Madhu vani 5 in Gujarati Fiction Stories by Akil Kagda books and stories PDF | મધુ-વાણી - 5

Featured Books
Categories
Share

મધુ-વાણી - 5

મધુ-વાણી – 5

હું મધુનો હાથ પકડીને બોલ્યો "મધુ મધુ, એવી વાત નથી, પણ આ ઘર નહિ પણ વખાર વધારે લાગે છે, પ્રાઇવેસી જેવું કશું જ નથી, અને ખાસ તો આ ઘર સાથે કડવો ભૂતકાળ જોડાયેલો છે, હું તને અને આપણા બાળકને અહીં રાખવા માંગતો નથી. એબોર્શન કરાવી લઈએ..."

"ના, મને જોઈએ છે. અહીં મને કોઈ તકલીફ નથી, અને મારી લાઈફના સારા કહી શકાય એવા દિવસો આ ઘરમાં કાઢ્યા છે."

"પણ હમણાં પોસિબલ નથી, તું બધું જ જાણે છે. હજુ છએક મહિના તો લાગશે જ..."

"છ-આઠ ગમે તેટલા, નિરાંતે... તું તારે તારું કામ કર... કોઈ ઉતાવળ નથી..."

કહેતા મધુની આંખો ભીની થઇ. હું કિચનમાં જઈને પાણી પીધું, મધુ માં બનવાની હતી, મારા બાળકની... હું બાપ... બદલામાં મધુ શું માંગી રહી હતી? કશું જ નહિ, લગન પણ નહિ... ઘર? ઘર તો થશે, મામૂલી ઘર માટે આટલી મોટી ખુશીને વેડફી નખાય નહિ. અને મધુએ નક્કી કર્યું છે કે તેને બાળક જોઈએ, તેનો અર્થ કે તેને જોઈએ જ છે, તે ખુબ જ મક્કમ મનોબળવાળી અને પોતાના નિર્ણયથી પાછી ન હટે તેવી હતી.

મેં રૂમમાં આવીને મારો નાઈટ્ડ્રેસનો લેંઘો ઉતાર્યો અને જીન્સ પહેરતા બોલ્યો "ચાલ.."

"ક્યાં? "

"તારે ઘેર.. તારા બાપથી તારો હાથ માંગવા."

તેની આંખોમાં અજબ ચમક આવી, મોં પર ખુશી સાથે આશ્ચર્યના ભાવ પણ હતા, "હમણાં? અત્યારે જ? "

"તો ક્યારે? તારું પેટ નગારા જેવડું થઇ જાય ત્યારે? " કહીને મેં તેને નિતંબ પાસેથી જકડીને ઊંચકી લીધી.

"સારા કપડાં પહેર.." કહીને તેણે મારા માથા પર હાથ ઘસીને વાળ વિખેરી નાખ્યા. મેં તેને ભીંસી નાખી અને તેનો શ્વાસ ન રૂંધાયો ત્યાં સુધી કિસ કરતો રહ્યો. ને બોલ્યો "ભાડમાં ગયું નવું ઘર, લગન પછી નવું ઘર લઈશું, ન લેવાય? પણ એક વાત સાંભળી લે, દીકરી આવે તો મારી અને દીકરો આવે તો તારે સાચવવો પડશે."

"એ બધું પછી, હમણાં એ વિચાર કે પપ્પા-મમ્મી ના પાડશે તો? "

"તો સીધા મંદિરમાં જઈને લગન કરી લઈશું, તું રડવા કે મનાવવા રહીશ નહિ, લગન પછી મનાવી લઈશું, સમજી? "

હું ડરતો ડરતો અને મનમાં કેવી રીતે કહેવું તે શબ્દો ગોઠવતો ગોઠવતો મધુને ઘેર આવ્યો. મધુને મેં કહ્યું પણ હતું કે તું વાત શરુ કરજે, પછી હું સંભાળી લઈશ, પણ તેણે તો હાથ જ ખંખેરી નાખ્યા હતા, અને હસીને બોલી હતી કે "મને લાગતું નથી કે તું વાત કરી શકીશ, ચા પીને એમ જ ધોયેલા મૂળા જેવો પાછો આવવાનો છે." તે જરાય ટેંશન માં નહોતી, બિલકુલ નિશ્ચિન્ત અને બેફિકર લાગતી હતી.

