Tare Zamin Par-short stories- part 2 in Gujarati Short Stories by Govind Shah books and stories PDF | તારે જમીન પર - ટૂંકી વાર્તાઓ - ભાગ ૨

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

તારે જમીન પર - ટૂંકી વાર્તાઓ - ભાગ ૨

તારે જમીન પર

ભાગ-૫

ગોવિંદ શાહ




© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

•આનંદ - ખુશાલી

•ભ્રષ્ટમેવ જયતે

•વાર્તાલાપ - શેતાન સાથે

•ફરજ

•સુવિધા નહીં, સંઘર્ષ

•તક ઝડપી લો

•ઈશ્વર સઘળુ જુવે છે

•મહેમાન કલાકાર

•સમાધાન

•નાસ્તિક

•ચિંતન

•તરવું અને તારવું

•થોડી ધીરજ રાખીએ

•મન અતિશય લુચ્ચુ છે

•વાકચાતુર્ય

•ફક્ત એક રૂપિયો

•અભાર

•અતિપરિચય

•વસ્તુઓનો વળગાડ

•પ્રતિઘોષ

•જેનું જે કામ

•મિત્રતા

•ફક્ત એક વધારાના રૂમ માટે

•રહસ્યમય પૂતળું

•શું આને પાગલ કહેવાય ?

•ફક્કડ ગિરધારી

•કાવ્યમંજુષા

૧. આનંદ-ખુશાલી

હું બહુ નાનો હતો ત્યારે મારી મા મને કાયમ કહેતી : બેટા ! જીંદગીમાં દરેક માણસને જોઈતી બધુ વસ્તુઓ ન પણ મળે, પણ જે જરૂરી છે તે મળે તો તેનો આનંદ-ખુશાલી હોવી જોઈએ અને નાની નાની ખુશાલીઓથી જીવનને ભરી દેવું જોઈએ. જે નથી તેની ચિંતા છોડો અને જે છે તેની મજા માણો.

હું મોટો થયો અને શાળો જવા લાગ્યો. એકવાર અમારા શિક્ષકોએ અમારા ગ્રુપના થોડા વિદ્યાર્થીઓને એક એસાઈનમેન્ટ આપ્યું હતું. અમારે એક પ્રશ્નાવલી તૈયાર કરી બધા વિદ્યાર્થીઓને વ્યક્તિગત મળવાનું. જેમાં દરેકને મોટા થઈને જીવનમાં શું પ્રાપ્ત કરવું છે, શું બનવું છે વગેરે બાબતોની નોંધ કરી શિક્ષકને આપવાની હતી.

અમે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછ્યા. જુદા જુદા જવાબો આવ્યા. કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું. - અમારે ડૉક્ટર થઈને ખૂબ પૈસા કમાવવા છે. કેટલાકે કહ્યું. - અમે એન્જીનિયર થઈ મોટાં મોટાં મકાનો બાંધીશું. કેટલાકે કહ્યું, - અમે એમ.બી.એ. થઈ મલ્ટીનેશનલ કંપનીઓના ઉંચા પગારોવાળી નોકરીમાં જોડાઈ જઈશું.

બધાની સાથે મેં પણ મારો એક નિબંધ રજૂ કરી દીધો. મેં કંઈક આવું લખેલું હતું. મોટા ભાઈને મારું ધ્યેય, કાર્ય, જીવનમાં આનંદ અને ખુશાલી પ્રાપ્ત કરવાનું રહેશે.

શિક્ષકોએ મારો લેખ વાંચી મને ઠપકો આપતા કહ્યું, તું સાવ ગમાર જેવો છે. તું આપેલો વિષય કંઈ સમજ્યો લાગતો નથી.

મેં કહ્યું, ભલે, હું સમજ્યો ના હોઉં પણ એવું લાગે છે કે તમે પણ જીંદગીને સમજ્યા નથી.

(માનવજાતના ઈતિહાસની એ કરુણતા રહી છે કે આરામના સાધનોની શોધમાં માણસ આનંદ-ખુશાલી ગુમાવતો જાય છે.)

મેં ઈશ્વર પાસે ખુશાલીઓ માંગી

ઈશ્વરે કહ્યું, હું તને વરદાન આપી શકુ

ખુશાલીઓ તારી જાતે શોધવાની છે.

૨. ભ્રષ્ટમેવ જયતે

એકને બદલે બીજાને કમી તરીકે પરીક્ષામાં બેસાડી દેવાના કે વર્ષો સુધી શાળામાં આચાર્ય તરીકે કામ કર્યા પછી ખબર પડે છે કે સાહેબ પાસે કોઈ ડિગ્રી જ નહોતી કે બોગસ ડિગ્રી હતી. પૈસાની ડિગ્રી કે મેડલ મેળવવાના કિસ્સાઓ પણ આપણે બધા સાંભળ્યા છે. હવે શિક્ષણ ક્ષેત્રે આવા કિસ્સા સાંભળવા મળે તો નવાઈ ન પામતા.

એકવાર શાળામાં સરકારી કેળવણી ખાતાના મોટા સાહેબ મુલાકાતે આવી ચઢ્યા. પ્રિન્સિપાલ સાહેબની ઓફીસમાં ગયા. શાળાના રિપોર્ટ, વિદ્યાર્થીઓની સંખ્યા, સ્ટાફની સંખ્યા, ઈતર પ્રવૃત્તિઓ, બોર્ડની પરીક્ષામાં આવેલા પરિણામોની ચર્ચા ઉપરાંત બીજી ઘણી ઔપચારિક વાતો પણ થઈ.

ચર્ચા દરમ્યાન સાહેબના ધ્યાનમાં આવ્યું કે પ્રિન્સિપાલ સાહેબ તો અઠવાડિયાથી શાળામાં આવતા જ નથી અને તેમની જગ્યાએ ભત્રીજો બેસાડી દીધેલ છે જે વર્ગો પણ લે છે અને શાળાનો વહીવટ પણ સંભાળે છે.

પછી, તેમણે ચાલુ વર્ગની મુલાકાત લીધી, તો ખબર પડી કે જે શિક્ષકનો પિરિયડ છે તેમને બદલે વર્ગ બીજા કોઈ જ ચલાવે છે. તપાસ કરતાં માલૂમ પડ્યું કે વર્ગ શિક્ષકને આજે મહેમાન સાથે ફિલ્મમાં જવાનું હોવાથી તેમણે એમના ટ્યુશન ક્લાસમાંથી બીજા શિક્ષકને મુકેલ છે. વિદ્યાર્થીઓનું હાજરી પત્રક તપાસતાં માલૂમ પડ્યું કે હાજર વિદ્યાર્થીઓ તો ખૂબ ઓછા હતા પણ બધા વિદ્યાર્થીઓની હાજરી બતાવેલી હતી.

આ દરમ્યાન કોઈએ શાળાના પ્રિન્સિપાલને કહેવડાવ્યું કે સરકારી અધિકારી શાળામાં આવેલા છે. એટલે તે ઘરેથી બીજા બધાં કામ પડતાં મુકીને તુરંત શાળામાં દોડી આવ્યા. તેમને ડર લાગ્યો કે તેમની ગેરહાજરીમાં ભત્રીજો શાળા વિશે કંઈ બાફી ના મારે.

‘સત્યમેવ જયતે’, ‘ન સત્યાત્‌ પરો ધર્મઃ’, ના સૂત્રોથી અને સ્વામી વિવેકાનંદ અને ગાંધીજીના ફોટાઓની શોભતી પ્રિન્સિપાલ સાહેબની ઓફિસમાં હવે સરકારી સાહેબની સરભરા - વી.આઈ.પી. ટ્રિટમેન્ટ શરૂ થઈ. પછી ઓછું હતું એટલું તેમની ખુશામત પણ શરૂ થઈ.

પ્રિન્સિપાલે શાળાના અનુભવી અને આદર્શ શિક્ષકોનો સાહેબને પરિચય કરાવ્યો. શાળાના બધા શિક્ષકો વિદ્યાર્થીઓનું અંગત ધ્યાન, કોચીંગ અને ઈત્તર પ્રવૃત્તિઓનો ખ્યાલ રાખે છે. શાળાનું બોર્ડની પરીક્ષાઓમાં સો ટકા પરિણામ આવે છે. સમગ્ર ક્ષેત્રમાં શાળાની ખ્યાતિ પ્રસરેલી છે તેવી ગૌરવભેર વાતો કરી.

આ બધું સાંભળી અને સરભરાથી સાહેબ ખુશ થઈ ગયા. તેમણે પ્રિન્સિપાલને આવતીકાલની નાગરિકોના ચારિત્ર અને ઉત્તમ કારકિર્દીના ઘડતર માટે અભિનંદન આપ્યા અને પછી શાળા વિશે સુંદર રિપોર્ટ લખી નાખ્યો.

તે મનમાં વિચાર કરતા હતા કે આવી શાળાઓ બધે હોય તો શિક્ષણનો વ્યાપ સો ટકા થઈ જાય અને ‘જ્ઞાનથી વધુ કંઈ પવિત્ર નથી’ તે સૂત્ર સાકાર થાય. અહીં વિદ્યાર્થી, સ્ટાફ, વાલી, પ્રિન્સિપાલ બધા ખુશ છે. હું પણ આજે ખુશ છું. મારા જેવા સામાન્ય માણસને પ્રિન્સિપાલ આટલું માન અને સરભરા કરે તે ઓછું છે ? કોઈની બદલીમાં આવવાથી અડધુ એલાઉન્સ મળે તે ઓછું છે ? ‘ભ્રષ્ટમેવ જયતે’.

આપણે હવે સાક્ષરતાનો સો ટકા દર હાંસલ કરેલ છે.

શિક્ષણ બદલાતું જાય છે...

૨૦૧૨ - વિદ્યાર્થીઓએ બધા પ્રશ્નોના જવાબ આપવાના છે.

૨૦૧૩ - વિદ્યાર્થીઓએ ફક્ત કોઈ પણ બે પ્રશ્નોના ઉત્તર આપવાના છે.

૨૦૧૪ - વિદ્યાર્થીઓ તમે પરીક્ષા આપવા આવ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર.

૨૦૧૫ - વિદ્યાર્થીઓ તમારા ભાઈ-ભાભી, ગુરુ કોઈ પણ પરીક્ષા તમારા વતી આપી શકે છે.

૨૦૧૬ - વિદ્યાર્થીઓ - પરીક્ષામાં આવવાની જરૂર નથી. ફી ભરીને ઘરે બેઠાં ડિગ્રી સર્ટિફિકેટ કમ્પ્યૂટરથી ડાઉનલોડ કરી લો.

‘‘ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?

સરસ્વતીના આટલા બધા કાદવથી ખરડાયેલા ચરણ કેમ ?

લોકોના આટલી હદે થીજી ગયેલા ચરણ કેમ ?

કોઈ તો કહો આ બળબળતું રણ કેમ ?’’

- સુરેશ દલાલ

૩. વાર્તાલાપ-શેતાન સાથે

એક વખત હું ઈન્ટરનેટ ઉપર સર્ફીંગ કરતો હતો. અચાનક મને શેતાનનો ભેટો થઈ ગયો. મને લાગ્યું કે માનવજાતના ઉગમથી આ અસુર માનવજાતને હેરાન પરેશાન કરે છે તો ચાલો તેની મુલાકાત લઈએ. પહેલાં તો તેનો બીહામણો ચહેરો જોઈ હું ગભરાઈ ગયો પણ પછી સાહસ અને હિંમત એકઠી કરી મેં વાત કરવાની શરૂઆત કરી. શરૂઆતમાં તેણે આનાકાની કરી પરંતુ પછી તેણે મારા પ્રશ્નોના જવાબો આપવાનું સ્વીકાર્યું.

હું : હે મહાશય ! તમે માનવજાતના મોટામાં મોટા દુશ્મન છો તે વાત સાચી ?

શેતાન : ના, હું માનવજાતનો નહીં પરંતુ હું દૈવી કે ઈશ્વરી તત્ત્વોનો દુશ્મન છું.

હું : તમારું મુખ્ય કાર્ય શું ?

શેતાન : માનવજાતમાં ઈર્ષા અને ક્રોધની આગ લગાવવી. વેરઝેર અને પાશવી વૃત્તિઓ પેદા કરી માનવીને યુદ્ધે ચઢાવવા.

હું : આ માટે તમારી પાસે કયાં શસ્ત્રો છે ?

શેતાન : મારી પાસે કામ, ક્રોધ, મદ, મોહ, ઈર્ષા, લોભ, અહંકાર, અસૂયા, વિકારો, વાસના જેવાં પ્રબળ શસ્ત્રો છે.

હું : તમારી કામ કરવાની પદ્ધતિ કેવી છે ?

શેતાન : આ મારું રહસ્ય છે. તેને ખૂલ્લું કરવું તેમાં શાણપણ નથી છતાં સાંભળ, સૌ પ્રથમ હું ભ્રમણા, ભય અને ધૃણા પેદા કરું છું. ભયથી માણસ કુશંકાઓ કરતો થઈ જાય છે. તેથી મારું કામ સરળ બની જાય છે. ધૃણા અને કુશંકાઓથી સારું જોવાની દૃષ્ટિ અને શ્રદ્ધા ગુમાવી દે છે. પછી ક્રોધ અની અભિમાનથી વિવેક ગુમાવી દે છે. અત્યંત સુક્ષ્મ આવેગોથી તેના મન પર હું ચઢી બેસું છું. એકવાર તેનું મન મારા હાથમાં આવી જાય પછી તે મારી જાળમાં એવો ફસાઈ જાય છે કે એની તેને ખબર પણ પડતી નથી.

