Jugar.com - 6 in Gujarati Fiction Stories by Dinesh Jani ...Den books and stories PDF | જુગાર.કોમ - 6

Featured Books
Categories
Share

જુગાર.કોમ - 6

CHAPTER 6

બસને ઝટકો લાગ્યો. ફરી કોઇ ગામ આવ્યું સતનીલે વિચાર્યુ. પણ બસની બહાર કોઇ મકાન કે વસ્તી હતી નહિ. ડ્રાઇવર કંડક્ટરની વાત પરથી સમજાયુ કે ટાયર પંક્ચર હતું, બધા ઉતર્યા, ત્રીસેક મીનીટ નો હોલ્ટ હતો. સતનીલ ઉતર્યો. રોડની સાઇડમાં ઝાડીઓ હતી સમય પસાર કરવા રોડથી નીચે ઉતર્યો. આગળ ચલ્યો એક ઢાળ વાળી ટેકરીની બાજુમાંથી નીકળતા નાના પાણીનાં વહેણ તરફ ગયો. ત્યાં નીચે બેસીને વહેણમાં પગ ઝબોળ્યા. ફરી અનંતની અટારીએ આભ સામે જોઇ વિચારે ચડ્યો. રાધારમણ મંદીરનો ત્યાગ કરી પિતાની સુરક્ષા છાંયા માંથી છટકી મસુરી તરફ ગયો હતો. વારે વારે જોઇ લેતો કે પિતાજીનાં કોઇ મળતીયા પીછો તો કરતા નથીને ? હવે એ બિંધાસ્ત હતો. પગપાળ યાત્રા ચાલુ કરી હતી. દેવગઢ જતાં રસ્તામાં આવતાં આવા જ એક ઝરણા પાસે બેઠો હતો. ત્યાંથી પસાર થતા એક નાગા સાધુએ પણ ત્યાં હોલ્ટ કર્યો હતો. સાધુએ સ્નાન કર્યુ. સૂર્યાઘ આપ્યો. કાંઠા પર બેસીને પ્રાણાયામ કર્યુ. ધ્યાનસ્થ અવસ્થામાં એકાદ કલાક ગાળ્યો અને ચાલતો થયો. સતનીલ પણ પાછ્ળ પાછળ ચાલવા લાગ્યો.અલગારી સાધુએ પોતાની પાછળ કોઇ આવેછે. તે વાત ની નોંધ પણ લીધી ન હતી. સતનીલ ને માર્ગ મળી ગયો. હિમાલયનાં આવા ભિખ્ખુઓ જોડે રખડ્યાં કર્યું. ખાવામળે તો ખાઇ લેવું નહિતર પાણીથી ચલાવી લેવું છ માસમાં તો દાઢી મુંછ વધી ગયાં હતાં. તેને કોઇ પરવા ન હતી,. ચામડી શુષ્ક થઇ ગઇ હતી. આનંદની પરીભાષા બદલાઇ હતી. હિમગીરીની વાદીઓમાં સંભળાતું પક્ષીઓનું સંગીત આહ્લાદ્ક લાગતું હતું. એક અખાડામાં રાતવાસો કર્યો ત્યાં બાર વર્ષ થી એક પગે જ ઉભારહી તપ કરતા નિર્મલદેવે કુંભનાં મેળાની વાત કરી. સતનીલને ખબર હતી કે હું આ રૂપમાં જો યોગરાજ સામે પણ ઉભો રહી જાઉં તો તે પણ હવે મને ઓળખી ના શકે. જોગીઓની જમાત સાથે.કુંભસ્નાન માટે નીકળી પડ્યો.

