અધૂરું સ્વપ્ન
ભાગ – ૭
રવિ યાદવ
ઉર્વિલની દલીલ પણ યોગ્ય હતી આથી હયાતીએ બીજું કશું કહ્યા વગર બાય કહ્યું પણ ઘરમાં જતી હતી ત્યાં જ ઉર્વિલે તેને સાદ પાડીને રોકી અને દોડતો તેની પાસે આવ્યો. પોતાના બંને હાથો વડે હયાતીનો ચેહરો પોતાના હાથમાં લીધો અને હળવેથી તેના કપાળ પર નાની એવી ચૂમી કરીને શ્વાસથી બોલ્યો "આઈ લવ યુ"
હયાતીની આંખોએ ફરીવાર ગંગા જમુના વહાવી પરંતુ એ પ્રેમથી આવેલા આંસુ હતા તેથી ઉર્વીલ કશુય બોલ્યા વગર તેને હગ કરીને ત્યાંથી નીકળી ગયો.
બીજા દિવસે ઉર્વિલ ઓફિસનું કામ પતાવીને તરત જ નીકળી ગયો હતો. પરંતુ આજે રોજ કરતા અલગ રસ્તે જતા રોનિતને જાણવાની તલબ લાગી કે આખરે આ ઉર્વિલ આટલી જલ્દીમાં ક્યાં જાય છે. તેણે ઉર્વિલનો પીછો કર્યો પરંતુ સાંજનો સમય હતો અને ટ્રાફિક વધુ પડતો હોવાથી ઉર્વિલ વાહનોની વચ્ચે ક્યાં ગાયબ થઇ ગયો તે તેને સમજાયું નહિ આથી રોનિત ફરી પાછો પોતાના ઘરે જવા નીકળી ગયો હતો.
ઉર્વિલ સીધો જ એક શોપિંગ મોલમાં પહોંચી ગયો હતો જ્યા હયાતી તેની રાહ જોઈ રહી હતી. થોડી ઘણી ખરીદી અને ઘરવખરીનો સામાન લઈને બંને હયાતીના ઘરે ગયા. આજે ઉર્વિલ સામેથી બોલ્યો હતો કે આજની રસોઈ તે જાતે બનાવશે. આથી હયાતીએ તો હાથ ઊંચા કરી જ લીધા હતા કે આજે તો ઉર્વિલના હાથનું જ જમવાનું છે. ઉર્વિલ આજે મસાલા ખીચડી બનાવીને હયાતીને જમાડવાનો હતો તેથી ચોખા કાઢીને ધોવા લાગ્યો હતો અને મસાલા ખીચડીમાં નાખવા માટેના ટામેટા મરચા, બટેટા પણ સુધારી રહ્યો હતો અને હયાતી ત્યાં બાજુમાં પ્લેટફોર્મ પર ચડીને બેસી ગઈ હતી અને ઉર્વિલની મજાક કરી રહી હતી. ઉર્વિલને રસોઈ કરતી વખતે હેરાન કરતી હોવાથી ઉર્વિલ થોડું ખિજાયો કે તે બહાર જઈને ટીવી જોવે ત્યાં સુધીમાં રસોઈ કરીને આવું છું. આખરે હયાતી મોઢું ચડાવીને ત્યાંથી જતી રહી અને બહાર હોલમાં ટીવી જોવા લાગી.
થોડીવાર પછી રસોડામાંથી અવાજ આવ્યો. "હયાતી ! મીઠું ક્યાં છે ?"
"તારામાં ઘણુંય વધુ છે એમાંથી કાઢીને નાખી લે. હુહ", હયાતી થોડું ચિડાઈને બોલી.
"અરે બાબા સોરી ! ભૂલ થઇ ગઈ. હવે તો કહે કે ક્યાં છે મીઠું ? મને નથી મળતું.", ઉર્વિલે હથિયાર હેઠા મૂકી દીધા હતા.
