Murtaza Patel Ni - Prernapothi in Gujarati Motivational Stories by Murtaza Patel books and stories PDF | મુર્તઝા પટેલ ની - પ્રેરણપોથી

Featured Books
Categories
Share

મુર્તઝા પટેલ ની - પ્રેરણપોથી

મુર્તઝા પટેલની

પ્રેરણાપોથી

જેમાં છે, શાણપણના ચણા...

કેટલાંક ચાવવા લાયક... ને કેટલાંક પચાવવા લાયક.



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

“ જેમ લગભગ દરરોજ આપણા શરીરને રિફ્રેશ થવા માટે નહાવું જરૂરી હોય છે, તેમ મગજને નવડાવવા વાંચન જરૂરી હોય છે. અને મનને ધવડાવવા ‘સુપર્બ સુવાક્યોની’.

અહીં ‘સુપર્બ’ શબ્દનો ઉપયોગ એટલા માટે કર્યો કે લગભગ ૮૦% ‘સુવાક્યો’ માત્ર માહિતગાર કરવા/થવા જ લખાયા હોય છે. જ્યારે બાકીના ૨૦%માંથી જે જ્જ્ઞાન મળે છે તેનાથી (બોર્નવિટા કરતા પણ વધારે) ‘મનકી શક્તિ, તનકી શક્તિ’ મળતી હોય છે. આવું મને મારી વર્ષોની કેરિયરના સંઘર્ષનાં દિવસોમાંથી જાણવા મળ્યું છે.

આજે ખુલ્લંખુલ્લા મોંથી કહી શકું છું કે આખા પુસ્તકનાં વાંચન કરતા પણ તેમાં રહેલાં કેટલાંક ક્વોટસથી મને વધુ વાંચન અને લખવાની ‘પ્રેરણા’ મળતી રહી છે. એટલે જ સ્તો ‘હમારા બજાજ’ જેવી ક્લાસિક વિશ્વસનીયતાને ધોરણે કેરિયર અને ધંધો મજ્જાનો ચાલતો રહ્યો છે.

અને એમાંથી આ પટેલની ‘પ્રેરણાપોથી’ની જન્મ થયો છે.

દોસ્તો, શક્ય છે કે અંદર સમાયેલાં સૂત્રો, કેટલાંકને થોડાંક ગમશે ને કેટલાંક ને “વાહ ! આ તો બહુઅચ્ચ મસ્ત છે, હોં યાર!!!!” જેવું બોલવા માટે ધક્કો મારશે. જેવી જેની અસર. પણ મને એટલું જ કહેવું છે કે, એમાંથી તમને જે ડહાપણ મળે એનો ઉપયોગ તમે તમારી પર્સનલ લાઈફ કે પ્રોફેશનલ કેરિયરમાં કરી ‘વિકાસ’ નામનું બાળક અવતારશો તો મનેય ગમશે.

હવે જો તમને એમાંથી જે કાંઈ ગમ્યું કે ન ગમ્યું હોય તો બિન્દાસ્ત મને નીચે મૂકેલાં સંપર્કસૂત્ર પર ટહુકારજો. તો સમયાંતરે બીજાં અવનવાં પટેલ-બ્રાંડેડ સૂત્રો પબ્લિશ કરવાની પ્રેરણા મને પણ મળતી રહેશે.

તમારો નેટ-ખટ દોસ્ત અને મિસર નિવાસી

મુર્તઝા પટેલનાં સલામ.

સંપર્કસૂત્રઃ

ફેસબૂક પરઃ

રંંજઃ//ુુુ.કટ્ઠષ્ઠીર્હ્વર.ર્ષ્ઠદ્બ/

સ્ેિંટ્ઠડટ્ઠઁટ્ઠીંઙ્મ.દૃીટ્ઠટ્ઠિ.હીં

ટ્‌વિટર પરઃ રંંજઃ//ુંૈંીંિ.ર્ષ્ઠદ્બ/હીંદૃીટ્ઠટ્ઠિ

વોટ્‌સએપ પરઃ +૨૦ ૧૨૨ ૨૫૯૫૨૩૩

“આજે કોઈક એવું નક્કર પગલું ભરવું જે ક્યારેય ન કર્યું હોય

અને જે કરતા ‘બહુજ ડર’ લાગે,

એમાં વાસણની જેમ મંજાઈ જવાની અનેરી તક રહેલી છે.”

“મહિનામાં એટ-લિસ્ટ એક વાર તો આંખમાંથી ખુશીના

આંસુઓ સારી પડે એટલું હસવું જરૂરી.”

“અત્યારે જે ઘડી મળી છે એનો ઉપયોગ વધુ લાભદાયી.

જે ગઈ એની કોઈ કિંમત નથી. અને જે આવવાની છે

તેની શું કિંમત કરવી એ જાતે નક્કી કરવું પડશે.”

“એવો અખતરો કરવો લાભદાયી છે, જે કરવામાં થોડો વધારે ખતરો હોય.

જો એમાં સફળ થઈએ તો એક અપડેટ વ્યક્તિ તરીકે ખીલી ઉઠીશું.

ને અગર નિષ્ફળ જઈએ તો હજુ થોડો

મોટો ખતરો વહોરવો જરૂરી એવું લેસન મળી શકે એમ છે.”

“લાઈફની કોઈ પણ ક્ષણે અચાનક એક્ઝિટ થઈ જાય

એવી પરિસ્થતિ માટે એટ-લિસ્ટ ૪ એવા દોસ્તો

જરૂરી જે આપણા જનાજાને કાંધો આપી શકે.”

“ટોપ-૧૦ પ્રાયોરિટી લિસ્ટમાં માત્ર ‘ફેમીલી (કુટુંબ)’ જ રાખવું.

