વિષ વેરણી
ભાગ ૯
મને ગળા સુધી વિશ્વાસ હતો કે હવે એ મહિલાની સંસ્થા માંથી ફોન નહીજ આવે, મારી ધમકી કામ કરી ગઈ, પણ અસલમએ જરાપણ દરકાર ન લીધી કે અબુની તબિયત પૂછવાનો દંભ પણ વ્યવસ્થિત ન કર્યો, તે વાત મને ખાઈ જતી, કેટલી હદે મુમતાઝ એ તેના માં ઝેર ભર્યું હશે તે વિચારતો વિચારતો ગંગામાસી સાચું કહેતા આ મુમતાઝ “વિષ વેરણી” છે સમયસર ઇલાઝ નહી થાય તો આ ઝેર પરિવારમાં વધારે પ્રસરી જશે, હું અમી અને રૂકસાના બેઠા હતા ત્યાં જઈ બેસતા રૂકસાના ને પૂછ્યું,
”સમીરા ક્યાં ગઈ?”
“એ હમણાં જ ઓફીસ થી એકટીવા લેવા અને ત્યાંથી ટીફીન લેવા.” રૂકસાના એ કહ્યું,
હું ફરી ઉભો થઇ ને આમ તેમ આંટા મારવા લાગ્યો, અડધો કલાક રહીને સમીરા અને તેના અબુ આવ્યા, સમીરાએ અમી અને રૂકસાના સાથે બેસી ને જમ્યા, એટલીવાર માં સમીરાના અબુ એ આઈ સી યુ ની વિન્ડો તરફ નજર કરતા પૂછ્યું, “બેટા સલીમ પૈસા છે ને તારી પાસે ? ગભરાતો નહી એવું કંઈ હોય તો મને બિન્દાસ્ત કહેજે, ”
“ના જરૂર નથી અંકલ જરૂર પડશે તો તમને ચોક્કસ કહીશ, ”મેં કહ્યું,
ડોક્ટર સાહેબ રાઉંન્ડ માં નીકળ્યા અને મારી પાસે આવી ને કહ્યું,
“સલીમ અત્યારે પરિસ્થિતિ કાબુમાં છે, થોડી વારમાં તેમને બાજુના રૂમ નંબર બે માં શિફ્ટ કરી દઈએ તમે લોકો રૂમ નંબર બે માં જતા રહો, ”
સમીરા અને રૂકસાના આ સાંભળી ને સામાન લઇ રૂમમાં જતા રહ્યા, થોડી વારમાં અબુને સ્ટ્રેચર પર રૂમમાં શિફ્ટ કરી દેવાયા, અબુ ઊંઘમાં હતા એટલે હું સમીરા અને અમી બહાર આવી ગયા, રૂકસાના અબુ પાસે બેઠી, બહાર નીકળતા મેં સમીરા ને કહ્યું,
“સમીરા તું સવારે ઓફીસ જા તો મારી અઠવાડિયા ની રજા માટે વાત કરી લેજે, અઠવાડિયા માં મુમતાઝ અને અસલમ ની મેટર પૂરી કરવી છે, “ મેં કહ્યું.
હોસ્પિટલ માં દર્દી સાથે બે થી વધારે વ્યક્તિને પરવાનગી ન હતી એટલે રૂકસાના ને અને સમીરા ને ઘરે જવા કહ્યું, સમીરા નો જીવ ન્હોતો ચાલતો પણ રૂકસાના મનાવી ને ઘેર લઇ ગઈ,
***
બીજા દિવસે સવારે દસ વાગ્યે જ રજા મળી ગઈ, હોસ્પિટલ નું બાકી રહેતું બીલ ચૂકવી હું અને અમીઅબુ ઘેર આવી ગયા, આવતા જ અબુને અસલમના બેડરૂમ માં સુવડાવી દીધા, અબુનો સમાન દવા બધું રૂકસાના રૂમમાં રાખી રહી હતી, અસલમથી વાત કરવા વિચાર કર્યો, નફફટ સાલો એક ફોન પણ નથી રાખી શક્તો, એ પણ મુમતાઝના ફોન પર ફોન કરવો પડશે, મેં અસલમને ફોન કર્યો, સામે થી એકજ રીંગ માં ઉપડી ગયો, જાણે મારા ફોનની રાહ જોતા હોય એમ, અને અસલમએ જ ફોન ઉપાડ્યો, “હા સલીમ કેમ છે હવે અબુ ને ? રજા મળી ગઈ ?”
