ધૃવલ:જિંદગી એક સફર-4
પરીક્ષા આવે છે. એટલે બધા પરીક્ષાની તૈયારીમાં પડી ગયા. પરીક્ષા પહેલાનો માહોલ કોલેજમાં કંઇક આવો છે.
કોલેજિયનોના હાથમાં પુસ્તકો છે. ખૂણે-ખૂણે પુસ્તકો લઇને છોકરા-છોકરીઓ બેઠા છે.પુસ્તકો એક બાજુને પ્રેમલીલા શરુ છે,અમૂક છોકરા – છોકરી કીધા એટલા બસ!!!!
તો અમૂક really exam ની તૈયારીમાં પડી ગયા છે,તો અમૂકે તો ક્યારેય કોલેજ જોઇ જ ન હતી એ હોશિયાર છોકરા-છોકરીના material લઇ xerox કરાવવા લાગ્યા તો અમૂક રોજ કોલેજ તો આવતા, પરંતુ જઇને ગપ્પા જ મારતા, તેઓ પણ material ની xerox કરાવવા લાગ્યા.
તો વળી કેટલાક પ્રેમી-પંખીડા Xerox શોધવા લાગ્યા.તો કેટલાક તો ચોરી કરવાની યુક્તિ શોધવા લાગ્યા.તો છોકરીઓ પણ પોતાની રીતે કેમ પાસ થવાય ? તેના માર્ગ શોધવા લાગી.
બસ,exam આવી ગઇ.ટોળુ મેળામાં જતુ હોય એમ આવે ભેગા થાય. બધા વાતો કરે, શું-શું વાચ્યુ? એ કહે,કેટલા મુદ્દા imp તો કેટલા પાકા કર્યા,તો કેટલાક પેપરમાં કઇ પેનથી લખવુ તો કેટલાક તો ભારે ભારે પેન જ વાપરતા,bookstol વાળાને તો exam આવે એટલે એક sizen શરુ થઇ જાય.
Xerox વાળાને પણ મૌસમ આવે. Friend circle માં ઉભા રહેવાનુ. મજાક-મસ્તી કરવાના, કેટલુ વાચ્યુ? કેટલા વાગ્યા સુધી વાચ્યુ? અને સવારે ક્યારે જાગ્યા? એ પણ પૂછી લેવાનુ .બધાને best of luck કેહવાનુ અને fashion માં આવ્યા હોય એમ એક અલગ અદાથી જ આવવાનું,પોતાના રૂમમાં બેસવાનુ.
આડોશી-પાડોશીનુ introduction કરવાનું. પોતાને શુ આવડે છે અને શુ નથી આવડતુ તેમજ ક્યા વિષયમા કેટલુ કેહવાનુ?એ પણ વાત થય જાય.
અંતે supervisor આવીને advise આપવાનુ શરુ કરે.કોઇ એ આડા-અવળુ, આગળ-પાછળ, આજુ-બાજુમાં પૂછવાનુ નથી.શાંતિથી પેપર લખી ચુપચાપ જતુ રેહવાનુ,નહીતર પેપર લઇ લેવામા આવશે. Ok collegians. આ લોકોને એક પણ શબ્દ પલ્લે ન પડે ને બોલે ok teacher.
મોટા ભાષણ પછી પેપર શરુ થાય, લખવાનુ શરુ થાય અને supervisor તેની કામગીરી શરુ કરે અને ચોરની પાછળ પોલીસ પડી હોય તેમ આગળ પાછળ આંટા માર્યા કરે. Collegians ઉંચા-નીચા થાય કે તરત જ વડકુ ભરે.કોઇ તો પાછા supplementary બતાવે તો કોઇ paper.તો કોઇ paperમા મુદ્દા લખી અદલા-બદલી કરે.