કામ, ક્રોધ, લોભ, મદ અને મોહના બી માનવજાતમાં જન્મથી જ હોય છે. મારું કામ તેને બહાર કાઢવાનું છે. આ માટે સત્તા, સુરા અને સુંદરીઓનો સાથ મળે છે. અને હવે નવી ટેકનોલોજી પણ સાથે છે. તેનાથી હું દૈવીતત્વો દબાવી દઉં છું અને મારા ધાર્યા પ્રમાણે કરી શકું છું. આજકાલ હું પણ ઘણીવાર શસ્ત્રો સાથે શસ્ત્રો કે ચમત્કારોનો આશ્રય લઉ છું. જેથી ભોળા અબુધ લોકો સહેલાઈથી મારી જાળમાં ફસાઈ શકે.

હું : મહાશય ! તમને આ કાર્ય શું અનીતિમય નથી લાગતું ?

શેતાન : હે શૂદ્ર માનવ ! નીતિ-અનીતિ આ બધી તમે ઉભી કરેલી કલ્પનાઓ છે. મારે તેની સાથે કોઈ લેવા દેવા નથી. તમે અત્યંત ચંચળ છો. જેમે તમે અનીતિ માનો છો, તે કાલે બદલાતા કાળના પ્રવાહમાં નીતિ પણ બની શકે છે. હા, સત્ય સનાતન છે તે કોઈ કાળે બદલાશે નહીં.

હું : શું તમારામાં પ્રેમ, દયા, ક્ષમા, સહાનાભૂતિ, સંવેદના જેવું કંઈ હોય છે ?

શેતાન : આ દૈવી તત્ત્વોને દબાવી દેવાં તે જ તો મારું કામ છે. તે રીતે ઈશ્વરના રાજનો નાશ કરવો અને ચારેબાજુ મારું સામ્રાજ્ય ફેલાવવું. મારા શબ્દકોષમાં દયા, પ્રેમ, ક્ષમા, કરુણા વગેરે શબ્દો જ નથી.

હું : માનવજાત માટે તમારો શો અભિપ્રાય છે ?

શેતાન : મારા મત પ્રમાણે તે હવે અત્યંત સ્વાર્થી, સ્વકેન્દ્રી અને ભ્રષ્ટ બની ગયો છે. અતિશય ઉપભોક્તાવાદથી તે આ સુંદર સૃષ્ટિ અને પ્રકૃતિનું નિકંદન કરી નાખશે. તેણે બનાવેલા ગાઈડેડ મીસાઈલ હવે અનગાઈડેડ આસુરીવૃત્તિવાળા પાસે પહોંચી ગયાં છે. તે આ પૃથ્વીનો અનેકવાર સંહાર કરવા માટે પૂરતા છે, પછી ચારેબાજુ મારું સામ્રાજ્ય ફેલાશે.

હું : જેમ ઈશ્વર શોધવા માણસ મંદિર, મસ્જિદ, સર્ચના પરિસરમાં જાય છે તેમ તમારું સ્થાન ક્યાં હોઈ શકે ?

શેતાન : પ્રસાદ, ભોગવિલાસ જેવાં મદિરાલયો અને કૂટણખાનામાં મારું રહેવાસ છે. જ્યાં સત્સંગ અને સંકીર્તન હશે ત્યાં હું કદી ટકી શકું નહીં.

હું : માનવ જાતનું ભાવિ તમને કેવું લાગે છે ?

શેતાન : દૈવી તત્ત્વો અને મારી વચ્ચેના. સંઘર્ષમાં જે તત્વો જીતે તેના ઉપર બધો આધાર છે. દૈવ તત્વો સાથેના મારો આ સંઘર્ષ સૃષ્ટિની શરૂઆતથી ચાલ્યો આવ્યો છે. કોઈવાર કોઈ અલૌકિક દૈવ શક્તિનો પૃથ્વી ઉપર પ્રાર્દુર્ભાવ થતાં સમગ્ર વાતાવરણમાં એક દિવ્યતાનો ઝબકારો થાય છે પરંતુ કાળની અનંત અવધિમાં આ સમય ક્ષણિક છે. જેમ પ્રકાશ થતાં અંધકાર આપોઆપ દૂર થાય છે તેમ દૈવી તત્ત્વોનો ઉદય થતાં મારું અસ્તિત્વ ટકી શકે નહી અને તેમ થાય તો માનવ ભાવિ આશાસ્પદ બની શકે.

હું : આ ઈન્ટરવ્યુ બદલ તમારો ખૂબ ખૂબ અભાર.

શેતાન : હે માનવ ! ફક્ત તારી જીજ્ઞાસા ખાતર આ રહસ્ય જણાવેલ છે. ખરેખર તે મારા કાર્યક્ષેત્રમાં વિક્ષેપ કરશે એટલે આ વાત રેકોર્ડમાં લેવાની જરૂર નથી.

(એક આસુરી વિચારથી તમે શેતાનના પંજામાં આવી જશો અને પછી કાયમ માટે જીવન દુઃખી અને પીડાકારક બની જશે. છહ ીદૃૈઙ્મ ંર્રેખ્તરંજ હ્વિૈહખ્ત ર્એ ૈહ ંરી રટ્ઠહઙ્ઘજર્ ક ડ્ઢીદૃૈઙ્મ.ર્ ંહષ્ઠી ર્એ ટ્ઠિી ૈહ રટ્ઠહઙ્ઘજર્ ક ડ્ઢીદૃૈઙ્મ ંરીિી ૈજ ીદ્બિટ્ઠહીહં ર્જિર્િુ શ્ જેકકીિૈહખ્ત - સ્ટ્ઠરટ્ઠજિરૈ છદૃિૈહઙ્ઘ.)

માણસના સર્વનાશની ચાલે છે યોજના,

દિલમાં છે વેરઝેર અને આંખો છે લાલ.

એટમ અધીરા થાય છે ફૂટી જવા હવે,

અવકાશ માત્ર બાકી રહે એવા તાલ છે.

- કુતુબ આઝાદ

૪. ફરજ

૧.એક દિવસ એક ઉડતા પંખીએ મધમાખીને પૂછ્યું - આખો દિવસ ફૂલે ફૂલે રખડીને મધ બનાવવાની વ્યર્થ મહેનત શા માટે કરે છે ? આરામ કર. તારું બનાવેલું આ મધુર મધ તો માણસો મધપૂડામાંથી ઉઠાવી જાય છે. આ મધપૂડો તદ્દન ઉજ્જડ થઈ જતાં તને કંઈ દૂઃખ નથી થતું ?

મધમાખીએ જવાબ આપ્યો : હું તો ફૂલે ફૂલે ફરીને મારું કામ ચાલુ રાખીશ. ભલેને લોકો મધપૂડો લઈ જાય. મને તેનું કોઈ દુઃખ નથી. મારા જેવો એક નાનો જીવ કોઈને ઉપયોગી થઈ પડે તો તેથી રુડુ શું ? હું તો મારી ફરજ બજાવીશ. માણસો ભલે મધપૂડો લઈ જાય પણ મધ બનાવવાની મારી કલા કોઈ કાળે તેઓ હસ્તગત નહી કરી શકે. તેમને મારી પાસે આવવું જ પડશે.

૨.એક વખત કોઈએ ‘સવાર’ને પૂછ્યું, રોજ તું આમ વર્ષોથી પડે છે તો તને કંઈ વાગતું નથી કે કંઈ દુખ નથી થતું ?

૩.‘સવારે’ જવાબ આપ્યો, મારે તો ફરજ અદા કરવાની છે. કોઈ કદર કરે કે ન કરે. રોજ હું એક નવા આશાના કિરણો લઈને સૃષ્ટિ સમક્ષ હાજર થઈ જાવું છું. મારાં અશ્રુ ને હું ઝાકળમાં ફેરવી નાખું છું.

૪.એક વખત મગજે કોમળ હ્ય્દયને પૂછ્યું, શા માટે પત્રો અને ફોન કરીને બધાને કાયમ યાદ કરે છે ? ખબર પૂછે છે ? તને જવાબ સરખો આપવાની તો કોઈ તસ્દી લેતું નથી.

હ્ય્દયે જવાબ આપ્યો, તારું કાર્ય ફક્ત કારણો શોધવાનું છે. મારું કાર્ય સંબંધો સાચવવાનું છે. કોઈ પ્રત્યુત્તર આપે કે ન આપે મારે તો મારી ફરજ અદા કરવાની છે.

આ તરંગી જિંદગીનો હતો એ પણ નશો.

ખુદ રહી તરસ્યા, હંમેશા પાતા રહ્યા.

- શેખાદમ આબુવાલા

૫. સુવિધા નહીં, સંઘર્ષ

એક વખત શાળામાં શિક્ષક જીવશાસ્ત્રના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સમક્ષ વિવિધ જાતિઓની કુદરતી આપેલ જન્મજાત શક્તિઓના ખ્યાલ આપતા હતા. તે કહેતા, જન્મ વખતે દરેકને બહાર આવવા સંઘર્ષ કરવો જરૂરી હોય છે.

તેમણે એક કોશેટો લાવીને મૂક્યો અને બતાવ્યું કે થોડા સમયમાં એક પતંગિયું પરિપક્વ થતાં બહાર આવશે. આ કોશેટો દરેક વિદ્યાર્થીઓને બતાવતાં એક વિદ્યાર્થીની ધરીજ ન રહેતાં તેણે કોચલાને કાપી નાખ્યું જેથી પતંગિયું બહાર નીકળ્યું પણ જીવી ન શક્યું.

શિક્ષકે સમજાવ્યું, જો તમે કોશેટાને કાપેલ ન હોત તો તે આપોઆપ મહેનત કરીને બહાર નીકળી શકત. તે સબળ હતું પરંતુ નિર્બળ થઈ ગયું. કોશેટો કાપવાથી પતંગિયાની પાંખો ફેલાવીને બહાર નિકળવાનો તડફાટ શમી ગયો. તેને બહાર નીકળવા એક સંઘર્ષ કરવાનો હતો તે અટકી ગયો તેથી પાંખો કામ ના કરી શકી. તેની જાતે કરવાનું ઉડાણ તમે ઝૂંટવી લીધું સુવિધા નહીં, સંઘર્ષ જ પ્રગતિ માટે પ્રેરણા બળ આપી શકે.

(જીવન એટલે જ સંઘર્ષ, ઈશ્વરને પણ પૂજાતા પહેલાં મૂર્તિ બનતા પહેલાં હથોડાનો માર સહન કરવાનો હોય છે અને સોનાને કેટલું બધું તપવું પડે છે ? ર્રૂે ર્ઙ્ઘ ર્હં ાર્હુ ર્રુ જંર્િહખ્ત ર્એ ટ્ઠિી ેહઙ્મીજજ ર્એ રટ્ઠદૃી ર્હ ષ્ઠર્રૈષ્ઠી. અકસ્માતમાં હાથ-પગ કે આંખો ગુમાવવા છતાં કેટલાક વીરલા સ્વપ્રયત્ને હિંમત હાર્યા વગર સંઘર્ષ કરીને બહાર આવતા હોય છે. જ્યારે બીજી બાજુ વધુ સુખ સગવડોના સાધનો આપીને કે આળપંપાળ કરીને સંતાનોની પાંખો જાણેઅજાણે આપણે કાપી નાખીએ છીએ.)

અમને નાંખો જીંદગીની આગમાં,

સર કરીશું સૌ મરચા,

મોતને પણ આવવા દો લાગમાં.

- શેખાદમ આબુવાલા

૬. તક ઝડપી લો

૧.એક પ્રાધ્યાપકે સભામાં પોતાના વોલેટમાંથી એક હજાર રૂપિયાની નોટ કાઢી હાથમાં ઉંચે રાખી, બધાને બતાવી મોટેથી કહ્યું, આ હજારની નોટ છે. બોલો કોને જોઈએ છે ?

સભામાં ચારેબાજુથી અવાજો આવવા લાગ્યા, મારે જોઈએ મારે. નોટ દરેકને જોઈતી હતી. બધા એકબીજાની સામે મોં ચકાસી જોતા હતા. કેટલાકને લાગ્યું કે આ પ્રાધ્યાપકને શું થયું છે કે આ રીતે પૈસા લૂંટાવે છે. બધા અંદર અંદર ગણગણવા લાગ્યા.

આ દરમ્યાન એક હ્ય્ષ્ટપુષ્ટ યુવાન મહિલા પોતાની સીટ પરથી ઉભી થઈ ઝડપથી સ્ટેજ ઉપર પહોંચી ગઈ અને પલકારામાં પ્રાધ્યાપકના હાથમાંથી નોટ છીનવીને જેટલી ઝડપથી આવી હતી તેવી રીતે સ્ટેજ પરથી ઉતરી ગઈ.

પ્રાધ્યાપકે બધાને આશ્ચર્ય વચ્ચે તે યુવાન મહિલાને શાબાશી આપી અને માઈક હાથમાં લઈ કહેવા લાગ્યા -

‘‘અહીં હાજર રહેલ દરેક જણને માટે હજારની નોટ લેવાની છૂટ હતી. પરંતુ દરેક જણ તકની રાહ જોઈ બેસી રહ્યા કે તે તેમની પાસે આવશે. આપણે કંઈ નક્કર કાર્ય કરવાને બદલે સારું થશે તેની રાહ જોતાં રહીએ છીએ. ફક્ત સારું થશે તેવા વિચારો કરવાનો કંઈ અર્થ નથી. આપણી મુશ્કેલી એ છે કે તકને લાભમાં ફેરવી શકતા નથી. ફક્ત વિચારો કરી કરીને, તક ગુમાવી દઈએ છીએ.’’