આથી હયાતી ઉભી થઈને ફરી પાછી રસોડામાં આવી અને એક ખાનામાં રહેલી ડબ્બીમાંથી મીઠું કાઢી આપ્યું પરંતુ હયાતીને ફરીથી તોફાન સુજ્યું એટલે એ ફરી પાછી ત્યાં જ બેસી ગઈ. ત્યાં બાજુમાં જ ચાકુ પડી હતી તો એ હાથમાં લઈને ઉર્વિલને ધમકાવતી હતી કે “બહુ ખીજાઇશને તો આનાથી તારું ખૂન કરી નાખીશ.” એમ કરીને જાણે હવામાં તલવાર ઉછાળતી હોય એ રીતે ચાકુ ઉછાળવા લાગી. ઉર્વિલ તેને ધ્યાનમાં નહોતો લઇ રહ્યો કેમ કે તેને ફટાફટ રસોઈ કરવી હતી આથી તે ખીચડી કુકરમાં ચડાવીને પાણી નાખી રહ્યો હતો અને ઉર્વિલનું આ ઇગ્નોરન્સ જોઈને હયાતીની કમાન છટકી અને તેણે પ્લેટફોર્મથી નીચે ઉતરવા ઠેકડો માર્યો અને પગ લપસ્યો અને હાથમાં રહેલી ચાકુ તેના જ હાથમાં લાગી ગઈ. ખુબ જ મોટો ચીરો પાડી દીધો અને હયાતી મોટી ચીસ પાડી ઉઠી અને ઉર્વિલ કશુંય વિચાર્યા વગર ડાયરેક્ટ તેનો હાથ સિંક નીચે રાખીને પાણી ફૂલ પ્રેશરથી શરુ કરીને ઉભો રહી ગયો. હયાતી સામે જોયા વગર તે હયાતીના હાથને પાણીની નીચે હળવા હાથે સાફ કરી રહ્યો હતો અને બોલતો જતો હતો, "ખબર ના પડે કે રસોડામાં ક્યારેય મજાક મસ્તી ના કરાય, ક્યારનો બોલી રહ્યો હતો કે તું બહાર બેસ હું આવું છું બનાવી ને, પણ તું ના માની તો ના જ માની. દરેક વસ્તુમાં બસ એકલી મજાક જ સુજે છે તને"
હયાતી ચુપચાપ કશુંય બોલ્યા વગર બસ એમ ને એમ સાંભળી રહી હતી. લોહી બંધ થયું એટલે તેને લઈને ડ્રેસિંગ કરી દેવા માટે અંદર રૂમમાં લઇ જવા માટે કહ્યું ત્યાં જ હયાતી ફરી ફસડાઈ પડી, હયાતી પડી હતી ત્યારે તેને પગમાં પણ વાગ્યું હતું જે તેને ફરીવાર ચાલવા ગઈ ત્યારે ખબર પડી હતી કે મુઢમાર પણ વાગેલો છે. આથી તે ચાલી શકે તેમ નહોતી અને આખરે ઉર્વિલે તેને બંને હાથો વડે ઉંચકીને તેના બેડરૂમમાં લઇ ગયો. ઉર્વીલનો ગુસ્સો પણ આજે તેને અનેરું વ્હાલ કરતી ફીલિંગ આપી રહ્યો હતો. હળવેથી તેના બેડ પર બેસાડી અને ફટાફટ ડ્રેસિંગ કીટ લઈને આવ્યો. ડેટોલ વડે રૂ પલાળીને હાથ પર અડાડ્યું ત્યાં ફરીથી હયાતી ચીસ પાડી ઉઠી અને ઉર્વિલ તરત રૂ લઇ લીધું અને ત્યાં ફૂંક મારવા લાગ્યો. આવું બે ત્રણ વાર થયું એટલે ઉર્વિલ સમજી ગયો કે હયાતી હજુ પણ મજાક જ કરી રહી છે આથી ફરીવાર તેણે ડેટોલથી ભીનું કરેલું રૂનું પૂમડું ત્યાં હાથ પર લગાવ્યું અને ફરી હયાતીએ ચીસ પાડવા મોઢું ખોલ્યું અને અચાનક જ ઉર્વિલે તેના બંને હોઠ પોતાના બંને હોઠ વડે એમને એમ બીડી દીધા. હયાતીની ચીસની જગ્યાએ ચુંબન પોતાનો ભાગ ભજવી રહ્યું હતું અને એ જ ચુંબન દરમિયાન ઉર્વિલે આખા ચીરા પર સાફ કરી નાખ્યું હતું. હયાતી ઊર્વીલના અચાનક આવા વર્તનથી થોડી શરમાઈ ગઈ હતી એટલે સ્માઈલ કરી રહી હતી પરંતુ કશું બોલી નહોતી શકતી.
