લેખક
હું કલ્પેશ દિયોરા મેં બે લવસ્ટોરી બુક લખી છે દરિયા કાંઠેની સમ અને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ, હું કોણ છું? હું ક્યાંથી આવુ છું એ મને ખબર નથી, પણ, હું એક ઈશ્વરનો પુત્ર છું......
અર્પણ.....
જેમની અંદર ઈશ્વરની એક સુગંધ છે એવા મારા બધાજ મિત્રોને..…
આ પુસ્તક કે તેનો કોઇ પણ અંશ કોઇ પણ પ્રકારે કોઇ પણ માધ્યમથી જાહેર કે ખાનગી પસાર /વ્યવસાયિક તથા બિનવ્યવસીયિક હેતું માટે ઈન્ટરનેટ (ડીજીટલ) ઓડીયો- વિઝયુવલ સ્વરૂપમાં લેખક - પ્રકાશનની લેખિત પરવાનગી વિના ઉપયોગમાં લેવો ગેરકાનુની છે.
@કલ્પેશ દિયોરા
આ પુસ્તકના બધા જ અધિકાર લેખકના હસ્તક છે.
પૃફ રીડીંગ - કાજલ દિયોરા, ભુમી પંડયા
કવર ડીઝાઇન - મિલન હિહોરીયા
પ્રકાશક - કલ્પેશ દિયોરા
પુસ્તક વિશેની સંપુણઁ માહિતી માટે..
Diyorakalpesh.blogspot.com
Kalpeshdiyora.wordpress.com
લેખકના શબ્દો.....
રાત્રીનાં ચાર વાગી ગયા હતા
હુ પથારીમાં સૂતો હતો પણ, મને નિંદર નોહતી આવી રહી..
મને કોય જગાડી રહયૂ હતું મને ખબર ન હતી કે તે વ્યકતી કોણ હતી પણ મારી નિંદર તે ખરાબ કરી રહયુ હતુ.....
મને કોય કહી રહીયુ હતુ...
તુ જાણે છે તુ કોણ છે? અને તુ કયાથી આવે છે?
મે “ના” મા જવાબ આપ્યો .
પણ તું કોણ મને કેહવા વાળો કે મને પુછવા વાળો??
અને તું કયાથી આવે છો?
હું ઈશ્વર ?
મારી આંખ થોડી વધારે ખુલી..
આખા રૂમમાં અજવાળું અજવાળું હતુ....
મને ડર લાગી રહ્યો હતો.
મે સવાલ કરો
જો તમે ઈશ્વર હો તો તમે મને દેખાય કેમ નથી રહયા?
તુ આંખ બંધ કર હૂં તારી સામે જ છુ.
મે આંખ બંધ કરી એટલું તેજ હતું કે હુ જોઇ ન. શકયો.
તરત જ મેં આંખ ખોલી નાખી…
તો શું તમે ઈશ્વર છૉ..
હા” હું ઈશ્વર છુ...તું જાણે છો તું કોણ છે?
હું તને કેહવા માટે આવ્યો છું..
તું મારૂ સંતાન છે..
આ પૃથ્વી પર મેં તને જન્મ આપ્યો છે.
તુ એમ વિચાર કરીશ કે જન્મતો મારા માતા-પિતા એ આપ્યો પણ તું યાદ રાખજે તેમને પણ જન્મ મેં જ આપ્યો છે.
તો તમે મને કેહવા શું માંગો છો?
તું મારો પુત્ર છે.
તુ પૃથ્વી પર તારૂ મનગમતું કામ કર અને મને ગમતું કામ કર..
તું જે કામ કર તે લોકોના કલ્યાણ માટે હોવું જોઇએ..
હું તારા પર પ્રસન્ન થઇશ અને તું જે કામ કરીશ તેમાં પુરે પુરો સાથ મારો હશે.
મારી આંખ થોડી વધારે ખુલી હું ઝબકી ગયો સવાર પડી ગઇ હતી.
સવાર પડતા જ મેં પેન અને નોટ હાથમાં લીધી અને લખવાની શરૂવાત કરી. તે મારૂ મનગમતું કામ હતું.
હું જાણતો ન હતો કે હું શું લખી રહયો છુ પણ મારી કલમ અને ઈશ્વર પર મને પુરે પુરો ભરોસો હતો..