તો કોઇ એય કે ને વળી? 7 મો મુદ્દો ક્યો આવે? મને બધા આવડે પણ એ જ ભુલાય ગયો.તો કેટલાક તો ચોરી કરવામાં એટલા મશગૂક હોય કે teacher પકડે ત્યારે જ ખબર પડે કે પોતે ચોરી કરતા હતા.જેમ-તેમ કરી college આવતા હોય ને exam આવી પડે,ભારે થાય.
તો કેટલાક હોશિયાર તો લખવામાં જ તલ્લીન હોય છે. ધીરે-ધીરે ત્રણ કલાક પુરા થાય અને paper પણ. હુડુડુડુડુ.....ટોળુ બહાર નીકળે કે તુરંત જ. હે કેવુ ગ્યુ? એય કેવુ ગયુ?તો જવાબમા;કોઇને સારુ, કોઇને medium, તો કોઇને pass થવાના પણ ફાફા હોય છે.બીજા દિવસની તૈયારી કરવાના જોશથી બધા છુટા પડે છે.
આમ,paper પૂરા થાય છે અને બધા નીરાંતની શ્વાસ લે છે.અને નાનકડી પાર્ટી નાસ્તો,ઠંડુ પી છુટા પડે છે.
નિશાંત-દિશાંત-નિધિ, સંજના-મીરાં-અક્ષય પોતાના ઘેર જાય છે.આમ તો બધા જ બહારથી આવેલા કોલેજીયન પોતાના ઘેર જાય છે.એમ જ કેહવુ જોઇએ.બા-બાપૂજી-કાકા બધા ખૂબ જ ખુશ થાય છે.સ્નેહ મિલાપ થાય છે.
ગંગાબા ચિંતિત સ્વરે કહે નિશાંત તુ કેટલો દુબળૉ થઇ ગયો.? અરે!!! દિશાંત તારી તો તાકાત જ ઓછી થઇ ગઇ છે.નિધિ બેટા,ચિંતામાં તારા વાળ કેટલા ખરી ગયા છે?જો તો બેટા.
વિશાલદાદાના ગયા પછી ધરમદાદા અને ગંગાબા એમના બાળકોનું ધ્યાન વધારે રાખતા.
જમનાબા કહે મીરાં મારો દિકરો,કેવો થઇ ગયો .સંજુ તુ તો કેવી થઇ ગઇ છે? અક્ષય મારો લાલ માથા પર ચુંબન આપે છે.બધા જ છોકરા ધરમદાદાના ચરણ સ્પર્શ કરે છે. જમવા બેસે છે. બધાને મનગમતી કોઇને કોઇ રસોઇ બનાવવામાં આવી છે.
પ્રેમથી મજાક-મસ્તી હાસ્ય સાથે બધા જમવા બેઠા છે.આ સમયે એકવાર નઝર ધરમકાકાની દિવાલ પર સુખડના હાર પહેરાવીને લગાવેલી બે છબી પર પડે છે અને ઝળઝળીયા આવી જાય છે પણ કોઇને ખબર ન પડે એ રીતે લૂછી, ખુશીમાં ભળી જાય છે.
વાત કરતા કરતા ધ્રુવલે કાવ્યાનો હાથ દબાવ્યો.કાવ્યા એ આછું સ્મિત આપ્યું એ આગળ બોલી રહ્યો....
ત્યાં વચ્ચે જ સાગર કહે તમારી સ્ટોરી તો લવ સ્ટોરી બની ગઈ પણ...
તેને રોકતા ધ્રુવલ બોલ્યો નહીં ભાઈ,નહીં આવું ન બોલ....
એ નર્વસ થઈ બોલ્યો....તમે પણ મળી જશે રાહ જુઓ....
ધરમકાકા જમતા-જમતા પ્લોટમાં મકાન બનાવવાનું છે તેની વાત કરે છે.વાત સાંભળતા જ બધા ખૂબ જ ખુશ થાય છે.બધા પોત-પોતાનુ મંતવ્ય આપવા લાગે છે...
