અનન્યા નું મન થોડા દિવસ થી ચગડોળે ચડ્યું હતુ. અનન્યા ની મા ને પણ એમ જ લાગતુ હતુ કે બે ત્રણ દિવસોથી અનન્યા ગુમસુમ લાગતી હતી. અનન્યા ને પણ સમજ માં નહોતુ આવી રહ્યું કે આવુ કઇ રીતે બની શકે કે જેને પોતાના દિલોદિમાગ માં થી સાવ જ દુર કરી નાખ્યો હતો તે નીતિન અચાનક એની યાદો એના દિલોદિમાગ ઉપર કેવી રીતે છવાઇ ગઇ. એટલી હદ સુધી એને દિલ માંથી દુર કરી દિધો હતો કે એનો ચહેરો સુદ્ધાં યાદ નથી તો પણ માત્ર એ અમુક જ ક્ષણો ની યાદ છે તોય હું એ ભુલાવી કેમ નથી શકતી?
વાસ્તવ માં બન્યું એવુ હતું કે આ જ દિવસોમાં નીતિન ભાવસાર નામનો એક યુવક કોઇક સગા મારફત અનન્યા ને જોવા આવ્યો હતો. અનન્યા એ એને કિચન ની બારી માંથી જોયો હતો. અનન્યા તો એને જોઇને જોતી જ રહી ગઇ.
અનન્યા જ્યારે એની સાથે એક રુમ માં એકાંત માં વાત કરવા ગઇ હતી ત્યારે પણ કેવી સરસ રીતે વાત કરી હતી એણે. અનન્યાને તો કંઇ બોલવા ની હિમત જ નહોતી તોય હિંમત કરી ને અમુક વાતો પુછી. એ પછી છેલ્લો પ્રશ્ન તો અનન્યાએ મહા મુસીબતે પુછ્યો, ”કે તમારે કોઇ જાત નુ વ્યસન તો નથી ને?. ”
અને જ્યારે એણે હસી ને ના કહી ત્યારે તો અનન્યા ફિદા જ થઇ ગઇ. એ પછી અનન્યા રાત દિ મોટા ભાગે એના જ સપના જોતી. એ જ રાહ જોતી કે ક્યારે એનો જવાબ હા માં આવે. પણ ઘણી રાહ જોયા પછીય એનો કોઇ જવાબ આવ્યો નહિ. તેથી અનન્યા ને થોડી ચિંતા થઇ કે ક્યાંક એવું તો નથી કે એને હું ગમી નથી. જો કે એ પણ સુંદરતા માં કોઇ હિરોઇનો પણ ઓછી લાગે એવી સુંદર તો હતી જ. પછી શું વાત હશે કે એના જેવી યુવતી ન એ ના પાડી દે.
આખરે થોડા દિવસો પછી એની મ મ્મી દ્વારા જ ખબર પડી કે એ છોકરા ને તો સરકારી નોકરી કરતી યુવતી જોઇતી હતી. અનન્યા ને તો એટલો ગુસ્સો આવ્યો. મનમાં થયુકે, ”નપાવટ, જ્યારે પહેલા થી જ નક્કી કરી આવ્યો હતો કે કેવી છોકરી જોઇએ છે તો જોવા જ ના અવાય ને? પાછો વિનય અને વિવેક નું કેવુ મ્હોરુ પહેરી આવ્યો હતો જાણે કે એના થી સારું તો આદુનિયા માં કોઈ જ ના હોય. હું ય કેવી મુર્ખી કે પ્રથમ જ મુલાકાત માં એના સપના જોવા લાગી. હવે પછી ક્યારેય યાદ નહિ કરું એને. ભુલી જઇશ કે હું આવા કોઇ ને મળી હતી.
આમ વિચાર કરી ને અનન્યા એ દુખ ને ખંખેરી નાખ્યું અને થોડા જ સમયમાં હતી એવી ને એવી હસમુખી બની ગઇ. એટલી વ્યસ્ત થઇ ગઇ કે એણે નીતિન નો ચહેરો ય યાદ ના રહ્યો.