(હાથમાં જે તક આવી છે તેને ઝડપી લો. ર્ડ્ઢહ’ં ુટ્ઠૈં ર્કિ ટ્ઠહર્ ઙ્ઘિૈહટ્ઠિઅર્ ર્િેંહૈંઅ. જીીૈડી ર્ષ્ઠદ્બર્દ્બહર્ ષ્ઠષ્ઠટ્ઠર્જૈહજ શ્ દ્બટ્ઠાી ંરીદ્બ ખ્તિીટ્ઠં. ઉીટ્ઠા દ્બીહ ુટ્ઠૈં ર્કિર્ ર્િેંહૈૈંીજ શ્ જંટ્ઠહઙ્ઘૈહખ્ત દ્બીહ દ્બટ્ઠાી ંરીદ્બ. ર્રૂે દ્બટ્ઠઅ ઙ્ઘીઙ્મટ્ઠઅ, હ્વેં ૈંદ્બી ુૈઙ્મઙ્મ ર્હં.)

૨.એક વખત એક ધાડપાડુએ મોટી બેંકમાં ધાડ પાડી. કેશિયરને બંદૂક બતાવી તિજોરી ખોલાવી બધી જ રોકડ અને નોટોનું પોટલું બાંધી લીધું. પછી જતાં જતાં કાઉન્ટર આગળ ઉભેલા ગ્રાહકોને બંદૂક બતાવી પૂછ્યું, ‘‘કોઈએ મને ચોરી કરતાં જોયો છે ?’’ બાજુમાં ઉભેલા ભાઈએ ગભરાતાં ગભરાતાં કહ્યું, ‘‘હા, મેં જોયા છે’’ ધાડપાડુએ તુરંત જ પેલા માણસને શૂટ કરી દીધો. પછી તેણે પાછળ દૂર ઉભેલા એક કપલને પૂછ્યું, ‘‘શું તમે પણ ચોરી ધાડ પાડતાં મને જોયો ?’’ બને જવાબ આપ્યો, ‘‘ના, મેં કંઈ જોયું નથી. હું તો ચુપચાપ આંખો બંધ કરીને ઉભી હતી પણ આ બાજુમાં ઉભેલા મારા પતિએ તમને બરાબર ધ્યાનથી જોયા છે.’’

તે ધાડપાડુએ તુરંત તેના પતિને શૂટ કરી ચાલતી પકડી.

(આવેલ તક તુરંત ઝડપી લેવામાં સ્ત્રી પુરુષ કરતા વધારે માહેર હોય છે.)

૭. ઈશ્વર સઘળુ જુવે છે

એકવાર કેટલાક વિદ્યાર્થી મિત્રો ટ્રેનમાં લાંબા પ્રવાસે નીકળેલ. પ્રવાસ લાંબો એટલે વચ્ચે વચ્ચે ધીંગામસ્તી, જોક્સ, અંતકડીઓ, નાસ્તાપાણી વગેરેથી આનંદ કરતા જાય.

ચાલુ ટ્રેને ડબ્બામાં કેટલાક ફેરિયાઓ અને ભિક્ષુકો પણ આવતા જાતા રહેતા એક અંધ ભિક્ષુક તેમના ડબ્બામાં ચઢ્યો અને બધાની વચ્ચે હાથમાંનો કટોરો લંબાવી મોટેથી બોલતો. ‘‘દયા ધર્મ કા મૂલ હૈ, ઈશ્વરના નામે કંઈક આપો. ઈશ્વર તમારુ કલ્યાણ કરશે.’’

આથી બારી પાસે બેઠેલા એક સજ્જને આગળ બેઠેલા વિદ્યાર્થીને દસ રૂપિયાનો સીક્કો આપી ભિક્ષુકને આપવા જણાવ્યું. વિદ્યાર્થીએ તે લઈને ભિક્ષુકના કટોરામાં સીક્કો નાખ્યો. કટોરામાં નાખેલ સીક્કાનો અવાજ થતાં ભિક્ષુક બોલી ઉઠ્યો, ‘‘ઈશ્વર તમારું ભલુ કરે અને સુખી થાવ.’’ અને પછી થોડો આગળ વધ્યો.

આથી પાસે બેઠેલા મિત્રે કટોર કરી, ‘‘આ કેવું ? પૈસા બીજાના અને દુવાઓ બધી અશોક તને મળે છે ? વગર કંઈ પોતાનું આપે. આ વિચિત્ર કહેવાય !’’

ભિક્ષુકના કાને આ શબ્દો અથડાયા. તે ઉભો રહી ગયો અને બોલ્યો, ‘‘ભાઈ સાહેબ ! હું તો અંધ છું અને કંઈ જોઈ શકતો નથી. મને દેખાતું નથી કે કોણે પૈસા આપ્યા છે. મારી દુવાઓ તો દરેકને છે. પણ યોગ્ય વ્યક્તિને જરૂરથી ચોક્કસ પહોંચી જશે કારણ ભલે હું ના દેખુ પણ ઈશ્વરતો સઘળું જુવે છે. તે અંધ નથી, ચૂપ છે. જેણે પૈસા આપ્યા છે તેનું કલ્યાણ થાય અને જે નિમિત્ત બન્યા છે તેનું પણ શુભ થાવો.’’

૮. મહેમાન કલાકાર

એક યુવતીએ ઈન્ટરનેટ ઉપરથી લગ્ન માટે પોતાની પસંદગીનું પાત્ર શોધી કાઢ્યું.

યુવાન-યુવતી વચ્ચે ઔપચારિક વાતો થઈ. એકબીજાની વચ્ચે મુલાકાતો થઈ પછી લગ્નની પ્રસ્તાવના બન્નેએ પોતાના વડીલો સમક્ષ રજુ કરવાનું નક્કી કર્યું.

છોકરાના પિતાએ ભાવિ વેવાઈને જણાવ્યું કે તમારી દીકરી અમારા ઘરમાં બધાને પસંદ છે, પરંતુ લગ્ન અમારા રિવાજ મુજબ કરવાના રહેશે.

છોકરાના પિતા આગળ કહેવા લાગ્યા કે અમારું કુટુંબ મોટું હોવાથી તમારે મોટી ગાડી આપવી અને મારા દીકરાને આગળ અભ્યાસ કરવાનો હોવાથી અમેરિકા જવાની પ્લેનની ટિકિટ આપવી હોય તો જ લગ્નની તારીખ નક્કી થશે.

છોકરીના પિતા આ વાત સાંભળી આશ્ચર્યમાં પડી ગયા, પણ પછી કહેવા લાગ્યા, ‘‘મારી દીકરી તો ચાર દિવસથી ઘરમાં જ નથી અને થોડા સમય પહેલાં જ તેનો ફોન હતો કે તમારા દીકરા સાથે તે પ્રભુતામાં પગલાં પાડી દીધાં છે. એટલે લગ્નની તારીખ નક્કી કરવાનો સવાલ જ ઉભો થતો નથી. વળી તમને ખાસ જણાવવાનું કહ્યું છે કે તેનો એમ.બી.એ.નો અભ્યાસ ચાલુ હોવાથી ખલેલ ના પહોંચે એટલે રસોઈ માટે એક બાઈ અને બે કામવાળી ઘરમાં ન હોય તો ફક્ત તમારા દીકરાને એન્ટરટેઈન કરવાનું એક મહેમાન કલાકાર જેવું રહેશે. તમારા ઘરના બાકીના સભ્યો પોતાનું કામ જેમ કરતા હોય તેમ ચાલુ રાખે.’’ આ સાંભળી છોકરાના પિતા એકદમ ચૂપ થઈ ગયા.

(એક જમાનામાં કહેવાતું કે ‘દીકરીને ગાય દોરે ત્યાં જાય.’ ઈન્ટરનેટના જમાનામાં કેટલાક લોકોનું કહેવું છે, ‘દીકરીને ગાય સામે થાય કે ફાવે ત્યાં જાય.’)

૯. સમાધાન

જૂના જમાનામાં એક નાના ગામમાં વૃદ્ધ પિતા મૃત્યુ પામ્યા છે. તેમના કહેવા પ્રમાણે દીકરાઓ વચ્ચે જમીન-મકાન વગેરેની વહેંચણી થઈ ગઈ. પરંતુ ઘરમાં રહેલી ગાયોની વહેંચણીનો પ્રશ્ન ઉભો થયો.

પિતાએ મૃત્યુ પહેલાં કહેલ, ગાયોમાંથી ૧/૨ ભાગ મોટા દીકરાને, ૧/૪ ભાગ વચ્ચેનાને, ૧/૫ ભાગ નાના દીકરાને આપવો.

પિતાના આવા ભાગ કર્યા પછી કેટલીક ગાયો ગુજરી ગયેલ અને પિતાના મૃત્યુ સમયે હવે ફક્ત ઓગણીસ ગાયો જ બચેલ હતી.

બધા પુત્રોને ઓગણીસ ગાયોના ભાગ પિતાના કહ્યા પ્રમાણે કેવી રીતે પાડી શકાય તે સમજાતું ન હતું. તેમના કહ્યા પ્રમાણે જ ભાગ પડાય તો ગાયોને કાપીને વહેંચવી પડે.

આથી બધાએ ગામના એક શાણા વડીલની સલાહ લેવાનું નક્કી કર્યું અને તેમની આગળ મુશ્કેલી રજુ કરી.

વયોવૃદ્ધ શાણા પુરુષે કહ્યું, ‘‘આમાં ગભરાવાનું કોઈ કારણ નથી. તમારા પિતાશ્રીની ઈચ્છા મુજબ ગાયોની વહેંચણી થઈ જશે. તમે ઓગણીસ ગાયો મારી પાસે લઈ આવો.’’

ભાઈઓ ઓગણીસ ગાયો વડીલ પાસે લઈ આવ્યા, પછી વડીલે પોતાના ખેતરમાંથી એક ગાય મંગાવી અને કુલ વીસ ગાયો લાઈનમાં ઉભી રાખી. પછી દરેક પુત્રોને વીસ ગાયોમાંથી પોતાના ભાગની ગાયો લઈ જવા કહ્યું.

આ પ્રમાણે મોટા પુત્ર પાસે દસ ગાયો, વચ્ચેના પુત્ર પાસે પાંચ ગાયો અને સૌથી નાના પુત્ર પાસે ચાર ગાયો આવી. જે એક ગાય વધી તે વડીલે પરત લઈ લીધી.

આમ પ્રશ્નનો સુખદ ઉકેલ, સમાધાન કોઈને પણ મનદુઃખ વગર થઈ ગયો.

(સંત અને શાણા લોકો મુશ્કેલીઓમાં સમાધાનકારી રસ્તો શોધી શકે છે.)

૧૦. નાસ્તિક

એક વૃદ્ધ સ્ત્રી રોજ સવારે તેના ઘરના દરવાજા આગળ ચોકમાં ઉભા રહી સૂર્ય તરફ મુખ રાખી પાણીથી અર્ધ્ય આપી મોટેથી બોલતી, ‘‘હે ઈશ્વર ! તારો જય હો !’’

જ્યારે તે આમ મોટેથી બોલતી ત્યારે રોજ ત્યાંથી એક નાસ્તિક પસાર થાય એ તે પણ તે સ્ત્રીને સંભળાય તેમ મોટેથી બોલતો, ‘‘ઓ મૂર્ખાઓ ! ગમાર લોકો ! થોડા સુધરો. જગતમાં ઈશ્વરનું કોઈ અસ્તિત્વ જ નથી.’’

આમ બંનેનો સંવાદ રોજ ચાલતો. એક દિવસ વૃદ્ધ સ્ત્રી મોટેથી બોલવા લાગી. ‘‘હે મહાન ઈશ્વર ! તારો જય હો ! મને થોડી મદદ કર. હવે ખાવાના ફાંફા છે. ખાવાનું બધું ખલાસ થઈ ગયેલ છે.’’ આ સાંભળી ત્યાંથી પસાર થતો નાસ્તિક ખૂબ મલકાયો. તેને લાગ્યું કે હવે આ સ્ત્રી પાસે કંઈ પૈસા કે ખાવાનું નથી એટલે ઈશ્વરનું પોલ ખુલી જશે. હવે આ સ્ત્રી નિરર્થક ઈશ્વરની સ્તુતિ કરી શક્તિનો બગાડ નહી કરે. બીજે દિવસે તે થોડા બ્રેડ-બટર, બિસ્કીટ વગેરે થેલામાં દરવાજા પાસે મુકી સંતાઈ ગયો.

રોજની માફક પેલી વૃદ્ધ સ્ત્રીએ ઈશ્વરની સ્તુતિ કરી પછી આંખો ખોલતાં જોયું તો દરવાજા આગળ ખાવાની ચીજો પડેલ. તેણે ફરીથી આકાશ સામે જોઈ મોટેથી કહ્યું, ‘‘હે કરુણા, દયાના સાગર મને ખરી જરૂર વખતે આ મદદ મોકલવા તારો ખૂબ ખૂબ આભાર.’’

આ સાંભળી તુરંત પેલો નાસ્તિક કુદી પડ્યો અને મોટેથી કહેવા લાગ્યો, ‘‘ઓ મૂર્ખ સ્ત્રી ! તારા ઈશ્વરે નહીં, આ બધી ચીજવસ્તુઓ તો મેં મુકી છે. આનુ બીલ મેં ચૂકવ્યું છે. તારા ઈશ્વરે નહીં.’’

આથી સ્ત્રી ફરી ઉંચે આકાશ સામે જોઈ પોકારી ઉઠી, ‘‘હે ઈશ્વર ! આ કેવું વિચિત્ર ! મદદ તું કરે છે અને તેનું બીલ કોઈ શેતાનની પાસે ભરાવે છે.’’

