Nasib - 9 in Gujarati Adventure Stories by Praveen Pithadiya books and stories PDF | નસીબ - પ્રકરણ - 9

Featured Books
Categories
Share

નસીબ - પ્રકરણ - 9

નસીબ

સસ્પેન્સ થ્રીલર નવલકથા

પ્રવિણ પીઠડીયા

પ્રકરણ -

સાંજ પડતા સુધીમાં સંપૂર્ણ બ્લ્યૂ હેવન જગમગાતી રોશનીમાં નહાઈ ઉઠી હતી. હોટલનો રાત્રીનો નજારો કંઈક અલગ જ રહેતો. અહીં બારે માસ પ્રવાસીઓની ભીડ અવીરત વહ્યા કરતી એટલે દમણની નાની-મોટી દરેક હોટલોમાં પર્યટકોને આકર્ષવાની જાણે હોડ જામતી. જ્યારે આ તો બ્લ્યુ હેવન હતી. અહીં ઉતરી શકવાની હેસીયત ન ધરાવતા પર્યટકો પણ ખાસ અહીની લાઈટીંગ અને ખુબસુરતીને નિહાળવા આવતા... રોશનીમાં નહાઉ ઉઠતી બ્લ્યુ હેવનની શાનદાર બિલ્ડીંગનો નજારો જોવા વાળાને ઘડીભર અચંભીત કરી મુકતો. હોટલની ફરતે બનાવેલી કંમ્પાઉન્ડ વોલની અંદર રીશેપ્શન ફોયરની એકદમ સામેની બાજુ બનાવેલા સ્વીમીંગ પુલના પાણીમાં એ રોશનીનું ઝળહળતાનું પ્રતીબીંબ આબાદ ઝીલાતુ હતુ. થોડેદુર આવેલા સમુદ્ર કિનારેથી પણ આ હોટલનો ભવ્ય નજારો જોઈ શકાતો હતો.

હોટલની ફાઈવસ્ટાર રેસ્ટોરન્ટ ગ્રાઉન્ડ ફ્લોરના એક ભાગમાં બનાવવામાં આવી હતી. એ ભવ્ય એરકન્ડીશન્ડ રેસ્ટોરન્ટમાં પ્રેમ, અજય અને સુસ્મીતાએ જ્યારે એન્ટ્રી કરી ત્યારે સુસ્મીતાને જોઈને ત્યાં ભોજન લઈ રહેલા દેશી-વિદેશી પર્યટકોમાં ખળભળાટ વ્યાપી ગયો. કંઈ કેટલાયના જુવાન હૈયા એમના શરીરમાંથી બહાર નીકળીને સુસ્મીતાને આવકારવા રેડ-કાર્પેટ બનીને નીચે જમીન પર બીછાઈ ગયા હતા. ફક્ત પુરુષો જ શું કામ... ત્યાં જમતી સુંદર માનુનીઓ પણ સુસ્મીતાના રૂપથી અંજાઈને ઈર્ષાથી સળગી ઉઠી હતી. સુસ્મીતાના આગમનથી સમગ્ર હોલમાં એક વીજળી પડી હોય એવો માહોલ રચાયો હતો. ઘણા જુવાનીયાઓ તો સાવ બેશરમ બનીને નફ્ફટાઈથી આંખો ફાડીને સુસ્મીતાને નિખારવામાં મગ્ન બની ગયા હતા. જો કે એમાના મોટા ભાગના લોકો એ નહોતા જાણતા કે સુસ્મીતા આ હોટલની માલિક છે. સુસ્મીતાની ખુબસુરતીએ ત્યાં બેઠેલા તમામ હૈયા પર એક પ્રકારનો જાદુ રેલાવ્યો હતો. એ જાદુ હતો સુંદરતા બને નજાકતતાનો... પ્રેમને સુસ્મીતાની સાથે જોઈને ઘણાને રંજ પણ થતો હતો કે કાશ, હું અત્યારે એ સશક્ત અને હેન્ડસમ નૌ-જવાનની જગ્યાએ હોત તો એ હુશ્નપરી સાથે અત્યારે હું ચાલી રહ્યો હોત... તે લોકો હોલ વટાવીને કોર્નરના એક ટેબલ પર ગોઠવાયા. રેસ્ટોરન્ટના આ સમગ્ર ભાગને કાચના પારદર્શક પાર્ટીશનથી આવરી લેવામાં આવ્યો હતો. જેથી કરીને રેસ્ટોરન્ટમાં જમવા આવતી વ્યક્તિને જમતા-જમતા હોટલના આગળ સ્વિમીંગ પુલવાળો ભાગ અને ત્યાં બનાવેલો નાનકડો ગાર્ડન સંપૂર્ણ રીતે દેખાય... આવી વ્યવસ્થા કરવાનું મુખ્ય કારણ રેસ્ટોરન્ટના લુકને વધુ માદક બનાવવાનું હતુ... સ્વીમીંગપુલમાં અત્યારે ત્રણ-ચાર ફોરેનરો સ્વીમાંગ કરી રહ્યા હતા અને બીજા બે-ત્રણ વ્યક્તિઓ એ પુલના કિનારે ગોઠવવામાં આવેલી સ્લીપીંગ ચેરમાં બેસીને આરામથી બીયર અથવા એવાજ કંઈક હલકા ડ્રીંકની ચૂસકીઓ લઈ રહ્યા હતા.

અજયને પારાવાર મુંઝવણ થતી હતી. તે થોડુ ઓકવર્ડ ફીલ કરી રહ્યો હતો. તેને લાગતુ હતુ કે તે પ્રેમ અને સુસ્મીતાની વચ્ચે કબાબની હડ્ડી બની રહ્યો છે. કદાચ આ તરફ જોવાવાળા વ્યક્તિઓ પણ તેના પ્રત્યે આવુ જ કંઈક વિચારતા હશે એ અનુભવી એ થોડો નર્વસ બની ગયો હતો... જ્યારે ખરેખર તો એવુ કંઈ જ નહોતુ. પ્રેમ અને સુસ્મીતાતો એમની જ મસ્તીમાં મસ્ત હતા. અજય એવી રીતે બેઠો હતો કે તે સંપૂર્ણ હોલને જોઈ શકતો હતો. તેણે હોલમાં નજર ઘુમાવી... આખા હોલમાંથી ઘણા બધા અવાજો ઉઠતા હતા. બીયરના ગ્લાસ આપસમાં ટકરાવાના અવાજ, વ્હિસ્કીની કે રમની બોતલો ખુલવાના અવાજ, જમવાની પ્લેટોમાં ટકરાતા ચમચા-કાંટાના અવાજ, ધીરેથી પણ એક મેનર્સ સાથે થતી વાતચીતોના અવાજ... હજુ પણ ઘણા લોકો આ તરફ જ જોઈ રહ્યા હતા અટલે અજયની નજર જ્યારે એમની સાથે ટકરાતી ત્યારે એ લોકો નજર ચોરીને જમવા લાગતા અથવા તો સામેવાળી વ્યક્તિ સાથે વાતો કરવા લાગતા ત્યારે અજયને રમુજ થતી હતી. તેઓની સાથે પણ સુંદર પરીઓ જેવી, સોફીસ્ટીકેટેડ અને મોર્ડન ઓરતો હતી, છતા એ લોકોને કદાચ બીજાની ખુબસુરતી જોવામાં વધુ આનંદ આવતો હશે. આ બધી ભાંજગડ દરમ્યાન હોટલનો વેઈટર આવીને નમ્રતાથી ઓર્ડર લઈ ગયો. અજયે તેમા ધ્યાન નહોતુ આપ્યુ. તેનું સંપૂર્ણ ધ્યાન હોલમાં પરોવાયુ હતુ... સહસા... સાવ અચાનક જ તે ચોંક્યો. તેના ચોંકવાનું કારણ એ ત્રણ વ્યક્તિઓ હતી જે હમણા જ રેસ્ટોરન્ટના કાચના દરવાજાને ધકેલીને અંદર પ્રવેશી હતી. તે લગભગ અધુકડો ઉભો થઈ ગયો... હોલમાં દાખલ થયેલી એ ત્રણ વ્યક્તિઓમાંથી બે ને તે તરત ઓળખી ગયો. હોલની ડીમ લાઈટના પ્રકાશમાં પણ તેનું હ્ય્દય પેલી બે વ્યક્તિઓને જોતા જ જોરથી ધડકવા લાગ્યુ હતુ. એમની સાથેની ત્રીજી વ્યક્તિને તે પહેલીવાર જોઈ રહ્યો હતો. તેના દિમાગમાં અએ વ્યક્તિઓને જોઈને ખતરાની ઘંટડીઓ વાગવા લાગી હતી. જ્યારે તેના હૈયામાં કંઈક એક ન સમજાય એવો અજીબસો આનંદ પણ ફેલાયો હતો.

