Santosh in Gujarati Magazine by Kaushik Kachhadiya books and stories PDF | સંતોષ

Featured Books
Categories
Share

સંતોષ

સંતોષ એટલે શું??

બધા વિચારે કે જિંદગી માં સંતોષ હોવો જોઈએ અને એ વાત સાચી પણ છે, પણ દુનિયા માં આપણી આસપાસ જોઈએ તો અત્યારે દસ માંથી નવ લોકો દુઃખી છે, પોતાની કમાણી થી ખુશ નથી. ક્યારેક સ્વાભાવિક રીતે વિચાર આવે કે કેમ એવું થતું હશે કે આ દુનિયા માં કરોડપતિ ને પણ રાતે નીંદર નથી આવતી અને અમુક મજુર લોકો પણ પોતાની આખી જિંદગી શાંતિ થી જીવે છે. બસ બન્ને વચ્ચે ફરક માત્ર એટલો જ છે કે એક ને પોતાની કમાણી થી પૂરો સંતોષ છે જ્યારે બીજો હજી થોડું ,હજી થોડું ના ચક્કર માં ફસાયેલો છે..

અહીં પણ અમુક એવા ઉદાહરણો છે જેમાં સંતોષ ની પૂર્ણ વ્યાખ્યા મળી જશે…

કિસ્સો-

જ્યારે હું કોઈ જગ્યા એ પગથી ચાલી ને જતો ત્યારે હું કોઈ સાયકલ વાળા ને જોઈ એવું વિચારતો કે કદાચ મારી પાસે એક સાયકલ હોત તો મારે ચાલી ને ન જવું પડત. સમય વીત્યો મેં મહેનત કરી મારા માટે પોતાની સાયકલ ખરીદી. એક બે મહિના સુધી હું ખૂબ ખુશ હતો, વિચારતો કે મને ભગવાન નું કોઈ વરદાન મળી ગયું. પછી એક દિવસ મેં એક જણ ને પોતાની ગાડી લઇ ને જતો જોયો. હું તો ધીમે ધીમે મારી સાયકલ પર જઇ રહ્યો હતો, એ ખૂબ સ્પીડ માં આવ્યો અને મને ક્રોસ કરી ને જતો રહ્યો.

તે દિવસે મને વિચાર આવ્યો કે ઝડપ ના આ યુગ માં હું તો ઘણો ધીમો પડું છું. આટલી મહેનત પડે ત્યારે હું એક જગ્યા એ થી બીજી જગ્યા જઈ શકું છું. આના કરતાં જો એક ગાડી વસાવુ તો મને કેટલી સ્પીડ મળી જશે અને એક જગ્યા એ થી બીજી જગ્યા એ જવાની મહેનત પણ ઓછી.હવે મારે એક ગાડી લીધે જ છૂટકો.

ફરી એ જ ઘટના બની ઘણી મહેનત અને કામ, નઇ દોસ્તો માટે સમય કે નઈ મારા કુટુંબ માટે હવે તો બસ એકજ ધૂન કે ગાડી લીધે જ જિંદગી સફળ.પાંચેક વરસ ની મહેનત પડી પણ હવે હું એક ગાડી નો મલિક થઈ ગયો.બસ પછી શું? ફરીથી હતો એટલો જ ખુશ જિંદગી સુખી સુખી થઈ ગઈ. એક, બે, ત્રણ મહિના વીત્યા.

ફરી એક દિવસ મેં રોડ પર એક કાર જોઈ.કોઈ ઘણા પૈસા વાળું વ્યક્તિ અંદર બેઠું હતું. આંખ ના પલકારા માં તો એ મારી સામે થી નીકળી ને કેટલી દૂર ચાલી ગઈ. પણ મને મન માં એક ઈચ્છા છોડતી ગઈ કે એક દિવસ તો આ કાર માં બેસવું જ છે, ભલે એ માટે મારે કાઈ પણ કરવું પડે.ફરીથી એ જ ચિંતા વાળી જિંદગી ચાલુ થઈ. દિવસ રાત, સુતા જાગતા, બસ એક જ સપનું કે મારે એ કાર જોઈએ જ છે.

અત્યાર સુધી ની બધી બચત વેડફી અને દિવસ રાત સુધી કાળી મજૂરી કરી. ક્યારેક તો કોઈ ફંકશન કે ખુશી ના પરિવાર ના માહોલ માં જવાનો પણ સમય ન મળતો.ઘણી મહેનત અને બધી બચત લગાવ્યા પછી એક દિવસ એ કાર પણ મારી થઈ.ખૂબ ખુશ હતો હું એ દિવસે.બસ હવે તો જિંદગી માં કંઈ નઇ જોઈએ. મને જે જોઈતું હતું એ બધું મળી ગયું.

એકાદ વર્ષ પછી ફરી થી મન માં એક વાવાઝોડું આવ્યું. જ્યારે મેં આકાશ માંથી આવતો અવાજ સાંભળ્યો. એક વિમાન મારા માથા પર થી ઉડી ગયું. એવો વિચાર આવ્યો કે આ વિમાન માં બેસવાની કેવી મજા આવતી હશે. તે દિવસ થી વિચાર્યું કે હવે એટલા પૈસા ભેગા કરીશ કે પોતાનું એક વિમાન પણ આવી જાય.બસ પછી શુ એ દિશા માં પ્રયત્નો ચાલુ કરી દીધા.ઘણી જાજી મહેનત કરી રાત દિવસ એક કર્યા. મારી ત્રણે યાદો સાયકલ, ગાડી, અને કાર ને વેચી કાઢ્યા છતાં પણ એટલા પૈસા ન ભેગા થયા કે હું વિમાન ખરીદી શકું.

