મૃગજળ ની મમત
ભાગ-13
“ અરે ....અરે...નિરુ ..પણ.. કોણ છે આ? હું તો ઓળખતી પણ નથી..અને તુ મને...”
“ હા .ખબર છે મને તું પણ ઓળખે છે એમને અને એમને જોઈ ને તુ ઉછળી પડશે.”
“ એવુ..તો વળી કોણ છે.??”
હવે બંને જણાં બાલ્કની મા પહોંચી ગયા હતા. ત્યા પાછળ ફરી ને ઉભેલા એ માણસ ની પીઠ પર નિરાલી એ જોરથી થપકી મારી. અને એનો હાથ ખેંચતા બોલી..
“ હેય ..ટર્ન બેક મેન હિયર ઇઝ યોર સરપ્રાઇઝ...”
એનાં પાછળ ફરતા જ અંતરા પાતાના બંને હાથ મોં પર રાખી ને મોટા અવાજે બોલી ઉઠી.
“ ઓ.. ઓઓ.. માય .. ગોડ.. ઓહ… ઓ.. એમ.. જી.. ઇટસ યુ ?? આય ડોન્ટ બીલીવ માય આઇઝ.. ઇટસ યુ ?? અર્ણવ...”
અંતરા ખરેખર અર્ણવ ને જોઈ ને અચંબામાં પડી ગઇ ..અને અર્ણવ પણ .બંને માટે આ નધારેલી 3સરપ્રાઇઝ હતી. બંને એકબીજા ને વળગી પડયા.. જાણે..વિતેલા વર્ષો નું અંતર હતું જ નહીં. થોડી વાર સુધી બંને એમને એમજ ઉભા રહ્યા પછી અંતરા અર્ણવ થી ધીમેથી અળગી થઇ.એની આખો માં આંસુ હતા..
“ ઓહ..માય..માય.. યુ લુકસ ગોર્જીઅસ… સેમ એઝ બી ફોર.. ઓલ મોસ્ટ દસ બાર વર્ષ થયાં તને જોયાં ને તું તો અચાનક જ ગાયબ થઇ ગઇ. આટલાં વર્ષો માં એકવાર પણ મારો વિચાર સુધ્ધા ન આવ્યો તને.? તુ આટલી હથેળી ભુલાવી દેશે મને એ ખબર નહોતી..અનુ “
અર્ણવ ની વાત માં ફરીયાદ નો સુર હતો.
“ના હું ભુલી નથી કાંઇ.. અર્ણવ..પણ..પણ.. “
અંતરા વાક્ય પુરું ન કરી શકી અને એટલાં માં જ અટકી ગઇ.
“ ઓ..હલો.. મને ભુલીગયા બંને સેલ્ફીશ.. પણ કઇ નઇ અત્યારે મારે ગેસ્ટ એટેન્ડ કરવાં ના છે પછી જોઈ લઉં છું બંને ને”
નિરાલી બંને ને એકલા મુકી ફરી પાર્ટી માં જતી રહી. બાલ્કની માં અર્ણવ અને અંતરા એકલા જ હતા. અર્ણવે અંતરા નો હાથ પકડીને જ રાખ્યો હતો.એ એની સામે તાકી રહ્યો હતો. જાણે જુની ચંચળ નિખાલસ અંતરા ને શોધી રહયો હોય. અચાનક જ અંતરા એ અર્ણવ ની આખ પાસે ચપટી વગાડી.
“ ઓહ... કયાં ખોવાઈ ગયો..? આજે બોલતી કેમ બંધ છે?? “
“ કંઇ જ નહીં.. “
અર્ણવ જાણે સપનાં માંથી જાગ્યો હોય..
“શોધું છું એ મારી અંતરા ને..આ એ નથી...પણ છોડ એ બધું કેમ છે તું? સ્નેહ શું કરે છે?.. એની સાથે ખુશ તો છેને? કંઇ ઇશ્યુ છે??”
અર્ણવ અધીરાઇ થી એક પછી એક સવાલ કરવા લાગ્યો.
