Vish verni - 12 in Gujarati Love Stories by NILESH MURANI books and stories PDF | વિષ વેરણી ભાગ ૧૨

Featured Books
Categories
Share

વિષ વેરણી ભાગ ૧૨

વિષ વેરણી

ભાગ ૧૨

લંચ ટાઈમ માં હું અને સમીરા ટીફીન ખોલી અને જમવા બેસતા હતા ટીફીન ખોલતા સમીરા એ કહ્યું,.

“સલીમ હમણાં થોડીવાર પહેલા બેંગ્લોર થી અબુ નો ફોન આવ્યો હતો”

“કેમ શું કહેતા હતા?” હજુ મેં પૂછ્યું જ હતું અને મારા ફોન ની રીંગ વાગી, તે સમીરા ના અબુનો જ ફોન હતો,

મેં સમીરા ને ફોન નું ડિસ્પ્લે બતાવતા અને નાક્ પર આંગળી રાખતા ફોનુ ઉપાડ્યો.

“હા અંકલ, કેમ છો?”

“હું મજામાં બેટા, તારા અબુનો ફોન આવેલ સવારે કેમ નિકાહ માટે ઉતાવળ છે ?”

અંકલ એ હળવું હસતા હસતા પૂછ્યું,

“ ના અંકલ એવું નથી .બ....સ. એ.....તો .એમ....જ ..” હું બોલવા જતો ને વચ્ચે જ અંકલ એ કહ્યું,

“જો બેટા તારા અબુથી મારી સવારે વાત થઇ હું બે-ચાર દિવસમાં જ મારું કામ પતાવી ને આવું છું, સમીરા થી પણ હમણાં વાત થઈ, બેટા તમે બન્ને મળી ને તૈયારી કરો, આજે ૨૭ જુન છે ત્રણ ઓગસ્ટ ની તારીખ નાખી અને તમારી પસંદ ના ફોરમેટ માં ઇન્વીટેસન કાર્ડ છપાવવા આપી દો, અને હા કોઈ મદદ જોઈએ તો સમીરાની ફોઈ બાજુમા જ રહે છે,એમની પણ સલાહ લઇ લેજો,”

“જી અંકલ “ મેં સમીરા સામે જોઈ અને ખુશ થતા જવાબ આપ્યો, સમીરા નું મો પણ ખીલી ઉઠ્યું,

સામે થી ફોન કટ થતા જ મારા બન્ને હાથ ની મુઠ્ઠી વાડી અને જોર થી ઊંચા થઈ ગયા અને મો માં થી ઊંચા આવજે બોલાઈ ગયું, “યે......સ..” ........યસ .........યસ”

ઓફીસ માં બધા મારી સામે જોવા લાગ્યા, મેં બધાની સામે મો ફેરવતા અને માથું ધુણાવતા કહ્યું ,,”ઓહ....સોરી ગાયસ...”

સમીરા મલકાતું શરમાઈ ને નીચું જોઈ ગઈ, મેં સમીરા ને ધીમેથી કહ્યું.”અત્યારે જો હું ઓફીસમાં ના હોત તો તારા ઉપર ચુંબનોનો વરસાદ કર્યો હતો, એટલો ખુશ છું,”

“ઓહ સલીમ ઓફીસમાં પણ તને રોમાન્સ સુજે છે,” એમ કહી સમીરા એ તેના ટેબલ ના ડ્રોઅર માંથી બે લીવ એપ્લીકેશનના ફોર્મ કાઢીને એક મારી સામે મુક્તા કહ્યું,

“લે આમાં સાઈન કરી આપ હું ભરી કાઢીશ, કાલથી જ રજા ઉપર ઉતરી જઈએ,”