પ્રેમ હજુ પણ સુસ્મીતાને જોવામાં અને તેની સાથે વાતો કરવામાં જ મશગુલ હતો એટલે તેણે અજય ચોંક્યો એ જોયુ નહોતુ, પરંતુ સુસ્મીતાનું ધ્યાન અજય પર ગયુ હતુ. તેણે જોયુ કે સાવ અચાનક જ અજયને કંઈક થયુ. કદાચ તે આશ્ચર્ય પામ્યો કે પછી ચોંકીને અધુકડો બેઠો થઈ ગયો હતો. અજય જે દિશામાં જોઈને ચોંક્યો હતો એ દિશામાં તેણએ સાવધાનીથી નજર ઘુમાવી, જાણે કે તે વેઈટરને શોધી રહી હોય એમ સાવ સાહજીક ક્રિયા સાથે તેણે નજર ઘુમાવી હતી. તેની નજર એ ત્રણ વ્યક્તિઓ ઉપર સ્થીર થઈ. એ ત્રણેયને એક નજરમાં આવરી લઈને ફરીપાછુ તેણે પ્રેમની વાતોમાં ધ્યાન પરોવ્યુ. તેને સમજ તો નહોતી પડી કે અજય શું કામ એ વ્યક્તિઓને જોઈને અસ્વસ્થ બની ગયો હતો. છતા એકવાત તો નક્કી હતી કે જરૂર એમની સાથે તેને કંઈક તો કનેક્શન હશે જ... નહિતર તે આમ એકદમ ચોંકી ન ઉઠે... સુસ્મીતાએ સવારે જ પરેશ બોસ્કીને અજય ઉપર નજર રાખવાનું કામ સોંપ્યુ હતુ. અને તે જાણતી હતી કે બોસ્કી જરૂર તેના કામમાં લાગી ગયો હશે. તે આસ-પાસમાં જ ક્યાંક હોવો જોઈએ એવી ધરપત હતી તેને. મારી માફક તેણે પણ પેલા માણસોની નોંધ લીધી હશે... પરંતુ એ બોસ્કીનો બચ્ચો કેમ ક્યાંય દેખાતો નથી...? સુસ્મીતાને ફીકર થઈ આવી. કોઈ અન્ય વ્યક્તિને તો તેણે અજયની પાછળ નહિ લગાડ્યો હોય ને...? મારે રાત્રે જ તેની સાથે ફરીથી મીટીંગ કરવી પડશે, એમ વિચારીને સુસ્મીતાએ સુપ પીવામાં ધ્યાન પરોવ્યુ.

સહસા જ અજય ઉભો થયો અને તેની જમણી બાજુ આવેલા વોસ-બેસીન કમ ટોયલેટ બ્લોક્સ તરફ ચાલ્યો. પેલા માણસો એ લોકોના ટેબલથી ખાસ્સા આઠ-દસ ટેબલ દુર આડા મુકાયેલા ટેબલ પર ગોઠવાયા હતા. તેમાના બે વ્યક્તિઓની પીઠ અજય તરફ હતી જ્યારે એક વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો. અને એટલે જ એની નજરે ન ચડે એ માટે તે ટોઈલેટ તરફ ચાલ્યો હતો. જો કે અજયના ટેબલ બાજુ જોઈને જે વ્યક્તિ બેઠો હતો તે વ્યક્તિ માટે અજય અજાણ્યો હતો.

અરે અજય, શું થયુ...? અજયને ઉભો થતો જોઈને પ્રેમે જરા મોટેથી પુછ્યુ તેનો અવાજ સાંભળીને અજય થડકી ઉઠ્યો. આટલા મોટા અવાજે પ્રેમને પુછવાની શું જરૂર હતી...?

‘‘એક મીનીટ... જસ્ટ, હું આવ્યો...’’ કહીને તે ઝડપથી ચાલ્યો. ટોઈલેટ બ્લોક્સમાં ઘુસીને તે થોડીવાર માટે દરવાજાની આડાશે ઉભો રહ્યો. તેણે વિચાર્યું કે જો પ્રેમનો અવાજ સાંભળીને એ લોકોએ આ તરફ જોયુ હશે તો ચોક્કસ એમણે અમને બન્નેને જોયા જ હશે. અને જો એમ બન્યુ તો ભયાનક મુસીબત ઉભી થયા વગર રહેવાની નથી.

‘‘પરંતુ કમબખ્તો... અહીં કેવી રીતે પહોંચી ગયા...?’’ અજયનું મન વિચારોના ચગડોળે ચડ્યુ. નસીબજોગે એ લોકોનું ધ્યાન આ તરફ ફંટાયુ નહોતુ એટલે તેને રાહત અનુભવી. તેના મનમાં ઝડપથી વિચારો ઉદ્દભવવા લાગ્યા. ગણતરીઓ મંડાણી, સ્થિતીને કેવી રીતે સંભાળવી એનો નિર્ણય કરવાનો હતો. તેને જેલના દિવસો યાદ આવ્યા... સાત-સાત વર્ષ સુધી તે જેલમાં સબડ્યો હતો. રીબાયો હતો. જેણે ક્યારેય એરકન્ડીશન વગર એક પળ પણ વીતાવી નહોતી તેણે જેલની ગંધાતી-ગોબરી-વાસ મારતી દિવાલો વચ્ચે દોઝખ સમાન રાત્રીઓ વિતાવી હતી. રાતોની રાતો તેણે મચ્છર, માંકડના ત્રાસ અને એથીય વધુ ભયાનક માનસિક યાતનાઓ વચ્ચે વિતાવી હતી. પળ પળ તેણે એ કોટડીમાંથી છુટકારો મેળવવા ભગવાનને યાદ કર્યા હતા... અને જ્યારે તે છુટ્યો ત્યારે જેલની બહાર નીકળતા જ કોઈકે ફરી તેને બંદી બનાવવાનો બંદોબસ્ત કરી રાખ્યો હતો. તેનું અપહરણ થયુ. જો પ્રેમ નામનો ફરીસ્તો અચાનક ત્યાં આવી ચડ્યો ન હોત તો તે હજુ પણ આ લોકોની કેદમાં સપડાયેલો હોત... એક દોઝખમાંથી તે બીજા દોઝખમાં સપડાયો હોત... આ હમણા જ હોટલમાં દાખલ થયેલા એ જ વ્યક્તિઓ હતા કે જેણે તેનું અપહરણ કર્યું હતુ. તે એના નામતો નહોતો જાણતો પરંતુ એમના ચહેરા બરાબર યાદ હતા. એ ત્રણમાંથી એક જાડા ઉંચા માણસને અને બીજા લંબચોરસ મોઢાવાળાને એ બરાબર ઓળખી શક્યો હતો. જ્યારે ત્રીજો તેઓનો સાગરીત હોવો જોઈએ એવુ અનુમાન લગાવ્યુ. એ ત્રણેયને અહી જોઈને અજયના મનમાં ઘમાસણ ઉઠ્યુ હતુ. હવે શું કરવું ? ક્યાં સુધી તે ચૂપ બેસી રહેશે...? મસ્ટ બી ડુ સમથીંગ... તેના મનમાં ખુન્નસ ઉભરાવા લાગ્યુ હતુ... આઈ મસ્ટ બી વોંટ ટુ નો અબાઉટ એવરી થીંગ... મારે જાણવુ જ પડશે કે આ લોકો કોણ છે અને તે શું કામ મારી પાછળ છે. ભલે ગમે તેવી ખતરનાક પરીસ્થીતીનો સામનો કરવો પડે પણ હવે ચૂપ બેસી રહેવુ નકામુ છે... અજયના દાંત ભીંસાવા અને આપોઆપ તેની મુઠ્ઠીઓ વળી ગઈ. સુંવાળા અજયની અંદર એક ખૂંખાર અજયનો આકાર ઘડાયો... એ જ હાલતમાં થોડી મીનીટો વીતી તેણે કઈક વિચાર્યુ. તેના મનમાં એક ભયાનક નિર્ણય આકાર પામ્યો હતો. ટોઈલેટ બ્લોક પાસેથી હટીને એ ફરી પાછો પોતાના ટેબલ પર ગોઠવાયો... એ સમયે પ્રેમ અને સુસ્મીતાએ જો અજયની આંખોમાં ઉછળી રહેલા દાવાનળને જોયો હોત તો જરૂર તે બન્ને ચોંકી ઉઠ્યા હોત...