તેને ત્યાં જ બેસાડીને ઉર્વિલ રસોડામાંથી મસાલા ખીચડી એક ડીશમાં લઈને આવ્યો અને જોડે દહીં જોડે થોડી ખાંડ પણ લેતો આવ્યો. ખીચડી ગરમ હોવાથી ઉર્વિલ ચમચીમાં લઇને ફૂંક મારી રહ્યો હતો પરંતુ આંખો તો ક્યાંક બીજે લડી રહી હતી. પોતાના હાથે ઉર્વિલે હયાતીને જમાડી અને પછી ટેબલ પર ડીશ મૂકીને હયાતીને પાણી પાયું અને તેને ઓશિકા પર માથું ટેકવીને સુવાડી અને પોતે કિચનમાં બધી સાફસફાઈ કરવા જતો રહ્યો.
બધી જ સફાઈ કરીને ઉર્વિલ હયાતીના રૂમમાં હયાતી સુઈ ગઈ કે નહિ તે જોવા આવ્યો પરંતુ હયાતી હજુ સૂતી નહોતી તે કોઈ બુક એક હાથમાં પકડીને વાંચવાની કોશિશ કરી રહી હતી પરંતુ બુક વારાઘડીયે હાથમાંથી પડી જતી હતી. ઉર્વિલ તેની પાસે આવ્યો અને બુક તેની પાસેથી લઇ લીધી અને બેડ પર ટેકો દઈને બેસી ગયો અને હયાતીને પોતાના ખોળામાં ટેકો દઈને સુવાડી દીધી. હવે ઉર્વિલે બુક વાંચવાનું શરુ કર્યું અને હયાતી તે સાંભળતી જતી હતી. એક કલાક સુધી ઉર્વિલ સતત બોલતો રહ્યો અને હયાતી તે સાંભળતી રહી. આખરે ઉર્વિલ થાક્યો એટલે તેણે બુક મૂકીને હયાતીને સુઈ જવા કહ્યું અને પોતે બહાર રૂમમાં જ છે એમ કહીને ઉભો થવા જતો હતો ત્યાં જ હયાતીએ તેને બેડમાં ખેંચી લીધો અને પોતાના ફૂલની પાંખડી જેવા હોઠ ઉર્વિલના હોઠ પર મૂકી દીધા. કેટલીવાર સુધીય બંને એકબીજાના હોઠનો પરાગરાસ માણતા રહયા અને હયાતીનો એક હાથ ઉર્વિલની પીઠ પર નિરંતર ફરી રહ્યો હતો અને ઉર્વિલના બંને હાથ પણ હવે હયાતીના શરીર પર જાણે અજગરની જેમ ભરડો લઇ રહયા હતા.
