અર્પણ
મારા માતા-પિતા, પ્રભુ શ્રીરામ અને હનુમાનજી, જેઓ હંમેશા મારા હ્રદયમા રહે છે. મારુ મન જે કલ્પનાઓની દુનિયામા રહીને મને અવનવી વાર્તાઓ લખવા પ્રેરીત કરે છે. માતૃભારતી, જે મારા સપનાઓની દુનિયાને આકાર આપવામા મારી મદદ કરે છે. મારો મિત્ર પ્રિતેશ હિરપરા જે મારી વાર્તાનો વિવેચક છે.
લેખક વિશે
મારી પ્રથમ વાર્તા “હુ અને તુ” હતી, ત્યાર બાદ “લવ સ્ટોરી ૧૯૯૦” થી મળતા વાંચકોના પ્રેમને જ કારણે હુ એક બાદ એક નવી વાર્તાઓ લખવા માટે પ્રેરાઇ રહ્યો છુ. તમારો સાચા દિલથી આભાર વ્યક્ત કરવામા પ્રસન્નતા અનુભવુ છુ.
આ નવી વાર્તા “સ્ટુપિડ, આઇ લવ યુ” તમારી સમક્ષ પ્રસ્તુત કરુ છુ, જો ગમે તો રેટીંગ અને કમેન્ટસ કરવા નમ્ર વિનંતી.
***
ગુજરાતના ઘણા શહેરોમા ખળભળાટ મચી ચુક્યો હતો. માલદાર લોકોના ઘરે રોકડ રકમ અને દાગીનાની ચોરી થતી હતી. ટ્રેનોમા સફર કરતા મુસાફરોના માલ-સામાન ચોરી થતા હતા. આમા કોઇ મોટી ગેંગ હોવાનુ પોલિસનુ અનુમાન હતુ, પણ અત્યાર સુધી તેને પકડવામા પોલિસ નિષ્ફળ રહી હતી. ઘણા લોકોને ચોરી થયેલી જગ્યાએ લાલ શાહીથી લખેલુ “પ્રિંસ” નામનુ કાગળ મળતુ હતુ. જે લોકોની સાથે ઘટના બનતી હતી, તે તો ખરી પણ તેમના સગાઓમા પણ હવે ડર વ્યાપી ગયો હતો. સોશિયલ મિડિયામા આ મુખ્ય મુદ્દો બની ચુક્યો હતો. પ્રિંસ નામક જે કોઇ પણ હોય, પણ લોકોના માનસપટે છવાયો હતો.
***
પોલિસ ઇંસ્પેક્ટર સાગર પટેલ તેમની દિકરી અને માતાને રેલ્વે સ્ટેશન મુકવા આવ્યા હતા. બાંદ્રામા તેમના સગાને ત્યા જવુ જરૂરી હતુ, પણ સાગરભાઇને રજા મળી શકે તેમ નહતી, એટલે દિકરી કાવ્યા અને તેમની માતા રચનાબા બાંદ્રા જવા નિકળી પડ્યા. લગભગ રાતે ૮:૧૫ વાગ્યે તેઓ પહોચી ગયા હતા. જનતા એક્સ્પ્રેસ બે નંબરના પ્લેટફોર્મ પર ઉભી જ હતી. ત્રણેય ત્યા પહોચી ગયા અને સાગરભાઇએ એસ-૫ કોચમા ૨૪ અને ૨૫ નંબરની સીટ શોધી લીધી. સામાન સીટ નીચે મુક્યા બાદ તેઓ દિકરી કાવ્યાને સુરક્ષાની બાબતે જરૂરી સુચનો આપવા લાગ્યા. બંનેને “જય અંબે” કહીને તેઓ થોડી વારે ત્યાથી રવાના થયા. ટ્રેન શરૂ થવામા હજુ પાંચ મિનિટની વાર હતી. કાવ્યાને બારી પાસેની સીટ મળી હતી, એટલે તે ખુશ હતી.
૨૪ વર્ષીય કાવ્યાએ એમબીએ સુધીનુ શિક્ષણ મેળવ્યુ હતુ. જાણીતી ફાઇનાન્સ કંપનીમા ત્રણ લાખના પેકેજ સાથે નોકરી મળી ગઇ હતી. ઘઉવર્ણો ચહેરો, પાણીદાર આંખો, તીખુ નાક, ગુલાબની પાંખડી જેવા હોઠ, સિલ્કી છુટ્ટા લાંબા વાળ, વારંવાર તેના માખણ જેવા ગાલની છેડતી કરતી વાળની એ લટ, સુંવાળા ચહેરા પર છલકાતુ નુર. કુદરતની મહેરબાનીથી કાવ્યા દેખાવે ખુબ જ ખુબસુરત અને આકર્ષક લાગતી હતી. તેની અદાઓ કોઇ પણ યુવાનને પળભરમા ઘાયલ કરી દેતી. કોલેજના સમયે તેના ફ્રેંડસ તો ઘણા હતા, પણ ક્યારેય તેણે કોઇ બોયફ્રેંડ બનાવ્યો ન હતો. તેના પિતા પોલિસ ઇંસપેક્ટર હતા, આ વાત જાણતા જ યુવાનો રસ્તો બદલી દેતા. તેની મમ્મીનુ ૫ વર્ષ પહેલા જ મૃત્યુ થયુ હતુ. તેના દાદી રચનાબા તેને ખુબ પ્રેમ આપતા, જાણે કે દાદી કમ બેસ્ટ ફ્રેંડ. પિતા સાગરભાઇ પણ ખુબ વહાલ વરસાવતા, આ જ કારણે તે સ્વભાવે ઘમંડી, જિદ્દી અને ગુસ્સેલ હતી. એમબીએ પુરુ થયા બાદ તો ડોકટર, સીએ, એંજીનિયર ભણેલા યુવાનોના કેટલાય સંબંધો કાવ્યા માટે આવ્યા હતા, પણ કાવ્યાને ભાવિ પતિમા જે ગુણો અને વિચારો જોઇતા હતા, એવો કોઇ મળ્યો જ નહી.
ટ્રેનનો હોર્ન વાગ્યો અને ૮:૩૦ એ ગાડી શરૂ થઇ. કાવ્યા મનોમન ગુસ્સાથી બોલી, “આ મારા મોટા બાપાએ અત્યારે જ બોલાવવા હતા, આવી વરસાદની ઋતુમા....” વાત સાચી હતી. મોટા બાપાના હુકમે અગત્યના કામથી બંનેને જુલાઇના વરસાદી મોસમમા બાંદ્રા જવુ પડ્યુ હતુ.
એક યુવાન આવીને કાવ્યાની સામેની સીટે ગોઠવાયો, તે હજી હાંફ્તો હતો. તે થોડો પલળી પણ ગયો હતો. રંગે ઉજળો અને છ ફુટની ઉંચાઇ ધરાવતો તે યુવાન કોઇ ફિલ્મી હિરોની પ્રતિભાને પણ ઝાંખી પાડતો હતો. વ્હાઇટ શર્ટ-બ્લેક પેંટ અને ઉપર બ્લેક કલરનો કોર્ટ તેણે પહેર્યો હતો. વરસાદમા ભીંજાઇ જવાથી તે વધુ સોહામણો લાગી રહ્યો હતો. કાવ્યા પણ તેના તરફ આકર્ષાઇ હતી અને તેને જોતી રહી. રચનાબેન કોઇ ધાર્મિક પુસ્તક વાંચી રહ્યા હતા, એટલે તેમનુ ધ્યાન કાવ્યા બાજુ નહતુ.