“હા મળી ગઈ અને અબુ બરાબર છે, આવ તારો હિસાબ કરી લઇએ” મેં કહ્યું,
“હા, હું થોડી વાર માં આવું છું, ”અસલમ એ કહ્યું,
હું અગાસી પર ઉભો હતો થોડી વાર માં નીચે રીક્ષા આવી ને ઉભી રહી, રીક્ષા માંથી પહેલા મુમતાઝ ઉતરી, પછી અસલમ ઉતર્યો અને મુમતાઝ પાછી રીક્ષા માં બેસી ગઈ, રીક્ષા ત્યાજ ઉભી રહી અને અસલમ ઉપર આવ્યો, અંદર આવતા જ પૂછ્યું, “અબુ ક્યાં છે? અને કેમ છે હવે ?”
“સારું છે અંદર રૂમમાં સુતા છે, મુદ્દા ની વાત કર પહેલા એ કહે પેલી મહિલા ની સંસ્થા માં ફરિયાદ કરી હતી તેનું શું થયું ? મારે ત્યાં જવું પડશે ?”મેં પૂછ્યું,
“ના એ ફરિયાદ પાછી ખેંચી લીધી એમને કહી દીધું કે અમારું સમાધાન થઇ ગયું”અસલમ એ કહ્યું,
“ઓહ!! હજુ સમાધાન ક્યાં થયું છે ? અબુ ની આ હાલત નો જવાબદાર કોણ છે ? તે હિસાબ તો કરવાનો બાકી છે, ”મેં કહ્યું,
“જો ભાઈ તું નોકરી માં વેલસેટ છો, મારા કેરિયર નું મારે કૈંક તો વિચારવું ને?” અસલમ એ કહ્યું,
“હા જોઉં છું તારું કેરિયર કેમ આગળ વધે છે, પહેલા પણ તું કોઈ ની વાત નથી માન્યો અને હજુ પણ નથી માનતો, ” મેં કહ્યું,
“ભાઈ મારે કોઈ ઉપદેશ નથી સાંભળવા મુદ્દા ની વાત કર.”અસલમ એ કહ્યું,
“હા મુદ્દા ની વાત કરવા તો આવ્યો છો તું અહી, તો અબુ ની તબિયત પૂછવાનો દંભ કેમ કર્યો ?”
મેં અંદર થી રૂકસાના ને બોલાવી અને રૂકસાનાને કહ્યું,
“રૂકસાના તારો ફોન અસલમ ને આપી દે”
રૂકસાના કંઈ પણ બોલ્યા વગર ફોનમાં થી સીમ બહાર કાઢી રહી હતી મેં રોકતા કહ્યું,
“રૂકસાના અસલમને સીમ સાથે આપી દે તું બીજો લઇ લેજે, અસલમ પાસે સીમ લેવાના પણ પૈસા નહી હોય, ”
રૂકસાના એ ફોન અસલમ ને આપતા કહ્યું,
“ભાઈજાન કોઈના ફોન આવે તો અમીના નંબર આપી દેજો, ”
“સલીમ હું અહી ફોન લેવા નથી આવ્યો .”
“હા મને ખબર છે તું શા માટે આવ્યો છે, પણ કોઈ ઈમરજન્સીમાં અમારે તારો કોન્ટેક કરવો હોય તો?,
“એ તો મુમતાઝનો ફોન છે ને ?
“હા પણ તું ચોવીસ કલાક મુમતાઝની સાથે થોડો હોઇશ ?”