ધીમે ધીમે એ હોઠ વડે ઉર્વિલ હયાતીના કાન અને ગળાને પણ ભીંજાવતો રહ્યો અને હયાતી પણ ઉર્વિલના શ્વાસોશ્વાસમાં મદહોશ થઇ રહી હતી. થોડી જ વારમાં ઉર્વિલે હયાતીનું ટોપ તેના વાગેલા હાથને દુઃખે નહિ એ રીતે કાઢી નાખ્યું અને કાળા કલરની એ બ્રેસીયરથી ઢંકાયેલા હયાતીના સ્તનો ઉર્વિલના આવેગને આમંત્રણ આપવાનું કામ કરી રહયા હતા. છેલ્લા કેટલાક મહિનાઓના સંસર્ગ પછીનો ઉર્વીલનો ઉત્સાહ આખરે વાસનારૂપી આગમાં સળગતા હયાતીના માંસલ બદનને રગદોળવામાં ખોવાઈ ચુક્યો હતો અને તરત એક જ હાથથી હયાતીની પીઠમાં રહેલો બ્રેસીયરનો હુક ખોલી નાખ્યો અને હયાતીના બંને સ્તનોનો ભાર ઉર્વિલની છાતી પર ઢળી પડ્યો અને ઉર્વિલના હોઠોએ હયાતીની છાતી, ડોક, પીઠ, ખભા પર પ્રેમરૂપી નિશાનો લગાવી દીધા અને ચુંબનોથી નવડાવી દીધી. ઉર્વિલ હવે પુરી રીતે આવેગમાં આવી ચુક્યો હતો અને તેનું ગરમ શરીર એક અનન્ય ઉત્તેજના અનુભવવા લાગ્યું હતું અને ધીમેધીમે બંનેના શરીર પરથી એક પછી એક વસ્ત્ર ઉતરતું ગયું અને ઓરડામાં રહેલી શાંતિમાં બે શ્વાસો લયબદ્ધ રીતે એકબીજા સાથે અથડાતા રહયા અને એ અથડાતા શ્વાસોની વચ્ચે ઘૂંટાઈ રહેલા એ બંનેના ઉહ્કારા તે ઓરડામાં ચાલી રહેલી કામવાસનાને વાચા આપી રહ્યા હતા અને થોડીવારના એ આવેગોના ઘોડાપુરને શાંત કરીને બંને નગ્ન જ એમ ને એમ બેડ પર સુઈ ગયા.
સવારે ઉર્વિલ ઉઠીને પોતાના ઘરે જવા નીકળતો હતો એ જ દરમિયાન ઇત્તેફાકથી રોનિત પણ ત્યાંથી પસાર થયો અને ઉર્વિલને ત્યાં જોઈ ગયો. ઉર્વિલનું ધ્યાન નહોતું પરંતુ રોનિતને કશુંક અજીબ લાગ્યું હતું કેમ કે ઉર્વિલનું ઘર તે જાણતો હતો તો ઉર્વિલ સવાર સવારમાં કોના ઘરેથી નીકળ્યો એ જાણવાની તેની ઈચ્છા થઇ આવી. પરંતુ અત્યારે એ પોસિબલ નહોતું આથી તે ત્યાંથી નીકળી ગયો. કેમ કે તે સારી રીતે જાણતો હતો કે આજે એક મોટું વાવાઝોડું ઉર્વિલના જીવનમાં આવાનું છે.
***
ઓફિસ પહોંચતાવેંત ઉર્વિલને આજે ભયંકર વાવાઝોડાનો સામનો કરવો પડ્યો હતો. બોસે સવાર સવારમાં ઊર્વીલને અંદર બોલાવીને ખખડાવ્યો હતો અને બધાની વચ્ચે લાવીને તેને જોબમાંથી હાંકી કાઢ્યો હતો. ઉર્વિલને હજુય ખબર નહોતી કે તેની જોડે આ શું થઇ રહ્યું છે તેથી તેણે બોસને રીઝન પણ પૂછ્યું હતું.
"સાલા હરામખોર ! માદરજાત ! હલકટ ! મારી કંપનીના રિપોર્ટ્સ તે આપણી કોમ્પિટેટર કંપનીને કેટલા રૂપિયામાં વેચ્યા છે બોલ ? તારા લીધે આપણા હાથમાંથી તે વિદેશી કંપનીનો કોન્ટ્રાકટ હાથમાંથી જતો રહ્યો અને હજુ પૂછે છે કે શું થયું ?"
"ક્યાં રિપોર્ટ્સ ? મને કશીય ખબર નથી સર, તમને કંઈક ભૂલ થાય છે, હું એવું ક્યારેય ના કરું સર. તમારી પાસે શું પ્રુફ છે કે એ રિપોર્ટ્સ મેં જ કોઈને લીક કર્યા ?", ઉર્વિલ પોતાની સ્વેઇચ્છિક દલીલ રજુ કરી રહ્યો હતો.
"એ રિપોર્ટ્સ ફક્ત તારા જ કમ્પ્યુટરમાં હતા અને તેનો મેઈલ પણ તારા જ આઈડીમાંથી થયો છે, અને તારા કમ્પ્યુટરનો પાસવર્ડ તો કોઈ પાસે છે નહિ તો એ બીજા કોનું કામ હોઈ શકે ?", બોસે ચિલ્લાઈને કહ્યું.
