Prerna nu Punj in Gujarati Fiction Stories by Chitt Patel books and stories PDF | પ્રેરણા નું પુંજ

Featured Books
Categories
Share

પ્રેરણા નું પુંજ

પ્રેરણા નું પુંજ

ભાગ ૩

ને એવા જ અલપઝલપ અંતિમ મિલન વખતે, એ યુવાને પેલી યુવતીને કહ્યું, ‘કાલથી મારા માટે સફરજન ન લાવીશ. હું અહીં નહીં હોઉં. આ લોકો મને બીજા કૅમ્પ પર મોકલી દેવાના છે.’ ને ભગ્નહૃદયી છોકરો એકપણ વાર પાછળ જોયા વિના ચાલ્યો ગયો.

ત્યાર પછી દુ:ખની પળોમાં હંમેશાં એની આંખો, એના શબ્દો, એની ગંભીરતા અને એનું લાલચટ્ટક સફરજન – આ બધું જ રાત્રે સ્વપ્નોમાં આવીને મધરાતે એને પરસેવે રેબઝેબ કરી મૂકતાં. તેનો સમગ્ર પરિવાર યુદ્ધમાં મૃત્યુ પામ્યો. એનું આખું જીવન બદલાઈ ગયું ને પહેલાંનું સુખી, પ્રેમસભર જીવન તો જાણે કે અદશ્ય જ થઈ ગયું, પરંતુ પેલી મીઠડી છોકરી અને એની મૂક લાગણી તેની યાદમાં જીવંત આશા બનીને વહેતાં રહ્યાં.

પરંતુ સમયને વહેતાં તો વાર જ ક્યાં લાગે છે ? 1957માં અમેરિકામાં બહારથી આવીને વસેલાં પુખ્ત વયનો યુવક અને યુવતી એકબીજાને અવારનવાર મળતાં હતાં. આ પરિચય પરિણયમાં પલટાવાની

શક્યતા હતી. એક દિવસે સ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો, ‘તમે યુદ્ધ વખતે ક્યાં હતા ?’ ‘હું જર્મનીમાં કોન્સન્ટ્રેશન કૅમ્પમાં હતો.’ પુરુષ બોલ્યો. મને યાદ છે કે હું કાંટાળી વાડની પેલે પાર કોન્સન્ટ્રેશન કૅમ્પના બંદી છોકરાની તરફ રોજ સફરજન ફેંકતી.’ એ સ્ત્રીએ યાદોમાં ખોવાતાં કહ્યું. અદમ્ય આશ્ચાર્યાઘાતની લાગણી સાથે પુરુષ બોલ્યો : ‘તમને એ છોકરાએ એક દિવસ કહેલું કે હવે તું સફરજન નહિ લાવતી, કારણકે હવે મને બીજા કૅમ્પમાં મોકલવાના છે ?’ ‘હા કેમ ?’ એ બોલી, ‘પણ તમને એ વાતની કેવી રીતે ખબર ?’એણે એની આંખોમાં આંખો પરોવતાં કહ્યું, ‘હું જ એ છોકરો છું.’ થોડી વારના મૌન પછી એણે વાત ચાલુ રાખી. ‘હું ત્યારે તારાથી અલગ પડી ગયો પણ હવે પછી હું તારાથી ક્યારેય અલગ નહીં થાઉં. શું તું મને પરણીશ ?’ યુવતીએ મૌન સંમતિ આપી અને બન્ને પ્રેમભર્યા આલિંગનમાં જકડાઈ ગયાં.

1996ના વેલેન્ટાઈન્સ ડે ના રોજ ‘ઓપ્રાહ વિન્ફ્રે શૉ’ નામના અમેરિકન ટેલિવિઝન શૉમાં એ માણસે રૂબરૂ મુલાકાતમાં પોતાની પત્ની અને એના 40 વર્ષના સતત, પ્રબળ પ્રેમની સાબિતી આપેલી. ‘તેં મને કોન્સન્ટ્રેશન કૅમ્પમાં સફરજનથી પોષેલો અને આટલાં વર્ષોથી તું સતત અન્નપૂર્ણા બનીને મને પોષે છે પણ હજુય હું ભૂખ્યો છું – માત્ર મારા પ્રેમનો.’ જીવનની વિષમ ક્ષણોમાં પણ સુખદ ભવિષ્યનાં બીજ રોપાયેલાં હોય છે

૩.ઉપકાર

એક બાળક ઘરે-ઘરે પોતે સામાન વેચતો અને પોતાની સ્કૂલ ની ફી ભરવા માટે પૈસા એકઠા કરતો હતો.તેની પાસે હવે એક જ રૂપીઓ વધ્યો હતો.તે હવે ખુબ જ ભૂખ્યો થયો હતો.તેને મનોમન એ નક્કી કરી દીધ્યું હતું કે આગાળ ના ઘરે જઈ ને માલિક પાસે કંઈક ખાવાનું માંગવું છે.