યુવાનની નજર પણ કાવ્યા પર પડી અને તે હસ્યો. કાવ્યાએ નજર બારી તરફ ફેરવી લીધી. મણિનગર આવ્યા બાદ ધીરે ધીરે તેણે રચનાબા સાથે પરિચય કેળવવાનુ શરૂ કર્યુ. તે ખુબ જ મળતાવડા સ્વભાવનો હતો. પરિચયમા તેણે પોતાનુ નામ “અયાન” બતાવ્યુ હતુ.
રચનાબાને ધર્મ વિષયક વાતોમા ખુબ રુચી હતી, એ અયાન તેમના હાથમા રહેલા પુસ્તકથી જાણી ચુક્યો હતો. એણે પણ બા સાથે એવી જ વાતો કરી, એટલે બા નો સફર હવે આસાન કપાશે એમ લાગતુ હતુ.
નડિયાદ સુધીમા તો અયાન અને રચનાબાએ ઘણી વાતો કરી. રચનાબાને પણ બોલવા ખુબ જોઇતુ હતુ. કાવ્યા શાંત રહીને સાંભળતી હતી. તેણે નોંધ્યુ હતુ કે અયાન વાતો કરતા કરતા આજુ-બાજુ ઘણી વાર જોતો હતો. થોડી થોડી વારે તે આમતેમ આંટા માર્યા કરતો. તેના અજુગતા વર્તનથી કાવ્યાને તેના પર શંકા ઉપજી. આમ જ તે સ્ટેશને નાસ્તો લેવા ઉતર્યો ત્યારે કાવ્યાએ થોડા ગુસ્સા સાથે કહ્યુ, “બા આ તમે શુ કરો છો, આમ અજાણ્યા માણસ સાથે આટલી બધી વાતો કરાય અને ઉપરથી આપણા ઘરની ઘણી વાતો તેને કહેવાની શી જરૂર?”
“અરે બેટા જો તો ખરી, અયાન કેટલો સારો છોકરો છે. ધર્મ વિશે તેની અને મારી રુચી કેટલી મળતી આવે છે?” બા હસ્યા. કાવ્યા કહેતી હતી ત્યા જ અયાન વેફર્સના પેકેટ લઇને આવ્યો. બાને પણ ઓફર કરી અને એ પડીકાને ન્યાય આપવામા બા પાછા ના પડ્યા. કાવ્યાએ ઇશારો કરીને ના પાડી, પણ બા માને તો ને?
અયાને કાવ્યાને પણ ઓફર કરી પણ હસીને તેણે ના પાડી દીધી. અયાને બે પેકેટના પડીકાને ન્યાય આપ્યો અને એક ઓડકાર ખાધી અને કાવ્યાએ મોઢુ મચ્કોડ્યુ. તેણે કાવ્યા સાથે પણ વાત કરવાની કોશિષ કરી, પણ તેણે ખાસ રસ ન દાખવ્યો. નડિયાદ સુધીમા એ બર્થની આસપાસ બેસેલા તમામ લોકો અયાનની સાથે હળીમળી ચુક્યા હતા.
રાતે ૧૧ વાગ્યે વડોદરા આવ્યુ. ધીમે ધીમે બધા લોકો ઉંઘવા લાગ્યા. બાંદ્રા તો સવારે લગભગ પોણા છ વાગ્યે આવવાનુ હતુ. રચનાબા નીચેની બર્થએ ઉંઘી ગયા. કાવ્યા વચ્ચેની બર્થ ઉપર ઉંઘતી ચેતન ભગતની નોવેલ “હાફ ગર્લફ્રેંડ” વાંચી રહી હતી. તેની સામેની ઉપરની બર્થએ અયાન ઉંઘ્યો હતો. તે કાવ્યાને જોતો હતો. કાવ્યા થોડી થોડી વારે ત્રાસી નજર કરીને અયાન તરફ જોઇ લેતી. આંખોથી આંખો મળતી એટલે ફરી કાવ્યા તેનો ચહેરો બુકમા છુપાવી લેતી. અયાન તેને જોઇને આછુ સ્મિત આપતો. જ્યારે ફરી બંનેની આંખો મળી તો અયાને આંખ મારીને સ્મિત આપ્યુ.
“હાઉમમમ...” કાવ્યાનુ મો સહેજ ખુલ્યુ અને “નોન સેંસ” કહીને ફરી બુકની અંદર મોઢુ છુપાવ્યુ. થોડી વારે બુકનુ પેજ ફોલ્ડ કરીને તે ઉંઘી ગઇ, પણ અયાન તો બસ તેને જ જોઇ રહ્યો હતો. પહેલી જ નજરે કાવ્યા તેની આંખોમા વસી ગઇ હતી. ઇયરફોનમા તે અખિલ સચદેવે બનાવેલુ કર્ણપ્રિય ગીત “સુન મેરે હમસફર” સાંભળી રહ્યો હતો. એક તરફ સુંદર વરસાદ, બીજી તરફ કાવ્યા જેવી રૂપસુંદરી જે અયાનની આંખોની સામે હતી અને ત્રીજી તરફ તેણે વગાડેલુ રોમેંટીક સોંગ, જે તેના દિલના ધબકારાઓમા એક નવી તરંગ જગાવી રહ્યુ હતુ.
***
રાત્રે અઢી વાગ્યે વાપી આવ્યુ. વરસાદના આ મોસમમા પણ ટ્રેનમા સારી એવી ભીડ હતી. સ્ટેશન પર પબ્લીક નહીવત હતી. વરસાદના રાજા ઇંદ્રદેવ જાણે આ વખતે પ્રસન્ન થયા હોય એમ પુરબહારમા વરસાદ ખીલી રહ્યો હતો. એસ-૫ ના બર્થમા બધા ઘસઘસાટ ઉંઘી રહ્યા હતા.
અયાન ઉભો થયો. કાવ્યાની નજીક આવીને કપાળે ચુંબન કર્યુ, ગુલાબની પાંખડી જેવા તેના હોઠ પર તેણે આંગળીથી હળવો સ્પર્શ કર્યો. તેને જોઇને થોડુ આછુ સ્મિત આપ્યુ. તેની નજર કાવ્યા પાસે પડેલા પર્સ પર ગઇ. તેણે હળવેકથી તે હાથમા લીધુ અને આગળ વધ્યો. બે-ત્રણ બર્થ છોડીને એક વ્યક્તિ ત્યા ઘસઘસાટ ઉંધો ચતો ફરીને ઉંઘી રહ્યો હતો. અયાને તેના પાછળના પેંટમા હાથ નાખ્યુ અને પર્સ સરળતાથી ખેંચી લીધુ, સાથે તેની બેગ્સ નીચેની સીટ નીચેથી નીકાળીને રફુચક્કર થઇ ગયો. વાપીના સ્ટેશને ટ્રેન માત્ર ચાર મિનિટ જ ઉભી રહેતી હતી.
અયાન ટ્રેનની બહાર નીકળ્યો. બીજા તેના ચાર સાથીઓ પણ બેગ્સ ચોરીને તેની પાસે આવ્યા. એકબીજાને તાળી આપીને હસ્યા અને સ્ટેશનેથી બહાર નીકળવા જતા હતા. ત્યા જ કોઇ યુવતીની અવાજ આવી, “હેયય...ચોર....”
