Dago - 3 in Gujarati Short Stories by Meghna mehta books and stories PDF | દગો - 3

Featured Books
Categories
Share

દગો - 3

શોભા મોહિત ને દવા ની દુકાન માં થી ઊંઘ ની ગોળી લઈ આવા નું કહે છે. તે એ દવા થઈ આર્યન ને બેહોશ કરી ને તેના ગળા માં થી ચાવી કાઢવા નો પ્લાન બનાવે છે. કારણકે જ્યાં સુધી આર્યન હોશ માં હોય ત્યાં સુધી તેના ગળા માં થી ચાવી કાઢવી અશક્ય હતી.

મોહિત દવા લેવા માટે જાય છે. ત્યાં સુધી માં તેઓ કેમેરો ક્યાં લગાવો તે નકકી કરી લે છે. એટલી વાર માં મોહિત દવા લઈ ને આવી જાય છે. તેઓ મોહિત ને કહે છે કે કેમેરો બેડ ની પાછળ ની દીવાલ પર લગાવી દઈ એ તો આર્યન ના આઈ.ડી પાસવર્ડ જાણી શકાશે કારણકે આર્યન તેનું મોટા ભાગ નું કામ બેડ પર બેસી ને જ કરે છે.

મોહિત ફટાફટ કેમેરો છુપાવવા માટે બેડ પર ચડે છે. દીવાલ પર એક માણસ નું ચિત્ર હોય છે. એની આંખ માં મોહિત કેમેરો લગાડી દે છે.

એ રાતે આર્યને શોભા નો વિડિઓ બનાવા નું નક્કી કર્યું હોય છે.તેથી તે જલ્દી થી ઘરે જવા વિચારે છે. તે શોભા ને ફોન કરી ને કહે છે કે તેનું કામ ખતમ થઈ ગયું છે અને તે કલાક માં ઘરે આવશે. તેમ જ તે શોભા માટે એક સરપ્રાઈઝ લઈ ને આવા નો છે.

શોભા આર્યન નો ઈરાદો સમજી જાય છે. તે મોહિત અને બીજા લોકો ને જલ્દી થી જવા માટે કહે છે. અને તેઓ ને નજીક માં જ રહેવા માટે તાકીદ કરે છે.

થોડી જ વાર માં આર્યન ઘરે આવે છે. તે આવી ને શોભા ને હગ કરે છે. તે શોભા માટે એક શોર્ટ ડ્રેસ લઈ ને આવ્યો હોય છે. તે શોભા ને કહે છે કે આજે તે ખુબ જ રોમેન્ટિક મૂડ માં છે. અને એટલે જ તે આ ડ્રેસ લઈ ને આવ્યો છે.શોભા બધું જ સમજી રહી હોય છે પણ તેમ છતાં તે ડ્રેસ પહેરવા માટે બીજા રૂમ માં જાય છે.

તે દરમ્યાન આર્યન લેપટોપ લઈ ને બેડ પર બેસે છે. અને પોતાનું કામ કરવા લાગે છે. શોભા દસ મિનિટ બાદ તે ડ્રેસ પહેરી ને તેની સામે આવે છે.

શોભા ને જોઈ ને આર્યન તેની નજીક જાય છે. પણ શોભા તેને ધક્કો મારે છે. અને ધીરજ રાખવા કહે છે. ત્યાર બાદ શોભા આર્યન અને તેના માટે ડ્રિંક્સ બનાવવા માટે જાય છે. તે આર્યન ના ડ્રિન્ક માં ઘેન ની ગોળી મેળવે છે. જેથી તેને પીને આર્યન બેહોશ થઈ જાય અને તે પોતાનું કામ કરી શકે.તે આર્યન ને ગ્લાસ આપે છે અને પોતે પણ હાથ માં લઇ પીવા નો ડોળ કરે છે.