અલ્હાબાદમાં જગતભરમાંથી કુંભમાં આસ્થા રાખતા લાખો શ્રધ્ધાળુઓ આવે છે. તેમાં બરછટ ચામડી વાળા, ગળામાં રૂદ્રાક્ષની માળાઓનાં ઝુંડ લટકાવી અઘોરીઓ ફરતા હતા, સતનીલનાં ગળામાં વિચિત્ર પારાઓ ની માળા હતી, કપાળ ભસ્મ થી ભરાઇ ગયું હતું. અંગ પર ઢાંકવા પુરતુ નાનકડું વસ્ત્ર હતું. સતનીલનાં આ રૂપ ને કોણ ઓળખે? દક્ષિણનાં એક અખાડાનાં પંડાલમાં સાત નંબરનાં ટેન્ટમાં રહેવાનું મળી ગયું. જાણ્યા અજાણ્યા ભક્તો આવતા ચિત્ર વિચિત્ર સવાલો પુછ્તા, કોઇક તો પોતાનાં માથાપર હાથ મુકવાનો હઠાગ્રહ કરતા, તો કોઇ રૂદ્રાક્ષ નો એક પારો આપવાની માંગણી કરતાં. એક છોકરીઓનાં ગ્રૂપે સેલ્ફી પડાવવાનો પ્રાયાસ કર્યો. સતનીલે તેની વાત ઠુકરાવી દીધી. અહી રાજકીય નેતાઓ પણ સ્નાન માટે આવતા. સીરોહીનાં શરણેશ્વરનાં મહામંડલેશ્વર રામદાસ ને જોયા પણ તે મળ્યો નહી. આજનું શાહી સ્નાન નિલંબી અખાડાનું હતું. હાથીઓની સવારી સાથે છત્ર ધરી વાજિંત્રો વગાડતા અને અંગ કસરતનાં દાવ કરતા બાવાઓની જમાત નીકળી. સતનીલને ટૉળામાંથી નીકળી કુંભ છૉડી દેવાનું મન થયુ. ને નીકળી પડ્યો. આગળ જતા ત્રીવેણીઘાટ થી દોઢેક કી.મી. દૂર આવેલ શિવઘાટ પાસે આરામ કરવા રોકાયો. અહીં શિવઘાટ પાસે માણસોની કોઇ ખાસ અવર જવર ન હતી. હિમાલયનાં નંદગીરીનાં પ્રાખ્યાત સેવાશ્રામ નાં મહંત સાધું અદ્વૈતાનંદને બેઠેલ જોયાં.તે ઓળખતો ન હતો છ્તા તેનાથી આકર્ષાયો ને પાસે જઇ દંડવત પ્રાણામ કર્યા.

સવા છ ફુટ ઉંચાઇ મજબુત કસાયેલ બાંધો, સફેદ જ્ગ્ગ વસ્ત્રમાંથી પણ માંસલ ભુજાઓ દેખાતી હતી, લાંબાવાળ, ક્લિનસેવ ચેહેરામાં નાકની નીચે વાંકળી લાંબી મુછો.પહોળાજાડાહોઠ, ટ્ટ્ટાર મુદ્રામાં બેઠેલ અદ્વૈતાનંદે પ્રણામ કરતા યુવાન સાધુંને બેઠા થવાં કહ્યું. સતનીલ બેઠો થયો. તેનાં કાને પ્રશ્ન આવ્યો. “ વ્હેર આર યુ ફ્રોમ?’ આ “અદ્વૈતાનંદ” પુર્વાશ્રમમાં આર્મીમાં જાટ રેજીમેંટમાં કર્નલનાં પદ ઉપર હતાં, સર્વિસનાં ભાગ રૂપે બર્ફિલા પહાડોમાં રખડવાનું થયું. એ દરમિયાન અધ્યાત્મ જીવનનોં રંગ લાગ્યો અને નોકરી છોડી સાધું બની ગયા. નંદગીરીમાં સેવાશ્રામની રચનાં કરી હતી.સતનીલે તેની સામે જોયું.

“ માયસેલ્ફ સતનીલ યોગરાજ મહેતા, ફ્રોમ રાજસ્થાન સીરોહી.”