અયાને અચરજ અને થોડી બીકથી પાછળ ફરીને જોયુ. કાવ્યા ઝડપથી તેની પાસે આવી રહી હતી. નજીક આવીને તેણે કહ્યુ, “ચહેરાથી સારા ઘરનો લાગતો હતો, ખબર નહોતી કે તુ ચોર છે, લાય મારુ પર્સ પાછુ.” આમ કહી તેણે પર્સ તરફ હાથ લાંબો કર્યો, પણ અયાને હાથ ઉંચો કરીને પર્સ પાછળ બાજુ કર્યો, “અહહહ....ડાર્લિંગ, એક વાર જે વસ્તુ મારી પાસે આવે તે પાછી મળવી મુશ્કિલ છે.”
કાવ્યાએ ગુસ્સાથી તેને મુક્કો મારવા હાથ ઉપાડ્યો, પણ અયાન થોડુ પાછળ ખસી ગયો અને બચી ગયો. તેણે અયાનના બે પગની વચ્ચે ખેચીને લાત મારવાનો પણ પ્રયાસ કર્યો, પણ અયાન કુદીને પાછળ સરકી ગયો. તેની સાથે ફાઇટ કરવાના તમામ પ્રયાસો કાવ્યાએ કર્યા, પણ તે નિષ્ફળ રહી.
અયાને તેના સાથીઓને બેગ આપીને ત્યાથી જવા માટે ઇશારો કરી દીધો. એ બધા હસ્યા અને ત્યાથી જતા રહ્યા. અયાન કાવ્યાના મોહના કારણે ત્યાથી ના જઇ શક્યો.
અંતે કાવ્યા હારીને બોલી, “આ પર્સ મને આપી દે, પ્લીઝ.”
“હા...આમ પ્રેમથી બોલી હોત તો સ્વીટ હાર્ટ મારુ દિલ પણ તને આપી દઉ, પણ હવે શુ? જો તારી ટ્રેન તો જઇ રહી છે.” અયાન હસ્યો.
કાવ્યાએ પાછળ ફરીને જોયુ, “ઓહ શીટ મારી ટ્રેન....” તેણે અયાનના હાથમાથી પર્સ ખેચ્યુ અને દોડીને ટ્રેન તરફ આગળ વધી. ટ્રેનની ગતિ આગળ કાવ્યાએ હાર માનવી પડી. થોડુ દોડીને તે હાંફી ગઇ અને ઘુંટણના સહારે નીચે બેસી ગઇ.
“એક પર્સના લોભમા તારી ટ્રેન તો ગઇ.” અયાને મો બગાડીને કાવ્યા સામે જોયુ. તેણે અયાન સામે જોયુ, તેની આંખોમા ગુસ્સો હતો. તેણે અયાનના ડાબા ગાલ પર એક લાફો જડી દીધો. ત્યાથી ઉભી થઇને તે પુછપરછ બારીએ ગઇ, પણ ત્યા કોઇ નહતુ. તેનાથી થોડે દુર રહેલા બાંકડા પર જઇને તે બેઠી. અયાન પણ તેની પાસે આવીને બેઠો.
“તારા કારણે મારી ટ્રેન છુટી ગઇ, યુ રાસ્કલ ચોર....” કાવ્યાએ ગુસ્સામા કહ્યુ.
“અરે એક પર્સ માટે કરીને નીચે કેમ ઉતરી? હવે તો આ રાત અને બે યુવાન દિલ. મને તો લાગે છે કે આ કુદરતની જ લીલા હશે, આપણે બે ને એક કરવા માટે સ્વીટ હાર્ટ.” અયાન બિંદાસ્ત થઇને બોલ્યો.
“તને શુ લાગે છે, હુ તારા જેવા બે કોડીની ઓકાત ધરાવતા ચોરના પ્રેમમા પડીશ?” કાવ્યાએ ગુસ્સાથી આંખો પહોળી કરી.
“ખબર નહી, કુદરતની શી ઇચ્છા હશે?” અયાને ખભા ઉછાળતા કહ્યુ.
અયાન તેની સાથે વાતોના વડા કાઢી રહ્યો હતો. કંટાળીને કાવ્યાએ તેના કપાળે હાથ મુક્યો તે શાંત જ રહી. “હવે શુ છે, ભાગને અહીથી, ચોરી તો કરી જ લીધી, ખોટો પકડાઇશ જઇશ તો? પછવાડો લાલ થઇ જશે. ફોર યોર કાઇંડ ઇંફોર્મેશન મારા ડેડ પોલિસ ઇંન્સ્પેક્ટર છે અને તારો ચહેરો હુ જિંદગીભર નહી ભુલુ. વેઇટ એંડ વોચ.” કાવ્યાએ ચપટી વગાડતા કહ્યુ. અયાને તેનો હાથ પકડીને ચુમી લીધો અને કહ્યુ, “હુ તો જિંદગીભર ગિરફ્તમા રહી શકુ, બસ જેલ તુ હોય તો મારી જાન.” કાવ્યાએ હાથ ખેચ્યો અને ફરી અયાનને લાફો મારવા ગઇ, પણ અયાને હાથ પકડી લીધો.
“અરે હુ તારી સાથે આટલી પ્રેમથી વાત કરુ છુ અને તુ છે કે...આઇ લવ યુ યાર. તને ટ્રેનમા જોઇ અને પહેલી નજરે જ....” અયાન શરમાવવાનુ નાટક કરતા બોલ્યો.
“મારે તારા જેવા લોફર પાસે અહી બેસવુ જ નથી.” કાવ્યા ઉભી થઇને સ્ટેશન બહાર જવા લાગી. તેણે પહેરેલા જીંસના પોકેટમાથી મોબાઇલ કાઢ્યો અને રેલ્વે એપમા જોયુ તો આગળનુ સ્ટેશન દહાનુ રોડ હતુ જે લગભગ સવા ત્રણે આવે તેમ હતુ. તે કોઇ ટેકસી કરીને ટ્રેન પકડવા માંગતી હતી.
સ્ટેશન બહાર નીકળીને કાવ્યાએ ત્યા બે-ત્રણ ટેકસીવાળાને જોયા. વરસાદ હતો છતાય પલળતી તે એક ટેકસી પાસે ગઇ. ઉંઘેલા ડ્રાઇવરને જગાવવામા જેટલો સમય લાગ્યો, એટલી વારમા તો કાવ્યા સંપુર્ણપણે પલળી ગઇ હતી. પહેલાથી જ તેણે સ્કિનટાઇટ ગ્રીન કલરનુ શર્ટ અને બ્લુ જીંસ પહેર્યુ હતુ. ભીંજાવાના કારણે તેનો ઉભાર વધુ પડતો દેખાતો હતો. જે કોઇ પણ જોનાર માણસની અંદર કામના જગાવવા પર્યાપ્ત હતુ.
ટેક્સી ડ્રાઇવર જાગ્યો અને સામે વરસાદમા પલળતી કાવ્યાને જોઇ રહ્યો. તેના મો માથી લાળ ટપકી પડી. તે ગંદી નજરે કાવ્યાને જોઇ રહ્યો હતો. ગરજ હોવાના કારણે કાવ્યા આ વાતની અવગણના કરી રહી હતી. ડ્રાઇવરની સાથે એક બીજો માણસ પણ આગળની સીટ પર બેસેલો હતો.
“ભાઇ દહાનુ રોડ જશો? ટ્રેન છુટી ગઇ છે એટલે સવા ત્રણ પહેલા સ્ટેશને પહોચવુ છે.” કાવ્યાએ કહ્યુ.