બોસ્કીએ અજયની તમામ હરકતો જોઈ હતી. તેને ખ્યાલ તો આવ્યો જ હતો કે જ્યારથી પેલા ત્રણ વ્યક્તિઓએ રેસ્ટોરન્ટના હોલમાં પ્રવેશ કર્યો છે ત્યારેથી અજય બેચેન બની ગયો છે. અજય વારે વારે એ વ્યક્તિઓ તરફ જોઈ રહ્યો હતો એ પણ તેના ધ્યાનમાં આવ્યુ હતુ. હવે તે શું કરે છે તેના પર એની બાજ નજર હતી. બોસ્કી ભારે મેકઅપ કરીને આવ્યો હતો. સુસ્મીતા બોસ્કીને ઓળખી ન શકી તેનું કારણ બોસ્કીનો બદલાયેલો ગેટ-અપ હતો. બોસ્કી તેઓના ટેબલથી માત્ર ત્રણ ટેબલ દુર બેઠો હતો છતા સુસ્મીતા તેને ઓળખવામાં થાપ ખાઈ ગઈ હતી. બોસ્કી અત્યારે હતો એના કરતા વધુ ઉંચો લાગતો હતો કારણ કે ચાર-ચાર ઈંચ તળીયાની જાડાઈવાળા ખાસ બનાવટના બુટ તેણે ઠઠાર્યા હતા. એ બુટની ઉપર સફાઈથી ફુલ લંબાઈવાળુ લીલનનું પેન્ટ ચડાવ્યુ હતુ. તેના ચહેરામાં પણ ઘણા ફેરફારો થયા હતા. નાક હતુ તેના કરતા વધુ મોટુ લાગતુ હતુ. આંખો ઉપર મેક-અપની થોડી કલાકારી કરી હતી મોટી બનાવી હતી. મુછો અને ભ્રમરો ઉપર ઘેરો કાળો રંગ લગાવી થોડી વધુ ભરાવદાર દેખાય એવી બનાવી હતી. બન્ને કાનમાં મારવાડીઓ પહેરે એવી રંગબેરંગી મરચીઓ પહેરી હતી. ઉપરથી આંખો ઉપર એકદમ જાડા કાચના ચશ્મા ચડાવ્યા હતા. ટોટલ મળીને તે કોઈ જોકર જેવો લાગતો હતો... પૈસાદાર જોકર... થોડોક સનકી પ્રકારનો... હાથની ટૂંકી આંગળીઓમાં પહેરેલી વજનદાર વીંટીઓને તે લયબદ્ધ રીતે ટેબલ પર પછાડી તબલા વગાડતો હતો... છતા તે ચૂસ્ત હતો. જાડાકાચના ચશ્મા હેઠળથી તે અજય અને પેલા ત્રણેય વ્યક્તિઓની તમામ ગતીવીધીઓ ચોક્સાઈથી આવરી રહ્યો હતો. સુસ્મીતાએ તેને જે કામ સોંપ્યુ હતુ એમાં તે કચાશ રાખવા માંગતો નહોતો.

જ્યારે બીજી બાજુ આ તમામ બાબતોથી બેખબર પેલા ત્રણેય આગંતુકો પીવામાં મશગુલ બની ગયા હતા. એ ભુપત મંગો અને વેલજી હતા. એમને તો કોના બાપની દિવાળી જેવો ઘાટ હતો. પીવાનું પુરુ કરીને તેઓ ખાવા પર તુટી પડ્યા હતા. આ આલીશાન ફાઈવસ્ટાર હોટલમાં રહેવાનું, ઈમ્પોર્ટેડ શરાબ અને અફલાતુન જમવાનું મફતમાં માણ્યુ હતુ કારણ કે આ તમામ ખર્ચો વિમલરાયના એકાઉન્ટમાં ઉધારવામાં આવવાનો હતો. એટલે એમને તો બખ્ખા બખ્ખા થઈ પડ્યા હતા. તેઓએ હદ બહારનું પીધુ હતુ અને હોજરીને ઠાંસો ઠાસ ભરી હતી. ભુપતને ખબર હતી કે આજની રાત મોજ કરાય એટલી કરી લેવાની હતી પછી ફરીવાર કદાચ આવો મોકો ન પણ મળે. એટલે જ્યારે જમીને તેઓ ઉભા થયા ત્યારે ત્રણેય એક-એક વ્હિસ્કીની બોતલ હાથમાં ઉઠાવી લીધી હતી. ભુપત અને વેલજીના પગ લથડતા હતા જ્યારે મંગો હજુ પણ થોડો સ્વસ્થ લાગતો હતો. તેનું બેઠીદડીનું ભારેખમ શરીર શરાબ પચાવી જાણતુ હતુ એટલે હજુ જોઈએ એટલો નશો તેને ચડ્યો નહોતો. તેને હજુપણ શરાબ ટકાવવાની તીવ્ર ઈચ્છા થતી હતી. તેને બંધ કમરા વચ્ચે પીવાની જરાકેય મજા ન આવતી એટલે ભુપત અને વેલજીએ જ્યારે પોતાના કમરા તરફ પ્રયાણ કર્યુ ત્યારે મંગો સાથે ન ગયો. તેની ઈચ્છા દરીયા કિનારે બેસીને પીવાની હતી. દરીયાની ઠંડી હવામાં શરાબની ‘કીક’ વધુ લાગે એવા આશય સાથે તેણે હોટલના મેઈનગેટ વિરૂધ્ધ દરીયા તરફ ખૂલતા બીજાગેટ તરફ કદમ ઉપાડ્યા. તે જાણતો હતો કે હોટલનો આ ગેટ વટાવતા તરત બીચ ચાલુ થતો હતો. તેણે ધીમી પણ મક્કમ ચાલે બીચ તરફ ગતી કરી હતી. અજયે આ નોટીસ કર્યુ હતુ. ભુપત અને વેલજીને તેણે ડાયનીંગ હોલમાંથી ઉપર કમરા તરફ લીફ્ટમાં જતા જોયા હતા અને મંગાને એકલાને હોલમાંથી બહાર નીકળી દરીયા તરફના ગેટ તરફ ચાલતો જતો જોયો હતો. ઉપરવાળો જાણે અજયને એક તક આપવાના મુડમાં હતો અને અજય એ મોકો ગુમાવવા બીલકુલ તૈયાર નહોતો. તેણે ઝડપથી વિચાર્યુ, અહીથી એકદમ ઉભા થઈને મંગાની પાછળ જવુ શક્ય નહોતુ બનવાનું કારણ કે જો તે એમ કરે તો પ્રેમ અને સુસ્મીતા વહેમાય અને તેનો પ્લાન ચોપટ થઈ જાય. તેની પાસે રાહ જોવા સીવાય છુટકો નહોતો.

‘‘તમે લોકો ઉપર જાવ... હું જરા બીચ સુધી લટાર મારીને આવુ...’’ ડીનર પત્યુ એટલે અજયે પ્રેમ અને સુસ્મીતાને ઉદ્દેશીને કહ્યુ.

‘‘ઓ.કો. ડીયર... ઉપરના સ્યુટની ચાવી નીચે કાઉન્ટર પરથી કલેક્ટ કરી લેજે. હું ક્યાય સુધી સાથે જ રહીશ...’’ પ્રેમે એક આંખ દબાવી ધીરેથી અજયને કહ્યુ અને હસ્યો. અજય પણ હસીને બહાર નીકળ્યો. પ્રેમ અત્યારે સુસ્મીતા સાથે રહે એ જ તેના ફાયદામાં હતુ.

અજય ડાયનીંગ હોલની બહાર નીકળી ફોયરમાં આવ્યો. ત્યાંથી બીચ તરફ જતી પગરવટ ચાલુ થતી હતી. અજય એ તરફ ચાલ્યો. સ્વીમીંગ પુલમાં હજુ પણ થોડા લોકો સ્વીમીંગ કરી રહ્યા હતા. થોડા લોકો ત્યાં મુકાયેલી ચેરમાં સાંજની રોશનીનો આનંદ ઉઠાવતા લંબાવીને સૂતા હતા. તેમાં એક ખુબસુરત યુવતી પણ આરામથી પગ ફેલાવીને સુતી હતી. અનાયાસે અજયની નજર એ યુવતી પર પડી. તેનો ચહેરો તો તેને બરાબર ન દેખાયો પરંતુ એ યુવતીનું ગોરુ મુલાયમ બદન તેણે એક નજરમાં આવરી લીધુ. એ જ્યાં આરામથી સુતી હતી તેનાથી થોડે દુર લાઈટનો થાંભલો હતો. એ થાંભલા પર ઝબકી રહેલા આછા ક્રીમ કલરના બલ્બનો પ્રકાશ એ યુવતીના દેહ પર ફેંકાતો હતો જેમાં તેણએ પહેરેલો આછા બ્લ્યૂ કલરનો સ્વીમીંગ સૂટ કંઈક અનેરી અભા ઉપજાવતો હતો. અજયે એ યુવતી તરફ દ્રષ્ટી નાખતા પોતાની ઝડપ વધારી અને થોડીવારમાં તે ગેટની બહાર કિનારાની રેતીમાં પહોંચી ગયો હતો. અજયને બહાર નીકળી ગયેલો જોઈને એ યુવતીએ બાજુમાં ટીપોઈ ઉપર મુકેલી પોતાની નાનકડી હેન્ડબેગ ઉઠાવી... હેન્ડબેગનું બટન ખોલીને અંદર હાથ નાખીને કંઈક ખંખોળ્યુ. તેની આંગળીના ટેરવાને એક ઠંડો સ્પર્શ થયો એટલે તેની આંખો ચમકી ઉઠી. એ ઠંડી ચીજ નાનકડી ઈમ્પોર્ટેડ જર્મન બનાવટની ગન હતી. એ યુવતીએ ઝડપથી સ્વીમીંગ સૂટ ઉપર ત્યાં પડેલો નાઈટગાઉન ચડાવ્યો અને બેગ હાથમાં ઝુલાવતી અજય જે તરફ ગયો હતો એ તરફ ચાલી. એ યુવતીના બહાર નીકળ્યાની બરાબર દસેક મીનીટ બાદ ડાયનીંગ હોલમાંથી બોસ્કી બહાર આવ્યો. તે પણ અજય જે બાજુ ગયો હતો એ દિશામાં ચાલ્યો.