૧૧. ચિંતન

એક-મોટા ધનિક વેપારીને રોજ રાત્રે સપનું આવતું કે તેના મકાનમાં ઉપરથી પાણી ટપકે છે. વેપારી મોટા બંગલામાં સાહ્યબીમાં રહેતો હતો છતાં આવું સપનું રોજ આવતું.

સપનાનું રહસ્ય શોધવા તેણે ઘણા પ્રયત્નો કર્યા. ઘરના બધા નોકરો, ઑફિસના કર્મચારીઓ સાથે પૂછપરછ કરી પણ કંઈ ઉકેલ ન મળે. એક માનસ ચિકિત્સકની સાથે ચર્ચા કર્યા પછી તેણે રસોઈ કરવા આવતી બાઈની તપાસ કરી. તપાસ કરતાં માલૂમ પડ્યું કે રસોઈ કરનારી બાઈ જ્યારે રસોઈ કરવા આવતી ત્યારે આ મોટા વિશાળ બંગલામાં તેને કાયમ પોતાની ઝૂંપડી યાદ આવતી. વરસાદમાં રસોઈ બનાવતી વખતે હંમેશા ઝુંપડીનું ચિંતન અને ચિંતા કરતી કે અત્યારે પાણી નીતરતું હશે અને ઘરે જઈશ ત્યારે બધુ પલળી ગયું હશે.

તમે માનશો બાઈએ બનાવેલી રસોઈમાં પણ આ વિચારો અને ભાવો આપોઆપ આવી જતા.

(વિચારો તેવા ભાવ પણ ભોજનમાં આવી જતા હોય છે એટલે જ ઘરમાં માના હાથનું અને હોટલના ખાવામાં ફેર હોય. મનુષ્ય તેના વિચારોની જ પેદાશ છે. જૈસા સોચતા હૈ વૈસા હી હો જાતા હૈ.)

૧૨. તરવું અને તારવું

ગઈકાલે બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયેલ. એક યુવક બોર્ડની પરીક્ષામાં ૭૦ ટકા માર્કે પાસ થયેલ. પરંતુ મમ્મીને આશા હતી કે છોકરો તો ટોપ ટેનમાં જ આવવાનો અને ૯૫ ટકા થી ઓછા માર્ક્સ નહીં આવે. છોકરાનો પરીક્ષાનાં પાસનો આનંદ ઉડી ગયો. મમ્મીને આઘાત લાગશે તેવી ચિંતા હતી. તે પરીક્ષા પરિણામના ભય નીચે દબાઈ ગયો. સવારનો સમય હતો અને કાંકરીયા તળાવ ઉપર આવન જાવન ખૂબ ઓછી હતી. છોકરાએ અચાનક કાંકરીયામાં ઝંપલાવ્યું. સદ્‌ભાગ્યે એક સંત ત્યાંથી પસાર થતા હતા. સંતે આ જોયું અને તેમણે પણ પળનો વિચાર કર્યા વગર તળાવમાં ભુસકો માર્યો અને પોતાનો જાન ખેલીને છોકરો ઉંડા પાણીમાં ડૂબી જાય તે પહેલાં બચાવી લેવા પ્રયત્નો કર્યા.

છોકરાને બચાવવા જતાં બન્ને પાણીમાં ડૂબતા દેખાતા હતા અને બન્નેના હાથ-પગ ભારે શ્રમ કરી રહ્યા હતા. બન્નેને ડૂબતા જોઈ કિનારા ઉપર લોકોનું ટોળું ભેગું થઈ ગયું.

ઘણા ચીસાચીસ કરવા લાગ્યા કે ફાયરબ્રીગેડને ફોન કરો, ‘‘જલદી આવો, બે માણસો ડૂબી રહ્યા છે.’’

બહાર ઉભેલા લોકોને એમ જ લાગે કે બન્ને જણા આપઘાત કરવા પડ્યા છે. પરંતુ તેઓને ખબર નથી કે એક ડૂબવા પડ્યો છે અને બીજો તેને બહાર કાઢવા. બન્નેના હાવભાવ કિનારેથી તો એક સરખા જ દેખાતા, પણ હકીકત જુદી હતી.

(સંત સામાન્ય દેખાય છે. સંત તેને કહીએ જે પોતે તરે અને બીજાને પણ તારે. સંત પરમ હિતકારી.)

૧૩. થોડી ધીરજ રાખીએ

ઘણાં સમય પહેલાં એક મહાત્મા પોતાના શિષ્યો સાથે બળદ ગાડામાં બેસી એક ગામથી બીજે ગામ જતા હતા. ઉનાળાની બપોરનો સમય હતો. પંથ લાંબો હતો.

રસ્તામાં એક નાનો વહેળો આવ્યો. બળદગાડુ વહેળામાંથી નીકળઈ સામે પાર પહોંચ્યું. ત્યાં બધાએ ઝાડ નીચે વિસામો કરીને આગળ વધવાનું નક્કી કર્યું.

મહાત્માએ એક શિષ્યને વહેળામાંથી પાણી લઈ આવવા કહ્યું. શિષ્યે જઈને પાછા આવી જણાવ્યું કે નાના સાંકડા વહેળામાં ગાડુ પસાર થવાથી પાણી ડહોળાઈ ગયેલ અને કાદવ વાળું થઈ ગયું છે.

થોડી વારે મહારાજે ફરીથી શિષ્યને પાણી લઈ આવવા કહ્યું. પરંતુ દરેક વખતે શિષ્ય પાછો આવી કહે કે પાણી પીવા લાયક નથી.

આમ ચાર વખત શિષ્ય જઈને પાછો આવ્યો. મહાત્માએ થોડી વાર પછી કહેતાં તે પાંચમી વાર ગયો અને આ વખતે પાણી લઈને આવ્યો.

આ વખતે પાણી લેવા ગયો ત્યારે બધો કાદવ કચરો નીચે બેસી ગયો હતો અને ઉપર ચોખ્ખુ પાણી વહેતું હતું.

મહાત્માએ શિષ્યને સમજાવ્યું કે જીવનમાં આવતી સમસ્યાઓનું પણ આવું જ હોય છે. થોડી ધીરજ અને શાંતિ રાખીએ તો જેમ અમુક સમય પછી પાણીમાં કાદવ નીચે ઠરી જાય છે, તમે કેટલીક સમસ્યાઓ પણ પ્રયત્ન કર્યા વગર મનના ઉંડાણમાં આપોઆપ ઠરી જાય છે. શાંત થઈ જાય છે. ફક્ત થોડી ધીરજ અને શાંતિની જરૂર છે.

૧૪. મન અતિશય લુચ્ચુ છે

ત્રણ મિત્રો બારમાં બેસી રોજ સાથે દારૂ પીતા. આ તેમનો રોજનો નિયમ હતો અને આ રીતે તેઓ એક જગ્યાએ અચૂક ભેગા થઈ આનંદની વાતો કરતા.

તેમણે નક્કી કર્યું કે આપણામાંથી કોઈને પરદેશ જવાનું થાય તો પણ આ બાકીના મિત્રોએ અહીં રોજ આવવાનું અને એકબીજાને યાદ કરવા. એક વખત તે મિત્રોને પરદેશમાં જવાનું થયું. આથી એક મિત્ર રોજ નિયત સ્થળે નિયમીત બારમાં બેસી ત્રણ ગ્લાસ દારૂના મંગાવે. બારના માલિકને પણ આશ્ચર્ય થતું કે વ્યક્તિ એક છે અને ત્રણ ગ્લાસ દારૂ કેમ મંગાવે છે ? આનું કારણ પૂછ્યું તો કહે, આ ગ્લાસ રમેશનો છે. આ બીજો અરવિંદનો છે અને ત્રીજો મારો છે. આ તેમના વતી હું પીવું છું કારણ તેઓ નથી આવ્યા.

આમ દારૂ પીને ઘરે જાય એટલે તેની પત્ની ગુસ્સે થઈ જતી અને દારૂ બંધ કરવા જણાવતી. તે કહેતો દારૂ તો તેણે ક્યારનો બંધ કરી દીધેલ છે. એટલે પત્ની એક દિવસ તેની પાછળ પાછળ બારમાં બહોંચી ગઈ. તેને દારૂ પીતાં જોયો એટલે તે કહેવા લાગ્યો, હું તો નથી પીતો. મારા ભાગનો દારૂ તો મેં ઘણા દિવસથી બંધ કરી દીધો છે. આ એક ગ્લાસ રમેશનો છે અને બીજો અરવિંદનો છે. તે જ પીવું છું. મારો દારૂ તો મેં કહ્યા પ્રમાણે ક્યારનો બંધ કરી દીધો છે.

(મન અતિશય લુચ્ચુ છે. તે જાત જાતનાં બહાનાં શોધી શકે છે. મનને મારે તે મહાવીર, મનન કરે તે મુનિ.)

૧૫. વાકચાતુર્ય

પહેલાંના સમયમાં એક રાજાને ત્યાં વજીર રાજ્યનો બધો વહીવટ સંભાળતો. રાજા શિકાર અને વિલાસમાં જીવન વિતાવતો એટલે વજીર જ રાજ્યનો કર્તાહર્તા થઈ બેઠેલ અને તે કુશળતા પૂર્વક વહીવટ કરતો એટલે રાજાનો વિશ્વાસ પણ સંપાદન કરેલ.

ઘણા વખત સુધી વજીરે બધો કારભાર સંભાળ્યો. બધે વજીરની જ સત્તા ચાલતી આથી તેણે તેના કાર્યકાળમાં સારી એવી સંપત્તિ રાજ્યના ખજાનામાંથી પડાવી લીધેલ.

એક વખત રાજાને આ વજીરની ઉપર શંકા થઈ અને શક સાચો પડ્યો. તેણે વજીરને ચોરી કરતાં પકડ્યો અને સીધો જેલ ભેગો કરી દીધો.

રાજાએ વિચાર કર્યો કે સામાન્ય ગુનેગારોને પણ મેં મોટો દંડ કરેલ છે આ વજીરનો ગુનો તો બહુ મોટો છે તેથી તેને ભારેમાં ભારે સજા કરવી જોઈએ.

રાજાએ તેને બોલાવીને કહ્યું કે મારે તને ભારેમાં ભારે સજા કરવી છે તારે શું કહેવું છે ?

વજીરે બહુ સ્વસ્થતાથી જવાહ આપ્યો, ‘‘મહારાજ ! તમારે દેશનિકાલ કે મૃત્યુદંડની જે સજા કરવી હોય તે કરી શકો છો. મને તેની કોઈ ફરીયાદ નથી પરંતુ તમારા હિતમાં અને પ્રજાના હિતમાં એક અનુભવી વજીર તરીકે મારી સલાહ છે જો તમે માનો તો મને છોડી મુકવો જોઈએ.’’

રાજાને નવાઈ લાગી. તેણે પૂછ્યું, ‘‘શાથી ? તેં તો ઘણી મોટી ચોરી કરી છે ?’’

વજીરે જવાબ આપ્યો, ‘‘હા, મેં ચોરી કરેલ પરંતુ હવે મને ધનની કોઈ લાલસા નથી રહી. હું ધનથી તૃપ્ત થઈ ગયેલ છું પરંતુ જો તમે નવો વજીર લાવશો તો તે નવેસરથી મારા કરતાં પણ વધુ ચોરી કરી જશે, કારણ તેણે ધન જોયું નહીં હોય એટલે પહેલેથી જ ચોરી કરશે અને પ્રજાને કે રાજ્યની તિજોરીને કોઈ ફાયદો નહીં થાય.’’ રાજા વિચારમાં પડી ગયો તેને વજીરની વાત સાચી લાગી. તમે માનશો રાજાએ તેને ફરીથી વજીર તરીકે રાખી લીધો. આ છે વાકચાતુર્ય !

૧૬. ફક્ત એક રૂપિયો

એક અઠંગ જુગારી રાતદિવસ જુગાર રમવામાં જ વિતાવે. તેના ઘરના બધા માણસો પણ તેનાથી કંટાળી ગયા. જુગારમાં તેણએ સમગ્ર સંપત્તિ ગુમાવી દીધી. ઘરના લોકો ત્રાસી ગયા હતા છતાં તે કોઈનું માનતો નહીં.

એક વખત તેને ઘરમાંથી ફક્ત એક રૂપિયો મળી આવ્યો એટલે જુગાર રમવા જવા નીકળ્યો. ઘરના લોકોએ તેને વાર્યો પણ તેણે કહ્યું કે આ તો ફક્ત એક જ રૂપિયાનો સવાલ છે. આમાં ગુમાવવાનું શું છે ? રૂપિયો હોય કે ન હોય કંઈ ફેર પડતો નથી. આથી ઘરના લોકોએ તેને જવા દીધો.

સીધો તે જુગાર રમવા ગયો. આજે તેનું નસીબ જોર મારતું હશે એટલે તેની જીત ઉપર જીત થવા માંડી. થોડા સમયમાં તેણે એક રૂપિયામાંથી લાખ્ખો રૂપિયા બનાવ્યા.

તે જુગારમાં રાત દિવસ કંઈ જોતો નહી. આજે તેને ખૂબ પૈસા આવતાં રમવાની બહુ મજા આવી એટલે બમણા જોરથી રમવા લાગ્યો, પરંતુ અફસોસ ! ફરી નસીબે પલટો ખાધો. જે લાખ્ખો રૂપિયા મળેલ તે પણ ગયા અને ઘરેથી લાવેલ રૂપિયો પણ ગયો. હવે કંઈ તેની પાસે રહ્યું નહીં.

જ્યારે ઘરે આવ્યો ત્યારે બધાને કહેવા લાગ્યો આજે ફક્ત એક જ રૂપિયો ગુમાવ્યો છે. કોઈને વાત પણ કરી નહીં કે તેણે એકમાંથી લાખ્ખો બનાવેલ અને પછી ગુમાવેલ.