“હા...હા...મેડમ થોડી જ વારમા તમને ત્યા પહોચાડી દઇશ.” ડ્રાઇવર કાવ્યાના નિતંબોને ઘુરતા બોલ્યો.
અયાન થોડેક દુર ઉભો આ જોઇ રહ્યો હતો. તે નજીક આવ્યો, “કાવ્યા આની સાથે ના જઇશ, આની નિયત સારી નથી.”
કાવ્યા ટેક્સીમા બેસીને બોલી, “તુ જ ચોખ્ખો છે, જસ્ટ ગો ટુ હેલ યુ બાસ્ટર્ડ.” ડ્રાઇવર અયાનની સામે જોઇને કટાક્ષમા હસ્યો અને ગાડી હંકારી.
વરસાદ વરસતો રહ્યો. થોડે આગળ એક વેરાન જગ્યાએ ડ્રાઇવરે ગાડી ઉભી રાખી અને પાછળ બેસેલી કાવ્યા સામે જોઇને હસ્યો. બહાર નિકળીને તેણે પાછળનુ બારણુ ખોલ્યુ અને કાવ્યા તરફ આગળ વધ્યો. એ બીજો માણસ બીજી તરફથી ઉતરી, બારણુ ખોલીને તેણે કાવ્યાના હાથ પકડી લીધા. કાવ્યા પોતાની શક્તિ લગાવી રહી હતી, પણ એ બે ખડતલ પુરુષો સામે એ અશક્ત હતી. ડ્રાઇવર કાવ્યાની ઉપર ચડીને તેને ચુમવા જતો જ હતો. ત્યા કોઇએ પાછળથી તેના બંને પગ ખેચીને બહાર નિકાળ્યો. તેણે ખેચીને લાત મારી અને ડ્રાઇવર દુર ફેકાયો.
ડ્રાઇવર તુરંત ઉભો થયો અને કહ્યુ, “જો આજે મસ્ત ફુલની કળી હાથે લાગી છે, ત્રણેય મળીને આને મસળીએ.” તેણે હાથ આગળ કર્યો. એ યુવાને ખેચીને તેને લાફો માર્યો.
કાવ્યા યુવાનને જોવા લાગી, તે અયાન હતો. બીજો માણસ તેની તરફ ધસી આવ્યો. અયાનના મજબુત અને કસાયેલા શરીર સામે એ ડ્રાઇવર અને એ માણસ કમજોર પુરવાર થતા હતા. અયાનના લાત અને ઘુંસાએ બંનેની અંદર રહેલી વાસનાને પરાકાષ્ઠા સુધી પહોચાડી દીધી હતી. બંને કાદવ કિચડમા બેભાન અવસ્થામા હતા, જે એ બંનેની સાચી જગ્યા હતી.
અયાન ટેક્સી પાસે આવ્યો. કાવ્યા હજુ ડરના મારે ધ્રુજેલી અંદર જ હતી. આ એની જીવનમા બનેલી પ્રથમ ઘટના હતી. તેણે દાઢી ઘુંટણ પર ટેકવેલી હતી અને થરથરી રહી હતી. અયાને કહ્યુ, “કાવ્યા બહાર આવી જા.”
કાવ્યાએ એની તરફ જોયુ. અયાને તેનો હાથ પક્ડ્યો અને બહાર નિકાળી. કોઇ વ્યક્તિ જ્યારે મનથી સખત ડરી જાય છે ત્યારે તેને કોઇના આશ્વાસનની જરૂર હોય છે. આ જ પરિસ્થિતિ કાવ્યાની હતી. બહાર નિકળતા જ તે અયાનને વળગી પડી અને પોક મુકીને રડવા લાગી. એ સમયે તે ભુલી ગઇ હતી કે અયાન પણ એક ચોર હતો. લગભગ પાંચ મિનિટ સુધી કાવ્યા અયાનની બાહોમા જ રહી. જાણે આ પનાહ તેના માટે સૌથી વધુ સુરક્ષિત હોય.
અયાન સ્ટેશનેથી બીજી ટેક્સી કરાવીને આવ્યો હતો. તેની પારખુ નજર કદાચ ડ્રાઇવરને ઓળખી ગઇ હતી અને કાવ્યા સાથે શુ થશે એ વિચારી શકતો હતો. આ જ કારણે તેણે કાવ્યાનો પીછો કર્યો હતો. અયાન અને કાવ્યા ટેક્સીમા બેસીને પાછા સ્ટેશને આવ્યા. એ ટેક્સીના ડ્રાઇવર વૃધ્ધ કાકા હતા એટલે ત્યા અયાનની કોઇ મદદ ન કરી શક્યા, પણ તેમણે અયાનની બહાદુરીના ભરપેટ વખાણ કર્યા. સખત ભીંજાવાને કારણે કાવ્યાને ઠંડી લાગી રહી હતી. બંને ફરી પ્લેટફોર્મ પર જઇને બાંકડા પર બેઠા. કાવ્યા હજુ પણ ડરેલી હતી. બાંકડા પર આડી પડીને તેણે અયાનના ખોળામા માથુ મુક્યુ. અયાન તેના વાળને પ્રેમથી સહેલાવી રહ્યો હતો.
સવારના સવા ચાર વાગ્યા સુધી કાવ્યા ઉંઘતી રહી. કાવ્યાની આંખ ખુલી ત્યારે તે અયાનના ખોળામા ઉંઘી રહી હતી, જેનો ખ્યાલ હવે તેને આવ્યો હતો. અયાન બાંકડા ઉપર માથુ ટેકવીને સુતો હતો. કાવ્યા પ્રેમથી તેને જોઇ રહી હતી. જીવનમા પહેલી વાર તેને કોઇ યુવાન ગમ્યો હતો. અયાનની આંખો ખુલી અને કાવ્યા સાથે મળી. બંને થોડી વાર ચુપ જ રહ્યા.
કાવ્યા આગળથી બોલી, “થેંક્સ....તે મારી મદદ કરી.”
અયાને કહ્યુ, “યુ આર વેલ્કમ....”
“એક વાત પુછુ?” કાવ્યાએ કહ્યુ.
“હા પુછ ને....” અયાને કહ્યુ.
“જો તુ ઇચ્છત તો પેલા ડ્રાઇવર સાથે મળીને મારી સાથે એ બધુ કરી શક્યો હોત, પણ તુ બધાથી અલગ મને કેમ લાગે છે?”
“દરેક સ્ત્રીનુ માન-સન્માન કરવુ જોઇએ, તેમને પવિત્રતાની નજરે જોવી જોઇએ, અને એમ પણ લગ્ન તો હુ તારી સાથે જ કરીશ અને એ રાતે હુ પ્રેમથી તારુ પાનેતર ઉતારીશ, ડાર્લિંગ....” અયાન હસી પડ્યો.
“આ તારી ફલર્ટ કરવાની ટેવ છોડી દે.....” કાવ્યાએ ગુસ્સાથી કહ્યુ.
“આઇ લવ યુ ના સ્વીટી હાર્ટ, તુ મને બહુ રાફચિક લાગે છે.” અયાને તેના ગાલ પર હાથ ફેરવ્યો.
ગુસ્સાથી કાવ્યા તેના નજીક આવી અને તેની કોલર પકડી. અયાન તેના ચહેરાને કાવ્યાની નજીક લઇ ગયો. બંનેના શ્વાસ એકબીજામા ભળી રહ્યા હતા. અયાને શરમ વિના કાવ્યાના હોઠ ચુમી લીધા. કાવ્યા તરત જ થોડી દુર ખસી. તે પહેલી વાર આજે થોડી શરમાઇ હતી, “યુ બેશરમ....છોકરી સાથે આમ કરતા તને શરમ નથી આવતી?” કાવ્યાએ ગુસ્સો કર્યો.
