Charso no chandalo in Gujarati Comedy stories by Jalpesh rabara books and stories PDF | ચારસો નો ચાંદલો

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

Categories
Share

ચારસો નો ચાંદલો

  • હીરાલાલ સીધા સાદા માણસ એક નાના ગામ માં આયુષ્ય ના પાત્રીસ વર્ષ પુરા કરી શહેર ની જકામજોડ જોવા ની જીવન માં બાકી હશે એટલે નસીબ માં હશે એમ માની શહેર ની રાહ પકડી.
  • ખાધેપીધે તો ગામડામાં પણ સુખીજ હતા શહેર માં કૈંક વધારે મજા હશે એવું વિચારીને થોડાં દિવસો રખડી ને થોડી ઓળખાણો નો ઉપયોગ કરી ને એક નોકરી શોધી. એક મોટુ ઘર ગામડે ખાલી કરી એક નાની રૂમ અને રસોડાનું ઘર ભાડે રાખી શહેર માં રહેવા આવ્યા. અહીં આવી ને સમજણ આવી કે દૂર થી ડુંગર રળિયામણા હતા
  • ગામડે ક્યારેય તારીખ ની ખબર ન રહેતી અહીં પહેલી તારીખ ની રાહ જોવી પડે છે. હિસાબ રાખવો પડે છે દૂધ નું બિલ આટલા રૂપિયા નું અને કરિયાણા નું આટલા રૂપિયા નું આ મહીને ગેસનો બાટલો જશે એમના અલગ રાખી જેટલા રૂપિયા બચ્યાં એમાં મહિનો નીકળશે કે કેમ કોઈ વધારા નો ખર્ચ કરવાનો નહીં. અને પગાર આવે એજ દિવસ થી પાછો પગાર ક્યારે આવશે એવી રાહ જોવાની ચાલુ થઈ જાય.
  • આમતો મંજુ બેન બહુ ખર્ચાળ નહીં ગામડાં માં રહેલ એટલે સાદું જીવન પણ ઘણો બધો સમય ગામડે રહીને આવ્યા હોય શહેર માં રહેવાની હવા ક્યારેક તો પોતાનો મિજાજ બતાવ્યે જ રહે. ત્યારે આ તો જોઈએ જ તે તો જોઈએ જ શહેર માં રહેવું છે તો બધાની બરાબર તો રહેવું પડેને કોઈ આપણી ઘરે આવે તો કેવું લાગે કોઈ આપણી ખોટી વાતો કરે. એવુ તો કેમ ચાલે.
  • હીરાલાલ અને મંજુ બેન ગામડાં ના જીવ પણ કર્મ સંજોગે શહેર માં પોતાનું ઘર શરૂ કરી કાળઝાળ મોંઘવારી માં બે છેડા ભેગા કરે અને સંસાર નો આનંદ લેવાની કોશિશ કરે છેં. એક દિવસ સાંજે હીરાલાલ નોકરી એ થી ઘરે આવ્યા અને મંજુ બેન ના મોટેથી સબ્દો સંભળાયા ઉનાળો ચાલુ થાય છે હવે ગરમી માં ઓઢવા માટે આછિ શાલ લેવી પડશે. ભાગ્યવાન નો હુકમ થયો.
  • "હીરલાલ જેવાં ઘર વાળા મળ્યા હોય એ આમેય ભાગ્યવાન જ કહેવાય. "
  • પણ સામે હીરાલાલ પણ કૈં એમજ ઢીલું મૂકી દે એવા નહીં એ હાં કે ના નો કાંઈ જવાબ આપે તો લેવાની ચર્ચા થાય ને. મંજુ બેન પણ સ્ત્રી ની જાત હઠ મૂકે તો સ્ત્રી ન કહેવાય. એણે બેચાર દિવસ રક જક કરી પછી પૂછવા નું જ ટાળ્યું. બાજુ વાળા બેન ને સાથે લઈ નજીકની બજાર માં ગયા. સાથે કરિયાણાની દુકાને તો જવાનુજ હતું સાથે શાલ પણ જોઈ આવસું બજાર પણ બાજુમાં જ હતી. પાડોશી સાથે મંજુ બેન શાલની એક સારી દુકાન માં ગયાં અને દુકાનદાર પણ પાડોશી બેન ના ઓળખાણ વાળા પછીતો પૂછવાનું શું.
  • દુકાનદાર પણ ઘડાયેલો વેપારી. ખબર છે શાલ જોવા માટેજ આવેલા તો પણ દુકાન માં હતી એ બધીજ શાલ સારી રીતે બતાવી. મંજુ બેન ને બે શાલ ખૂબ ગમી જે અલગ રખાવી. તેના ભાવ પૂછયા દુકાનદાર પણ ગ્રાહકનો પારખું હોય એમ એકનાં બસો પચાસ બન્ને લેવી હોય તો સાડા ચારસો. .
  • "દુકાનદાર કહે એ ભાવ ક્યારેય સ્ત્રીઓ ને ગળે નો ઉતરે" એ રીતે એમણે ભાવ કર્યા. બંનેના ચારસો રાખો. થોડી દલીલો કરી ચારસો નક્કી કર્યા. સાંજે હું એમને (હીરાલાલ) સાથે લઈને આવીશ અને લઈ જઈશ. કઈ વાંધો નહીં અત્યારેજ લઈ જાઓ ન ગમે તો પાછી આપી જશો. હું બદલાવી આપીશ. પાછો સવાલ થયો બદલવા આવીએ અને પછી બીજી એક પણ શાલ ન ગમે તો? વાંધો નહીં ચારસો રૂપિયા પાછાં આપી દઈશ.