સુસ્મીતાના સ્યૂટની વિશાળ બાલ્કનીમાંથી દરીયાકીનારાનું સુંદર દ્રશ્ય દેખાતુ હતુ. પ્રેમ અને સુસ્મીતા અત્યારે એ બાલ્કનીમાં આવ્યા હતા. ચાંદની અજવાળી રાતમાં બાલ્કનીમાંથી દુર દુર સુધી ફેલાયોલો વિશાળ અફાટ સમુદ્ર દેખાતો હતો એકધારા લયબદ્ધ રીતે કિનારે અફળાતા અને એ કિનારાની રેતીમાં વીલીન થઈ પાછા વળતા સમુદ્રના મોજા નો ઘુઘવાટ પ્રેમ અને સુસ્મીતાના કાને અફળાઈ રહ્યો હતો. ચાંદની રાતનું શીતળ અજવાળુ સુસ્મીતાના લીસા, સુંવાળા સંગેમરમરસા ગાલ ઉપરથી રેળાઈને તેની સ્નીગ્ધ, ગોરી છાતીની દર્શમાં સમાતુ હતુ. સમુદ્રના ખારા પાણી ઉપરથી વાતો મંદ મંદ શીતળ પવન એના રેશની સીલ્કી વાળને પ્રેમથી સહેલાવી રહ્યો હતો. પ્રેમ સુસ્મીતાના લંબગોળ ચહેરાને કંઈક અનાસક્તિથી નિહારી રહ્યો હતો. તેના રોમ રોમમાંથી ઉત્તેજનાના સૂરો ઉઠવા લાગ્યા હતા. પ્રેમ આજની રાત ગજબનાક સંમોહક, ખુબસુરત સુસ્મીતા સાથે વિતાવવા માંગતો હતો. તેનુ હાસ્ય વિહવળ થઈને સુસ્મીતા જ સર્વશ્વ હતી. તે એની આરાધ્ય મુર્તી હતી. આજની રાત તેના માટે આનંદનું આમંત્રણ લઈને આવી હોય એવુ તે અનુભવી રહ્યો હતો. પરંતુ આમાં કંઈક ખટકતુ હોય એવુ તે અનુભવતો હતો. તેનુ દિમાગ કંઈક બીજુ પણ સંવેદન અનુભવી રહ્યુ હતુ. એ પ્રેમને કંઈક ખેંચી રહ્યુ હતુ. થોડીવાર પહેલા નીચે ડાયનીંગ હોલમાં અજયની વિચીત્ર હરકતો તેણે બરાબર નિહાળી હતી અને જ્યારે તેણએ આંખોના ખૂણેથી પેલા ત્રણેય વ્યક્તિઓને જોયા ત્યારે એ વિચીત્રતાનો તાળો મળી ગયો હતો. પ્રેમ પેલા ખેતરવાળા બન્ને વ્યક્તિઓને અહી જોઈને આશ્ચર્યચકિત જરૂર થયો હતો પરંતુ તેણે એ તેના ચહેરા પર કળવા દીધુ નહોતુ. તેના મનમાં કશેક ખતરાની ઘંટડીઓ વાગવી શરૂ થઈ હતી. સાથે સાથે હસવુ પણ આવતુ હતુ. હસવુ એ વાતનુ આવતુ હતુ કે સામે ચાલીને એ વ્યક્તિઓ સીંહની બોડમાં આવ્યા હતા. એ લોકોને શોધવાનું તેણે અને અજયે હમણા થોડીવાર પહેલા જ નક્કી કર્યુ હતુ અને અત્યારે વગર કોઈ દોડા-દોડીએ એ હરામખોરો સામેથી શિકાર થવા અહી ચાલ્યા આવ્યા હતા. એટલે જ પ્રેમ એ સમયે ચૂપ રહ્યો હતો. તેણે અજયને પેલા ત્રણમાંથી એક વ્યક્તિની પાછળ હોટલની બહાર નીકળતા પણ જોયો હતો. તે જાણતો હતો કે હવે એની ખેર નહિ રહે. પ્રેમના મનમાં થોડી પ્રસન્નતા એ વાતની ઉભરાઈ હતી કે એ બહાને અજય પોતાનો આત્મવિશ્વાસ થોડો ઘણો પાછો મેળવી શક્યો. જેલમાંથી છુટ્યા બાદ આ પ્રથમ એવો બનાવ હશે કે જેમાં સાવ સુનમુન બની ગયેલો અજય અને એવી રીતે અનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો આવશે.

પ્રેમને સુસ્મીતાનો સંગાથ છોડવાની અત્યારે બિલકુલ ઈચ્છા નહોતી તે ઈચ્છતો હતો કે એની જીંદગી આમ જ સુસ્મીતાના સુંવાળા સહવાસમાં હરહંમેશ વીતતી રહે. એક ક્ષણપણ સુસ્મીતાથી દુર રહેવુ એક જનમની દુરી જેવુ હતુ. એમ છતા એ સમયની નજાકતતા સમજતો હતો. સુસ્મીતા સાથે રોમાન્સ જરૂરી હતો તો બીજા પણ ઘણા અગત્યના કામો તેણે કરવા પડે એમ હતા. સુસ્મીતાને એ વાત તેણે સમજાવી અને સ્યૂટ છોડી તે નીચે રીશેપ્શન કાઉન્ટર પર આવ્યો. કાઉન્ટર પર અત્યારે જુલી અને પીન્ટો ફરજબજાવી રહ્યા હતા. પ્રેમને જોઈને જુલી ખીલી ઉઠી...

‘‘હેલ્લો સ્વીટી...’’ પ્રેમે કહ્યુ. તે હંમેશા જુલીને સ્વીટી કહીને જ સંબોધતો કારણ કે જુલી ખુબ જ મીઠડુ બોલતી તેનો અવાજ સામાન્ય કરતા થોડો વધુ ધીમો હતો. તારી બહેનપણી કેમ નથી દેખાતી આજે... તેણે વંદના વીશે પુછ્યુ.

‘‘એ બીમાર છે. આજે નથી આવી...’’

‘‘અરે... શું થયુ એને...?’’

‘‘ખાસ તો કશું નહિ બે દિવસ પહેલા તેના મંગેતર સાથે ઘુમવા ગઈ હતી. બાઉક પર એમા તેને ઠંડી હવા લાગી ગઈ એટલે પહેલા શરદી અને પછી તાવ આવી ગયો.’’

‘‘ફક્ત હવા જ લાગી હતી કે બુજ તો કોઈ નથી થયુને...?’’ રમતીયાળ અવાજે પ્રેમે પુછ્યુ તેની આંખોમાં હરકત હતી.

‘‘શું તમે પણ સર...’’ જુલી થોડી શરમાઈ.

‘‘ઓકે... ઓકે... એમાં તારે શરમાવાની જરૂર નથી. સમય આવ્યે તને પણ તાવ આવી જશે...’’ પ્રેમે તોફાની અવાજે હસતા હસતા કહ્યુ. એનીવે... તને કોઈ પસંદ છે કે નહિ...?

‘‘છે... પરંતુ તમને નહિ કહુ, નહિતર તમે મજાક ઉડાવશો...’’

‘‘કમે...? શું એ મજાકની વાત છે...? તેં કોઈ જોકરને પસંદ કર્યો છે...?’’ પ્રેમને જુલીને સતાવવાની ખરેખર મજા આવી રહી હતી. જુલી નાજુક અને રમતીયાળ છોકરી હતી. પ્રેમ ઘણીવાર એની સાથે મજાક-મસ્તી કરી લેતો. અત્યારે પણ તે આવા જ કંઈક મુડમાં હતો. સામે પક્ષે જુલી પણ કંઈ કમ નહોતી. ‘‘એવુ હોય તો કહે આપણે ભેગા મળીને એક સરકસ કંપની ખોલીએ...’’

