Karma no kaydo - 33 in Gujarati Fiction Stories by Sanjay C. Thaker books and stories PDF | કર્મનો કાયદો ભાગ - 33

Featured Books
Categories
Share

કર્મનો કાયદો ભાગ - 33

કર્મનો કાયદો

શ્રી સંજય ઠાકર

૩૩

કર્મનો સંતોષ

કર્મ સંતુષ્ટિ ત્રણ પ્રકારની ગણવામાં આવી છે : ઇચ્છાસંતુષ્ટિ, કર્તવ્ય સંતુષ્ટિ અને આત્મસંતુષ્ટિ.

ઇચ્છાસંતુષ્ટિ :

માણસ જે-જે ઇચ્છા કરે તે માટે કર્મ કરતાં ઇચ્છાઓ પૂર્ણ થઈ તેનો જે સંતોષ મળે તે ઇચ્છાસંતુષ્ટિ છે. જોવાની, સાંભળવાની, ખાવાની, પીવાની વગેરે ઇચ્છાઓ કર્મના માર્ગે પૂરી થતી રહે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધના પાંચ વિષયો ઇન્દ્રિયોમાં વિવિધ ઇચ્છાઓ કરાવતા રહે છે. યથાયોગ્ય કર્મો કરીને માણસ તેની સંતુષ્ટિ મેળવતો રહે છે, પરંતુ ઇચ્છા સંતુષ્ટિ નિત્ય નથી.

કોઈને આજે જલેબી-ફાફડા ખાવાની ઇચ્છા થઈ અને ખાઈ લે તો ઇચ્છાની સંતુષ્ટિ થઈ જાય, પરંતુ એક વખત જલેબી-ફાફડા ખાઈ લેનારને કાયમી સંતોષ થઈ જાય છે તેવું નથી. બીજી વાર ફરી તેની ઇચ્છા થાય છે. ઇચ્છા અગ્નિ છે અને કર્મો તેની આહુતિ. અગ્નિમાં આહુતિ આપતા રહેવાથી અગ્નિ પ્રજ્વલિત થાય છે.

ૠક્રઽક્રખ્ઘ્ક્રબ્ઘ્બ્સ્ર્ક્રર્સ્ર્શ્વિં શ્નબ્ર્ઘ્ત્સ્ર્ક્રિંબ્ટઌગળ્ પળ્જબ્ભ ત્ન’

અમુક વ્યક્તિઓને તો રોજ સવારે નાસ્તામાં ગરમાગરમ ફાફડા જોઈએ. મારા એક મિત્ર ગાંઠિયાપ્રેમી છે. તેમને ગાંઠિયા વગર ન ચાલે. તેમને બી.પી. છે, બ્લડ કોલેસ્ટેરૉલ છે, ગૅસ અને અપચાની કાયમી ફરિયાદ છે. પરંતુ ગાંઠિયા વગર તો ન જ ચાલે. ડૉક્ટરોએ તળેલી વસ્તુ ખાવાની સદંતર મનાઈ કરી છે, પરંતુ મિત્રે ડૉક્ટરને પૂછ્યા વગર જ ગાંઠિયાને તેમાંથી બાકાત રાખી દીધા છે. તેમણે મારી પાસે વિલ બનાવ્યું છે. તેમાં મિલકતોની વહેંચણી કર્યા પછી તેમની ઉત્તરક્રિયામાં સહુને ગાંઠિયા-જલેબી ખવડાવવાં તેમ પણ લખાવ્યું છે !

ઇચ્છાઓની સંતુષ્ટિ તો થાય છે, પણ તે નિત્ય નથી. કોઈ અઠવાડિયે એક પિકચર જુએ છે, તો કોઈ મહિને, કોઈ અઠવાડિયે એક વાર ફીસ્ટ લે છે તો કોઈ મહિને, પરંતુ ફરીફરીને જન્મતી ઇચ્છાઓમાં નિત્યસંતુષ્ટિ આવતી નથી, ઇચ્છાઓ અને કર્મનો સંબંધ રિટેલર વેપારી અને ગ્રાહક જેવો છે. તેનો અંત જ નથી. ઇચ્છાઓમાં થતો કર્મનો સંતોષ અસ્થાયી અને અનિત્ય છે.

