aakhari sharuaat - 18 in Gujarati Love Stories by ત્રિમૂર્તિ books and stories PDF | આખરી શરૂઆત - 18

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

આખરી શરૂઆત - 18

પ્રતિકાનો હાથ ગાલ પર હતો અને પગ ફુલ સ્પીડે દોડતા હતા ઓમને રોકવા માટે પણ ઓમ હવે ક્યાં રોકાવાનો હતો?...!! એણે ગાડી હંકારી મૂકી. પ્રતિકા બહારથી અંદર આવી અને જોરથી દરવાજો બંધ કર્યો. આદર્શને ઓમના જવાની ભનક લાગતા બહાર આવ્યો અને પૂછ્યું શું થયું એણે ખબર પડી કે ઓમને સચ્ચાઈ ખબર પડી ગઈ છે ત્યારે ગળામાં ઉતરેલું પાણી અંતરસ રૂપે બહાર આવ્યું અને એનો જીવ તાળવે ચોંટયો કે પ્રતિકા એ મારું નામ કહીને મારો ખેલ તો નહીં બગાડ્યો હોય ને? હે ભગવાન.. મારી મેંહનત પાણીમાં તો નહીં જાય ને? આદર્શે પૂછ્યું "પછી? " "કાંઈ નહીં અસ્મિતાની જેમ ઓમ પણ હાથ સાફ કરી ગયો અને મારી એક ના સાંભળી!" પ્રતિકાના ચહેરા પર દુઃખ દેખાઈ આવતું હતું. આદર્શે થોડી રાહત થઈ અને પછી ખોટી સાંત્વના આપતા કહ્યું "ઓમ અત્યારે ગુસ્સામાં છે, એના મમ્મી પણ સિરિયસ છે થોડું શાંત થયા પછી ઓમ સાથે દોસ્તી કરજે અને એ ચોક્કસ માનશે જ્યારે એને ખબર પડશે તું એના માટે જ કુંવારી રહી અને આટલી ધનદોલત અને એશો-આરામ છોડી તું એના માટે મેંહનત કરી રહી છે એટલે એ તારા પ્રેમને સમજશે "ઓકે જોઈએ શું થાય છે વેઇટ એન્ડ વોચ સિવાય ક્યાં વિકલ્પ છે મારી પાસે!" આદર્શ પછી નીકળી જાય છે.

બીજી તરફ અસ્મિતા ને એના પપ્પા સમજાવતા કે બેટા સીંગલ મધર દ્વારા ઉછેર બોવ અઘરો છે. અમે તો આજે છે ને કાલે નથી. તારે ગર્ભપાત કરાવી લેવો જોઈએ. "તો શું મારાં વખતે પણ આવો જ વિચાર આવ્યો હતો?" "ના બેટા એ વખતે પરિસ્થિતિ અલગ હતી. તુ એની સાથે સરખામણી નાં કર." "પણ પપ્પા આમાં મારો પણ જીવ છે. હું એવું કેવી રીતે કરી શકું ? મારો જીવ કપાઈ જઈ એવું કરતા......" "સારું બેટા જેવી તારી મરજી" એમ કહી ને પ્રકાશ ભાઈ ચાલ્યા ગયા.

ઓમ હવે ચિંતા મા સર્યો. એક તરફ મમ્મી ની ચિંતા અને બીજી તરફ અસ્મિતા સાથે… ઉપરથી કંપની મા રજા ઓ વધતી જતી હતી. એણે બીજા દિવસે જઇને તરત પ્રતિકા નું રાજીનામુ તૈયાર કર્યું. અને પ્રતિકા ને કેબિન મા બોલાવી. પ્રતિકા ને એમ કે કંપની નું કઈ કમ હશે અથવા કાલ ના માટે સોરી કેવું હશે. પણ તે અંદર ગઇ ત્યાં પાણીચું પકડાવી દીધું. પ્રતિકા તો પગ પછાડી પાછી ફરી. તેને એક પછી એક નિષ્ફળતા મળતી હતી. તો એને વિચાર્યું એવું તો શું હશે કે ઓમ આવુ કરે? બહુ વિચાર વિમર્શ પાછી એને લાગ્યું કે એની જ ભૂલ હતી. પોતે દૂધ સાથે રેહવું હોઈ તો ખાંડ ની જેમ ભળવું પડે નહીં કે લીંબુ બનીને દૂધને જ ફાડી નાખવાનું.

