વોટસ અપ
વોટસ અપ માં અટર પટર મત કર,
ફેશ બુક માં ટગર ટગર મત કર.
શાને ફાફા મારયા જ કરે છે ?
વી ચાટ માં અવર જવર મત કર.
સોશિયલ સાઇટ નું ઘેલું લાગયું,
ટેલીગ્રામ માં હર ફર મત કર.
કેટલી ઊભી છે રાહ જોઇ ને ?
લાઇન માં અદલ બદલ મત કર.
ઈ બુક વાંચ્યાં કરે છે દરરોજ,
હેગ આઉટ માં અગર મગર મત કર.
યાહુ, જીમેઇલ થી થાકી ગઇ કે શું ?
ટવીટર પર ટક ટક ટક મત કર.
ચોવીસ કલાક મંડી રહે છે કેમ ?
સ્કાય પી માં પટર પટર મત કર.
કવિતા ના ઝાડ ઉગ્યાં છે,
શબ્દો ના પાન ઉગ્યાં છે.
ઘુંટડા બે લગાવી સજન,
દારૂ ના જામ ઉગ્યાં છે.
હૈયા ના હેત થી સીચ્યાં,
વ્હાલ ના ધાન ઉગ્યાં છે.
દેશની પ્રગતી માં જુઓ,
લોકોમાં જ્ઞાન ઉગ્યાં છે.
આગ ઉઠી છે ચારે બાજુ,
બાગમાં રાન ઉગ્યાં છે.
રાન – રણ
કયાંય એકાંત મળતું નથી,
પિંજર નું ભાગ્ય ફરતું નથી.
પક્ષીઓને વિહરવા હવે,
ખુલ્લું આકાશ મળતું નથી,
પ્રિયેની વીટીં માં જડવાને
કિંમતી નંગ જડતું નથી.
આગ લાગી છે ચારે તરહ,
વેહતું ઝરણું ગમતું નથી.
આવડે છે લઘુ ગુરુ પણ,
છંદ નું માપ હટતું નથી.
જિંદગી હુંફનો દરિયો છે,
લાગણી હુંફનો દરિયો છે.
આતરા ચિતરા તાપમાં,
વાદળી હુંફનો દરિયો છે.
સ્પર્શ માત્ર થી જીવી ઉઠે
આંગળી હુંફનો દરિયો છે.
શ્વાસ ઉછીનો ક્યાં સુધી લીધા કરશો,
નાદ ઉછીનો ક્યાં સુધી લીધા કરશો.
ભર બપોરે અંધકારો પાથરે છે,
તાપ ઉછીનો ક્યાં સુધી લીધા કરશો.
જાત અનુભવ પરથી શીખ્યો એટલે કહું,
હાથ ઉછીનો ક્યાં સુધી લીધા કરશો.
છાંયડે બેસી બહુ આરામ કર્યો,
છાંય ઉછીનો ક્યાં સુધી લીધા કરશો.
આંખ માંથી વ્હેચ્યો કાયમ જુઓ,
ધોધ ઉછીનો ક્યાં સુધી લીધા કરશો
આગ બે બાજુ લાગી છે,
ગજવા ને ઠેસ વાગી છે.
સાથ નિભાવવા માટે જો
શ્વાસ ઉચ્છવાસ બાકી છે.
માઈલો દૂર રહેવા સખી
ચાર પળ ખુશી માગી છે.
કુમળી કાચી કાચી કળી,
જાન થી પણ વધુ ચાહી છે.
આવનજાવન ચાલતી રહે છે,
આતમા ઓ ઠાલતી રહે છે.
સ્માર્ટ ફોન પર ફર્યા કરે,
આંગળીઓ હાલતી રહે છે.
ઝાંઝવા ને કાજે વણ થંભી,
ઈચ્છા ફૂલી ફાલતી રહે છે.
રાત ને દિ, ટાઢ ને તડકે,
યાદ નવરી સાલતી રહે છે.
ત્રાજવા થી જોખે છે કાંટા,
શૂળ હૈયામાં પાલતી રહે છે.
મન નિરંતર ગલગલિયાં કરતું રહે છે,
આશા નિરાશા વચ્ચે તે ફરતું રહે છે.
દોષ બીજા નો ભલે તો પણ સખીરી,
જાત સાથે વિના કારણ લડતું રહે છે.