આર્યન એક જ ઘુંટ માં ગ્લાસ ખાલી કરી નાખે છે. અને શોભા ને ઊંચકી ને બેડ પર લઈ જાય છે. પણ બેડ પર પહોંચતા પહોંચતા તેનું માથું ભમવા લાગે છે અને તે બેભાન થઈ ને ઢળી પડે છે.શોભા બેડ પર થી ઉભી થઇ ને મોહિત ને ફોન કરે છે.ત્યારબાદ તે મોહિત ને ફોન કરી ને જલ્દી થી આવી જવા કહે છે. તે ત્રણેય જણા 5 જ મિનિટ માં આર્યન ના ઘરે આવી જાય છે.

વેબકેમ નું ડાયરેક્ટ ટેલિકાસ્ટ મોહિત ના ફોન માં હતું. તેઓ જાણતા હતા કે આર્યન ઘરે આવી ને સાઇટ જરૂર ખોલશે. જેથી કરી ને તે શોભા નો વિડિઓ મુકવાની વાત લખી ને લોકો ને આકર્ષી શકે. અને તેવું જ થયું.

મોહિત આર્યન નું લેપટોપ ખોલે છે. તે બ્રાઉઝર પર જઈ ને સાઇટ ખોલે છે. તે સાઇટ ને ડીલીટ કરવા જ જતો હોય છે ત્યાં મીશા તેને રોકે છે. મીશા કહે છે કે અગર સાઇટ ડીલીટ થઈ જશે તો આર્યન વિરુદ્ધ તેમની પાસે કોઈ પુરાવા નહિ રહે. આથી પેહલા પોલીસ ને ફોન કરી ને સઘળી વાત જણાવી જોઈએ. શોભા પણ આ વાત સાથે સહમત થાય છે અને તેઓ પોલીસ ને ફોન કરી ને બોલાવે છે.

આ બાજુ આર્યન ને દવા ની અસર ઉતરવા લાગે છે.તેઓ ચિંતા માં આવી જાય છે કે અગર પોલીસ ના આવતા પેહલા આર્યન જાગી ગયો તો શું થશે? શોભા ત્રણેય ને બીજા રુમ માં છુપાઈ જવા કહે છે. આર્યન હોશ માં આવે છે. તે શોભા ને પૂછે છે કે તેને હું થયું હતું? શોભા કહે છે તે બેભાન થઈ ગયો હતો.અને તેને ચિંતા થઈ રહી હતી. તે ડોકટર ને ફોન કરવા જ જઇ રહી હતી અને ત્યાં જ આર્યન હોશ માં આવ્યો.

એટલા માં બેલ વાગે છે. આર્યન કહે છે અત્યારે કોણ આવ્યું? તે દરવાજો ખોલવા માટે જાય છે. સામે પોલીસ ને જોઈ ને આર્યન ગભરાઈ જાય છે. શોભા આર્યન ની પાછળ જાય છે અને પોલીસ ને જોઈ ને અંદર આવવા માટે કહે છે. મીશા, મોહિત અને રીયા પણ પોલીસ ને જોઈ ને બહાર આવે છે.

શોભા પોલીસ ને બધી વાતો ની જાણકારી અને પુરાવા આપે છે. તે પોલીસ ને જણાવે છે કે કેવી રીતે આર્યન નિર્દોષ અને ભોળી છોકરીઓ ને ભોળવી તેમની વિડિઓ બનાવી ને તેમને બ્લૅક મેલ કરે છે. તે આર્યન લાફો મારે છે.

પોલીસ આર્યન ને પકડી લે છે. બધા પુરાવા કબજે કરે છે.આર્યન ના ઘર માં લાગેલા કેમેરા શોધે છે.આર્યન ની સાઇટ ડીલીટ કરે છે.

શોભા બહાદુરી થી પરિસ્થિતિ નો સામનો કરી ને આર્યન ને પકડાવે છે. પણ દર વખતે નસીબ સાથ આપે તેવું જરૂરી નથી. શોભા ને અનાયાસે આર્યન ની કરતૂતો ની જાણ થઈ. માટે જ કોઈ પણ સંબધ બાંધતી વખતે સજાગ રહેવું જરૂરી છે.પ્રેમ કરવો એ સારી વાત છે પણ પ્રેમ માં અંધવિશ્વાસ તકલીફો ને નોતરી શકે છે.