અસ્મિતા ની ગુમસુમતા હવે ઘટી રહી હતી. ઘરનું થોડું કામ કરવા લાગતી, આદર્શ સાથે વાતો કરતી. એની નવી જોબ માટે એક મહિના માટે અપીલ કરવાનું વિચાર્યું. બધા શાંતી થી બેઠા હતા. ત્યાં પ્રકાશભાઈ એ વાત કાઢી "બેટા અસ્મિતા ક્યા સુધી તું આવી રીતે રહીશ? " "અટલે પપ્પા" અસ્મિતા એ પૂછ્યું. "તારે આ બાળક ના ભાવિ વિષે વિચાર કરવો જોઈએ તારી ઉમર જ શુ છે હજી? અને અત્યાર થી એકલું જીવન જીવવું કઠીન પડશે અને વૃદ્ધત્વ માં પતિ જ એક સહારો હોય છે." "પપ્પા હું આ ફેસલો તમારી પર છોડું છું એક વખત હું પસ્તાઈ ચૂકી છું." "ઓકે બેટા ચિંતા ના કર આ વખતે છોકરાની વધારે સચોટ તપાસ કરી જોઇશું." સારું કહીને અસ્મિતા રૂમ માં જતી રહી.

અસ્મિતા ભલે બધાની સામે એવું બતાવા મથતી હોય કે એને છૂટાછેડા અપી ને કોઈ પસ્તાવો નથી. પણ રૂમ માં જઈ ત્યારે એક આસું તો સરી જ પડતું.… હું એમને આટલો પ્રેમ કરું છું તો એવું તો શું હશે પ્રતિકામા કે મને છોડી ને એ ચુડેલ ની સાથે આટલી હદ સુધી...

ઓમ સચ્ચાઈ જાણતો હતો પણ અસ્મિતા હવે એની સાથે વાત કરવા પણ નહોતી માંગતી. અને અસ્મિતા ની ખુશી માં જ ખુશી શોધવાનું તો ઓમ એ લગ્ન ની વેદી માં જ નક્કી કર્યું હતું.

આ સમયે વાંક કોઈ નો હતો જ નઈ. જો ઓમ અને અસ્મિતા એક છત નીચે આટલુ થયા પછી રહેતા તો પણ એક ઘરમા બે અજનબી ની માફક જ રેહવું પડતું એના કરતાં છૂટા પડવું કાંઈ અંશે યોગ્ય હતું. આ સમસ્યા નું સમાધાન ભલે છૂટા છેડા નહતુ પણ તેનાથી ભાગવાનો એક માત્ર ઉપાય હતો.

અસ્મિતા ને એના પપ્પા ના શબ્દો યાદ આવવા માંડયા એણે થયું શું મારે આકાર માટે ઓમ ને ભૂલવો પડશે.? આ મારી અને ઓમ ના પ્યાર ની એક જ નિશાની મારી પાસે છે. આટલે હવે એના માટે મારે ઓમ ને ભૂલવાનો અને બીજા સાથે પરણી જવાનો? ડીવોર્સ અપવા તો સહેલા છે પણ પ્રેમ જો સાચો હોય તો એના દર્દ ને જીરવવું મુશ્કેલ છે. ભારે કસ્મકસ પછી અસ્મિતા એ પોતાના બાળક ના બદલે ઓમ ની યાદો ને પસંદ કરી અને કોઈ ને કીધું વગર અવતા શુક્રવાર ની તારીખ લીધી.