લીવ ફોર્મ માં સાઈન કરતા મને વિચાર આવ્યો કે સવારે અબુએ મારી સાથે આ અંગે કોઈ ચર્ચા પણ ન કરી અને સીધો જ સમીરાના અબુને ફોન કર્યો, જે મારા માટે આશ્ચર્યની વાત હતી,હું જે વિચારી રહ્યો હતો એ જ થવા જઈ રહ્યું હતું, ખેર મારા નિકાહ ની તારીખ નક્કી થઇ એ તો મારા માટે સારું જ છે, પણ હવે અમી અને અબુ પણ એવુજ ઈચ્છે છે કે હું જલ્દી એ ઘર છોડી દઉં, જરૂર મુમતાઝએ જ કીધું હશે કે જેમ બને તેમ જલ્દી નિકાહ થઇ જાય તો તેણીનો માર્ગ મોકળો થાય,સમીરા લીવ એપ્લીકેશન ના ભરેલા ફોર્મ પ્યુન ને આપી અને બોશ ના ટેબલ પર મુકવા કહી રહી હતી, મેં સમીરા ને પૂછ્યું, “સમીરા તને એવું નથી લાગતું કે મુમતાઝ અને અસલમ એવું જ ઈચ્છે છે કે આપના જલ્દી નિકાહ થઇ જાય અને જલ્દી અલગ થઇ જઈએ?”

“ઓબ્વીયેસલી સલીમ એના બે મોટા કારણ છે, એક તો એ કે તું અને હું મુમતાઝ ની સાયકોલોજીને ઓળખી ગયા છીએ, આપની હાજરીમાં તે તેણીના કોઈ પણ પ્લાન ને અંજામ નહી આપી શકે, બીજું કારણ એ કે તમારું ઘર નાનું છે અને તેમાં તેણી ની મેરેજ લાઈફ ડીસટર્બ થાય છે, અને આમ જોવા જઈએ તો એ યોગ્ય જ છે,તુજ વિચાર કર કે એક બેડરૂમ હોલ કિચેન માં તમે છ મેમ્બર રહો છો, તો હજુ છ મહીના પણ નથી થયા તેમના નિકાહ થયા ”

“એ તો પહેલા થી અસલમ એ બધું પ્લાનિંગ કરી ને નિકાહ કરવા જોઈએ ને ? અને હજુ પણ બન્ને ફિલ્મી દુનિયામાં જીવે છે,” મેં કહ્યું.

“છોડ ચલ એ વાત ને, આપણા ફ્લેટ નું ક્યાં પહોચ્યું તે તપાસ કરી જો”

“અરે હા સારું યાદ કરાવ્યું કાલે જ એનો ફોન આવી અને મિસ કોલ થઇ ગયેલ,ચાલ એમને ફોનથી પૂછી જ લઉં,”

મેં ફોન કર્યો તેમને ફોન ઉપાડતા જ કહ્યું, “સલીમભાઈ બહુ લાંબી ઉમર છે તમારી તમને ફોન કરવા જ વિચારતો હતો ને તમારો ફોન આવ્યો,,હવે સવારે દસ વગ્યે ઓફિસે આવો એક નવું તાળું લેતા આવજો અને સાથે એક કિલો પેંડા નું પેક્ટ પણ લેતા આવજો,”

“જી સાહેબ,”ખુશ થતા કહ્યું,

ફરી મારા હાથ ઊંચા થયા અને આમ આજુ બાજુ બધા ને જોઈ ને માથામાં ફેરવતા નીચે કરી મુક્યા, આ જોઈ ને સમીરા હસવા લાગી અને કહ્યું, “હવે જમવા માટે મુહુર્ત કાઢવું પડશે?”

“અરે તુજ વાતો કરાવે છે, ચલ ટીફીન ખોલ ભૂખ લાગી છે,”

***

સાંજે હું અને સમીરા ઘેર જતા જતા ઇન્વીટેસનકાર્ડ નું ફોરમેટ સીલેકટ કરી અને ઘરે જતા રહ્યા,

ઘરે ગયો તો અમી અને અબુ મહેમાનો નું તેમજ પહેરામણી માટે લીસ્ટ બનાવી રહ્યા હતા, રૂકસાના અને મુમતાઝ પણ ખરીદી માટે નું લીસ્ટ બનાવતા હતા,લગભગ મોટાભાગ ની ખરીદી તો સગાઇના સમયે થઇ ગઈ હતી,હું અમી અને અબુ પાસે જઈ બેઠો અને અબુ ને પૂછ્યું.

“અબુ રજાકના અબુથી વાત કરી કે એમને એમ નક્કી કર્યું ?”

“હા સલીમ સવારે પહેલા મેં તેમને જ ફોન કર્યો, તેમના હા કહ્યા પછીજ બધું નક્કી કર્યું,”

“મતલબ તમે જ ઉતાવળ કરી, એમજ ને?”

