ભાગ - 4
અલિશા હવે વીસ વષઁની થઇ ગઇ હતી
તે હવે તેના જીવનમાં ઘણુ બધું જાણવા લાગી હતી..
અલિશા જ્યારે બરોડામા બહાર નીકળે તો લોકો તેને તાકી તાકી ને જોતા હતાં..
અલિશા જતી હોય તો લોકો પાછળથી કઇ બોલી રહીયા હતા..
આજ તો હદ થઇ ગઇ..
અલિશા જઇ રહી હતી તેના ઘર બાહાર તો કોઇ પાછળથી કહ્યું ..ચલતી હે કયા?મેરે ફલેટ મે..
અલિશાને આ વાક્ય લાગી આવ્યું
શું આ લોકો બળાત્કાર થયેલ સ્ત્રીને આ રીતે જ જોતા હશે..
અલિશા આ બધું ભુલવા માંગતી હતી
ને લોકો તેને ભુલવા દેતા ન હતાં..
અલિશા એ આજ નિણઁય કર્યાઁ એ બરોડો છોડી મુંબઇ જશે..
એવી જગ્યા ગોતીશ કે ત્યાં કૉઇ લોકો મને ઓળખે નહી કોઇ એવા શબ્દના બોલે કે ચલતી હે કયા?
બસ !લોકો મને જીવવા દે...
અલિશા મુંબઇમા પણ એક સરસ એવી નાનકડી રુમ રાખી રહેવા લાગી...
અલિશા બરોડાથી મુંબઇ આવી પણ તે હવે પૈસા કમાવવા માટે આવી હતી..
તે કોઇ બિઝનેસ કરવા માંગતી હતી
અલિશા એ નક્કી કર્યું હતું કે હું ૨૦વષઁ પછી
કઇક પૈસા કમાવવાની શરુવાત કરીશ હવે તે શરુ કરવા માંગતી હતી..
તેમાથી જે પૈસા આવશે તે હું ગરીબોને કલ્યાણ માટે વાપરીશ..
અલિશા જાણવા માંગતી હતી કે
બિઝનેસ શું છે..?
બિઝનેસ કેવી રીતે થાય છે પછી જ તે આગળ વધવા માંગતી હતી.
અલિશા ને સૌ પ્રથમ સ્ટેશનરીની દુકાનમાં કામ મળ્યું ..
અલિશા એ તે કામની હા પાડી દીધી.
કેમકે અલિશાને લોકોને મળવું ગમતું હતું ..
ઘણાં લોકોને અલગ અલગ સ્થળ પર ફરવું ગમતું હોય છે.
ઘણાં લોકોને માકેઁટીંગ કરવુ ગમતું હોય છે.
અલિશા સવારમાં આઠ વાગ્યાથી ચાર વાગ્યા સુધી કામ કરતી હતી બાકીનો ટાઇમ તે બુક રીડીંગ કરવામાં પસાર કરતી હતી..
અલિશા ને સ્ટેશનરીમાં નવા નવા લોકો સાથે મળતી તેની સાથે વાત કરતી..
એલિસા શીખી રહી હતી કે લોકો સાથે વાત કેમ કરવી ?.
લોકો સાથે કેમ વતઁવું?
તે સ્ટેશનરીની દૃકાન પરથી ઘણું બધુ શીખી રહી હતી ..
માત્ર ત્રણ મહીના મા અલિશા એ સ્ટેશનરીની જોબ છોડી દીધી..
તે કઇક બનવા માંગતી હતી
તેને બિઝનેસ કરવો હતો..
અલિશા એ એક હોટલમાં કામ કરવાનું નક્કી કર્યુ ત્યાં અલિશા ને જમવાનું પણ મળી રહેતું હતું
અલિશા ને હોટલમાં પણ નવા નવા લોકો સાથે મળવાની મજા આવતી હતી..