કર્તવ્યસંતુષ્ટિ :

બીજી સંતુષ્ટિ છે કર્તવ્યની. જ્યારે વ્યક્તિ કોઈ કર્મમાં ઊતરે છે ત્યારે તે કર્મનાં કર્તવ્યો તેને અનાયાસ બાંધે છે. સંબંધોનાં કર્તવ્યો છે, કંઈક લીધાનું કર્તવ્ય છે, તો કંઈક દીધાનું પણ કર્તવ્ય છે. કંઈક બોલ્યાનું કર્તવ્ય છે, તો કંઈક લખ્યાનું પણ કર્તવ્ય છે. અહીં તો કોઈને આપેલી એક મુસ્કાનભરી નજર પણ કર્તવ્ય ઊભું કરે છે.

જિનેકે લિયે સોચા હી નહીં દર્દ સંભાલને હોંગે,

મુસ્કુરાયે તો મુસ્કુરાને કે કર્ઝ ઉતારને હોંગે.

ભાઈ-ભાઈનું ભાઈ-બહેનનું, પિતા-પુત્રનું, પતિ-પત્નીનું, સગા-સ્નેહીનું અને મિત્ર-મિત્રનું કર્તવ્ય સંબંધજન્ય કર્તવ્ય છે. ભાઈ, બહેન, માતા, પિતા અને મિત્રો વચ્ચે બંધાતા સંબંધો કર્તવ્ય ઊભાં કરે છે. માતા-પિતા બાળકનું પાલનપોષણ કરવા જવાબદાર બને છે, તો એ જ મા-બાપનું વૃદ્ધાવસ્થામાં પાલનપોષણ કરવું એ પુત્રનું સંબંધજન્ય કર્તવ્ય છે.

જેની સાથે એક વાર મિત્રતાનો હાથ મિલાવ્યો હોય તેવા મિત્ર પ્રત્યે પણ કર્તવ્ય ઊભું થાય છે. રામે સુગ્રીવની સાથે મિત્રતા કરી કે તરત રામને સુગ્રીવનાં દુઃખ પોતાનાં લાગવા લાગ્યાં. રામે સુગ્રીવનાં દુઃખને પોતાનાં માથે ચઢાવતાં કહ્યું :

‘પશ્વઌશ્વ બ્ૠક્રશ્ક્ર ઘ્ળ્ઃ દ્યક્રશ્વબ્દ્ય ઘ્ળ્ક્રથ્ટ્ટ, બ્ભર્દ્યિંબ્દ્ય બ્ખ્ક્રૐક્રશ્વઙ્ગેંભ ક્રભઙ્ગેં ઼ક્રક્રથ્ટ્ટ ત્ન

બ્ઌપ ઘ્ળ્ઃ બ્ટક્રબ્થ્ગૠક્ર થ્પ ઙ્ગેંથ્ટ્ટ પક્રઌક્ર, બ્ૠક્રશ્ક્ર ઙ્ગેંશ્વ ઘ્ળ્ઃ થ્પ ૠક્રશ્વન્ ગૠક્રક્રઌક્ર ત્ન

ઙ્ગેંળ્બ બ્ઌક્રથ્ટ્ટ ગળ્ધ્બ નૐક્રક્ર, ટક્રળ્ઌ ત્ટક્રઞ્હ્મ ત્ત્ટક્રળ્ર્દ્યિંબ્દ્ય ઘ્ળ્થ્ક્રક્ર ત્ન