"સર હું નિર્દોષ છું, મને સાચે જ નથી ખબર કે આ બધું શું થઇ રહ્યું છે મારો વિશ્વાસ કરો", ઉર્વિલ પોતાની જોબ બચાવવા એકદમ બિચારો થઈને વાત કરી રહ્યો હતો.
આટઆટલું કહેવા છતાંય બોસે ઉર્વિલને આખરે નોકરીમાંથી હાંકી કાઢ્યો અને ઉર્વિલ કશુંય ના કરી શક્યો.
બીજી તરફ ખૂણામાં રોનિત ત્યાં ઉભો ઉભો દાઢમાં હસી રહ્યો હતો. તેણે રમેલો દાવ સફળ રહ્યો હતો. જે દિવસે ઉર્વીલ મુંબઈ ગયો હતો તે જ દિવસે રોનિતે પોતાના જ એક કોમ્પ્યુટરના જાણકાર એવા મિત્ર પાસેથી આ કોમ્પ્યુટરનો લોક ઓપન કરાવ્યો હતો અને તેમાંથી અગત્યની ફાઈલો અને રીપોર્ટસ અને ડીઝાઈન કોમ્પીટીટર કંપનીને મેઈલ કર્યા હતા અને ફરી પાછુ ચુપચાપ આ કોમ્પ્યુટર બંધ કરીને હવે આ કામના પરિણામની રાહ જોઈ રહ્યો હતો જે આજે પૂર્ણ થયું હતું. આજે તો ફૂલ પાર્ટી કરવાના મૂડમાં હતો કેમ કે તેણે આજે ઉર્વિલને બદનામ કરાવીને કઢાવી મુક્યો હતો અને આજ સુધીનો બદલો વાળ્યો હતો.
***
સવાર સવારમાં ઉર્વિલને જોબમાંથી હાંકી કઢાયો હતો એના કારણે તેનો મૂડ સાવ બગડી ચુક્યો હતો. મૂડ બગડવાનું કારણ તેની જોબ નહિ પણ તેને ફસાવીને બદનામ કરવાનું કોઈએ કાવતરું કર્યું હતું તે કારણ વધુ હતું. તે સીધો જ ત્યાંથી હયાતી પાસે જતો રહ્યો હતો અને હયાતીને બધી માંડીને વાત કરી હતી. હયાતી પણ થોડી અપસેટ થઇ ચુકી હતી કે આ શું છે બધું ? પરંતુ ફીલહાલ કશું થઇ શકે તેમ નહોતું. જો કે તે ધારેત તો પોતાના આઈ.ટી. ફિલ્ડવાળા મિત્રોને કહીને આ બાબતનું સોલ્યુશન કરાવી શકી હોત પરંતુ તેનું દિમાગ તેને કાંઈક બીજો ઈશારો કરી રહ્યું હતું.
ઉર્વિલને થોડીવાર શાંતિથી બેસાડીને હયાતીએ તેને લખવા માટે વાત કરી કે તેને પબ્લિક તરફથી ફેસબુકમાં અને વેબસાઈટમાં આટલો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે તો તેણે હવે બુક લખવા તરફ વિચારવું જોઈએ. હયાતી તેને બધો જ સપોર્ટ કરવા માટે તૈયાર હતી આથી ઉર્વિલ હયાતીની વાત માનવા તૈયાર થઇ ગયો અને લેપટોપ લઈને બેસી ગયો. હયાતીના સપોર્ટથી તે બેંગ્લોરમા જ રહ્યો અને ત્યાં જ રહીને લખવાનું શરુ કરી દીધું હતું. બે જ મહિનામાં ઉર્વિલે પોતાની પહેલી નોવેલ લખી નાખી હતી અને હયાતીની મદદથી પબ્લીશર પણ મળી ચુક્યા હતા. પહેલી નોવેલનો રિસ્પોન્સ એટલો જોરદાર રહ્યો કે ઉર્વિલ હવે ઘણો મશહૂર થઇ ગયો હતો. આ સફળતાને સહેજપણ માથે ચડાવ્યા વગર ઉર્વિલે તરત જ બીજી નોવેલ લખવાની શરુ કરી દીધી હતી.
