Aasude chitarya gagan 20 in Gujarati Fiction Stories by Vijay Shah books and stories PDF | આંસુડે ચિતર્યા ગગન ૨૦

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

આંસુડે ચિતર્યા ગગન ૨૦

આંસુડે ચિતર્યા ગગન

(20)

તેનું મગજ બરાબર જોશમાં ચાલવા માંડ્યુ હતું. આનો મતલબ સ્પષ્ટ છે. કાં તો સિંહા અને ગુપ્તા એક થયા છે. કાં તો શિવરામન તકલીફમાં છે. તેણે વિચાર્યું કે પાછલે બારણેથી નીકળી ટૅક્સી કરી અહીં આવું. ઉતરીને સીધો શિવરામનના ઉપરી સામે જઈને ઊભો રહી એમને ઇન્વાઈટ કરું તો ગુપ્તા ઉઘાડો પડી જશે કાં સિંહાની યુક્તિ પકડાઈ જશે. પણ એથી શિવરામન તકલીફમાં મુકાઈ જશે.

ખેર જે થશે તે જોયું જશેકરીને પાછો વળતો હતો ત્યાં શિવરામન રૂમમાં આવ્યો.

ત્રિવેદી સાબ ! સિંહા કા કઝીન હાજર હૈ ઇસલીયે કુછ બાત જમ નહીં રહીમુઝે લગતા હૈ ઉસકા કઝીન કુછ કર રહા હૈ…‘’

ઠીક હૈ આપ જા કે બૈઠો. મૈં પૈસા લે કે રહા હું. હમારા ભાવ ચાર રૂપિયા હૈઔર ટેન્ડર મિલને પર પુરા સુદ કે સાથ નીકલવાઉંગા

ગદ્દારી નહીં કરેંગે સાબ…’

નીચે બૈઠો મૈં અભી રહા હું.’

અચ્છા જી !’

શેષ નીચે ઉતરતો હતો યાં ફરી બારી પાસે નજર ગઈ સિંહા અને ગુપ્તા ગુસપુસ કરતા હતા. શિવરામનનો ઉપરી ફોન કરતો હતો.

સિંહાનો કઝીન એકલો બેઠો બેઠો કોફી પીતો હતો એના પગ નીચેની સૂટકેસમાં જરૂર કંઈક હોવું જોઇએએટલે શેષ દિશામાં ચાલ્યો.

આપકી બેગ જરા દેંગે ? થોડા સા કામ હૈ !’

લેકીન ત્રિવેદી સાબ યે બેગ ? ‘’

હાં સિંહા સાબને અભી યે બેગ મુઝે દેને કો કહા હૈ.’

લેકીન…’

ગભરાઓ મત મુઝે પતા હૈ ઉસમેં ક્યા હૈ ?’

નહીં સાબ.’

અરે બેરા ! સાબકા યે સૂટકેસ રૂમમેં રખ દો. ’

ઠીક હૈ. ’

બેરા રૂમમાં બેગ લઈને ગયો. પાછળ સિંહાનો કઝીન જતો હતો.. શેષે એને કહ્યું – ‘ચલો આપ જરા સામને જાકે આતે હૈં.’

શિવરામન, સિંહાનો કઝીન અને શેષ ત્રણેને બહાર આવતા જોઈને ગુપ્તા આઘો પાછો થતો હતો. પણ શેષે શિવરામનને કહ્યું – ‘દેખો તુમ્હારે લિયે મૌત કા સામાન લે કે આયા હૈ.’

કૌન ?’

ગુપ્તા ઔર કૌન ?’

મુઝે સમજ નહીં આતા આપ ક્યા કહેતે હો.’

દેખો આપકે સાબ જો ફોન પર પુલીસ બુલા રહે હૈંઔર ગુપ્તાજીને યે સબ કિયા હૈ. ખુદા કા શુકર માનો ઔર ભાગો યહાં સે.’

શિવરામનને ભાગતો જોઈને સિંહાનો કઝીન પણ દોડ્યોજઈને સિંહાને કહ્યું – ‘ત્રિવેદી સાબને બેગ લે લિયા હૈ.’

શિવરામનનો ઉપરી પાછો ફર્યો ત્યારે સિંહા ચિંતિત હતો. શેષે આવીને શેક હૅન્ડ કર્યા. દાઢી વાળો ચહેરો પરિચિત લાગ્યોત્યાં બોલ્યો

અરે ! શેષ સિદ્ધપુરીયા…!’

રાવજી…’

પ્રેમથી બંને ભેટી પડ્યા.‘’

સિંહા જતો હતો ત્યાં રાવજી બરાડ્યો. ‘પકડ લો ઇસ ચીટર કો, ધોખેબાજ કો.’

સિંહા ચાલ સીધી રીતે તારું નાટક શું છે તે જોઇએ.’

0 0 0 0 0 0

રૂમ ઉપર બેસીને બેગ ખોલી, બેગમાં રોકડ રૂપિયા અને ટેપ રેકોર્ડર હતું. દરેક વાત ટેપ થતી હતી.