“તો પછી છોકરી સાથે શુ કરવુ જોઇએ? અમમ...મારા ખ્યાલેથી પહેલા પ્રપોઝ, પછી પ્રેમભરી વાતો, પછી કિસ અને....સેક....” અયાન બિંદાસ્ત બોલવા જતો હતો, ત્યા જ કાવ્યાએ અયાનના હોઠ પર આંગળી મુકી દીધી, “ચુપ ઇડિયટ….”તેણે આ વખતે હળવેકથી એના ડાબા ગાલે લાફો માર્યો. તે હસી રહી હતી.
“હસી તો ફસી....” અયાને આંખ મારીને કહ્યુ.
“તુ બધી છોકરી જોડે આમ જ કરે છે?” કાવ્યાએ આછુ સ્મિત કર્યુ.
“ના....આજ સુધી કોઇ ગમી નહી, અને આજે ગમી છે તો મોકો ગુમાવવો નથી.” અયાન હસ્યો.
“તને શુ લાગે છે, હુ કોઇ ચોરને બોયફ્રેંડ બનાવીશ અને એ પણ મામુલી?” કાવ્યાએ કહ્યુ.
અયાન તેની નજીક આવીને બોલ્યો, “ડાર્લિંગ આખી ગુજરાત પોલિસ જેને શોધી રહી છે, તે તારી સામે બેઠો છે. પહેલી વાર કોઇને કહી રહ્યો છુ.”
“મતલબ....” કાવ્યાએ પુછ્યુ.
“આઇ એમ પ્રિંસ...” અયાન હસ્યો.
“જા....જા....ફેકુ....પોતાની ઇમ્પ્રેશન જમાવવા માટે કઇ પણ? ખબર પણ છે, પ્રિંસ કોણ છે?” કાવ્યા કટાક્ષમા હસી.
અયાને તેના ખિસામાથી એક કાગળ કાઢ્યો અને કાવ્યાને આપ્યો. કાવ્યા જોઇને જ અચંબિત થઇ ગઇ. એ ભીંજાયેલા કાગળ પર લાલ શાહીથી પ્રિંસ લખેલુ હતુ, જે હજુ વંચાઇ શકે તેમ હતુ. અખબારોમા તેણે ફોટામા જોયુ હતુ, જ્યારે આજે એ કાગળ જ એના હાથમા હતો અને એનાથી મોટી વાત “પ્રિંસ” એની સામે જ હતો. કાવ્યા ખુલ્લા મોએ એને ઘુરી રહી હતી. ચોર તો તેણે ઘણા જોયા હતા, પણ આવો હેંડસમ ચોર તેણે પહેલી વાર જોયો હતો.
“તુ એ જ ચોર...પ્રિંસ....” કાવ્યા થોથવાતી જીભે બોલી. અયાન હસી રહ્યો હતો. થોડી વાર બંને શાંત રહ્યા.
“તને ખબર છે, હુ જાદુગર છુ. લોકોની આંખોમાથી એમના મનની વાતો જાણી લઉ છુ.” અયાને પોતાના વખાણ કરતા કહ્યુ.
“ઓહહ...એમ, તો પછી મારી આંખોમા તને શુ દેખાય છે?”
“હુ....” અયાન હસ્યો. કાવ્યાએ મુઠ્ઠી વાળીને ગુસ્સાથી તેના ખભે માર્યુ.
“આ જુના જમાનાનુ પર્સ તારુ તો નથી, તારી મમ્મીનુ છે ને?” અયાને કહ્યુ અને કાવ્યા પર્સને જોઇને ગળગળી થઇ ગઇ.
“મારા મમ્મી આ દુનિયામા નથી હવે, આ પર્સ હુ જ્યા જઉ સાથે લઇને જઉ છુ, એટલે એવુ લાગે કે મમ્મી મારી સાથે જ છે.” કાવ્યાએ પર્સ પર હાથ ફેરવ્યો.
“તુ મનથી થોડી ઉદાસ રહે છે, તો ઘમંડ, જિદ્દ અને ગુસ્સો પણ તારી અંદર છે.” અયાને કહ્યુ.
“તને કેવી રીતે....ઓહ...હા....મિ.જાદુગર...” પહેલા તો તેને નવાઇ લાગી, પણ પછી યાદ આવ્યુ કે તેણે જ કહ્યુ હતુ કે તેને આંખો વાંચતા આવડે છે.
“બીજુ શુ દેખાય છે તને મારી આંખોમા?” કાવ્યાએ પુછ્યુ.
કાવ્યાએ તેનો હાથ દાઢીએ ટેકવેલો હતો અને તે અયાનને જોઇ રહી હતી. અયાન તેની નજીક ચહેરો લઇ ગયો અને ફરી કાવ્યાના હોઠ ચુમી લીધા. તેઓ સ્ટેશનના છેવાડે બેસેલા હતા, જ્યા લોકોની અવરજવર નહતી. આમપણ આવા વરસાદમા કોઇ પ્રવાસ કરવાનુ જલ્દી પસંદ ન કરે.
કાવ્યા બાકડા પરથી ઉભી થઇ અને અયાનને મારવા લાગી. અયાન તેનો બચાવ કરી રહ્યો હતો. તેણે કાવ્યાને પાછળથી પકડી લીધી અને કમર ફરતે હાથ વીંટાળીને હવામા ફેરવવા લાગ્યો, “અરે મારી જાન, જ્યોતિષ પણ ભવિષ્યવાણી કરવાના પૈસા લે છે, તો હુ ફ્રી મા તારા વિશે કેમ બતાવુ અને હા, એ ફિસ છે તારા મુલાયમ હોઠોની ચુમ્મી....” અયાન હસી રહ્યો હતો.
“એયય...છોડ મને....” કાવ્યા કહી રહી હતી. અયાન તેને દિવાલ પાસે લઇ ગયો. કાવ્યાએ તેનુ માથુ દિવાલના ટેકે અડકાવેલુ હતુ. અયાનના વર્તનથી તેની શ્વાસો વારંવાર ફુલી રહી હતી. અયાને તેનુ નાક કાવ્યાના નાક સાથે અડાવ્યુ. બંને એકબીજાના શ્વાસની આપલે કરી રહ્યા હતા. અયાને કાવ્યાના હોઠ પર પોતાના હોઠ મુકી દીધા. આ વખતે કાવ્યાએ પણ સાથ આપ્યો. બંને એકબીજાને કિસ કરવામા મસગુલ હતા. કાવ્યાને હવે અયાન ગમવા લાગ્યો હતો.
સ્પીકરમા એનાઉન્સમેંટ થયુ કે અતિ ભારે વરસાદને કારણે બધી ટ્રેનો ત્રણેક કલાક સુધી લેટ છે.
“ઓહ નો....હવે....?” કાવ્યાએ ચિંતિત સ્વરમા કહ્યુ.
“કઇ નહિ, આપણે બંને સાથે બેસીએ, વાતો કરીએ.” અયાને કહ્યુ.
બંને બાંકડા પર ફરી ગોઠવાયા. થોડી વાર બંને વચ્ચે વાતો ચાલતી રહી, જે હવે બંને વચ્ચે પ્રેમ પરિણય જગાવવામા જવાબદાર હતી.
