Andhari aafat in Gujarati Fiction Stories by Yagnesh Choksi books and stories PDF | અણધારી આફત

Featured Books
Categories
Share

અણધારી આફત

અણધારી આફત

Part - 2

સીમા ને બહાર ના રૂમ માં બેસાડી અને એને પાણી આપ્યું મેં મોનિકા ના રૂમ ને પહેલા તપાસ કરવાનું વિચાર્યું. રૂમ ની ચારે તરફ નજર કરી સાફ હતું કે આત્મહત્યા હતી. ત્યાં મારી નજર મોનિકા ના પર્સ પર ગઈ એ પર્શ માં થોડા પૈસા અને મેકઅપ નો સમાન અને એક ચૂંથાયેલાં કાગળ હતું. એ કાગળ માં બે નંબર લખેલા હતા મેં એ કાગળ મારા ખીચા માં મૂક્યું અને સીમા પાસે જઈને મેં મોનિકા વિશે જણાવવા માટે કીધું. સીમા એ તરત કીધું કે મોનિકા આત્મહત્યા કરેજ નઈ વળી એ થોડા સમય થી તો ખુબજ ખુશ હતી અને એ એની વાતો પરથી લાગતુજ હતું અમે લોકો જ્યારે જ્યારે ફોન પર વાત કરતા એ ખૂબ ખુશ હતી અને એ મને કઈ કેવાની પણ હતી પણ એને કીધું તું કે એ મળી ને જ વાત કરશે. મોનિકા અનાથ હતી પણ એ સારું એવું કમાતી હતી અને એ ખૂબ ખુશ હતી આવા સમય માં કોણ આત્મહત્યા કરે.

સીમા ની વાત પર જો વિશ્વાસ કરવા માં આવે તો એ વાત સાફ હતી કે મોનિકા આત્મહત્યા કરી શકે નહીં. મેં તરત મનનને ઉપર આવા જણાવ્યું અને મનન ને લોકલ પોલીસ માં થોડી ઓળખાણ હતી. મનન ને ઉપર આવી મેં આખી વાત કરી એ ગભરાઈ ગયો એને એને આ બધી લપ માં પાડવાની કોઈ ઈચ્છા નહતી પણ મારી વિનંતી થી એ માની ગયો એને એને એના દોસ્ત ઇન્સ્પેક્ટર રાઠોડ ને કોલ કરી અને સુરભી ફ્લર્ટ માં થયેલા ખૂન ની વાત કરી. ઇન્સ્પેક્ટર રાઠોડ થોડી વાર માં એમની ટીમ લઈને ત્યાં આવી પહોંચ્યા. પ્રથમ નજર માટે આત્મહત્યા જ લાગતી હતી એટલે ઇન્સ્પેક્ટર રાઠોડને અમે જે સીમા વળી વાત હતી એ જણાવી. ઇન્સ્પેક્ટર રાઠોડે પોલીસ પ્રોટેકશન આપવાની વાત કરી. પણ મેં કીધું હાલ તો અમે સીમા ને નિશાંત ના ત્યાં લઈ જૈયે છીએ પછી એને જ્યાં જવું હોય ત્યાં મૂકી અવિસુ. ઇન્સ્પેક્ટર રાઠોડે જણવ્યું જ્યાં સુધી કેસ કલોસ ના થાય ત્યાં સુધી સીમા એ અને મારે અહીજ રહેવું પડશે. એટલે અમે મનન ના ત્યાં રોકાવાનું નક્કી કર્યું.