(જીવનમાં પણ આવું ઘણીવાર નથી બનતું ? દશના ચક્ર એવા ઘડી ઉંચે ઘડી નીચે.)

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી.

એથી જ શાણા સાહ્યબીથી લેશ ફુલાતા નથી.

- જુની રંગભૂમિનું ગીત.

૧૭. આભાર

એકવાર એક ભાઈ પોતાની બાઈકથી હાઈવે ઉપર પસાર થઈ રહ્યા હતા. રસ્તાની બન્ને બાજુ સુંદર વૃક્ષોની હારમાળા હતી અને વૃક્ષોની છાયામાં રસ્તા ઉપર જવાનો આનંદ આવતો હતો.

અચાનક રસ્તામાં એક વૃક્ષ ઉપર બહેઠેલ પક્ષી ચરક્યું અને તેની ચરક ભાઈના શર્ટ અને ગાલ પર પડી.

ભાઈને આજે એક મોટી કંપનીમાં ઈન્ટરવ્યુ હતો અને સમયસર પહોંચવાનું હતું. નવું શર્ટ બગડતાં ભાઈએ થોડો આંચકો અનુભવ્યો પરંતુ તુરંત બાઈક રસ્તાની બાજુ પર ઉભુ રાખ્યું. ખીસ્સામાંના રૂમાલથી શર્ટ અને મોં પર પડેલી ચરક દૂર કરી. જો કે શર્ટ ઉપર થોડા ડાઘા પડી ગયા. મુડ બગડી જાય તેવી પરિસ્થિતિ હતી છતાં ભાઈ શાંતિથી બાજુમાં ઉભા રહી ગયા અને પ્રાર્થના કરી. ‘‘હે ઈશ્વર ! તારો આભાર માનું છું કે તે ભેંશને પાંખો નથી આપી. નહીં તો મારી દશા શું થાત ? તારો આભાર !’’

આવી પ્રાર્થના કરી, ભાઈ બાઈક ચાલુ કરી શાંતિથી કોઈ જાતના બડબડાટ કે ક્ષોભ વગર ઉપડી ગયા.

(નાના સરખા બનાવથી ઘણીવાર આપણે ઈશ્વરનો વાંક કાઢતા હોઈએ છીએ પરંતુ તેનાથી પણ વધુ મોટા અકસ્માત કે આઘાતથી ઈશ્વર આપણને બચાવી લેતો હોય છે જેની આપણને ખબર પણ નથી હોતી, એટલે જ આપણે તેનો આભાર માનવો જોઈએ.)

૧૮. અતિપરિચય

નાના રાજ્યનો રાજા એક સુંદર સ્ત્રીના પ્રેમમાં પડી ગયેલ પરંતુ તે સ્ત્રી એક સૈનિકના પ્રેમમાં હતી. તેથી રાજાને પ્રેમ કરતી નહીં. રાજાએ સ્ત્રીને મનાવવા અનેક પ્રયત્નો કર્યા. પંરતુ સ્ત્રીના મનમાં સૈનિક જ વસી ગયો હતો અને રાજા સાથે કોઈ સંજોગોમાં રહેવા તૈયાર ન હતી.

રાજાએ શામ-દામ-દંડ બધા ઉપાયો અજમાવી જોયા પરંતુ તે સ્ત્રીને માનાવી શક્યો નહીં. છેવટે તેણે એક યોજના વિચારી કે પેલા સૈનિકનો કાંટોજ દૂર કરી દેવો. તેણે તે સૈનિકને મારી નાખવાનું નક્કી કર્યું અને યોજના વજીરને જણાવી.

વજીર થોડો શાણો હતો તેણે સલાહ આપી કે આ કૃત્ય રાજાની અપકીર્તિ વધારશે. કોઈ નિર્દોષનો જીવ લેવો તે રાજાનો ધર્મ ન કહેવાય.

તેણે એક સૂચન કર્યું કે સ્ત્રી અને પ્રેમીને બોલાવી તેમને ભેટવાનું જણાવવું અને ભેટે એટલે બન્નેને તુરંત દોરડેથી બાંધી દેવા.

રાજાએ તે સ્ત્રી અને પ્રેમીને બોલાવી એકબીજાને ભેટવા જણાવ્યું. રાજાની વાત સાંભળી બન્નેને ખુબ આનંદ થયો અને પ્રેમથી ભેટી પડ્યા. રાજાના માણસોએ જેઓ તે ભેટ્યા એટલે એકબીજાને દોરડાથી સખત બાંધી દીધા. હવે બન્ને એકબીજાનું મોં પણ જોઈ શકતા નહીં.

થોડાક દિવસ આ રીતે બાંધી રાખ્યા પછી એક દિવસ બન્નેને છોડી દીધા. જેવા તેમને છોડી દીધા કે બન્ને પોત પોતાના રસ્તે એકલા જતા રહ્યા. હવે બન્ને એકબીજાને મળવા કે સામુ જોવા પણ હવે તૈયાર નહોતા.

(ઘણીવાર અતિપરિચયથી અવજ્ઞા પેદા થાય છે. ઘરના માણસોની બહાર જેટલી કદર થાય તેટલી ઘરમાં નથી થતી.)

૧૯. વસ્તુઓનો વળગાડ

એક વાંદરો આખો દિવસ જંગલમાં એક ઝાડથી બીજા ઝાડ ઉપર કુદી કુદીને આનંદથી રહેતો હતો. જાતજાતના ફળ ઝાડ ઉપરથી તોડીને ખાવાની તેને મજા આવતી હતી. થાકી જતો ત્યારે મજાથી ઝાડ ઉપર સૂઈ જતો અને આરામ કરતો.

એક દિવસ ભુલથી તે જંગલની બાજુમાં આવેલ વસ્તીમાં પહોંચી ગયો. એક ઘરમાં તેણે સુંદર ચમકતાં રંગીન સફરજનની એક બાસ્કેટ જોઈ. આ સફરજન જોઈને તે ખુશ થઈ ગયો. તેણે થોડા સફરજન ઉપાડી લીધા અને પાછો જંગલ બાજુ ચાલ્યો ગયો. તેણે થોડા સફરજન ખૂબ જ મજબૂત અને કઠણ હતા. તેમાંથી કોઈ જાતની સુગંધ ન હોતી આવતી. તેણે જોરથી ખાવા પ્રયત્ન કર્યો તો તેના દાંત તુટી ગયા. ખરેખર તો સફરજન દીવાનખંડની શોભા માટેના લાગડાના બનાવટી હતા પરંતુ તે ખૂબ સુંદર દેખાતા હતા.

હવે જ્યારે વાંદરો બીજા વાંદરાને જોતો તો આ સફરજનને ખૂબ જ જોરથી પકડી રાખતો. તે કોઈ ઝુંટવી ના જાય તેનું ખાસ ધ્યાન રાખતો. આ રંગીન ચમકતા સફરજન તેને ખાવાના કામમાં આવતાં ન હતાં તો પણ તે નીચે મુકતો જ નહીં.

ખરેખરતો જ્યારથી આ સફરજન તેના હાથમાં આવેલ ત્યારથી તે આરામથી રહી શકતો નહીં. પહેલાં જે રીતે તે આખો દિવસ ફરતો હતો તેવું હવે થતું નહીં. ઝાડ ઉપરથી બાજ ફળ પણ તોડી શકતો નહીં કારણ આખો દિવસ તે આ લાકડાના સફરજનને હાથમાં પકડી રાખતો. હવે તેને એક ઝાડથી બીજા ઝાડ ઉપર જવામાં પણ તકલીફ પડતી.

વાંદરાને આ બનાવટી સફરજનનો વળગાડ હતો. ન તે ખાઈ શકતો કે ફેંકી શકતો કે ના કોઈને કહી શકતો. આખો દિવસ પાસે રાખીને હવે તે ખુબ થાકી અને કંટાળી ગયેલ. આજે સામેના ઝાડ ઉપર મજાના ફળ જોતાં તેના મોંમાં પાણી આવી ગયું. લાકડાના સફરજન હાથમાંથી પડા ગયા. જેવા તે પડી ગયા કે સીધો સામેના ઝાડ ઉપર ચડી ગયો અને ઘણા સમય પછી ખેરખર તેણે બરાબર મજા માણીને ફળો ખાધાં. હવે તે પહેલાંની માફક સફરજન છૂટતાં આનંદથી રહેવા લાગ્યો.

(આપણે પણ છાતીયે એવી ઘણી બિનજરૂરી વસ્તુઓ વળગાડીને રાતદિવસ ફરીએ છીએ જે આપણા જીવનમાં ઘણી વખત બાધારૂપ અને તણાવનું કારણ બની જાય છે. નિરર્થક વસ્તુઓની ઘેલછા આપણને સતત દોડાવ્યા કરે છે.)

૨૦. પ્રતિઘોષ

એક વાર એક ખેડૂત તેના નાના દીકરા સાથે પહાડ ઉપર ચઢતો હતો. પહેલવાર જીવનમાં ચારેબાજુ લીલાછમ વનરાજી જોઈને છોકરાને નવાઈ લાગી.

પર્વતોની વચ્ચેથી પસાર થતાં છોકરો મોટેથી બોલતો હોય છે તો તેનો પ્રતિધ્વનિ સંભળાય છે. નાના છોકરાને આશ્ચર્ય થાય છે.

આથી પર્વત સામે જોઈને મોટેથી પર્વતને કહે છે, ‘‘તું મૂર્ખ છે’’ છોકરાને તેના જ શબ્દો પાછા સંભળાયા. આથી તેને ગુસ્સો આવ્યો ફરીથી તેણે એ શબ્દો મોટા અવાજે પર્વતને કહ્યા. પરંતુ દર વખતે આ અવાજો તેને જ પાછા મળતા હતા.

છોકરો વિસ્મયભરી નજરે તેના પિતાને પૂછે છે, ‘‘આવું કેમ થાય છે ? મારા શબ્દો વધારે મોટેથી પાછા સંભળાય છે.’’

પિતા કહે છે કે દીકરા તું ધ્યાનથી સાંભળ. પિતા મોટેથી બૂમ પાડે છે, ‘‘તું વીર છે, શુરવીર છે’’ સામેથી આ જ જવાબ પાછો ફરે છે. છોકરો આ સાંભળી ખુશ થાય છે.

પિતા નાના બાલીશ છોકરાને સમજાવે છે, ‘‘આને પડઘો કે પ્રતિધ્વનિ કહેવાય. આપણું જીવન પણ આવું જ છે. જેવું તમે આપશો તેવું જ મળશે. સંસાર પ્રતિઘોષ માત્ર છે. જીંદગી અકસ્માત નથી પરંતુ આપણું પ્રતિબિંબ છે.’’

(કુદરતને આદેશ ન કરાય, તેની આજ્ઞા માનવાની હોય છે. કુદરતના પ્રતિઘોષ કે પ્રતિક્રિયામાં ઘણુ સમજી શકાય છે.)

૨૧. જેનું જે કામ

એક ગામમાં એક કુંભાર રહેતો હતો. કુંભાર પાસે એક ગધોડો અને મોટો કૂતરો રહેતો. કુંભાર ગધેડા પાસે ખૂબ કામ લેતો અને કૂતરો પણ કુંભારના આખા ઘર અને જમીનની ચોકી કરતો.

કુંભાર થોડો કંજૂસ હતો. ગધેડા અને કૂતરાને પૂરતું ખાવાનું પણ ન આપતો અને ઉપરથી હડધૂત કરતો.

ઘણીવાર કૂતરો અને ગધેડો આસપાસ આ બાબતની ચર્ચા કરતા પરંતુ ગધેડો મૌન રહેતો. ગધેડાને ઉંડે ઉંડે એક આશા હતી કે આ કુંભારની દીકરી સાથે મારું કોઈ દિવસ સગપણ થઈ જશે, કારણ કુંભાર વારંવાર મોટેથી તેની દીકરીને ખીજાઈને કહેતો હું ગધેડાને એક દિવસ તારી સાથે પરણાવી દઈશ.

ગધેડો આથી ધીરજ ધરીને બેઠો હતો કે એક દિવસ ચોક્કસ તે આ ઘરનો જમાઈ થશે. કૂતરાથી માલિકનું વર્તન સહન થતું નહીં. તે મનોમન કુંભારને બોધપાઠ આપવાનું નક્કી કરતો પણ ગધેડો પણ સાથ આપતો નહીં.

એક દિવસ કુંભારને ત્યાં અડધી રાત્રે ચોર આવ્યા. કુંભાર ભર ઉંઘમાં હતો. કૂતરો તુરંત જાગી ગયો. તેણે ગધેડાને જગાડ્યો અને કહ્યું, ‘‘જો કુંભારને આજે સબક શીખવાડવો છે. તેણે આપણને બહુ સતાવેલ છે. હવે આપણે બેઠા બેઠા જોયા કરવાનું છે. ચોરો ભલે ઘરમાંથી બધુ ચોરી જાય આપણે શું ? હું આજે માલિકને જગાડીશ નહીં.’’

ગધેડાએ કૂતરાને સલાહ આપી કે આ બરાબર નથી. જો તું ભસીશ નહીં તો હું માલિકને જગાડીશ. એમ કહીને તેણે જોરથી હોંચી હોંચી કરવા માંડ્યું. આ સાંભળી કુંભાર તેના ઘરના બધા જાગી ગયા. આથી ચોર ચોરી કરે તે પહેલા ભાગી ગયા. કુંભાર ભર ઉંઘમાંથી બહાર આવી દરવાજો ખોલીને જોયું તો ગધેડો હોંચી હોંચી કરતો હતો. કુંભારે જોરથી એક લાકડીથી તેને બરાબર ફટકાર્યો અને ચૂપ કરી દીધો પછી બારણા વાસી ઘરમાં જઈ સૂઈ ગયો.