જો કે, એક અતિસુંદર યુવાન મહિલાએ દરવાજો ખોલ્યો ત્યારે તેણે પોતાની હિંમતગુમાવી અને ભોજનની જગ્યાએ પાણી પીવા માટે માંગ્યું . યુવતી એ બાળક ને જોઈ ને અનુમાન લગાવી લીધ્યું કે આ બાળક ભૂખ્યું છે . તેણે આ બાળક ને પાણી ની સાથે એક ગ્લાસ દૂધ પણ આપ્યું . બલકે ખુશી ખુશી દૂધ પી લીધ્યું.પછી બાળકે પેલી સ્ત્રી ને પૂછ્યું

“મારે આ દૂધ માટે શું ચૂકવવાનું છે ?”

સ્ત્રી એ કહ્યું “દૂધ પીધાં પછી તારા આંખ ની રોશની અને આ સંતોષ એ મને બધું જ ચૂકવી દીધ્યું છે “

“હૂં તમને આ ઉપકાર બદલો વાળીશ તો ખરો જ ...”

આમ કહીને તે ત્યાં થી રવાના થયો.....

SOME YEARS LATER......

“ડોક્ટર, આ મેડમ ની તબિયત ધીમે ધીમે બગડી રહી છે.”નર્સે ડોક્ટરને કહ્યું .

“ નર્સ, ઓપરેશન ની તૈયારી કરો,હૂં બે જ મિનીટ માં હોસ્પીટલે પોહ્ચું છુ,...”ડોકટરે કહ્યું.

ડોકટરે હોસ્પિટલ માં પોહ્ચી અને માસ્ક તેમજ અન્ય જરૂરી વસ્ત્રો પહેર્યા.ત્યારબાદ તેઓ તરત જ ઓપરેશન થીયેટર માં પોહ્ચ્યા . દર્દી સ્ત્રી નો ચહેરો અકસ્માત માં છુંદાઈ ચુક્યો હતો . ડોકટરે ઝડપ થી ઓપરેશન અને પ્લાસ્ટિક સર્જરી પતાવી અને સ્ત્રી નો ચહેરો જોયો તો તેઓ કૈંક મુંઝાઈ ગયા.

ઓપરેશન થીયેટરની બહાર નીકળતી વેળા તેમના ચહેરા પર એક મૂંઝવણ અને રહ્સ્યતા હતી .

“મારા ટેબલ પર આ દર્દી ની બધી માહિતી ની ફાઈલ મોકલાવો.”ડોકટરે નર્સ ને આદેશ કર્યો.

“જી સર “ નર્સે કહ્યું.

ડોકટરે એ ફાઈલ નું નિરીક્ષણ કર્યું અને પછી હાશકારો અનુભવ્યો.

પેલી સ્ત્રી હવે લગભગ હોશમાં આવી ચુકી હતી . નવાઈ ની વાત એ હતી કે તેના કોઈ જ સંબંધી હજુ તેણીને મળવા આવ્યા નહોતા.

બે દિવસ ના આરામ બાદ તેણી હવે સંપુર્ણ રીતે સ્વસ્થ હતી . હવે તેને હોસ્પિટલ માંથી રજા આપવાની હતી . તેણીના હાથ માં હોસ્પિટલ નું લાંબુ લચક બીલ આવ્યું તેણીએ છેલ્લે લખેલી કુલ કિંમત જોઈ તો તેમની આવક કરતા કરણ ગણી વધારે હતી....RUPEES 2,70,000..

આ કીમત જોઈ ને લાગેલા આંચકા માંથી તેણી હજુ બહાર આવી નહતી ત્યાં તો એક નર્સ આવી અને તેના હાથ માંથી બીલ ઝુંટવી લીધ્યું અને કહ્યું કે

“તમારું બીલ તમારા દીકરાએ ચૂકવી દીધ્યું છે . મેડમ તમે જણાવ્યું નહી કે તમે આ મહાન વ્યક્તિ ના માતા છો.”નર્સે કહ્યું

“પણ બહેન ....અ .અ....મારે તો કોઈ દીકરો જ નથી .”દર્દી એ કહ્યું.

[ક્રમશ:]......