અમે બધા મનન ના ત્યાં સોફા પર બેઠા હતા ત્યારે મેં સીમા ને મોનિકા વિશે પૂછ્યું. સીમા એ માહિતી આપી કે સીમા ના મમ્મી પપ્પા નાનપણ માંજ ગુજરી ગયા એને એના દાદી એ મોટી કરેલી અને થોડા વારસો પહેલા એના દાદી ગુજરી ગયા એટલે એ જયપુર છોડી ને દમણ માં આવી ગઈ અહીંયા એ કોઈ સારી હોટલ માં કામ કરતી હતી. મેં મારા સ્વભાવ પ્રમાણે એને પૂછ્યું શું કામ કરતી હતી?સીમા એ કીધું કે એ સારી સિંગર હતી એટલે એને અહીંયા રોયલ હોટલ માં નોકરી માંડી હતી અને એ સારું કમાતી હતી. મેં સીમા ને પૂછ્યું કે એને કોઈ ચક્કર હતું એટલે એને કોઈ બોયફ્રેન્ડ હતો. સીમા એ કીધું કે ના આમતો એ આવી નહતી અને એને ક્યારેય કોઈ છોકરાની વાત નહતી કરી પણ હા એ ઘણી વાર માંગીલાલ નામના એના હોટલ ના મેનેજર વિશે વાત કરતી હતી. માંગીલાલ એને ખૂબ મદદ કરતો હતો અને મોનિકા ના મોઢે એને માંગીલાલ ના ખૂબ વખાણ સાંભળ્યા હતા. મારી પાસે હવે બે વસ્તુ હતી તપાસ કરવા માટે એતો મોનિકા ના પર્સ માં મળેલો કાગળ અને માંગીલાલ. મારી આદત મુજબ મેં મોનિકાના પર્સ માંથી જે કાગળ માંડ્યું હતું એની જાણકારી કોઈને આપી નહતી.

મનન ને કોઈ કામ હતું એટલે એને જવું પડે એમ હતું એને અમારી રજા લીધી અને કીધું તમે લોકો આરામ કરો મારે નીકળવું પડશે અને હા ચોક્સી આપડે સાંજે સીમા ને જ્યાં એને જાઉં હોય ત્યાં મૂકી આવીશુ એ આપડે સાંજે નક્કી કરીયે. એમ કહી અને મનન થયા થી નીકળી ગયો મારે પણ તપાસ કરવાની હતી એના વગર ઊંઘ થોડી આવે ભાઈ,એટલે મેં સીમા ને કીધું એક કામ કાર તું આરામ કાર આપડે સાંજે માળિયે. તું ચિંતા ના કરીશ હું સિક્યુરિટી વાળા ને ખબર રાખવા કેતો જાઉં છું એટલે તું ગભરાયા વગર આરામ કરજે સીમા એ સંમતિ માં માથું હલાવ્યું. અને હું મારી બાઈક પર નીકળી પડ્યો સિકયુરિટી પર રહેલા થાપા ને ભલામણ કરતો ગયો કે કોઈ અજાણ્યા ને બંગલાની આજુબાજુ જોવે તો સતર્કઃ થઈ જજે.

હું થોડી દૂર બાઈક પર ગયો અને રસ્તા માં એક ટેલિફોન બૂથ ની પાસે બાઈક ઉભું રાખી અને પેલા બંને નંબર કોના છે એ તપાસ કરવાનો નિર્યણ કર્યો પહેલો નંબર ડાયલ કર્યો તો એ રોયલ હોટલ નોજ હતો અને બીજો નંબર મદનબાપુ ના આશ્રમ નો હતો. મને રોયલ હોટેલ નો નંબર તો કેમ હશે એ મગજ માં બેસતુતું પણ આ મદનબાપુ નો નંબર કેમ હશે એ સાલું સમજાતું નહતું. મદનલાલ બાપુ એ રાજ્ય ના ખૂબ જ પ્રખ્યાત બાપુ હતા અને ઘણા લોકો એ એમને પોતાના ગુરુ માનતા હતા ધીમે ધીમે બાપુ ને પ્રસિદ્ધિ દેશ અને વિદેશ માં વધતી જતી હતી. બાપુ આયુર્વેદ ના ખૂબ જ જાણકાર હતા એમની દવા ખૂબ અસરકાર હતી એટલે બાપુ ધર્મ અને આયુર્વેદ ની દુકાન માં કરોડો રૂપિયા કમાતા હતા. દમણ માં બાપુ નો વિશાળ આશ્રમ હતો અને એક વિશાળ આયુર્વેદિક દવા ની ફેક્ટરી પણ હતી. મદનલાલ બાપુ એક વિશાળ કદ ના બાપુ હતા. અને મોટા ઉદ્યોગપતિ થી માંડી અને મોટા મોટા રાજનેતાઓ પણ એમની પાસે આવતા. મદનલાલ બાપુ જઇયે અને માંડી જાય એ આસાન નહતું એટલે મેં રોયલ હોટલ ને મારી તપાસ ની પહેલી કળી બનવાનું નક્કી કર્યું.