અસલમએ ફોન ખિસ્સા માં રાખતા કહ્યું, “ભાઈ શું વિચાર્યું મારા દુબઈ માટે પૈસા નું ?”
જો ભાઈ અબુની તબિયત હજુ બરાબર નથી, અમીની પણ માનસિક સ્થિતિ સારી નથી, આવતા અઠવાડિયા માં રૂકસાના અને મારી નિકાહનું ગોઠવવાનું છે, આ સમયે હું તને કેમ વ્યવસ્થા કરી આપું એ મને નથી સમજાતું, અને તારી પણ ઘર પ્રત્યેની કૈંક જવાબદારી બને છે, પ્રસંગ પતિ જવા દે, પછી તને ગોઠવી આપીશ, ત્યાં સુધી તારો પાસપોર્ટ આવી જાય વિઝા આવી જાય, ” મેં કહ્યું,
“પાસપોર્ટ બેચાર દિવસ મા અહી જ આવશે”
તેના ઉપર થી મને યાદ આવ્યું એટલે મેં અસલમ ને પૂછ્યું, ”ભાઈ હાલ રહેવા નું ક્યાં રાખ્યું છે?”
“મુમતાઝ ની એક ફ્રેન્ડ છે તેના ઘરે, ” અસલમ એ કહ્યું,
“અસલમ મારા નિકાહ પછી તું ચાહે તો અહી રહી શકે છે પણ મકાન ગીરવી મૂકી અને જો તું દુબઈ જવા માંગતો હો, તો એવું હું ક્યારેય પણ નહિ થવા દઉં, ”
અમારી વાત ચાલી રહી હતી વચ્ચે જ અમીએ મારી સામે જોઈને કહ્યું, .
“મુમતાઝ અહી રહે એ શરત પર અસલમ ને દુબઈ જવું હોય તો ભલે જતો, અને આમ વહુ એકલી બહાર રહે એ પણ સારું ન લાગે, મુમતાઝ ને પણ દુબઈ જવું હોય તો બે ચાર મહિના રહી ને જઈ શકે છે પણ આમ પારકા ઘરમાં જઈ ને રહેશે, સમાજ માં વાતો થશે, અને સમય જતા બધું સારું થઇ જશે, આ મારો નિર્ણય છે, અસલમ તું પણ સમજવાની કોશિષ કર તારા અબુને બે હાર્ટઅટેક આવી ગયા છે થોડી તો તરસ ખા એમની હાલત પર, એમની એકજ ઈચ્છા છે બસ રૂકસાના અને સલીમ ના નિકાહ થઇ જાય, એમની એ ઈચ્છા પૂરી થઇ જાય, બસ, ”
અમીની વાત સાંભળી ને અસલમ વિચારોમાં ખોવાઈ ગયો, તો પણ મારે અમીની વાત રાખવા અસલમ માટે દુબઈ જવાની વ્યવસ્થા કરવી રહી, અસલમ ને વાત ગળે ન ઉતરી હોય એવું લાગ્યું મેં ફરી કહ્યું. “અસલમ હજુ કઈ મનમાં કચવાટ હોય તો બોલી જા, ”
“ના, હું જાઉં છું નીચે મુમતાઝ રાહ જુવે છે, અને હા મારો પાસપોર્ટ આવે તો મને ફોન કરજે, ”
“હા તું દુબઈ માટે તારી એકલાની તૈયારી કર, પૈસા ની વ્યવસ્થા થઇ જશે, ”
અસલમ ના ગયા પછી મારી અમી સાથે બહેશ થઇ ગઈ, મેં અમી ને કહ્યું, .
“અમી મુમતાઝ ને અહી આવવા શા માટે કહ્યું ?”
“તો શું કરું ? શું મુમતાઝ આમ તેમ ભટકતી રહેશે ?”વહુ છે ઘર ની,
“પણ અમી મુમતાઝ અહી રહેશે, અબુની તબિયત બરાબર નથી, અને મુમતાઝએ મહિલા ની સંસ્થા માં ફરિયાદ કરી હતી, પોલીસમાં જવાની ધમકી પણ આપી ગઈ છે, ને આપણે એને અહી આપણી સાથે રાખીશું?”
