Kumada manani andhshradhha in Gujarati Motivational Stories by ANISH CHAMADIYA books and stories PDF | કુમળા મનની અંધશ્રદ્ધા

Featured Books
Categories
Share

કુમળા મનની અંધશ્રદ્ધા

કુમળા મનની અંધશ્રદ્ધા

ANISH CHARM

પ્રસ્તાવના

આએ વાર્તા મા ઉપયોગ મા લેવામા આવેલ દરેક નામ, પાત્ર અને જગ્યા કાલ્પનિક છે, દરેક વાચકો એ તેની નોંધ લેવી.

***

આ વાર્તા છે બે મિત્રો ની ઇકબાલ અને રમેશ. એક નાના એવા ગામ ના સાધારણ કુટુંબ મા જન્મેલા બે મિત્રો. મુસ્તાક ભાઈ અને હીરાલાલ એકબીજાની પાડોશ મા રેહતા. એ તો બતાવની જરૂર જ નથી કે મુસ્તાક ભાઈ ઇસ્લામ ધર્મ ના અનુયાયી હતા. અને હીરાલાલ હિન્દુ ધર્મ ના. અલગ અલગ ધર્મ ને માનતા હોવા છતા પણ બંને વચ્ચે ગ્રાઢ મિત્રતા હતી. અને આખુ ગામ તેમની મિત્રતા ના વખાણ કરતુ. તે હમેશા એકબીજાના સુખ દુખ મા ભાગીદાર બનતા. જ્યારે હીરાલાલ ના પત્ની ગીતા બહેન પોતાના ઘરે લાપશી બનાવતા તો તે મુસ્તાક ભાઈ ના ઘરે પણ મોકલાવતા અને જ્યારે મુસ્તાક ભાઈ ના પત્ની સલમા બીબી પોતાના ઘરે દૂધપાક બનાવે એટ્લે તે હીરાલાલ ના ઘરે મોકલાવે. અને આમને આમ બંને કુટુંબ મા ભાઈચારો અને મિત્રતા ની મીઠાસ વેહતી રેહતી.

મુસ્તાક ભાઈ ની ગામ મા સાઇકલ રિપેરિંગ ની દુકાન હતી. અને હીરાલાલ કડિયાકામ કરતાં હતા અને સુખી સુખી પોતાનુ ગુજરાન ચલાવતા. રોજ રાત્રે બંને મિત્રો અને તેમની પત્નીઓ વાળુ-પાણી પતાવીને ફળિયા મા આવીને બેસતા અને વાતો કરી પોતાનો સમય પ્રસાર કરતા. આવી રીતે દિવસો પ્રસાર થય રહ્યા હતા.

રોજ ની જેમ સવાર સવાર મા બંને મિત્રો કામ પર જવા માટે સાથે નીકળ્યા. હીરાલાલ ના હાથ મા નારિયેળ અને પ્રસાદ હતો. તે જોઈને મુસ્તાક ભાઈ બોલ્યા, " હીરાલાલ આજ મંદિર જાને કા હે ક્યા ? "

"હા આજે મંદિરે દર્શન કરીને પછી કામ પર જાવુ છે " મુસ્તાક ભાઈ બોલ્યા. " ચાલ તો હું પણ તારી સાથે આવુ, દર્શન કરીને પછી સાથે કામ પર નિકળીશું" અને બંને મિત્રો ગામ ની બહાર આવેલા મંદિર તરફ જવા રવાના થયા. આજે હીરાલાલ બવ ખૂસ દેખાતા હતા. તેમના ચેહરા પર ની પ્રસન્તા જોઈને મુસ્તાક ભાઈ બોલ્યા, " હીરાલાલ આજે બવ ખૂસ દેખાય છે, શું વાત છે ?

"હા આજે હું બવ ખૂસ છું, વાત જ એવી છે"

" શું વાત છે કે તો ખરો "

" હા હા જરૂર કહીશ , તને નહી કહુ તો કોને કહીશ ?" પેહલા હુ મંદિર મા પ્રસાદ ચડાવી આવુ.