મારી બાઈક હોટલ રોયલ ની બહાર પાર્કિંગ માંજ ઉભી રાખી હતી હોટલ એના નામ પ્રમાણે એક સુંદર અને ફાઈવ સ્ટાર હોટલ હતી ત્યાં બાઈક પર કદાચ વેઈટર આવતા હશે. દિવસ નો સમય હતો એટલે ત્યાં ચહલ પહલ ઓછી હતી પણ રાત્રી ના સમયે તો આખી હોટલ એક મહેલ ની માફક રોશની થી ઝળહળી ઉઠતી અને પાર્ટી કરવા માટે લાંબી લાંબી ગાડીઓ આવતી અને મહેફિલો જામતી. રાજ્ય ના અને આજુબાજુના દરેક રાજ્ય ના દરેક પૈસાદાર લોકો અને અમીર બાપ ના નબીરાઓ ના લીધે હોટલ રોયલ હંમેશા ધમધમતી રહેતી. હું અંદર પ્રવેશ્યો થોડા માણસો નાસ્તો કરી રહ્યા હતા અને થોડા વેઈટર હોટલ નો સ્ટાફ અને થોડા ગ્રાહક હતા. હું એક ટેબલ પર ગોઠવાઈ ગયો ત્યાં એક વેઈટર આવ્યો મેં એને એક સોફ્ટ ડ્રિન્ક ઓર્ડર આપ્યું અને માંગીલાલ ની માહિતી માંગી વેઈટરે કીધું કે માંગીલાલ બે દિવસ થી હોટલ પર આવ્યો નથી. મેં વેઈટર ને માંગીલાલ નું અડ્રેસ પૂછ્યું તો એને કીધું કે એને કોઈ માહિતી નથી. એને મને આવા કોઈની માહિતી આપવામાં રસ નથી.

મેં વેઈટર ને વોશરૂમ તરફ આવવા માટે ઈશારો કર્યો અને હું વોશરૂમ માં ઘુસી ગયો થોડી વાર માં પેલો વેઈટર પણ આવ્યો મેં એને એક પાનસો ની નોટ પકડાવી અને માંગીલાલ નું સરનામું માંગ્યું વેઈટરે મને માંગીલાલ નું સરનામું આપ્યું એટલે હું ત્યાં જવા માટે નીકળી ગયો. માંગીલાલ ના ઘરે પહોંચીને મેં એના ઘરનો દરવાજો ખખડાવ્યો એટલે અંદર થી આવાજ આવ્યો કોનું કામ છે? મેં કીધું માંગીલાલ તો અંદર થી જવાબ આવ્યો તેલ લેવા ગયો માંગીલાલ. મને થોડું અજીબ લાગ્યું એક તો એ અવાજ કોઈ સ્ત્રી નો હતો અને આવા શબ્દો નો પ્રયોગ એને એક દમ ગુસ્સા માં દરવાજો ખોલ્યો અને મારી સામે જોઈને પૂછ્યું કોણ છે ભાઈ તું? મેં કીધું હું પોલીસ માં છું અને મારે માંગીલાલ ને થોડા સવાલો કરવા છે