અલિશા ને હોટલમાં મેનેજમેન્ટ બાબતે ઘણું બધુ શીખવા મળતું હતું .
દરરોજ નવીનવી ટેક્રનિક શીખી રહી હતી.
અલિશા ને ઘણીવાર થતું હું જિંદગીમાં કંઇક નવું શીખી રહી છું.
અલિશા એ હોટલમાં પણ ચાર મહીનાની અંદર જ જોબ છૉડી દીધી..
તેણે એક કપડાંની દુકાનમાં કામ કરવાનું નકકી કર્યૃ
અલિશા જાણતી હતી કે હું જે કામ કરું તે મને આગળ જતા કામ લાગશે અલિશા જે કામ કરતી તે બેસ્ટ કરતી અને તેમાથી તે શીખતી.
કોઇ એવું કામ નથી હોતું કે તમને એમાંથી કઇ શીખવા ના મળે..?
નાનકડા એવા કામ માથી પણ ઘણું બધુ શીખવા મળતું હોય છે
અલિશા કાપડની દુકાનમાંથી ઘણુ બધુ શીખી તે કાપડ ક્યાંથી લાવે છે?
તે કાપડ કેવું લાવે છે?
શું ભાવમાં આપે છે?
અલિશા એ ત્યાં ત્રણ મહીના નોકરી કરી..
ત્યાંથી અલિશા એ એક પાગલખાનામા નોકરી કરવાનું નક્કી કર્યું
તે સવારે નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પાગલખાનામા કામ કરતી ..
અલિશા જોવા માંગતી હતી કે તે લોકોનું જીવન કેવું છે..?
અલિશા તે જગ્યા પર રહેવા લાગી તેમ તેમ તેને નવા જ અનુભવ થવા લાગ્યા..
અલિશા ને થતું હતું કે પાગલખાનામાં લોકો તેને ગમતી વસ્તુ કરે છે..
અને બહાર લોકો કોઇને દેખાવડો કરવા માટે બિઝનેસ કરે છે
પાગલખાનામાં લોકો બીંદાસથી ફરતા હોય છે ન કોઇ ટેન્શન કે ન કોઇ સમાજની જવાબદારી..
અલિશા ને બાહરના લોકો કરતા આ પાગલખાનામાં રહેતા લોકો ગમ્યા
કેમકે નય કોઇ ભેદભાવ નહી કોઇ માન બડાય..
સવારમાં જાગતા જ લોકો સંગીત પર નાચતા એનાથી સરસ તમારી જિંદગી કઇ હોય..
અત્યારે માણસ કોઇને દેખાવડો કરવા માટે જીવી રહ્યો છે.
બાજુમાં કોઇ સારી કાર લાવે તો આપડે પણ એ કાર જોઇએ જ.
તમે તે કાર લઇને હેરાન પણ થય શકો છો!
તમે તમારી પરિસ્થતિ મુજબ જીવન જીવતા શીખી જાવ તો જીવનનો આનંદ માણવાની મજા આવશે..
મે આગળ પણ કહ્યું અને અત્યારે પણ કહૂ છું તમે એક ઇશ્વરનાં સંતાન છો..
તમે સાથે કઇ લઇ જવાના નથી તો શા માટે આ દોડધામ ભરી જિંદગી જીવી..
ઇશ્વર એક આપણેને સરસ મજાનો દિવસ આપ્યો છે..
એ દિવસને તમારે જીવી લેવો જોઇએ..
અલિશા ને સૌથી વધુ નોકરી આ ગમી હતી પણ અલિશાને હજી દુનિયામાં ફરવું હતું ..
અલિશા જાણતી હતી કે આગળ વધવા માટે અનુભવ જરુરી છે..
અલિશા ને હવે પાગલખાનાથી કઇ દુર જવું હતું ..
તે રાત્રે મનમાં રટણ કરી રહી હતી...
હવે હું શું કામ કરું જેના થી મને મારા જીવનમાં લાભ થાય?