અદ્વૈતાનંદે તો સાહજિક રીતેજ અંગ્રેજીમાં પુછ્યું હતું. જવાબ પણ મગરૂબીથી અંગ્રેજીમાં આવશે તેવું ન્હોતું વિચાર્યું, બસ ત્યાર પછીની ત્રીસ મીનીટ બન્ને વચ્ચે અંગ્રેજીમાંજ સંવાદ ચાલ્યો. સતનીલ ને આ દંડવત ફળ્યા અને આશ્રમમાં જોડાવાનું આમંત્રણ મળ્યુ. તે દિવસથી નંદગિરી આશ્રામને એક ઉત્કૃષ્ટ સેવક મળ્યો. રખડુ જીવન ની પરિધિ બદલાઇ. સનનીલે દાઢીમુંછ કાઢી નાંખ્યા,વાળ સેટ કરીને કાનની બુંટ સુધી રાખ્યા. ત્વચાનોં રંગ પુર્વવત ગોરો થઇ ગયો. સ્વચ્છ્તા અને પ્લાનીંગવર્ક, એ સેવાશ્રામનો મુદ્રાલેખ હતો. આધ્યાત્મ ઉપદેશ, ભજન, સતસંગ, સાથે મુખ્ય પ્રવૃતિ તો લોક્સેવાની જ હતી. સતનીલ પણ વૃક્ષોથી ઘેરાયેલી ઘાંસની મોટી લોનમાં પ્રવચન આપતો. અંગ્રેજી મહેમાનોને સાચવવાનું કામ સતનીલનાં ભાગે આવતું. આશ્રામની વિવિધ સેવાકીય પ્રવૃતિની નોંધ જિલ્લા સમાહર્તાનાં માધ્યામથી તથા કોન્ટીટ્યુશનનાં એમ. એલ. એ. દ્વારા પ્રધાન મંત્રી કાર્યાલય સુધી પહોંચી હતી.

એ દરમિયાન એક વખત નંદગિરિથી દુર પહાડી ઇલાકામાં સામગાગામથી સાત કી.મી. દુર ભુસ્ખલન થયુ, એક યાત્રાળુ બસ દબાઇ હતી સાથે નીચાણવાસમાં આવેલ રખડતી જાતીનો એક વીસેક લોકોનોં કસ્બો દબાયો. સેવાશ્રામમાં સમાચાર મળતા જ મદદ માટેનું પ્લાનીંગ થયું. મુખ્ય માર્ગ બે ત્રણ જગ્યાએથી ધોવાઇ ગયેલ હોવાથી. સરકારી તંત્ર પહોચે તે પહેલા જ સેવાશ્રામનાં ખડતલ સેવકો લશ્કરી ઢબે મદદ ની સામગ્રી સાથે પહોચી ગયા. એ દરમિયાન અદ્વૈતાનંદે આર્મીનાં હેલીકોપ્ટર સેવાની મદદ માટેની પ્રોસીઝર કરી. સમય સર મદદ મળીજતા ઘણાખરા લોકો બચી ગયા હતા. આમ છતા સાતેક લોકો અવસાન પામ્યા હતા થોડા ઘવાયા હતા તમને સારવાર માટે ની વ્યવસ્થા કરી ત્રણેક લોકોનો પતો ન હતો.

પણ આ ઘટનાંથી સેવાશ્રામની એક શાખા અહી ખોલવી એવું નક્કી થયું. અહીનાં જિલ્લા કલેક્ટર દ્વારા સામગા ગામની તદન નજદીક જમીન ફાળવવામાં આવી અને પ્લાનીગ સાથે જરૂરી બાંધકામ થયુ. આશ્રમનાં સીનીયર જોગીન્દરનાથ અહીનાં મુખ્ય સંચાલક નિમાયા. તેની હેઠળ, સતનીલની વરણી થઇ. આમ સામગામાં નંદગિરિનાં સેવાશ્રામની શાખા શરૂં થઇ.સતનીલ હવે પુર્ણ રૂપે સેવાકાર્યમાં રંગાઇ ગયો હતો. આસપાસનાં ગામોમાં રહેતા. ગરીબ આદિવાસીઓની બિમારીનાં ઇલાજ માટે મોબાઇલ ડીસ્પેંસરી શરૂં કરી હતી.ઘણીવખત તો આર્મીનાં અહીંથી પસાર થતા કાફલાને અહીં ઉતારો, તથા જમવાની સગવડ કરી અપાતો.અહીંયાં પણ સતનીલે સેવશ્રામની માફક રોજ પ્રવચન આપવાનું ચાલું કર્યું હતું. શરૂઆતમાં તો ગ્રામ્ય પ્રાજાને ધ્યાને રાખી માત્ર ધાર્મિક પ્રસંગો પરજ વાતો થતી. પરંતુ ક્યારેક આ તરફ પર્યટકો આવી ચડતા. તો તેની બુધ્ધિક્ષમતાને અનુલક્ષી, સતનીલ તત્વદર્શનની વાતો કરતો. પછી તો સામગાની ખાસ મુલાકાતે વિદેશી લોકો પણ આવવા લાગ્યા. એક પ્રભાવિત જર્મન પત્રકારે તેની વિગતો સાથે,સતનીલ સાથે લીધેલ સેલ્ફી વાળાફોટા સહિતની વિગતો જર્મનીનાં ન્યુઝપેપેરમાં છાપી.