“હા બેટા, મારું હવે કંઈ નક્કી નહી ક્યારે રજા લઈ જાઉં, એક જવાબદારી માંથી તો મુક્ત થાઉં,”

આખો દિવસ ઘર માં ને ઘરમાં અબુ કંટાળી જતા એમને પણ કામ મળી ગયું,

બીજા દિવસે સવારે હું અને સમીરા નવા ફ્લેટ માં લગાવવા માટે તાળું ખરીદી અને એક કિલો પેંડા નું પેકેટ લઇ અને બિલ્ડર ની ઓફીસે પહોંચ્યા અને બિલ્ડર એ ફ્લેટ બતાવી અને કબજો આપ્યો અમે તાળું લગાવી પાછા ફર્યા, રસ્તામાં મેં સમીરા ને કહ્યું,

‘ચાલો જીવનસાથી નક્કી થયો,મકાન નું નક્કી થયું હવે થોડું ફર્નીચર લેવું પડશે,”

“ફર્નીચર લેવાની જરૂર નથી” સમીરા એ કહ્યું.

“કેમ ?” મેં પૂછ્યું,

“કાલે હું ઘરે પહોંચી ત્યારે ફોઈ મને ફર્નીચર શોપ અને ઇલેક્ટ્રોનીક શોપ પર બેડ,ડાયનીંગ ટેબલ,કપબોર્ડ,ફ્રીજ, ટીવી પસંદ કરવા લઇ ગયેલા આ બધી વસ્તુ ઓ અબુ આપવાના છે,” સમીરા એ કહ્યું.

“એવું કેમ ?” મેં પૂછ્યું,

“તારું ઘર અને મારી ઘરવખરી એમ આપણું ઘર,” આટલું બોલી અને સમીરા હસી પડી, રસ્તા માં મને યાદ આવ્યું અબુ માટે પઠાણી શૂટ નું કાપડ લેવાનું, અબુ ની ખરીદી કોઈ ને યાદ નહી આવે એમના કપડા મારે જ લાવવા પડશે, રસ્તા માં થી અબુ માટે લાલ કલર નું પાયજામાં માટે અને સફેદ કલર નું કુર્તા માટે કપડું લીધું અને મેચિંગ લાલ કલર માં બંડી લીધી અબુ ના ફેવરેટ કલર માં તે હમેશા કહેતા કે રૂકસાના ના નિકાહ માં એ લાલ કલર ની બંડી વાળું પઠાણી પહેરશે.

બે દિવસ માં સમીરા ના અબુ પણ આવી ગયા,અને નિકાહ ની તૈયારી નો દોર શરુ થયો, મારી નાની નાની ખરીદી માટે તેમજ મંડપ અને પાર્ટી પ્લોટ વાળા ને ચુકવવા પૈસા ની જરૂર પડી હું અમી પાસે ગયો અને કહ્યું.

“અમી એ ટી એમ કાર્ડ આપ મંડપ વાળા ને અને પાર્ટી પ્લોટ વાળા ને એડવાન્સ આપવા પૈસા ની જરૂર છે,”

“એ તો તારા અબુ પાસે છે,”

વચ્ચે જ અબુ એ કહ્યું, “મારી પાસે નથી એ તો અસલમ પાસે છે,”

હું અસલમ પાસે ગયો અને અસલમ ને કહ્યું, અસલમ મને એ ટી એમ કાર્ડ આપ તો પૈસા ની જરૂર છે,”

“ઓહ એ તો મુમતાઝ પાસે છે,” અસલમ એ કહ્યું,

“કેમ મુમતાઝ પાસે ?” મેં પૂછ્યું,

અસલમ એ જવાબ આપ્યા વગર મુમતાઝ ને આવાજ આપ્યો, “મુમતાઝ સલીમ ને એ ટી એમ કાર્ડ આપ તો,”

“કેમ શા માટે જોઈએ,” મુમતાઝએ કહ્યું,

“અરે ચુકવણી માટે પૈસા તો જોઇશે ને! અને, શા માટે એટલે?”