“ અરે.. ધીમે..એક શ્ર્વાસ માં જ બધું પુછી નાંખીશ કે શું? હા.. સ્નેહ અહીં જ છે ..એ ટુર પર છે..એને મારે એક દિકરો પણ છે..મન...જો સામે હ્રદયા સાથે રમે છે...”
“ એ..એ..તારો દિકરો છે? એકદમ તારા જેવો..બોલકો..નખરાળો, નડકચડો, ને ચંચળ.. અમે તો કયાર ના ફ્રેન્ડ થઇ ગયા. અને વાતો પણ ખુબ કરી...”
“ હવે...બસ...મારા વિશે બહુ થયું.. તારી વાત કર..”
“ પુછ તારે જે પુછવુ હોય તે...”
“ ફોર્મલ વેયર માં ખુબ હેન્ડસમ દેખાય છે.. ...એ કહે..કયાં છે અત્યારે..ત્યા જામનગર મા જ કે પછી....અને પેલી સામે ઉભેલી કન્યા ક્યારની તનેજ નીરખી રહી છે...જેમ ઠાકોરજી ની છબી નિરખતી હોય... કોણ છે એ?”
અંતરા એ પોતાનો ખભો અર્ણવ ના ખભા સાથે અથડાવ્યૉ.
“ જો..જો.. કેટલી કતરાય છે મારી સામે જોઈ ને.. તું ગમી ગયો લાગે છે ? બોલ વાત પાક્કી કરું કે...”
“ હા..ગમે છે.. ખુબ જ ...જીવ છે એ મારો..એ..લાઇફ છે મારી...”
“ શું વાત છે... તું એટલો મોટો થઇ ગયો...? અને મને લગ્ન માં બોલાવી પણ નહીં?”
અંતરા એ અર્ણવ ના ગાલ પર ટપલી મારતા કહયું..અર્ણવ કઇ જ જવાબ આપ્યા વગર વાતને કાપી..
“ જો...અનુ મેં અને નિરાલી એ એને કહયું છે કે તું મારી એક્સ ગર્લફ્રેન્ડ છે.આજે પણ તું મને ખુબ ચાહે છે. એટલેજ એ તને જોઈ ને કતરાય છે. અને કંઇક બોલે તો મને ખરાબ લાગે એટલે ત્યા જ ઉભી ઉભી જોયા કરે છે. હું જ જાણું છું એણે કઇ રીતે પોતાની જાત ને રોકી રાખી છે.”
અર્ણવે અંતરા નો હાથ પકડીને એને પોતાની વધું નજીક કરી ને અંતરા ના ખભે હાથ મુકીને બંને ખડખડાટ હસી પડયા..એ જોઈ ને એ છોકરી ઉતાવળ થી બાલ્કની મા અર્ણવ ની એકદમ નજીક આવીને ઉભી રહી ગઇ. અંતરા તરફ પોતાનો હાથ લંબાવતા બોલી..
“ આય એમ વિભા...અર્ણવ્સ વાઇફ ...”
“ ઓકે..એન્ડ મી . અંતરા ..હિઝ ગર્લફ્રેન્ડ... અમે ખુબ મજ્જા કરી છે..અમારું ટ્યુનીંગ પણ ખુબ સારું હતું.. ઓહ ..હતું નહીં છે..”
અર્ણવ સમજી ગયો અંતરા હવે..વિભા ને પજવે..છે. એણે અંતરા નો સાથ આપતા આંતરડાની કમર પર હાથ વિટાળી ને પોતાની એકદમ નજીક ખેચી. વિભા આ બધું જોઈ ને ખુબ જેલસ થઇ રહી હતી. એણે માંડ માંડ પોતાની જાતને કાબુમાં રાખી હતી.
“ યુ .નો વિભા..આય સ્ટીલ લવ હીમ.....એન્ડ હિ ટુ...ઇઝ ઇટ??”
“ યસ આય લવ યુ ટુ ડાર્લીંગ “
અર્ણવ એ ઉમેર્યું. વિભા હવે રડું રડું થઇ રહી હતી. હવે સહનશક્તિની બહાર ની વાત હતી એનાં માટે.. એની આખ માં થી આંસુ ટપકવાનુ જ હતું કે અંતરા એને ભેટી પડી.