જેનાં પ્રતિભાવ રૂપે ભારતિય અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સમાં ફોટા સાથે તમામ વિગતો છપાઇ હતી.સતનીલ આ વાતથી અજાણ હતો. પણ એ દિવસોમાં કોર્પોરેટ બિલ્ડીંગનાં માર્બલનાં મોટા કોન્ટ્રાક્ટર માટે યોગરાજને ગ્રેટર નોઇડા જવાનું થયું. ત્યાંની હોટેલનાં રૂમમાં આવેલ અખબારોનાં બંચમાં આ અખબાર પણ હતું, યોગરાજે ધ્યાન પુર્વક નામ સહિતની વિગતો વાંચી. મનોમન ઓસમ ડુંગરનાં માત્રીમાંને યાદ કરી.મનમાં બબડ્યો પરમાત્મા ક્યાંક છે. પણ હવે રાધારમણ મંદિર જેવી ઉતાવળ નથી કરવી. ગુપચુપ સામગા આવ્યા. આશ્રામ બહાર ની વ્યક્તિ બૈજનાથ નો સંપર્ક સાધ્યો, કામ ફક્ત એટલું જ સોંપ્યું કે માત્ર સ્વામિનાં આવન જાવન પર નજર રાખવી.

સતનીલ ઝરણામાં પગ ઝબોળી બેઠો હતો ત્યાં, બસનું હોર્ન વાગ્યું. સાથે જ એ તરફથી તેને બોલાવવા માટેનો અવા જ પણ આવ્યો હતો. તે બસમાં આવીને બેઠો. વાંકાચુંકા ઢોળાવવાળા રસ્તા પર ધીમી ગતિએ ચાલતી બસ,સામગાથી બાગેશ્વર પહોંચતા પુરા ચાર કલાક થયા હતા. ઝારખંડ રાજ્યનું આ શહેર ખાસ્સુ મોટુ હતું, આસપાસ નાં વિસ્તારની ગ્રામ્ય લોકોની ખરીદીનું હબ હતું. દિલ્હી સાથે બસ વ્યવહારથી સાથે જોડાયેલું હતું. અહીંથી નેશનલ હાઇવે પસાર થતો હતો. બસમાંથી ઉતર્યો. ફેરીયાઓનાં અવાજને કાને લીધા વગર જ બહાર નીકળ્યો. દરવાજાથી થોડે દૂર નાસ્તાની રેંકડીમાંથી ગરમ પોહાની ડીસ લઇ ખાધી. ફરી બસસ્ટેંડમાં આવ્યો દીલ્હી જતી બસની તપાસ કરી. જર્ની બહુ લાંબી હતી.બપોરે ઉપડતી બસ દિલ્હી મોડી રાત્રે પહોચાડે. તેથી રાત્રિની બસનું બુકીંગ કરાવ્યું. હવેતો માત્ર સમય પસાર કરવાનો હતો.

બાગેશ્વરમાં ગોમતી અને સરયૂ નદીનો સંગમઘાટ છે. અહિં ઘાટ પાસે આશરે ચારસો વર્ષ પુરાણું “ બાગનાથ મહાદેવ” નું મંદિર આવેલું છે. મંદિરનો પશ્ર્ચિમ દરવાજો નદીનાં ધાટ તરફ ખુલે છે. જ્યાં ડાબે જમણે બન્ને તરફ બેલાની કોતરણી વાળી છત્રીઓ આવેલી છે.ઘાટ્થી થોડા આગળ જતા એક રજવાડી કોઠી આવેલી છે. તેની ઉંચી દિવાલ નદી તરફ હતી. છતા દિવાલમાં બે ઝરૂખા નદી તરફ ઝળુંબતા બનાવેલ. મંદીર અને કોઠી વચ્ચેની ગલીયારીમાં થઇ સતનીલ રોડ પર આવ્યો. અહિંથી. કોઠીનોં મુખ્યદરવાજો દેખાતો હતો.માત્ર બે મજલાની કોઠીમાં વીસેક રૂમ વાળા બાંધકામનાં બન્ને છેડે. બે ઉંચા ચોરસ ટાવર આવેલ હતાં, વચ્ચેનાં ભાગે ગોળ ગુંબજ આવેલ હતો. એક વિશાળ પટાંગણ હતું જ્યાં અગાઉનાં વખતમાં ઘોડાર હતું, બાદમાં વિન્ટેજ કાર નો કાફલો રહેતો હતો, જોકે હાલ ત્યાં બે થી વધુ કાર નથી. એક નવી ડીસ્પેંસરી બંધાઇ હતી.