અક્ષય ઉત્સાહથી બોલ્યો નિશાંતભાઈ ભલે વધારે ખર્ચ થાય પણ મકાન તો ટકાટક જ બનવા જોઈએ...
ગંગાબા કહે લક્ષમણને બોલ્યા વગર ન ચાલે.નિશાંત તારું પૂછડું છે...વાંદરાના પૂંછડીની જેમ...
બધા હસી પડ્યા...
દિશાન્ત બોલ્યો મકાનની બાબતમાં હું ભરત કશું નહીં બોલું.રામ-લક્ષ્મણ, કૌશલ્યા-સુમિત્રા જેને જે કરવું હોય એ કરો...આપણે માત્ર આરામ જ કરશું...
બધા ખડખડાટ હસી પડ્યા...
ત્યારે નિશાંત, કાકાના હાથમાં મકાનનો plan મૂકે છે અને કાકાને જમતા-જમતા જ સમજાવે છે કે planમાં કેટ-કેટલી બાબતોનુ ચિવટપૂર્વક ધ્યાન રાખવામાં આવ્યુ છે. સાથે બધાના સપનાઓનુ પણ.
કાકા ખુશ થઇ ‘હા’પાડે છે. વારાફરતી બધા જ plan જુએ છે. ધરમકાકા એ જ સમયે contractor ને call કરી કાલથી જ કામ શરુ કરી દેવાનો આદેશ આપે છે.
બીજા દિવસે ગંગાબા અને ધરમકાકા ખાત-મૂહર્ત વિધિવત જેમ ગોરદાદા સગા-વ્હાલા મંત્રોચ્ચાર સાથે કરીએ છીએ તેમ જ કરવામ આવ્યુ.છોકરાઓ ને vacation છે એટલે થોડુ જલ્દી કામ શરુ કરાવી દીધુ.
કામની એક પણ છોકરાને આળસ નહીં. મકાનના પાયા તો બે જ દિવસમાં કડિયા સાથે કામ કરી પૂરાં કરાવ્યા.કડીયાની સાથે મજબૂતીથી બધા ભાઈ-બેન રહે...
ગંગાબાને જમનાબા બધાને મન ભાવતું ભોજન બનાવી આપે જમાડે.વ્હાલ કરે.કાકા પણ છોકરાઓના કામથી ખુબજ ખુશ થઈ ગયા....
એક મહિનામાં તો અગાશી સુધી કામ લેવડાવી લીધું...
છોકરાઓ સાથે મસ્તી કરતા-કરતા મહિનો ક્યા જતો રહ્યો ખબર જ ન રહી.?છોકરાઓને જવાનો સમય પાછો આવી ગયો.ઘરનું કામ શરુ છે.છેલ્લીવાર બધા સાથે જમવા બેઠા.બધા શાંત છે.. કોઇ કશુ બોલતુ ન હતુ.બંન્ને બા પણ સૂનમૂન છે.
ગંગાબા કહે જવાનુ છે, એ જવાનુ જ છે તો શા માટે આ સમયને આમ દુ;ખથી પસાર કરવો? નવા ઘરની વાતો કરો અને શાંતિથી સૂઇ જાવ.ગંગાબા એ છોકરાઓને સમજાવ્યા.બધા પોતપોતાના રૂમની વાતો કરવા લાગ્યા. હસવા લાગ્યા.અને રાતના ઠંડા પહોરમાં સૂઇ ગયા.એક નવા ઘરના સ્વપ્ન સાથે.
સવારમાં જાગી તૈયાર થઇ, ઇશ્વર અને વડીલોને પગે પડી નીકળી પડે છે.સંતાન ગમે તેટલુ મોટુ થાય મા-બાપ માટે સદેવ નાનુ જ રહે છે, એકબીજાનુ ધ્યાન રાખવાનુ પણ કહે છે.બન્ને બા...