"મને તું ઓળખતી નથી, હું વાતોથી ગમે તેને, અમેરિકનોને પણ શીશામાં ઉતારી શકું છું, તો તારા માં-બાપ શું છે? "

પણ હું જે ધારતો હતો કે ડરતો હતો તેવું કશું થયું નહિ. તેની માં સાથે આડી-અવળી વાતો કરતો રહ્યો, મધુ તેની માંની પાછળ ઉભી રહીને મને કહેવા ઈશારો કરતી હતી.

"અંકલ ઘેર નથી? "

"છે, બોલાવું? " કહીને તેની માએ મધુના પપ્પાને બોલાવ્યા, તે પણ હાથ મિલાવીને બેસી ગયા, અને વાતો કરતા રહ્યા. મધુ ચા બનાવી લાવી, મને ચા આપતા ફરી આંખથી ઈશારો કર્યો.

આવ્યો છું તો બોલવું તો પડશે જ..."જુઓ આંટી, જુઓ સર, આમ તો આ વાત મારે ન કરવી જોઈએ, પણ તમે તો જાણો જ છો કે મારી ફેમિલી અમેરિકા છે, એટલે અમે જ, નહિ નહિ, હું જ વાત કરી લેવા આવ્યો, આવવું પડ્યું..." મારા ગેં ગેં-ફેં ફેં અને અડધા-પડઘા વાક્યો થી જ તેઓ સમજી ગયા. તેના પપ્પાએ મને કશું કહ્યું નહિ, ને તેની મમ્મી સામે જોઈને બોલ્યા, "જો, ફ્રીઝમાં મીઠાઈ હોય તો લાવ.."

અને મને મીઠાઈ ખવડાવી. હજુ મારુ આશ્ચર્ય શમ્યું નહોતું, ને મમ્મી બોલી "અમે તમારા ભાઈ-ભાભી સાથે વાત કરીને બંને ઘરને સગવડ પડે તે રીતની લગનની ડેટ ફિક્સ કરી લઈશું." અને તેના પતિ તરફ જોઈને બોલી "બરાબરને? "

"હા, આપણને પણ થોડો સમય જોઈશે અને તમારા ભત્રીજાઓનું વેકેશન પણ જોવું પડશે ને? તોયે છ-આઠ મહિના પછીનું ગોઠવીએ..."

મરી ગયા.... હવે? મધુ તો પ્રેગ્નન્ટ છે.... મેં મધુ સામે જોયું, તે તેની માંની પાછળ ઉભી હતી, તેણે પણ ચિંતાથી મારી સામે જોયું. હું બોલ્યો "કશો તામ-ઝામ કરવો નથી, સાદાઈથી મંદિરમાં જઈને લગન કરી લેવા છે. ભાઈની પણ પુરી ફેમિલીને અહીં દોડાવીને કશો અર્થ નથી, લગન પછી અમે એમને મળી આવીશું."

મમ્મી હસીને બોલી "તમારે બેને લગન કરવા છે ને? કરજો.. તમારું કામ પત્યું ને? હવે શું કરવું, ક્યારે કરવા, કેવી રીતે કરવા કે શું વ્યવહાર કરવો તે અમે બંને ઘરના મોટાઓ નક્કી કરીશું, તમે ચિંતા ના કરો."

હવે મારી પાસે કોઈ બહાના રહ્યા નહોતા, છેલ્લીવાર મેં મધુ સામે નજર કરી, અને બોલી નાખ્યું "પણ સર, અમને ઉતાવળ છે, તમે અમારી વાત સમજો, એક વીકમાં કે મોડામાં મોડા મહિનામાં અમારે લગન કરી જ લેવા છે."

બંને શંકાથી મારી તરફ જોઈ રહ્યા હતા, મને શું બોલવું તે સમજાયું નહિ, "સર, હું... અમે... નહિ મધુ માં બનવાની છે."

સાંભળતા જ પપ્પા ઉઠીને રૂમમાં જતા રહ્યા, તેની પાછળ મમ્મી પણ જતી રહી. અમે બંને એક-બીજા સામે જોતા હતા, મધુ બોલી "બેવકૂફ, કેમ બાફી નાખ્યું? "

"તો શું કરતો? તેઓ તો છ-આઠ મહિના પછીની વાત કરે છે..."