સમય પોતાની ગતિ થી આગળ વધતો રહ્યો ને એ વાત ને એક વર્ષ થઇ ગયું. અનન્યા ને સંજોગ વશાત મમ્મી પપ્પા થી દુર થોડા દિવસ એના બીજા એક ઘરમાં એકલા રહેવા ની ફરજ પડી. આમ તો પાછી બહાદુર ય ખરી. એકલા રહેતા ડરે નહિ. પણ કંટાળો બહુ આવે તો આખો દિવસ ટીવી જોઇ ને ટાઇમપાસ કરે. પણ થયું એવૂ કે ટીવી ય બગડી ગયું. હવે અનન્યા પાસે ભણવા નું વાંચ્યા સિવાય કોઇ રસ્તો નહોતો. આમે ય એણે પરિક્ષા નું ફોર્મ ભર્યું હતું જો એમા પાસ થઇ જાય તો સરકારી નોકરી મળિ જાય. તેથી એ વાંચતી જ હતી ને વાંચતા વાંચતા એને યાદ આવ્યું કે આ જ દિવસો માં જ્યારે નીતિન ના જવાબ ની રાહ જોતી હતી ત્યારે ય કોઈક પ્રોબ્લેમ ના લીધે ટીવી બંધ હતું. અને બિલકુલ એક વરસ પછી એ જ પરિસ્થિતિ. આવો સંજોગ વધારે પડતો નથી કે કુદરત કંઇક ઇશારો કરે છે?”
બસ આટલો જ વિચાર અને અનન્યા નું જીવવું અને શ્વાસ લેવુ ય હરામ થઇ ગયું. એ ગમે ત્યાં જાય, ગમે તેની સાથે વાત કરે કે ગમે તે કરે બસ નીતિન ની જ યાદ ટપકી પડે. એની વાતચીત માં ય ના આવતું હોય તો ય નીતિન નું જ નામ ટપકી બોલાઇ જાય. જાણે દરેક શ્વાસ એનું નામ નાલેતો હોય. રાતે માંડ ઊંઘ આવે ત્યાં તો જાણે કે એને કોઇ હલબલાવી નાખતું. અને એ રોઈ પડતી કે આવું કેમ થાય છે? દિવસે બહાવરી બની ને જાણે એના કોઇ સમાચાર કે ખબર ની રાહ જોતી પણ નિરાશા જ મળતી. ઘણી વાર એનો ચહેરો યાદ કરવા ની મથામણ કરી પણ કંઇ જ યાદ ના આવ્યું. બિચારી કે તો ય કોને કહે કોઇ નેય કહે તો એની હસી જ ઉડાવે. એટલે કોઇને વાત ય ના કરી.
મન ને મનાવે પણ ઘણું કે ભુલી જા એને. એ તો પોતાના જીવન માં ગોઠવાઇ ગયો હશે. પણ જેવી એ નીતિન ને ભુલવા પ્રયત્ન કરતી કે આસપાસ ના વાતાવરણ માં થી જ એવા સંકેત મળતા કે એ જે વિચારે છે એમા કંઇ ખોટું નથી.
એક વાર એના હ્રદય માં એવી પ્રબળ લાગણી થઇ કે એને ઘર ની બહાર નીકળવું જોઇએ. કદાચ એ ક્યાંક મળિ જાય. છેવટે કોલેજ માં સર્ટિફિકેટ લેવા નું છે એવું બહાનુ કરી ને ગઇ. રસ્તા માં આસપાસ જોયું પણઅકરે નિરાશા જ મળી. એ ઘરે પાછી જ ફરતી હતી ત્યાં એક રિક્ષા એ એને ટક્કર મારી ને નીકળિ ગઇ. અનન્યા ને માથામાં વાગ્યું અને લોહી નીકળ્યું.
જ્યારે આંખો ખોલી ત્યારે જોયુ કે સામે એક સોહામણો યુવક ઉભો હતો. એણે કહ્યુ ,”હલો,હવે તમને કેવું લાગી રહ્યું છે. ?”
અનન્યા એ યાદ કરવા ઘણી મથામણ કરી પણ એને કંઇ યાદ ના આવ્યું. એના હાવભાવ જોઇ ને પેલો યુવક બોલ્યો કે,”ઓહ,હું મારો પરિચય આપવો ભુલી ગયો. મારું નામ નીતિન છે. નીતિન ભાવસાર. કોઈ ક રિક્ષાવાળો તમને ટક્કર મારી ને જતો રહ્યો. તમારા માથા માંથી લોહી નિકળતુ હતું એથી હું તમને હોસ્પિટલ લઇ આવ્યો. પણ ડોક્ટરે કહ્યુ છે કે ચિંતા ની કોઇ જ વાત નથી. તમારું કોઇ આઇડી કાર્ડ ના મળ્યુ એટલે તમારા ઉઠવા ની રાહ જોતો હતો. જેથી હું તમારા ઘરે જાણ કરી શકું”
અનન્યા આ સાંભળી ને રડવા લાગી. નિતિને કહ્યું કે ,”તમને બહુ દુખાવો થતો હોય તો ડોક્ટર ને બોલાવું પણ તમે રડો નહિ પ્લીઝ. તમારું રડવું ખબર નહિ કેમ મને વધારે અસ્વસ્થ કરી દે છે. ”
અનન્યાએ કહ્યુ ,”હું એટલે નથિ રડતી કે મને દુખાવો થાય છે. હું એટલા માટે રડું છું કે કંઇ કેટલા દિવસો ની રાહ જોઇ તમારી. તમારી રાહ જોઇ જોઇ ને હતી એમાં થી અડધી થઈ ગઇ. અને તમે છેક હવે મળો છો મને?