હીરાલાલ પ્રસાદ લઈને મંદિર મા ગયા અને હમેશા ની જેમ મુસ્તાક ભાઈ માથે રૂમાલ બાંધીને મંદિર ની બહાર ના પરિસર મા દુવા માંગવા બેસી ગયા. મુસ્તાક ભાઈ નુ માનવુ હતુ કે ઈશ્વર ,અલ્લાહ એક જ છે અને તે દરેક જગ્યા પર છે . થોડી વાર થઈ એટ્લે હીરાલાલ મંદિર માથી બહાર આવ્યા અને મુસ્તાક ભાઈ ને પ્રસાદી આપતા બોલ્યા.

" તારી ભાભી ને સારા દિવસો ચાલી રહ્યા છે " આ સાંભળતા જ મુસ્તાક ભાઈ નો ચેહરો પ્રસન્ન થય ગયો અને ખુસી મા ઉછળીને બોલી પડ્યા.

"મુબારક હો , હીરાલાલ મુબારક હો" મે ચાચા બનને વાલા હું "

"યાર હીરાલાલ, આજ તો તુને દિલ ખૂસ કર દેને વાલી ખૂસખબરી સૂનાદી"

મુસ્તાક ભાઈ હિન્દી મા વાત કરતા એ હીરાલાલ ને બવ ગમતુ, એટ્લે ક્યારેક ક્યારેક મુસ્તાક ભાઈ હિન્દી મા બોલવા લાગતા.

બંને મિત્રો વાતો કરતા કરતા ત્યાં થી કામ પર જવા રવાના થયા.

રાત્રે વાળુ કરતી વખતે મુસ્તાક ભાઈ એ તેમની પત્ની સલમા બીબી ને ગીતા બહેન ના સારા દિવસો ચાલી રહ્યા છે તેની વાત કરી. અને કહ્યું.

" દેખ સલમા જબ તક ગીતા ભાભી કે ઘર પર બચ્ચા નહી આ જાતા તબ તક ઉનકે ઘર કી પૂરી જિમેદારી હમારી" ભાભી કો કોઈ તકલીફ ના હો ઉસકા ખયાલ તુજે રાખના હોગા"

"હા ક્યો નહી, આપ ફિકર મત કરો", મે હુ ના "

વાળુ પતાવીને મુસ્તાક ભાઈ અને સલમા બીબી બંને હીરાલાલ ના ઘરે ગયા. હીરાલાલ અને ગીતા બહેન વાળુ કરી રહયા હતા. મુસ્તાક ભાઈ ને જોતા જ બંને ઊભા થવા ગયા તો તેમને બેસાડતા જ મુસ્તાક ભાઈ બોલ્યા,

" અરે બેસો બેસો પેહલા જમી લ્યો "

" ચલ મુસ્તાક જમવા બેસી જા,તારી પસંદ ની ખિચડી બનાવેલી છે તારી ભાભી એ "

"ના યાર આજે તો હું પણ પેટ ભરીને જમીને આવ્યો છું, તારી ભાભીજાને આજે મસ્ત જમવાનુ બનાવ્યું હતુ" આટલું કહીને બધા હસવા લાગ્યા અને સલમા બીબી ગીતા બહેન પાસે જઈને તેમને કામ મા મદદ કરાવા લાગ્યા.

"ગીતા બહેન આજ થી તમારે કશું કામ કરવાનુ નહી, કઈ પણ કામ હોય મને બોલાવી લેવાની" સલમા બીબી, ગીતા બહેન ને કઈ રહયા હતા.

દિવસો વીતી રહ્યા હતા અને સલમા બીબી, ગીતા બહેન ની ખુબજ દેખભાળ કરતા. અને એક દિવસ રાત્રે હીરાલાલ એ મુસ્તાક ભાઈ ના ઘર નો દરવાજો ખખડાવ્યો.