અલિશા બિઝનેસ કરવા માંગતી હતી પણ તેની પાસે પૈસા ન હતા...
પણ અલિશાને તેના માના શબ્દો યાદ આવ્યાં.
આલિશા તું ઇશ્વરને ગમે તેવું કામ કરજે
ઇશ્વર તારી મદદ કરશે..
ઇશ્વર તને બધું જ આપશે..
પણ તું જે કામ કર એ ગરીબોના કલ્યાણ માટે હોવું જોઈએ....
અલિશા સવાર પડતા જ બજારમાં જવા નીકળી,
અલિશા પાસે ફક્ત પંદર હજાર રૂપિયા જ હતા તેમાથી તેણે બિઝનેસ કરવાનું નક્કી કયુઁ ..
પંદર હજારમાં કઇ બિઝનેસ થાય?
પણ અલિશા બિઝનેસ કરવા માંગતી હતી..
અલીશાને અંદરથી કોઇ કહી રહ્યું હતું કેમનો થાય.?.... બિઝનેસ ..!!
તું એક ઇશ્વરનું સંતાન છે અને ઇશ્વર તારી સાથે છે
હું જે કરીશ તે ઇશ્વરને ગમે તે જ કરીશ..
અલિશા બજારમાં ફરી રહી હતી ..
ત્યાં જ તેને સામેની દુકાનમાં ઘણા બધા ટીફીન જોવા મળ્યા ..
અલિશા એ ટીફીન જોયને સ્મિત કર્યૃઁ ..
હું ટીફીનનો બિઝનેસ શરું કરીશ..
લોકોના ઘરે ઘરે હું ટીફીન પહોંચાડીશ..
લોકોને હું ગરમ ગરમ ભોજન આપીશ પણ અલિશાને થયું પૈસા..?
તેને ફરી વાર અંદરથી કોઇ કહી રહ્યું હતું અલિશા તું ઇશ્વરનું સંતાન છે..
અલિશા એ તે જગ્યા પરથી જ ૩૦૦૦ રૂપિયાના દસ ટીફીન ખરીદ્યા ..
અલિશા જયા રહેતી હતી ત્યાં જ રૂમ પર તેણે જમવાનું બનાવવાનું નક્કી કયુ પણ ' લોકો આવશે કઇ રીતે ટીફીન લેવા મારી પાસે..
અલિશા ટીફીન લઇ બજારમાં વેચવા માટે દરરોજ નીકળતી પણ એમ કોય ટીફીન લે..અલિશા એ વિચાર કરો ટીફીનતો કોય લેતું નથી ?હું શું કરું મારી પાસે હવે પૈસા પણ નથી..
પણ” અલિશા તેની જિંદગીમા હારે તેમ ન હતી..
અલિશા એ ઇશ્વરને પ્રાર્થના કરી.
હે ઇશ્વર મને કઇક એવો રસ્તો બતાવ કે હું ગરીબ લોકોને મારા ટીફીન પહોંચાડી શકું.
અલિશા સાંજના સમયે ચાલતા ચાલતા જતી હતી ત્યાં કોઇના હાથમાં ન્યુઝપેપર જોયું .
અલિશા ને થયું હું આ ન્યુઝપેપરમા જાહેરાત આપીશ...
અલિશા ન્યુઝવાળા પાસે ગઇ ન્યુઝપેપરમાં એક સરસ જાહેરાત આપી.
આજથી અમે "ગરમ ભોજન"ની ટીફીન સેવાની શરુવાત કરીયે છીએ..
જે કોઇની ઇચ્છા હોય તે આ નંબર સંપકઁ કરે..
ફૉન નંબર-૨૮૦૫૩૩(અલિશા)
સવાર ઊઠતા જ અલિશાને ફોન આવવા લાગ્યા ...
અલિશા ને પહેલા દિવસે જ આઠ ટીફીનના ઓર્ડર આવ્યા ..