હાથ ધોઇ આરપાર પડતી ભાવના ના,
ભાવ ર્નિઝર માં ડુબીને સરતું રહે છે.
કોઇ પણ ફરિયાદ કર્યા વિના સાકી,
નિજ મસ્તી રોજ જીવતું મરતું રહે છે.
મૌસમી મિજાજ જોઇ આશિકોનો,
ભમરડા ની જેમ ગોળ ફરતું રહે છે.
આંખ માંથી બોર જેવા આંસું ટપકે છે,
ધમની,નાડી,શીરામાંથી યાદ વરસે છે.
લાગણી ના તાંતણા જોડી ગયા છે દુર
અવયવો ને અંગો માંથી હેત છલકે છે.
મનના માળીયે ઈચ્છાઓ સળવળે જો જરા,
ચાંદની રાતે પ્રતીક્ષાનો પગરવ સરકે છે.
દીકરી તુલસી નો કયારો છે,
બાપ ને તે સૌથી પ્યારો છે.
વ્હાલ ટપકાવતા થાકે નહી
દુનિયા ભર માં સૌથી ન્યારો છે.
માં બની સ્નેહ ઠાલવતી,
ભગવાન નો તે વિકલ્પ છે.
સાપનો ભારો ના કહો
બાપના જીગરનો ટુકડો છે.
દુનિયા નો સૌથી વ્હાલો ખોળો
માં નો ખોળો,
સ્વર્ગ પણ તેની તુલના માં
નાં આવે,
બાળક નું સ્વર્ગ માં નો ખોળો.
શ્વાસ લેવાની પણ ફૂરસદ નથી,
રાહ જોવાની પણ ધરપત નથી.
ચાંદની માં ચમકે છે તન બદન,
લાગણીઓમાં પણ ખળભળ નથી.
ખુલ્લા દરવાજા દિલના રાખ્યાં પણ,
રાતે ચોરીછુપી સળવળ નથી.
શ્વાસ ની આંગળી પકડી ક્યાં સુધી ચાલ્યાં કરશો,
યાદ ની આંગળી પકડી ક્યાં સુધી
ચાલ્યાં કરશો.
શબ્દો સૂતેલા છે સોડો તાણી,આંખો સૂર્ય સામે,
વાતની આંગળી પકડી ક્યાં સુધી ચાલ્યાં કરશો.
ફેસબુક, વોત્સપ માં શું માથું ઘાલી પડ્યો છે,
હાથ ની આંગળી પકડી ક્યાં સુધી ચાલ્યાં કરશો.
જોને મયખાના માં ઉભા છે બધા લાઈન માં,
જામ ની આંગળી પકડી ક્યાં સુધી ચાલ્યાં કરશો.
ચોરી છુપીથી ઘુંઘટ સખીનો ખોલો
સાજન તમે,
રાત ની આંગળી પકડી ક્યાં સુધી ચાલ્યાં કરશો.
સૂર્ય ને મારી નજર ના લાગે,
હું એટલે પડદા ઓઢી ને ફરું.
નમતા રહો, ગમતા રહો,
પ્રેમ સૌ ને, કરતા રહો.
વાત માં વાત ને જાણી ને,
સૌનું દુ:ખ દુર, કરતા રહો.
જીવો ને, જીવવા દો મંત્ર.
જીતતા રહો, હસતા રહો.
જામ પર જામ પીને શો ફાયદો ?
યાદ માં જામ પીને શો ફાયદો ?
છે સુરાલય માં આજે તાળાબંધી,
રાહ માં જામ પીને શો ફાયદો ?
ઘૂટયું છે તનમનમાં સખી દર્દ ને,
તકલીફ માં જામ પીને શો ફાયદો ?
રાહ- રાહ જોવી
જામ નો સહારો હવે છોડો,
સ્પર્શ નો સહારો હવે છોડો.
ડુબતા રહ્યાં આંખો માં ઘેરી,
યાદ નો સહારો હવે છોડો.
રેખાઓ ઈશારો કરે જુઓ
હાથ નો સહારો હવે છોડો.
ટેલીફોન સંબંધ બાકી છે,
વાત નો સહારો હવે છોડો.
પક્ષી ઓ ઉડી ને ગયા છે દૂર,
બાગ નો સહારો હવે છોડો.
સંતા કૂકડી જો રમે તારા,
રાત નો સહારો હવે છોડો.