નીતિને કહ્યું કે,”તમે શું કહેવા માગો છો મને સમજાતુ નથી. ”
અનન્યા એ ગુસ્સે થી કહ્યુ કે ,”સમજાતુ તો મને નથી કે કયા ગુના ની સજા ભોગવુ છુ. તમને મળી એ ગુનાની કે પછી ભુલ થી તમને યાદ કરી બેઠી એ ગુના ની ? નિતિન ભાવસાર તમે એજ ને કે જે એક વરસ પહેલા મને જોવા આવેલા. તમને જ્યાર થી મળિ છું ત્યારથી મારું જીવવું હરામ થઇ ગયું છે. તમે તો પછી ના પાડી દીધિ કે તમારે કોઇ સરકારી નોકરી કરતી યુવતી જોઇએ છે. પણ હું એમ પુછવા માગુ છું મિ. નિતિન કે તમે જો નક્કી જ કર્યું હતું કે તમારે કેવી યુવતી જોઇએ છે તમારે મને મળવા આવવા ની શી જરુર હતી? અને મુલાકાત વખતે ય થોડો ઘણો અણસાર આપ્યો હોત તો હું તમારા સપના તો ના જોવત. શી મજા આવી તમને એક છોકરી ની લાગણીઓ સાથે રમત રમી ને. તમને નથી ખબર કેટલો પ્રેમ કરવા લાગી છું તમને. પણ તમારે શું? તમે જાઓ તમારું કામ કરો. હું મારું ફોડી લઇશ. તમારે મારી ચિંતા કરવા ની જરુર નથી. મારે કોઇ ની દયા ની જરુર નથી. ”
નિતિને કહ્યું ,”અનન્યા મિશ્રા. હું પણ તમને ક્યારેય ભુલ્યો નથી. જ્યાર થી તમને મળ્યો હતો એના બીજા દિવસે જ મે તો હા પાડેલી પણ તમારો જવાબ ઘણા દિવસો થી મને નહોતો મળ્યો. મે ય કેટલી રાહ જોઇ કેઆજ જવાબ મળશે કે કાલે પણ કંઇ જવાબ ના મળ્યો. અને જ્યારે જવાબ મળ્યો ત્યારે ખબર પડી કે તમને કોઇ સરકારી નોકરીયાત જોઇએ છીએ. ગુસ્સો તો મને પણ ખુબ આવેલો એટલી હદ સુધી કે તમારી દરેક યાદ ને મે પણ ભુસી નાખી મારા મગજમાંથી. પણ યાદ રહી ગયું તો એક તમારું નામ અનન્યા. એ નામ ના સહારે એક આશા. કે જિવનમાં ક્યારેય જો તમને મળું તો કહી શકું કે આ નામ ને મારી સાથે જોડવાના સપના મે ય જોયા હતા. અને હા તમને કહી દઉં કે આ નામ સિવાય ની કોઇ જ છોકરી ને મારા જિવનમા પ્રવેશ કરવા ની અનુમતિ મે હજુ સુધી કોઇને આપી નથી.
અનન્યા એ કહ્યુ ,”તો આપણે બંન્ને ને જુઠુ બોલનાર છે કોણ? કોણ છે એ કે જેને આજ સુધી આપણે બંન્ને ને અંધારા માં રાખ્યા છે. ? અને તમારી અને મારી બંન્ને ની લાગણીઓ સાથે રમત કરી છે. ?
નીતિને કહ્યુ,,”હશે કોઇક ઇર્ષાળુ કે જેને આપણી બંન્ને ની જોડી જોઇ ઇર્ષા થઇ હશે. આપણે એને ઉઘાડા પાડી ને બધાની નજરમાં થી ઉતારવા નથી. મને તો એટલુ જ બસ છે કે મારી અનન્યા મને પાછી મળી ગઇ છે. ”
આટલું કહી ને નિતિને અનન્યા નીસામે જોઇ આંખ મિંચકારી અને એના હાથ પર પોતાનો હાથ રાખ્યો. અને અનન્યા ના ગાલ ગુલાબ ને ય શરમાવે એવા રતુમડા થઇ ગયા.