અલિશા રાજી રાજી થઇ ગઇ અને ઇશ્વરમો આભાર માન્યો .
ઇશ્વર જ્યારે રસ્તો બતાવવા અને દોરવા માંગે છે ત્યારે ગમે તે રીતે સ્વપ્નમાં ૫ણ રસ્તો બતાવે છે.
ભાવનાઓ શુદ્ધ હોય તો જીવનની દિશા બદલાઇ જાય છે.
અલિશા એ હોટલમાં કામ પણ કર્યું હતું સરસ મજાની રસોય પણ બનાવતા આવડતી હતી.
અલિશા ને હવે ધીમે ધીમે ગ્રાહક વધતા જતા હતા.
એક મહિનામાં સત્યાવીસ ગ્રાહક બધાય ગયા હતાં,
જે અલિશાની મહેનત અને ઇશ્વરમો સાથ હતો..
અલિશા કોય પણ જગ્યાપર ટીફીન આપવા માટે જાય તો..
તે તેને પૃછતી કેમછો..મજામાં જમવાની મજા આવે છે ને..
અલિશા ના સત્યાવીસમાથી ૨૦ ગ્રાહક સિતેર ની આસપાસની ઉંમરના હતા..
અલિશા ટીફીના પણ માત્ર સાઇઠ રૂપિયા લેતી હતી..
અલિશા એટલું સરસ ભોજન બનાવતી કે લોકો ટેસ્ટ લઇને ટીફીન શરુ કરાવતા હતા..
અલિશાએ ઇશ્વરનો ખૃબ ખૃબ આભાર માન્યો,
ટીફીન સેવા શરું કરવામાં તેમની મદદ કરી..
આજ અલિશાને આચાનક પગનો દુ:ખાવો શરુ થઇ ગયો..
અલિશાને તરત જ હોસ્પીટલમા દાખલ થવું પડ્યું ..
અલિશાને તપાસ કરતા જાણ થય કે અલિશાના બને પગમાં ઈન્ફેકશ લાગી ગયું છે..
જો તે પગ નહીં કપાવે તો આખા શરીરમાં ઇન્ફેકશન લાગી જશે..
અલિશા ને થયું હુ હોસ્પીટલમા દાખલ થઇશ તો મારી ટીફીન સેવા બંધ થય જશે..
હું શું કરીશ પણ અલિશાને યાદ આવ્યું
હું એક ઇશ્વરનું સંતાન છું ..
ઇશ્વર મારી મદદ કરશે ..
કદાસ મને આખા શરીરમાં ઇન્ફેકશન લાગી ગયા પછી ખબર પડી હોત તો હું ન જીવી શકેત?
હુ ઇશ્વરનો આભાર માનીશ કે મને વહેલા ખબર પડી..
અલિશા એ પગનું ઓપરેશન કરાવું..
અલિશા ના બંન્ને પગ કાપી નાખવા મા આવ્યા ..
અલિશાને જરા પણ દુ:ખ નહૉતું કેમકે અલિશા જાણતી હતી ઇશ્વર જે કરે એ સારા માટે કરે છે..
અલિશા મનથી હારે તેમ ન હતી
ભલે તેની ટીફીન સેવા છ મહીના સુધી બંધ રે..,
અલિશા ને હવે ધીમે ધીમે સારું થઇ રહ્યું હતું ..
અલિશા ના ગ્રાહક પણ જાણતા હતા કે અલિશાને તેના પગ કપાવવા પડયા ઇન્ફેકશના કારણે એટલા માટે ટીફીન સેવા બંધ કરી છે..
એ પણ અલિશાના ટીફીનની રાહ જોય રહ્યાં હતાં..
અલિશાને થોડાક દિવસો માંજ હોસ્પીટલમાંથી રજા મળી ગઇ..