હું વધારે ગુસ્સે થાઉં એ પહેલા મુમતાઝ ના પર્સ માંથી અસલમએ એ ટી એમ કાર્ડ કાઢી ને મારા હાથ માં મુક્યું, હું કંઈ પણ બોલ્યા વગર એ ટી એમ કાર્ડ લઇ ને પગથીયા ઉતરી ગયો, અને મંડપ વાળા ને તેમજ પાર્ટી પ્લોટ વાળા ને એડવાન્સ આપવા નીકળી ગયો, બેંક નું સ્ટેટમેંટ કાઢતા ખબર પડી કે બેંક ખાતા માં પાંત્રીસ હજાર નું ગાબડું હતું, મેં કોઈ ને કહ્યું નહી, અને હવે કોઈ માથાકૂટ કરવી એ મને યોગ્ય નહોતી લગતી સમય આવ્યે જોયું જશે.,મારે મન નિકાહ ની તૈયારી કેન્દ્ર સ્થાને હતી.

સમીરા અને રૂકસાના દિવસ માં બે થી ત્રણ વખત ફોન કરતા અને એકબીજા ની સલાહ લેવા માંડ્યા, તેમજ હું અને રજાક પણ સવાર સાંજ એકબીજાના કોન્ટેક્ટમાં રહ્યા, ક્યાં કપડા સૂઝ પહેરવા,કયું પેર્ફ્યુંમ લગાવવું,જેવી નાની નાની બાબતો ની ચર્ચા કરી, મુમતાઝ પાર્લર માંથી મહેંદી ના કોન લાવી હતી ફ્રીજ માં ગોઠવી રહી હતી,મેં મુમતાઝ અને અસલમ ને બોલાવ્યા અને બન્ને ને કહ્યું, “મુમતાઝ ચાલો તમે બન્ને તૈયાર થઇ જાઓ આપને મુમતાઝ ના અબુ ને આમંત્રણ આપવા જવું છે, “સલીમભાઈ એ લોકો નહિ આવે, એમને આમંત્રણ આપવાનો કોઈ મતલબ નથી”મુમતાઝ એ કહ્યું,

“એ લોકો આવે કે ના આવે આપણી ફરજ માં આવે છે આપને તેમને આમંત્રણ આપવું જોઈએ,”

ચાલો તૈયાર તો થાવ,બન્ને જણ તૈયાર થઇ ગયા અને અમે લોકો મુમતાઝ ના ઘેર પહોંચ્યા,પણ તેમના વોચમેન એ અંદર ન જવા દીધા, ખુબ આગ્રહ કર્યા પછી વોચમેન એ મુમતાઝ ના અબુ સાથે ફોનપર વાત કરી અને કહ્યું,

“મુમતાઝ બેટા ઇન્વીટેસન કાર્ડ આપી અને તમે લોકો અહીથી જઈ શકો છે,”

બેન બનેવી બીજા સગા સંબંધીઓ આવી ગયા અને આ વખતે પણ ગંગામાસી એ તેમનું મકાન સોંપી દીધું,

***

નિકાહ ના દિવસે વહેલી સવારમાં જ મહેમાનો આવી ગયા, પાર્ટી પ્લોટમાં જ મહેમાનો ને ઉતારો આપેલ તેમજ મહેમાનો ને બસ સ્ટેશને થી તેમજ રેલ્વે સ્ટેશનેથી પીકઅપ કરવા મિત્રોની ત્રણ-ચાર કારની વ્યવસ્થા કરેલ, બપોરે જમવા ની વ્યવસ્થા પાર્ટી પ્લોટમાં જ રાખેલ,

બપોરે સાડા ત્રણ વાગ્યા ની સાથે જ અમી અને મુમતાઝ અમારા ઉતારા પર આવી ગયા, અને આવતા જ અમી એ કહ્યું,” ચાલો સલીમ તૈયાર ને ? નિકાહ નો સમય થાય છે,ચાર વાગ્યેજ હું અને રજાક નિકાહ માટે તૈયાર કરેલ સ્ટેજ પર પહોંચી ગયા, મેં મરુન અને ગોલ્ડન કલર ની બોર્ડર સફેદ શેરવાની સાથે મેચિંગ કલગી વાળો સાફો પહેર્યો , ખભા ઉપર મરુન કલર નો ગોલ્ડન બોર્ડર વાળો દુપટ્ટો મુક્યો, સાથે ગોલ્ડન મોજડી પહેરી,