બ્ખ્ક્રબ્ભ ઙ્ગેંક્રૐ ઙ્ગેંથ્ ગભટક્રળ્ઌ ઌશ્વદ્યક્ર, ઊંક્રળ્બ્ભ ઙ્ગેંદ્ય ગધ્ભ બ્ૠક્રશ્ક્ર ટક્રળ્ઌ ષ્દ્યક્ર ત્ન

- થ્ક્રૠક્રનબ્થ્ભૠક્રક્રઌગ

‘રામાયણ’ કહે છે કે એક વાર મિત્ર થયા પછી મિત્રનું દુઃખ પોતાનું દુઃખ બને છે. પોતાના પહાડ જેવડા દુઃખને રજકણની જેમ સમજવું અને રજકણ જેટલા મિત્રના દુઃખને પહાડ સમાન માનવું તે મિત્રનું કર્તવ્ય છે. મિત્રને ખોટા માર્ગે જતો વારવો, સાચો માર્ગ બતાવવો, તેના ગુણોને પ્રોત્સાહિત કરવા અને અવગુણને દૂર કરવા. મિત્ર વિપત્તિમાં હોય ત્યારે તેને સો વખત સામેથી મળીને સ્નેહ જતાવવો - આ બધાં મિત્ર પ્રત્યેનાં કર્તવ્યો છે.

કોઈ મિત્ર મુશ્કેલીમાં હોય અને તેવા સમયે તેને બનતી મદદ થાય તો કર્તવ્ય અદા થયાનો સંતોષ મળે છે. બાપ જ્યારે દીકરીના હાથ પીળા કરીને વિદાય કરે છે ત્યારે જણેલી દીકરી પ્રત્યેનું કર્તવ્ય અદા થયાનો સંતોષ મળે છે.

જેમની આંગળી પકડીને ચાલતાં શીખ્યો તેવાં માબાપની વૃદ્ધાવસ્થાનો ટેકો બને ત્યારે દીકરો કર્તવ્યનો સંતોષ મેળવે છે, જેમના ખભે રમીને બાળપણ વિતાવ્યું તેવાં માબાપ, કાકા-કાકી, સગા-સ્નેહીને પોતાના આંગણે આનંદ કરાવવો તે કર્તવ્યનો સંતોષ છે, તો સ્નેહીની અંતિમ વિદાયવેળાએ તેની અર્થીને કાંધ આપવી એ પણ કર્તવ્યનો સંતોષ છે.

જો બહેન નાની હોય તો દીકરીની જેમ તેને પ્રેમ ન આપી શકાયો હોય અને બહેન મોટી હોય તો માતાની જેમ સ્નેહ ન આપી શકાયો હોય તો કર્તવ્યો અધૂરાં રહે છે. જે શાળા અને શિક્ષકો પાસે ભણીને જ્ઞાન લીધું તેમની સેવા ન થાય, જે ગામમાં રહીને જેણે રોટલો અને ઓટલો મેળવ્યા હોય તેની સેવા ન થાય, જે રાષ્ટ્રની નાગરિકતા નીચે જીવતા હોઈએ તે રાષ્ટ્રની સેવા ન થાય તો કર્તવ્યો અધૂરાં રહે છે.

કુદરતે વ્યક્તિને કર્તવ્યો સાથે જ જન્મ આપ્યો છે. અહીં કોઈ કર્તવ્યમુક્ત નથી. સહુ પોતપોતાનાં કર્તવ્યોથી બંધાયેલાં છે. જીવન કર્તવ્યો અદા કરવાનો એક મોકો છે, તેમ છતાં જે કર્તવ્યભાવના વગર જીવે છે તેવા લોકોને ‘કૃતઘ્ની’ તરીકે ઓળખવામાં આવે છે. આજનો મનુષ્ય કૃતઘ્ની બની રહ્યો છે, એટલે કર્તવ્યો અદા કરવાની મળતા સંતોષની સાચી સમજણ નથી રહી. ભય, લોભ અને લાલચ એ ત્રણેય કર્તવ્યમાં દુશ્મન છે. આજનો માણસ જ્યારે આ ત્રણેયને ગળે લગાડીને વહાલ કરતો ફરે છે તેવા સમયે કર્તવ્યોની કિંમત કેમ સમજાય ?