કેમકે હું એક ઈશ્વરનું સંતાન હતો.....
લી.કલ્પેશ દિયોરા.....
પ્રારંભીક....
હા, તમે માનો કે ન માનો પણ તમે એક ઈશ્વર સંતાન છો.
માનવી જીવનમાં કઇ પણ કરી શકે છે.
જો તે ધારે તો...??
આ પુસ્તકમાં હું તમને વાત કરી રહ્રયો છુ.
એક છોકરીના જન્મથી મુત્યુ સુઘીની એક સફરની....
ઘણા લોકો જિદંગીના સફરનો આનંદ લેતા હોય છે.
ઘણા લોકોને જીદંગીના સફરનો આનંદ લેવામા રસ પણ નથી હોતો.
તે તેનાં જીદંગીના વર્ષ તેની વ્યસત જીદંગીમા પસાર કરવા માંગતા હોય છે.
સામાન્ય રીતે જીદંગીમા એવું બનતું હોય છે કે કોય છોકરાનો જન્મ થાય તે ભણીગણી મોટો થાય,
તે પછી તે કોઈ નોકરી ગોતી લેશે ત્યાર પછી તે કોઈ સારી છોકરી ગોતી લગ્ન કરી લેશે..
એક –બે વષૅ પછી સંતાન થાય તે પછી પતિ-પત્ની સુખેથી જીવશે ત્યાર પછી ધીમે ધીમે ઘડપણ અને પછી મૃત્યુ .
તમે કેહેશો કે આ સરસ જીદંગી છે પણ આ તમારી જીદંગી નથી...
જીદંગી એવી રીતે જીંવી જોય કે તમે કોઈને કામ આવો તમારા ગયા પછી લોકો તમને યાદ કરે..
જે લોકોને જીદંગીમાં કશું કરવું જ નથી એ લોકો ઉપર કીધું તે પ્રમાણે તેની નોર્ર્મલ જીદંગી જીવે છે..
પણ જે લોકોને પોતાની જીંદગીમાં કઇક બનવું છે તેને કંઇક અલગ રીતે પોતાની
જીંદગી જીવી પડશે......
***
અલિશા
જન્મથી મૃત્યુ સુધીની એક પ્રેરણાત્મક કથા
લી.કલ્પેશ દિયોરા
ભાગ-૧
“અલિશા અર્થ ઇશ્વરને સમપિઁત”
જયારે તમે પૃથ્વી પર જન્મલો છો.
અને તે પછી તમે પૂથ્વી પર જ મુત્યુ પામૉ છો
આ બે લીટી વચ્ચેનો સમય તમારે ઈશ્વરને સમપિઁત કરવો જોયે...
કેમકે તમે એક ઈશ્વરના સંતાન છો...
એક નાનકડા એવા ગામમાં એક પુત્રીનો જન્મ થયો અતિ સુંદર છોકરી હતી..
તેનું એક સ્મીત તેના માતા-પિતાને ખુશ કરી દેતું હતું તેના માતા-પિતા થોડુ ભણેલા હતા.
છૉકરીના માતા-પિતાને ઇચ્છા એવી હતી કે મારી છોકરી જન્મથી જ તેને ગમતી વસ્તુ કરે..
અમારો તે છોકરી પર કોય અધીકાર નથી ,અમને ભગવાને ઘડયા છે તેમ તેને પણ ભગવાને ઘડી છે..
જો હું કઈ કહીશ તો પણ એ બદલાય નથી જવાની કેમકે તે મોટી થશે ત્યારે તેને બધી ખબર પડવાની જ છે, અમારો હક નથી તેની જીંદગી છીનવી લેવાનો...
તેનું ઘ્યાન રાખવા વાળો ઇશ્વર છે....જ
તે તેની જ પુત્રી છે.
અમારૂ કામ ફકત તેનું ઘડતર કરવાનું છે..
પુથ્વી પર જયારે ઈશ્વર જન્મ લે છે ,ઈશ્વર નું ઘડતર તેના માતા-પિતા કરે છે.
મારું તો કામ તેનું ઘડતર કરવાનું છે.