મુસ્તાક , ઓયે મુસ્તાક.

મુસ્તાક ભાઈ એ આંખો ચોળતા ચોળતા દરવાજો ખોલ્યો . અને બોલ્યા " ક્યાં હુવા લાલે , કુછ કામ હે ક્યાં ?"

" તુ જલ્દી થી સલમા ભાભી ને જગાડ, તારી ભાભી ને દુખાવો ઉપડયો છે. મને ચિંતા થઈ રહી છે "

" તુ ઊભો રે એક મિનિટ મે તારા ભાભી ને લઈને આવુ છુ" થોડી વાર મા મુસ્તાક ભાઈ અને સલમા બીબી હીરાલાલ ના ઘરે પોહચ્યા અને સલમા બીબી એ ગીતાબહેન સાથે કઈક વાત કરી અને મુસ્તાક ભાઈ ને રિક્ષા બોલવા કહ્યું.

મુસ્તાક ભાઈ તરત જ બાજુ મા રેહતા અને રિક્ષા ચલાવતા કનુભાઈ ને બોલાવી લાવ્યા. અને ગીતાબહેન ને રિક્ષા મા બેસાડીને દવાખાને લઈ ગયા.

દવાખાને પોહચતા જ એક નર્સ અને સલમા બીબી,ગીતાબહેન ને અંદર ના રૂમ મા લઈ ગયા અને હીરાલાલ અને મુસ્તાક ભાઈ ને બહાર ઊભા રેહવા જણાવ્યુ.

હીરાલાલ ના ચેહરા પર ચિંતા સાફ દેખાતી હતી અને ગીતાબહેન ની ચીસો સાંભળીને તે વધારે ચિંતા મા દેખાઈ રહ્યા હતા. તેમને ચિંતા મા જોઈને મુસ્તાક ભાઈ બોલ્યા.

" અરે હીરાલાલ ચિંતા ક્યો કર રહા હે,તુ બાપ બનને વાલા હે, યે તો ખૂસ હોને કા વક્ત હે "

અને થોડી વાર પછી બાળક ના રોવાનો આવાજ આવ્યો. સલમા બીબી હાથ મા નાનુ બાળક લઈને બહાર આવ્યા અને "બોલ્યા મુબારક હો ભાઇજાન લડકા હુવા હે."

સલમા બીબી ના હાથ મા બાળક જોતાં જ મુસ્તાક ભાઈ એ હીરાલાલ ને ગળે લગાડી લીધા.

" મુબારક હો લાલે, મે ચાચા બન ગયા ઔર તુ પાપા"

હીરાલાલે બાળક ને પોતાના હાથો મા લીધુ, અને તે સમય પર તેમની આંખ માથી ખુસી ના આસુ વેહવા લાગ્યા. આ જોતા જ મુસ્તાક ભાઈ એ સલમા બીબી સામે જોઈને હસતા હસતા ઈશારો કરીને પોતાની ઈચ્છા જાહેર કરી. મુસ્તાક ભાઈ નો ઈશારો સલમા બીબી સમજી ગઈ એટ્લે શરમાતા શરમાતા અંદર ચાલી ગઈ.

હીરાલાલે પોતાના બાળક નુ નામ રમેશ રાખ્યુ. હીરાલાલ અને ગીતાબહેન અને મુસ્તાક ભાઈ અને સલમા બીબી રમેશ ને બવ સાચવતા અને મુસ્તાક ભાઈ તો રોજ રાત્રે રમેશ ને લઈને સોડા પીવા જતા. આમ જ દિવસો પ્રસાર થઈ રહ્યા હતા. અને એક વરસ પછી મુસ્તાક ભાઈ ના ઘરે પણ એક નાની કિલકારી એ જન્મ લીધો અને તેનુ નામ ઇકબાલ રાખવા મા આવ્યુ.