“હા એમજ કરવું છે, આપણે જે સમાજ માં રહીએ છીએ ત્યાં આમજ થાય છે બેટા, ”
“અમી તમે મને પ્રોમિશ કરો કે તમે જે ઊંઘ ની ગોળી ખાઓ છી તે નહી ખાવ, ”
“જરૂર પડશે તો જ ખાઈશ પણ મારી ઔલાદ આમ તેમ ભટકે એ મારા થી સહન નહી થાય.”
રૂકસાના પણ કિચન માં થી બહાર આવી ગઈ અને અમીની વાતને સમર્થન આપ્યું, હવે મારે કંઈ બોલવા જેવું હતુ નહી, બસ મારે અસલમને દુબઈ જવા પૈસાની વ્યવસ્થા કરવાની હતી,
અમી રૂમના કપબોર્ડ માંથી અમ્બેસેડર કાર ના કાગળિયા લાવીને મને આપતા કહ્યું, “લે આ ગાડી વેચી આવ, થોડા વધઘટ ઉછીના ઉધાર કરી લે, અને અસલમ ને દુબઈ જવા તેમજ મુમતાઝ ને નવું એકટીવા લેવા, વ્યવસ્થા કરી આપ, બસ ઘર માં કંકાસ ના જોઈએ, અને હા તારા અબુનો પણ આજ નિર્ણય છે, જે મારો છે એમ સમજી લે, અસલમ ને ફોન કર, હમણાજ ક્યાં છે બન્ને ને પાછા ઘરે લઇ આવ”
હું સમજી ગયો હતો, અને મારે એજ કરવા નું હતું જે અમી કહેતા હતા, અને અમી અને અબુ એ કોઈ નિર્ણય લીધો હોય તો વિચારીને જ લીધો હોય, હું ક્યારેય પણ તેમના નિર્ણય નો વિરોધ નહોતો કરતો, અબુ ઉઠી ગયા હતા મેં કાર ની કિમંત અંગે પૂછ્યું
“ કેટલા માં વેચવા મુકવાની છે?,
“જે એજેન્સી માં ચાલે છે એ સેઠ પોતે જ લઇ લેશે ત્યાં જા મારું નામ આપજે હું વાત કરી લઉં છું સેઠ સાથે, પંચોતેર હજાર થી ચાલજે છેલ્લે સીતેર હજાર સુધી માં આપી દેજે, ” અબુ એ કહ્યું
હું કાર લઇ ને ટ્રાવેલ એજેન્સી માં સેઠ પાસે જઈને કાર ના કાગળિયા બતાવી અબુ નું નામ આપ્યું.,
“સેઠ આમ તેમ કાગળિયા ઉથલાવી કહ્યું શું ભાવ માં ?