અને રજાક એ કોપર અને ગોલ્ડન કલર ની બોર્ડર વાળી શેરવાની સાથે મેચિંગ સાફો પહેર્યો, ખ્બ્ભા ઉપર મેચિંગ ગોલ્ડન બોર્ડર વાળો દુપટ્ટો મુક્યો પહેરેલ, મારા બનેવી મારા અણવર બન્યા હતા અને રજાક ના કજીન ના સોહર રજાક ના અણવર બન્યા હતા, દસ મિનીટ માં તો પાર્ટી પ્લોટ ના હોલ માં મહેમાનો એકઠા થઇ ગયા, સ્ટેજ ઉપર ચાર જણ બેશી શકે એવા સ્પેશિયલ વેડિંગ સોફા ની ગોઠવણ કરી હતી,વેડિંગ સોફા ની આજુ બાજુ અણવર ને બેસવા ખુરસી ગોઠવવા માં આવી હતી, વેડિંગ સોફાની પાછળ વિશાળ સફેદ કલર ના પડદા ઉપર ગોઠવેલ બ્લુ લાઈટ થી સુંદર આકાર પડદા પર દેખાતું, રજાક ના અબુ,સમીરા ના અબુ અને મારા અબુ સ્ટેજ પર આવી અને સ્ટેજ ની જમણી બાજુ ગોઠવેલ ખુરસી પર બેસી ગયા, પઠાણી શૂટ માં અબુ ખુબ ખુસ લગતા,સમીરા ની ફોઈ,મારા અમીજાન અને રજાક ના અમી સ્ટેજ ની જમણી બાજુ ગોઠવેલ ખુરસી પર બેસી ગયા,

અસલમ પણ ક્રીમ કલર ની શેરવાની અને લાલ સાફામાં મહેમાનો ને આવકારો આપવા કાકા અને કાકી સાથે સ્ટેજ ના ગેટ પાસે ઉભો રહી ગયો હતો,થોડી વારમાં નિકાહ પઢવા માટે મોલવી સાહેબ પણ આવી અને વેડિંગ સોફા ની સામે ગોઠવેલ ખુરસી પર બેસી ગયા,

થોડી જ વારમાં સ્ટેજ ની સામેથી ગેટ પર રજિયા સાથે સમીરા મરુન કલર માં ગોલ્ડન નાની બુટ્ટી વાળા મોટી ગોલ્ડન બોર્ડર લહેંગા ને એક હાથે સંભાળતી બીજા હાથ માં ગોલ્ડન ક્લચ,માથા ઉપર ઓઢેલ ઓઢણી થી તેણી ના મહેંદી વાળા હાથ ઢંકાઈ જતા,કપાળ ઉપર ટીલડી અને કાન માં ઝૂમખાં ગળા માં લોંગ નેકલેસ સાથે મારું મન મોહી લેતી નીચી નજરે શરમાતી શરમાતી ધીમે ધીમે સામેથી ચાલી આવતી.

અને મુમતાઝ સાથે રૂકસાના કોપર કલર ના લોંગ કુર્તા સાથે જરદોશી વર્ક વાળો લાલ સરારા, મેચિંગ જરદોશી વર્ક વાળી ઓઢણી સાથે માથા પર ટીલડી સાથે ખુબ સુંદર અને નમણી લાગતી. બન્ને દુલ્હન નો પ્રવેશ થતા જ બધા ની નઝર તેમના ઉપર થંભી ગઈ, હળવા હળવા સંગીત માં બન્ને દુલ્હન સ્ટેજ પર આવી,

મોલવી સાહેબે નિકાહ પઢવા નું શરુ કર્યું,નિકાહ પઢાઈ ગયા પછી બધા એકબીજા ને મુબરકી આપી, મેં ધીમે થી સમીરા ને કાન માં કહ્યું, “મુબારકી બેગમ સમીરા,કિસ કરી ને પાઠવું કે હગ કરી ને?”