પણ' અલિશા ને થયું હું પગ વગર કેવી રીતે ટીફીન સેવા શરુ કરીશ ?પણ' અલિશા હારી નહી..
તેણે એક છોકરી રાખી ..કામ પર..
તેનું કામ ફક્ત લોકો ને ટીફીન પહોંચાડવાનું જ હશે..
અલિશા એ ફરી વાર ન્યુઝવાળા પાસે ગઇ ન્યુઝ પેપરમાં એક સરસ જાહેરાત આપી .,
આજથી અમે "ગરમ ભોજન"ની ટીફીન સેવાની શરુવાત કરીએ છીએ..
જે કોઇની ઇચ્છા હોય તે આ નંબર સંપકઁ કરે..
ફૉન નંબર-૨૮૦૫૩૩(અલિશા)
સવાર ઉઠતા જ અલિશાને ફરી વાર લોકોના ફોન આવવા લાગ્યા ...
અલિશાને પહેલા દિવસે જ ત્રીસ ટીફીનનો વોડઁર આવ્યો ..
અલિશા એ ઇશ્વરનો આભાર માન્યો ..
અલિશા ફક્ત હવે ભોજન બનાવવાનું જ કામ કરતી હતી..
અલિશા એ હવે એક ટીફીન આપવા માટે છોકરી રાખી લીધી હતી..
માનવી ની સામે કોય પણ પરિસ્થિતિ આવે તો હારી ન જવું જોઇએ..
ઇશ્વર તમારી પરીક્ષા લેતો જ હોય છે..
જો તમે તેમા નિષ્ફળ ગયા અથવા મહેનત કરવાનું કામ છોડી દીધું તો ઇશ્વર પણ તમારો સાથ નથી આપતો..
અલિશાની જેમ આગળ વધવું પડશે.,
ઇશ્વરને પ્રાર્થના કરવી જોઇએ
હે ઇશ્વર..!હું તારુ સંતાન છું ..
તું જો દુ;ખ આપે તો હું દુ;ખ ભોગવવા તૈયાર છું ..
અને તું જો સુ;ખ આપે તો તેનો આનંદ માણવા પણ હું તૈયાર છું....
અલિશા ને હવે ટીફીન સેવા સારી ચાલવા લાગી હતી ચાર મહીનાની અંદર નેવુ ટીફીન થઇ ગયા હતા..
અલિશા ને થયું મારે બહાર એક ભાડેથી સારી દુકાન હવે રાખી લેવી જોઇએ જેથી સરળતાથી ગરમ ટીફીન લૉકૉને પહોંચાડી શકું ..
અલિશા પાસે પગ નોહતા તો પણ તે દરેક ગ્રાહકને મળવા જતી હતી..
અલિશા એ પણ જાણતી હતી કે કોને શું ભાવે છે અને કોને ડાયાબિટીસ છે..?
કોને મીઠું વધારે ખાવાની મનાય છે.?કોને તીખું નથી ભાવતું ..
અલિશા તેનું ટીફીન તેજ પ્રમાણે તૈયાર કરતી હતી..
અલિશા તેની મા ના શબ્દ હંમેશા યાદ રાખતી..
બેટા! તું જે કર એ બેસ્ટ કરજે તારા જીવનમાં ..
અલિશા ટીફીનની બધી જ સુવીધા પુરી પાડતી હતી..
થોડાક દિવસની અંદર જ અલિશાને ભાડેથી દુકાન મળી ગઇ....
ઇશ્વર બધાં જ લોકો માટે સરખો છે
તમે "ચા"ની લારી નાખો તો એવી "ચા" બનાવો કે લોકોને ત્યાં આવવાનું મન થાય..
જો તમે તમારા ગ્રાહકને પસંદ પડે તે નહી કરો તો ગ્રાહક તમારી પાસે બીજી વાર ક્યારેય નહી આવે..
એટલે જે કરો તે બેસ્ટ કરો ગ્રાહકને ગમે તેવું કરો..
