Medicalma ek navo samay in Gujarati Magazine by Ravi Gohel books and stories PDF | મેડિકલમાં એક નવો સમય

Featured Books
Categories
Share

મેડિકલમાં એક નવો સમય

A New Time In Medical

[મેડિકલમાં એક નવો સમય]

વિઠ્ઠલદાસનાં પાડોશી તપનભાઈ શેઠ એ આજનાં સમયનાં ડો. તપનભાઈ બની ગયા. તેમનાં પિતાએ તો હાડવૈદું કર્યુ હતું પણ પુત્ર એ થોડી નવી તાજગી બતાવી એટલે ઓર્થોપેડિક ડોક્ટર કહેવાયા. ભણતરનું લેવલ સારી કક્ષાનું મેળવ્યું હતું એટલે સારી નામના બની. બંને પાડોશી નવરાશનાં સમયમાં ધરની બહાર ખુરશી ઢાળીને બેઠાં હોય અને અવનવી વાતોનો દોર ચાલતો હોય બે'ઉની વચ્ચે. જોત જોતામાં ચર્ચાઓની વણઝારમાં ડોક્ટર સાહેબ અને વિઠ્ઠલદાસની વાતોમાં મેડિકલ લાઈનનો રંગ ચડ્યો હતો. બોલવાનો વારો આવવા ન જ દે સાહેબ તો, કેમ કે આખરે વિષય તો એનો જ ને...અલબત, હું પણ તમને કાંઈક આવી જ વાતો પર લઈ જવાં માંગુ છું. દુનિયાનો જોવાનો નજરીયો હોય કે વસ્તુની ઉપયોગીતા દરેક બાબતમાં નવી વિજ્ઞાનની શોધ-નવી ટેકનોલોજી એટલાં સુધી વિસ્તરી કે આપણે કોઈ નિર્જીવ વસ્તુને પણ કામથી ઉપયોગમાં લઈ શકીએ છીએ.

ધણાં વર્ષો જૂનાં પહેલાંની વાત ડોક્ટરી લાઈનની આવે તો કેવી અજબ - ગજબ લાગતી એ થિયરી, એ પધ્ધતિ જે અત્યારે નવી ટેકનોલોજીની ટેકનીકથી જોતાં નજર અચંબામાં રાખી દે એવી લાગે. સામાન્ય ઈજાથી માંડીને ભયંકર રોગોનાં ઓપરેશન સુધી તમામ જાણકારી મશીનો મારફત મળી જાય છે આજે. વિદેશોની મશીનરી ધીમે - ધીમે ભારતમાં આવી રહી છે જે આપણા માટે સફળરૂપમાં સાબિત થાય છે.

અગાઉનાં સમયમાં મહાન વૈધ કહેવાતાં 'ચરક' અને 'શ્ર્રુસુત' બંને એ જે ભણતર વિનાની પધ્ધતિ સાથે મશીનોની માયાજાળ વગરની ટેકનીક અપનાવીને પણ આજનાં સમયને વેગ આપ્યો એવું કહી શકાય. પ્લાસ્ટર ઓફ પેરીસમાંનું મિશ્રણ તૈયાર કરી જે હાડકાંઓની સાજી કરવાની પધ્ધતિ અપનાવી હતી તે આજે પણ સમર્થ અને જીવિત છે. ત્યારે હાડકાં સંબંધિત સમસ્યાઓ સર્જાતિ તો ડોક્ટર ખજૂર, દુધ જેવા વિટામીનોવાળા ભરપુર ખોરાક લેવાનું કહેતા. તો પણ નોંધનીય બાબત એ હતી કે જ્ઞાન જે તે ડોક્ટરે કોઈપણ રીતે મેળવ્યું હોય છતાં સચોટ નિદાનમાં ઊતરતું તો ખરા જ!!! બીજી ચર્ચાસ્પદ વિષય જોઈએ તો આજે રોબોટ જેવાં સાધનોનો ઉપયોગ પણ થાય છે. માનવની કમી પુરી કરવામાં તેનાથી કોઈ કસર બાકી ન રહે.

