21 mi sadi nu ver - 18 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | 21મી સદીનું વેર - 18

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

21મી સદીનું વેર - 18

21મી સદીનું વેર

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

કોર્ટથી નીકળી કિશન નુરીને તેની ઘરે મુકવા જાય છે. ત્યાં જઇને કિશન બેઠો એટલે નુરીએ કિશનને પાણી આપ્યુ.કિશને નુરીને બેસવા કહ્યુ, એટલે નુરી ત્યા સામે ખુરશીમાં બેઠી.કિશને નુરીને કહ્યું તું ખોટી ચિંતા ન કર, કંઇ નહી થાય આપણી દલીલ હજી તો બાકી છે.

નુરીએ કિશનને કહ્યુ સાહેબ મે તો તમને પહેલેથીજ કહ્યુ હતુ કે તે લોકો ખુબજ પૈસાદાર છે ગમે તેમ કરીને કેસ જીતી જશે.અને મને મારી કોઇ ચિંતા નથી. મને તો મારે લીધે તમારી કેરીયર ખરાબ થઇ જશે તેની ચિંતા છે.

આ સાંભળી કિશનને નુરી માટે માન થઇ ગયુ. તેણે હસતા હસતા કહ્યુ અરે ગાંડી આ કોર્ટ છે અહી એક કેસ હારી જવાથી કોઇ વકીલની કેરીયર પુરી ન થઇ જાય. અને હજુ આપણી દલીલ તો બાકીજ છે. મને તો પુરો વિશ્વાસ છે કે આપણે આ કેસ જીતી જશુ.તું ચિંતા ન કર, શાંતિ રાખ અને મારા પર ભરોસો રાખ.

આ સાંભળી નુરી એકદમ લાગણીશીલ થઇને કિશનને કહે છે કે, કિશનભાઇ તમારા પર તો મને ભગવાન કરતા પણ વધારે ભરોશો છે. મારા જેવી છોકરીને કોઇ સંબંધ વગર આટલી મદદ કોણ કરે? અને તમે તો તમારી કેરીયર મારા માટે દાવ પર લગાવી દીધી.

કિશન:- તો પછી બસ આવતી તારીખે તુ જો તારા કિશનભાઇનો કમાલ, સામેવાળા ની હવા કાઢી નાખુ છુ કે નહી?

આમ કહી તે હસતા હસતા નુરીની ઘરેથી નીકળી તેના રૂમ પર આવે છે.અને સીધોજ નહાવા જતો રહે છે. આખા દિવસનો થાક હોવાથી,નહાવાથી થોડી રાહત લાગે છે. ત્યાર બાદ તે કપડા પહેરી પટેલ પરોઠા હાઉસમાં જમવા જાય છે. આખા દિવસમાં માત્ર હળવો નાસતો જ કર્યો હોવાથી તેને ખુબજ ભુખ લાગી હતી. તેથી તે શાંતિથી જમ્યો અને ત્યાંથી તે તળાવ પર જઇ થોડીવાર બેઠો હતો. તળાવ પર બેસતા જ તેને ઇશિતાની યાદ આવી ગઇ. આ સ્થળ પર ઇશિતા સાથે ઘણી રોમાંચક ક્ષણો માણી હતી. તે એક પછી એક દ્રશ્ય તેની નજર સામેથી પસાર થતા રહ્યા. તે કેટલીય વાર સુધી ઇશિતાના વિચારોમાં ખોવાયેલો રહ્યો. ત્યાં તેના ફોનમાં રીંગ વાગી તેણે જોયુ તો ઇશિતાનોજ કોલ હતો.કિશનને થયુ કે જ્યારે બે વ્યક્તિ એકબીજા સાથે લાગણીથી જોડાયેલા હોય ત્યારે તેના વિચાર પણ કેટલા મેચ થાય છે આ બાજુ હું તેને યાદ કરુ છુ, ત્યા તેને પણ મારી યાદ આવી અને કોલ કર્યો. તેણે કોલ ઉપાડ્યો અને કહ્યું, હાય સ્વિટી 100 વર્ષની થવાની છે. હું તારા વિશેજ વિચારતો હતો અને તારો કોલ આવ્યો.હું આપણા મિલન સ્થળ પર જ બેઠો છું. ઇશિ, યાર તારી સાથે જુનાગઢની મજા પણ જતી રહી.જે સ્થળ મને તારી સાથે બેસી ખુબજ રમણીય લાગતું હતુ તે તારા વગર એકદમ બોરીંગ લાગે છે.