ઇકબાલ ના જન્મ સમય પર ગીતાબહેન એ બધુ કામ સાચવી લીધુ હતુ. અને હવે રમેશ અને ઇકબાલ સાથે મોટા થઈ રહ્યા હતા અને તે પણ એમના પિતા ની જેમ ગાર્ઢ મિત્રો બની ગયા હતા. હમેશા સાથે રમતા, સાથે શાળા એ જતાં, જો કોઈ પણ ઇકબાલ ને કશુ બોલે તો રમેશ તેની સાથે જગડી પડતો અને રમેશ ને કોઈ કઈ બોલે તો ઇકબાલ તેની સાથે મારામારી કરી લેતો.

બંને હમેશા સાથે જ રેહતા, રમેશ મંદિર પર જાય તો ઇકબાલ પણ તેની સાથે જતો અને તેના પિતાની જેમ માથે રૂમાલ બાંધીને બહાર પરિસર મા દુવા માંગતો. અને શુક્રવારે જ્યારે ઇકબાલ નમાજ પઢવા ગામ થી દૂર આવેલી મસ્જિદ પર જતો ત્યારે રમેશ પણ સાથે જતો અને તે પણ ઇકબાલ ની જેમ માથે રૂમાલ બાંધીને મસ્જિદ ની બહાર પ્રાથના કરવા ઊભો રેહતો.

દિવસો જેમ જેમ વીતી રહ્યા હતા તેમ તેમ રમેશ અને ઇકબાલ બંને મોટા થઈ રહ્યા હતા, અને સાથે સાથે બંને ની વિચાર શક્તિ વિકાસ પામી રહી હતી, બંને ના મગજ મા સવાલો ઉત્પન્ન થવા લાગ્યા હતા. શુક્રવારે જ્યારે ઇકબાલ નમાજ પઢવા જતો તો રમેશ પણ તેની સાથે જતો, મસ્જિદ ગામ થી બવ દૂર હતી એટ્લે બંને સવાર થી નીકળી પડતા અને ફરતા ફરતા નમાજ ના સમય સુધી ત્યાં પોહચી જતાં અને નમાજ પઢીને ઘરે આવવા નીકળી પડતાં.

રસ્તા મા આવતા વૃક્ષો , નહેર ,પશુ ,પક્ષી ઑ ને જોઈને બંને હમેશા વિચાર કરતાં અને એકબીજાને પૂછતા કે આ બધુ કોણે બનાવ્યું હશે. અને વિચાર કરતાં કરતા ઘરે પરત ફરતા.

એક વાર ઇક્બાલે તેના પિતા ને પૂછ્યું. " અબુ આ વૃક્ષ, પાણી, પશુ, પક્ષી બધુ કોણે બનાવ્યું ?

" બેટા આ બધુ "અલ્લાહ" એ બનાવ્યું છે અને હમેશા "અલ્લાહ" પર ભરોસો રાખવાનો તે હમેશા તારી હિફાજત કરશે, કેમ કે આપણી ચારે બાજુ અને દરેક જગ્યા પર "અલ્લાહ" હોય છે "

આજ વાત રમેશ એ એના પિતા ને પૂછી અને તેના પિતા એ કહ્યું કે " આ બધુ "ભગવાને" બનાવ્યું છે અને તેમને હમેશા યાદ કરવાના એટ્લે તે તારી રક્ષા કરશે"

બીજા શુક્રવારે જ્યારે બંને મિત્ર મસ્જિદ થી પાછા ફરતા હતા. ત્યારે એક નહેર પાસે થાક ખાવા બેઠા અને રમેશે ઇકબાલ ને કહ્યું કે તને ખબર છે, " આ વૃક્ષો ,પશુ ,પક્ષી ,પાણી બધુ "ભગવાને" બનાવ્યું છે" હમારા ભગવાન બવ મોટા છે તો ઇક્બાલે કહ્યું કે "મે સાંભળ્યુ છે કે આ બધુ અલ્લાહ એ બનાવ્યું અને તે દરેક વસ્તુ થી ઉપર છે"