“તો મિ.પ્રિંસ.… તુ ચોર કેમ બન્યો?”
સવાલ સાંભળીને પહેલી વાર અયાન દુખી થયો, થોડીવાર ચુપ રહ્યા બાદ તે બોલ્યો, “પપ્પાને કેન્સર હતુ, ઇલાજ કરાવવા ખુબ પૈસા ભેગા કર્યા, પણ હુ એમને ના બચાવી શક્યો. ઘરની જવાબદારી આવતા વધારે ભણી ના શક્યો. મહેનત મજુરીથી એટલા રૂપિયા મળતા નહતા. ઉપરથી મારા નાના બંને ભાઇઓને ભણાવવા પણ હતા. મારી મમ્મીને કામ કરવુ પડે, એ હુ નહોતો ઇચ્છતો, એટલે ધીમે ધીમે આ લાઇનમા આગળ વધતો ગયો.” અયાનની આંખોમા આંસુ આવી ગયા. કાવ્યાએ આંસુ લુછ્યા. થોડીવાર બંને ચુપ રહ્યા. કાવ્યા એને જોતી રહી.
“મારુ સપનુ છે કે મારા નાના ભાઇઓને ખુબ ભણાવુ, એ સમાજમા માન-સન્માન સાથે જીવે, તમામ સુખ-સુવિધા એમને મળે, મારી જેમ ચોર બનીને નહી.....” અયાનના ગળે આટલુ બોલતા ડુમ્મો ભરાઇ ગયો. સાંજથી કાવ્યા જે રમતિયાળ અને મસ્તીખોર અયાનને જોઇ રહી હતી, એ જ અયાન અત્યારે ઉદાસ અને દુખી હતો. આંખોમાથી આંસુ વહી રહ્યા હતા.
“મને દુખ છે કે હુ ચોરી કરુ છુ, લોકો મહેનતથી જે કઇ કમાય છે, એ હુ ઝુંટવી લઉ છુ, પણ મારા ભાઇઓના ભણતર પુર્ણ થશે પછી હુ ખુદને પોલિસ સમક્ષ આત્મ-સમર્પણ કરી દઇશ.” અયાન બોલ્યો.
“હુ ચોર છુ, કોઇ છોકરીનુ જીવન ન બગાડી શકુ, આ જ વિચારથી હુ ક્યારેય કોઇ છોકરીની નજીક ગયો જ નહી. ખબર નહી તને જોતા આજે શુ થઇ ગયુ? આઇ એમ સોરી....મે તને કિસ.....” અયાનનુ વાક્ય અધુરુ રહી ગયુ. તે ઉભો થઇને ત્યાથી જવા લાગ્યો. કાવ્યાને અયાન પ્રત્યે સહાનુભુતિ થઇ. આજ સુધી તે પોતાના ભાવિ પતિમા જે ગુણો ઇચ્છતી હતી, તે બધા અયાનમા હતા. માત્ર એક ચોર હોવાના કારણે કાવ્યા હવે અયાનથી નફરત કરી શકે તેમ નહતી.
“અભી ના જાઓ છોડકર, કે દિલ અભી ભરા નહી....” કાવ્યાએ સુરીલા અવાજે ગાયુ અને અયાનના પગલા આ સાંભળી ઉભા રહી ગયા. તેણે પાછળ ફરીને જોયુ. કાવ્યા દોડીને તેની બાહોમા આવી ગઇ, “આઇ લવ યુ અયાન....”
અયાન બે મિનિટ કાવ્યાના વિચારોમા ખોવાયેલો રહ્યો. તે કઇ જ ના બોલ્યો. તેણે કસીને કાવ્યાને ગળે લગાવી હતી. આટલા સમયથી જે બોજ તે મનમા લઇને ફરી રહ્યો હતો, એ આજે કોઇ અજાણી છોકરી સમક્ષ પ્રસ્તુત કરીને હળવો થયો હતો. અતિ ભારે વરસાદના કારણે બધી ટ્રેનો લેટ હતી. આ કારણે અયાન અને કાવ્યાને સાથે રહેવાનો મોકો મળી ગયો હતો.
સવારે પાંચ વાગ્યે રચનાબા ઉઠયા અને પાસે કાવ્યાને ન જોતા ચિંતામા આવીને કોચમા પહેલા બધે શોધી આવ્યા, ન મળતા અંતે કાવ્યાને ફોન કર્યો. કાવ્યાએ બહાનુ બનાવ્યુ, “બા ટ્રેનમાથી હુ પાણી ભરવા ઉતરી અને ટ્રેન ચાલુ થઇ, પણ તમે ચિંતા ન કરો, બીજી ટ્રેન પકડીને હુ આવી જઇશ. બાંદ્રા સ્ટેશને મોટા બાપા તમને લેવા આવી જશે, હુ પાછળથી આવી રહી છુ.” કાવ્યા સાથે વાત કરીને બાને ચિંતા તો હતી, પણ થોડો હાશકારો થયો.
અયાન કાવ્યા માટે ચા અને નાસ્તો લઇને આવ્યો. બંનેએ સાથે મળીને નાસ્તો કર્યો. અયાન બાંદ્રા જવા માટે બે ટિકિટસ લઇ આવ્યો. સાત વાગ્યે ટ્રેન આવવા વાળી હતી. સાત વાગ્યા સુધીમા તો બંને વચ્ચે પ્રેમની ભાવના અને ઉર્મીઓ મનમા ઉદભવવા લાગી હતી. એકબીજા વિશે ઘણુ બધુ જાણી ચુક્યા હતા. સાત વાગ્યે સૌરાષ્ટ્ર મેલ આવી અને બંને એમા બેઠા. વાપીથી બાંદ્રા સુધીનો આ સફર પહેલી વાર અયાન અને કાવ્યા માટે સુંદર રહ્યો. અયાન પણ કોઇનો સાથ ઇચ્છતો હતો, તો સામે પક્ષે કાવ્યા પણ કોઇ દિલની એકદમ નજીક હોય એમ ઇચ્છતી હતી. બંને એકબીજાના હાથમા હાથ પરોવીને આ નવા પ્રેમના અહેસાસને માણી રહ્યા હતા.
***
અયાન અને કાવ્યાએ એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી. કાવ્યા જાણતી હતી કે અયાન ચોર છે. ગુજરાતમા તે વોન્ટેડ છે, જે દિવસે પકડાશે એ દિવસે એની ખેર નથી, પણ આ દિલ તો દિલ જ હોય છે. આ ક્યા કઇ સમજે, આને તો કોઇ સાચા દિલથી પ્રેમ આપે તો બસ એની પાછળ ફિદા થઇ જાય. એ પણ ના જુએ કે સામેવાળુ પાત્ર ગરીબ છે કે અમીર, કે વિકલાંગ, કે પછી કોઇ અયાન જેવો ગુનેગાર.....
બાંદ્રા આવતા બંને ઉતર્યા. અયાન તેને ઘરની પાસે છોડી આવ્યો. કાવ્યાએ અયાનને ગળે લગાવ્યો અને બંને છુટા પડ્યા.
કાવ્યા બે દિવસ ત્યા રોકાઇ હતી. ગયા બાદ ખબર પડી કે અહી તેને છોકરો જોવા માટે બોલાવી છે. તેના દિલની ધડકન તો હવે અયાન હતી. બરાબર એ છોકરાને જોયો પણ નહિ અને રિજેક્ટ કરી દીધો. રચનાબાએ ફરી મોઢુ બગાડ્યુ. બંને ફરી અમદાવાદ આવવા રવાના થયા.