કૂતરાનું જે કામ હતું અને જે સ્થાન હતું તે ગધેડો લેવા ગયો અને તેનું પરિણામ વિપરીત આવ્યું.

(જેનું જે કામ હોય તેને તે કરવા દો. તેમાં માથુ ના મારો દરેક પોત પોતાની જગ્યાએ યોગ્ય છે.)

૨૨. મિત્રતા

યુદ્ધ ચાલતું હતું. બંને બાજુથી ભયંકર તોપમારો અને ગોળીબારો ના અવાજો આવતા હતા. બંને બાજુના સૈનિકો આડાશો પાછળ ઊભા રહી સામ સામે ગોળીબાર કરતા હતા. હુમલાનો અવિરત મારો ચાલતો હતો અને આ ભીષણ તોપમારામાં કોઈ બચે તેમ ન હતું.

બંકરમાં રહેલ એક સૈનિક તેના ઉપર અધિકારીને કહે છે, ‘‘શું હું બહાર નીકળી મારો સાધીતાર જે ઘાવયેલ છે ત્યાં આગળ જઈ શકું ?’’

અધિકારી કહે, ‘‘બહાર ભારે તોપમારો અને ગોળીબાર ચાલુ છે. આ સ્થિતિમાં તને રજા ન આપી શકાય. તું જેવો બહાર નિકળીશ કે વિંધાઈ જઈશ અને તારા સાથીદારને ખોળતા પહેલાં તું મરી જઈશ. તારો સાથીદાર તો આ ભીષણ યુદ્ધમાં ક્યારનો બહાર મરી ચુક્યો હશે અને હવે તેની પાસે જવાનો કોઈ અર્થ નથી છતાં તારે જવું હોય તો જઈ શકે છે.’’

યુદ્ધની આ વાસ્તવિકતા હોવા છતાં તે સૈનિક પોતાના સાધીદારને શોધવા ટનલ-બંકરની બહાર નિકળે છે. તોપો અને ગોળીબારના અવાજો વચ્ચે થોડીવારમાં તેના સાથી મિત્રને ખભા ઉપર નાખીને સંતાતો, છુપાતો બંકરમાં પાછો ફરે છે. અધિકારી સાહેબ ખભા ઉપર તેના મિત્રને જુવે છે અને કહે છે કે મેં કહેલ કે તારો જવાનો કોઈ અર્થ નથી. આ તારો સાધીદાર મૃત્યુ પામેલ છે અને તું પણ ઘવાયો છું.

સૈનિક જવાબ આપે છે, ‘‘તેને લઈ આવવાનો કેમ કંઈ અર્થ નથી ?’’

સાહેબ કહે, ‘‘તે મરી ચુક્યો છે તેને હવે શું કરીશ ?’’

સૈનિક કહે, ‘‘એને લઈ આવવાની જરૂર હતી. ઘણા મૃત સૈનિકોની વચ્ચે તેને મેં ઓળખી કાઢ્યો ત્યારે તે છેલ્લા શ્વાસ લેતો હતો. મને જોઈને તેને ખુબ સંતોષ થયો. તે મરતાં મરતાં મોટેથી બોલી ઉઠ્યો, વિક્રમ ! મને ખાત્રી જ હતી કે તું ચોક્કસ મને લેવા આવીશ. તારી હું રાહ જ જોતો હતો.’’

(એક સારો મિત્ર બની શકે તેને જ સારા મિત્રો મળે છે. પાંચ વર્ષના બાળકને કોઈએ પુછ્યું મિત્રતા એટલે શું ? તેણે જવાબ આપ્યો, ‘‘તમે દરરોજ મારા બોક્સમાંથી ચોકલેટો ચોરી લો અને તેમ છતાં રોજ હું ત્યાં જ મુકતો રહું’’)

હ્લિૈીહઙ્ઘજ ટ્ઠિી ઙ્મૈાી જંટ્ઠજિ, ર્એ ર્ઙ્ઘહ’ં ટ્ઠઙ્મુટ્ઠઅજ જીી ંરીદ્બ હ્વેં ર્એ ાર્હુ ંરીઅ ટ્ઠિી ંરીિી. ૐટ્ઠદૃી ખ્તિીટ્ઠં ર્રીજ ટ્ઠહઙ્ઘ ઙ્ઘટ્ઠિી ર્ં ર્ખ્ત ટ્ઠઙ્મઙ્મર્ ેં ર્કિ ંરીદ્બ. ૐટ્ઠદૃી ખ્તિીટ્ઠં ઙ્ઘિીટ્ઠદ્બજ ટ્ઠહઙ્ઘ ઙ્ઘટ્ઠિી ર્ં ઙ્મૈદૃી ંરીદ્બ. ૐટ્ઠદૃી િંીદ્બીહર્ઙ્ઘેજ ીટીષ્ઠંટ્ઠર્ૈંહજ ટ્ઠહઙ્ઘ હ્વીઙ્મૈીદૃી ૈહ ંરીદ્બ.

૨૩. ફક્ત એક વધારાના રૂમ માટે

એક એન્જિનિયરની દાસ્તાન

અમારું કુટુંબ મધ્યમવર્ગનું એક સામાન્ય કુટુંબ હતું. સરકારી નોકરીમાં મારા પિતા સામાન્ય ક્લાર્ક હતા. પિતા હંમેશા આર્થિક ભીંસ અનુભવતા અને ઘરના બે છેડા મેળવવામાં મુશ્કેલીઓ અનુભવતા. આમ છતાં પ્રામાણિકતા અને મહેનતથી આખી જીંદગી તેમણે પસાર કરી. અમારા નાના ચાલીના ઘરમાં ફક્ત એક જ રૂમ હોવાથી બધાનો સમાવેશ થતો નહીં.

પિતાએ રીટાયર્ડ થતાં આખી જીંદગીની કરેલી બચતમાંથી સામાન્ય એક બેડરૂમનો ફ્લેટ લીધો. પણ મારી ઈચ્છા હતી કે જો હું એન્જીનિયર બનું અને અમેરિકા જવાનું મળે તો થોડા વખતમાં કમાઈને બે બેડરૂમનો ફ્લટે લેવો. તેથી ભણતર પાછળ મેં બહુ ધ્યાન આપ્યું અને હું એક સારી કોલેજમાંથી સોફ્ટવેર એન્જીનિયર થઈ ગયો.

સદ્‌ભાગ્યે મને તુરંત એક મલ્ટીનેશનલ આઈટી કંપનીમાં સારા પગારે અમેરિકામાં નોકરી મળી ગઈ. પહેલાં તો હું અમેરિકા જવા તૈયાર ન હતો, કારણ મારે પિતા સાથે રહેવું હતું. પરંતુ પછીથી હું બે-ત્રણ વર્ષ માટે અમેરિકા જવા તૈયાર થયો.

અમેરિકામાં થોડી મુડી ભેગી થતાં હું લગ્ન કરવા અહીં આવ્યો. સુંદર સ્ત્રી સાથે લગ્ન કરી અમેરિકા પાછો ફર્યો. મેં પિતાને વચન આપ્યું કે તુરંત તેમની સાથે રહેવા પાછો આવીશ.

પિતા મારી રાહ જોઈને એકલતામાં દિવસો વિતાવવા લાગ્યા. આ બાજુ અમેરિકામાં મારે કામ કરવાનું અને રહેવાનું લંબાતું જતું હતું. હવે બે સંતાનો પણ થયેલ. પિતાની ઈચ્છા હતી કે મારા બાળકોને તે જુવે પરંતુ તેમની ઈચ્છા અધૂરી રહી ગઈ.

મારા પિતા ગુજરી ગયા પણ હું તરત આવી શક્યો નહીં. અગ્નીદાહ પડોશીઓએ આપ્યો. પછી હું મારા કુટુંબ સાથે આવી ગયો અને અહીં જ રહેવાનું નક્કી કર્યું. બે બેડરૂમનો ફ્લેટ ખરીદ્યો. પરંતુ થોડા સમય પછી ના છૂટકે છોકરાઓ સાથે અમેરિકા પાછા જવું પડ્યું કારણ તેમને અહીંયા રહેવાનું ફાવતું નહોતું.

આમ હું છોકરાઓ સાથે અમેરિકા અને પત્ની અહીંયા. દરમ્યાન થોડા વર્ષોમાં પત્ની ગુજરી ગઈ એટલે હું અહીં પાછો આવ્યો.

હવે હું અહીં એકલો રહું છું. હવે નથી મારા પિતા કે પત્ની. છોકરાઓ અમેરિકામાં રહે છે. ફક્ત એક વધારાના રૂમ ખાતર ના પિતા સાથે રહી શક્યો, ના પત્ની સાથે કે ના છોકરાઓ સાથે.

જિંદગીનું નામ બીજું કંઈ નથી,

મેં ઉપાડી છે અપેક્ષા લાશની.

- અહમદ મકરાણી.

૨૪. રહસ્યમય પૂતળું

એક વખત લંડનના વિશાળ પુરાણી-જુની વસ્તુઓ વેચતી દુકાનમાં કેટલીક ધાતુમાંથી બનાવેલ દેવી દેવતાની મૂર્તિઓ તેમજ ઘણા પ્રાણીઓના આબેહૂબ પૂતળાં વેચવા મુકેલ. આપણા એક દેશી ભાઈ લંડન ફરવા આવ્યા હતા. ફરતાં ફરતાં લંડનમાં આવેલ આ સ્ટોરની મુલાકાતે જઈ ચડ્યા.

સ્ટોરમાં જાત જાતનાં, ભાત ભાતનાં આબેહૂબ પૂતળાં જોઈ ભાઈ દંગ થઈ ગયા. પૂતળાં હમણાં જ બોલી ઉઠશે એવું લાગવા માંડ્યું. તેમણે અલમારી ઉપર એક નાનું બ્રોન્ઝ મેટલનું કૂતરાનું પુતળુ જોયું. આબેહૂબ કૂતરુ જોઈ લો. ભાઈને તે ખુબ ગમી ગયું. ગમે તે હીસાબે તે ખરીદી દેશ લઈ જવું એમ મનોમન નક્કી કર્યું.

સ્ટોરના માલિકે કૂતરાને ફેરવી ફેરવીને જોઈ કહ્યું, ‘‘કુતરાની કિંમત દસ પાઉન્ડ છે. આ કૂતરાની પાછળ એક રહસ્ય કથા છે. તે સીડીની કિંમત અલગ થશે.’’

ભાઈએ વિચાર કર્યો કે તેને કૂતરાની સીડીમાં કંઈ રસ નથી. તેને તો કૂતરાનું મોડેલ ખુબ ગમી ગયેલ. જાણે હમણાં જ ભસી ઉઠશે. એટલે તુરંત દસ પાઉન્ડમાં આ કૂતરુ ખરીદી લીધું.

પછી સ્ટોરની બહાર નીકળ્યો. તેના હાથમાંના કૂતરાને જોઈને આજુબાજુના રહેઠાણમાંથી ઘણા કૂતરા તેની પાછળ પડી ગયા. જેમ તે આગળ ચાલે તેમ કૂતરાની સંખ્યા ખૂબક વધતી ગઈ. હવે સંખ્યા ખૂબ વધી જતાં તે ગભરાવા લાગ્યો. આટલા બધા કૂતરા પાછળ પડી ગયા છે. હવે શું કરવું ? તે હેરાન થઈ ગયો. તેની બુદ્ધિ બહેર મારી ગઈ. એટલામાં લંડન વચ્ચેથી પસાર થતી નદી આવી. તેણે જોરથી કૂતરાનો નદીમાં ઘા કર્યો અને તે પુલ ઉપર દોડી ગયો. જેવો નદીમાં કૂતરાનો ઘા કર્યો કે સઘળા કૂતરાઓ પણ નદીમાં કુદી પડ્યા અને નદીના પ્રવાહમાં તણાઈ ગયા. ભાઈને હાશ થઈ. ખરેખર છૂટી ગયા. ભાઈને આશ્ચર્ય થયું કે એક સામાન્ય ધાતુનું પૂતળુ આટલું અદ્‌ભુત હોઈ શકે ? શું દુકાનદાર પાસે બીજા આવા રહસ્યથી ભરેલા પૂતળાં હશે ?

આમ વિચાર કરીને તે સ્ટોરમાં પાછો ફર્યો. સ્ટોરનો માલિક તેને જોઈને કહેવા લાગ્યો મને ખબર હતી કે તમે પાછા આવશો. અમારા દરેક પૂતળાં અદ્‌ભુત હોય છે. તેની સીડી જોઈતી હોય તો ત્રીસ પાઉન્ડ થશે. ભાઈએ કહ્યું કે સીડી તમારી પાસે રાખો મારે તેની જરૂર નથી. પછી મોટેથી પુછવા લાગ્યો, મને એટલું કહો, તમારી પાસે મારા દેશના કોઈ ભ્રષ્ટ અને નફ્ફટ નેતાનું આવું કોઈ પૂતળુ છે ? જો હોય તો જલ્દી આપો. હું ગમે તે કિંમતે ખરીદી લેવા તૈયાર છું.

એક હી ઉલ્લુ કાફી હૈ, બરબાદ ગુલિસ્તાંકો કરનેકો,

યહાં હર ડાલપે ઉલ્લુ બૈઠે હૈ, અંજાને ગુલિસ્તાંકા ક્યા હોગા ?

- એક અજ્ઞાત શાયર

૨૫. શું આને પાગલ કહેવાય ?