“પચોતેર હજાર, ”
લગ્ન ગાળાની સીઝન હોવાથી સેઠ એ એકજ ઝટકે હા પડી દીધી અને કહ્યું,
” સાંજે પૈસા લઇ જજો હું ડોક્યુમેન્ટ્સ ટ્રાન્સફર માટે મોકલાવી દઉં છું, ”
મને સારું નહોતું લાગી રહ્યું પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો, અસલમ અને મુમતાઝ ને પણ સમજાવી ને ઘેર લઇ આવ્યો, ચાર પાંચ દિવસ માં આમ તેમ મિત્રો પાસે થી ઉછીના ઉધાર કરી અને બે લાખ રૂપિયા અસલમ ને દુબઈ જવા માટે અને મુમતાઝ માટે એકટીવા લેવા કરી આપ્યા, અસલમ નો પાસપોર્ટ આવી ગયો, અસલમ અને મુમતાઝ બન્ને ખુશી ખુશી અસલમ ની દુબઈ જવા માટે ની તૈયારી અને ખરીદી માં લાગી ગયા, અબુ પણ સ્વસ્થ થઇ ગયા, ઘર માં ખુશી નો માહોલ સર્જાયો, મારી લોન મંજુર થઇ તે પૈસા પણ મારા ખાતામાં જમા થઇ ગયા, ફ્લેટ માટે ભરવા ના પૈસા પણ ભરી દીધા, પંદર દિવસ પછી મને મકાન નો કબજો પણ મળી જશે, અને તે મકાનની પાક્કી રસીદ, અને અન્ય કાગળિયા પણ મળી ગયા, અસલમની દુબઈ ની વીઝા અને ટીકીટ આવી ગયા, મુમતાઝ ખુબ ખુશ જોઈ અમી અને અબુ પણ ખુશ થઇ ગયા.મારી પણ રજાઓ પૂરી થઇ હું પણ નોકરી પર મારા રૂટીન માં આવી ગયો, ઓફીસ જતા જ મેં મારી કામગીરી સંભાળી લીધી આટલા દિવસ અસલમ અને મુમતાઝ ની કામગીરી માં વ્યસ્ત હોવાથી સમીરા સાથે કોઈ વાતચીત નહોતી થઇ, સમીરા પણ કેબીન માં આવતા જ ખુબ ગુસ્સા માં વર્ષી પડી, , .
“સલીમ એક અઠવાડિયું પૂરું થયું , એક ફોન પણ નથી કરી શકતો ?, ”
“ સોરી સમીરા હું અસલમ અને મુમતાઝ નું સેટ કરવા માં એટલો વવ્યસ્ત હતો એક ફોન પણ ના કરી શક્યો, પણ ગાંડી તારે તો ફોન કરવો જોઈએ ને, ઘરે આવી જવું જોઈએ ?”મેં કહ્યું,
“સલીમ તારો ફોન ચેક કરી લે, કેટલા ફોન કર્યા છે મેં, અને મુમતાઝ ને પૂછી જો જે હું ઘરે પણ આવી હતી ?, એટલો વ્યસ્ત થઇ ગયો કે મારા મિસ્સ કોલ પણ ચેક નથી કર્યા?”
મેં તરત જ ખિસ્સા માં થી ફોન કાઢ્યો જોયું તો સમીરા ના તેર મિસ્સ કોલ હતા, હવે સમીરા સામે મારે કંઈ બોલવા જેવું હતુજ નહી, એટલો તો હું ભોઠો પડ્યો,
“મેં રૂકસાના ના ફોન પર પણ કર્યો, આંટી ના ફોન પર પણ કર્યો બન્ને વખત મુમતાઝ એ ઉપાડ્યો, છેલ્લે કંટાળી ને ઘરે આવી હતી તો મુમતાઝ એકલી જ હતી, અંકલ સુતા હતા, ”સમીરા એ કહ્યું,
“પણ મુમતાઝ એ મને વાત ન કરી આ બાબતે, શું એ કહ્યું મુમતાઝએ તને ?”મેં પૂછ્યું,
“કહેશે શું? તારી સાથે વાત કરાવવા કહ્યું, તું વ્યસ્ત છો એમ કહી ને ફોન કાપી નાખ્યો, અને ઘેર આવી હતી તો પંદર મિનીટ સુધી એમ ને એમ બેઠી રહી ને એ વહુરાણી મેક અપ કરવા માં વ્યસ્ત હતી, એવું તો શું કામ આવી ગયું હતું કે મુમતાઝ મને આમ જવાબ આપી દે? અને હજુ હું એ ઘરમાં વહુ બની ને આવવાના સપના સેવી રહી છું, ” સમીરા એ કહ્યું,
સમીરા ગુસ્સા માં બોલ બોલ કરે જતી હતી મને કંઈ સમજમાં નહોતું આવતું, મને પણ ખુબ ગુસ્સો આવી રહ્યો હતો, હું ઘરે જઈ ને શું કરીશ એ જ મને નહોતું સમજાતું,
મને કૈંક મગજ માં ક્લિક થયું, મેં તરત જ સમીરા નું પૂછ્યું, “સમીરા તું પીરીયડ માં છો?”