ને મધુને પણ બૂમ પાડીને અંદર બોલાવી લીધી. થોડીવારે તેના પપ્પા બહાર આવ્યા, હું ઉભો થઇ ગયો, તે બોલ્યા "તમે ગયા નથી? જાવ."

"સોરી સર, પણ તમે મારી વાત તો સાંભળો..."

"પ્લીઝ, તમે જાવ."

મને મધુની ફિકર હતી, જતા જતા મેં કહ્યું "જે કઈ થયું તેમાં બધો જ વાંક મારો જ છે, તમે મધુને કશું કહેશો કે કરશો નહિ."

હવે? શું થશે? કેમ મારી સાથે જ આવું થાય છે? તેમની મરજી વગર શાદી કરવી કઈ મોટી વાત નથી, પણ આ શરીફ, ખાનદાની અને સજ્જન લોકોને દુઃખી કરવા હું માંગતો નથી. રખડતો રહ્યો, મધુને ફોન કરું? ના, સાંજે જ કરીશ...

બે કલાક થયા હશે, ને મધુનો ફોન આવ્યો "મારે ઘેર આવ, તને બોલાવે છે."

"કેમ? માર ખાવા? તું મારે ઘેર આવ તો આપણે લગન કરીને જ જઈએ અને સાથે માર ખાઈ આવીએ..."

"ફાલતુ વાતો ના કર, જલ્દી આવ, બધું પતી ગયું છે. તેઓએ લગનની ના પાડી હતી? અમથી તને મીઠાઈ ખવડાવી હતી? "

"મને એ જ સમજાતું નથી ને...."

"એ તો તેમને શોક, આઘાત લાગ્યો હતો, તેમને લાગ્યું કે મેં તેમનો વિશ્વાસ તોડ્યો છે, જોકે માણસ સારો પસંદ કર્યો છે, એટલે મને જલ્દી માફ પણ કરી દીધી. અને બધા મારો જ વાંક કાઢે છે, તને તો ખૂબ જ શરીફ અને જેન્ટલમેન માને છે."

"સાચું જ છે ને... તું જ બેડ પર મને ખેંચીને લઇ જતી હતી, કે બેડ પર બેફામ ફેલાઈને મને લલચાવતી હતી. "

"હોવે, ચાલ જલ્દી આવ...."

ફરી હું મધુને ઘેર આવ્યો. બધા તેના ભાઈઓ પણ બેઠા હતા. હું ચુપચાપ બેસી ગયો. થોડીવારે તેના પપ્પા બોલ્યા "સોરી.. અમારા વર્તન માટે, જોકે અમારા ગુસ્સાનું કારણ બીજું જ હતું, અને વાજબી પણ છે."

"બીજું કારણ? "

"હા, તમારે કારણે અમને કેટલું નુકશાન થયું, અમે શું શું વિચારીને બેઠા હતા,મધુની શાદી માટે... કેટલી અમારી મજા તમે છીનવી લીધી... મહેમાનોનું લિસ્ટ તૈયાર કરવું, કાર્ડ છપાવવા, હોલ બુક કરાવવો, ડેકોરેશન, કેટરર્સ, મેનુ નક્કી કરવું, મહેમાનોને ઉતારો, બધા રિવાજો મુજબ ત્રણ દિવસના લગન, આ બધા ની મજા તો ગઈ જ ને... બસ, આ જ કારણ હતું ગુસ્સાનું."

મારુ તેમની ખેલદિલી અને સજ્જનતા પ્રત્યે માન વધ્યું. ત્યાંથી જ મારી ભાભી સાથે તેઓએ વાત કરી લીધી. મજા આવી, મધુ અને હું ખુશખુશાલ હતા. મને ત્યાં જ જમવા માટે રોકી લીધો.

તેના પપ્પા ઉઠીને રૂમમાં ગયા, મધુ પણ મને "પપ્પા રૂમમાં તને બોલાવે છે." કહીને લઇ ગઈ. અમે અંદર ગયા, તો તે બોલ્યા "ખોટું ન લગાડતા, પણ મેં મધુના લગન માટે પૈસા, વગેરેનું આયોજન કરી રાખ્યું હતું, પણ હવે તે કશા કામના નથી, અને સાંભળ્યું છે કે તમે નવું ઘર લેવાનું વિચારો છો, એટલે એ પૈસા તમે લઇ લો, તમને ઘર લેવામાં થોડી મદદ રહેશે..."