આ બે દિવસોમા કાવ્યાએ અયાનને હજારો વાર યાદ કર્યો, પણ બાંદ્રામા ફોન કરવાનો મોકો ન મળ્યો. ઘરે આવતા જ તે પોતાના રૂમમા ગઇ અને અયાનને ફોન કર્યો. તે સ્વિચ ઓફ આવતો હતો. તેને થોડી નવાઇ લાગી. અઠવાડિયા સુધી કાવ્યા અયાનને ફોન કરતી રહી, પણ તે સ્વિચ ઓફ જ આવતો હતો. કાવ્યા પાસે તેના ઘરનો એડ્રેસ નહતો, કે ત્યા જઇ શકે. અયાને તેને દગો આપ્યો છે એવી લાગણી તેના મનમા થઇ હતી.
***
અયાન કાવ્યાને પ્રેમ કરવા લાગ્યો હતો. તેનાથી વિખુટા પડ્યા બાદ મનોમંથન કરતા એને ખુદનુ ભવિષ્ય જેલમા સડતુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ હતુ. તે કાવ્યાનુ જીવન બરબાદ કરવા નહોતો માંગતો, એટલે બંને પોતપોતાનો રસ્તો અલગ કરી લે એ જ યોગ્ય હતુ. માત્ર એક જ મુલાકાતે તો આકર્ષણ થાય, પ્રેમ થોડી?. એમ અયાનનુ માનવુ હતુ. પણ સત્ય એ હતુ કે કાવ્યા પહેલી જ નજરે તેના દિલમા વસી ગઇ હતી, તેને ભુલાવવી કઠીન હતી, પણ કાવ્યાનુ જીવન સવારી શકે એ માટે એનાથી દુર જવુ જ અયાનને મુનાસિબ લાગતુ હતુ. પાગલ અયાન એ નહોતો જાણતો કે કાવ્યા પણ એને સાચા દિલથી ચાહવા લાગી હતી.
***
૩ વર્ષ બાદ....
આ ત્રણ વર્ષોમા કાવ્યા એકદમ બદલાઇ ગઇ હતી. એક માત્ર એ રાતની મુલાકાત એના માનસપટ પર આજ સુધી છવાયેલી હતી. અયાનની યાદો આજ સુધી વિસરી નહતી. તેના પિતા અને બાએ લગ્ન કરી લેવા કેટલીય વાર કહ્યુ, પણ જિદ્દી કાવ્યા ન જ માની. જાણે કે તેને પ્રેમ નામની વસ્તુથી જ નફરત થઇ ગઇ હતી. એક ચોર જે લોકોનો માલ-સામાન ચોરતો હતો, તે એ દિવસે કાવ્યાનુ દિલ પણ ચોરી ગયો હતો, જેની જાણ કાવ્યાને પાછળથી થઇ હતી. જીવતી તો હતી, પણ અંદર દિલમા ધબકારા નહોતા થતા. એ જગ્યા ખાલી ખાલી હતી. કાવ્યાએ અયાનને શોધવા માટે શક્ય એટલી મહેનત કરી, પણ પરિણામ શુન્ય જ આવ્યુ હતુ.
આ ત્રણ વર્ષોમા અખબારોમા ઘણી વાર ચોરી થયાની એ જ ખબર આવતી. રાજકારણમા આગળ કેતન મહેતાના ઘરે પણ તેણે ૫ લાખ રૂપિયાની ચોરી કરી હતી. આ સમાચાર તો પંદર દિવસ સુધી મિડીયામા છવાયેલા રહ્યા. પોલિસના નાકે તેણે દમ લાવી દીધો હતો. સબુત પેટે માત્ર એક જ કાગળ, “પ્રિંસ....” એ પ્રિંસનો ચહેરો જો કોઇએ જોયો હોય તો તે હતી માત્ર કાવ્યા. પ્રિંસ મોસ્ટ વોંટેડ મુઝરીમ હતો, તેના ઉપર બે લાખ રૂપિયાનુ ઇનામ પણ રાખવામા આવ્યુ હતુ.
***
એક દિવસ સવારના અખબારોની મુખ્ય હેડલાઇન હતી, “પ્રિંસ ચોર એ પોલિસ સમક્ષ આત્મસમર્પણ કર્યુ” એનો ફોટો પણ પહેલી વાર બધાએ જોયો હતો. કાવ્યાએ ફોટો જોઇને પ્રેમથી એના પર હાથ ફેરવ્યો અને ફોટા પર આંસુના મોતીબિંદુ સરી પડ્યા.
કાવ્યા અયાનને મળવા જેલમા ગઇ. એ હજુ બદલાયો નહતો. કાવ્યાને જોઇને તરત ઓળખી ગયો અને હસ્યો, “ઓહ....ડાર્લિંગ તુ....”
કાવ્યા ગુસ્સામા હતી. તેણે જેલના સળિયાની અંદર હાથ નાખ્યો અને અયાનને ખેચીને તમાચો માર્યો, “કેમ..… કેમ.… કેમ.....?” કાવ્યા રડી પડી.
અયાને કાવ્યાના આંસુ લુછ્તા કહ્યુ, “જાણુ છુ આ ચોરે તારુ દિલ ચુરાવ્યુ હતુ, પણ હુ એટલો બધો સ્વાર્થી નથી કે તારી જિંદગી બરબાદ કરુ. પ્રેમનો બીજો અર્થ છે ત્યાગ અને સમર્પણ, જે મે તારા માટે કર્યુ છે.”
કાવ્યા કઇ ના બોલી, બસ એને જોતી રહી.
“હવે લગ્ન કરીને તારી લાઇફ સેટ હશે ને, જો મારી સાથે કર્યા હોત તો...” અયાન બોલવા જતો હતો ત્યા જ કાવ્યાએ તેની આંગળી અયાનના હોઠ પર મુકી દીધી.
“મે આજ સુધી લગ્ન નથી કર્યા, કરીશ તો બસ તારી સાથે જ....આઇ લવ યુ સ્ટુપિડ....અને પહેલી રાતે મારુ પાનેતર તારે જ તો પ્રેમથી ઉતારવાનુ છે.” કાવ્યા બોલી અને અયાન હસી પડ્યો, “મારો ડાયલોગ મને જ મારે છે? હજુ પણ યાદ છે તને?”
“આઇ લવ યુ, તારા વગર આ ત્રણ વર્ષ કેવી રીતે વિતાવ્યા, એ બસ મારુ દિલ જ જાણે છે.” કાવ્યાની આંખોમાથી આંસુ સરી પડ્યા.
“તુ કોઇ સારા પાત્રને શોધીને પરણી જા, મારી પાછળ ગાંડી થઇને જીવન ના બગાડીશ.” અયાન ખુબ મુશ્કેલીથી બોલ્યો.
“તને ખબર છે ને કે હુ બહુ જિદ્દી છુ, લગ્ન કરીશ તો બસ તારી સાથે જ....” કાવ્યાએ કહ્યુ.
“ઓફફો, બહુ જ જિદ્દી છે તુ....” અયાન ફિક્કુ હસ્યો.
અયાને તેના આંસુ લુછ્યા અને કહ્યુ, “આઇ લવ યુ ટુ સ્વીટી હાર્ટ....”
બંનેએ એકબીજાના હાથમા હાથ પરોવ્યો અને આંખો બંધ કરીને એ સાથ મહેસુસ કરવા લાગ્યા, જે ત્રણ વર્ષ પહેલા એક રાતે વિતાવ્યો હતો.