તો બીજી તરફ પ્રકાશભાઈ એ ગામ માં ઘરે ફોન કરી ને કોઈ યોગ્ય જમાઇ હોય તો જણાવવા કીધું, બધાં સંબંધીઓ ને જણાવી દીધું અને દરરોજ એની તપાસ મા લાગી જતા. પણ કોઈ સારો મુરિતયો મળતો નતો. કોઇ સાવ ઓછું ભણેલો હોય, તો કોઇ બાળક પડાવવા સાથે તૈયાર થતું હોય પણ અસ્મિતા ના ફેંસલાથી અજાણ પ્રકાશભાઈ એ માટે સાફ ના પાડી દેતા. એક વ્યક્તિ બિનશરતે તૈયાર હતો તો એની દિકરી દસ વર્ષ ની હતી અને આનો મોટો ગેપ થોડું અજીબ હતું. પ્રકાશભાઈ બીજા બાપ ની જેમ અસ્મિતા ને જવાબદારી સમજી પુરી કરવા નહોતાં માંગતાં પણ એમની દીકરી નો હક સમજી ને વર શોધતા હતા એટલે હીરો પરખવો તો પડે જ "!

" દીદી.. દીદી... દીદી" આકાશ એ બૂમ પાડી પણ કોઈ જવાબ ના મળ્યો. “અસ્મિતા ઓ અસ્મિતા” આકાશ એ જોશ થી બૂમ પાડી અને આકાશ અસ્મિતા ના રૂમ મા સીધો ચાલ્યો ગયો. અસ્મિતાને થયું અત્યારે એવું તો શું કામ હશે? "દીદી યાદ છે તમારાં એંગજેમેંટ વખતે હું પ્રોજેક્ટ પર કામ કરતો હતો?" "હા હા યાદ છે" "એ પછી ફાઇનલ મા સિલેક્ટ થયો હતો? એનું શું થયું ખબર છે?" "ના તું કહીશ તો ખબર પડશે ને " આકાશ એ અત્યંત ઉત્સાહ સાથે કીધું "એ પ્રોજેક્ટ સાઉથ એશિયા માં પ્રેઝન્ટેશન માટે સિલેક્ટ થયો છે તો એના માટે મારે આવતા મહિને સાંઘાઈ ચાઇના જવાનું છે." "કેટલા દિવસ માટે છે આકાશ?" " નકકી નથી હજું પણ કદાચ દસ દિવસ માટે જવાનું થશે. ત્યાં બધાં પોતાના પ્રોજેક્ટ રજૂ કરશે એમાંથી શું ફાયદા ગેરફાયદા પર ચર્ચા થશે અને છેલ્લે એક પ્રોજેક્ટ સિલેક્ટ થશે" અને હું આ રીતે અમદાવાદ ને પ્રેઝન્ટ કરનાર હું માત્ર સાતમો છું હું બહુ ઉત્સાહિત છું " " અભિનંદન આકાશ, અટલે દસ દિવસ મારે શાંતિ એમ ને.. આકાશ આ સાંભળી પોતાની બેન ને તકિયો મારવા લાગ્યો." "બધો ખર્ચો એ લોકો આપશે અને થોડા શોપિંગ માટે પણ પૈસા આપશે. અટલે હું તારા માટે અને મારા ભાણા માટે બહુ બધી ચોકલેટ લઈ આવિશ ." અસ્મિતા આ સાંભળી ને દુખી થઈ ગઈ કે આવતા વીક પછી આકાર ક્યાં રે'વાનો જ છે.? આકાશ એ પપ્પા મમ્મી ને પણ કોલ કરીને જણાવી દીધું ઘણા બધા દિવસ પછી વ્યાસ ઘરમાંથી શોક ની ચાદર ખસી હતી અને ખુસી નું કૂણું કૂણું ઘાસ ઉગ્યુ હતું... પ્રકાશભાઈ ની તપાસ હજુ ચાલુ જ હતી પણ એન મામલામાં માં હકારાત્મક જવાબ મળતો નતો. ત્યાં જ પ્રકાશભાઈ ને આદર્શ નો વિચાર આવ્યો એમને મન માં વિચાર્યું 'કેડ માં છોરું અને ગામ માં ગોતે' મેં એના જેવું ઘાટ કર્યો. હું અત્યારે એને ફોન કરી આવતા અઠવાડિયે બંનેની મીટિંગ કરાઇ દવ જો બને તૈયાર હોય તો ગોળધાણા પણ કરાવી દઇએ. કરણ કે એ છોકરા ની તપાસ કરવાની જરૂર નથી. સારો માણસ છે, વિશ્વાસુ, કાળજી રાખનાર જેવા બધાં ગુણો હતાં.