કર્તવ્યોની કિંમત જાણવા તો રામ અને શ્રીકૃષ્ણ જેવાં ચરિત્રોની સમજણ કેળવવી પડે, ‘મહાભારત’ અને ‘રામાયણ’ જેવા ગ્રંથોને સમજવા પડે, રામ અને કૃષ્ણનાં ચરિત્રોને લોકગીત બનાવીને ગાનારા ગામડિયાનાં જીવનચરિત્રો ઉપર જેમણે સાહિત્ય પીરસ્યું છે તેવા દુલા ભાયા કાગ કે ઝવેરચંદ મેઘાણી જેવા કવિઓની રચનાઓ સમજવી પડે.

જ્યારે કર્તવ્ય સમજાય અને પોતાનાં કર્મોથી કોઈ કર્તવ્ય અદા કરે ત્યારે તે કૃતકૃત્ય બને છે. કૃતકૃત્ય બનવાનો જે સંતોષ છે તેને ભારતના કવિઓ અને સાહિત્યકારોએ મોક્ષતુલ્ય માન્યો છે. ‘ભગવદ્‌ગીતા’માં શ્રીકૃષ્ણ ‘ઙ્ગેંભષ્ટપ્સ્ર્ક્રઌટ્ટબ્ભ ૠક્રશ્વ ક્રબષ્ટ’ કહીને કર્તવ્યોને પોતાનું જ સ્વરૂપ બતાવે છે.

આત્મસંતુષ્ટિ :

સમગ્ર કર્મોનો સાર પોતાનો અંતરાત્મા છે. શાસ્ત્રો કહે છે કે આત્માની ઇચ્છાએ જ જન્મ થાય છે. વ્યક્તિને ઇચ્છા અને કર્તવ્યનો સંતોષ મળી જાય, પણ જો આત્મસંતોષ ન થાય તો વ્યક્તિ અધૂરી રહે છે. ઇચ્છા અને કર્તવ્યનો સંતોષ પણ આખરે આત્માર્થે છે. જ્યાંથી આત્મા જતો રહ્યો છે તેવા શબને કોઈ ઇચ્છા કે કર્તવ્ય નથી રહેતાં. અહીં જે કાંઈ છે તે આત્મા માટે જ છે, તેથી આત્મસંતોષ વગર બધાં જ કર્મો અધૂરાં છે. જ્યારે આત્મસંતોષ થાય છે ત્યારપછી કોઈ કર્મ શેષ નથી રહેતાં.

સ્ર્જીઅક્રઅૠક્રથ્બ્ભથ્શ્વ જીસ્ર્ક્રઘ્ક્રઅૠક્રભઢ્ઢતભ ૠક્રક્રઌઃ ત્ન

ત્ત્ક્રઅૠક્રર્સ્ર્શ્વિં ન ગધ્ભળ્ઝ્રજીભજીસ્ર્ ઙ્ગેંક્રસ્ર્ષ્ટ ઌ બ્ઙ્મભશ્વ ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૩-૧૭

‘શિવપુરાણ’ની કથા છે. શિવનાં પાર્વતી સાથે લગ્ન કરાવવા માટે બ્રહ્માસહિતના દેવોએ ઘણા પ્રયાસો કર્યા, પણ તેઓ સફળ ન થાય. શિવને પતિરૂપે પામવા પાર્વતીએ પણ ઘોર તપ કર્યું, તેમ છતાં શિવ વિવાહ માટે રાજી ન થાય. આખરે પાર્વતીની ધીરજ ખૂટી અને તેમણે શિવને મળીને કહ્યું : “આખર મારામાં એવી શી ખામી છે કે તમે મારી સાથે વિવાહ કરવા રાજી નથી ? શું હું તમને પ્રિય નથી ?”