વેદના ની વરાળ ના વાદળો ગરજયાં છે,
સાધના ની વરાળ ના વાદળો ગરજયાં છે.
પત્થરો ખોટા પાણી થી સ્તબ્ધ થઈ ઘસાય છે
ચેતના ની વરાળ ના વાદળો
ગરજ્યા છે.
દિગ્મૂઢ બની ગઈ રાત
તારા ઇન્તઝાર માં
કેમ કરી પસાર થશે
સ્તબ્ધતા ની આ
પળો,
કદાચ
નવી સવાર લાવશે
આપણા
મિલન નો
સંદેશો.
જામ આંખોથી પીઓ કે
જામ હોઠોથી પીઓ,
પીધા નો સંતોષ હોવો જોઇએ.
હાથ આગળથી પકડો કે
હાથ પાછળથી પકડો,
પકડયાં નો સંતોષ હોવો જોઇએ.
બે મિનિટ માટે મળવા આવ્યાં હતાં,
આવ્યાં નો સંતોષ હોવો જોઇએ.
ભીંતે થાપા લગાવી ને રાજી થયા સખી,
મળ્યાં નો સંતોષ હોવો જોઇએ.
આછી પાતળી યાદગીરી છોડી ને ગયાં,
સરળતા નો સંતોષ હોવો જોઈએ.
યાદો ના વનમાં જઇ વસ્યાં છે.
આંખ થી હૈયા માં ખસ્યાં છે.
જૂની વાતો યાદ આવી ને,
પેટ પકડી બહુ હસ્યાં છે.
અવની પર નામ રહી ગયું ને,
દિલ દિમાગ વચ્ચે ફસ્યાં છે.
આસું માં ઝાકળ ના પગલાં રહી ગયાં,
હાથ માં કાગળ ના પગલાં રહી ગયાં.
કોણ ઊડી ને ગયું ત્યાં થી સખી,
આભ માં વાદળ ના પગલાં રહી ગયાં.
પાનખર ના પ્રેમ માં પાગલ થઇ,
બાગ માં બાવળ ના પગલાં રહી ગયાં.
પ્રેમ ગોષ્ઠી
પ્રેમ ગોષ્ઠી કરી લે સજન,
યાદ તાજી કરી લે સજન.
પળ વીતી જાય છે મિલન ની,
વાત બાકી કરી લે સજન.
પ્રાર્થના માં તું અજવાળવા,
એક બાતી કરી લે સજન.
રોજ ઊઠી ને આ માંડયું શું ?
આંખ રાતી કરી લે સજન.
વર્ષો વીત્યાં ઇન્તઝારમાં,
રાત લાલી કરી લે સજન.
શબ્દો ની ઉજાણી કરી આવ્યાં,
કવિઓના નગર માં ફરી આવ્યાં.
શબ્દો ની સરિતા માં ન્હાઈ,
મન ત્યાં સંતોષ થી ભરી આવ્યાં.
પગથિયું સમજતા રહ્યાં જેને,
ઢાળ મૂકી ત્યાં સરી આવ્યાં.
ઠંડા પવનો દઝાડે મને,
સ્પર્શ મીઠો દઝાડે મને.
ફોનમાં રૂબરૂ સંભળાતો,
સ્વર ઢીલો દઝાડે મને.
બાગમાં ઝાડની ડાળીનો,
રંગ લીલો દઝાડે મને.
પ્રિયે ની વીંટીમાં ચમકતો,
લાલ હીરો દઝાડે મને.
એકથી નવની સંખ્યા ગમે,
એક ઝીરો દઝાડે મને.
કોયલી નું કુહુ ગુજે તે,
કંઠ મીઠો દઝાડે મને.
દરિયો સરિતા સમજી પી ગયો,
આગ પાણી સમજી પી ગયો.
પ્રિયતમ ની યાદમાં સાકી,
જામ આસું સમજી પી ગયો.
વ્હાલપ ની શોધમાં ભટકયો,
પરપોટો તાડી સમજી પી ગયો.
વરસવા માં ઉતાવળ કરી માટે,
વાદળ વર્ષા સમજી પી ગયો.
શેરડી ના રસ જેવો મીઠો મીઠો,
સ્નેહ નાળી સમજી પી ગયો.
નાળી- નાળીયેર નું પાણી
ઉંઘ ના નામે બહાનું કાઢે છે,
સપનાં જાણી જોઈ બીઝી રાખે છે.