"આભાર, તમે કહ્યું એ જ બહુ મોટી વાત છે અમારે માટે, પણ અમે નહિ લઈએ, અને આ ઘર પણ અમારે ત્રણ માટે પૂરતું જ છે, લઈશું, જરૂર બીજું લઈશું પણ ઉતાવળ શું છે? " અને મધુ તરફ ફરીને બોલ્યો "બરાબર છે ને? "

મધુએ તેના પપ્પા સામે જોયું, અને બોલી "હું નહોતી કહેતી? હું ઓળખું છું તેને..."

તેના પપ્પા અમને એકલા છોડીને બહાર જતા રહ્યા. હું મધુને જ જોઈ રહ્યો હતો, તે બોલી

"શું જુએ છે? "

"આજે તું ખુબસુરત લાગે છે."

તે હસીને બોલી "લે, આજે...ને પહેલા બદસુરત લગતી હતી? "

"એવું નહિ, પણ પહેલીવાર તને સાડીમાં અને મેકઅપ સાથે જોઈ, આદત નથી ને.. રોજ તો તને જીન્સ ને ટી-શર્ટમાં જ જોયેલી છે, એટલે આજે અલગ જ લાગે છે." કહીને મેં તેની કમર પકડી અને તેને મારી તરફ ખેંચી, પણ તે ધક્કો મારીને દૂર જતી રહી, અને બોલી "સંભાળજે.. દૂર રહે.. સાડી ક્યાંક ખુલી જશે તો ઈજ્જત જશે અને શરમમાં પડવું પડશે, મને સાડી બાંધતા આવડતું નથી."

"તો શું? હવે તો આપણે પતિ-પત્ની છીએ."

"ચાર દિવસ પછી થઈશું..."

"કેમ? આજે, કાલે કેમ નહિ? "

"તારી ભાભી એકલી આવવાનું કહે છે, તે આવે પછી."

"બહુ સારું, મારી તરફનું પણ કોઈ તો જોઈએ ને... હું એકલો, અને તમે બધા.. મને ઘોળીને પી જશો. લેવડ-દેવડ ની વાત તો ભાભી જ કરશે ને...અને બધાને કહી દે કે હું જમાઈ છું, નામની પાછળ 'કુમાર' લગાડે.."

"લેવડ-દેવડ? પપ્પા આપતાં હતા ત્યારે તો મોટી મોટી વાતો કરીને હોશિયારી મારી.. લઇ લેવા જોઈએ ને..."

તેના પેટ પર હાથ ફેરવીને કહ્યું "કશું થાય છે? કઈ ખબર પડે છે? "

તે હસી પડી "હજુ તો છ દિવસ જ ઉપર થયા છે, કશું થશે તો તને કહીશ..."

***

હું મધુના ખોળામાં માથું રાખીને સૂતો હતો, તે મારા વાળમાં હાથ ફેરવતા બોલી "ચાલ જમી લઈએ? " કહીને મારુ માથું ખોળામાંથી ઉતાર્યું. મેં બોલ્યો "તું બેસ, વધારે મહેનત ના કર, હજુ ડિલિવરીને ત્રણ મહિના બાકી છે, હું બધું લાવું છું." કહીને હું બેઠો થયો. તે બોલી "ના લંગડા.., મારી એટલી જ ચિંતા હતી તો કેમ પગ તોડાવીને બેઠો છે? " કહીને મારા જમણા પગે બાંધેલા પ્લાસ્ટર પર ટકોરા માર્યા.

"હવે તો સારો થઇ ગયો છે, બસ અઠવાડિયામાં પ્લાસ્ટર કાઢી નાખશે, પછી હું તને બેડ પરથી ઉઠવા જ નહિ દઉં, બસ? ? "

મધુના ખભે ટેકો લઈને હું લંગડાતો ડાઇનિંગ ટેબલ સુધી આવ્યો, ને બારણે ટકોરા પડ્યા. અમે દિવસે તો લોક કરતા જ નથી, એટલે મધુ મને ખુરશી પર બેસાડતા બોલી "ખુલ્લાજ છે, આવી જાવ..."