એક ટ્રક ડ્રાઈવર લાંબી સફારી ઉપર નીકળેલ. રસ્તામાં ટ્રકને પંક્ચર પડ્યું. નીચે ઉતરીને બીજુ સ્પેર ટાયર કાઢ્યું. ટાયર બદલી બોલ્ટ ચઢાવવા ગયો ત્યારે કાઢેલા બોલ્ટ મળ્યા નહીં. બરાબર જોયું તો સડકની બાજુની ગટરના ઢાંકણા ઉપર મુકેલા સઘળા બોલ્ટ ઢાંકણું ખસી જતાં ગટરની અંદર પાણી સાથે વહી ગયેલ.

ડ્રાઈવરને હવે બોલ્ટ વગર ટાયર ફીટ ના થાય તો શું કરવું તેની સમજણ ના પડી. હજુ તો ટ્રક લઈને દૂર શહેરની અંદર જવાનું હતું. તે મુંઝવણને ચિંતામાં પડી ગયો.

એટલામાં સામેની મેન્ટલ હોસ્પિટલમાંથી એક ભાઈને આવતા જોયા. નજીક આવતાં તે ભાઈએ ટ્રક ડ્રાઈવરને પૂછ્યું, ‘‘શું થયું છે ? કેમ સુનમુન બેસી ગયા છો ?’’

મુંઝાયેલ ડ્રાઈવરે જવાબ આપ્યો, ‘‘સ્પેર ટાયરના બધા બોલ્ટ પાણીમાં પડી વહી ગયા છે અને શું કરવું તેની ચિંતામાં છું. કંઈ સમજણ પડતી નથી. આગળ મુસાફરી કેવી રીતે કરવી ?’’

પેલા ભાઈ કહે છે, ‘‘એમાં આટલી બધી ચિંતા શું કરવાની ? આ તો બહુ સીધી સાદી વાત છે. તુ બાકીના ત્રણ ટાયરમાંથી એક એક બોલ્ટ કાઢી લઈને નવા ટાયરમાં ફીટ કરી દે એટલે ગાડી શહેર સુધી લઈ જઈ શકાશે. પછી નજીકમાં જે ગેરેજ આવે ત્યાં બધા ટાયરમાં એક એક નવો બોલ્ટ ફીટ કરાવી દેજે.’’

ડ્રાઈવર આ જવાબ સાંભળી ખુબ આશ્ચર્ય પામ્યો. આટલા વખતથી ડ્રાઈવીંગ કરે છે. પણ આટલી સીધી સામાન્ય અક્કલ પોતાને કેમ ન આવી ? તેને લાગ્યું કે આ ભાઈ ખરેખર હોંશિયાર છે તો પછી મેન્ટલ હોસ્પિટલમાં કેમ રહેતા હશે ? શું તે પાગલ છે ?

(મેન્ટલ હોસ્પિટલમાં રહેતા બધા કંઈ મંદબુદ્ધિવાળા કે પાગલ નથી હોતા. કેટલાક ધુની હોઈ શકે પરંતુ પાગલ કે મુર્ખ નથી હોતા.)

૨૬. ફક્કડ ગિરધારી

હું એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતો હતો. મારી ઓફીસ શહેરથી દૂર આવેલ. રોજ હું ગાડીમાં જતો.

શહેરથી દૂર ચાર રસ્તાના ક્રોસીંગ આગળ એક દાઢી વધારેલ ચાલીસી વટાવી ચુકેલા જેવા અલગારી માણસ હાથમાં કોઈ વાવટો-ધજા લઈને ઉભો હોય તે ક્રોસીંગ પાસેથી પસાર થતી ગાડીઓના માણસોને હાથ ઉંચો કે સલામો કરે. ક્રોસીંગ પાસેથી મારી ગાડી સીગ્નલની રાહ જોઈ ઉભી હોય એટલે મારી પાસે અચૂક મધુર સ્મિત કરતો તેની ધજા ફરકાવતો આવી જાય. તે હંમેશા ખુશખુશાલ દેખાતો. જેવો તે મારી પાસે નજીક આવે કે હું ગાડીની બારીનો અડધો કાચ ખોલી થોડા પરચૂરણના સિક્કા કાઢી તેને આપી દેતો. તે એક સલામ મારીને હસતો ગાતો ચાલ્યો જતો.

વર્ષો સુધીનો અમારો આ ક્રમ હતો. તે ગમે તેવી ઠંડી, ગરમી કે વરસાદમાં અચૂક હાજર થઈ જતો. મને લાગતું કે તે રસ્તાના ક્રોસીંગ પાસે નજીકમાં પડ્યો રહેતો હશે. ઉપર આભ અને નીચે ધરતીને સહારે જીવતો હશે. તે કોણ હશે ? ક્યાંથી આવ્યો હશે ? તેના કુટુંબમાં કોણ હશે ? વગેરે વિચારો મારા મનમાં ઘેરાતા. મને ઘણીવાર કુતુહલતા ખાતર આ બધુ પૂછવાનું મન થતું. પરંતુ સીગ્નલની લીલી લાઈટ ચાલુ થઈ જતાં ભારે ટ્રાફિકમાં તુરંત ગાડી દોડાવી દેવી પડતી. તે ગમે તેવો હોય પણ મને તે એક ફક્કડ ગિરધારી જેવો લાગતો. પેલા આનંદી કાગડા જેવો. દરેક સ્થિતિમાં હંમેશા ખુશ દેખાતો. મને તેનામાં સંસારની આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત એવા કોઈ મુક્તક દેખાતો.

ગળાકાપ હરીફાઈ અને મંદીમાં ધંધા ઓછા થઈ જવાથી અમારી કંપનીની મેનેજમેન્ટે મોટા પગારવાળા સીનીયર સ્ટાફને ઓછો કરવાનું નક્કી કર્યું. મને નોકરીમાંથી છુટા કરવાનું એક ફરફરીયું પકડાવી દીધું અને જણાવ્યું કે આવતા સોમવારથી તમને સર્વિસમાંથી છુટા કરવામાં આવે છે. એકદમ મારા ઉપર જાણે વીજળીના પડી હોય તેવું લાગ્યું. હું અત્યંત મુંઝાઈ ગયો. મોંઘવારીમાં મારા કુટુંબની હાલત શું થશે ? મોટી ગાડીના હપ્તા, છોકરાઓની સ્કૂલની મોટી ફી અને મકાનના ભાડા કેવી રીતે ભરાશે ? તેવા વિચારોની વણઝાર મગજમાં શરૂ થઈ ગઈ. મને કંઈ ચેન પડે નહી. હું સુધબુધ ગુમાવી બેઠો. મને આવતીકાલની ચિંતા કોરી ખાવા લાગી. આ ચિંતામાં સાંજે ઓફિસમાંથી છૂટીને ઘરે રવાના થયો. મારા ચહેરા ઉપર એક ઉદાસીનતા છવાઈ ગઈ હતી.

રોજના ક્રમ પ્રમાણે જેવી મેં સિગ્નલ પાસે ગાડી ઉભી રાખી કે પેલો ફક્કડ ગિરધારી હાજર થઈ ગયો. મેં મારી બારી ખોલી. મારો ચહેરો જોઈ હું ચિંતામાં છું, તેવું કળી ગયો. હું સીક્કા કાઢુ અને કંઈ કહું તે પહેલાં મારા હાથમાં પાંચસો રૂપિયાની નોટ પકડાવી કંઈ બોલ્યા વગર તુરંત જતો રહ્યો.

મને નવાઈ લાગી. એક મુફલીસ માણસ કેટલી ખુમારીથી જીવતો હતો. જેને ઉપર આભ અને નીચે ધરતી સિવાય કંઈ ન હતું. તેના આગળ મારી સગવડોની કંઈ વિસાત ન હતી. હું વિચારવા લાગ્યો કે આ માણસ આનંદથી રહી શકતો હોય તો ઈશ્વરે મને તો ઘણુ બધુ આપેલ છે. આ ફક્કડ ગિરધારીની અમીરીથી મારા મગજમાં એક ઝબકારો થયો. મારો અભિગમ એકદમ બદલાઈ ગયા. એક નોકરી જવાથી આટલું દુઃખ શાથી ? હજુ હું યુવાન અને તંદુરસ્ત છું. ખૂબ મહેનત કરવાની શક્તિ ધરાવું છું.

મને લાગ્યું કે હું થોડા પ્રયત્નો કરીશ તો બીજી વધારે સારી નોકરી મળી જશે. આમ મારા જીવનમાં એક નવો જોમ અને ઉત્સાહ આવી ગયો. જીંદગી ઈશ્વરના હાથમાં છે પણ મુડ સારો રાખવો કે ખરાબ તે આપણા હાથની વાત છે.

...અને તમે માનશો ભાઈને થોડા દિવસોમાં જ વધુ સારી નોકરી મળી ગઈ.

(ઈશ્વર એક દરવાજો જ્યારે બંધ કરે છે તો બીજો ખોલી નાખતો હોય છે. ઉરીહ ર્ય્ઙ્ઘ ષ્ઠર્ઙ્મજીજર્ હી ર્ઙ્ઘર્િ ૐીર્ ીહજ ટ્ઠર્હંરીિર્ હી હ્વેં દ્બટ્ઠહઅ ૈંદ્બીજ ુી કટ્ઠૈઙ્મ ર્ં જીીર્ ંરીિર્ હી.)

ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર ?

નાની એવી જાતક વાતનો મચાવીએ નહિ શોર !

- રાજેન્દ્ર શાહ

કાવ્યમંજુષા

૧. ભૂકંપ

વગર ધરતીકંપે આ ધરા,

રોજરોજ કેમ ધ્રુજી ઉઠે છે ?

ખબર બહુ મોડી પડી કે

હૈયાની હાય બધુ હલાવે છે.

કજોડાં સૌ ભેગા અહીં થયેલ છે.

નિસાસા રોજ અહીં નંખાય છે.

અહમ્‌ અહીં રોજ ટકરાય છે.

અને તણખા દૂર સુધી ફાલય છે.

કર્કશાઓ અને કપુરૂષોની બુમરાણો

ચારેબાજુ બધે સંભળાય છે.

છુટવા વ્યર્થ ફાંફા સઘળે મરાય છે.

વગર ભૂકંપે અહીં બધુ કંપી ઉઠે છે.

૨. અશ્રુ

એક દિવસ મેં અશ્રુને પૂછ્યું,

આ નેહભર્યા નયનોમાંથી

નીતરવાનું બંધ કેમ કર્યું ?

અશ્રુએ જવાબ આપ્યો,

જીન્સ અને શોર્ટના જમાનામાં,

પ્રિયા પાસે પાલવ જ ક્યાં છે ?

જે મને લૂછી શકે કે સાચવી શકે,

ટીસ્યુ પેપરથી મારે નથી લૂછાવું,

કે નથી ફેંકાઈ જવું.

૩. દર્દ

ન કહેવાય, ન સહેવાય,

એવી આ દર્દભરી દાસ્તાન છે.

માતાની ભાષાના હાલ એવા બેહાલ છે.

જાણે ગુજરાતમાં કોઈ ગુજરાતી નથી.

૪. બની ગયા

ન અમે દેવ બની શક્યા.

ન અમે દાનવ બની શક્યા.

ન અમે ત્રિશંકુ બની શક્યા.

ન અમે દેવર્ષિ બની શક્યા.

ન અમે બ્રહ્મર્ષિ બની શક્યા.

અમે તો બની ગયા.

આ લકવાગ્રસ્ત લોકશાહીના

માત્ર મૂક અને બધીર પ્યાદાં.

૫. એક છોકરો

કોરી કોરી સ્લેટ જેવો

આ સીધો સાદો છોકરો.

ન કોઈ વટ, ન કોઈ લટ.

ન કોઈ ભરામણ, ન કોઈ મથામણ.

ન કોઈ લટકા, ન કોઈ ચટકા.

નથી પ્રેમનું નાટક આવડતું.

નથી નાટકમાં પ્રેમ આપવડતો.

જમાનો કહે, બેકાર છે.

મિત્રો કહે, લાચાર છે.

છોકરીઓ કહે, સાવ બુદ્ધુ !

ફેસ (બુક) વાંચતાં પણ આવડતું નથી.

છોકરો કહે,

જેવો છું તેવો, મારામાં મસ્ત છું.

તમે શું કહો તે નહીં, મતિ જે કહે તે સહી.

૬. અભિમાન

મિત્રે કહ્યું -

ખાલીપાને ખખડાવવાનું રહેવા દે.

બણગાં અને બડાશોની બૂમો રહેવા દે.

શબ્દોની ફૂંદડીઓ ફરવાનું રહેવા દે.

મેં કહ્યું -

ફૂંદડી ધરતી પણ ફરે છે.

શબ્દોના સાથિયામાં સુગંધ પૂરી,

ફેલાવી છે ફોરમ જગમાં.

મિત્રે કહ્યું -

ધરતીને વટાવ મા નાહક,

ધાનનો કણ તો ઉગાડીજો ?

બીજમાંથી વટવૃક્ષ તો બનાવી જો ?

દુર્જનોનો ભાર તો ઉપાડી જો ?

કોઈને ક્ષમા તો કરી જો ?

હું ચૂપ થઈ ગયો.

શબ્દો સરી ગયા.

અભિમાન ઓગળી ગયું.

૭. ધરા

પેલા પર્ણ પીળાં થતાં,

વૃક્ષોએ તેને ત્યજી દીધા.

અમે તો પાનખરમાં,

ગુલાબની આશા રાખી હતી.

પણ આ લાલી જતાં,

અમને ફેંકી દીધા.

પેલા તરુવરો તો ઘણા સારાં,

દુકાળે માળો નથી છોડી જતા.

અને આ ધરા !

જલધારા ખુટી જતાં

છોડવાને ઉખેડી નથી નાંખતી.