અસ્મિતાએ હવે એના જીવનની બાગડોર પ્રકાશભાઈને જ સોંપી દીધી હતી. કેમકે એને હતુ કે એકવાર એની પસંદગીથી આઘાત પામી ચૂકી હતી આથી હવે બધુ એણે એના પપ્પા પર છોડી દીધું હતુ. આ તરફ પ્રકાશભાઈના મનમાં આદર્શ રૂપે આશાનું કિરણ ઝબક્યું હતું. તેઓ આદર્શને આ અંગે વાત કરવા ઇચ્છતા હતા પણ તેઓ જાણતા નહોતા કે આદર્શનો ઇરાદો શું છે..! ઓમ અસ્મિતાને દિલથી ચાહતો હતો જ્યારે આદર્શને માત્ર અસ્મિતાના સોન્દર્યમાં જ રસ હતો. જો અસ્મિતા આટલી ચપળ અને મક્કમ ના હોત તો આદર્શ એનો ક્યારનો લાભ લઈ ચૂક્યો હોત.. તેને માત્ર અસ્મિતાના દેહની લાલસા હતી. તેની લાગણીઓ, ઈચ્છાઓ, ભાવનાઓની બિલકુલ પરવા નહોતી. પણ પ્રકાશભાઈ તેનાથી સાવ અંજાન હતા. તેમના મતે તો આદર્શ એક ચરિત્રવાન, રૂપવાન અને સારો મુરતિયો હતો. એતો અસ્મિતાને ઓમ ગમી ગયો એટલે બાકી પહેલા પણ એમને અસ્મિતા માટે એ યોગ્ય લાગ્યો હતો. અર્જુનના વેશમાં રહેલા દુશાસનને એ ઓળખી શકતા નહોતા. એને અસ્મિતા પ્રત્યે જો એટલો જ સાચો પ્રેમ હોત તો એને ઓમથી અલગ કરી આટલી પીડા કઈ રીતે પહોંચાડત! પણ પ્રકાશભાઈને ચિંતા પણ હતી કે આદર્શ બાળક સાથે અસ્મિતાને અપનાવશે ખરો! એક વખત વાત કરવામાં શું જાય છે તેમ વિચારી તેમણે આદર્શને અસ્મિતાની જાણબહાર એક રેસ્ટોરાંમા બોલાવવાનું નક્કી કર્યું.