પાર્વતીએ આવેશમાં આવીને પ્રશ્નો કર્યા ત્યારે શિવે કહ્યું : “દેવી ! તમે એટલાં સુંદર અને પ્રિય છો કે તે કારણે જ હું તમારી સાથે વિવાહ કરતો નથી.” પાર્વતીએ કહ્યું : “પ્રભુ ! મને તમારો જવાબ ન સમજાયો. હું સુંદર છું, તમને પ્રિય પણ છું, પછી મને નહીં અપનાવવા પાછળ શું કારણ છે ?”

શિવે કહ્યું : “દેવી ! હું તમારી સાથે જોડાઉ છું પછી મને મારું સ્વરૂપ યાદ નથી રહેતું. હું તમારી સાથે એક થઈને મારા સ્વરૂપને ભૂલી જઉં છું. તમારા સતી-અવતારમાં હું તમારી સાથે લગ્નગ્રંથિથી જોડાયો હતો અને તમારી સાથે એકાકાર થઈ ગયો હતો, જે કારણે હું વર્ષો સુધી તમારા મૃત શરીરને લઈને મોહવશ બની સાનભાન ભૂલી ભટકતો રહ્યો હતો. તમારી સાથેનો વિવાહ મારું શિવસ્વરૂપ ભુલાવી દે છે. તે કારણે જ હું તમારી સાથે વિવાહ કરવા રાજી નથી.”

શિવનો આવો જવાબ સાંભળીને પાર્વતીસહિતના દેવતાઓ મુશ્કેલીમાં મુકાયા, કારણ કે શિવ જગતનો આત્મા છે અને પાર્વતી પ્રકૃતિ. જો પુરુષ અને પ્રકૃતિનો મેળાપ ન થાય તો પ્રકૃતિએ રચેલું શરીર અચેતન જ રહે, તેથી શિવ અને પાર્વતી વિવાહ ન કરે તો સંસારની રચના શક્ય જ ન બને.

કહેવાય છે કે ઘણો કાળ વીત્યો અને પાર્વતી ફરી શિવપ્રાપ્તિ માટે તપ કરતાં રહ્યાં ત્યારે એક દિવસ પાર્વતીને તેનો ઉકેલ મળ્યો. ઉકેલ મળતાંની સાથે જ તેઓ શિવ પાસે પહોંચ્યાં અને કહ્યું : “પ્રભુ ! મેં એક યુક્તિ શોધી છે.” પાર્વતીએ કહ્યું : “પ્રભુ ! તમને મારી સાથે લગ્ન કરવાથી તમારું સ્વરૂપ ભુલાઈ જવાની ભીતિ છે અને તે કારણે જ તમે લગ્ન નથી કરતા, પરંતુ હું જ તમને તમારું મળૂ સ્વરૂપ યાદ દેવડાવી દઉં તો ?”

શિવે કહ્યું : “જો તેમ થાય તો હું વિવાહ માટે તૈયાર છું, પરંતુ તમે તમારી યુક્તિ વિસ્તારથી બતાવો.” ત્યારે પાર્વતીએ કહ્યું : “હું તમારી સાથે સાત ફેરા ફરીશ અને તે સાત ફેરા સાથે હું જીવનની સાત અવસ્થાઓ - શિશુ, બાલ, પૌગંડ, કિશોર, યુવા, પ્રૌઢ અને વૃદ્ધાવસ્થાને નિર્મિત કરીશ, જેમાંની છેલ્લી અવસ્થામાં હું મારા સ્વરૂપને જ એવું બનાવી દઈશ કે તમને તેનો મોહ નહીં થાય. તેમ જ તે છેલ્લી અવસ્થામાં હું તમને તમારું સ્વરૂપ યાદ કરાવવામાં સહાયભૂત બનતી રહીશ. જો મારા ભોગ-ઉપભોગથી તમે તૃપ્ત થઈ ચૂક્યા હશો તો તમે તમારા સ્વરૂપમાં સ્થિત થઈ જશો. જો તમે મારા ઉપભોગથી તૃપ્ત નહીં થયા હો તો હું જન્મોજન્મ આ યુક્તિ મુજબ તમને તમારું સ્વરૂપ યાદ કરાવતી રહીશ.”