‘‘એમ...? તો પછી એ કંપનીમાં તમે શેનો રોલ કરશો...? રીંગ માસ્ટરનો...?’’ જુલી ખીલી ઉઠી હતી. રીસેપ્શન કાઉન્ટર અને હોટલનું વિશાળ ફોયર અત્યારે એકદમ ખાલી હતુ. હોટલમાં રોકાયેલા કસ્ટમરો પોત-પોતાના કમરામાં હતા અથાવા તો નીચે બનાવેલા અદ્યતન ડાયનીંગ હોલમાં ખાઈ-પી રહ્યા હતા. અમુક લોકો સ્વીમાંગ પુલ એરીયામાં આરામ ફરમાવી રહ્યા હતા. અત્યારે ડેસ્ક પર માત્ર પ્રેમ, જુલી અને પીન્ટો એમ ત્રણ જ વ્યક્તિઓ ઉભા હતા. પીન્ટોને પણ એ બન્નેની વાતો સાંભળી મજા આવતી હતી. નમોમન હસતો તે કમ્પ્યૂટર પર કંઈક એન્ટ્રી મારી રહ્યો હતો.

‘‘હા... એ રોલ મને વુધુ ફાવશે... આમ પણ અત્યારે હું એક સિંહણને સાચવી જ રહ્યો છુ ને...’’ પ્રેમે સુસ્મીતાના સંદર્ભમાં એ વાત કહી હતી એની સમજ જુલીને પડી ત્યારે એનું મોં ખુલી ગયુ...

‘‘માયગોડ સર... તમે ખરેખર ભયાનક છો... મારે મેડમને આ કહેવુ પડશે... પછી જુઓ એ તમને કેવા બચકા ભરે છે...’’

‘‘કાશ... એ બચકા ભરતી હોત... તો હું અત્યારે અહીયા તારી પાસે ન ઉભો હોત...’’ કંઈક અજીબ રીતે દયામણુ મોં કરીને પ્રેમે કહ્યુ. તેની એ હરકત જોઈને જુલી ખડખડાટ હસી પડી... જુલીના મધુર હાસ્યથી હોલ ભરાઈ ઉઠ્યો.

‘‘સર... હવે જાઓ... નહિતર નક્કિ નહિ આ વાત ક્યાં પહોંચીને અટકશે...’’ તેની આંખોમાં પાણી ઉભરાઈ આવ્યા. પ્રેમ મજા લેતો, મુસ્કુરાતો તેને જોઈ રહ્યો... અચાનક તે ગંભીર બની ગયો.

‘‘જુલી... મારે એક માહિતી જોઈએ છે. ખાનગીમાં... તું આપી શકીશ...’’

‘‘હા સર... કેમ નહિ...’’

‘‘આજે દિવસ દરમ્યાન કોણ નવા મહેમાનો હોટલમાં આવ્યા છે એ જાણવુ હતુ...’’

‘‘કેમ...? કોઈ ખાસ મહેમાન આવવાના હતા...?’’

‘‘એવુ જ કંઈક... તું જો તો ખરી...’’

‘‘વેઈટ અ મીનીટ સર...’’ કહીને જુલીએ કમ્પ્યુટર પર એન્ટ્રી બુકમાં નોધો તપાસી. કુલ સાત નવી એન્ટ્રી છે સર... કહી જુલીએ વિગતો આપી.

પ્રેમે ઝડપથી એ નોંધો એક કાગળ પર ટપકાવી... ધ્યાનથી એ તપાસી ગયો. ત્રણ નોંધો ઉપર તેણએ ગોળ માર્ક કર્યું. એ વિગતો વાંચની આશ્ચર્યથી તેના હોઠ ગોળ થયા અને અનાયાસે એમાંથી સીટીનો અવાજ નીકળી ગયો... એ માહિતી તેના માટે હેરત અંગેજ હતી. જુદી ટપકાવેલી એ નોંધોમાં ત્રણ અલગ-અલગ રૂમોનું બુકીંગ એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યુ હતુ. એક રૂમ ચીમન પરમારના નામે, બીજો ભુપત પટેલના નામે અને ત્રીજો કોઈ આર.કે. ખન્નાના નામે રજીસ્ટર્ડ કરવામાં આવ્યો હતો. અને એ ત્રણેયના બુકીંગ ડીટેલમાં કેરઓફ તરીકે વિમલરાય, ગુજરાતના ગૃહમંત્રીનું નામ લખેલુ હતુ. પ્રેમ એ ત્રણ નામોમાંથી બે વ્યક્તિઓને સારી રીતે ઓળખતો હતો. ચીમન પરમાર અને આર.કે. ખન્નાને... ચીમન પરમાર ગૃહમંત્રીનો પી.એ. હતો. પ્રેમ તેને ઘણીવખત રૂબરૂ મળી ચૂક્યો હતો. તેના પીતાએ વાપીમાં પોતાની પ્લાસ્ટીકની ફેક્ટરી ચાલુ કરવાનું નક્કી કર્યુ ત્યારે એ ફેક્ટરીની જમીન મેળવવા એમણે પ્‌ેરમને જ ગાંધીનગર મોકલ્યો હતો. એ સરકારી જમીન હતી. સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા વાપીમાં અમુક જમીનો બાજર કરતા ઘણા ઓછા ભાવે ઉદ્યોગપતીઓને આપવાનું નક્કી કર્યુ હતુ એટલે એ જમીન મેળવવા ગાંધીનગરની મોહર લાગવી જરૂરી હતી. પ્રેમ એ સીલસીલામાં જ ચીમન પરમારને મળ્યો હતો. એમ કહોને કે અનાયાસે જ પ્રેમનો ભેટો ચીમન પરમાર સાથે થયો હતો. પ્રેમે એ ઓળખાણનો ભરપુર લાભ ઉઠાવ્યો હતો. રૂપીયાની ફૂંક મારી પ્રેમે પોતાનું ધાર્યુ કામ કઢાવ્યુ હતુ. એ સમયે પ્રેમે ચીમન પરમારને ઘણી મોટી રકમની લાંચ ખવરાવી હતી. ત્યારબાદ એ જ ફેક્ટરીની મશીનરી લોન લેવામાં પણ એ ઓળખાણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે કામ કદાજ વીમલરાયથી ન થાત એ કામ તેના આ પી.એ. ચીમન પરમારે બહુ આસાનીથી પ્રેમને કરી આપ્યુ હતુ.

બીજો હતો આર.કે. ખન્ના ભારતીય સેનામાં કર્નલ હતો. પ્રેમને એની ઓળખામ બીઝનેસ વર્લ્ડમાં યોજાતી જુદી જુદી બેત્રણ પાર્ટીઓમાં થઈ હતી. એ રંગીન મીજાજનો ખડતલ માણસ હતો. પાર્ટીઓમાં તે દર વખતે અલગ અલગ ઓરતો સાથે જોવા મળ્યો હતો. પ્રેમ ઔપચારીક રીતે, ફક્ત જોયે જ તેને ઓળખતો. તેઓને ક્યારેય એકબીજા સાથે રૂબરૂ થવાનો ચાન્સ આવ્યો નહોતો. તેમ છતા પ્રેમને આ આર.કે. ખન્ના વિશે ઘણી બધી માહિતીઓ મળી હતી. આર.કે. ખન્ના એક અલગ જ પ્રકારનું કેરેક્ટર હતો તેવી સાબીતીઓ પ્રેમને મળી હતી... ત્રીજો કમરો ભુપત પટેલને નામે હતો જેને પ્રેમ ઓળખતો નહોતો... જો કે અત્યારે પ્રેમને એ ખબર નહોતી કે આ ભુપત પટેલ એ જ વ્યક્તિ છે, જેની તેણે ધોલાઈ કરી હતી અને તેની ચૂંગલમાંથી અજયને તેણે છોડાવ્યો હતો.