પૃથ્વી પર જ્યારે ઇશ્વર જન્મ લે છે તેનું ઘડતર તેનાં માતા- પિતા કરે છે.
એ પછી ઇશ્વર જ નક્કી કરે છે કે મારે મનુષ્યનું કલ્પાણ કઈ રીતે કરવું તેમ મારી દીકરી પણ તેનું ભવિષ્ય તે જ નક્કી કરશે.
થોડાક દિવસોમાં જ તે પુત્રીનું નામ રાખવામાં આવ્યું અલિશા ..
અલિશાનો અથઁ થાય છે (ઇશ્વર માટે સમર્પિત )
અલિશા ધીમે ધીમે મોટી થઇ રહી હતી,તેનાં માતા-પિતાને અલિશા પર ગર્વ હતો.
કેમકે તે નાનપણથી જ બુદ્ધીશાળી અને સુંદર હતી.
તેને જોય તેના પર લોકો આકષીઁત થતા હતા
અલિશા ને જે વસ્તું જોયે ત્તે આપવામાં આવતું હતું ....
અલિશા ધીમે ધીમે હવે પાંચ વર્ષની થવા આવી હતી..
અલિશાને હવે કોઇ સારી સ્કુલમાં એડમિશન લેવાનું હતું.
પણ,એલિશાનાં માતા-પિતાઍ નક્કી કર્યું.
કે જો તે હા, પાડશે તો જ તેને સ્કુલમાં મુકવામાં આવશે અલિશાને પુછવામાં આવ્યું કે તારે સ્કુલ જવું છે .
અલિશા એ તરત જ ના પાડી દીધી.
અલિશાના માતા- પિતાએ નક્કી કર્યું કે તેને આપણે કોય સ્કુલમાં નહી મુકવી....
અલિશા ને બીજે દિવસે કહેવામાં આવ્યું તને તારી માતા ઘરે અભ્યાસ કરાવી શકે ?
અલિશાને તો બસ તેની માતાનો પ્રેમ જોતો હતો.
એલિશા ઍ તરત હા,પાડી માતા ખુશ થઇ ગઇ કેમ કે અલિશાની માતા ને ડર હતો જો ના પાડશે તો તે કદી નહી ભણી શકે.
અલિશાને કાલથી તેની માતા ભણાવવાનું શરૂ કરવાની હતી
રાત્રે અલિશાની માતા કઇક વિચારી રહી હતી.
તેને નિંદર નોહતી આવી રહી અલિશાની માતાને એક સ્વપ્ન આવ્યું કે મારી દીકરીને હું કઈક અલગ શિક્ષણ આપીશ તેને કઇક અલગ બનાવીશ.
જે લોકો ભણે છે તેનાંથી અલગ જ સવાર પડતા જ તેમણે નક્કી કરી રાખ્યું હું તેને એ રીતે નહી ભણાંવું કે લોકો જે રીતે ભણે છે,
સવારમાં વહેલા જાગી અલિશાને તૈયાર કરી મેં કહ્યું ચાલ અલિશા હું આજ તને ભણાવીશ
અલિશા તૈયાર થઈ ગઈ ,
અલિશા ને ખબર પણ ન હતી કે ભણતર કેવું હોય ...
અત્યારના સમયમાં નાના બાળકોને શું ભણવવામા આવે છે તે ખબર જ નથી પડતી....
બાળકને ખબર જ નથી હોતી કે ભણતર શું છે..
સવારમાં વહેલા ઉઠી ૫ કિલોનો થેલો લઇ તૈયાર થઇ જાય..
સ્કુલેથી ઘરે આવીને સીધા કલાસીસમા.,,
એ પછી કરાટે કલાસીસ શરુ થાય..
એ પછી ડાન્સ કલાસીસ શરુ થાય..
બાળકની જીંદગી લોકો નવી છીનવી રહયા છે...તેને જીવવાદો,
બાળકને કમળની જેમ ખીલવાદો...
અલિશાની માતા એને એક સરસ મજાનાં ગાર્ડનમાં લઈ ગઈ,
અલિશાને રમવા માટે થોડાક રમકડાં આપ્યાં ,
અલિશાની માતા અલિશાને નિહાળી રહી હતી,
ઈશ્વર આપણી અંદર એવી કોઈ વસ્તું મૂકી હોય છે કે તમે દુનિયામાં આવીને તેની પર તમે તમારું મનગમતું કામ કરી આગળ વધી શકો.