વળી પાર્વતીએ એમ પણ કહ્યું : “પ્રભુ ! મારા ઉપરના પ્રેમના કારણે સંકોચવશ તમે એક વાત નથી કરી તે પણ હું કહી દઉં. મેં સતી-અવતારમાં તમારી અવજ્ઞા કરી હતી. મને તમારો વિયોગ થયો હતો તે કારણે જ છેલ્લે અગ્નિમાં બળવું પડ્યું હતું, પરંતુ હવેથી હું દરેક પ્રકારે તમારું જ અનુસરણ કરીશ.”

પાર્વતીની આ યુક્તિ સાથે શિવ રાજી થયા અને શિવે પાર્વતીની સાથે સાત ફેરા ફરીને તેમને પોતાનાં પત્ની બનાવ્યાં. શિવનાં પાર્વતી સાથે લગ્ન થતાં જ શિવનો અંશ જીવ અસ્તિત્વમાં આવ્યો અને સંસાર રચાયો.

કથા ખૂબ મહત્ત્વપૂર્ણ છે. શરીર પ્રકૃતિનું છે અને અંદરનું ચૈતન્ય પુરુષનું સ્વરૂપ છે. પુરુષ તેની ઇચ્છાનુસાર પ્રકૃતિનો ભોગ કરતો રહે છે. જ્ન્મોજન્મ પ્રકૃતિ તેને ઇચ્છાનુસાર પુરુષે જેવા ગુણોનો સંગ કરવા ઇચ્છ્યો હોય ત્યાં જન્મ આપતી રહે છે, તેમ છતાં પોતાના વચન મુજબ સમયેસમયે પુરુષને પોતાનું સ્વરૂપ યાદ કરાવતી રહે છે.

રળ્ન્ઃ ત્ઙ્ગેંઢ્ઢબ્ભજીબક્રશ્વ બ્દ્ય ઼ક્રળ્ભ્ૅદૃભશ્વ ત્ઙ્ગેંઢ્ઢબ્ભપક્રર્ટિંક્રળ્દ્ય્ક્રક્રઌૅ ત્ન

ઙ્ગેંક્રથ્દ્ય્ક્રધ્ ટક્રળ્દ્ય્ક્રગભ્ૅટક્રક્રશ્વશ્ચજીસ્ર્ ગઘ્ગઙ્મક્રશ્વબ્ઌપર્િંૠક્રઌગળ્ ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૧૩-૨૧

પ્રકૃતિ પુરુષને સ્વરૂપભ્રષ્ટ કરવા નથી માગતી. તેથી જ પ્રકૃતિ ખીલતાં ફૂલોને કરમાવતી રહે છે, જન્મને મૃત્યુ તરફ અને યુવાનીને વૃદ્ધત્વ તરફ ધકેલતી રહે છે. પ્રકૃતિ પુરુષને સંદેશ આપે છે કે મારા વિષયો તો આદિ અને અંતવાળા છે. તેની સાથે કાયમનો મોહ ન બાંધો. તમે તમારા શિવરૂપથી મારા સ્વામી છો અને તમારા સ્વરૂપમાં અદ્‌ભુત આનંદમય છો.