૮. ઊંધી દિશાઓ

અમારે જેવું હતું સાગર તીરે

પણ પહોંચી ગયા સરિતા કિનારે.

નીકળ્યા હતા શોધવા રાધાને મધુવનમાં,

પણ પહોંચી ગયા ગોકુળની ગલીઓમાં.

ન અમે તમને મળી શક્યા,

ન તમે અમને ખોળી શક્યા.

ન તમે રાહ જોઈ શક્યા,

ન અમે ધીરજ ધરી શક્યા.

આપણે તો એના એ જ રહ્યા,

ચહેરા સામેના બદલાઈ ગયા.

મંજીલો એક બાજુ અને

મુકામ બીજી બાજુ

આમાં નથી વાંક તમારો કે કિસ્મતનો

ખબર અમને બહુ મોડી પડી કે

અમે દિશાઓ જ ઊંધી પકડી હતી.

૯. શમણાં

ચલો !

થોડાં સપનાનું વાવેતર કરીએ.

આશાઓને વધાવી લઈએ.

અરમાનોને ઉજાળી દઈએ.

હતાશાઓને હાંકી કાઢીએ.

પ્રમાદને ખંખેરી નાખીએ.

થોડી ઠેસ ભુલી જઈએ.

ફરીથી શરૂઆત કરી દઈએ.

શમણાંને સાચવી લઈએ.

વસંત તો આવવાની છે.

શ્રધ્ધા સબુરી બતાવી દઈએ.

૧૦. મોબાઈલ થઈ ગયો

માણસ મોબાઈલ બની ગયો.

સેલમાંથી સેલફીશ થઈ ગયો.

મોડલો રોજ નવાં જોઈને,

દુઃખ વહોરતો થઈ ગયો.

વાતાવરણમાં ફાયદો જોઈને,

‘આઈડીયા’ બદલતો થઈ ગયો.

કુટુંબના કવરેજથી દૂર થઈ,

મીસના સેલમાં સમાઈ ગયો.

હોય વડોદરામાંને, કહે વલસાડમાં,

જુઠાણામાં જીવતો થઈ ગયો.

મળવાનું, હસવાનું બધુ મુકીને,

મોબાઈલમાં મદમસ્ત થઈ ગયો.

નામ જોઈને ઓન ઓફ કરતો,

માણસ મોબાઈલ થઈ ગયો.

૧૧. જીંદગી

જીવતાં આવડે તો જીંદગી છે,

નહીં તો ઉપાધિ છે.

જીવતાં આવડે તો સૂર છે.

નહીં તો બેસૂર છે.

રમત આ ચાર દિનની.

બે દિવસ રખડવામાં.

બે દિવસ ઝઘડવામાં.

ન સમજી શક્યા ન સમજાવી શક્યા.

ન માની શક્યા, ન મનાવી શક્યા.

ન તમે થોડું ડહાપણ દેખાડ્યું.

ન અમે થોડું શાણપણ બતાવ્યું.

પડદો પડી ગયો.

ખેપ પૂરો થયો.

સૂરજ ડૂબી ગયો.

અંધારુ ફાવી ગયું.

ન આનંદથી જીવી શક્યા.

ન આનંદથી મરી શક્યા.

૧૨. તેજદાર

બદનામ ના કરો આ કટારીને.

કટારીથી વધુ કાતીલ છે,

તમારી આ નિગાહો.

બદનામ ન કરો આ ખંજરોને.

ખંજરોથી વધારે ખતરનાક છે,

આ તમારા ખંજનો.

બદનામ ના કરો આ અગ્નીને.

અગ્નીથી પણ વધુ લાલઘુમ છે,

આ તમારી લીપસ્ટિકની લાલી.

તમારા આ ઉન્નત ઉરોજ,

અને સ્મિતને થોડાં મ્યાનમાં રાખો,

તલવારથી પણ વધુ તેજદાર છે.

૧૩. દુશ્મનો

ઓ દુશ્મનો !

જાવ અહીંથી ક્ષેમ કુશળ !

બદનામ અને બરબાદ નથી કર્યો તમે

તેથી વધુ

અમારાઓએ અમને કરેલ છે.

વખાણવા શ્રમ ક્યારેક તો તમે કર્યો છે.

વગોવવા પરિશ્રમ એમણે કાયમ કર્યો છે.

તમે તો ક્યારેક કંપાવ્યા હશે.

એમણે તો સૌની વચ્ચે કપાવ્યા છે.

તમારા પ્રહારો કરતાં,

વધુ વજ્રઘાતો અમને મળ્યા છે.

તમારી વાણી કરતાં,

વધુ આગઝરતાં વચનો સાંભળ્યાં છે.

તમારા નયનો કરતાં,

વધુ નઠારાં નયનો નીભાવ્યાં છે.

૧૪. ઓ ભવિષ્યવેતાઓ !

ઓ નઝૂંમીઓ !

ઓ જ્યોતિષાર્યો !

ઓ ભવિષ્યવેતાઓ !

કોઈ સહેજ તો બતાવો

ક્યારે મારે અહીંથી

ઉચાળા ભરી જવાના છે ?

ક્યારે મારે અહીંથી

ભાડાનું ઘર ખાલી

કરવાનું છે ?

ન બતાવી કંઈ શકો તો,

કરો બંધ

હથેળીઓ જોવાનું અને

સઘળાં ટીપણાં ફેંકી દો.

આ અકળ આગાહીઓને.

આ ગુલાબી ગુલબાંગોને.

આ સચોટ બનાવટોને.

આ દોઢસો ટકા દવાઓને.

અગ્નીદાહ અહીં જ આપી દો.

૧૫. પ્રશ્નો

નથી સમસ્યાઓ અહીં એકલા નચીકેતાને.

નથી પ્રશ્નો અહીં એકલા રામને.

નથી મુંઝવણો અહીં એકલા અર્જુનને.

બધા નચીકેતાને કંઈ દેવ મળતા નથી.

સમસ્યા પણ તું અને સમાધાન પણ તું.

બધા રામને કંઈ વશિષ્ઠ મળતા નથી.

ગુરુ પણ તું અને ચેલો પણ તું.

બધા અર્જુનને કંઈ કૃષ્ણ મળતા નથી.

ગોવર્ધન પણ તું અને ગોવાળિયો પણ તું.

આ સંસાર છે સ્મશાન નથી.

આ કંકાસ છે કંસાર નથી.

પ્રશ્નો પણ તું ઉકેલો પણ તું.

નાવિક પણ તું અને નૌકા પણ તું.

૧૬. કોને ખબર ?

કાળની આ અનંત અવધિમાં

ક્ષણોને સાકાર કરી લઈએ.

કોને ખબર

અંદર ગયેલો શ્વાસ

બહાર નીકળશે ?

કોને ખબર

મુખમાં ગયેલો કોળીયો

ક્યાં અટકી જશે ?

કોને ખબર

હાથમાં પકડેલો કપ

હોઠો સુધી પહોંચશે ?

કોને ખબર

કયુ આતમપંખી ક્યારે

ક્યાં ઉડી જશે ?

દુવા થોડી માંગી લઈએ.

સ્મિત થોડું રેલાવી દઈએ.

ક્ષણો થોડી સુધારી લઈએ.

કોને ખબર

રાત્રે સુતા પછી

કાલે મળીએ કે ન મળીએ ?

૧૭. ભિક્ષુક

ખૂબ રડ્યો થીયેટરમાં.

કરૂણ અને કંગાલ ભિક્ષુઓને જોઈ.

ત્રણ કલાકે બહાર નીકળ્યો.

જીવતો જાગતો ભીખારી સામે ભટકાયો.

હું તાડુકી ઉઠ્યો, -

ચલ હટ ! મહેનત કર નાની મોટી,

શરમ પણ નથી આવતી થોડી ?

ચાલતી પકડી મેં બે ચોપડાવીને,

હસતાં હસતાં.

૧૮. બાકી છે

આપણે તો મધદરિયે,

જોજનો દૂર, અકસ્માતે કે,

કર્મના કોઈ બંધને કે બળથી,

ભેગા થઈ ગયેલા,

કોઈ મહાવૃક્ષના નાના ટુકડા છીએ.

ખબર નથી ક્યાંથી આવ્યા છીએ.

ખબર નથી ક્યાં જઈ રહ્યા છીએ.

બસ, સાથે સાથે હાલ્યા જઈએ છીએ.

અથડાતા, કૂટાતા,

ફંગોળાતા, ફેંકાતા.

કેરમની કુકરીઓની માફક,

ક્યારેક દૂર, ક્યારેક નજીક,

સંબંધોનો આ સથવારો,

વહેણની સાથે વહી જશે.

શ્રધ્ધા તોય હજી છે કે,

ફરી ભવે તો ભેગા મળીશું,

આંસુ હજુ ઘણાં લુછવાના બાકી છે,

દરિયાની આ ખારાશ છોડવાની બાકી છે.

૧૯. શબ્દોના ઘા

આ પથ્થરોના ઘા રુઝાઈ જશે,

આ તકદીરની તબાહી ભુલાઈ જશે,

પણ તમારા આ શબ્દોના ઘા,

કયામત સુધી કાયમ રહી જશે.

૨૦. વિદ્યાર્થીઓને !

આ વિદ્યાર્થીઓને !

ભણતરના ભાર અને ભયથી

કોણ બચાવશે ?

કેજીમાં કમ્પ્યૂટરના મારથી

કોણ છોડાવશે ?

ટ્યુશનોના ત્રાસથી

કોચીંગની કરામતોથી

મીડીયમના મોહથી

ડિગ્રીઓની ભરમાળથી

કોણ ઉગારશે ?

ચક્ષુઓનું નૂર હણતી,

ગેમના વળગણથી

યુવાનીનું હીર હણતી

આ ટકાવારીમાંથી

કોણ બહાર કાઢશે ?

૨૧. બદનામ

દિલના દરવાજા સદાય ખુલ્લા છે તમારા માટે.

ફાવે ત્યારે પાડી શકો છો પગલાં અમારે દ્વારે.

અહીં નથી કોઈ ટોકનાર કે કોઈ રોકનાર.

અહીં નથી કોઈ વિધિ કે નથી કોઈ વીઝા.

તૈયાર છે પુષ્પોની માળા પણ તમારે માટે.

કહીશ તો અંબોડામાં આભલા ટાંકી દઈશ.

પરંતુ જોડી બે હાથ, તારે ઘરે આવવાનું મંજૂર નથી.

બહુ બદનામ થયો છું, હવે વધુ ના થાવું તો સારું.

૨૨. શોધ

શોધતો હતો તને મંદિરમાં,

બધા અહીં માગનારા જ અથડાયા.

મળ્યો તુ મયખાનામાંથી,

બધા અહીં ફરિસ્તા જ ટકરાયા.

૨૩. સમરથ કો દોષ નહી

ખરેખર મોટા લોકોના દોષ કોઈ જોતું નથી.

તેમની પંગતમાં પેસવા પડાપડી થાય છે.

આ પવનને જ જુઓને !

નાના દિપકની જ્યોતને ઓલવી નાંખે છે.

મોટી આગની જ્વાળાને આગળ વધારે છે.

આ સુર્યને જુઓને !

ભરબપોરે દઝાડે તો પણ પૂજાય છે.

અભાગિયા આગિયાને કોઈ પૂછતું નથી.

આ બકરાને જુઓને !

બલીઓ તો તેને જ ચઢવાનું.

સિંહને કોણ પડકારે ?

૨૪. ઓઢણી

પેલા સુકાયેલા પર્ણહીન વૃક્ષની

ઝુકેલી ડાળ ઉપર સુકાતી

તારી મોરપીંછથી ભરેલી

ઉડુ ઉડુ થતી ઓઢણીને જોઈને

સામેથી લીલીછમ ડાળીના

જે હાલ થયા છે તેવા

ન કરીશ હાલ મારા.

કહું તો પેલા ચાતક જેવી રાહ જોવું.

કે આયખુ આખુ થોભી જવું.

પણ પછી એવુ ન બને કે

હું આવું ને તું,

નદીના વહેણની જેમ ફંટાઈ જવુ,

કે કોઈ લીલી ડાળીએ વળગી પડું.

૨૫. ખબર ના પડી

એવું તે શું બન્યું કે,

એકબીજાને મળતા બંધ થઈ ગયા ?

ખાસ કંઈ નહીં.

એવું તે શું બન્યું કે,

એકબીજાથી અબોલા થઈ ગયા ?

ખાસ કંઈ નહીં.

એવું તે શું બન્યું કે

એકબીજાથી વિખૂટા પડી ગયા ?

ખાસ કંઈ નહીં.

એવું તે શું બન્યું કે,

એકબીજાને યાદ કરતા બંધ થઈ ગયા.

ખાસ કંઈ નહીં.

સંબંધો ભુલાતા ગયા

અરમાનો ભૂંસાતા ગયા

બસ એમ જ બધુ થઈ ગયું

ખબર ના પડી કશી.

૨૬. પ્રાર્થના

હે મહાન ચેતનાના સાગર !

હે સચ્ચિદાનંદ !

સંપત્તિ નહી આપુ તો ચાલશે.

સત્તા નહી આપુ તો ચાલશે.

કીર્તિ નહીં આપુ તો ચાલશે.

પરંતુ

સદ્‌બુદ્ધિ જરૂરથી આપજે

જેથી

અભિમાનને ઓગાળી શકુ.

દ્વેષનો તેજોવધ કરી શકુ.

ક્રોધને કાબુમાં રાખી શકુ.

લોભમાં લપસી ના શકુ.

વાણીને વિરામ આપી શકુ.

વિકારોને વશમાં રાખી શકુ.

વિરોધીઓને ક્ષમા આપી શકુ.

આપત્તિઓમાં અનાંદથી રહી શકુ.