“હા પણ એવું શા માટે પૂછે છે?”
હું ખડખડાટ હસી પડ્યો અને મેં કહ્યું, “ગાંડી તું પીરીયડ માં હોય છે અને પ્રેસર મારા વધી જાય છે, તેજ કહ્યું હતું કે તું પીરીયડ માં હોય ત્યારે તારો સ્વભાવ ચીડચીડિયો થઇ જાય છે, ”
“સલીમ હું મજાક નથી કરતી, મને એ સમજ માં નથી આવતું કે હું મુમતાઝ ને કહી ને જાઉં છું કે સલીમ ને કહેજે મને ફોન કરે એ પણ મુમતાઝ એ તને નહી જ કીધું હોય અને મારી આ વાત મજાક માં નહી લેતો, હજુ આપણી સગાઈ જ થઇ છે, ”“સમીરા તું કહેવા શું માંગે છે?” મેં પૂછ્યું,
“હા તો મારી વાત પણ સાંભળી લે હું પણ વિમાસણ માં છું, આ અંગે મારે મારા અબુ સાથે ઘર્ષણ ચાલી રહ્યું છે, ”સમીરા એ કહ્યું,
“કેમ શું થયું ? મેં પૂછ્યું,
“કશું નહી તું મારા ફોન નહોતો ઉપાડતો, તારા ઘેર આવી હતી તે પણ તને ખબર નથી, હું તારા કારણે ખુબ ગુસ્સામાં હતી ત્યારે મારા અબુ એ મને ખુબ સંભળાવ્યું, મેં તને પસંદ કર્યો એ મારો અંગત નિર્ણય હતો, અને છે, બસ મને અફસોસ ન થવો જોઈએ કે મેં કોઈ ખોટો નિર્ણય લઇ લીધો છે, ” સમીરા એ કહ્યું,
“ આવતા વિક માં રૂકસાનાના સસરા નો ફોન આવે એટલે આપના નિકાહ થવાના છે, ને તું આવું બોલી રહી છે?પ્લીઝ આમ મો ના ચડાવ, મને સારું નથી લાગતું, ”મેં કહ્યું,
“હું જાઉં છું સલીમ તારાથી બહેશ કરવા નથી ઈચ્છતી , તું મુમતાઝ અને અસલમ ને સેટ કરવા માંથી નવરો થા તો ઘરે આવજે, ફોન હું નહી ઉપાડું, અને ઓફીસમાં હું વાત નહી કરું” સમીરા એ ખુબ ગુસ્સા માં કહ્યું,
મેં સમીરા નો હાથ પકડી કહ્યું, “સમીરા પ્લીઝ આમ ગુસ્સો ન કર હું માનું છું મારી ભૂલ છે, ”
સમીરા એ બીજા હાથ થી હાથ છોડાવી અને કેબીન ની બહાર નીકળી ગઈ, મારા હૃદય ના વધતા ધબકારા ઉપર વજનદાર કાળમીંઢ પથ્થર મૂકી ગઈ, હું ચેર પર એવી રીતે તો પડી ગયો કે ચેર ઉપર થી ઉભો થવાની પરિસ્થિતિ માં પણ ન હતો, મારા હાથ ધ્રુજવા લાગ્યા, મારા ઉપર જાણે ખૂન સવાર થઇ ગયું, આ સમયે જો મુમતાઝ મારી સામે હોત તો બન્ને ગાલ પર એક સીધા હાથની અને એક ઉંધા હાથની થપ્પડ પડી ગઈ હોત, હું જાણે તૂટી પડ્યો હતો, અસહાય થઇ ગયો હતો, જેના માટે આટલી મહેનત કરી જેને સેટ કરવા એટલી મુસીબત નો સામનો કરવો પડ્યો એ મુમતાઝ ને મારી લાગણી નું ભાન જ ના હતું, ક્યાં થી હોય જેને પોતાના માંબાપની લાગણીની પરવાહ નથી કરી તેન મારી લાગણી થી શું ફરક પડે? આમ કરવા પાછળ નો ધ્યેય શું હશે? એજ વિચારો માં હું સુનમુન બેઠો રહ્યો, ઓફીસ ના કામમાં મારું મન