Bhulo bhale biju badhu wifene bhulsho nahi.. in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | ભૂલો ભલે બીજું બધું વાઈફને ભૂલશો નહિ....!

Featured Books
  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

Categories
Share

ભૂલો ભલે બીજું બધું વાઈફને ભૂલશો નહિ....!

ભૂલો ભલે બીજું બધું, ‘વાઈફ’ ને ભૂલશો નહિ...!

આઝાદી મળ્યાને ઢગલાબંધ વરસો થયાં, પણ હરામ બરાબર જો કોઈએ લગનની બાબતમાં સુધારા કર્યા હોય તો...! હજી એ જ માથાકૂટ....જાનમાં ટોળું લઈને જઈએ, તો જ વહુ બનીને આવે. લગન એટલે આખો મામલો જ સંવેદનશીલ....! લગન પછીની વેદના નહિ સહન થાય કે નહિ ઠલવાય....! પરણવાની ઈચ્છાવાળો લગન માટે નહિ આંદોલનના માર્ગે વળી શકતો, કે નહી તો કુંવારો રહી શકતો....! ઊંચા ડોકાં તાણીને મૂંગી કાકલૂદી જ સહન કરવાની....! એક તો મૂરતિયો બતાવો કે, જે લગનની ઈચ્છા ને સાકાર કરવા ઉપવાસના માર્ગે ગયો હોય...?

એવા મા-બાપ ક્યારે જોવા મળશે કે, બાળક જન્મે ત્યારે જ ઘરની ભીંત ઉપર પ્રોમેસરી નોટ લખી દે કે, ‘ મારાં ચમનીયાને ફલાણી સાલમાં પરણાવવાનું આથી હું જાહેરમાં પ્રોમિસ આપું છું....! ‘ આવું લખી વાળ્યું હોય, તો કમ સે કમ તે સાલ સુધી તો પેલું ઊંચુંનીચું નહિ થાય....?

‘ વાઈફ ‘ ને વસાવવી, એ સહેલી વાત નથી. પાંચ વીંઘા ખેતરમાં ઘઉં કરવા સારા, બાકી લગાનના લફરાંથી આઘા રહેલા શ્રેષ્ઠ....! પણ થાય છે એવું કે, ‘ નો લાઈફ વિધાઉટ વાઈફ.....! પણ વાઈફ મળવી એટલે કોલંબસની જેમ તૂટી પડવું પડે. વાઈફ લાવવી રાવણ જેવા સાહસ કરવા પડે. ને વાઈફને સાચવવી એટલે એમાં જ ઘરડા થવાનો કીમિયો....! દરિયો ડહોળીને મોતીડા કાઢવા જેટલું બધું સહેલું થોડું છે...? યુનીવર્સીટીની ડીગ્રી તો, ગોખીને કે કોંધાકબાડા કરીને પણ લવાય. પણ વાઈફ લાવીને ‘ હસબંધ ‘ ની પદવી ધારણ કરવી સહેલી નથી. એમાં કંઈ કેટલીએ ‘ રીજેક્ટ ‘ કર્યા પછી, આપણને આપણો આધારકાર્ડ મળ્યો હોય...! માંડ ઘરમાં સોનાના નળમાંથી પાણી ભલે પાણી પીતા હોય, બાકી વાઈફ હોય તો જ આપણું પાંચિયું આવવાનું....! વાઈફ હોય તો કૂતરું પણ આપણા ઓટલે મુકામ નહિ કરે...!

કોને મન નહિ થાય કે, હું સોનિયા ગાંધીની વહુ બનું....? રાહુલબાબા હજી પણ લાઈનમાં જ છે ને....? શું કરે બિચારો.....? એમાં વાંક જ સોનીયાબાનો....! ચૂંટણી આવે ત્યારે પોતે જ ગામે ગામકહેતાં ફરે, કે “ હમેં બહુમત દો......હમે બહુ મત દો...! “ પ્રજા કંઈ નાદાન થોડી છે કે, નહિ સમઝે....? એ પણ વિચારે ને, તમારી જ ઈચ્છા નથી તો અમારે પણ કેટલાં ટકા.....? ફરો સલમાન ખાનની માફક.....!! જો કે આ તો હસવા હસાવવાની વાત છે. બાકી દેશ સાચવવો સહેલો છે. પણ વહુને સાચવવી એટલે.....? લગન માટે ૨૧ ની ઉન્ર અને વોટીંગ માટે ૧૮ ની ઉમર એટલે તો રાખી....!