બારણું ખુલ્યું, દરવાજા વચ્ચે વાણી હસી રહી હતી. અમે બંને તેને તાકી રહ્યા. તેના એક હાથમાં ત્રણ-ચાર શોપિંગ બેગ્સ અને બીજા હાથમાં તેની પાંચ-છ મહિનાની દીકરી તેડેલી હતી. તેણે જીન્સ અને ટોપ પહેર્યું હતું, અને ઉપર બટન વગરનો ખુલ્લો શર્ટ પહેરેલો હતો.

"આવકાર તો આપો..." કહેતા તે રૂમમાં આવી ગઈ અને શોપિંગ બેગો પડતી મૂકી, અને બેડ પર જઈને પોતાની દીકરીને સુવડાવી, જે ઊંઘતી જ હતી, "હાશ! થાકી ગઈ હતી, ઊંચકી ને..." કહીને ડાઇનિંગ ટેબલ પર આવીને બેસી ગઈ. અને મધુ ના પેટ તરફ જોઈને બોલી "સાચે જ તું ખુબ સુંદર લાગે છે, કેટલા મહિના થયા? "

મેં કહ્યું "વાણી કેમ આવી છે? તું જા.. અમારે જમવાનું મોડું થાય છે."

"કામ છે, અને તમે જમો ને...હું બેઠી છું, જોકે હું પણ જમીને નથી આવી."

"અમને તારું કશું કામ નથી, કે તારી કોઈ વસ્તુ પણ અહીં રહી નથી ગઈ, પ્લીઝ તું જા."

"મારુ બધું જ અહીં રહી ગયું છે..." કહેતા તે રડવા જેવી થઇ, અને ઉઠીને બેડ પર જઈને બેઠી, અને બોલી "તમે જમી લો."

મધુએ મને આંખથી જ ચુપ રહેવાનું કહ્યું, અને વાણીને કહ્યું "ચાલ તું પણ આવ, જો તને ભાવે તો... અમે તો કાચું-બળેલું અને હલકું જ ખાઈએ છીએ."

વાણી તરત જ ઉઠીને ડાઇનિંગ ટેબલ પર આવી ગઈ, અને મધુના ગાલે ટપલી મારીને બોલી "તને ટોણા મારતા સારા આવડે છે, અને તેનો તને હક પણ છે." અને મારા પગ સામે જોઈને બોલી "કેવી રીતે તૂટ્યો? "

"દાદરથી ગબડી પડ્યો હતો."

"સાચવવાનું ને..." કહીને તે જમવા લાગી,

"વાણી તું કેમ આવી છે? "

"તને કેટલો ખર્ચ થયો હતો? "

"એટલે? "

"મારી સારવાર પાછળ... જોકે હું ચૂકવી તો શકીશ નહિ પણ મને ખબરતો હોવી જોઈએને કે કેટલું દેવું છે..."

મધુ બોલી "વાણી, પૈસા સિવાય તેણે જે ખર્ચ્યું છે, તેની કિંમત તું પૈસામાં નહિ લગાવી શકે, અને પૈસા સિવાય તું બીજા કશાને ઓળખતી નથી." કહીને મધુ હાથ ધોવા ઉભી થઇ, અને હાથ ધોતા ધોતા બોલી "આ પહેલીવાર છે, અને તું મહેમાન છે, એટલે અમારા સંસ્કાર આડે આવ્યા, હવે આવકાર નહિ મળે."

"ના, હવે હું નહિ આવું.. તું જરાય ચિંતા ના કર. તમારા બે ની જોડી ખરેખર સારી લાગે છે. એક્ચ્યુઅલી હું તમારી માફી માંગવા આવી છું, પણ મને તો બોલતા જ આવડતું નથી."

"જરૂર નથી, અમે સમજી ગયા.." કહીને મેં સિગરેટ સળગાવી. મધુએ વાણીને હાથ ધોવડાવ્યા અને પાણી આપ્યું. વાણી બોલી "હવે તમે કોફી પીશો, નહિ? હું પણ પીશ." મધુ ઉભી થઇ, વાણી પણ ઉભી થઈને મધુ ને કહ્યું "તેં તો મને સેંકડોવાર કોફી પીવડાવી હશે, આજે હું બનાવીશ." કહીને તે કિચનમાં જતી રહી.

