( ગયા ભાગ માં આપણે જોયું કે આદિત્ય અને સમીર બંને બાળપણ ના મિત્રો હતા. સમીર મુંબઈ છોડી ને જગતપુરા રહેવા જતો રહ્યો અને આદિત્ય ના માતા - પિતા નું અવસાન થતાં તે અનાથ બની ગયો હતો. આદિત્ય કેફે માં પાર્ટ ટાઈમ જોબ કરી ને પોતાનું ગુજરાન ચલાવતો હતો. કોલેજ માં વેકેશન હોવા થી વર્ષો બાદ આદિત્ય સમીર ના ઘરે વેકેશન કરવા જઈ રહ્યો હતો. પણ ગામ ના બસ સ્ટેન્ડ પાસે પહોંચતા ત્યાં નું વિકરાળ દૃશ્ય જોઈ ને આદિત્ય ને અજીબ લાગતું હતું... )
હવે આગળ...
બને મિત્રો ઘર તરફ જઇ રહ્યા હતા. જતા જતા આદિત્ય એ ફરી એક વાર પાછળ હવેલી તરફ જોયું. આદિત્ય ને હજી પણ મન માં એવા વિચારો આવી રહ્યા હતા કે જાણે તેને આ હવેલી ને પહેલા ક્યાંક જોઈ છે. બને મિત્રો ચાલી ને ગામ ના ઝાંપા સુધી પહોંચ્યા. એટલા માં સમીર બોલ્યો. " જો, આદિત્ય આ અમારું નાનકડું ગામ અહીં થઈ શરૂ થાય છે. જોવા માં તો નાનકડું એવું છે. પણ અંદર થઈ બહુ જ સુંદર છે. તું અહીંયા થોડા દિવસ રહીશ એટલે તને બહુ જ ગમશે. અને મને વિશ્વાસ છે કે તું મુંબઈ ને પણ ભૂલી જઈશ. આદિત્ય અને સમીર ગામ તરફ ચાલવા લાગ્યા. સમીરે જે પ્રમાણે ગામ ના વખાણ કર્યા હતા ગામ તે પ્રમાણે એટલું જ સુંદર હતું. મોટો એવો ગામ નો પ્રવેશદ્વાર જે કેટલાય વર્ષો જૂનો હતો. પ્રવેશદ્વાર બહુ જ જૂનો હોવા ના કારણે ઝરઝરીત થઈ ગયો હતો. જાણે હમણાં પડશે એવું લાગી રહ્યું હતું. પ્રવેશદ્વાર ની અંદર જતા જ બાજુ માં શંકર ભગવાન નું મંદિર હતું. મંદિર ખૂબ જ જૂના પથ્થરો માંથી બનાવેલું હતું. અને તેનું કોતરણી કામ બહુ જ ધ્યાનપૂર્વક કરવામાં આવ્યું હતું. કે જેના લીધે કોઈ પણ માણસ તેમાં ભૂલ શોધી શકે એમ નહોતું. કોઈ પણ માણસ નું મન મોહી જય તેવું આબેહૂબ મંદિર બનાવવામાં આવ્યું હતું.
" આ મંદિર 200 વર્ષ જૂનું છે. છતાં આજે પણ આ મંદિર અહીં અડીખમ ઉભું છે. ભગવાન ની દયા થી આજે પણ આ મંદિર પહેલા જેવું જ છે. " સમીરે આદિત્ય ને ગર્વ થઈ કહ્યું. ચાલ ભાઈ આપડે જતા પહેલા મંદિર ના દર્શન કરતા જઇયે.
સમીર અને આદિત્ય મંદિર ની અંદર પ્રવેશે છે. મંદિર અંદર થી ખૂબ જ જૂનું લાગી રહ્યું હતું. પણ ભગવાન ની દયા અને લોકો ની શ્રદ્ધા થી આજે પણ અડીખમ હતું. મંદિર ની અંદર મોટી શંકર ભગવાન ની મૂર્તિ હતી. બંને એ મંદિર માં દર્શન કર્યા અને બહાર આવ્યા. " ચાલ આદિત્ય, હવે આપણે સીધા ઘરે જઇયે પછી સાંજે હું તને ગામ માં ફરવા લઈ જઈશ. બને ઘર તરફ ચાલવા લાગ્યા. રસ્તા માં જતા - જતા લોકો ના ઘર આવતા હતા. અહીંયા ની દુનિયા આદિત્ય ને થોડી જુદી જ લાગી રહી હતી. આદિત્ય ને લાગી રહ્યું હતું કે જાણે એને પહેલા ક્યારેય આ બધું જોયું હશે. ધીમે - ધીમે બંને ના ડગલાં સમીર ના ઘર તરફ ચાલી રહ્યા હતા. બને ચાલતા - ચાલતા સમીર ના ઘરે પહોંચી ગયા. સમીર નું ઘર બહુ જ મોટું હતું. ઘર ના મુખ્ય દરવાજા માં દાખલ થતા જ ફળિયું આવતું હતું. ફળીયા ની સામે એક બીજો પણ દરવાજો હતો જેના પર તાળુ મારેલું હતું. મુખ્ય દરવાજા ની અંદર જતા જ ઉપર એક મેળો હતો અને બાજુ માં મેળા પર જવા ની સિડિ હતી. ફળીયા માં થોડી ખુલ્લી જગ્યા હતી જ્યાં ફળ - ફૂલ વાવેલા હતા. ફળીયા થી થોડે ઉપર અને સિડી ની બાજુ માં ઓસરી હતી. ઓસરી માં સામે ના ભાગે નાનું એવું રસોડુ હતું અને બાજુ માં બીજી એક રુમ પણ હતી. આદિત્ય અને સમીર ઘર માં દાખલ થયા. સમીર ના મમ્મી બંને ની રાહ જોઈ ને જ બેઠા હતા. આદિત્ય તેમને મળ્યો અને બંને ફ્રેશ થઈ ને જમવા બેઠા . જમ્યા પછી બધા સાથે બેઠા અને એકબીજા ના સુખ - દુઃખ ની વાતો કરવા લાગ્યા. એટલા માં સમીર ની મમ્મી બોલી - " સમીર, આદિત્ય ને આપણું નાનું એવું ગામ દેખાડ્યું કે નહીં ?? "