આ બધી ઘટનાઓ દરમિયાન અંબર તો જાણે સાવ બાજુની પાટલી પર જ રહી ગઈ હતી. ઉર્વિલ હવે તો પહેલા જેટલો ફોન પણ નહોતો કરી રહ્યો અને ફોન કરે તો પણ તે બહુ વાત કર્યા વગર મૂકી દેતો હતો. પરંતુ અંબર ક્યારેય પણ આ બાબતની ફરિયાદ નહોતી કરતી અને ઉર્વિલ પણ તેની આ વાતને ક્યારેય ગણકારતો નહિ અને વિચારતો પણ નહિ કે તેના આવા બિહેવિયરના કારણે તેના પર શું વીતતી હશે.
એક દિવસ ઉર્વિલ હયાતીના ઘરેથી નીકળી રહ્યો હતો એ જ દરમિયાન ત્યાં હયાતી તેને ગેટ પર વળાવવા માટે આવી હતી અને એ જ દરમિયાન રોનિત તેને જોઈ ગયો હતો. ઉર્વિલને જોબ પરથી કઢાવીને તેની ખુશી લાંબો સમય નહોતી ટકી કેમકે બે જ મહિનામાં નોવેલ લખીને ઉર્વિલ લોકોમાં ફેમસ થઇ ગયો હતો. આથી રોનિત વધુને વધુ સળગી રહ્યો હતો અને તેને જોબમાંથી કઢાવી નાખ્યા પછી તો રોનિત એ ભૂલી જ ચુક્યો હતો કે ઉર્વિલને આ જ ઘરમાં પહેલા પણ નીકળતા જોઈ ગયો હતો ત્યારે તેને ચેક કરવાનું રહી ગયું હતું અને આજે અચાનક આમ ઉર્વિલને ફરીથી એ જ ઘરમાંથી નીકળતા જોઈ રહ્યો હતો. તેને કોઈક બાય તો કહી રહ્યું હતું પરંતુ અંદર કોણ ઉભું છે તે જોઈ શકતો નહોતો.
અત્યારે તો રોનિત ત્યાંથી નીકળી ગયો હતો કેમકે હવે તે સમય જોઈને ઘા મારવા ઈચ્છતો હતો. તેના જીવનનું મુખ્ય લક્ષ્ય જાણે ઉર્વિલને બરબાદ કરવાનું હોય તે રીતે તે વિચારી રહ્યો હતો. બીજી તરફ સમયના વ્હાણા વીતી ચુક્યા હતા અને ૬ મહિનામાં બીજી બે નોવેલ પબ્લિશ થઇ ચુકી હતી અને તે નોવેલ પણ બેસ્ટસેલર રહી હતી. આટલી સફળતા પછી પણ ઉર્વિલ એકદમ ડાઉન ટુ અર્થ જ હતો. બૉલીવુડના ફિલ્મમેકરના ધ્યાનમાં પણ આ બુક આવી ચુકી હતી જેના કારણે હવે તેઓ મુવી બનાવવાની વાતો પણ કરી રહ્યા હતા. ઉર્વિલની કારકિર્દીની ગાડી પાટા પર ચડી રહી હતી જયારે બીજી તરફ તેના જીવનનો મોટો સંઘર્ષનો સમય નજીક આવી રહ્યો હતો.
ઉર્વિલને તેના માં બાપ જ્યારે જ્યારે પણ લગ્નની વાત કરતા ત્યારે ઉર્વિલ કોઈને કોઈ બહાનું કાઢીને લગ્ન ટાળી દેતો હતો પરંતુ આજે સવારમાં જ અંબરનો રડમસ થયેલો અવાજ ફોનમાં સંભળાયો, "ઉર્વિલ તુ જલ્દી મુંબઈ આવી જા, પાપાને હાર્ટ અટેક આવ્યો છે."
ઉર્વિલ એક મિનિટની પણ રાહ જોયા વગર સીધો જ મુંબઈ જવા માટે પહેલી ફલાઇટ પકડીને નીકળી ચુક્યો હતો. અંબરના પિતા હોસ્પિટલના બિછાને પડ્યા હતા અને અંબરને કશુંક કહી રહયા હતા, "બેટા ! હવે જલ્દી લગ્ન કરી લે તો સારું છે કારણ કે મને નથી લાગતું કે હવે હું લાંબુ જીવી શકીશ. તને લગ્ન કરીને વળાવવાના મારા ઓરતા અધૂરા રહી જાય એ પહેલા લગ્ન કરી લે તો સારું છે."