હીઝ હાઇનેસ ઓફ ખડક્પુર ધર્મેન્દ્રસિંહજીએ એ ઇમારત બંધાવેલ,છેલ્લે તેનાં પુત્ર. રૂદ્રપ્રતાપ ઉપભોગ કરતા હતા. ત્રણ વર્ષ પહેલા તેઓ એટેક આવવાથી અવસાન પામેલ ત્યાર બાદ આ કોઠી નો ઉપયોગ બદલાયો હતો, હવે આ કોઠીમાં સામાન્ય લોકો પણ સાહજીક રીતે અવર જવર કરતા હતાં.

સતનીલ કોઠીની લોખંડની કોતરણી વાળા રસ્તાપરનાં ગેઇટ પર લખાયેલ બોર્ડ વાંચતો હતો; “દિવ્યાંગ ઉથ્થાન કેન્દ્ર’ તે હજું વાંચતો હતો ત્યાં એક સફેદ એમ્બેસેડર કાર દરવાજામાં પ્રવેશી. પરંતુ ક્ષણ બે ક્ષણ ગાડી ને બ્રેક લાગી અને ઉભી રહી. સતનીલે આ ઘટનાં ધ્યાને લીધી નહીં. તે આગળ ચાલતો થયો.દિલ્હી જઇને શું કરવું ? તે વિચારમાં લગભગ ત્રણેક મીનીટ ચાલ્યો હશે, ત્યાં પાછળથી અવાજ આવ્યો.

“ ઓ.. મહારાજજી. તનીક ઠહરીયો!’ સતનીલે પાછળ ફરી જોયું, સફેદ સાદા કપડા પહેરેલ હોસ્પીટલનાં વોર્ડન જેવા દેખાતા માણસે તેને રોકવા હાથ ઉંચો કર્યો હતો. સતનીલ ઉભો રહ્યો. તે પાસે આવીને બોલ્યો.

“ મહારાજજી આપકો અમ્મારાનીને યાદ ફરમાયા હૈ” આવનાર પ્રૌઢ ને એમ કે અહીનાં વતની હશે જેથી અમ્મારાની ને તો ઓળખતાજ હશે.

“ અમ્મારાની? કૌન? સતનીલે આશ્ચર્ય વ્યક્ત કર્યું. આવનાર સમજ્યો. અને કહ્યું.

“ શાયદ આપ નહીં પહચાનતે, શાયદ ઇસ ગાંવ કે નહીં હો. અમ્મારાની, હમારી દેવી હય, ઉસને આપકો બુલાયા હય. મે તો બુલાને આયાહું.”

સતનીલ મનમાં મુસ્કુરાયો ચલો બેટા સાધુંરૂપમે આખરીબાર યે અમ્મારાનીકો ભી મિલતે ચલે. તે આવનાર ની સાથે ચલવા લાગ્યો. કોઠીમાં પ્રવેશ્યો. ચરેક પગથીયા ચડી પરશાળમાંથી આગળ જતા એક ખંડ તરફ તેને જવાનું સુચન કરી પ્રૌઢ જતો રહ્યો. વીસ બાય ત્રીસનાં વિશાળ ખંડમાં દાખલ થયો, બે ઉંચા દરવાજા અને છ મોટી બારીઓ વાળા આ ખંડની એક જમાનાંમાં ભવ્યતા કેવી હશે? તેની કલ્પના કરી. હાલ કોઇ ખાસ ફર્નીચર ન હતું. ખંડ્નાં મધ્યભાગમાં સોફા ગોઠવાયો હતો. જમીન પર કાલીન બિછાવેલી હતી. ખંડ્માં ગાંધીજી જેવા ચશ્મા પહેરીને આવનારનાં હાથમાં એક ડાયરી હતી, સફેદ લેંઘો ઝભ્ભો, માથે કાળૉ કોટ પહેરેલ હતો મુનીમજી જેવા લાગતા આ બુઝુર્ગ આદમીએ પ્રવેશતા કહ્યુ. “ બાબાજી કોઇ તકલીફ?.. અમ્મારાની હમણા જ પધારશે. ત્યાં સુધી મારે આપને કંપની આપવી એવો હુકમ છે. શું ફાવશે ચા કોફી,?