આ સાંભળી ઇશિતા પણ લાગણીશીલ થઇ ગઇ, પણ તેણે તરતજ લાગણી પર કાબુ મેળવી લીધો અને વાતાવરણ ને હળવું કરવા માટે કહ્યુ મિ.એડવોકેટ આજે કોર્ટમાં શુ કર્યુ?એ તો કહો.

ત્યાર બાદ કિશને કોર્ટમાં બનેલી બધીજ વાત ઇશિતાને કહી. આ સાંભળી ઇશિતાએ કિશનને પુછ્યુ હવે પછીની તારીખે તું શું કરવાનો છે? કિશને તેને આખો પ્લાન સમજાવ્યો અને શું શું દલીલ કરવાનો છે તે કહ્યું.આખો પ્લાન સાંભળી તે એકદમ ખુશ થઇ ગઇ અને બોલી યુ આર ગ્રેટ કિશુ. હવે તો નક્કીજ છે કે, તું કેસ જીતી જવાનો. તે હસતા હસતા બોલી જોયુ, ઇડીયટ મે તને કહ્યુ હતુ ને કે તારામાં ખુબ ટેલેંન્ટ છે.તું આ કેસ ચોક્કસ જીતી જવાનો.

આ સાંભળી કિશને હસતા હસતા કિશને ઇશિતાને કહ્યુ તું ખોટી બેંગ્લોર એમ.એસ.ડબલ્યુ કરવા ગઇ,તારે તો જ્યોતિષ શાસ્ત્રમાં પી.એચ.ડી કરવાની જરૂર હતી.

આ સાંભળી ઇશિતા ખડખડાટ હસી પડી.

ત્યારબાદ કિશને કહ્યુ ચાલ બાય હવે હું રૂમ પર જવા નીકળું છુ. કિશન રૂમ પર આવ્યો અને પોતાના બેડ પર લાંબો થયો અને આખા દિવસમાં કોર્ટની કાર્યવાહી તેણે યાદ કરી કે સામેવાળા વકીલે કેવી કેવી દલીલ કરી.ત્યાં અચાનક તેને કંઇક યાદ આવતા તે બેડ પરથી ઉભો થયો અને તેણે તેની લો ની બુક લીધી અને થોડી વાર શોધ ખોળ કરી અને અચાનક તે એક પેજ પર આવીને રોકાઇ ગયો અને તેના ચહેરા પર આનંદની લહેર પ્રસરી ગઇ. ત્યાર બાદ તેણે પોતાની ડાયરીમાં થોડી નોંધ કરી. હવે કિશનને પુરો વિશ્વાસ થઇ ગયો કે તે આ કેસ 100 ટકા જીતી જવાનો. તેથી તે લાઇટ ઓફ કરીને આરામથી ઉંઘી ગયો.

ત્યાર બાદ કિશને પોતાની દલીલ રજુ કરવા માટે એકદમ મુદાસર ડ્રાફ્ટ બનાવ્યો. અને તેની પ્રેક્ટીસ પણ એક બે વાર કરી લીધી. આમનેઆમ કોર્ટની તારીખનો દિવસ આવી ગયો.

***

જજ સાહેબે કોર્ટની કાર્યવાહી ચાલુ કરવાનો આદેશ આપ્યો એટલે કિશને ઉભા થઇ પોતાની રજુઆત શરુ કરી

માય લોર્ડ મારા સાથી વકીલ સાહેબે મને સલાહ આપેલી કે કોર્ટ સચ્ચાઇ અને સબુતપર ચાલે છે.તેથી આજે હું એવા સબુત રજુ કરૂ છુ કે જેના પરથી મારી અસીલે લગાવેલા બધાજ આરોપો સાબીત થઇ જશે. આ માટે મને મિ.દીપેશને પ્રશ્ન પુછવાની અનુમતિ આપવામાં આવે. જજ સાહેબ પરવાનગી આપતા દીપેશ આવે છે અને કિશન તેને પ્રશ્ન પુછવાની શરુઆત કરે છે.

કિશન;- હા,તો મિ. દીપેશ તમારી ઉમર કેટલી છે?

દીપેશ;- 25 વર્ષ.

કિશન;- મિસ નુરી તમારે ત્યાં કામ કરવા માટે આવે ત્યારે ઘરે હોવ છો?

નુરી;- હા, મોટા ભાગે ઘરે હોવ છું.

