Bhed - 1 in Gujarati Fiction Stories by Prashant Salunke books and stories PDF | ભેદ - 1

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ભેદ - 1

ભેદ

પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

સુચના : આ વાર્તાના પાત્રો તથા સ્થળ લેખકની કલ્પના છે. એનો જીવિત કે મૃત કોઈ વ્યકિત કે કોઈ વાસ્તવિકતા સાથે સબંધ નથી અને જો આમ થાય તો એ માત્ર એક સંજોગ સમજવો

ભેદ - 1

પોલીસ ઇન્સ્પેક્ટર વિક્રમ પંડિતે સામે બેઠેલ રૂપ રૂપના અંબાર સમી યુવતી સલોનીને કહ્યું, “સલોની, મેં તમને પહેલાં જ કહ્યું હતું કે અમને તમારા ઉપર પૂરેપૂરો શક છે, લાશની એકવાર ઓળખ થઇ જાય એટલે પછી તમે સીધા જેલના સળિયા પાછળ....”

કો.ધોન્ડુંરામ બોલ્યો. ‘કાય ડોક વાપરલય હીને, સાહેબ આટલી સફાઈથી કોઈનું ખુન કરતાં મેં આ પહેલાં કોઈને જ જોયું નથી.”

હાથમાંના રૂલને ટેબલ પર ટેકવી સલોની સામે સીધી નજરે જોઈ રહેતાં ઈ.વિક્રમ બોલ્યા, ”મેડમ, તમે સીધાસાદા અને ઘરરખ્ખુ સ્ત્રી હોવા છતાં પોલીસને છેતરવાની આટલી બધી આંટી ઘુંટી ક્યાંથી શીખ્યા?”

મૌનને તોડતાં સલોની બોલી,” મને નાનપણથી જ સસ્પેન્સ વાર્તાઓ વાંચવાઓનો ઘણો શોખ છે. અગાથા ક્રિસ્ટી, શેરલોક હોમ્સ, જેમ્સબોન્ડની બધી નવલકથાઓ મેં બબ્બે ત્રણ ત્રણ વાર વાંચી છે.”

ઈ.વિક્રમે કહ્યું, “હા એ તો અમે તમારા ઘરની તલાશી લેતાં હતાં ત્યારે જ તમારા કબાટોમાં પુસ્તકોનો ખજાનો જોઈ અમે સમજી ગયા હતાં! પણ સલોની તમારી પોતાની જીવનકથામાં સસ્પેન્સ જેવું કંઈ નહોતું. શંકાની સોય શરૂઆતથી જ તમારા પર તકાયેલી હતી. અમે પહેલેથી જ જાણતા હતાં કે તમે જ ખુની છો પણ પુરાવાના અભાવે તમને ગિરફ્તાર કરી શક્યા નહોતા.”

ધોન્ડુંરામ “તમારી એવી અનોખી કહાની છે જેમાં સસ્પેન્સ જેવું કંઈ ન હોવા છતાં અમે તમને ખુની જાહેર કરી શકતા નહોતા.”

સલોની “એ એટલા માટે કે મેં હત્યા કર્યા બાદ તમામ પુરાવાને બુદ્ધિપૂર્વક નષ્ટ કર્યા હતાં. કારણ રહસ્યમય કથાઓએ મને હત્યા કર્યા પછી શું કરવું અને શું ન કરવું. એવી ઘણી બાબતોથી મને અવગત કરાવી હતી. જેમકે બંદુકની ગોળી પરથી પોલીસ બંદુક શોધે છે, ખોપરી પર કુત્રિમ માંસ લગાવી અસલી ચહેરાની પરખ કરે છે. શર્ટના કે ફ્રોકના બટનો કે પછી કોલર પરના ટેગથી પણ તેઓ ઠેઠ ઘર સુધી પહોંચી જાય છે. વળી હું એ પણ જાણતી હતી કે ડી.એન.એ ટેસ્ટ એ પુસ્તકોમાં કે સીરીયલોમાં દેખાડે છે એટલો સીધો સાધો નથી. કારણ લાશના હાડકાં, દાંત, વાળમાંથી ઘણા ડીએનએ મળી આવે છે પરંતુ એ વ્યક્તિને ઓળખવા માટે એના રહેઠાણ પરથી ભરપુર ડીએનએનો સ્ત્રોત મળવો જોઇએ. પણ સામાન્યપણે એવું જોવા મળે છે કે મર્ડર સસ્પેક્ટના ઘરમાંથી એના સિવાય બીજા ઘણા લોકોના ડીએનએ સેમ્પલ્સ મળી આવતા હોય છે કારણ માણસ પોતે હરતાફરતા કાયમ પોતાના ડીએનએની છાપ અહીં તહીં છોડતો જ હોય છે જેમકે ખરી પડેલા વાળ, એનું થુંક વગેરે પણ એ બધામાંથી બહુ થોડી ડી.એન.એ પ્રિન્ટ મળી આવે છે જેના પરથી લાશની ઓળખ થવી ઘણી મુશ્કેલ છે.’