રાત પડખું બદલી ને થાકી ગઈ,
ઓશિકાઓ પણ નિસાસા નાખે છે.
યાદના વાદળ અશ્રુ થઇ વરસે છે,
સ્વાદ આસું નો રજાઇ ચાખે છે.
તારાઓ પણ મારી સાથે જાગે છે,
ચાંદની રાતે ભવિષ્ય ભાખે છે.
રાત રસ્તો જુએ છે સફર ની સખી,
જાણતા પણ ધ્વાર દિલના વાખે છે.
તને જોતા એવું લાગ્યાં કરે છે
બનાવનાર ની ભૂલ થઇ લાગે છે.
હોય બેઠા રાજા લાગે છે,
હોય ઊભા રંક લાગે છે,
ધોકો હંમેશા ખુબસુરત લાગે છે.
દૂરથી પાણી દેખાય છે,
પાસેથી મૃગજળ દેખાય છે,
રસ્તો હંમેશા ભીજયેલ લાગે છે.
આંખો માં ખુશી ચમકે છે,
હોઠ પર હાસ્ય ખીલેલ છે,
પડદો હંમેશા ખખડાટ લાગે છે.
બહારથી ખીલેલું ફૂલ છે,
અંદરથી ભીજયેલ ફૂલ છે,
બાગ હંમેશા શણગારેલ લાગે છે.
હૈયા માં થાય ખખડાટ,
આંખો થી થાય વરસાદ.
આંખે ગુનો કર્યો હૈયા ને સજા ફટકારી કેમ ?
યાદે ગુનો કર્યો હૈયા ને સજા ફટકારી કેમ ?
ભાગ્યની રેખાઓ એ બાજી બગાડી જીવન ની,
હાથે ગુનો કર્યો હૈયા ને સજા ફટકારી કેમ ?
ચાંદ પડદા માં રહયો પાંપણ માં શરમાતા સખી,
રાતે ગુનો કર્યો હૈયા ને સજા ફટકારી કેમ ?
લાશ દફનાવી દો તો સારું હવે,
કાળ દફનાવી દો તો સારું હવે.
ભાગ્ય રેખાઓ એ બાજી બગાડી,
યાદ દફનાવી દો તો સારું હવે.
દોષ દુનિયાનો છે સમજો તો ખરા,
વાત દફનાવી દો તો સારું હવે.
જીંદગી વિતાવી પીવામાં સખી,
જામ દફવાવી દો તો સારું હવે.
મોહ તખતી નો ના રાખૉ સાંભળો,
નામ દફનાવી દો તો સારું હવે.
ભીડમાં માણસોની પહેચાન મારે બનાવી છે,
જીંદગી રંગબેરંગી રંગો થી મારે
સજાવી છે.
વાચા ફૂટી છે જૂની ઈચ્છાઓ ની સાંભળ જરા,
ઉજ્જડ ઊડે ગયેલી નિરાશાને મારે
હટાવી છે.
ખાલી રાખ્યાં અમે વર્ષો સુધી તારી
રાહ જોતા,
તારા નામની મહેદી હાથ માં મારે લગાવી છે.
ભીડ માં પણ એકલો જીવી શકું છું,
કાદવમાં પણ એકલો ખીલી શકું છું.
બોલવાના જાણે પૈસા લાગતા હોય,
કાળ આવે હોઠો ને સીવી શકું છું.
એકલ સાંજે ઉઘવાનું કાઢું બહાનું,
સપનાં જોવા આંખો ને મીચી શકું છું.
હૈયા માં થાય ખખડાટ,
આંખો થી થાય વરસાદ.
યાદ માં છલકે શબ્દો ને,
જીભ પર થાય બબડાટ.
વચનો ભારે પડે તયારે,
રોજ રોજ થાય કકળાટ.
દિવસો સુધી ખબરના મળે,
જીવ ને થાય ફફડાટ.
ખલી ખાલી જગ લાગે ને,
હૈયામાં થાય ચચરાટ.
રેત પર ઘર ટકતું કેમ નથી,
સ્વપ્ન નકામું ખસતું કેમ નથી.
યાદો નો વર્તાય ભાર ઘણો,
મોઢું આજે હસતું કેમ નથી.
ઝાડ ની ડાળી નમી પડી,
પાન કોઈ ખરતું કેમ નથી.