નહોતું લાગી રહ્યું, કેબીન ની બહાર બેઠેલી સમીરા મને ગ્લાસ માંથી દેખાઈ રહી હતી, રૂમાલથી પોતાની આંખો સાફ કરી રહી હતી, નીચે કરેલું મો ઉપર કરી ને મને જોવાની પણ સમીરાની ઈચ્છા નહોતી થઇ રહી, એટલી તો એ ગુસ્સામાં હતી, હશે કદાજ પીરીયડ માં છે તો માનસિક તનાવ અનુભવી રહી હશે, મારો પણ વાંક છે ને મેં અઠવાડિયા માં એક ફોન કરવાની તસ્દી પણ ન લીધી, મારે માફી માંગી લેવી જોઈએ, શું કરું? સાંજે ઓફીસ થી બહાર નીકળતા વાત કરું? ફરી ગુસ્સે થઇ જશે તો? વાત વિવાદે ચડી જશે તો ? સાંજે પણ સમીરા હું બહાર નીકળું તેનાથી પહેલા મને કહ્યા વગર નીકળી ગઈ, પહેલી વાર આવું બન્યું હતું, હશે મારે આ દિવસ પણ જોવાનો બાકી હતો, જે મારી નાની નાની બાબતો ની કાળજી રાખતી, મને છીંક પણ આવતી તો વ્યથિત થઈ જતી એ સમીરા મારાથી મો ફેરવી ને જતી રહી, હું પણ તેણીની લાગણી ન સમજી શક્યો,
હું નીકળી ગયો, મારા મગજ માં ભમી રહેલા વિચારો એ મને ઘેરી લીધો હતો, ટ્રાફિક માં રોડ પર વાગતા હોર્ન મારા માથા પર હથોડા ની જેમ અથડાઈ રહ્યા હતા, રોડ પર નો ટ્રાફિક પણ જાણે મને આજે જ નડતો હતો, આગળ ચાલતા રાહદારી ને હોર્ન મારી રહ્યો હતો તે પણ મને રસ્તો નહોતો આપી રહ્યો, રસ્તો કરી પણ આપતો તો આંખો ફાડી ફાડી ને જોઈ રહ્યો હતો, ઘર ની નજીક પહોંચ્યો તો ગલી નું કુતરું પણ મને જોઈ ને જોર જોર થી ભસી રહ્યું હતું, એ વિચારો માં ને વિચારો માં હું કાર ની ચાવી કાઢવાનું પણ ભૂલી ગયો, કાર માંથી ઉતરી ને કારનો દરવાજો બંધ કરવાનું પણ મને યાદ ન આવ્યું, આજે ગંગામાસી નો ખાટલો પણ સુનો સુનો આડો પડ્યો હતો, મારું રૂટીન સંપૂર્ણ તૂટી રહ્યું હતું, ઘર માં પ્રવેશ કરતા અમી પાણી નો ગ્લાસ લઇ ને ઉભી રહેતી તે પણ બેડરૂમ માં અસલમ અને મુમતાઝ ના કપડા સંકેલવા માં વ્યસ્ત હતી, સોફા પર બેસી ને બુટ ઉતાર્યા, મોજા બેડ ની નીચે ફેંક્યા , રસોડા માં જઈ ને પાણી પીધું, બાથરૂમ માં જઈ ને ફ્રેશ થયો, બેડરૂમ માંથી અસલમ મુમતાઝ અને અમીનો વાતો કરવાનો અવાજ મને સંભળાઈ રહ્યો હતો, મારી નજર ટીપોઈ પર પડેલા સો રૂપિયાના સ્ટેમ્પપેપર પર પડી, જે અસલમ ના નામે લીધું હતું, જે પહેલા થી ટાઇપ કરેલ સોગંધનામું હતું, જે વાંચતા મને બીજો આઘાત લાગવાનો બાકી હતો, તેમાં મારું નામ લખ્યું હતું,
“હું
મારા પુરા હોસો હવાસ માં લખી આપું છું કે કે મને મારા માતાપિતા તરફ થી માલ મિલકતમાં હક્ક હિસ્સો જતો કરું છું જેનું હું આથી સોગંધનામું કરી આપું છું.”