ધરે જોવાં મળતાં મિનરલ વોટર ફિલ્ટર મશીનો ત્યારે હાજર ન હતાં તો પણ પથરીનો રોગ જોવાં ન મળતો. માણસો સીધું જ કુવા, તળાવ કે નદીઑનું પાણી વપરાશ અને પીવામાં ગણતા છતાં પણ. આ એકવીસમી સદીમાં તો ઝડપી સમય વિતતો જાય અને માનવ જિંદગીનું સરનામું ટુંકું થતાં જરાય સમય નથી લાગતો. ધરેથી નીકળતાં અને ફરી સાંજનાં સમયે પાછાં ફર્યા તો કહેવાય આજનો દિવસ કેવો હતો??? એમ

જગ્યા જગ્યાએ કદાચ માણસો ભેગાં કરી નોંધ કરવામાં આવે તો ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, કોલેસટ્રોલ જેવી બીમારીથી પીડાતા લોકોની સંખ્યા પણ કાંઈ ઓછી નથી નોંધાતી. આમ આવું જોતાં ક્યારેક ધણું લાગી આવે મનમાં કે શું ભગવાનને હવે માનવ જીવનનાં રસ નથી કે શું??? વિજ્ઞાનની દરેક રમતમાં માણસો આગળ પડતાં એડવાન્સ ન હતાં અગાઉ પણ પોતાની કોઠાસુજ એવી કે આજની ડિગ્રી મેળવેલાનું ગજું જોવાં ન મળે. અમુક પ્રાણહરતાં ગંભીર રોગો હતાં જેની રસી કે દવા મળતી કે બનતી નહીં અને છેલ્લે કોઈ ઊપચાર ન મળતો ત્યારે ગુજરતી એ પરિસ્થિતિમાં ભગવાન પરની શ્રધ્ધા એટલી અતુટ કે ઈશ્વર ખુદ એકવાર હાર માની નવું જીવન અર્પણ કરતાં(વગર શરીરનાં ચેકઅપ રીર્પોટ કાઢ્યાં વિના). "લેબોરેટરી" શું છે??? એ ખબર જ ન હતી માણસને - એ બધો જમાનો જ ખરેખર તો વિજ્ઞાનનો કહેવાય કેમ કે અત્યારે આગળ નીકળવાં 'રોલ મોડલ' મળી જતાં હોય છે, ત્યારે પહેલાં તો બહુ મુશ્કેલ હતાં. માણસોની એ આતુરતાનો અંત ક્યારેય નહીં થાય શું? માણસો બધાં 'નામ' મેળવવા એટલા આતુર થયા છે કે 'રામ' બોલતાં પણ ભુલી ગયાં છે. નવજાત બાળકથી લઈ વૃધ્ધાવસ્થા સુધી દવાઓની ગોળી વગર જીવનનો ગુજારો થતો નથી. ઉપરથી પાંચ મિનીટમાં તૈયાર થતાં ફુડ પેકેટ આવી ગયા. ફાસ્ટફુડ, જીનેટીક ફુડ અને રંગોથી તૈયાર થતાં આવાં અનેક કારણોથી બનતો એ અપાચ્ય અને અખાધ્ય ખોરાક જ માંદગીનો ઊપનીસદ બની જાય. લાઈફસ્ટાઈલ વધુ સારી બનાવવામાં ક્વોલિટીની બાદબાકી થાય તૉ એ નવી રીતથી જીવન જીવતા શીખી લેવાનું પણ રસ્તો છોડવો નહીં - ચાલવું તો નિરંતર. એ જ સૃષ્ટિ ની ગેઈમ, જોવો તો એ અત્યારની....

એ પુરાના જમાનામાં ઈશ્વર માનતાં તે ડોક્ટરોને જેને કોઈનાં પરીવારનાં સભ્યનો ઈલાજથી બચાવ્યાં હોય, આ એ જ વિસ્તારતી વાતમાં આ સમયનાં ડોક્ટરની ઓફીસ આગળ "કામ સિવાય બેસવું નહીં" અને "ડોક્ટરની રજા સિવાય અંદર પ્રવેશ કરવો નહીં" આવા બોર્ડ લટક્વેલાં જોવાં મળે છે. આજનાં ડોક્ટરો વધારે 'બીઝી' થઈ ગયા કેમ કે પેશન્ટ મળવા બહુ 'ઈઝી' થઈ ગયા, નહીંતર તેને પણ થેલો લઈને હાથમાં પેશન્ટ(કસ્ટમર) ગોતવાં જવું પડે એવું બનત ને!!!

