નવા-નવા વિચારો નો જન્મ થાય છે,વિચારો થી આપની ક્રિએટિવિટી માં વધારો થાય છે,ક્રિએટિવિટી થી જ્ઞાન વધે છે અને જ્ઞાન થી તમે “સર્વોત્મ” બોલે તો ગ્રેટ બનો છો.

  • સપના ની પાછળ ભાગો વિથ ઈમાનદારી
  • ગમે તે મોટા સપના કેમ ના હોય આપણે બીજા ને કાન આપ્યા વગર,ખુદ માં વિશ્વાસ રાખી ને તમારા કામ ના “હેપી એંડિંગ” વિષે વિચારો અને એના પર દિવસ અને રાત લાગ્યા રહો.આ દુનિયા ના લોકો તો તમારી ટાંગ ખેચવા બેઠા જ છે,તે લોકો તમને ઉપર ને જ આવવા દેવા ના અબજો પ્રયાસ ને આપણે આપના કામ દ્વારા જ જવાબ આપવા જરૂરી છે અને હા કોઈ પણ લીડર એ હમેશા ઈમાનદારી થી જ કામ કરવું અને ઈમાનદારી થી જ સક્સેસ્સ થવું એમાં ક્યારેક લીધેલા ખોટા શોર્ટકટ એ તમારા સપના ની વિરુદ્ધ કોઈક બીજા રસ્તે જ લઈ જશે

    “Don’t let the noise of others’ opinions drown out your own inner voice.” – Steve Jobs

    (Life : To be continued)

    Chapter 3

    એટ્ટીટ્યૂડ ડાયરી

    વાત બ્રુસ લીની

    “મને એ માણસથી હાર નો ડર નથી કે જે 10,000 કીક ની પ્રકટીસ કરી હોય પણ ડર તો એ માણસ નો છે જે એક કીક ની 10,000 વાર પ્રકટીસ કરે છે.”---બ્રુસ લી

    બ્રુસ લી કે જે એક માર્શલ આર્ટિસ્ટ,ઍકટર,ટીચર અને ફિલોસોફર હતા તેમજ તે આખા એશિયાનું સૌથી પ્રભાવશાલી વ્યક્તિત્વ ધરાવતા હતા.તેમણે અમેરિકન ફિલ્મો માં અશિયન લોકો ને જે રીતે બતાવવા તથા જોવા માં આવતા એ બાબત ને સંપૂર્ણ બદલાવ લાવવા બદલ બ્રુસ લી નો ફાળો બૌ જ વધારે છે.

    તદન નાના લેવલ થી સ્ટાર્ટ કરી ને આટલી ઊંચાઈ અને સન્માન પામવા એ કે નાની સેવી વાત નથી,તો કે રીતે તેઓ દુનિયા ને નિહાળતા અને આ દુનિયા પ્રત્યે કેવા એટ્ટીટ્યૂડ થી દરેક પ્રોબ્લેમ નો સફાયો બોલાવ્યો એ થોડા લક્ષણો નીચે દર્શવ્યા છે

  • ખુદ પર ભરોષો
  • બ્રુસ લી હમેશા આત્મવિશ્વાસ પર જ ખૂબ જ વિશ્વાસ હતો,ક્યારેય પણ બીજા ઓપ્શન નો વિચાર જ ના કરતાં,જે કરવું હોય એ પૂરા વિશ્વાસ થી કરવું અથવા “થશે કે નહીં થાય એવા દ્વિપક્ષી વિચારો એટ્લે કે શંકા ઓને હમનેશા દૂર રાખવી જોઈએ, બીજા વિચાર પછાડ તમારો ઉર્જા અને સમય ના બગાડવો.

    દરેક સક્સેસ ની “કોન્ફિડેન્સ ઈસ ધ કી”,જો તમને ખુદ પર જ વિશ્વાસ ના હોય તો બીજા તમારી ઉપર કે રીતે વિશ્વાસ કરશે,અને હા જો તમે હાલ કોન્ફિડેંટ નથી તો મુંજાવાની જરા પણ જરૂર નથી, કેમ કે કોન્ફિડેંસ ને શીખી સકે છે અને એ આવે છે પ્રકટીસ થી,જેમ તમે તે એક એરિયા માં પ્રકટીસ વધારસો તેમ તેમ તમારો “આત્મવિશ્વાસ” વધતો રહેશે.

  • તક જડપો
  • "એક સારા માર્શલ કલાકાર ક્યારેય ટેંશન બોલે તો ચિંતા કરતો નથી, પરંતુ તૈયારી કરે છે. વિચાર કરતો નથી, સપના જોતો નથી પરંતુ જે કંઈપણ આવે તે માટે તૈયાર રહે છે અને તેને વળતો જવાબ એ પૂર જોશ થી આપે છે "- બ્રુસ લી

    તક એ ક્યારેય “આમંત્રણકાર્ડ” લઈને આવશે નહીં,તે કોઈ પણ ક્ષણે તમારો દરવાજો ખખડવી શકે છે,કોઈ પ્રોબ્લેમ ને કારણે કોઈ ઉપાય કે સોલ્યુસન ના માડતું હોય એવું લાગે,બધા દરવાજા બંધ થયા હોય એવું લાગે પણ બીજો દરવાજો ખૂલસે જ અને એજ અપડે તક જડપાવની છે.