સમીર - " હા મમ્મી, અમે લોકો સાંજે જવાના જ છીએ ગામ માં ફરવા માટે. "
વાત - વાત માં અચાનક જ આદિત્ય ની નજર ફળીયા માં તાળું મારી ને બંધ કરેલા બારણાં પર પડી. આદિત્ય એ સમીર ને પૂછ્યું કે આ બારણું કેમ બંધ છે ?
સમીર - આ તો ખાલી એમ જ બંધ છે.
અચાનક આદિત્ય ની નજર બારણાં ના તાળાં પર મંત્રોચ્ચાર થઈ સિદ્ધ કરીને બાંધેલા દોરાઓ પર પડી. હવે તેના થઈ રહેવાયું નહીં એટલે તેને પૂછ્યું કે આ તાળાં પર દોરાઓ કેમ બાંધેલા છે ?
સમીર - એ તો મને પણ નથી ખબર, પણ ખાલી એટલી ખબર છે કે બારણાં ની પાછળ ની બાજુ એક શેરી છે અને ત્યાં ભૂત - પ્રેત નો સાયો છે. અને તે અંદર ના આવે એટલે તે મંત્રોચ્ચાર થઈ સિઘ્ધ કરેલા છે. પણ આ તો અમારા અહીંયા રહેવા આવ્યા ના પહેલા થી બાંધેલા છે. આમ તો હવે તે બાજુ કોઈ બીક રહી નથી અને મેં તો ઘણા સમય થી સાંભળ્યું પણ નથી કે ત્યાં કોઈ એ ભૂત જોયું હોય. એટલે ડરવા જેવી કોઈ વાત નથી. આ તો ગામ વાળા કહે છે કે ત્યાં આવું કંઇક છે. પણ બને ત્યાં સુધી તું ત્યાં જવાનું ટાળજે. અને ચાલ હવે તું આરામ કર થોડી વાર પછી આપણે ગામ માં ફરવા જઈશું.
સાંજ ના 05:30 જેવું થયું બન્ને મિત્રો આરામ કરી ને ઉભા થયા. અને ગામ માં ફરવા માટે નીકળ્યા. સાંજ નું વાતાવરણ બહુ જ સુંદર અને રમણીય લાગી રહ્યું હતું. અને એમાં પણ ગામડા નું વાતાવરણ એટલે કાઈ બોલવાનું આવતું જ નથી. નાના - નાના રસ્તાઓ હતા જે માટી વાળા હતા. ગામડા નો વિકાસ ના થયો હોવાને લીધે હજુ સુધી પાકા રસ્તા ઓ બન્યા નહોતા. આજુ બાજુ માં નાના અને જૂના અડીખમ મકાનો હતા. બંને ચાલતા - ચાલતા બજાર માં પહોંચ્યા. આમ કહીએ તો એટલી બધી મોટી પણ નહોતી આ નાનકડા ગામ ની બજાર કે નહોતી એટલી બધી ભીડ. પણ નાનકડા ગામ માં પણ લોકો ની જીવન જરૂરિયાત ની વસ્તુઓ મળી શકે એવું હતું. અહીં ના બધા લોકો ખૂબ જ સિધુ સાદું જીવન જીવવા વાળા હતા. નહતો કોઈ ને ઘમન્ડ કે નહોતો રુઆબ. સુખ - દુઃખ માં એક બીજ ને સાથ આપતા અને સંપીને રહેતા. આદિત્ય ને હવે શહેર અને ગામડા વચ્ચે નો તફાવત સમજાઈ રહયો હતો. ક્યાં એ શહેર ના વ્યસ્ત લોકો જેમને પોતાના પરિવાર માટે પણ સમય નથી હોતો અને ક્યાં આ ગામડા ના લોકો જે પોતાના પરિવાર સાથે ઓછી આવક માં પણ પોતાનું જીવન વિતાવી શકે છે. આદિત્ય ને અહીંયા નું જીવન ખૂબ જ ગમી ગયું. તેને થયું કે કદાચ હું પણ અહીંયા રહી શકેત અને આવી રીતે સુખે થી પોતાનું જીવન વિતાવી શકેત. બંને મિત્રો બજાર માં ખૂબ જ ફર્યા અને ઘેર ગયા. ઘરે જતા રાત ના 8 વાગી ગયા હતા. બંને ને ભૂખ પણ બહુ લાગી હતી. અંધારું થઈ જતા અને ગામડા ના રસ્તા પર લાઈટો ના હોવાથી રસ્તા ઓ ભયંકર લાગી રહ્યા હતા. પણ સાથે - સાથે લોકો ના ઘર માંથી આવતા આછા પ્રકાશ ના લીધે સુંદર પણ લાગી રહ્યા હતા. બને મિત્રો ઘરે જઈ ને જમવા બેઠા અને જમી ને સુવા ની તૈયારી કરવા લાગ્યા. બંને સુવા માટે મેળા પર ગયા . બંને એક - બીજા ની લાઈફ વિશે વાતો કરી રહ્યા હતા. અને પોતાની વાતો માં એટલા ખોવાઈ ગયા કે ખબર જ ન પડી કે ક્યારે રાત ના 12:00 વાગી ગયા.