“ હા...હું આજે પણ મારા નાના ભાઇ ને ખુબ પ્રેમ કરું છું અને એ પણ...” અંતરા બોલી પડી...વિભા ની હાલત હવે એ જોઈ ન શકી..સાંભળતા જ વિભા એકદમ ખુશ થઇ ગઇ.
“ ભ..ભાઇ?? એટલે...?? ત..મે..”
“ હા..આતો..અમે તારી ફીરકી લઇ રહ્યાં હતા..આટલાં વર્ષો પછી આવો ચાન્સ મળ્યો છે એ મુકાય થોડો?.
“ ઓહ...એમ.. તો તમે જ અંતરા છો..? તમારા વિશે બહુ સાભળયુ છે પણ આજે જોવા નો લાહવો પણ મળળયો હવે. શાંતી થઇ..નહી તો.. મારો તો..જીવ જ નીકળી ગયો હતો.. સારું તમે બંને વાતો કરો હું નિરાલી ભાભી ને મદદ કરું છું “
અંતરા વિભા ને જતાં જોઈ રહી હતી..
“ સારી છોકરી છે વિભા .. અર્ણવ તું એને ખુશ રાખજે... ભલે હજું પહેલી જ વાર મળ્યા પણ.. જોતાં જ ખબર પડી જાય કે .. પણ એ.. માર વિશે? ”અંતરા બોલતા બોલતા અટકી.
“ ના એ તારાં વિશે કશું જ જાણતી નથી. એટલે ..પણ તુ.. તને એકવાત પુછુ? તુ બધુજ ભુ..લ..લી ગ ઇ?”
અર્ણવ થોડો અચકાતા બોલ્યો.
“ અર્ણવ પ્લીઝ એ બાબત ફરી ક્યારેય...હું આગળ વધી ગઇછુ બધું ભુલાવી ને...હવે બસ મુક આ બધું ને કહે કે તું અને વિભા કયાં મળ્યા?”
“ હું અને વિભા સાથે જોબ કરતાં .. એમાં થી ફ્રેન્ડશીપ થઇ ..પછી પ્રેમ અને.. લગ્ન..બસ..”
“ લે... લવ મેરેજ? .. તમારા ફેમીલી મા..એ પણ.. આઇ થોટ કે.. ત્યા લવમેરેજ અલાઉડ નથી”
અંતરા થી કટાક્ષ કરતાં એકદમ થી આ વાક્ય બોલાઈ ગયું. અર્ણવ જાણતો હતો અંતરા શું કહેવા માંગે છે..પણ એણે પણ વાતને હસવા માટે કાઢી નાખી.
“ હા.. પ્રોબ્લેમ્સ તો..ઘણી આવ્યા..પણ હું અડીખમ રહયો.. મમ્મી ની જીલ્લા આગળ મે સ્હેજ પણ નમતું નથી મુક્યુ.. કારણ મે તને જોઈ હતી.. એ જ હાલત હું વિભા ની કરું ? એ મને....એટલેજ અંતે મમ્મી એ જ વિભા ને સ્વીકારી. હું.. ભા..આ ની જેમ..”
અંતરા એકદમ થી અર્ણવ ને તાકી રહી.જાણે વર્ષો થી અંદર દબાવી રાખેલાં ઘાવ ને ફરી ખોતર્યો હોય. અંતરા એ તરતજ વાત આગળ વધે એ પહેલાં જ વાત ને કાપી.
“ કેટલો સમય થયો તારાં લગ્ન ને?”
“ ત્રણ વવર્ષ “
“ બાળક.?”
“ના.. એને થશે પણ નહીં.. વિભા કન્સીવ કરી શકે એમ નથી.. અને કદાચ શક્ય થાય તો જીવ નું જોખમ..એટલે હું નથી ઇચ્છતો કે જે હજું આ દુનિયા માં નથી એનાં પ્રેમ માટે વિભા ને ખોઇ બેસું “
“ “ હે.. ધેટસ લાઇક માય બડી...બસ આમજ સાથ આપજે એનો.”