આ તરફ અસ્મિતા આકાશને ફોરેન જવાનું સાંભળી થોડી ખુશ હતી. આખરે આકાશની મહેનત સફળ થઈ હતી. તે એને પેકિંગમાં મદદ કરી રહી હતી. પછી બધા આકાશને મૂકવા એરપોર્ટ ગયા. પછી આકાશ સૌને આવજો કહી ફ્લાઈટમાં જતો રહ્યો. "અસ્મિતા તું મમ્મી સાથે ઘરે જા મારે થોડું કામ છે પછી આવું છું.." પ્રકાશભાઈએ કહ્યું. "કામ તો મારેય છે પપ્પા" અસ્મિતાએ કહ્યું... "તો તું મમ્મીને ઘરે મુકીને જજે" પ્રકાશભાઈએ કહ્યું.. ખરેખર તો અસ્મિતા 'આકારને નિરાકાર' બનાવવાનો નિર્ણય લેવાની હતી. તેથી નિર્મિતા બહેનને ઘરે મુકી એ હોસ્પિટલ જવા નીકળી. અસ્મિતા હૉસ્પિટલમાં પહોંચી ચેક અપ કરાવતા ખબર પડી કે ત્રણ સાડા ત્રણ મહિના થઈ ચૂક્યા છે. હવે અબોર્શન અઘરું છે. અને અસ્મિતાને એમ પણ થયું કે જે કાંઈ પણ થયું તે મારો અને ઓમનો પ્રશ્ન છે એમાં આ નાનકડા બાળકનો કોઈ વાંક નથી. કયા હકથી હું એનો જીવ લઈ શકુ?! એ યોગ્ય નથી એમ વિચારી અસ્મિતા પાછી ફરી.. અસ્મિતાએ મન મક્કમ કરી લીધું હતું કે એ બાળકને જન્મ આપશે જ પણ હવે એનું નામ આકાર નઈ જ રાખે. પ્રકાશભાઈ આદર્શને મળવા ગયા હતા. આદર્શ થોડી વાર પછી આવ્યો અને બંને બેઠા. પ્રકાશભાઈ કેવી રીતે વાત કરવી એ માટે ગૂંચવણમા હતા પહેલા તો આડી અવળી વાતો કરી નિતાબેન ગયા પછી એને કેવું એકલુ લાગતુ હશે વગેરે.. પછી એમણે અસ્મિતાની વાત કરી.. આદર્શને વાતના ટ્રેક પરથી થોડા શુભ સંકેતો મળ્યા, મોઢામા લાળ આવી ગઈ પણ એણે છુપાવી રાખી. પ્રકાશભાઇએ આદર્શને પૂછ્યું કે, "અસ્મિતા વિશે શું ખ્યાલ છે? તને તો ખબર જ છે કે એની હાલત કેવી છે! એને અત્યારે એક સારા મિત્રની જરૂર છે જે એને આ દુખમાંથી બહાર લાવી શકે! " " આઈ કેન અન્ડરસ્ટેંs અંકલ.." આદર્શે એક્દમ શાંતિથી કહ્યું. "એટલે હવે હું અસ્મિતા માટે સારો છોકરો શોધું છું.." હવે આદર્શનો શક વિશ્વાસમાં બદલાતો જતો હતો કે નક્કી ગોડ ધાણા ખાવાની જ વાત કરશે તો જ બોલાવે પણ ગયા વખતની જેમ પચકો ના થાય એટલે ચૂપ રહ્યો. "શું તું મારી અસ્મિતાનો હાથ જિંદગીભર થામીશ?" પ્રકાશભાઈએ પૂછ્યું.. "મેં એ વિશે કાંઈ વિચાર્યું નથી અંકલ" આદર્શ એક્દમ ભોળા ભાવે બોલ્યો. "પણ હા મારી એક શરત છે. તારે અસ્મિતાના બાળકને પણ સગા બાપની જેમ અપનાવવું પડશે!" "હું.. હું તમને વિચારીને જવાબ આપીશ અંકલ "આદર્શ બોલ્યો.." કઈ ઉતાવળ નથી.. ટેક યોર ટાઈમ.. "પ્રકાશભાઈ કહીને ઘરે ગયા.

આ તરફ પ્રતિકાને ઓમે કાઢી મુકી એટલે એને આઘાત લાગ્યો. એને પોતાના કરવા પર

3-4 દિવસ આમ જ વિત્યા હશે ને આદર્શ પર ફોન આવ્યો પ્રકાશભાઇનો. આદર્શે કેમ છો વગેરે કહી વાતોનો દોર શરૂ કર્યો પછી થોડી ફોર્મલ વાતો કરીને કહ્યું" મેં શરૂઆતમાં વિચાર્યું. મારે માટે અસ્મિતાને અપનાવવી મુશ્કેલ હતી કેમકે મેં એને હંમેશા મારી ફ્રેન્ડ તરીકે જ જોઇ છે અને ઉપરાંત એના અને ઓમના સંતાનને લીધે વધારે મુશ્કેલ હતું પણ દરેક પક્ષે વિચારી મારી હા છે.. જો એની પણ હા હોય તો મને કોઈ વાંધો નથી."આદર્શે કહ્યું.. પ્રકાશભાઈએ એક બાજુથી મંજૂરી મેળવી લીધી હતી બીજી બાજુથી બાકી હતી એટલે આદર્શ અડધો ગઢ જીતી ગયો હતો. આદર્શે પછી બધું એની ડાયરીમાં સોનેરી અક્ષરોથી નોંધી લીધું. કેવો આતુર હતો એ અસ્મિતાના સોન્દર્યને માણવા અને આજે એ સાચે થવા જઈ રહ્યું હતું તો ખુશ તો હોય જ ને! પ્રકાશભાઈ માટે કામ હજી અઘરું હતું કેમકે હજી અજાણ્યા છોકરા માટે હા પાડવી સહેલી હતી પણ જેને હંમેશા ફ્રેંડ તરીકે જોયો હોય એને જીવનસાથી બનાવવા અઘરું હતું.