સતનીલે માત્ર ના કહી આભાર માન્યો. વધુ આગ્રહ ના થયો,

“ આનંદમુર્તી પટવર્ધન ‘ હું અહીંનો સૌથી જુનો કારભારી છું. મારા પિતા પણ અહીંનાં કારભારી હતાં, બે પેઢીનો નાતો અમ્મરાનીએ તોડ્યો નહીં.” દિવાલ પરની મોટી ફ્રેમમાં ચિતરેલ કોઇ રાજવીનાં ફોટા તરફ સતનીલે જોયુ.પટ્વર્ધન કાંઇક સમજ્યો, અને બોલવાનું શરૂ કર્યું.

” હીઝહાઇનેસ ઓફ ખડક્પુર રૂદ્રપ્રતાપસિંહજી, બે વર્ષ પહેલાં જ તેઓ ધામમાં જતા રહ્યા, અમ્મારાની એકલા જ રહ્યા. કોઠીની રુખ બદલાઇ ગઇ. બધો સ્ટાફ બદલાયો. મને જુનો વફાદાર સમજી હજૂ સેવાપ્રવૃત રાખ્યો છે. હવે રજવાડું રહ્યું નથી, અમ્મારાની હવે અહીં લુલા લંગડાની સેવા કરે છે. આપણા વડાપ્રધાનશ્રીએ દેશને નવો શબ્દ આપ્યો છે. “દિવ્યાંગ “ એ રાનીજીને ગમી ગયો, આખા ઉતરાખંડ, બિહાર, ઉતરપ્રદેશ, નાં વિસ્તારોમાંથી અહિં દિવ્યાંગ દર્દીઓ આવેછે. અમ્મા તેની સારવાર કરાવે છે. જયપુર ફુટ નાં કેમ્પ કરાવે છે. બસ દિવ્યાંગોનાં આશીર્વાદ મેળવીને અમ્મા રાજી થાય છે. “ સતનીલ સાંભળતોજ રહ્યો. દરવાજે ચપરાસી જેવા માણસને આવેલ જોઇ, પટવર્ધન કંઇક સમજ્યો. તરતજ ઝડપથી સતનીલ નાં ચરણસ્પર્શ કરી બહાર જતો રહ્યો. તે જ સમયે દરવાજામાંથી. સફેદ વસ્ત્ર ધારણ કરેલ એક સ્ત્રીએ પ્રવેશ કર્યો, દરવાજો બંધ થયો બારીઓ પણ બંધ હતી. બ્લાઇંડ ગ્લાસ માંથી સૂર્યનો થોડૉક પ્રાકાશ આવતો હતો પણ ચહેરો ઓળખવા માટે પુરતો ન હ્તો. અમ્મારાનીએ માથે ઓઢેલ હતું, બીજો છેડૉ કમરમાં ખોસેલ હતો આંખો પર સનગ્લાસ ચડાવેલ હતા, માત્ર દસ જ ફુટનું અંતર હતું, રાનીએ ચશ્માં આંખ પરથી ઉતાર્યા, દાંડીઓ વાળી હાથમાં રાખ્યા. સતનીલે નજદીકથી અજવાળામાં પ્રથમવાર જ ચહેરો, જોયો.

આખાય શરીરમાં ઝણઝણાટી વ્યાપીગઇ. કાનમાં ભુસ્ખલનથી ધસીપડેલ હિમશિલાનો અવાજ સંભળાયો. આંખો વિસ્ફારિત થઇ, અવિરત વિસ્ફોટોનાં અવાજથી કાનમાં તમરા બોલવા લાગ્યા. અવાજ દબાઇ ગયો. અવાચક થઇ ગયો,..આ હતુ સતનીલનું અમ્મારાનીને જોયાનું પ્રથમ રીફ્લેશન. દિગ્મુઢ અવસ્થામાં બેઠેલ સતનીલ નાં પગ પાસે રાની સુઇ ગઇ હતી. રાની નો હાથ સતનીલનાં પગનાં અંગુઠા પાસે સ્પર્શતો હતો. મહાન ભક્ત ઇશ્વર ને દંડવત કરતો હોય તેવો આવિર્ભાવ ભાસતો હતો...