“ હા.. ઘરમાં મમ્મી વાત વાત માં વિભા ને એની ખામીઓ ગણાવે સંભાળાવે એટલેજ હવે મુંબઇ ટ્રાન્સફર કરાવી લીધી તો હવે શાંતી છે .. અને બસ હવે આડીઅવળી વાતો બંધ એને કહી દિધુ કે સવારે બ્રેકફાસ્ટ તારે ત્યા જ કરીશ..બહું વખતે હાથ લાગી છે હવે નહીં જવાદઉ..”
“ ઓકે.. સર.. જો હુકમ મેરે આકા.. ગુલામ આપકી ખીદમત મે રહેગા.. પર અભી હમ પાર્ટી એટેન્ડ કરેગા “
બંને જણાં ખડખડાટ હસી પડયા... પાર્ટી માં આવેલા લોકો ફુડ ની ..અને બાકી અરેન્જમેન્ટ ના ખુબ વખાણ કરી રહયા હતાં. દરેક વખતે આશીષ અને નિરાલી અંતરા ને બોલાવી ને થેન્કસ કહેતા . નિરાલી આવેલા બધાં ગેસ્ટ સાથે અંતરા ની ઓળખાણ કરાવતી અને.. પાર્ટી ની નાના માં નાની ડિટેલીંગ અને તૈયારીઓ માટે અંતરા ને જશ આપતી. રાત્રે અગિયાર વાગે ઓલ મોસ્ટ બધા મહેમાનો જતાં રહ્યા હતાં જે હજું ઘરમાં હતાં એ લોકો ત્યાં જ રોકાવા ના હતા. ઘરમાં હજૂ ઘણુંખરું વાઇન્ડઅપ બાકી હતું મન અને હ્રદયા થાકી ને ત્યા સોફામાં જ ઉંઘી ગયા હતા.
“ નિરુ હવે હું પણ જાવ..તું અને આશીષ ભાઇ પણ સુઈ જા જો બાકી નું કામ આપણે બંને સવારે જ કરી નાખશુ. અને હા તારા ઇનલોઝ પણ અહીયા જ છે. આટલા લોકો ને એક ઘરમાં થોડી અગવડતા પડે.. જે ને મારે ત્યા ફાવે એમ હોય એમને મોકલી દે .. “
“ હા એ વાત સાચી અંતરા..સવાર માં હુ બધું એકસાથે નહીં પહોંચી શકું પણ તારે ત્યા કોને મોકલું.. “
“અર્ણવ અને વિભા ને જો ફાવે તો ..” અંતરા અચકાતા બોલી..
“ હા... હું અને અર્ણવ ...ખુબજ ફાવશે.. રાત્રે થોડું જાગી ને અર્ણવ અને તમારા નાનપણની વાતો પણ કરશું “ વિભા એકદમ ઉત્સાહ થી બોલી..
“હું અર્ણવ ને બોલાવી આવું અને બેગ લઇ આવું. “
અર્ણવ ને વિભા અંતરા ના ઘરે આવી ગયા.. રાત્રે ખુબ નાનપણથી ની વાતો કરી . બઘી વાતો સાંભળી ને વિભા ને બહું મજા પડી.એ પણ હવે અંતરા સાથે ભળી ગઇ હતી. રાત્રે બાર વાગ્યા હતાં વાતો કરતાં કરતાં સમય કયાં વિતી ગયો ખબર જ ન પડી.
“ અર્ણવ...અંતરા હવે મારા થી વધું જાગી નહીં શકાય.તમે બંને વાતો કરો..હું સુઇ જાઉછુ”
વિભા રુમમાં જતી રહી. હવે અર્ણવ અને અંતરા એકલા હતાં રાતનો અંધકાર અને નીરવ શાંતી હતી. ..થોડીવાર બંને શાંત રહ્યા. પછી અર્ણવ બોલવા ની શરૂઆત કરી..
“અંતરા એકવાત પુછુ?”
“ હા.. પુજી નાખને...એમાં ફોર્માલીટી શું કરે છે..તારે કયારથી જરુર પડી.?”
“ હમ.. હું તારી અંગત લાઇફ વિશે પુછવા માંગતો હતો.. નિરાલી એ મને ફોન પર વાત કરી ..સ્નેહ તને ખુબજ ચાહતો હતો..તો.હવે તમારા બંને વચ્ચે એવું તો શું બન્યુ કે એ તારાથી આટલો બધો દુર થઇ ગયો. ? કંઇ તો બન્યુ હોય.તે કયારેય પુછ્યુ છે ખરું??”