સવારે બ્રેકફાસ્ટના સમયે પ્રકાશભાઈએ અસ્મિતાને કહ્યું,"બેટા તારા માટે એક છોકરો જોયો છે તારી હા હોય તો મને વાંધો નથી. " " કોણ છે એ? "અસ્મિતાએ પૂછ્યું.." બેટા તું એને ઓળખે છે! "પ્રકાશભાઈએ કહ્યું. " કોણ પપ્પા? "અસ્મિતાએ એક્દમ નવાઈથી જોયું. " બેટા એ છોકરો આદર્શ છે.. એનો નેચર પણ કેટલો કેરીંગ, લવિંગ છે અને કેટલો હેલ્પફૂલ છે.. તારા લગ્ન, વેવિશાળ બધામાં કેટલી મદદ કરી હતી. અને પેલા દિવસે પણ સ્પેશિયલ રીક્ષા કરી તને મૂકવા આવ્યો હતો.. " પ્રકાશભાઈએ કહ્યું." પણ એટલી વાતથી લગ્ન નક્કી ના થાય પપ્પા! "અસ્મિતાએ કહ્યું.. ખરેખર તો અસ્મિતાએ બીજા લગ્ન માટે હા તો પાડી દીધી હતી પણ ઓમ સાથે એનો સંબંધ સાવ તૂટી ગયો નહોતો. એટલે એણે કહ્યું," હું એક્દમ હા ના પાડી શકું પપ્પા! " " કઈ નઈ બેટા વિચારીને જણાવજે. કઈ જલ્દી નથી. " " હું સાંજ સુધી વિચારી જણાવીશ.. "અસ્મિતાએ કહ્યું. " કઈ વાંધો નઈ બેટા, ઉતાવળે કે દબાણમાં નિર્ણય ના લેતી આખો ફેંસલો તારો જ હશે! " પ્રકાશભાઈએ કહ્યું.

અસ્મિતા ટેબલ પર બેઠી વિચારી રહી હતી. અને ત્યારે સુરજ ઢળી રહ્યો હતો. એણે વિચાર્યું કે સુરજ ઢળે ત્યારે અંધારું થઈ જાય છે અને પછી ચંદ્ર આવી અજવાળું પાથરે છે. એટલે એણે વિચાર્યું કે મારા જીવનનો પણ સૂરજ ડૂબી ગયો છે તો ચંદ્રને ઉગવાનો મોકો તો આપી જોઉ. એટલે એણે આદર્શ સાથે એક મીટિંગ કરવાનું નક્કી કર્યું.. પણ અસ્મિતા અજાણ હતી કે આદર્શ અસ્મિતાના જીવન માટે એ ચન્દ્ર હતો જે એના જીવનમાં પૂનમનું અજવાળું નહીં પણ માત્રને માત્ર અમાસનો અંધકાર જ લાવવાનો હતો!!

આકાશ ઓમ સાથે વાત ટાળી નાં શકતો કારણ કે એનું પ્રોજેક્ટ સિલેક્ટ થયો એનું એક કારણ ઓમ પણ હતો. એણે પ્રોજેક્ટ બનાવામાં સુધારવામાં અને સબમિશન કરવામા બહુ મદદ કરી હતી ઓમ સમજુ હતો ક્યારેક એ વાત ના છેડતો બસ અઠવાડિયે એકાદ વાર અસ્મિતા અને બધા ની ખબર પુછી લેતો ત્યારે કાલે ઓમ ને ખબર પડી પ્રકાશભાઈ અસ્મિતા માટે બીજો વર શોધે છે. અટલું સાંભળતા એણે ફોન સાઈડ પર મૂકી દીધો એને એ શબ્દો યાદ આવવા માંડયા જે પ્રતિકા ને કહેલા કે તે માત્ર અસ્મિતા ને ચાહે છે અને ચાહતો રહેશે. બીજા કોઈ માટે ક્યારે સ્થાન નહીં આપી શકે... તો શું અસ્મિતા મને એટલો પ્યાર પણ નહી કરતી હોય કે આટલી જલ્દી બીજાં લગન માટે તૈયાર થઈ ગઈ! પણ ઓમ હજુ એને બેહદ પ્યાર કરતો હતો. અટલે આ સાંભળતાં કોઈ ને પણ અચકો લાગે જ. કદી હિમ્મત ના હારનાર ઓમ ની આંખમાં આંસુ આવી ગયા જે એની ગાલ પર પડે એ પેહલા લુછી નાંખ્યું અને ભૂતકાળ ને ભૂલી માત્ર મમ્મી અને રિંકલ પર ધ્યાન આપવાનું નક્કી કર્યું.

