નાવ્યા કમલ ની મુલાકાત પછી વિચારે ચડી ગઈ. તેને સમજાઈ નહતું રહ્યું કે કમલ આવું શા માટે કરે? કમલ ને જો કોઈ છોકરી ને ફેરવી જ હોય તો એ એક મોટો માણસ છે તેના માટે ડાબા હાથ નો ખેલ છે. તો પછી એ શા માટે મારા જેવી સામાન્ય છોકરી માં સમય બગાડે. નાવ્યા નું મગજ વિચારી વિચારી હેરાન થતું હતું તેને લાગ્યું કે આ બધા માં તો એનું દિમાગ ફાટી જશે. પણ હવે શું કરવું? કમલ ને એક વાર તો ભગાડી દીધો. પણ પોતે ક્યાં સુધી કમલ થી ભાગ્યા કરશે? આની વચ્ચે નો રસ્તો શુ કાઢવો? કમલ થી કેમ બચવું? નાવ્યા ને થયું કે અભિજિત જોડે એક વાર વાત કરી જોવે કે જેથી કઈક રસ્તો મળી જાય. પણ એને થયું કે દરેક વાત અભિજિત ને શા માટે કરવી? પોતાની દરેક તકલીફ અભિજિત ને શુ કામ જણાવી? અભિજિત એની થોડી થોડી મદદ કરે છે તો એટલે બધું એને કીધા કરવા નું! કોઈ માણસ આંગળી આપે તો પોન્ચો ના પકડાય. અભિજિત ને ફરક પણ નહીં પડતો હોય! મારા જેવા કેટલાય લોકો હશે. નાવ્યા ના મન માં વિચારો ની ઉથલપાથલ ચાલતી હતી. તેનું દિલ અને દિમાગ અલગ અલગ દિશા માં ચાલતા હતા. તેના દિમાગે દિલ ને સમજાવવા નો પ્રયત્ન કર્યો
છેલ્લે જીત પણ દિમાગ ની જ થઈ. તેણે અભિજિત ની મદદ નહીં લેવા નું નક્કી કર્યું. પણ આ કમલ નું શુ કરવું? હજી આ પ્રશ્ન ઉકલાતો નહતો.
નાવ્યા વિચારો ના વૃંદ માં ખોવાયેલી હતી ત્યાં એની સહેલી આવી. એને આવતા ની સાથે ઈર્ષાળુ નજરે બોલી
“છુપી રુસ્ટમ.”
“હંહ” નાવ્યા નું મગજ કયાય ફરતું હતું અને અચાનક તેની સહેલી નો અવાજ સાંભળી ને ચમકી.
“કમલ સફારી જેવા લોકો સાથે સબંધ છે અને મને કહેતી પણ નથી.” તેની સહેલી મો બગાડતા બોલી.
“અરે ! એવું કંઈ નથી.” નાવ્યા પરાણે આટલું બોલી શકી. તેને લાગ્યું આની જોડે વધારે વાત કરવા માંગતી નહતી એટલે ત્યાં થી જતી રહી.
“અભિજિત સાથે તારે કોઈ વાત થઈ?” વિકી નિશા ને પૂછી રહ્યો હતો.
“ના” નિશા એ જવાબ આપ્યો.
“છેલ્લે ક્યારે વાત થયેલી?”
“જ્યારે લગ્ન ની જાહેરાત કરેલી એ વખતે” નિશા એ વિચારતા વિચારતા જવાબ આપ્યો.
“તું કોઈક ધમકી ની વાત કરતો હતો?” નિશા ને યાદ આવ્યું એટલે એને વિકી ને પૂછ્યું.
“હા, જે ધમકી થી કામ થતું હતું એ હવે શક્ય નથી.” વિકીએ નિસાસા નાખતા કહ્યું.
“કેમ?’
“જેલ માં એવો કોઈ માણસ નથી મળતો જે મારુ કામ કરી શકે. એટલું જ નહી અભિજિત ત્યાં શુ કરી રહ્યો છે એ પણ નથી જાણવા મળતું.” વિકી ને ગુસ્સો આવી રહ્યો હતો પણ એ શાંત રહેવા ના પ્રયત્નો કર્યો.
“કઈ નહીં દુનિયા ના ડરે, તો એ મારી સાથે લગ્ન કરશે. નહિતર એની ઈજ્જત નો સવાલ થશે. મીડિયા, તેના લાખો ફેન, એ બધું કાફી છે અમારા લગ્ન થવા માટે.”
“નિશા ભ્રમ માં ના રહે. તેનું જેલ જવાનું પણ અશક્ય હતું. છતાં પણ એ જેલ માં છે. મને તો હજી પણ કઈ સમજાતું નથી કે અભિજિત કરવા શુ માંગે છે.”
“જવા દે, ચર્ચા કરવા થી શુ થશે? મારે શૂટિંગ માટે મોડું થાય છે હું જવું છું.” નિશા ચાલી ગઈ. વિકી વિચારતો રહ્યો. આમ ક્યાં સુધી ચાલશે.
મુકિમ રાત્રે ફરી ભોંયરા માં જવા માંગતો હતો. પણ ત્યાં તેની નજર બાબા નરસિંહ પર પડી. તેને થયું કે આ બાબા અહીં શુ કરે છે? એને તો આ ઘર ઘર નહીં ધર્મશાળા લાગતી હતી. અહીં બધા વગર મતલબ ના લોકો રહેતા હતા. કોઈ કોઈ ને પૂછતું નહતુ અને કોઈ કોઈ ને બહુ કઈ કહેતું નહતું. અહીંયા સંવાદો ઓછા ને રહસ્યો વધારે હતા. તેને બાબા નરસિંહ સાથે વાત કરવા નું નક્કી કર્યું. જેથી જાણી તો શકાય કે બાબા નરસિંહ છે કોણ?