અલિશાની માતા અલિશાને નિહાળી રહી હતી,
તેની માતા સતત પંદર દિવસ સુધી અલિશાને જે રમકડે રમવું હોય તેનાંથી રમવા દીધી.
તે નીહાળી રહી હતી,
અલિશા પંદર દિવસ રમકડાથી રમી તેના પરથી તેની માતા એ નક્કી કર્યૂ કે સૌથી વધુ રસ મારી દીકરીને કોયની સાથે વાત કરવામાં છે..
તે પંદર દિવસ એક જ ઢીંગલી સાથે વાત કરી રહી હતી તેની સામે ટ્રેન, વિમાન ,એવા ઘણા બધા રમકડા હતા,પણ અલિશા તે ઢીંગલી સાથે જ વાત કરી રહી હતી, હું તેને સાડી પહેરાવીશ, હું તેને માથું ધોય આપીશ, હું તેને ડે૨સ બદલી આપીશ
હું તને નવરાવી આપીશ,
અલિશા ઢીંગલી સાથે વાત કરી રહી હતી..
સૉળમા દિવસે અલિશાની માતા એ ઢીંગલી સંતાડી દિધી..
અલિશા થોડી વાર આમ તેમ ફરી પણ ઢીંગલી તેને મળી નહી....
થોડીવાર તેની માતાની સામે જોવે થોડી વાર રમકડામાં જોવે...
અલિશાની માતાને ખબર પડી ગઇ કે અલિશા ઢીંગલી શૉઘી રહી છે..
તરત જ એક બાજુના ખુણામાં અલિશાની માતા એ ઢીંગલી મૂકી દીધી..
અલિશા ઢીંગલી જોતા જ રાજી રાજી થઇ ગઈ......
જીવનમાં પણ એવું જ બંને છે તમને તમારી મનગમતું વસ્તુ નહી મળે એટલે તમે નાસીપાસ થઇ જશો....
પણ' જેવી તે વસ્તુ મળી જાય એટલે ખુશખુશાલ થઇ જાઑ..
અલિશાની માતાને ખબર પડી ગઇ કે મારી દીકરીને ઢીંગલી બોહૂ જ વાલી છે..,
તે બજારમાંથી એ.બી.સી.ડી બોલતી ઢીંગલી લઇ આવી.
અલિશાની માતા એ અલિશાને કહ્યું બેટા આ ઢીંગલી બોલે છે,તારી સાથે વાત કરવા માંગે છે..
એ બોલે તેમ તું બોલ....
અલિશા તો જેમ ઢીંગલી બોલે તેમ જ બોલવા લાગી...
અલિશા માત્ર ત્રણ દિવસમાં એ.બી.સી.ડી બોલવા લાગી...,
જો તમે તમારું મનગમતું કામ લઇ તેની અંદર તમે કોઇ પણ કામ કરશો તો તમને જરૂર સફળતા મળશે...
તમે તે કામને વળગી રહેશો અને તમને નિરાશ થવાનો સમય પણ નહી મળે..,,
જીવનમાં લોકો પોતાના મનગમતાં કામ નથી કરતા એટલા માટે હેરાન થવાના દિવસો તેમને જોવા પડે છે તમે જે કામ કરો તે બેસ્ટ કરો
તમે બેસ્ટ ક્યારે કરી શકશો જ્યારે તમે જે કામ કરો છો તે તમને ગમતું હશે તો જ.,
નહી તો નહી..
અલિશા માત્ર દસ વષઁની ઉંમરમાં હિન્દી,ગુજરાતી અને અંગ્રેજી ત્રણ ભાષામાં લખતા વાંચતા અને બોલતા શીખી ગઇ...
બસ એક જ કારણ કે તેને ઢીંગલી સાથે વાત કરવી ગમતી હતી..,
તે બોલે તે અલિશાને ગમતું હતું.
અલિશા ધીમે ધીમે મોટી થઇ રહી હતી.
અલિશા મોટી તો થઇ ગઇ હતી પણ અલિશા તેની જીંદગી માં શું કરવા માંગે છે તે તેની માતાને જાણવું હતું.