લગન એટલે જીવનનો લાંબામાં લાંબો અભ્યાસક્રમ. એમાં સફળ થાવ તો જ ‘ વાઈફ ‘ ની ઉપાધિ ( ડીગ્રી ) મળે. જુઓને, જન્મ્યા પછી પચ્ચીસ-પચ્ચીસ વર્ષની પથારી તો રમતા-રમતા જ ફરી જાય. પણ ત્યાર પછી પણ ઓછા સ્ટેપ કાઢવાના....? એક તો જેમ તેમ કરીને જનમવાનું....! પછી બાળક થવાનું, વિદ્યાર્થી થવાનું, યુવાન બનવાનું, નોકરીએ લાગવાનું, ને નોકરીના માપદંડમાં છોકરીને ગોતવાનું, મળી તો ઠીક, નહિ તો શાદી ડોટ કોમના રવાડે ચઢવાનું. ને પછી એને પરણવાનું.....! ત્યારે માંડ ચમનીયો પીઠીવાળો થાય. લુખી શરણાઈ વગાડવાથી ક્યારેય ‘ વાઈફ ‘ નહિ આવે. ઇઝ્ઝી ગ્રેજ્યુએટ થવાય, બાકી લગનમાં તો પેપર ફોડવા જેવું પણ કંઈ આવે નહિ. કે ફુલ્લી પાસ થઇ જવાય....!

પ્રાણીઓના સમાજમાં લગનના કોઈ લફરાં જ નહિ. એવી તાલાવેલી પણ નહિ કે, સાસરું સધ્ધર મળે તો સારું. ( એટલે તો એ લોકો વાઘ-વાઘણને વેવાઈ-વેવણ બનાવવાની મુરાદ રાખતા નથી. ) આપણે તો સાસરું પણ સધ્ધર જોઈએ, ને વાઈફ પણ અધ્ધર નહિ ચાલે. વટ પાડે એવી જ જોઈએ. જેમ તેમ કરીને, માંડ એક મળી છે, એનો આનંદ લુંટવાને બદલે, પાછો લગન વખતે માંગણા પત્રક રજુ કરે તે જુદો....!

અમારા ચમનીયાની વાત કરું તો, પરણવા માટે એણે પથ્થર એટલાં દેવ પુંજેલા, ત્યારે માંડ એને ચંચી મળેલી. સંબંધ બાંધતા પહેલા ચંચીના બાપાએ વિવેક ખાતર એટલું જ પૂછ્યું કે, ‘ જમાઈરાજ....! તમને દીકરી સાથે બીજું શું આપવાનું....? તો કહે, “ વડીલ, તમારે આપવું જ હોય તો, જે નામની પાછળ ‘ ટર ‘ આવે, તેવી બે ત્રણ વસ્તુ આપજો. જેમ કે, ટ્રેક્ટર, સ્કુટર, મોટર, હેલીકોપ્ટર, જનરેટર, વગેરે....! ચલાવી લઈશ.....!! “ તારા કપાળમાં કાંદા ફોડું.....!

ચંચીના બાપાએ જેવા લગન પત્યાં, એટલે ચમનીયાને કહ્યું, “ લ્યો જમાઈરાજ આ પકડો તમારું ટર....! આ તમારું લાઈટર, કેલ્કયુલેટર, સ્વેટર, અને થર્મોમીટર....! ઉપરથી એમ પણ કહ્યું કે, ‘ જમાઈરાજ....! મારી ઈચ્છા તો આપને હેલીકોપ્ટર આપવાની જ હતી. પણ તમારા બાપાને કહો કે, થોડાંક ખેતર ફાડીને ત્યાં હેલીપેડ બનાવે જેથી મારું હેલીકોપ્ટર ત્યાં ઉતારી શકો.....! તારી ભલી થાય તારી ચમનીયા.....!

આ તો લગન છે ભાઈ.....! મોલમાં જઈને કંઈ કરિયાણું થોડું લાવવાનું છે....? ધારાસભ્ય કે મીનીસ્ટર થવું હોય તો, ઇઝ્ઝી થવાય. માત્ર પ્રચાર જ કરવાનો. લગન કરવા માટે પ્રચાર નહિ, આચાર જોઈએ, વિચાર જોઈએ, ને સદાચાર જોઈએ...! પરણ્યા એટલે પતી ગયું એમ નહિ, જવાબદારી પણ નિભાવવાની. પ્રધાન કદાચ પ્રજાને છુટ્ટા મોંઢે જવાબ આપીને છટકી જાય. ઘરવાળીને જો એવો જવાબ આપવા ગયાં, તો ખલ્લાસ.....! વગર કારણે ઘૂંટણના ઓપરેશન કરાવવાની નોબત આવે....!