યુવાનીમાં ખીલવેલા ચહેરાને કરચલીઓથી મૂરઝાવી પ્રકૃતિ કહે છે કે તમે મારો ચહેરો ખૂબ જોયો, હવે તમારો ચહેરો જુઓ. આંખે મોતિયો અને દૃષ્ટિને ઝાંખપ આપીને કહે છે કે હવે મારાં રંગરૂપ જોવાને બદલે તમારાં રંગરૂપનો વિચાર કરો. કાને બહેરાશ આપીને કહે છે કે તમે મને ખૂબ સાંભળી, હવે અંતરનાદ સાંભળો. મુખમાંથી દાંત છીનવી લઈ કહે છે કે હવે મારા વિષયોને નહીં, તમારા સ્વરૂપના વિષયોને વાગોળો. શરીર અને ઇન્દ્રિયોની નાવને વિષયોના કિનારા સાથે બાંધી ન રાખો. તમે તો તમારી જાતમાં એક અગાધ સાગર છો. પુરુષને પોતાના સ્વરૂપનો સંદેશ આપવા જ પ્રકૃતિ પોતાના રૂપને કુરૂપ કરે છે. ઇન્દ્રિયોના વિષયોને પ્રકૃતિએ જ આદિ અને અંતવાળા કર્યા છે. કોઈ તે વિષયોનો મોહ પકડી રાખે તો ઉબાઈને સડે છે. જેમ સુકાઈ ગયેલું પાન ડાળીને વળગી રહે તો સડે છે અને પછી પડે છે, તેમ માણસ પણ સડે છે અને પડે છે.

પ્રકૃતિ શિવને વચન આપ્યા મુજબ ચાલે છે. શિવ દરેકના અંતરમાં ચૈતન્યરૂપે રહેલા છે. તેઓ જ બ્રહ્મ કહેવાય છે. તેઓ ઉપદ્રષ્ટા, અનુમંતા, ભર્તા, ભોક્તા અને મહેશ્વરરૂપથી દેહમાં સ્થિત છે. વળી તેઓ પ્રકૃતિના સ્વામી છે અને પ્રકૃતિ દરેક પ્રકારે તેમને અનુસરે છે.

રશ્રઘ્ત્ઝ્રક્રઌળ્ૠક્રધ્ભક્ર ન ઼ક્રભક્રષ્ટ ઼ક્રક્રશ્વદૃભક્ર ૠક્રદ્યશ્વઈથ્ઃ ત્ન

થ્ૠક્રક્રઅૠક્રશ્વબ્ભ નક્રતસ્ર્ળ્દૃભક્રશ્વ ઘ્શ્વદ્યશ્વશ્ચબ્જીૠક્રઌૅ ળ્ન્ઃ થ્ઃ ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૧૩-૨૨

પ્રકૃતિ પોતાને શિવાર્પણ કરવા ઇચ્છે છે, તેથી જે કર્મો શિવાર્પણ ન થાય તે અસત કહેવાય છે. જો વ્યક્તિ પોતાનાં કર્મોને શિવાર્પણ કરતી થઈજાય તો તે કર્મો તેના અંતરાત્માને પરમ સંતોષ આપે છે. તે તત્ત્વને જાણનારા વિદ્વાનો ઇચ્છે છે કે તેમના દ્વારા થતાં તમામ કર્મો તે આત્મરૂપ નારાયણને જ સમર્પિત થાય.

ઙ્ગેંક્રસ્ર્શ્વઌ ક્રનક્ર ૠક્રઌગશ્વબ્ર્ઘ્ત્સ્ર્હ્મિંક્રષ્ટ ખ્ક્રળ્બ્રરસ્ર્ક્રઅૠક્રઌક્ર ક્ર ત્ઙ્ગેંઢ્ઢભશ્વજીષ્ટ઼ક્રક્રક્રભૅ ત્ન

ઙ્ગેંથ્ક્રશ્વબ્ૠક્ર સ્ર્ઙ્મભૅ ગઙ્ગેંૐધ્ થ્જીૠક્રહ્મ ઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રસ્ર્શ્વબ્ભ ગૠક્રન્કસ્ર્ક્રબ્ૠક્ર ત્નત્ન

ૐ ભભૅ ગભૅ ત્ન

---------------------