અલિશા તેની માં ના શબ્દો હમેશાં યાદ રાખતી હતી
જે કરો જીવનમાં તે બેસ્ટ કરો..,,
અલિશા ને ભલે તેની માતા એ ઘરે જ અભ્યાસ કરાવો હોય પણ અલિશા તેના માતા-પિતા પાસેથી ઘણું બધુ શીખી હતી..
અલિશા તું જે કર તે તને ગમવું જોઇએ..
જિંદગી તારી છે..
તું બીજા કહે એમ જીંદગી જીવી ને તારી જિંદગી બરબાદ નહીં કરતી..
અલિશા ને આજ તેની માં યાદ આવી રહી હતી..
અલિશા હવે પચ્ચીસ વષઁની થઇ ગઇ હતી..
અલિશા એક સ્ત્રી હતી હવે તે જાણવા લાગી હતી કે કયા વ્યક્તિ સાથે વાત કરાય..
કયા વ્યક્તિ સાથે મિત્રતા કરાય..
અલિશાનો બિઝનેસ વધતો જતો હતો અલિશા હવે દરરોજના ૨૦૦ ટીફીન બનાવતી થઇ ગઇ હતી..
અલિશા પાસે પૈસા પણ હવે ઘણા બધાં થઇ ગયા હતા..
અલિશા એ આજ બીજો નિણઁય લીધો..
હું આ પૈસામાંથી સરસ એક હોટલ બનાવીશ પણ મારી પાસે એટલા બધા પૈસા નથી કે હુ હોટલ બનાવી શકુ ..
પણ અલિશા ને આજ પણ અંદરથી કોઇ કહી રહ્યું હતું ..
અલિશા તું એક ઇશ્વરનુ સંતાન છે ઇશ્વર તારી સાથે છે તું કમઁ કર ઇશ્વર તારી સાથે જ છે.,
અલિશા એ મુંબઈ શહેરમાં સરસ મજાની એક જગ્યા ભાડેથી લીધી તે જગ્યા પર અલિશા એ હોટલ બનાવવાનું નક્કી કરુ ..
સ્ત્રી એકલી કંઇ કરી ન શકે..
સ્ત્રીઓ કંઇ કરી નથી શકતી.
સ્ત્રીઓ ઘરની બહાર નીકળી શકે નહી..
ઘરની બાહર સ્ત્રીઓનું નામનો હોય..
શું સ્ત્રીમાં ઘરમા નથી રહેતી..?
ભારત દેશના ઘણા નિયમ આજ પણ મને ઝેરીલા સાપની જેમ ડંખે છે !!
શું સ્ત્રી કઇ બની ન શકે?
શું સ્ત્રી તેની મનગમતી ચીજ ન કરી શકે..?
દુનિયામાં કોય પણ વસ્તુ અશક્ય નથી..
જો સ્ત્રી ધારે તો માઇન્ટ એવરેસ્ટ પણ ચડી શકે છે........એકલા જ!!!
પણ ભારત દેશમાં આજ પણ સ્ત્રીઓને ઘરમાં પુરી રાખવામા આવે છે..
સ્ત્રી પાસે કઇ આવડતના હોય ?
સ્ત્રી કઇ કરી ન શકે?
તે તદન વાત ખોટી છે..
જે આવડત સ્ત્રી પાસે હોય તે પરુષ પાસે પણ હોતી નથી..
સ્ત્રી હમેશા ધીરજથી કામ લેવાનું પસંદ કરેછે
પુરષને તે પસંદ નથી..
સ્ત્રી જો ધારે તો તે ગમે તે કરી શકે છે..
તેને નક્કી કરી લેવું જોઇએ કે
હુ એક ઇશ્વરનું સંતાન છુ અને ઇશ્વર મારી સાથે છે......
ક્રમશ:…
(લી-કલ્પેશ દિયોરા)