વડવાઓ સાચું કહેતાં કે, લગન એટલે લાકડાનો લાડુ. દેખાય ફક્કડ, પણ ચવાય નહિ....! ચાવવા ગયાં તો ચોકઠાં પણ ભાંગે.. જે ખાય તે પણ પસ્તાય, અને નહિ ખાય તે પણ પસ્તાય......! એમાં લાયકાતની જરૂર ભલે નહિ હોય. પણ માણસ ઉમરલાયક તો જોઈએ. એમાં એક ઝંઝટ નહિ. ન તો જાતિના પ્રમાણપત્રની જરૂર પડે, કે આવકના દાખલાની જરૂર પડે. નહિ મેડીકલ ફીટનેશનું પ્રમાણપત્ર આવે કે, નહિ અનામતનું રોસ્ટર આવે આવે. વોટ્સેપ ઉપર મેસેજ જ આવવો જોઈએ, ‘ તારા વિના શ્યામ મને એકલું રે લાગે.....! ‘ એટલે ‘ સાત સમંદર પાર સે મેં તેરે, પીછે પીછે આ ગઈ....! ‘ નો પ્રવાસ શરૂ......!

“ નાલ્લી નાચી, મોટી નાચી, ને ઘરડી ઘૂંટણીએ નાચી “ ની માફક લગનનો અવિરત પ્રવાહ આદિકાળથી ચાલી આવે. તાવના રોગમાં તો શરીર ગરમ થાય, એટલે પણ અંદાજ આવે કે, ભાઈને ઝીણો તાવ છે. લગનમાં તો ઝીણો નહિ, મોટો જ તાવ આવે....! જેને લગનીયો કે લવેરીયો તાવ પણ કહી શકાય. જેવી જેવી જેની પોઝીશન....! ટાઢિયો તાવ તો સારો. બહારવાળાને જ ઊંચા નીચા કરે. પણ લગનનો તાવ એટલે, એની ગૂંજ બહાર નહિ આવે, પણ પેલાને આખેઆખો હચમચાવી નાંખે....! ફાંસીમાં તો માંચડે ચઢવાનું આવે, લગનમાં વરમાળા ભેરવવા માહ્યરામાં ચઢવાનું આવે...!

ભગવાન ક્યાં કોઈને ભૂખો સુવા દે છે....? કોઈ આળસે કુંવારો રહી ગયો હોય, બાકી કુંવારો પણ રહેવા દેતો નથી. પછી પેલા ‘ ટર ‘ જેવા નખરા કરવામાં, લક્ઝરી ગુમાવીને છકડા પકડવાના દહાડા આવે તો એ કરમની કઠણાઈ કહેવાય. ભગવાનની નહિ.

એક દિવસ ચમનીયાના દીકરા ચંપુએ, કહ્યું, ‘ બાપૂ....! મારી અંતિમ ઈચ્છા છે કે, હું લગન કરું....! દીકરાએ જાણે પોશ વિસ્તારમાં ગાર્ડન સાથે એક વેલ ફર્નિશ બંગલો માંગ્યો હોય, એમ જોરદાર એક ઝાપટ લગાવી. ને કહ્યું કે, “ સોરી બોલ .....! “ ચંપુ કહે, ‘ બાપૂ....! હું ક્યાં કોઈને ભગાડી લાવવાનું કહું છું....? કાયદેસરના લગન કરવાની જ વાત કરું છું ને....? ત્યાં, બીજી એક ઝાપટ પડી. ‘ સોરી બોલ....! ‘ મેં કહ્યું, ‘ બિચારો ખરા દિલથી ભાવના વ્યક્ત કરે છે, ને તમે એને ઝાપટ ઉપર ઝાપટ મારીને ‘ સોરી બોલ...સોરી બોલ ‘ શું કરો છો....? મને કહે, ‘ રમેશીયા, એ લગન કરે એમાં મને મુદ્દલે વાંધો નથી. પણ હું ચેક કરું છું કે, એને ‘ સોરી ‘ બોલતાં આવડે છે ખરું....? વાઈફ આગળ ‘ સોરી ‘ બોલતાં આવડતું હોય તો જ લગન કરવાના....! ‘

લગનમાં ૭ ને બદલે ૧૭ મંગળફેરા ફરવાની બાધા ભલે ને રાખો. પણ વાઈફ તો ભાગ્યશાળીને જ મળે. લગન એ કોઈ એવો રોજમેળ નથી કે, ગમે તેમ પાટિયા ફીટ કરી, હિશાબ બંધ કરાવી દેવાય.....! એટલે જ કહું છું કે,

ભૂલો ભલે બીજું બધું, પણ વાઈફ ને ભૂલશો નહિ

અગણિત છે ઉપકાર એના એને અવગણશો નહિ

*****