આ તમામ બાબતોમાં સૌથી હેરતની વાત તો એ હતી કે વીમલરાયનું નામ આમાં શામીલ હતુ. રાજ્યના ગૃહમંત્રીનું આ વાત જેવી તેવી તો નહોતી જ... પ્રેમનું મન ચકરાવે ચડ્યુ... એક રાજ્યના ગૃહમંત્રી શા માટે પોતે અંગત રસ લઈને લોકોના કમરા પોતાના કર્ચે બુક કરાવે...? અહી રોકાયેલા માણસો શું અટાલી અગત્યતા ધરાવતા હતા...? અને કયા કારણોસર આ લોકો અહી હતા...? ખરેખર જોવા જાઓ તો આ કોઈ અુજગતી વાત નહોતી, કારણ કે બ્લ્યુ હેવનની ખ્યાતી પ્રમાણે અહી આવનારા અતીથીઓમાં કોઈ સામાન્ય માણસનું નામ હોવુ લગભગ અસંભવ જેવુ હતુ... છતા કંઈક એવુ હતુ જે પ્રેમને ખટકતુ હતુ. એ શું હતુ એ તે પોતે પણ નહોતો જાણતો. તેના દિમાગમાં વિચારોની આંધી ઉમટી... ખરેખર તો તેને આ બધા વચ્ચે વિમલરાયનું નામ જ ખટકતુ હતુ... અહી આવતો લોકો ખમતીધર અને આ હોટલનો ખર્ચ સહન કરી શકે એવા જ હોય, તો પછી આ ત્રણેયની પાછળ કેરઓફમાં વિમલરાયનું નામ શું કામ હતુ ? પ્રેમે એનો પત્તો મેળવવાનું નક્કી કર્યુ. એ કાઉન્ટર પરથી હટ્યો... હવે ખરેખર બન્યુ એવુ હતુ કે ચીમન પરમારે એ કમરા બુક કરાવતી વખતે વિમલરાયનું નામ લખાવ્યુ જ નહોતુ. એ નામ તો પીન્ટોએ ભુલથી લખી નાખ્યુ હતુ. તેનું એક કારણ હતુ કે પીન્ટો જાણતો હતો કે ચીમન પરમાર જ્યારે પણ આ હોટલ કમ રીસોર્ટમાં આવતો ત્યારે એનો તમામ ખર્ચ વિમલરાયના અન ઓફીશીયલ એકાઉન્ટમાંથી કપાતો. એટલે આ વખતે પણ પીન્ટોએ પોતાની સમજ પ્રમાણે કેરઓફમાં વિમલરાયનું નામ લખી નાખ્યુ હતુ. આ સાવ સામાન્ય બાબત હતી. પરંતુ પીન્ટોની આ સામાન્ય ભુલ વિમલરાયને ઘણી ભારે પડવાની હતી. માચીસની એક નાની સળી પણ ઘણીવાર ગંભીર આગ પકડી લે છે એનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત થવા જઈ રહ્યુ હતુ...

કિનારાની ભીની ઝીણી રેતીમાં મંગો અધુકડો થઈને બેઠો... હાથમાંથી બોતલ તેણે રેત પર, પોતાની જમણી બાજુ સાચવીને મુકી... તે ઘણો આગળ નીકળી આવ્યો હતો. અહીથી બ્લ્યુ હેવનની રોશની ઘણ દુર દેખાતી હતી. દરીયા ઉપરથી ફુંકાતા ઠંડા ખારા ભેજવાળા પવનની અવીરત ઝલક તેના કંઈક ચોરસ આકારના ચહેરા પર વીંઝાતી હતી. એ પવનને કારણે તેણે પીધેલા શરાબની અસર આપોઆપ વધ્યે જતી હતી. તેની આંખો ભારે નશાના કારણે ઘેરાતી હતી છતા તે એ બાટલીમાંથી એક એક ઘુંટ શરાબ તેની હોજરીમાં ઠાલવ્યે જતો હતો. તેને મજા આવી રહી હતી. સાવ એકાંતમાં દરીયાની ભીની ખારી રેતીમાં તે એકલો કંઈક અજીબ લાગતો હતો... આકશમાં પૂર્ણ રીતે ખીલેલા ચંદ્રનુંમ અજવાળુ એના કદરૂપા ચહેરાને વધુ ભયાનક રીતે ઉજાગર કરતો હતો. પીળી પડી ગયેલી કોડા જેવી બે આંખો તેના ચહેરાની બખોલમાં તગતગી રહી હતી. તે સંપૂર્ણ પણ નશાર્ત થઈ ગયો હતો... તે જ્યાં બેઠો હતો એનાથી સો-એક કદમ દુર કિનારા પર દરીયાની સમાંતરે નાળીયેરીના વૃક્ષોનું ઝુંડ હતુ.

અજય મંગાનો પીછો કરતો એ નાળીયેરીના વૃક્ષો સુધી આવ્યો હતો અને એમાના એક ઝાડના થડ પાછળ ઉભો રહી ગયો હતો. અહીથી તેને મંગાની પીઠ અને રેતીની ઉપર ઉઠેલું તેનુ માથુ દેખાતુ હતુ. અજવાળી રાતમાં તે સ્પષ્ટ પણે મંગાને જોઈ શકતો હતો. તેની હાલત વિચિત્ર હતી. હોટલના ડાયનીંગ હોલમાં એ ત્રણેયને જોયા ત્યારથી તેના મનમાં ગડમથલ ચાલુ થઈ હતી. એક બાજુ તેને ગુસ્સો આવતો હતો તો બીજી તરફ તેનું મગજ સુન્ન પડી ગયુ હોય એવુ તે અનુભવતો હતો. શું કરવું જોઈએ, શું નહિ એ ગડમથલમાં તે બરાબર નીર્ણય નહોતો કરી શકતો. અત્યારે પણ તેની એવી જ હાલત હતી. તેના હાથની મુઠ્ઠીઓ ઉઘાડ-બંધ થતી હતી. આંખોમાં રતાશ છવાણી હતી. ભયાનક ઝડપે તેના મનમાં એના ભુતકાળના બનાવોની આંધી ઉઠી. કોઈ ચિત્રપટના દ્રશ્યોની તેનો ભુતકાળ આંખો આગળ છવાયો. તેનો ક્રોધ વધતો ગયો. મંગો એક કડી રૂપે તેના હાથમાં આવ્યો હતો. જો તે મંગાને જેર કરીને એની પાસેથી સચ્ચાઈ ઓકાવી શકે તો એ જરૂર તેના પીતા અને તુલસીના ખૂની વીશે જાણી શકે. પોતાને ફસાવનાર વ્યક્તિ વિશે જાણી શકે. તેના માટે આ જ સમય હતો અને તે આ મોકો ગુમાવવા માંગતો નહોતો. તે ધીરેથી મંગા તરફ આગળ વધ્યો.

બરાબર એ જ સમયે પેલી છોકરી સાવધાનીથી અજય જે નાળીયેરીના ઝાડ પાછળ છુપાયો હતો ત્યાં પહોંચી, સોએક કદમ દુર રેતીમાં બેસેલો મંગો અને મંગાની પીઠ પાછળ સરતા અજયને તે સ્પષ્ટ જોઈ શકતી હતી. તેણે પોતાના હાથમાં પકડેલી બેગને સખ્તાઈથી દબાવી. અજયની જેમ તેના પણ દાંત ભીંસાયા અને ભયાનક ક્રોધની જ્વાળા તેના જીગરમાં ઉમટી...

બોસ્કી બ્લ્યુ હેવન નો ગેટ વટાવીને અજયની પાછળ બહાર નીકળ્યો ત્યારે તેને ખ્યાલ નહોતો કે અજયની બીજુ પણ કોઈક છે. એ તો અજયના આકરને ધ્યાનમાં રાખીને આગળ વધ્યે જતો હતો. તેના મોટી, ઉંચી હીલ વાળા બુટ દરીયાની રેતીમાં ખૂંપી રહ્યા હતા એ કારણે તે થોડો પાછળ રહી ગયો હતો. તે અજયથી થોડો ત્રાંસમાં ચાલ્યો હતો એટલે હજુ સુધી તેની નજર એ યુવતી પર પડી નહોતી કે એવા કોઈ અણસાર પણ આવ્યો નહોતો. અજય જ્યારે નાળીયેરી પાછળથી નીકળીને મંગા તરફ આગળ વધ્યો ત્યારે એ યુવતીએ અજયની જગ્યા લીધી હતી અને બરાબર એ જ સમયે તે યુવતીથી થોડા ઉપરવાસમાં ત્રાંસી દીશામાં બોસ્કી સાવધાની વર્તતો એક ઝાડ પાછળ ગોઠવાયો હતો. બોસ્કીએ પણ મંગાને અને તેની પાછળ ચાલતા તેની તરફ જઈ રહેલા અજયને જોયો. બોસ્કીને કંઈ કરવાનું નહોતુ તેણે તો સુસ્મીતાને ફક્ત અજય ક્યાં જાય છે ? શું કરે છે ? કોને મળે છે ? એ રીપોર્ટ જ આપવાનો હતો. એટલે તે ખૂબ સાવધાની રાખતો અજયની દરેક હિલચાલ પર નજર રાખતો ઝાડના થડ પાછળ ઉભો હતો.