નીચે મારી સહી કરવાનું બાકી હતું, સાક્ષીની સહીઓ અને નોટરી રજીસ્ટ્રેસન કરાવવાનું હતું, હું આગળ કઈ વિચારું કે વિચારવા સ્વસ્થ થાઉં તે પહેલા અમી અસલમ અને મુમતાજ બહાર આવી ગયા, અમીએ મારા હાથ માં પકડેલું સ્ટેમ્પ પેપર જોતા કહ્યું,
“ક્યારે આવ્યો સલીમ કઈ ખબર જ ના પડી? વાંચ્યું ને આ કાગળ માં શું લખ્યું છે?”
હું સમજી ગયો હતો હવે મને એજ સાંભળવા મળશે કે સલીમ તું તો વેલસેટ છો, તારું પોતાનું મકાન છે, તું તો હમણાં અલગ થઇ જઈસ, તો આ માલ મિલકત ની તને શું જરૂર છે? હા દાદા ની મિલકત નો વરસો હતો તે ગામડા માં વાડી ના બે ટુકડા હતા, તે પણ ચાચા અને મોટા બાપા ખેતી વાડી કરી ને ગુજરાન ચલાવતા, સ્ટેમ્પપપેર માં તેનો પણ ઉલ્લેખ કરેલ હતો, મને કઈ સમજ માં નહોતું આવતું કે હું શું જવાબ આપું, મારા ફેફસા માંથી છુપા ધ્રુસકા બહાર નીકળી રહ્યા હતા, કદાજ મારો ડૂમો ભરાઈ આવ્યો હતો, અમી પણ મારા ચહેરા ના ભાવ વાંચી શક્તિ ન હતી, હા રૂકસાના હોત તો કદાજ વાંચી ગઈ હોત, પણ લગ્ન ગાળા ની સીઝન ના કારણે પાર્લર માંથી રૂકસાના પણ મોડી આવતી, હળવા ઉચ્છવાસ સાથે મેં બોલવા પ્રયત્ન કર્યો,
“હા વાંચ્યું મેં ક્યારે , .મ..મ..મ.ત ત ત ત લબ, મતલબ ક્યારે રજીસ્ટ્રેસન કરાવવાનું છે?”
“આવતી કાલે સવારે તું અને અસલમ જઈ આવજો અને નોટરી કરાવી આવજો, ” અમી એ કહ્યું,
અમીને નોટરી અને આવા દસ્તાવેજ નું સીખવાડ્યુ કોણે? એ જ મને નહોતું સમજાતું,
હું કઈ પણ બોલ્યા વગર અગાસી ની લોબી માં જતો રહ્યો, ત્યાંથી મારા બોશ ને ફોન કરી અને એક દિવસ ની રાજા ની વાત કરી ને ફોન કટ કર્યો ને તરત જ મારા ફોન ની રીંગ વાગી,
જે સમીરા ના અબુ નો ફોન હતો, મેં ફોન ઉપાડતા જ કહ્યું, “જી અંકલ”
“બેટા સલીમ સોરી હું તને કાલેજ ફોન કરવા નો હતો મારે અચાનક બિજનેસ ના કામ થી બેંગ્લોર જવાનું થયું અને હજુ પંદર દિવસ લાગી જશે તો નિકાહ ની તારીખ માં ફેરફાર કરવો પડશે, ”
“જી અંકલ કઈ વાંધો નહી તમે આવો પછી નક્કી કરીશું”
ક્રમશઃ આવતા ગુરુવારે.....