આ વાત લઈને બંને મિત્ર મા બહેસ થઈ અને પછી એક નિર્ણય લેવા મા આવ્યો કે આ નહેર મા આપણે બંને કૂદી જઈશું અને જેનો ભગવાન કે અલ્લાહ મોટો અને સાચો હશે તે તેને બચાવી લેશે. કેમ કે બંને માથી એક ને પણ તરતા આવડતુ નોહતુ.

નક્કી થયા પ્રમાણે રમેશે ભગવાન નુ નામ લીધું અને ઇક્બાલે અલ્લાહ નુ નામ લઈને નહેર મા કૂદી ગયા. પાણી નો પ્રવાહ તીવ્ર હતો બંને ડૂબી રહ્યા હતા. ત્યાં ઇક્બાલે દુવા માંગવાનુ શરૂ કર્યું.

" હે અલ્લાહ , તું તો દરેક કણે કણ મા સમાયેલ છો અને મારી ચારે તરફ તુ છો. હું તારો બંદો છુ. મારી હિફાજત કર "

અને તેજ રીતે રમેશ પણ ભગવાન ને પ્રાથના કરવા લાગ્યો, " હે પ્રભુ, હુ તારો ભક્ત છુ, મને આ મુશ્કેલી માથી બચાવ"

બંને મિત્રો પાણી ના પ્રવાહ મા તણાઇ રહ્યા હતા, અને થોડી વાર પછી બંને પાણી મા અદ્રશ્ય થઈ ગયા.

બીજી બાજુ સાંજ ઢળી જવા છતા પણ ઇકબાલ અને રમેશ ઘરે ના આવતા હીરાલાલ અને મુસ્તાક ભાઈ ની ચિંતા વધી રહી હતી, રાત્રિ ના ૮ વાગ્યા સુધી રાહ જોઈ, અને પછી ગામ ના લોકો ની સાથે તે લોકો બંને બાળકો ને શોધવા નીકળી પડ્યા, ગામમા, જંગલમા, ખેતરોમા, બધે તપાસ કરી, ક્યાય બાળકો ની ભાળ ના મળી એટ્લે છેવટે તેઓ ગામ થી દૂર આવેલી મસ્જિદ પર પોહચ્યા અને ત્યાં પૂછપરછ કરી, ત્યાં મસ્જિદ મા રેહતા ચાચા નુ કહવુ હતુ કે બાળકો આવ્યા તો હતા પણ નમાજ પઢીને ચાલ્યા ગયા હતા.

ક્યાં ચાલ્યા ગયા આ છોકરાઓ....?, હવે ક્યાં તેમને શોધવા....? ગીતા ને શું જવાબ આપવો....? હીરાલાલ ના ચેહરા પર ચિંતા સાફ દેખાતી હતી.

"અરે હીરાલાલ ફિકર મત કર મીલ જાએગે" મુસ્તાક ભાઈ એ હીરાલાલ ને હિમ્મત આપતા કહ્યું.

ત્યાજ જંગલ માથી લાકડા કાપી ને આવતા એક ભાઈ ને મસ્જિદ મા રેહતા ચાચા એ બોલાવીને બાળકો વિશે પૂછ્યું.