“ ખબર નથી..પણ એ ખુબ જ એમ્બીશીયસ છે. ઘીમે ધીમે પૈસા ની લ્હાય માં એ અમને ભુલતૉ ગયો અને એક હદ પછી મે પણએની આશા છોડી દિધી હવે ફક્ત મન જ છે જેના માટે ..” અંતરા નો અવાજ થોડો ઢીલો પડી ગયો.
“ હાબેટા પણ કંઇક તો.. તે કે કોઈએ પણ એની મનોસ્થિતિ જાણવા ની કોશિશ કરી?? “
“ હા..! મેં ઘણીવખત પ્રયત્ન કર્યો પણ એ કંઇ બોલવા તૈયાર જ નથી.”અર્ણવે અંતરા નો હાથ પોતાના હાથમાં લીધો .એક ભાઇ ની જેમ એનાં મન ની પરિસ્થિતિ ને હળવી કરતાં આશ્ર્વાસન આપ્યુ
“ બઘું સારું થઇ જશે પણ તુ?? તું?”
“ શું ..? બોલને આમ કેમ અચકાય છે?”
“ તું ..ભાઇ ને સંપુર્ણ પણે..? કયાંક એવું તો નથી ને કે સ્નેહ ને કયારેય એવું લાગ્યુ હોય કે તું ફક્ત શારીરિક ક એની સાથે છે ..પણ મનથી હજું તારા ભુતકાળ મા જ જીવે છે..?”
અર્ણવ ના આ સવાલે અંતરા ને વિચાર માં પાડીદિધી...થોડીકવાર માટે બંને નિશબ્દ બેસી રહયા પછી પોતાના રુમમાં જઇને સુઈ ગયા. અંતરા અડધી રાત થી પણ વધું સમય અર્ણવ શી વાત પર વિચાર કરતી રહી પછી ઉંઘી ગઇ. સવારે પોતાના રુટીન સમય કરતાં થોડી મોડી પડી ઉઠવા મા. જલદી જલદી .ઉઠીને રસોડામાં બધી તૈયારી કરવા લાગી. અર્ણવ ને ભાવતી બધીજ ડીશ બનાવી ને ડાઇનીંગ ટેબલ પર સજાવી ને તૈયાર કરી..એટલામાં જ અર્ણવ અને વિભા પણ આવી ગયા.
“ અર્ણવ હવે તો બસ કરો.. કેટલું હવે. ? પછી..” વિભા એ જરા ધીમેથી કાન મા ટકોર કરી..અર્ણવ ખડખડાટ હસવા લાગ્યો..
“ જો પહેલાં તો આ ઘર છે અને અંતરા આપણી એટલે છાનુ છાનુ બોલવાની જરુર નથી અને અને બીજું કે આજે રોકતી નહીં. તને ખબર છે વિભુ આ પરોઠા સેન્ડવીચ બઘું સામે ચાલી ને આવતું આપણા ઘરે..સવાર સવાર માં.યુ નો અંતરા આય રિયલી મીસ ધોઝ ડેઇઝ.
“મી ટુ..” અંતરા એ જવાબ આપ્યો.
“ તને ખબર છે બેંગ્લોર આવ્યા પછી હું ફકત જીંદગી કાઢી રહી હતી પણ જ્યારથી નિરુ આવીને ફરી જીંદગી જીવવા લાગી છું. એમાં ફરી નાનપણથી ની યારો, તોફાન મસ્તી નવી વાતો ના રંગ પુરાયા છે.હવે તુ પણ આવી ગયો..થેન્કસ ટુ બોય ઓફ યુ..પણ હવે કયાય પણ રહીએ કોન્ટેક્ટ માં રહેવા નું ફરી છુટ્ટા નથી પડવું. “
“હા..વિભા ને પણ તારી સાથે ગમીગયુ છે.અને મન સાથે પણ.એટલે હવે એ તો વારંવાર તને ફોન કરીને હેરાન કર્યા કરશે.”