હું અને મધુ એક-બીજા સામે જોઈ રહ્યા હતા. મારે વાણીને ગાળો બોલવી હતી, તેને ધુત્કારીને કાઢી મુકવી હતી, પણ કોણજાણે કેમ મારાથી કે મધુથી પણ તે થઇ શકતું નહોતું. વાણી કોફી લાવી ને અમને આપી, અને બેસી ગઈ. તેની દીકરી રડવા લાગી. તે માસુમ બાળકી ખૂબ જ સુંદર અને વાણી જેવી જ જોવાતી હતી. વાણી બેડ પર પલાઠીવાળીને બેસી ગઈ, ને દીકરીને ખોળામાં લઈને બોલી "ભૂખી થઇ છે." કહીને જીન્સમાં ખોસેલું ટોપ ઊંચું કર્યું, બ્રા પણ ઊંચી કરી ને એક સ્તન ખુલ્લું કરીને દીકરીને ધવડાવવા લાગી. અમે તેને જ જોઈ રહ્યા હતા, તે હસીને બોલી "તમારાથી શું શરમ કે કશું છૂપું છે."

થોડીવારે તેણે બાળકીને ફેરવીને બીજી છાતી આપી. તેની નિપલની આજુ -બાજુનો બ્રાઉન ભાગ વધારે ડાર્ક થયો હતો અને તેના ગોરા રંગ સાથે ગજબ કોન્ટ્રાસ્ટ બનાવતો હતો. તેની નીપલો પણ મોટી અને બહાર આવી હોય તેમ લાગતું હતું, માં બનવાને કારણે હશે, કે બધાને થતું હશે. તેના સ્તનો પણ પુષ્ટ થયા હતા. મને તેને જોઈને કોઈ જ લાગણી થતી નહોતી, જોકે હું કોઈ મહાત્મા નથી, પણ વાણીનું શરીર... મારે માટે નવાઈ નહોતી, તેના શરીરની એક મીલીમીટર જગ્યા પણ બચી નહિ હોય જ્યાં હું અડ્યો નહિ હોઉં...

હું તેને ચાહતો હતો, વાણીને ચાહતો હતો, અને એટલે જ તેના શરીરને પણ ચાહતો હતો, આજે હું વાણીને ચાહતો કે પ્રેમ કરતો નથી, એટલે તેનું શરીર પણ મને આકર્ષતું નથી, કે તેના પુષ્ટ સ્તનો જોઈને પણ મારી અંદર કોઈ જ સ્પન્દનો થતા નથી....

ના, ના, કઈંક ગૂંચવાડો થાય છે, પ્રેમ કરવા માટે શરીર જરૂરી છે, અને પ્રેમ થયા પછી કદાચ શરીરનું મહત્વ નહિ રહેતું હોય... પ્રેમ તો પછીની અને દૂરની વાત છે, પહેલા તો આકર્ષણ થાય છે, વિજાતીય આકર્ષણ, શારીરિક આકર્ષણ... અને તે શરીરનું, દેખાવનું અને રૂપનું જ હોય છે, પ્રેમ તો હજુ બહુ દૂર હોય છે. પ્રેમ થાય કે ન પણ થાય... ટૂંકમાં પ્રેમ થવા માટે પણ શરૂઆત તો શારીરિક આકર્ષણથી જ થાય છે...

ના, ના, અહીં પણ ગૂંચવાડો છે. મધુને હું પ્રેમ કરું છું, તે પણ મને કરે છે, શું અમે આકર્ષાયા હતા? શારીરિક આકર્ષણને કારણે નજીક આવ્યા હતા? ના, તો પણ અમે પ્રેમમાં છીએ, એકબીજાને સમજીને, વાતો, વિચારો ને કારણે પ્રેમમાં છીએ, શરીર, આકર્ષણ, દેખાવ, વગેરે ગૌણ છે અમારે માટે... મને બે રીતે પ્રેમ થયો છે, કર્યો છે. ટૂંકમાં પ્રેમ થવાનું કારણ સમજ બહાર અને ખુબ જ જટિલ છે, વ્યક્તિ વ્યક્તિએ અલગ નિયમો હોઈ શકે, હોતા હશે, છોડો, સમજવું પણ નથી...

----- બાકી છે....