નિશાંત કહે કાકા, જરૂર પડે તો મને ગમે ત્યારે બોલાવજો હુ આવી જઇશ.છ માથી ચાર ને આ last year છે..માત્ર બે જ છોકરીઓ college માં રેવાની છે.,બાકી બધા ઘેર આવી જવાના છે. નિધિ અને મીરાં બે જ છેલ્લે.
★★★
દોસ્તો બધા હોસ્ટેલ અને રૂમ પર્ આવી જાય છે,એકબાજાને મળે છે અને vacation કેવુ રહ્યુ એ પણ પૂછે છે?.11વાગે બધા college જાય છે, college કેમ છો?શુ છે?સારુ,મજામાં,કિલ્લોલથી ગૂંજી ઉઠે છે.ઘણા time પછી મિત્રો મળે છે.આથી બધા happy છે.
કેટલાય પ્રેમીપંખીડા બેબાકળા બની ગયેલા એકબીજાને મળે છે.જાણે વસંતઋતુ તેના પર ખુદ ફુલડાઓનો વરસાદ કરતી હોય એવું પ્રેમીઓને લાગે છે.હેપ્પી પાર્લરમાં કેટલાય પ્રેમીપંખીડાનું મિલન થાય છે.
એકબીજાની મસ્તી કરે gf/bf નુ પૂછે અને તેમાથી મજાક પણ કરે.બધા first લેક્ચરમાં જાય છે, ત્યા profacer vacation વિશે પૂછે છે.પહેલો દિવસ half પૂરો થાય છે અને recess પડે છે.
1)નિશાંત,દિશાંત,અક્ષય,અરમાન,અયાન,નિકિતા,કિંજલ, હેતલ,આયેશા,
આ બધા એક group માં છે.
2)નિધિ,સંજના,મીરાં,હસ્તી,આરવ,પ્રિયા,ખુશી,ધૃવ,જેનીલ,ભવ્ય
આ બધાનુ group છે.
નિશાંતનુ ગૃપ last year માં છે.. તો નિધિના ગૃપમાંથી નિધિ,મીરાં,આરવ,જેનીલ, સિવાયના બધા last year મા છે..આ છેલ્લુ વર્ષ છે,પછી બધા અલગ પડીશુ,બધા પોતાની career બનાવવામાં વ્યસ્ત રહેશે.
આ એક વર્ષ છે, મસ્તી -મજાકનુ,આપણે બધા અલગ – અલગ ફેકલ્ટીમાં છીએ. બધા laast year માં છીએ.આપણે પણ સમાજના પ્રવાહમાં ભળી જઇશુ એવી વાતો ક્યારેક નીકળે.
અરમાન અને આયેશા,
અયાન અને હેતલ,
દિશાંત અને કિંજલ,
દોસ્ત છે.
મીરાં અને ભવ્ય,
આરવ અને હસ્તી
ખુશી અને જેનીલ,
પ્રિયા અને ધૃવ
દોસ્ત છે.
અમૂક વધ્યા તે all rounder. Happy happya……
હવે ધ્રુવલ ચૂપ થઈ ગયો....ગિરનારના અનુપમ,અદભુત સૌંદર્યને નિહાળવા લાગ્યો...
કાવ્યા એ ધ્રુવલને કહ્યું તું પણ ઓછો નથી. મને છુપાઈ છુપાઈ ને બોવ મળ્યો છે...ધીમેથી બોલી...
ધ્રુવલ તે શું?
મેં કશું કર્યું નથી...જોરથીથી બોલ્યો...
કાવ્યા કેમ નથી કર્યું તે મને......
ધ્રુવલ બોલ્યો શું મેં તને.... બોલ બોલ
કાવ્યા શરમાય ગઈ.ધ્રુવલના જોરથી બોલવાથી દોસ્તો બધાં નું ધ્યાન એ બે તરફ આવી ગયું.
કાવ્યા બોલી ક...શું... તો...ન..હી...
બધા હસી પડ્યા....