આખો દિવસ કામ કરતો, આખી રાત ચિંતા કરતો કે કઈ રીતે પૈસા ભેગા કરીશ? કેમ કરી મારુ વિમાન ખરીદીશ? હંમેશા ભગવાન ને ફરિયાદ કરતો કે મને કેમ એટલા પૈસા ન આપ્યા કે હું કંઈક કરી શકું? મારી ઈચ્છા પૂરી કરી શકું? પણ છતાં પણ ગમે એટલા પ્રયત્નો પછી પણ વિમાન ખરીદવા ના પૈસા તો ના જ ભેગા થયા.

આજે મારી ઉંમર ૮૨ વરસ ની થઈ. હું ખાટલા પર પડ્યો પડ્યો મારી આખી જિંદગી ને યાદ કરું છું. આજે મને એવો વિચાર આવે છે કે મારી આખી જિંદગી મેં પોતે જ ઘડી છે. ના મને રોકી રાખવા કોઈ દુશ્મન હતા, ના મને મદદ કરવા કોઈ દોસ્ત. જો હું ધારત તો મારી પુરી જિંદગી ખુશી થી જીવી શક્યો હોત. એટલી ખુશી થી કે અત્યારે ખાટલા પર પડયા પડ્યા હું મારી આખી જિંદગી થી સંતોષ નો અનુભવ કરતો હોત. પરંતુ આજે મને એવું લાગે છે કે મારી જ ભૂલો ને લીધે આજ હું મારી જિંદગી થી ખુશ નથી.

કદાચ હું નાનો હતો અને મારી પાસે સાયકલ નતી ત્યારે મેં કોઈ એવા વ્યક્તિ વિશે વિચાર્યું હોત કે જેની પાસે ચાલવા માટે પગ પણ નથી તો હું ત્યારે ખુશ રહેત અને ભગવાન નો આભાર માનત કે એને મને આટલું સરસ ખામી વગર નું શરીર આપ્યું છે.ત્યાર પછી કદાચ મારી સાયકલ વખતે મેં મારી પગપાળા ચાલવાની હાલત, ગાડી વખતે સાયકલ વાળી અને કાર વખતે ગાડી વાળી હાલત ને યાદ કરી હોત, તો હું જિંદગી ની દરેક ક્ષણો માં સુખી થાત. પણ હવે શુ? હવે કોઈ એવો રસ્તો નથી કે જેથી હું મારી જિંદગી બદલી શકું.

આ છે કોઈ એવા વ્યક્તિ ની વાર્તા જેને પોતાની આખી જિંદગી લાલચ માં કાઢી અને તેથી તે મારતાદમ સુધી દુઃખી થયો. એટલું જ નઇ પણ એના અંતિમ સમય માં પણ પોતાની જિંદગી યાદ કરી ને દુઃખી થયો.

હવે અહીંથી આપડા બધા ની પાસે બે રસ્તા છે. એક એ કે આપણને ભગવાને જેટલું આપ્યું છે એ બધું આપવા માટે આપણે ભગવાન નો આભાર માનીએ અને આપણને મળ્યું એટલા માં સુખી થઈએ.

બીજો એ કે જે આપણી પાસે નથી તે ના આપવા આપણે ભગવાન ને ફરિયાદ કરીયે અને બીજા ની સારી વસ્તુઓ જોઈ ને આપણે આપણી જાત ને દુઃખી કરતા રહીએ.

એક રસ્તો સંતોષ નો છે જે જિંદગી સુખ થી ભરશે અને બીજો લાલચ અને અસંતોષ નો જે હંમેશા આપણને પતન તરફ લઈ જશે.

આપડે સુખી ક્યારે થાશું??

જ્યારે પોતાના ઘર માં થી બીજા ના બાંગલા માં જોવાને બદલે આપણે કોઈ ફૂટપાથ પર રહેલા લોકો નો વિચાર કરીશુ.

જ્યારે આપણે બીજા ના સારા માર્ક્સ જોઈ ને દુઃખી થવાને બદલે અમુક લોકો કરતા સારું પરિણામ આવ્યા ની ખુશી અનુભવીશું.

જ્યારે કોઈ ફાઈવ સ્ટાર હોટેલ માં જમવા જતા લોકો ને બદલે તમે કોઈ ભૂખ્યા માણસ ને જોઈ ને ભગવાન નો ભોજન માટે આભાર માનિશુ.

જ્યારે આપણે ડૉક્ટર ની કમાણી વિશે વિચારવાનું બંધ કરીને એ લોકો વિશે વિચારીશું જે બપોર ના તડકા માં રોડ પર નાની નાની વસ્તુ ઓ વહેંચીને બે સમય ના રોટલા કમાય છે.

જ્યારે આપણે પોતાનું દિલ તૂટ્યું એનો ગમ ભૂલી ને એ વિચારીશું કે આપણા લીધે કેટલા બીજા લોકો ને દુઃખ થયું.

જ્યારે આપણે કરોડપતિ ના રૂપિયા ને બદલે એને કરેલી મહેનત ની તરફ જોઈશું.

જ્યારે આ જિંદગી માં સંતોષ કમાઈ લીધો ત્યારપછી કોઈ બીજી વસ્તુ કમાવની જરૂર જ નઈ રહે. સંતોષ ની સાથે તમે બીજી બધી ખુશી આપમેળે કમાઈ લેશો. એટલે જ તો કોઈએ કહ્યું છે કે “સંતોષી નર સદા સુખી”...