"તમારું તમને મુબારક"

એવી સ્થિતિ આવી. એક કાગળ પર નામ લખવાનાં(જેને આપણે ન્યુ કેસ કહીએ છીએ!). હોસ્પિટલોની રોનક ફિલ્મનાં થિયેટર જેવી થઈ ગઈ છે. સુપર ન્યુ યંગ સ્ટાફ હોય અને ફસ્ટઁકલાસની ફેસેલીટી બધી હોય - - એટલે એક હજાર રૂપિયા પુરા પણ ચેકિંગ ચાર્જ ઓછો જ પડે. નજીવા ખર્ચમાં બનતી દવાઓની કિંમત વેચાણ વખતે ખુબ વધી જાય છે. સરકારે નવા જુદા - જુદા અભિગમો બહાર પાડી આમ જનતાને ભારણ વિહીન બનાવવા મથામણ કરવી પડે, ફરી નવામાં નામ પણ આવે એવું 'કેન્સર'. કેન્સરનું પણ એવું જ કેન્સર એટલે કેન્સલ(નો! મોર ચાન્સ પ્લીઝ).

પરીવાર તુટે કે પરિસ્થિતિ ઊંચી ટેકનોલોજી છે પણ પોસાય તેવી અનુકુળ સ્થિતિ કરવામાં સમય લાગી જાય. આમ પણ ફરી આયુર્વેદિકની માર્કેટ ઓછી જોવા મળે એટલે બાકી એક ઈલાજનો કોઈ ઓપશન મળે'તો.

MRI, એન્જિયોગ્રાફી, સોનોગ્રાફી જેવી નવી પધ્ધતિ તો ધણી આવી દુનિયામાં. માણસ પહોંચે તો કોને બીમારીનાં ખર્ચને કે તે પાછળનાં નુકસાનને? મૃત માણસને પણ ત્રણ-ચાર દીવસ ઓક્સિજન પર રાખી ચાર્જ વસુલતાં દવાખાનાઓ પણ જોયા છે. વ્યવસ્થિત પેશન્ટ તો ત્યારે જ મળી રહે મોટી જાયન્ટ હોસ્પિટલૉને જ્યારે કોઈને હ્દયને લગતી બીમારી આવી પડી હોય તૉ. એક હાર્ટને બચાવવાં કેટલાં હાર્ટ મથતાં હોય એની જાણ કોને!!

નવી આબેહુબ ટેકનોલોજીથી ઘણું સરળ જીવન લાગે પણ પરવડે તો! અજાણી એવી ટેકનોલોજી અથવા નાની સામાન્ય પરિસ્થિતિમાં આર્થિક સધ્ધરતાં નીચી હોય તો ગજવાં પરનાં ભારનો આધાર જોવાં મળે. એક નવાં પ્રયોગ માણસની સુંદરતાથી લઈ એક ઊંદરનાં જીવ સુધી હોય પણ સફળ કરવામાં વિજ્ઞાનમાં ઘણી ઉંમર વીતી જાય. માટે તો ડોક્ટરો જ્યાં સુધી સાહેબ કહેવાય તો ત્યાં સુધી વાંધો નહીં. એ જ હોસ્પિટલની મોટી ટીકીટોમાં 'ડોક્ટર' 'કટર' થાય તો ખતમ થઈ જાય વાત.

લીસ્ટ લાબું હોય પણ હોઈ શકે એવાં અનેક હસ્તી નામી ડોક્ટરોનું જેને અનેક અથાક પ્રયત્નોથી માનવ જીવ બચાવ્યો હોય એ ઈમરજન્સી વોર્ડમાં. એ ઈમરજન્સી ની પળ થી લઈ ફરી નોર્મલ સુધીમાં એ જ ડોક્ટર ફરી પેશન્ટનો જીવનદાતા બન્યો હોય. તેનાં પ્રત્યે માન છે. વિમાના એજન્ટો મદદની અનુભુતી દર્શાવે છે એને એવા વર્ગોનાં લોકો મેડિક્લેઈમ સુધી હોય જેને પૈસા લેવામાં જ ભાન છે. આમ જ વાતમાં આવી જાય તો એવું સમજી લેવું પડે કે યમરાજનો "મિસ્ડકોલ" આવી ગયો હતો. કોઈક આ ઈશ્વરે આપેલાં વૈજ્ઞાનિકોનાં વિજ્ઞાન કરતાં પણ ઊંચી ટેકનોલોજીનાં બનેલા શરીરનું કોઈ 'પતન' કરે અને કોઈક 'જતન' કરતું હોય. જીવન મરણ વચ્ચે જોલાં ખાતું વ્યક્તિનું આખું જીવન - જો આંખો નિહાળી લે તો અનેક ચોપડી એવી બની જાય કે જન્મ થી મરણ સુધીની કહાની ઓ છપાઈ ગઈ હોય.

- રવિ ગોહેલ

રાજકોટ