ઈ.વિક્રમ બોલ્યા, “સલોની... ગમે તેટલી ચાલાકી કરવા છતાં, તારો ખેલ ખલાસ થઇ ગયો છે.”

સલોની, “એક વાત પુછું....સાહેબ?

ઈ.વિક્રમ, “બોલો હજુ શું પૂછવાનું બાકી રહ્યું?”

સલોની, ‘મને મારી યોજના પર સંપૂર્ણ વિશ્વાસ હતો. હું એ પણ જાણતી હતી કે લાશની ઓળખ થતાં જ પોલીસ પહેલાં મારી જ પાસે આવશે. કારણ પાછલા દિવસોમાં ઘટનાઓ જ એવી બની હતી કે મારા પર શંકા કરવી સ્વાભાવિક છે. વળી મેં તો હોટેલમાં જ હેલીને ધમકી પણ આપેલી કે તને હું જીવતી નહિ છોડું.. તેથી જ સ્તો મેં એવી તમામેતમામ પ્રયત્નો કરેલા કે લાશનું પગેરું તમને ન મળે અને ધારો કે લાશ તમારા હાથમાં આવે તો પણ તમે લાશને ઓળખી ન શકો. પરંતુ મારા મનમાં સો પ્રશ્નોનો એક પ્રશ્ન એ છે કે લાશની ઓળખ છુપાવવા માટેની મારી આટલી બધી તૈયારીઓ અને પ્રયત્નો છતાં તમે લાશને કેવી રીતે ઓળખી શક્યા?”

ઈ.વિક્રમે મુસ્કુરાતા ધોન્ડુંરામ તરફ જોયું, ધોન્ડુંરામ બોલ્યો “હા સાહેબ એ જાણવાની મને પણ ઇંતેજારી છે.!!"

ઈ.વિક્રમ બોલ્યા “સલોની, આ ડબલ મર્ડર કેસ હતો તેથી કેસ તો અમારે ગમે તે રીતે સોલ્વ તો કરવાનો જ હતો, વળી જયારે મને જાણ થઇ કે તું સસ્પેન્સ કથાઓની શોખીન છું ત્યારે તો મેં મારી સાવચેતી ઔર વધારી દીધી. કારણ હું જાણું છું કે તમે વાંચકો બહુ ચાલાક હોવો છો, ઘરે બેઠા બેઠા આખી દુનિયાને જાણી લો છો. કાયદાના આટાપાટા અને ગુનેગારોના કાવાદાવા તમે સારી પેઠે જાણતા હોવ છો.”

સલોની “તમે હજુસુધી મારા પ્રશ્નનો જવાબ ન આપ્યો કે તમે લાશને ઓળખી કેવી રીતે? આટલા વિપુલ પ્રમાણમાં તમને ડીએનએ પ્રિન્ટ મળી ક્યાંથી?”

ઈ.વિક્રમ બોલ્યા “સલોની વાંચન એ સારી વાત છે પણ તને ખબર છે કે તે શું ભૂલ કરી?”

સલોની, “કંઈ?”