“ હા મન સાથે કેટલી ખુશ છે.અને મન ને પણ વિભા ની કંપની ગમે છે.” અંતરા મન સાથે મસ્તી કરતી વિભા ની સામે જોઈ ને બોલી. .
“ હવે અમે રજા લઇશું અંતરા. .. અને હવે ફોન કરતી રહેજે હું પણ કરીશ “ અર્ણવ અને વિભા ને એ જતાં જોઈ રહી હતી.. એટલામાં નિરાલી આવી .
“ શું જુએ છે? .”
“ જતાં ...મારા આનંદ ના દિવસો ને.. મારી ખુબ સુખ માં વિતેલી હસી મજાક મોજમસ્તી ની એ લાઇફ જે ફરી આ બે દિવસ મે જીવી એને જતાં જોઈ રહી છું.. “
નિરાલી નુ ઘર સરસ ગોઠવાઈ ગયું. પાર્ટી પણ થઇ ગઇ .એક મહીનો થઇ ગયો હતો બંને બહેનપણી સાથે શોપીંગ મ્ જતી બાળકોને પણ ટાઇમ આપતી .આશીષ મન ને હ્રદયા ની જેમ જ સાચવતો એટલે મન ને પણ એક ફાધરફીગર મળી ગયું હતું.. લાઇફ રુટીન થઇ ગઇ હતી. પણ અંતરા ખુશ હતી..
“ નિરુ સમય ખુબ ઝડપથી જાય છે.આપણે મળયા ને દોઢ મહિનો થયો. આ મારી છેલ્લા પાંચ છ વર્ષ ની લાઇફ નો સૌથી સારો સમય હતો. વિભા પણ રોજ ફોન કરેછે.અર્ણવ તો ફક્ત મન સાથે જ ..અને એ એટલો ખુશ થઇ જાયછે.”
“ અંતરા .. તને.. કયાં. રે.ય નિ.. નિ.. નિસર્ગ યાદ આવે છે?? તુ તો એને છોડીને સુરત જતી રહી..પણ એ..”
“ બસ.. બસ.નિરુ.. હું નહીં એણે મને છોડી છે.... હું તો હજું પણ એને મારા અંદર કયાંક સમાવી ને બેઠી છું. સ્નેહ નો પતી તરીકે મે સ્વીકાર કર્યો લગ્ન પણ કર્યાં પણ પ્રેમ તો એજ હતો.. હજું પણ એકાત માં જયારે પણ યાદ કરું છું એની સાથે વિતાવેલી એક એક ક્ષણ ને..ત્યારે હું જીવું છું એ ક્ષણ ને. સ્નેહ ને મે હક આપ્યા છે મારી જિંદગી પર ના. હવે કોઈ વસવસો નથી પણ એક વાત ખટકયા કરે છે જે નિસર્ગ એ કર્યું મારી સાથે… જાણુછુ કે વાંક એનો નહીં હોય પણ એણે સત્ય નો સાથ પણ ન આપ્યો. એ મારા કણ કણ માં વસેલો છે આજે પણ એ મારે એક એક શ્ર્વાસ મા વસેલો છે પણ હવે ક્યારે એનાં વિશે વાત નહીં કરતી..ફરી ફરી ને બધું યાદ આવે છે અને બધુ ભુલાવવા માટે હવે તો સ્નેહ પણ નથી મારી પાસે. “
“ સોરી મે..તને દુખી કરી.પણ હુ તો.. પણ ..જવાદે..હવે કયારેય આ વાત નહીં કરું. ચાલ હવે હું જાઉં આશીષ પણ આવતા જ હશે. “ નિરાલી ગઇ અને અંતરા પણ ડિનર ની તૈયારી માં પડી ગઇ એજ એનાં રુટીન પ્રમાણે મન ને અંતરા વાતો કરતાં કરતાં સુઇ ગયાં ..અચાનક રાત્રે દોઢ બે ની આસપાસ ડોરબેલ વાગી..કોઈ ખુબ અધીરાઇ થી બેલાબહેન વગાડી રહ્યુ હતું.
“ અત્યારે કોણ હશે ..? આ સમયે??” અંતરા બેડરૂમમાં થી બહાર આવી...ને ઘરના મેઇન ડોર તરફ આગળ વધી.