“હુ તારી રાહ જોઇશ, મારી સાથે લગ્ન કરીશ?” કાવ્યાએ પુછ્યુ.
“હા...હુ તારી સાથે જ લગ્ન કરીશ.” અયાને પ્રેમથી કાવ્યાના ગાલ પર હાથ ફેરવતા કહ્યુ. મુલાકાતનો સમય પુર્ણ થયો. કાવ્યા ત્યાથી જતી રહી અને અયાન તેને જોતો રહ્યો.
અયાનને કોર્ટમા હાજર કરવામા આવ્યો. તેણે ચોરીના તમામ ગુના કબુલી લીધા. જજ સાહેબે ૭ વર્ષની સજા ફરમાવી. કાવ્યા એ ૭ વર્ષની રાહ જોવા પણ તૈયાર હતી. અયાને જેલમા મળવા આવવા માટે કાવ્યાને ખુદની કસમ આપીને ના પાડી હતી. જિદ્દી કાવ્યા પહેલી વાર કોઇની વાત માની હતી. આ સાત વર્ષ તો બંને પ્રેમી પંખીડાઓ માટે સજા સમાન હતા.
***
૭ વર્ષ બાદ....
આ સાત વર્ષોમા તો નજાણે કેટલુય બદલાઇ ચુક્યુ હતુ. સાગર પટેલ એક બાહોશ અને નિડર ઇન્સપેક્ટર હતા. ડ્રગ્સ સપ્લાય કરતી ગેંગને પકડવામા તેઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ૭૪ વર્ષના રચનાબા હવે પથારીવશ હતા. કાવ્યા જોબ કરતી હતી, એટલે બાની સેવા કરવા રમીલા નામની બાઇને રાખવામા આવી હતી.
કાવ્યા માટે આ સાત વર્ષ જાણે કે સાત જન્મ બરાબર હતા. એક તરફ પિતાનુ થયેલુ મોત, તો બીજી તરફ પ્રિયતમ તરફથી મળેલી જુદાઇ. આ કારણથી તે મનથી તુટી ગઇ હતી.
આખરે એ દિવસ આવી ગયો, જ્યારે એનો પ્રિયતમ જેલમાથી છુટવાવાળો હતો. કાવ્યા ખુદ એને લેવા માટે સાબરમતી સેન્ટ્રલ જેલ ગઇ હતી, જ્યા તે બહાર ઉભી ખુબ જ આતુરતાથી અયાનની રાહ જોઇ રહી હતી.
ગેટ ખુલ્યો અને અયાન બહાર નિકળ્યો. કાવ્યા જાણે કે એને જોઇને હ્રદયના બે ધબકારા ચુકી ગઇ. આંખોમાથી હર્ષના આંસુ આવી ગયા. આજે તે સાત વર્ષ બાદ પોતાના મનના માણિગરને જોઇ રહી હતી.
અયાનને લેવા એની માતા અને બંને ભાઇઓ પણ આવ્યા હતા. અયાને આપેલા બલિદાનના કારણે એક ભાઇ સીએ હતો, તો બીજો એંજીનીયર બન્યો હતો. અયાને એની માતા અને બંને ભાઇઓને ગળે લગાવ્યા બાદ તે કાવ્યાને પણ ગળે મળ્યો. બંનેના ચહેરે ખુશીના આંસુ હતા. તેના પરિવારને ખુબ નવાઇ લાગી. કારણ કે તેઓ બંનેના પ્રેમપ્રસંગ વિશે જાણતા નહતા.
***
અયાનના બંને ભાઇઓએ મળીને તેને સારા સ્થળે રેસ્ટોરેંટ ખોલી આપી. અયાનને પહેલેથી ભોજન બનાવવા પ્રત્યે સારી એવી રુચી હતી. તેઓ ખુદ જાણતા હતા કે આટલુ કરીને પણ અયાનનુ ઋણ ચુકાવી શકાય એમ નથી. બંનેના માટે ઇશ્વર તો જાણે અયાન જ હતો.
બધાને અયાન અને કાવ્યાના પ્રેમપ્રસંગની જાણ થઇ. બંને ભાઇઓએ ધામધુમથી અયાન અને કાવ્યાના લગ્ન કરાવ્યા. એ બંનેએ વિચાર્યુ પણ નહી હોય કે પોતાના લગ્ન આટલા શાનદાર રીતથી થશે. લગ્ન બાદ કાવ્યા રચનાબાને પણ તેની સાથે જ લાવી હતી.
આજની રાત એટલે બે પ્રેમી પંખીડાઓની એક થવાની રાત હતી. સુહાગરાતની એ સેજ ખુબ સુંદર રીતે સજાવવામા આવી હતી. ગુલાબના ફુલોથી સજ્જ એ પલંગ જાણે કોઇ નાનુ ફુલોથી બનેલુ ઘર જેવુ હતુ. ચાદર ઉપર ફુલોની પાંખડીઓ વેરાયેલી હતી. આખા રૂમમા જગ્યા જગ્યાએ પ્રગટાવેલા દિવાથી એ આછા પીળા રંગની રોશની પણ સુંદરતામા વધારો કરી રહી હતી. એમા સૌથી ખાસ એટલે સેજ પર બેઠેલી અયાનની દુલ્હન કાવ્યા. જે અયાનનો બેસબરીથી ઇંતજાર કરી રહી હતી.
અયાન રૂમમા આવીને કાવ્યાની નજીક બેઠો. તેણે કાવ્યાનો ઘુંઘટ ઉચો કર્યો અને પ્રિયતમાને જોતો રહ્યો. આજે કાવ્યા થોડી શરમાતી હતી. અયાને કાવ્યાની દાઢી પર હાથ મુકીને ચહેરો સહેજ ઉચો કર્યો. તેણે આછા સ્મિત સાથે અયાન સામે જોયુ અને તે જાણે ઘાયલ થઇ ગયો. તેણે હળવેકથી કાવ્યાને ગળે લગાવી. આજે અયાનને ગળે મળીને કાવ્યાને પોતાનુ દિલ પાછુ મળ્યુ હતુ. બાદમા કાવ્યાના ખોળામા તેણે માથુ મુક્યુ. બંનેએ પોતાની પહેલી મુલાકાતથી આજ દિન સુધીની તમામ વાતો કરીને યાદોને તાજા કરી.
અયાને કાવ્યાને ચુંબનોથી નવડાવી દીધી. બંધ આંખે પણ તે પ્રિયતમ સાથે એ સહવાસ માણતી રહી. થોડી શરમથી, થોડી નજાકત સાથે અયાને કાવ્યાનુ પાનેતર સરકાવ્યુ. વસ્ત્રોના આવરણ ધીમે ધીમે સરકતા રહ્યા. એ પ્રેમભર્યા ઉંહકારાથી આખો રૂમ મહેકી ઉઠ્યો હતો. બંનેના દિલમા વર્ષોની તડપ સાથે એકબીજાને પામવાની ખુશી પણ હતી. એ ક્ષણ માટે તો કાવ્યા અને અયાને વર્ષો સુધી તપસ્યા કરી હતી.
***સમાપ્તિ***
રોહિત સુથાર
Facebook id: rohitsuthar17@yahoo.in
તમે તમારા પ્રતિભાવો આ ઇમેઇલ આઇડી ઉપર મોકલી શકો છો અને મારી સાથે ફેસબુકથી કનેક્ટ થઇ શકો છો.