રાવજી સિંહા તને શું કહીને લાવ્યો હતો ?’

ગુપ્તા અને સિંહાએ ભેગા મળીને કમ્પ્લેઇન કરી હતી કે શિવરામન અને ત્રિવેદી ભેગા મળી ગયા છે. તેનું પ્રૂફ હું અપાવીશ. ’

ખેર એને કાઢવાનું છેલ્લું બહાનું મળી ગયું. ખાડો ખોદે તે પડે.’

શું છે બીજા નવાજૂની ?’

અશોક કંસ્ટ્રક્શનમાં ખાસો આગળ આવી ગયો નહીં ?’

હા યારમહેનત અને ઈમાનદારીએ સિધ્ધી અપાવી છે.’

હું જી.પી.એસ.સી. માં કુદકો મારીને એન્ટીકરપ્શન ડીપાર્ટમેન્ટમાં જોડાયોધીમે ધીમે આગળ વધ્યો ત્યાંથી પી.ડબલ્યુ.ડી

ટેપ સાંભળવી છે ?’

છોડ ને યાર !’

કેમ ?’

મને ખબર છે ભાવ તાલ થયા હશે.’

શિવરામન ઉપર એક્શન લેવા હોય તો આપું ટેપ.’

ના યારપાછો તું એમાં ખરડાઈશ

તો પછી રેઈડને કેવી રીતે લઈશ. ?’

કશું નહીં, સિંહા અને ગુપ્તાને જુદા જુદાસમયે બોલાવીને માફી લખાવી લઈશ.’

અને ટેન્ડર ?’

તને રસ છે ?’

ચોખ્ખું હોય તો જરૂર રસ છે. ’

નથી ચોખ્ખુંભરીને ફસાવા જેવું છે. કારણ કે જે ડેમ પર સપ્લાય કરવાનો છે તેનું પાયો ખોદાયા પર ભવિષ્ય નક્કી થશે. અને સ્લાઈડીંગ લેન્ડ છે. પાયો ખોદાયા પછી એકાદ વખત કંસ્ટ્રક્શન તૂટ્યું તો બધું ધૂળમાં…’

સ્લાઈડીંગ લેન્ડ હોય તો મારે વિચારવું પડે.’

એક કામ કરજે હાઈએસ્ટ રેટ ભરજે અને સ્લાઈડીંગ કંસ્ટ્રક્શનની કિંમત અલગ ભરવાને બદલે લેબર કોંટ્રાક્ટનો અલગ રેટ ભરજે. વિવાદાસ્પદ ભાવોને કારણે ટેન્ડર રીજેક્ટ થશે. અને ફરીથી આવશેત્યારે સિંહા અને ગુપ્તાની અરજીઓ બ્લેકલીસ્ટેડ હશે. અને કદાચ ડાયરેક્ટ ઑર્ડર પણ આવે.’

ખેર ! થેંક્સ ફોર સેમ.’

‘How is junior Sidhdhapuriya ?’

કોણ અંશ ? તો ડૉક્ટર થઈ ગયો. અને અમદાવાદ જઈને તેના લગ્નની તારીખ નક્કી કરવાની છે.’

બિંદુભાભી ?’

‘She is also fine.’

મારા લગ્નને બહુ સારો આવકાર મળ્યો. બહુ ટૂંકા ગાળામાં અમે તો છૂટા પડી ગયા.’

કેવી રીતે ?’

મોના આફ્રિકાથી આવી હતી. અને આફ્રિકા જેવો ગરમ મિજાજ હતો. તને તો ખબર છે યાર કે ગરમ મીજાજમાં આપણે ઊડી જઈએ છીએ.’

હં , પણ થયું શું તો કહે ?’

બસ ના ફાવ્યુંછૂટા પડી ગયા.’

રીટા, મીના, મોના ચાલે છે એમ ને ?’

ના યાર ! બહુ એકલું લાગે ત્યારે સિતાર છેડું છું અને દુ:ખી ગીતો ગાઉં છું.’

ઈસ્યુ હતા ?’

તો હોટ સ્પોટ હતો. ’

કેમ ?’

‘She was incapable of caring…’

‘So what ?’

‘Nothing . but as soon as she discovered her defect she demanded to marry with her sister’

હેં ?’

‘ And I denied flatly… and that’s it.’

પણ છૂટા પડવા જેવું કારણ નથી.’

એને એમ હતું કે હું છૂટી પડી જાઉં તો ક્યારેક હું પલળીશફરી ક્યાંક પરણીશ And she ran away back to Africa.’

હં ! પછી ?’

એની આશા સફળ નથી થઈ.’

એટલે ?’

હજી એના પત્રો આવે છે. હું લખું છુંસંતાન કંઈ અગત્યની વસ્તુ નથી. આંતરિક પ્રેમ મોટી વસ્તુ છે. તું મારી કસોટી કર પણ હું ડગનાર નથી.’

શેષ રાવજીને મનમાં પ્રશંસતો રહ્યોઆવા પણ માણસો હોય છે.

***