કિશન;- મિસ નુરી એ તમારા પર આરોપ લગાવ્યો છે કે તમે તેની છેડતી કરતા તે વાત સાચી છે?

દીપેશ;- ના તે વાત ખોટી છે ક્યારેક અજાણ્યે સ્પર્શ થઇ જતો હોય અને તેણે તેવુ માની લીધુ હોય.

કિશન;- અજાણ્યે સ્પર્શ થવો અને જાણી જોઇને છેડતી કરવી તેમાં ઘણો ફર્ક છે અને તે ના સમજો તેટલા તમે નાના નથી. અહી કોર્ટ તમારી ગોળ ગોળ વાત સાંભળવા માટે નથી.તમે મિસ નુરીને જાણી જોઇને સ્પર્શતા કે નહી? માત્ર હા કે ના મા જવાબ આપો.અને મારી પાસે બીજ ગવાહ પણ છે એટલે જે પણ કહો તે સાચુ કહેજો.તેજ તમારા હીત માં છે.

દીપેશ;- હા ક્યારેક ક્યારેક.

કિશન;- પોઇંન્ટ ટુ બી નોટેડ માય લોર્ડ.

ત્યાર બાદ ફરીથી કિશન દીપેશ તરફ ફરે છે અને પુછે છે કે મિસ નુરીએ ક્યારેય તેનો વિરોધ કર્યો હતો?

દીપેશ;- એતો ખોટોખોટો વિરોધ કરતી અંદરથી તો તેને પણ મજા આવતી.

કિશન;- એ તમારી બધી ફીલોસોફી તમારી પાસે રાખો અને માત્ર મે પુછ્યુ તેનો હા કે નામાં જવાબ આપો.

દીપેશ;- હા તેણે વિરોધ કર્યો હતો.

કિશન;- પોઇન્ટ ટુ બી નોટેડ માય લોર્ડ.મિ દીપેશ નુરી ના વિરોધ કરવા છતા મિસ નુરીની છેડતી કરતા હતા.

ત્યારબાદ ફરીથી કિશન દીપેશ ને પ્રશ્ન પુછે છે કે 22મી મે ના દિવસે શું થયેલુ એ જણાવશો?

દીપેશ;- તે દિવસે ઘરના બધા એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે બહાર ગયા હતા.અને હું બહાર મિત્રો પાસે ગયો હતો.જ્યારે હું ઘરે આવ્યો તો મે જોયું કે ઘર નો મેઇન ડોર ખુલો છે તેથી હું ઘરમાં ગયો અને દરવાજો બંધ કર્યો. અંદર ટી.વી ચાલુ હતુ તેથી હું ત્યાં સોફા પર બેસી ટી.વી જોવા લાગ્યો.થોડી વાર બાદ અંદર થી નુરી કામ પતાવી બહાર આવી.તેણે મને જોયો અને મારી સાથે વાત કરવા લાગી.ધીમે ધીમે તે મારી નજીક આવવા લાગી.થોડો સમય તો મે કંઇ રિસ્પોંન્સ ના આપ્યો.પણ તે ધીમે ધીમે મને એક્સ્પ્લોઇટ કરવા લાગી.અને પછી મે પણ મારો કંટ્રોલ ગુમાવ્યો અને બન્ને અંદરના રૂમમાં ગયા અને પરસ્પર સંમતિથી શરીર સંબંધ બાંધ્યો.

કિશન;- શું તમને ખબર નહોતી કે નુરી ઘરમાં છે?

દીપેશ;- ના

કિશન;- શું સેક્સ કરવાનો તમારો પહેલેથી કોઇ પ્લાન નહોતો?

દીપેશ;- ના

કિશન;- મી.દીપેશ કોર્ટમાં ખોટું બોલવુ તે એક ગંભીર અપરાધ છે તે તમે જાણો છો?

દીપેશ;- હા

કિશન;- તો તમે સાચુ બોલો છો કે તે દિવસે નુરી ઘરે એકલી છે તે તમને ખબર નહોતી? અને તમારો તેની સાથે સેક્સ કરવાનો પહેલેથી પ્લાન નહોતો?

દીપેશ;- ના

જનક દેસાઇ ઉભા થઇ ને કહે છે ઓબ્જેક્શન માય લોર્ડ વકિલ સાહેબ એકનો એક પ્રશ્ન વારંવાર પુછીને મારા અસીલને ઉપસાવવાનો પ્રયત્ન કરે છે.