તેના પિતાની આ વાત સાંભળીને અંબર ત્યાં જ રડી પડી પરંતુ ઉર્વીલે તેને સાચવી લીધી અને અંબરના પિતાને તેણે આંખના ઈશારેથી જ હા પાડી દીધી હતી. ઉર્વિલના માં-બાપ પણ તેની આ વાત જોડે સંમત થયા હતા તેથી તેણે બને તેટલું જલ્દી લગ્નનું મુરત કઢાવી લેવાનું નક્કી કર્યું હતું. ઉર્વિલ પાસે પણ હવે કોઈ વિકલ્પ બચ્યો નહોતો અને એક તરફ તે હયાતી વિષે વિચારી રહ્યો હતો તો બીજી તરફ વિચારી રહ્યો હતો કે પથારીવશ થયેલા માણસની આખરી ઈચ્છા અને મારા માં-બાપની કેટલા સમયથી રહેલી ઈચ્છાને પુરી તો કરવી જ રહી. તેને ના પાડી શકવાની હિમ્મત હવે ઉર્વિલમાં નહોતી આથી તેણે પણ લગ્ન માટે હા પાડી દીધી હતી. લગ્નનું મુરત નીકળી ચૂક્યું હતું જે આવતા દિવસમાં જ હતું આથી ઉર્વિલ છેલ્લું કામ છે એ પતાવીને પાછો આવી જાઉં છું એવું કહીને બેંગ્લોર આવી ગયો હતો.
આવીને તેણે હયાતીને બધી વાત કરી હતી પરંતુ હયાતી હવે લગ્ન ફક્ત તેની સાથે જ કરવાની જીદ પકડીને બેઠી હતી. છેલ્લા દોઢ વર્ષથી તે સતત ઉર્વિલની સાથે રહી અને હવે તે લગ્ન અંબર જોડે કરવા માગે છે ? ગુસ્સામાં હયાતી ઘણુંબધું બોલી ગઈ હતી આથી ઉર્વિલે તેને છેલ્લો ફેંસલો સંભળાવી દીધો હતો કે મને ખબર છે કે મારી માટે તે જે કર્યું છે એટલું કોઈ ના કરે, હું પણ તને પ્રેમ કરું છું પરંતુ આપણે આખી લાઈફ સાથે રહી શકીયે તે વાત શક્ય નથી. જ્યારે આ સબંધની શરૂઆત થઇ હતી ત્યારે જ મેં તને આ વાત કહી હતી કે મારી સગાઇ થઇ ચુકી છે અને આ સબંધની કોઈ મંજિલ નથી. તો હવે શું કામ તુ આ સબંધને લઈને આટલી બધી માથાકૂટ કરી રહી છે. હું નક્કી કરી ચુક્યો છું કે હું લગ્ન કરીશ તો ફક્ત અંબર સાથે જ. એટલે બને ત્યાં સુધી તુ મને ભૂલી જાય એ જ સારું છે. આટલું બોલીને ઉર્વિલ ત્યાંથી નીકળી ગયો હતો.
ઘરે પહોંચતા જ અંબરનો ફોન આવ્યો, "હેલો ઉર્વિલ, ક્યારે આવે છે તુ ? કામ પતી ગયું ?"
"હા પતી ગયું છે. આવતી કાલે હું આવવા માટે નીકળી જઈશ. તારે કશું લાવવાનું છે અહીંયાથી ?", ઉર્વિલ આજે અંબર જોડે એકદમ શાંતિથી વાત કરી રહ્યો હતો.
"ના બસ તુ આવી જાય એટલે મારે બધું આવી ગયું.", અંબર થોડું રોમેન્ટિક થઈને બોલી.
"અચ્છા !! આટલું બધું. અચાનક પ્રેમ ઉમટી આવ્યો ?", ઉર્વિલ પણ હવે આ રોમેન્ટિક વાતમાં જોડાયો.