“હમણાં નહી સલીમ,” સમીરા એ નીચું જોઈ જવાબ આપ્યો,

નિકાહ નું તેમજ મુબારકબાદ નો પ્રસંગ સાંજે છ વાગ્યા સુધી ચાલ્યો, ત્યાર બાદ બધા રીસીપ્સ્ન ની તૈયારી કરવા લાગ્યા,અને વચ્ચે ના બે કલાક માં ફોટો શૂટ કર્યા, સાંજે રીસીપ્સ્ન ની તૈયારી ચાલી, રીસીપ્સન પાર્ટી માં મેં બ્લુ કલર નો વેડિંગ સુટ સફેદ શર્ટ ઉપર મેચિંગ બંડી અને બ્લુ પટ્ટા વાડી મરુન કલર ની ટાઈ પહેરી હતી અને રજાક એ ક્રીમ કલર નો સુટ સફેદ શર્ટ મેચિંગ બંડી અને બ્લેક એન્ડ વાઈટ પટ્ટા વાડી ટાઈ પહેરી હતી, સમીરા એ બ્લુ કલર ની ગોલ્ડન બુટ્ટી વાડી બોર્ડર વાળી સાડી પહેરી હતી,રૂકસાના એ ક્રીમ નેટ ની સાડી પહેરી હતી. રૂકસાના નો નવ વગ્યા નો વિદાય નો સમય હતો માટે મુંબઈ થી આવેલ મહેમાનો ને વહેલા જમવા આપી દેવાયું, અને રૂકસાના નો વિદાય પ્રસંગ પૂરો થયો, ખુસી ના આ પ્રસંગ માં રૂકસાના ખુસી ના આંસુ આંખ માં છોડતી ગઈ.

નિકાહ ના આ પ્રસંગ માં બધા ની પોતાની અલગ અલગ ખુસી સમાયેલી હતી,મુમતાઝ ને મન પ્રસંગ પૂરો થયા પછી રૂકસાના ની વિદાય થઇ જશે, મારી પણ વિદાઈ જ થવાની હતી, એટલે તેણી નો રસ્તો સાફ થતો,તેણી ને પણ જાણે મહારાણી નો ખિતાબ મળવાનો હોય તેવી ખુસી તેણી ના ચહેરા પર છલકાતી,રીસીપસન હોલ માં બધા ડીનર કરી રહ્યા હતા રૂકસાના અને રજાક પણ જાણે ઘણા દિવસ પછી મળ્યા હોય એમ ખીલખીલાટ વાતો કરી રહ્યા, વચ્ચે જ મારો એક મિત્ર આવી અને મારી પાસે થી ફ્લેટ ની ચાવી લઇ ગયો,

સમીરાનો આગ્રહ હતો કે સુહાગરાત તો નવા ઘરમાંજ મનાવવી અને જિંદગી ની સરુઆત નવા ઘર થી કરવી,સુહાગરાત માટે રૂમ સજાવવા નું કામ ઓફીસ ના મિત્રો એ સાંભળી લીધું,રીસીપ્સ્ન પૂરું થયા પછી રાત્રી ના અગિયાર વાગ્યા સુધી ફોટો શૂટ અને વાર્તાલાપ મ્યુજિક ડાન્સ જેવા અવનવા પ્રોગ્રામ્સ થયા,

રાત્રી ના સાડા અગિયાર મારો ઓફીસ મિત્ર મારી પાસે આવ્યો અને મને ધીમેથી કાન માં કહ્યું,.

“સલીમસર તમારે શું રાત અહી પાર્ટી પ્લોટ માજ વિતાવવી છે કે ?”

“ના.....ચાલો આપણે જઈએ,” મેં હસતા હસતા કહ્યું,

“ચાલો બહાર ગાડી તમારી રાહ જુવે છે”

ત્યાર બાદ મારો મિત્ર મને અને સમીરા ને નવા ઘરે મૂકી ગયો,

ઘર માં પ્રવેશ કરતા પહેલા સમીરા એ મને એક કવર આપ્યું અને કહ્યું, “સલીમ આ કવર અબુ એ આપ્યું છે અને એમ કહ્યું છે કે આ કવર સવારે ખોલવું,”

“અને અત્યારે ખોલું તો ?,”

“એ તો તારી તારા સસરા પ્રત્યે ની તારી વફાદારી ઉપર નિર્ભર છે,” સમીરા એ હસતા હસતા કહ્યું.

ક્રમશઃ આવતા ગુરુવારે......