જજ સાહેબ;- ઓબ્જેક્શન સસ્ટેઇંન્ડ.મિ કિશન એકનો એક પ્રશ્ન વારંવાર રીપીટ કરી કોર્ટનો સમય બરબાદ ન કરો.

કિશન;- સોરી યોર ઓનર,પણ મે આ પ્રશ્ન એટલે બીજીવાર પુછ્યો કેમ કે મી. દીપેશ ખોટુ બોલી રહ્યા છે.તેનો આ સબુત મારી પાસે છે. આ છે મિ.દીપેશની તે દિવસની કોલ ડીટેઇલ્સ, એમ કહી કિશને એ કાગળ જજસાહેબને આપ્યુ અને કહ્યુ કે તેના પરથી એ સ્પષ્ટ છે કે દીપેશના ઘરે થી દીપેશના મોબાઇલ પર તેની મમ્મીનો નીકળતા પહેલા ફોન આવ્યો હતો અને તેને કહ્યુ હતુ કે તે લોકો જાય છે અને નુરી ઘરે કામ કરે છે.

જનક દેસાઇ;- ઓબ્જેક્સન યોર ઓનર. લીસ્ટ પરથી માત્ર એટલી જ ખબર પડે છે કે કોલ આવ્યો હતો.તેના પરથી શું વાત થઇ તે કહી શકાય નહી. મારા વકિલ મિત્ર પોતાને ગમતા ડાયલોગ્સ આપમેળે બનાવે છે.

જજસાહેબ;- ઓબ્જેક્શન સસ્ટેઇંન્ડ.મિ.કિશન તમે અનુમાન નહી કરો જે સબુત છે તેજ રજુ કરો.

કિશન;- સોરી યોર ઓનર, પણ મારી પાસે હજુ એક સબુત છે જે મારા આ અનુમાન ને સાબીત કરી દેશે. અને એ છે આ મેડીકલ સ્ટોરનુ બીલ જેના પર મિ.જનક દેસાઇનુ નામ છે અને તારીખ અને સમય છે. આ બીલ પરથી સાબીત થાય છે કે મિ દીપેશે ઘરે જતા પહેલા આ દવા અને કોંડોમનું પેકેટ તેણે ખરીદ્યુ. અને તે પરથી સાબીત થાય છે કે તેનો પહેલેથીજ નુરી સાથે સેક્સ કરવાનો પ્લાન હતો. અને તે પરથી એ પણ સાબીત થાય છે કે તેને ખબર હતી કે નુરી ઘરે એકલી છે. માય લોર્ડ આ પરથી સાબિત થાય છે કે મિ.દીપેશે કહેલી વાત કે તેને એક્સ્પ્લોઇટ કર્યો તે એક્દમ ખોટી છે. હકીકતે તેણે પહેલેથીજ મિસ નુરી સાથે સેક્સ કરવાનો પ્લાન બનાવ્યો હતો અને તેના માટેની તૈયારી પણ કરી લીધી હતી. પણ જ્યારે નુરી તે માટે તૈયાર ન થઇ અને નુરીએ તેનો વિરોધ કર્યો તો દીપેશે ઘરમાં કોઇ ન હોવાનો ફાયદો ઉઠાવી અને મિસ નુરી પર રેપ કર્યો.ધેટ્સ ઓલ માય લોર્ડ.

કિશનની દલીલ અને સબુતથી દીપેશ અને તેનું ફેમીલી ડરી જાય છે અને વકીલ સાહેબ પણ પોતે જીંદગીમાં પહેલો કેસ હારી જશે અને તે પણ એકદમ નવા વકીલ સામે એ ડરથી સુનમુન થઇ જાય છે.

કિશનની દલીલ પછી જજ સાહેબ જનક દેસાઇ ને પુછે છે કે તેણે કઇ કહેવાનુ બાકી છે.

જનક દેસાઇ ઉભા થાય છે અને પોતાનુ છેલ્લુ શસ્ત્ર વાપરવાનું નક્કી કરે છે.

ક્ર્મશ:

હવે શુ થશે નુરીના કેસનુ ? કિશન અને ઇશિતાની વાત કોણે રેકોર્ડ કરી હતી? હવે કિશન અને ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે? શા માટે કિશનની માએ કિશનને ઇશિતાથી દુર રહેવા કહ્યુ ? કિશન કઇ રીતે વેર ના વમળ મા ફસાય છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો

***

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર. મીત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ - whatsapp no - 9426429160

Mail id – hirenami.jnd@gmail.com