રવિવારે અસ્મિતા અને આદર્શ વચ્ચે મીટિંગ ગોઠવાઈ અસ્મિતા ને સાતમો મહીનો બેસી ગયો હોવાથી અટલે હોટલ અથવા આદર્શ નાં ઘરે મીટિંગ ગોઠવી અઘરી હતી. અટલે આદર્શ જ અસ્મિતા ની ઘરે આવ્યો હતો સામાન્ય વાતો પૂછી બંને રૂમમા ગયાં આદર્શ મન મા વિચારતો હતો કે આ છેલ્લી જ વખત છે જ્યારે મારે સારાં હોવાનો ડોળ કરવાનો છે પછી તો અસ્મિતા મારી જ છે. અને મન મા મલકાયો. અસ્મિતા આ જોઈ ગઇ " શું થયું આદર્શ?" કઈ નઈ આમજ આદર્શ ફીકું હસ્યો. બને ઉપર બેઠા અને અસ્મિતા એ સીધો સવાલ કર્યો " તું મને અપનાવવા કેમ તૈયાર છે" " જો અસ્મિતા તે પણ કહેવત સાંભળી જ હશે વિધવા પૂતર શાહજાદા, તું વિધવા નથી પણ બાળક નો ઉછેર તો એકલી એ જ કરવાનો છે અને બીજો કોઈ છોકરો તને સ્વીકારવા તૈયાર થાત તો ત્યાં કોઈ કચાશ તો લાગતી જ અને એવા માં આપણે એક બીજા ને ઓળખીએ છીએ, સારાં મિત્રો છીએ અને એ પણ જાણીએ છે કે તારા છૂટા છેડા કેમ થયા તો પછી આપને એક બીજા સાથે મનમેળ કરવો સહેલો થશે. અને મને પણ એવા સાથી ની જરૂર છે જે મને ઓળખતી હોય ઉપરાંત સમજાતી હોય જાણતી હોય સંસ્કારી હોય અને બધા જ ગુણ મને તારામાં લાગે છે એટલે મને કોઈ વાંધો નથી જણાયો અટલે મેં હા કીધું " " એક સવાલ પૂછું જો તારે જવાબ ના આપવો હોય તો કોઇ વાંધો નઈ પણ હું હું જબરજસ્તી નઈ કરુ" " પૂછ તો સહી, શક્ય હશે તો જવાબ આપીશ. આદર્શ મનમાં વિચારવા લાગ્યો ક્યાક આ મારી પેહલી પત્ની વિશે તો નહી પૂછે ને?" અને પરસેવો છૂટો પડી ગયો. "રિલેક્સ આદર્શ મેં ખાલી અટલું પૂછવા માગું છું કે શું તું મને પેહલા થી લાઇક કરતો હતો?? " આદર્શ માટે આ સવાલ એણે વિચાર્યું હતું એના કરતાં પણ અઘરો હતો. એને થોડી વાર પછી જવાબ આપ્યો હા પણ એ વાક્ય પૂરું કરે એ પેહલા જ અસ્મિતા બોલી ઊઠી "કાશ... એ બોલવા માગતી હતી કે કાશ તું પહેલા બોલ્યો હોત તો હું આ અંધારે ઉભી ના હોત પણ પરિસ્થિતિ જાણી મન મા ચૂપ રહી" "ચાલો જઈશું નીચે" અસ્મિતા બોલી "પણ તમે ઉત્તર ના આપ્યો" "એ તો હું નીચે ઉતરીને બધાની સામે જ કહીશ. આદર્શ મન મા વિચારવા લાગ્યો કે કદાચ અસ્મિતા મારો ઉત્તર સાંભળીને ના પાડી દેશે તો મારી ઇચ્છા નો દુઃખદ અંત આવશે તો એમ ધારતો ધારતો ભારે મને અને ચિંતા ના માર્યો નીચે ઉતર્યો.