  • અસરકારક રીતે દર્શાવો
  • "બીજા પણ યાદ રાખે એવી જિંદગી જીવવી જોઈએ". - બ્રુસ લી

    માર્શલ આર્ટસ માં બ્રુસ લીની પ્રસિદ્ધ કીક કરતાં એકદમ પ્રભાવશાળી કીક કોઈ નથી, એક-ઇંચ પંચ. લી એક વિસ્ફોટક અદામાં જે વિરોધીઓને માત્ર એક જ ઇંચથી ખાતમો કરી શકે છે.

    તેથી જ્યારે તમે તમારી કુશળતા દર્શાવો છો ત્યારે અન્યને પ્રભાવિત કરવાનું નિશ્ચિત કરો અને કોઈ તમને ભૂલી ન જાય!

  • પ્રતિષ્ઠિત સમજૂતી
  • “મને એ માણસથી હાર નો ડર નથી કે જે 10,000 કીક ની પ્રકટીસ કરી હોય પણ ડર તો એ માણસ નો છે જે એક કીક ની 10,000 વાર પ્રકટીસ કરે છે.”---બ્રુસ લી

    વધુ સારી રીતે મેળવવા,દરેક એક દિવસમાં સુધારો કરવા પર ફોકસ કરો. દિવસે અને દિવસે, સ્ટેપ બાય સ્ટેપ.પરંતુ તેને પ્રતિબદ્ધતાની જરૂર છે,કમિટમેંટ ની જરૂર છે અને જો તમે એ આપશો નહીં તો તમે તમારી પૂર્ણ ક્ષમતા સુધી પહોંચશો નહીં! તેથી ટ્રેક પર રહો અને તમારા દિવસ ને ઘસી નાખો અને ચમકવો .

    નિવર્સિટિ ઓફ ફ્લોરિડા માં એક વાર કલામ સાહેબ લેક્ચર આપવા ગયા હતા ત્યારે તેમણે કહ્યું કે જયારે પણ હું આપું છુ ને ત્યારે મને અંદર થી ખુબજ મજા આવે છે.અપણે હમેશા દિલ મોટું રાખી ને વહેચ્વુ જોઈ એ પછી એ પૈસા હોય ,જ્ઞાન હોય કે થોડા સારા શબ્દોં.જો આવું કરવાથી સામેવાળા ના જીવન માં ફેરફાર થતો હોય કે એ ખુશ થતો હોય તો તમારા ખુદ ને અને માણસજાત માટે આનાથી ઉત્તમ કઈ પણ ના હોઈ શકે.

  • “Be you” માટે લડો
  • આપણાં આ ગોળા પર રહેતા દરેક લોકો એ યુનિક છે- અલગ છે પરંતુ આપની આજુ-બાજુ નું આ આખું વિશ્વ એ તમને યુનિક બનવાને બદલે “કોમન”- બીજા જેવા બનાવવામાં લાગ્યું છે, તે લોકો તેમના પૂરા પ્રયત્ન થી દિવસ અને રાત એક કરી ને તમને અલગ ન થવા દેવાના.તો આપણે યુનિક-અલગ તરી આવવા માટે “જંગ-મેદાન” ની ભયંકર માં ભયંકર લડત ને લડતા રહેવું અને ક્યારેય પણ આ લડત થી થાકવું નહીં કેમ કે બીજા ઘણા તમારા પર આશ રાખી બેઠા હસે

  • લિમિટેશન ની રેખા તોડો
  • ઈતિહાસ એ સાબિત કરેલ છે કે જે લોકો પાસે અશક્ય ને પામવાનું અને એને ઈમેજિન કરવાનું સાહસ હોય એ લોકો જ આ દુનિયા ને બદલી નાખે છે,દરેક જાત ની માનવજાત ની રેખા ઓને તેઓ તોડી ને દુનિયા માટે અલગ માપદંડ લે આવે છે

  • શીખવાનું ચાલુ રાખો
  • જ્યારે આપણે સિખવાનું ચાલુ રાખીએ છે તેના થી આપણે નવા-નવા વિચારો નો જન્મ થાય છે,વિચારો થી આપની ક્રિએટિવિટી માં વધારો થાય છે,ક્રિએટિવિટી થી જ્ઞાન વધે છે અને જ્ઞાન થી તમે “સર્વોત્મ” બોલે તો ગ્રેટ બનો છો.

  • સપના ની પાછળ ભાગો વિથ ઈમાનદારી
  • ગમે તે મોટા સપના કેમ ના હોય આપણે બીજા ને કાન આપ્યા વગર,ખુદ માં વિશ્વાસ રાખી ને તમારા કામ ના “હેપી એંડિંગ” વિષે વિચારો અને એના પર દિવસ અને રાત લાગ્યા રહો.આ દુનિયા ના લોકો તો તમારી ટાંગ ખેચવા બેઠા જ છે,તે લોકો તમને ઉપર ને જ આવવા દેવા ના અબજો પ્રયાસ ને આપણે આપના કામ દ્વારા જ જવાબ આપવા જરૂરી છે અને હા કોઈ પણ લીડર એ હમેશા ઈમાનદારી થી જ કામ કરવું અને ઈમાનદારી થી જ સક્સેસ્સ થવું એમાં ક્યારેક લીધેલા ખોટા શોર્ટકટ એ તમારા સપના ની વિરુદ્ધ કોઈક બીજા રસ્તે જ લઈ જશે

    “I promised myself that I would continue to move forward, and do my best not to compromise in any way whatsoever, you know, not allow anyone to put their hands on me, and affect me in that way.” – Johnny Depp

    (Life : To be continued)