"હાસ્તો ! આટલા દિવસો સુધી તો મેં કશુંય કીધું નહિ પણ હવે તો મારો વાંક છે કશો ?"
"ના રે ના તારો વાંક જ નથી. વાંક બધો મારો જ છે."
"અરે પણ એવું નથી કહેતી તમે કેમ આટલી વાતનું ઊંધું વિચારી લ્યો છો ?"
"તો તારે એવું બોલવું જ શું કામ જોઈએ ? તું આજ સુધી મારી એક પણ વાત પર કશું બોલી છે ? હું આટઆટલું લખું છું તે ક્યારેય કોઈ બુક કે સ્ટોરી વાંચી છે ? હું શું કરું છું, કેમ છું, ક્યાં છું, ક્યારેય પૂછ્યું છે ?", ઉર્વિલ ગુસ્સામાં બોલી રહ્યો હતો
ઉર્વિલને ગુસ્સામાં બોલવાનું કારણ અંબર નહોતી પરંતુ તેના પ્રેમથી તેને દૂર કરવાનું પરિણામ હતું જે તેની જાણ બહાર અંબર પર ઉતરી રહ્યું હતું. અંતે બંને વચ્ચે ખુબ મોટી નોકજોક થઇ અને અંતે ગુસ્સાથી ફોન મુકાઈ ગયો.
ઉર્વિલનું મગજ ફરી ચકરાવે ચડી ચૂક્યું હતું કે આ લગ્ન માટે ના પાડીને હયાતી જોડે લગ્ન કરી લે પરંતુ બધા જ વિચારો અત્યારે એક સાથે ભેગા થઇ ગયા હોવાથી તે અત્યારે સાવ પાગલ જેવો થઇ ચુક્યો હતો અને અંબર જોડે થયેલી નોકજોક પછી હયાતી તરફનું ભારણ વધી ચૂક્યું હતું. તેણે લાંબુ વિચાર્યા પછી આખરે નિર્ણય કર્યો કે તે લગ્ન માટે ના પાડી દેશે અને હયાતી સાથે ના સબંધ વિષે તે દરેકને કહી દેશે. આટલું વિચારીને તેણે ફટાફટ હયાતીને મેસેજ કરવા માટે મોબાઈલ હાથમાં લીધો અને મેસેજ ટાઈપ કરવા લાગ્યો.
બીજી તરફ હયાતીમાં હવે ઈર્શ્યાભાવ પ્રગટ થઇ ચુક્યો હતો આથી તે ઉર્વિલ જો પોતાનો નહિ થાય તો તેને બીજા કોઈનો નહિ થવા દઉં તેવું નક્કી કરી લીધું હતું અને હવે તેનું મુખ્ય હથિયાર તેણે અજમાવાનું નક્કી કરી લીધું હતું. તે દિવસે જ્યારે તેને રસોડામાંથી ચાકુ વાગી ગઈ હતી તે સમયે જ્યારે ઉર્વિલ રસોડામાં હતો ત્યારે તેણે એક છૂપો કેમેરા ગોઠવી દીધો હતો અને તે રાત્રે બંને વચ્ચે થયેલી કામક્રીડા તેમાં કેદ કરી લીધેલી હતી. તે ઉપરાંત પણ તે આ વર્ષ દરમિયાન વારાઘડીયે બંને વચ્ચેના ઇન્ટિમેટ ફોટોસ લીધે રાખતી જેથી સમય આવ્યે તેનો ઉપયોગ કરી શકાય. ઉર્વિલની જાણ બહાર તેણે પેહેલેથી જ અંબરનો નંબર લઇ લીધેલો હતો અને હવે તે તેના વોટ્સએપ પર આ ફોટોસ અને વિડીયો મોકલવા જઈ રહી હતી.
ઉર્વિલનું હયાતીને મેસેજ કરવું અને હયાતીનું અંબરને મેસેજ કરવું બંને કાર્ય એક સમાંતર થઇ રહયા હતા પરંતુ કોનું નસીબ વધારે જોર કરે છે તે મોબાઈલ કંપનીના મેસેજ ડિલિવર પર ડીપેન્ડ હતું.
વધુ આવતા અંકે...