લાંબી લાંબી દાઢી, ભાગવા વસ્ત્રો, હાથ અને ગાળા માં રુદ્રાક્ષ ની માળા, માથા પર લાલા ટીકો જે હમેશા રહેતો, લાંબા કેશ. આ દીદાર જોઇ કોઈ પણ સમજી જાય કે આ સાધુ સંત છે. કોઈ જ્ઞાની બાબા છે. તેઓ બહાર દીવાનખંડમાં બેઠા હતા અને માળા ફેરવી રહ્યા હતા. મુકિમ જઇ ને સીધો બાબા ને પગે લાગ્યો. અને એમના ચરણ પાસે બેસી ગયો. બાબા નું ધ્યાન મુકિમ પર ગયું એમણે આશ્ચર્યાસહજ એની સામે જોયું. આ ઘરમાં વિશ્વમભર શેઠ સિવાય કોઈ એમનું ભક્ત નહતું. મુકિમ એમની સામે જઈ બેઠો.
“બાબા, મેં સાંભળ્યું છે કે તમે પરમ જ્ઞાની છો. તમારા માર્ગ દર્શન હેઠળ આ વિશ્વમભર શેઠ ખૂબ સુખી થયા હતા!” બાબા કઈ બોલે એ પહેલાં મુકિમ એ શરૂઆત કરી.
“હા” બાબા આનંદિત થઈ ગયા. બહુ સમય પછી આ હવેલી માં એમને ફરી માન મળી રહ્યું હતું.
“થોડા સવાલો છે મારા.” મુકીમે બાબા ને પૂછ્યું.
“હા પૂછ.”
“તમે આટલા સુખી અને અમે દુઃખી એવું કેમ?” મુકીમે બાબા ને સવાલ કર્યો અને બાબા ના જવાબ જાણવા એમના મુખ તરફ એકી ધારું જોયા કર્યું.
બાબા એ આંખ બંધ કરી અને બે મિનિટ મૌન રહ્યા. પછી પૂછ્યું “ તારા ઘરે કોણ કોણ છે?”
“એક ઘરડી માં અને બૈરી” મુકિમ ઉર્ફ ભીમસિંગ એ જવાબ આપ્યો.
“છોકરોઓ?”
“ના, નથી.” ભીમસિંગ એ જુઠ્ઠાણું આગળ ચલાવ્યું.
“બસ, એ જ તારી સમસ્યા છે.” બાબા મેં હાંશ થઈ. તેમને જવાબ જડી આવ્યો.
“પણ શું કરું, બાબા?”
“થોડો સમય રાહ જો. બધું ઠીક થઈ જશે.”
“પણ…” બાબા એ મુકિમ ને બોલતા અટકાવ્યો.
“મારા ધ્યાન નો સમય થઈ ગયો છે. બાકી ની ચર્ચા પછી.” એટલું બોલી બાબા ચાલ્યા ગયા.
મુકિમ ની શંકા સાચી પડી. આ કોઈ જ્ઞાની બાબા નહતા. તેને પોતા ના જાળ માં બાબા ને ફસાવી લીધા. મુકિમ જાણતો હતો કે એને જે કીધું છે એ સાવ જૂઠ હતું. જો એ જ્ઞાની બાબા હોત તો એમને ખબર પડી જાત કે પોતે જૂઠું બોલી રહ્યો છે. પણ આ તો એની જ વાર્તા માંથી જવાબ શોધી આપ્યો. જે કામ કોઈ સામાન્ય માણસ પણ કરી શકે!
નાવ્યા એ કમલ સફારી ને મળવા જવાનું નક્કી કરી લીધું. વારંવાર આ ગોળ ગોળ ફરવું તેને ફાવતું નહતું. તે કમલ સફારી નામ ના પ્રકરણ ને હમેશા માટે બંધ કરવા માંગતી હતી. એટલે એણે એક વાર મળી આ આખા મામલા ને અભરાઈ એ ચડાવવા માંગતી હતી. તે કમલ સફારી ને મળવા એની ઓફિસે ગઈ. કમલ નાવ્યા મળવા આવી છે એ સમાચાર સાંભળી, મલકાયો અને બોલ્યો માછલી ખુદ એની જાળ માં ફસાવવા આવી ગઈ છે.
“અભિજિત, બોલું છું.”
“હા બોલો, અભિજિત.”
“મારુ એક કામ કરવા નું છે.”
“ગમે તે કામ કરવા તૈયાર.”
“સિંગાપોર જવું છે. ગમે તેમ કરી. કાનૂની પંચાત માંથી બચાવી કામ કરવાનું છે.
“થઈ જશે. પણ જવું છે ક્યારે ?”
“આવતા અઠવાડિયે.”
“તમારા તો લગ્ન છે?”
“એની ચિંતા છોડો.”
“સારું થઈ જશે.” સામે છેવાડે થી ફોન મુકાઈ ગયો.
સિંગાપોર જવા ની ચિંતા ટળી. પણ આ લગ્ન કેમ કરી રોકવા એની ચિંતા થઈ. મીડિયા ને શુ જવાબ આપવા, ફેન ને શુ જવાબ આપવા અને જો લગ્ન ના કરે તો નિશા ને સિમ્પથી મળે અને લોકો ના મન માં પોતા પ્રત્યે રોષ જાગે. તો કરવું તો શું ના કરવું?