ના.. આ પ્રાણામ નહોતા. આ ક્ષમાયાચનાંનો દીર્ઘ ભાવ હતો. જોનાર કોઇ જ હાજર ન્હોતુ. સતનીલ ને સ્થિતિ પર કાબુ કરતા ત્રીસેક સેકન્ડ થઇ હશે. અમ્મારાનીને ખભેથી પકડી ઉભા કરતા સતનીલ પહેલો જ શબ્દ બોલ્યો.‘ માં.. “ આ શું કરોછો ? દિકરાને ફરી પાપનગરીમાં ધકેલવો છે ? “

રાની આંખમાંનાં આંસુ લુંછ્તા દબાયેલા અવાજે બોલ્યા ‘ કાશ મારે આવો દિકરો હોત તો ભવ તરી જાત’

સતનીલે કહ્યું “ કેમ ભુલે છે. માં “ હું તારો પણ દિકરો જ છું ને ? “” હા એ વાતનો મને સદૈવ ગર્વ રહેશે. પણ આ જીવન હું કોઇને જણાવી નહીં શકું. પાપની જાળમાં ફસાઇને પીડા અનુભવી રહીં છું. ધન્ય છે. “ ક્રિષ્ના”.. આવો અવતારી દિકરો તે આ પૃથ્વિ ને ભેંટ આપ્યો.!’

સતનીલે સ્વરમાં ગરવાઇ રાખી કહ્યું “ માં!’ તારૂં અસ્તિત્વ ન હોત તો મારો અવતાર એળે જ ગયો હોત. આજે તે મને જીવનનાં સાત વર્ષનું,દાર્શનીક, તાત્વિક, આધ્યાત્મિક, મુલ્યો પ્રાપ્ત કરવાનું સુખ આપ્યું છે. મારે તો તારો આભાર માનવાનો હોય.

‘’ બસ દિકરા મારી જાત પર વધુ ઘૃણા ઉપજે તેવા કઠોર વચનો નહીં બોલ.’

સતનીલે કહ્યું. “માં તું મળી જઇશ એવી કલ્પના ન હતી. તપસ્યાનાં આરે ઉભેલ આ જોગીને તું મળ્યાનો કેટલો આનંદ થયો તે તેને ખબર નથી.? “માં ‘ આ સધુત્વની કાંચળી ત્રણ દિવસ પછી ઉતારી લેવાનો છું. મારી માં, ક્રિષ્ના વિરહમાં રાહ જોતી બેઠી હશે. પરમપિતા યોગરાજ દિમાગ ઉપર બોજ વેંઢારીને ઉભા હશે.’

રાની બોલ્યા, “અને તારી વિન્ન્ની પણ “” માં ‘! એ છોકરી માટે જ સંસારમાં પરત ફરૂં છું. મે તેને વચન આપ્યુ હતું. એ પલક બિછાવી રાહ જોતી હશે.રાનીઅમ્માં ફરી રડી પડ્યા. સતનીલની આંખો પણ ભીની થઇ. આ અદ્ભુત મિલનનું કોઇ સાક્ષી ન હતુ. શાંત થયા પછી. અમ્માનાં પુછવાથી સતનીલે તેનાં સાધુત્વની સફર ગાથા કહી. હવે બન્ને જમીન પરજ બેઠા હતા. સતનીલે કહ્યું, “માં ખોળામાં સુવાની ઇચ્છા છે. વર્ષોથી આનંદની પરીસીમાં જેવી ઉંઘ કરી નથી.થાક્યો છું.!’

અમ્માએ સતનીલ નું મસ્તક ખોળામાં લીધું કપાળ પરથી લાંબા વાળ હટાવ્યા. મસ્તક પર હાથ ફેરવ્યો સતનીલે આંખો બંધ કરી.ક્રિષ્નામમ્મી યાદ આવ્યા. થોડી વાર મૌન છવાયું. અને હળવેક થી સતનીલે પુછ્યું.

‘માં!’ કજારિકા આન્ટિ રાનીઅમ્મા બન્યાની વાત નહિ કરો?

***