સમીર - આદિત્ય હવે તું સુઈ જા મોડી રાત થઈ ગઈ છે અને આમ પણ તું થાકી ગયો હશે.
અને બંને એ સુવાનું નક્કી કર્યું. રાત ના 2 વાગવા આવ્યા હતા અને સમીર તો સુઈ ગયો હતો પણ આદિત્ય ને હજુ સુધી ઊંઘ નહોતી આવી રહી હતી. તેની નજર વારંવાર ફળીયા માં રહેલા દરવાજા પર જઇ રહી હતી જેને મનત્રોચ્ચાર થી સિદ્ધ કરી ને બંધ કરી દેવામાં આવ્યો હતો. તે વિચારી રહ્યો હતો કે એવું તો શું કારણ હશે કે જેના લીધે આ દરવાજો બંધ કરવામાં આવ્યો હશે. આવા માં જ આદિત્ય ને કોઈ ધીમો અવાજ સંભળાયો. આ અવાજ કોઈ ના પગ ની ઝાંઝરી નો હતો. આદિત્ય ધીમે - ધીમે આ અવાજ તરફ વધ્યો. એને જોયું તો આ અવાજ મેડી માં રહેલી બારી પાસે થી આવી રહ્યો હતો જે ઘર ની બહાર શેરી માં ખુલતી હતી. આદિત્ય ને ડર તો લાગી રહ્યો હતો છતાં પણ તે ધીરે ધીરે બારી તરફ આગળ વધ્યો. આદિત્ય એ જેવી બારી ખોલી કે જોયું બહાર તો કોઈ પણ નહોતું. છતાં પણ ઝાંઝરી નો અવાજ આવી રહ્યો હતો. હવે આદિત્ય ના દિલ ના ધબકારા વધી ગયા હતા. તે પથારી માંથી ઉભો થયો અને ઘર નું બારણું ખોલી ને બહાર ગયો. બહાર જઇ ને જોયું તો કોઈ જ નહોતું. તેને આજુ - બાજુ પણ નજર કરી. પણ કોઈ દેખાયું નહીં. તે ફરી પાછો મેળા પર આવ્યો અને પથારી માં આવી ને સુઈ ગયો. તે વિચારી રહયો તો કે આ એની સાથે શુ થઈ રહ્યું છે ?
તે જ્યારે થી અહીંયા આવ્યો ત્યાર થી એને કાઈ અલગ જ વિચારો આવી રહ્યા હતા આ ગામ વિશે. આવા વિચારો કરતા કરતા તેને પોતાની આંખો બંધ કરી. હજી થોડી વાર જ થઈ છે ત્યાં તો આદિત્ય ને લાગ્યું કે તેના પર ચડી ને કોઈ બેસી ગયું છે. અચાનક તેના શરીર પર વજન વધી ગયો. જાણે તેના બંને હાથ અને પગ કોકે પકડી રાખ્યા અને જકડી લીધા. તેના ગળા માંથી અવાજ પણ નહોતો નીકળતો તે પોતાની જાત ને છોડાવવા માટે પ્રયત્નો કરી રહ્યો હતો પણ સામે ની શક્તિ સામે તે મજબુર હતો.....
to be continued...
◆ કોણ હતું એ જે આદિત્ય પર ચડી બેઠું હતું ?
◆ પછી આદિત્ય સાથે શુ - શુ થયું ?
◆ શુ આદિત્ય ત્યાં થઈ છૂટી શકશે ?
આ બધા સવાલો ના જવાબ જાણવા માટે તમારે રાહ જોવી પડશે આગળ ના ભાગની.....
( આપ પોતાના પ્રતિભાવો મને 7201071861 - વોટ્સએપ અથવા anandgajjar7338@gmail.com પર મોકલી શકો છો. )