નીચે ઉતરી ને અસ્મિતા એ કીધું બહુ વિચાર્યા પછી મેં નિર્ણય લીધો છે કે હું ફરી સિંધુર પૂરવા તૈયાર છું આદર્શ ના નામ નું અને આદર્શ ના ચેહરા પર ટૂર ડી ફ્રાંસ જીતી હોય એવી ખુશી આવી ગઈ ગોળધણા વિધિ પછી નિર્મિતા બેન બોલ્યા કાશ નીતા બેન હોત તો કેટલું સારું મમ્મી નું નામ સાંભળતા જ આદર્શ થોડું દુખી થયો પણ પરિસ્થિતિ ને જાણી તરત વાત બદલતા અસ્મિતા બોલી આપણે કોર્ટ મેરેજ જ કરીશુ અને વિવાહ જેવી કોઈ રસમ કરવી નથી. આદર્શ એ કોર્ટ મેરેજ કરવાની તો હા પાડી પણ એને કીધું મમ્મી ની બહુ ઇચ્છા હતી કે એમની વહુ ને એમની એક વીંટી સગાઈ માં પેહરાવે જો તારી ઇચ્છા અને મંજૂરી હોય તો અપણે એકદમ સાદાઈ થી સગાઈ કરીએ " " એ હું વિચારી ને કહીશ હું તારી ભાવના સમજૂ છું પણ હું કોઇ હવે દેખાડો કરવા નહીં માગતી. ખરેખર આદર્શ એ વિવાહ કરવા માટે જ વીંટી વાળુ બહાનું બનાવ્યું હતું કારણ કે એને લાગતું હતું કે ઓમ કદાચ અસ્મિતા ને કહેવામા સફળ થઈ જઈ તો કિનારે આવી ને એની નાવ ડૂબી ન જાય અટલે એક વાર વિવાહ થઈ જઈ પાછી શાંતી અને કોર્ટ મેરેજ ની હા તો એને પાડવી જ પડે જો લગ્ન કરે તો સંબંધીઓ અવે અને કોઈ ભાંડો ફોડે તો! એટલે કોર્ટ મેરેજ જ એની ફેવર મા હતી. આદર્શ થોડી વારમાં ચાલ્યો ગયો.અસ્મિતા એ બીજા દિવસે સગાઈની પણ હા પાડી દીધી અટલે રવિવાર એ જ વિવાહ ગોઠવાઈ ગયો એકદમ સાદાઈ થી વિવાહ ની વિધિ પતી ગઈ પછી ચાર પાંચ સંબંધીઓ ખાઈ ને વિદાય થયા.એમજ એક રવિવારે આદર્શ એના ઘર ની સાફ સફાઈ કરતો હતો એ માત્ર કેપરી અને બનિયન માં જ હતો એને એનું મેગેઝિન નું લાકડાં નું કબાટ સાફ સફાઈ કરવાનું ચાલુ કર્યું પણ એટલા મા શું થયું કે અચાનક એ ટેબલ પરથી પડ્યો અને પોતાની જાત ને બચાવવા કબાટ પકડ્યું તો કબાટ પણ પડ્યું. જોનાર માટે હાસ્યાસ્પદ ઘટના પણ આદર્શ માટે મુશ્કેલ પરિસ્થિતિ હતી કબાટ એના પગ પર પડયું અટલે એનો પગ મચકોડાઇ ગયો એના બધા મેગેઝીન અને ડાયરી વગરે સાવ વેર વિખેર થઇ ગયું એ માંડ માંડ ચાલી ને હોલ માં રહેલા ડ્રેસિંગ ટેબલ સુધી પહોચ્યો આટલા મા જ ઘર ની બેલ રણકી....

-અભિષેક ત્રિવેદી અને હર્ષિલ શાહ