ઈ.વિક્રમ “તેં જે રહસ્યકથાઓ વાંચી એ બધી જ જુના લેખકોની હતી અને એમાં જ તું થાપ ખાઇ ગઈ!!!’

  • થોડા મહિના પહેલાંની વાત......

    જયેશના ઘરે આજે બરોબરનું તોફાન મચેલું. જયેશની પત્ની સલોની આજે બહુ વિફરી હતી. અને એનું વિફરવું પણ વ્યાજબી જ હતું આખરે કોઈ સ્ત્રી એ કઈ રીતે સહન કરી શકે કે એના પતિના કોઈ પારકી સ્ત્રી સાથે આડા સબંધો હોય? આજે સવારે જ જયારે સલોની પતિ જયેશના કપડાં ધોબીને આપવા માટે જુદા કાઢી રહી હતી. ત્યારે જ “ભુવન ખીમજી ઝવેરી”ની દુકાનનુંમાંથી ખરીદેલ વસ્તુનું બિલ એના હાથમાં આવ્યું. બિલ હતું પુરા ચાલીસ હજારની સોનાની બુટ્ટીનું! સલોનીએ તરત જ આ વિષે જયેશને પૂછ્યું ત્યારે જયેશે વાતને ઉડાવતાં કહ્યું “ધંધાની વાતમાં તને ખબર ન પડે! ઘણીવાર મોટા ક્લાયન્ટને ખુશ રાખવા એમની પત્નીઓ માટે આવી ભેટ-સોગાદો આપવી પડતી હોય છે.”

    પણ સલોનીને જયેશના બોલવામાં અને તેના ચહેરાના ભાવમાં સામ્યતા જોવા મળી નહિ. તેને લાગ્યું કે તેનો ચહેરો કાંઈક જુદું જ કહી રહ્યો છે. જયેશ જુઠ્ઠું બોલી રહ્યો હોય એવું સલોનીને લાગ્યું. અને તેથી જ તેને જયેશના વર્તન પ્રત્યે શંકા ઉત્પન્ન થઇ. જયેશનાં બહાના સલોનીને સંપૂર્ણ સંતોષ આપી શક્યા ન હતાં. આમ છતાં સલોનીએ મન શાંત રાખી પોતાના મનમાં કાંઈ પણ શંકા છે એવું ચહેરા ઉપર દેખાવા ન દીધું.

    એણે જાણે કંઈ જ ના બન્યું હોય તેમ જયેશને ઉમળકાથી ચા-નાસ્તો આપ્યો. અને રસોડામાં કામમાં ધ્યાન આપવા લાગી. સલોનીના મનમાંથી શંકા જતી રહી છે એમ માનીને જયેશ ઓફીસે જવા ઉપડી ગયો. આ બાજુ સલોનીએ જયેશનો પીછો કરવાનું નક્કી કર્યું. એટલે તરત જ એણે બંગલાના ગેરેજમાંથી પોતાની ગાડી અત્યંત ઝડપે રીવર્સમાં બહાર લાવી, જયેશની પાછળ પાછળ જ એક સલામત અંતર રાખી પીછો કરવા લાગી. જયેશ આ વાતથી તદન અજાણ હતો. વળી પોતાની ઘરરખ્ખુ અને ધાર્મિક પત્ની આમ એની પર શંકા કરી એની પાછળ પાછળ આવે એ વાત જયેશની કલ્પનામાંજ નહોતી. જયેશ પોતાની આલીશાન ઓફીસ પાસે ગાડી ઉભી રાખી તે અંદર ગયો. જયેશ સીધો ઓફિસમાં ગયો છે તે જોઈ સલોની જયેશ પર શંકા કરવા બદલ અફસોસ કરવા લાગી. પણ ત્યાંજ જયેશ ઓફીસની બહાર નીકળતો દેખાયો. જયેશની સાથે એક છેલબટાઉ જેવી યુવતી પણ હતી. જે હસી હસીને જયેશ જોડે વાત કરી રહી હતી.

    (આગળની વાર્તા જાણવા અને માણવા વાંચો ભેદ-૨)