" તે બાળકો ને મે સાંજે નહેર પાસે જોયા હતા " આટલુ સાંભળતા જ બધા નહેર તરફ દોડ્યા, નહેર પાસે જઈને જોયુ તો ત્યા ઇકબાલ અને રમેશ ના ચંપલ પડેલા હતા, ચંપલ જોઈને તેઓને સમજતા વાર ના લાગી કે શું થયુ હશે, તેઓ તરત નજદીક ના ગામ મા આવેલા પોલીસ સ્ટેશન પર ગયા અને ત્યા જઈને ઈન્સ્પેકટર સાહેબ ને બધી વાત જણાવી, પછી નહેર મા બંને બાળકો ને શોધવા ની કામગીરી શરૂ કરવામા આવી, નહેર નુ પાણી આગળ જઈને સમુદ્ર મા ભળતુ હતુ, તેથી સમુદ્ર મા તરવયા દ્વારા તપાસ શરૂ કરવામા આવી, ૨ કલાક ની તપાસ પછી તરવયા ને સમુદ્ર માથી બાળકો ની લાશ મળી.

બાળકો ની લાશ જોઈને મુસ્તાક ભાઈ અને હીરાલાલ ભાંગી પડ્યા, ત્યાજ સલમા બીબી અને ગીતા બહેન પણ ત્યાં આવી પોહચ્યા અને બાળકો ની લાશ જોઈને બેહોશ થઈ ગયા, તેઓને દવાખાને લઈ જવામા આવ્યા અને બાળકો ની લાશ ને પોસ્ટમોટમ માટે લઈ જવામા આવ્યા.

પોલીસ આ મોત નુ કારણ શોધવા મા લાગી ગઈ, અને ગામ ના દરેક લોકો ના મોઢા પર એક જ સવાલ હતો કે આ બાળકો નહેર મા કેમ પડ્યા....?, પણ તેનો જવાબ કોઈ ની પાસે ના હતો. પોસ્ટમોટમ રિપોર્ટ મા બંને બાળકો ના ડૂબવા થી મોત થયા નુ બહાર આવ્યુ, અને મોત પાછળ નુ બીજુ કોઈ કારણ જણાતુ ના હતુ એટ્લે પોલીસે આ કેશ ને બંદ કરીને બંને બાળકો ની લાશ ઘર વાળા ને સોપી દીધી.

બંને બાળકો ની અંતિમવિધિ પૂરી કરવામા આવી, તેની સાથે સાથે મુસ્તાક ભાઈ અને હીરાલાલ ના ઘર મા હમેશા માટે એક ખાલીપો પ્રસરી ગયો, તે સમજી શકતા ના હતા કે આ શું થઈ ગયું, કેમ કે બાળકો કઈ રીતે નહેર મા પડ્યા...?? તેની કોઈ જાણકારી ના હતી, તે રાજ બાળકો ની સાથે જ ચાલ્યો ગયો.

જન્મ અને મરણ એ નિશ્ચિત છે, જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ પણ થવાનુ છે, હીરાલાલ અને મુસ્તાક ભાઈ એ તેમના બાળકો ને ધર્મ નુ જ્ઞાન તો આપ્યુ, પણ તેઓને અંધશ્રદ્ધા થી ના બચાવી શક્યા, અને બાળકો ના મનમા અંધશ્રદ્ધા એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, બાળકો ધર્મ ને ચમત્કાર ના રૂપ મા જોવા લાગ્યા, ધર્મ એ જીવવાની રીત શીખવાડે છે, ધર્મ એ મન ની શાંતિ માટે હોય છે ના કે ચમત્કાર માટે, જો તમે ધર્મ ને ચમત્કાર ના રૂપ મા જોઈને એવી આશા રાખો કે કોઈ ચમત્કાર થશે અને તમને બચાવશે તો તમારી અંધશ્રદ્ધા તમને અંધકાર મા ધકેલી દેશે બીજુ કઈ નહી કરે.

આવા કેટલાય રમેશ અને ઇકબાલ ના કુમળા મન આવી અંધશ્રદ્ધા ની ભેટ ચડી ગયા છે, તો કોઈપણ જાતની અંધશ્રદ્ધા ને લીધે આ અનમોલ જીવન ને વેડફો નહી, મનુષ્ય રૂપી જીવન વારંવાર મળવાનુ નથી તો કુદરતે આપેલા જીવન ને માણો....

*સમાપ્ત*