વીજળી ચમકે આભ માં જો,
પંખી ઊપર ઉડતું કેમ નથી.
કાદવ માં ઊગે કમળ ત્યાં સખી,
માછલું ત્યાં તરતું કેમ નથી.
શબ્દો ની ઓઢણી ઓઢી કવિતા દિપી ઊઠી છે,
વાટ સાજન ની જોતા યુગોથી શીલા બેઠી છે.
સ્નેહ છલકાવતી મટકી પંપાળતી
નટખટી,
પાનિહારીની જોડે પનઘટ પર સખી દીઠી છે.
ભોળપણ છલકે છે આંખો માંથી સખી
જો જરી,
શેરડી ના રસ જેવી જો વાતો એની મીઠી છે.
કૂપળો ફૂટી સિમેન્ટ ના પથ્થરો માં થી,
હલાહલ કળયુગ આવ્યો છે.
શબ્દો ને ફૂટી વાચા કોરા કાગળ માં થી
હલાહલ કળયુગ આવ્યો છે.
પ્રેમનું વ્યાકરણ અઘરું લાગે છે,
છંદો વિધાન થી દૂર દિલ ભાગે છે.
ફોન પર લાબી વાતો કરી લીધી,
ચાર લીટી નો પ્રત્યુત્તર માગે છે.
વર્ષો વીત્યા સુંદર મુંખડું જોયે,
અડધી રાતે નયન પ્યાસા જાગે છે,
રેત ના ઢગલા પર ઘર ના બંધાય,
ઇંટ ના ઢગલા પર ઘર ના બંધાય.
દુનિયા જીત્યા પછી પણ સિકંદર એ,
જીત ના ઢગલા પર ઘર ના બંધાય.
પ્રેમ વિના બધું વ્યર્થ મઢી જેવું જ,
ગાર ના ઢગલા પર ઘર ના બંધાય.
યાદોનો ઢગલો થયો છે,
શ્વાસોનો ઢગલો થયો છે.
બે દિવસ મહેનત કરી ને,
વાતોનો ઢગલો થયો છે.
જો મિલન માટે તરસતી,
રાતોનો ઢગલો થયો છે.
લાગણી કોરા પત્ર પર ચીતરી છે,
જિંદગી કોરા પત્ર પર ચીતરી છે.
આભ ની આંખો વરસવા માંડી ત્યારે,
વાદળી કોરા પત્ર પર ચીતરી છે.
પ્રેમ હૈયા નો ઉકળવા માંડ્યો ત્યારે,
માંગણી કોરા પત્ર પર ચીતરી છે.
વાત હૈયાની લખ્યાં ના કરો,
આયનો જોઈ હસ્યાં ના કરો.
ધૂણી ભીતર માં ધખાવી હવે,
વચનો આપીને ખસ્યાં ના કરો.
પ્રેમરસ છલકાવતી,ભાવસભર,
કવિતાઓ સુંદર રચ્યાં ના કરો.
યાદ નો બોજ લાગે છે,
ઘર નહી લોજ લાગે છે.
અમૃત જેવા ભલે હોય,
શબ્દો ના બાણ વાગે છે.
વર્ષા ની રાહ જોઈ ને,
દિવસો ને થાક લાગે છે.
હચમચાવી ભીતર સખી,
મહેંકતા શ્વાસ માગે છે.
છે તરસ એકાંત ની હૈયા ને,
છે તડપ એકાંત ની હૈયા ને.
વર્ષા ની ઠંડક છે તન મન માં,
છે લગન એકાંત ની હૈયા ને.
રાતો વીતે રાહ જોઈ તારી,
છે મનન એકાંત ની હૈયા ને.
મનન - મન હોવું
જુદાઈ ના દિવસો
પછી
તારા મીઠા
સ્પર્શ
નો
ઉઘાડ.......
ફૂલદાની માં લો ફૂલો ગોઠવાઈ ગયાં,
બાગવાડી માં લો ગુલો ગોઠવાઈ ગયાં.
મોગરો, ચંપો, ચમેલી ખીલી ઉઠ્યાં જુઓ,
માળી પોતાની કળા થી પોરસાઈ ગયાં.
ઝૂમે ચારેબાજુ પીળા, લાલ, ગુલો અમથા,
બાગ માં પુષ્પો મહેકતા સોગથાઈ ગયાં.
***