અજય બલ્લી પગે મંગાની પાછળ પહોંચ્યો. ખૂંખાર ચીત્તો જેમ પોતાના શીકાર પર ઝાપટતા પહેલા ચુપકીદીથી એની નજીક સરકે અને લાગ મળતા જ જે ઝપટથી એના શરીર પર ત્રાટકે એવી જ સાવધાની અને ચુપકીદીથી અજય મંગાની એકદમ નજીક સર્યો હતો. પછી સાવ અચાનક જ અસાધારણ ઝડપે તેણે મંગાની પીઠ પર વાર કરવા પોતાનો પગ ચલાવ્યો હતો. પારાવાર ખુન્નસ અને દાઝથી અજયની લાત હવામાં વીંઝાઈ... પરંતુ એ જ સમયે મંગો જમણા હાથની કોણીનો ભાગ રેતમીં ટેકવીને બેઠો હતો એ હાથ શરાબનો નશો મગજમાં ચડવાથી લથડ્યો અને તેનું સંતુલન ખોરવાયુ હતુ. બસમાં કે ટ્રેનમાં બેસેલા માણસને જેમ ઉંઘનું ઝોકુ આવી જાય અને તેનું માથુ સાવ અચાનક લથડે, બસ એવુ જ કંઈક મંગા સાથે થયુ... અજયે પગ વિંઝ્‌યો અને મંગો લથડ્યો... બન્ને ઘટના એક સાથે ઘટી... અજય બરાબર મંગાની કરોડરજ્જુ પર વાર કરવા માંગતો હતો પરંતુ મંગાનો હાથ હલી ગયો એમા અજયનો પગ એનું નીશાન ચૂક્યો અને એ લાત મંગાના ડાબા પડખામાં ભયાનક વેગથી ઝીંકાઈ... ‘ધફ’... જેવો બોદો અવાજ આવ્યો... મંગાની પાંસળીઓમાં ખળભળાટ વ્યાપ્યો... અને એ ગળુ ફાટી જાય એવા અવાજે ચીત્કારી ઉઠ્યો. જો એ લાત એના કરોડરજ્જુ ઉપર વાગી હોત તો એની કરોડરજ્જુ ભાંગીને બે ભાગમાં છુટી પડી ગઈ હોત એ નક્કી હતુ કારણ અજયે જાણે મોટા હથોડાનો ફટકો મારતો હોય એ ત્વરાથી વાર કર્યો હતો. મંગાને ત્વરીત ખ્યાલ ન આવ્યો કે અચાનક તેની સાથે શું બન્યુ. તેના પડખામાં કંઈક અથડાયુ હતુ અને પારાવાર દર્દથી એ ચીખી ઉઠ્યો હતો. તેના મગજમાં નશાનું સ્થાન દર્દે લઈ લીધુ હતુ અને પોતાના ડાબા પડખાને બે હાથ વડે દબાવતો એ ગડથોલીયું ખાઈને દરીયાની ભીની રેતીમાં ટુંટીયુ વાળીને પડ્યો. મંગાની ભયાનક ચીખ પેલી છોકરી અને બોસ્કીએ સાંભળી... એ છોકરીએ પોતાની પર્સમાંથી ગન કાઢી, પછી સાયલેન્સર કાઢ્યુ... સાયલેન્સરની નળીને ગનના ટોપચા પર ચડાવી... ચાંદની અજવાળી રાતમાં તે અજય અને મંગાને બરાબર જોઈ શકતી હતી... જમણા હાથમાં પકેડેલી ગનને નીચેથી ડાબા હાથનો સહારો આપ્યો અને ગન પોઈન્ટને આંખની લાઈનમાં લીધુ... ડાબી આંખ બંધ કરી જમણી આંખથી નિશાન સાધ્યુ... એ સમય દરમ્યાન અજય ગોળ રાઉન્ડ ફરીને મંગાની જમણી બાજુ પહોંચી ગયો હતો. નીચે ઝુકીને તેણે ટુંટીયાવાળીને પડેલા મંગાના વાળનો જથ્થો પોતાના હાથમાં પકડીને ખેંચ્યો... તે વાળ પકડીને મંગાને બેઠો કરવા માગતો હતો... પરંતુ મંગાનો નશો એક જ ઘા માં ઉતરી ગયો હતો. પહેલા તો મંગાને લાગ્યુ કે કોઈકે એની પીઠમાં મોટો વજનદાર પથ્થર ઘા કરીને માર્યો છે એટલે અડબીડીયુ ખાઈને તે પડ્યો અને થોડીવાર સુધી પડખામાં હાથ દબાવતો એમ જ પડ્યો રહ્યો હતો... તેની આંખોમાં પાણી ઉભરાઈ આવ્યા હતા. ભારે દર્દથી તેનો ચહેરો તરડાયો હતો. હમણા એનું પડખુ ફાટી પડશે એવું તેને લાગતુ હતુ. પરંતુ તે થોડીવારમાં સ્વસ્થ થયો હતો. તે જે ધંધામાં હતો એમાં ઘણીવાર તેણે બેરહમીથી પોલીસવાળાના હાથનો માર ખાધો હતો. મારથી તેનું શરીર ટેવાઈને ઘડાઈ ચૂક્યુ હતુ. એટલે તે જલ્દી રીકવર થયો હતો. એ કોઈ વ્યક્તિ હતો જે પાછળથી તેના ચહેરા તરફ આવ્યો હતો એ તેણે જોયું... તેના હાથ પડખામાંથી હટીને રેતીમાં ખૂંપ્યા અને જેવા પેલા વ્યક્તિએ તેના વાળ પકડીને તેને ઉભો કરવાની કોશીષ કરી એ સાથે જ તેણે મુઠ્ઠીઓમાં ભરેલી રેતી અજયના ચહેરા  પર ઉછાળી... ચાળણીથી ચાળેલી હોય એવી દરીયા કિનારાની ઝીણી રેતી અજયની આંખોમાં, મોં અને નાકમાં ભરાઈ અને અનાયાસ જ તેના હાથ મંગાના વાળ છોડીને પોતાના ચહેરા તરફ વળ્યા... મોઢામાં ભરાયેલી રેતી કાઢવા તે જોરથી થુંક્યો, નાક ફૂંગરાવ્યુ અને બન્ને હાથથી આંખો સાફ કરવા લાગ્યો... આ તરફ જેવો મંગાએ રેતની ઘા અજયના ચહેરા પર કર્યો એ સાથે જ તે ઉભો થયો. તેના પડખામાં સટાકો બોલ્યો. પરંતુ હવે તે આ તક ચુકવા માંગતો નહોતો... પાંચ કદમ દુર ઉભેલા આંખો ચોળતા અજય તરફ એ ભયાનક વેગથી ઘસ્યો... ‘‘પીટ’’... ક્યાંકથી એકદમ ધીરો અવાજ આવ્યો. મંગો કપાયેલા તોતીંગ ઝાડની જેમ અજયના શરીર ઉપર ઝીંકાયો. અજયને જે વાતનો ડર હતો એમ જ થયુ હતુ. તેને ખબર હતી કે મંગાએ તેને આબાદ છેતર્યો છે અને દરીયાની રેતી ઉછાળીને તેને નસીહત કરી નાખ્યો છે એટલે તે એના પર જરૂર ત્રાટકશેજ... અને તેમ થયુ પણ ખરું... મંગો ભારે વેગથી ઘસી આવ્યો હતો... મંગાના હલ્લાથી અજયના પગ એક બીજામાં અટવાયા અને તે પીઠભર રેતીમાં પટકાયો... મંગો તેના શરીર ઉપર છવાઈ ગયોહતો... અજયની આંખોમાં હજુ પણ રેતી તીરની જેમ ખૂંચી રહી હતી પણ તેણે એ સાફ કરવાની કોશીષ પડતી મુકીને બે હાથે મંગાને ખાળવાની કોશીષ કરી... તેના અચરજ વચ્ચે મંગો કોઈ જ એક્શન નહોતો કરતો... અજયે ધક્કો મારીને મંગાને પોતાના શરીરથી દૂર હટાવ્યો. નીચે નાખ્યો. માત્ર પાંચ-સાત સેકન્ડોમાં આ બન્યુ હતુ. અજયને આશ્ચર્ય થયુ કે મંગો અચાનક કેમ ખામોશ થઈ ગયો... કે પછી આ તેની કોઈ ચાલ છે... એ કેમ તેના પર હલ્લો કરતો નથી...?