  • દુકાનદાર એ સારી રીતે જાણતો હોય કે સ્ત્રી ઓ ને ગમે પછી ક્યોં પુરૂષ ના પાડી શકે છે. અને આમ પણ સ્ત્રીઓ ના જીવ ખરીદી કરવામાં થોડા ઢીલાં હોય ગમ્યાં પછી એ વસ્તુ ન લે ત્યાં સુધી ચેઈન ન પડે. એ શાલ લઈ ને જ ઘરે આવ્યાં.
  • સાંજે પતિ મહોદય કામ પર થી ઘરે આવ્યા ને મંજુ બહેને થોડા અચકાતા પણ વજન વાળા શબ્દો માં કહ્યું તમે સાથે આવો તો જ શાલ લેવાય જો હું એકલીજ લઈ આવી.
  • હીરાલાલ તો હાલતી ચાલતી મૂર્તિ બની સાંભળતાં રહ્યાં. જોઈ થોડું વિચારી એટલુંજ બોલ્યા સારું એક કામ પત્યું. શાલ ની માથાકૂટ મટી. પરંતુ મંજુ બેન નાં મન માં મથામણ ચાલુજ હતી કે મેં બીજી કોઈ જગ્યાએ ભાવ તો પૂછયા જ નહીં ? આ ચારસો વાળી સાડા ત્રણસો માં પણ મળતી હોય! કે પછી ચારસો માં આનાથી પણ સારી શાલ બીજી દુકાનો માં મળતી હોય.
  • મન માં છેતરવાનો ભાવ જાગ્યો. વિચાર આવ્યો બદલવાની સરત તો છે જ તો બીજી દુકાને ભાવ તો પુછીએ. તરત જ પોતાનો વિચાર હીરાલાલ ને જણાવ્યો. હીરાલાલ કહે તને ગમે છે મને ગમે છે પછી બીજી દુકાને ભાવ પૂછવાનો શો અર્થ! નહીં બીજી દુકાને જઇએ પચાસ નો ફાયદો થતો હોય તો પાછી આપવાની સરત છે જ એમ કઈ પચાસ વધારે થોડા અપાય છે. હીરાલાલ ને પણ સાથે ગયા વગર છૂટકો નહોતો.
  • બંને એક બીજી દુકાને ગયા. ત્યા પણ ઘણી બધી શાલ જોઈ. એવી જ તો ન હતી પણ બીજી બે શાલ વધારે ગમી. જે પેલી ઘરે લઈ રાખેલી તેનાથી અલગ હતી. અને ગમી એટલે ભાવ પૂછયા. દુકાનદારે ભાવ કહ્યા એકના ત્રણસો બંને ના સાડા પાંચસો. શાલ તો ગમતી હતી પણ લેવાનો કોઈ ઇરાદો ન હોઈ એટલે ભાવ વધારે લાગે છે એવું મંજુ બેન બોલ્યાં.
  • દુકાનદાર પણ માછલી પકડવા જેમ જાળ ફેંકે એમ જાળ ફેંકી તો તમે માંગણી કરો. હવે બંને મુંજાણા કરવું શું. શાલ ગમે તો છે. અને હવે લેવાની પણ નથી. મંજુ બેન વિચાર્યુ કે પેલી ચારસો માં આવેલી આ તેમના થી સારી છે અને વધારે ગમે છે. તો ચારસો માં માંગી લઈએ જો ચારસો માં આપે તો પેલી પાછી આપી દઈશું. હીરાલાલ ને વાત કરી ચારસો માં માંગણી કરી . દુકાન દાર પણ થોડીક આનાકાની કરી. પછી ચારસો માં જ વહેંચવાની હોય એમ આપી જ દીધી.
  • હવે બીજી બે શાલ લઈ બંને ઘરે આવ્યા. ઘરે આવી બંને શાલ બેગ માંથી કાઢી અને જોઈ. અને પહેલાંથી ઘરે પડેલી જે પાછી આપવાની હતી એ શાલ પણ જોઈ. સામે રાખી સરખામણી કરી તો પેલી ઘરે રાખેલી તે શાલ વધારે સારી લાગી.
  • મૂંજુ બેન ની મૂંઝવણ પાછી શરૂ થઈ. કઈ શાલ સારી એ નક્કી કરવા બાજુ વાળા બેનને બતાવી જોઈ. એમને પણ પેલી જ સારી લાગી. મનની મૂંઝવણ વધી કે શું કરવું પેહલી વાળી વધારે ગમે છે અને બીજી વાળી પાછી આપવાની શરત નથી. અને ગમે તો ચારેય છે પરંતુ ચારેય શાલ રાખવામાં પતિદેવ રાજી નહિજ થાય.
  • પણ સ્ત્રી ઓ ને પોતાના પતિઓ ઉપર ગજબ નો વિશ્વાસ હોય છે. એટલે થોડાં ખચકાતા પુછી લીધું. ચારેય શાલ આપણે રખીએ તો? હીરાલાલ થોડીવાર કઈ નાં બોલ્યા અથવા તો શું બોલવું કઈ સુજયું નહીં. એ અમસ્તાજ છાપાં ના પાના ફેરવવા માંડ્યા.
  • થોડી વાર થઈ ત્યાં મંજુ બેન રૂમ માં થી આવ્યા અને ધીરેથી હસતા બોલ્યાં ચારેય શાલ પલાળી દીધી છે હવે કોઈ દુકાન વાળા પાછી નહી રાખે. હીરાલાલ ને હજુ પણ કઈ સુજ્યું નહીં કે શું બોલું પણ ઝીણું ઝીણું હસતાં હસતાં મનમાં બોલ્યાં. . " ચારસો નો ચાંદલો થઇ ગયો".