પરંતુ... મંગો મરી ચૂક્યો હતો... ક્ષણભર પહેલા જીવતો જાગતો મંગો અત્યારે કાયમના માટે ખામોશ બની ગયો હતો. પેલી ઓરતે દુર નાળીયેરીના થડ પાછળથી મંગાને અજય ઉપર રેતી ઉછાળતા અને ઉભો થઈને તેના પર ઘસી જતા જોયો હતો. તે એક તક હતી અને એ મોકાનો તેણે લાભ ઉઠાવ્યો. એ લોકો તરફ નીશાન તાકીને ક્યારની તે ઉભી હતી અને જેવ ો મંગાને ઉભો થતા જોયો કે એ સાથે જ બંદુકના ટ્રીગર પર એની આંગળી દબાઈ... સાયલેન્સર ચડાયેલી બંદુકનો ‘પીટ...’ જેવો અવાજ થયો અને એમાં દબાયેલુ લોખંડ મંગાની પીઠમાં સમાઈ ગયુ. માતેલા સાંઢની જેમ ઘસેલો મંગો વાવાઝોડામાં મુખ સમેત ઉખડી જતા વૃક્ષની જેમ અજય ઉપર ફસડાઈ પડ્યો. એ ઓરતે તેનું કામ પુરુ કર્યુ. ગનને તેણે ફરી પાછી હેન્ડબેગના હવાલે કરી. સાવચેતીથી ત્યાંથી હોટલ તરફ ચાલી... બરાબર એજ સમયે બોસ્કીની નજર તેના પર પડી. બોસ્કીને તરત ખ્યાલ ન આવ્યો કે તે કોણ છે. અચરજ થી તે જોઈ રહ્યો. કદાચ આ તરફ કોઈ ટહેલવા નીકળ્યુ હશે એવુ તેણે વિચાર્યુ. છતા તેને આશ્ચર્ય તો થયુ જ તેણે એ ઓરત તરફથી નજર હટાવીને ફરી અજયની દિશામાં નજર દોડાવી.

અજયે પારાવાર ઝડપે મંગાને પોતાના શરીર ઉપરથી નીચે ધકેલ્યો હતો. આંખોમાં ખૂંચતી રેતીના મુરમના કારણે તેને આંખોના પોપચા હલાવવામાં પણ ભારે દર્દ થતુ હતુ. જાણે એક સાથે હજારો કાંટા તેની આંખોમાં ચૂભતા હોય એવુ લાગતુ હતુ. તેમ છતા તેનુ આશ્ચર્ય હજુ પણ શમ્યુ નહોતુ કે મંગો કેમ કોઈ પ્રતીક્રિયા કરતો નહોતો. આંખોના અધખુલ્લા પોપચામાંથી મહા મહેનતે તેણે જોયુ તો મંગો જ્યાં હતો ત્યાં જ સ્થીર થઈને પડ્યો હતો... તે કેમ હલ્લો કરતો નથી...? અજયને ડર લાગતો હતો કે કદાચ આ તેનો નવો પેંતરો ન હોય... નહિતર તે આમ રેતીના ઢગ ઉપર ઉંધે માથે શું કામ પડ્યો રહે... ગમે તે હોય પણ મંગો ખામોશ જરૂર પડ્યો હતો. આંખોમાં ભાલાની અણીની જેમ ખૂંચી રહેલી રેતીના કારણે આખરે બીજા બધા વિચારો પડતા મુકી હાથોથી પાણી ફંફોસતો તે દરીયા તરફ ચાલ્યો. આખરે તે પાણી સુધી પહોંચ્યો. થોડુ અંદર ઉતરીને તેણે દરીયાના ખારા પાણીની છાલકો આંખો ઉપર મારી રેતી સાફ કરવાની કોશીષ કરી... તેની આંખોમાં ખારા પાણીની છાલક ના લીધે લાહ્ય બળી બે-ચાર-દસ છાલકોમાં તેને થડી રાહત થતી અનુભવી.. ધીમે ધીમે તેની દ્રષ્ટી સુધરતી ગઈ એટલે ઝડપથી પાછો તે મંગા પાસે આવ્યો... અજવાળી રાતમાં બન્ને હાથ પગ ફેલાવીને મંગો દરીયાની ભીની રેતીમાં ઉંધે માથે પડ્યો હતો...

‘‘ઓહ માય ગોડ... હે ભગવાન...’’ અજયના મોમાંથી અનાયાસે શબ્દો સર્યા. તેની નજર મંગાની ફેલાયેલી પીઠ ઉપર હતી. મંગાએ પહેરેલા ઓફ-વાઈટ કલરના શર્ટ ઉપર લાલ ચટ્ટક ધાબુ ઉભરી આવ્યુ હતુ. આછા દુધીયા અજવાશમાં તે ધાબુ કંઈક વિચિત્ર લાગતુ હતુ. મંગાનું શર્ટ તેની પીઠ સાથે ચીપકી ગયુ હતુ આશ્ચર્યચકિત થઈને અજય અવાચકતાથી મંગાને તાકી રહ્યો. તેની સમજમાં કંઈ નહોતુ આવી રહ્યુ... મંગો મરાયો હતો... પરંતુ કેવી રીતે ? ખરેખર આ ભયાનક હતુ... ગમે તે કારણોસર મંગો મોતને ભેટ્યો હતો અને તે પોતે એક લાશ પાસે ઉભો હતો એ હકીકત તેના જહેનમાં સમજાણી ત્યારે તે થથરી ઉઠ્યો... બે-પાંચ પળ એ જ અવાચકતામાં વીતી અને પછી અચાનક તેને વાસ્તવીકતાનું ભાન થયું. કોઈકે તેને ફસાવવા ભયાનક ચાલ ખેલી હતી એ તેના જહેનમાં ઉતર્યુ. વધુ સમય તે અહી મંગાની લાશ પાસે ઉભો રહીને વિચારી શકવાની સ્થિતિમાં નહોતો કારણ કે જો કોઈ તેને જોઈ જાય તો મુસીબત ઉભી થયા વગર ન રહે. સમય બગાડ્યા વગર તે રીસોર્ટ તરફ ચાલ્યો... પગની સાથે સાથે તેનું દિમાગ પણ ઝડપથી ચાલી રહ્યુ હતુ... મંગો માર્યો ગયો હતો. તેણે પોતે તેને નહોતો માર્યો... ખુલ્લા આકાશ નીચે એવી કોઈ ચીજ પણ તેણે નહોતી જોઈ કે જે મંગાને અચાનક વાગી જાય અને તે આમ સાવ તરત જ મરી જાય... તો શું થયુ હશે...? ઓહ... તેનાથી વિચારી નહોતુ શકાતુ. તો... શું કોઈ તેનો પીછો કરી રહ્યુ હશે...? કોણ એ જાણતુ હતુ કે હું મંગાની પાછળ જઈ રહ્યો છુ...? દુરથી કોઈકે મંગાની પીઠ પાછળ વાર કર્યો છે. તેનો મતલબ તો એ જ હોઈ શકે કે જરૂર પીસ્તોલનો ઉપયોગ થયો હોવો જોઈએ... કોઈકે દુરથી જ મંગાને ઠાર માર્યો હોવો જોઈએ... પરંતુ કોણે...? પરંતુ તો પછી કેમ તેણે પીસ્તોલનો ધડાકો નહોતો સાંભળ્યો...? કે પછી એ ગોળી મારા માટે હતી...? અને આ બધી ઘટનાઓમાં સૌથી ભયાનક તો એ હતુ કે કોઈક એવી વ્યક્તિ છે કે જે તેની સઘળી હિલચાલનું બારીકાઈથી ધ્યાન રાખી રહ્યુ છે... તો જ આ શક્ય બને. કોણ હશે એ...? સવાલો... સવાલો... સવાલો... સવાલોથી તેનું મગજ ભરાઈ ગયુ. ઘણાબધા પ્રશ્નો, ઘણાબધા જવાબો તેના મનમાં ઘુમરાઈ ઉઠ્યા. સૌથી પહેલાતો એ સલામત રીતે બીજા કોઈની નજરોમાં આવ્યા વગર હોટલમાં પહોંચી જવા માંગતો હતો. તેણે ચાલવાની ઝડપ વધારી...

તેને ખબર હતી કે સવારે જરૂર હોબાળો મચશે. પોલીસ ને જાણ થશે જ... ચારે બાજુ તપાસ પણ ચાલુ થશે. થોડી ઘણી ખળભળાટી પણ મચશે... છતા મનમાં પ્રછન્ન આશાવાદ એ હતો કે સવાર સુધીમાં દરીયાની લહેરો મંગાની આસપાસની તમામ હિલચાલને ભુંસી નાખશે અને પોલીસને તેના વિરુદ્ધ કોઈ સબુત મળશે નહિ... તેણે ઝડપ વધારી. હોટલના બીચ તરફના ગેટમાંથી તે અંદર દાખલ થયો અને રીશેપ્શન પરથી પોતાના માટે અલગ ફાળવાયેલા સ્યૂટની ચાવી કલેક્ટ કરી તે લીફ્ટમાં ઘુસ્યો. ત્રીજા માળે પહોંચી ઝડપથી તે પોતાના કમરામાં ઘુસ્યો...

આ તરફ બોસ્કી પણ અજયની પાછળ હોટલમાં આવ્યો... એક વાત તેની સમજમાં નહોતી ઉભરતી કે મંગો કેમ સાવ અચાનક ખામોશ થઈ ગયો હતો...? તેણે માથુ ખંજવાળ્યુ... તેના માટે એ તપાસનો વિષય હતો…

***