પછી જોબ કે ધંધો ૧૧માં ક્રમાંકે શરૂ કરી શકાય.”

“જ્યારે તમારા ભાઈ કે બહેને તમને ‘ઠોકી’ દીધી હોય ત્યારે

તમે સામે તેને ક્યારેય ઠોકી ન દેશો. કારણકે વધુ ભાગે

‘બીજા નંબરવાળાનું’ જ આવી બનતું હોય છે.”

“જ્યારે તમને લાગે કે ચારેબાજુ અંધકાર છે, ઉજાશનું કોઈ કિરણ નજર નથી દેખાતું.

ભાવી પણ ભેંકાર ભાસે છે. ત્યારે બીજી બધી માથાકૂટો

બાજુએ મૂકી સૌથી પહેલું કામ ઈલેક્ટ્રિકનું બિલ ભરવાનું કરજો... ભ’ઈશાબ !”

“દોસ્તો વધુ પ્રમાણમાં બનાવવા. પણ એવાં કે જે તમારી સાથે પૂરા

વિશ્વાસે તેમના સિક્રેટ્‌સ શેર કરી શકે.

અને જેમના સિક્રેટ્‌સ તમે કોઈનીય સાથે શેર ન કરી શકો.”

“ભૂલો કરતા રહેવું. પણ એની એક જ ભૂલ

વારંવાર થાય એવી ભૂલ ક્યારેય ન કરવી.”

“માનસિક નસની કસરત થાય એવું પ્રેરણાત્મક

અને ધક્કાત્મ્ક સાહિત્ય દરરોજ વાંચવું જ.”

“કોઈકના સ્વપ્ન પર હસવું એ કરતા તે અચિવ કરી શકે

એટલો વિશ્વાસ આપવો. બની શકે તો પૂરતી મદદ કરવી.

ત્યારે ઝિંદગીના કોઈક એવાં દિવસે આપણને પણ

આપણું જ કોઈ એક સ્વન સાકાર થયેલું દેખાશે.”

“‘પરફેક્ટ’ નામનો કિડો તન-મન અને ધનથી દૂર કરવો.

એ પછી ટાઈમ હોય કે કામ. જોઈતી બાબતને

સતત સુધારતા રહેવું એનું નામ જ તો છે, ઝિંદગી.”

“જે દિલમાં હોય તે કહી દેવું.

વિચારોનું દેવું મનમાં રાખવાની કોઈ જરૂર નથી.

“બે હાથોથી બનેલી નક્કર વસ્તુઓની

નિર્માણ વારંવાર કરતા રહેવું.”

“વ્યક્તિગત કોઈનીયે સાથે સરખામણી ન કરવી.

કેમ કે એ બાબતની જગ્યા એમના માટે જ પુરાઈ ચુકી છે.

આપણને નવું આપવાની તક મળતી રહે છે.”

“દરરોજ રાતે સુતા પહેલા જાતને આ સવાલ કરી દેવોઃ

“તે આજે નવું શું શીખ્યું?”- જવાબ ન મળે તો

વાઈકીપેડીયાનો કોઈ પણ એક આર્ટિકલ વાંચી જવો.”

“દૂધ ગરમ હોય કે ઠંડું...

એમાં તળેલું સમોસું કે કવાબ ન સાચવી શકાય.”

“તૂટેલા ગ્લાસ કે પડેલા દૂધ જેવા નુકશાન પર

આંસુ પાડવાની કોઈ જ જરૂર નથી.”

“અઠવાડિયાનો કોઈ એક દિવસ માત્ર અનોખું કામ કરવું.

એવું કામ જે મહિનાઓથી ફાજલ પડયું હોય અથવા ક્રિયેટિવ લાગતું હોય.

જેનાથી ચેહરા પર ખુશી આવી જાય.”

“જ્યાં છીએ, જેવા પણ છીએ, જેવી પણ પરિસ્થિતિમાં છીએ...

એમાં રહેલા દુઃખને નહિ, પણ સુખને શુક્રિયા કહેવું.”

“સમયાંતરે પડતા સુખ-દુઃખના ફટકાઓથી જ

આપણું મન મજબૂત બનતું જાય છે.”

“સામે હારેલી વ્યક્તિને સપોર્ટ એ રીતે

કરવો કે એને પણ હાર... જીત જેવી લાગે.”

“કોઈક અજાણ્‌યા શહેરની મુલાકાત માટે પ્લેનની મુસાફરી કરવા ખાસ પૈસા બચાવવા.

અને ટિકિટ પણ એવી રીતે ખરીદવી કે જેથી જવાના થોડાં દિવસો

પહેલાથી પ્લાનિંગ કરવાનું એકસાઈટમેન્ટ ભરેલું રહે.”

“પોકેટ કે તિજોરીમાં પૈસા કેટલાં છે, એ કરતા મન અને દિલમાં

સુખનો દરિયો કેટલો છલકાય છે, એ પરથી સમૃદ્‌ધિને આંકવી.”

“ર્‌ ર્ડ્ઢ ન્ૈજં બનાવવા કરતા

ઉટ્ઠહં ર્‌ મ્ી ન્ૈજં વધુ સફળતા અપાવે છે.”

“કોઈકનો દિવસ બનાવવો હોય તો આ બેસ્ટ દવા આપવીઃ

જાદુઈની ઝપ્પી અને પપ્પી !”

“જેમાંથી ફળ પાકી શકે એવા જ બીજની વાવણી કરવી.

પછી ભલેને એનો લાભ કોઈક બીજાં પણ લઈ શકે.”

“દરરોજ કાંઈક ગમતા વિષય પર લખતા રહેવું.

ભલેને પછી એક વાક્ય, એક પેરેગ્રાફ કે એક પાનું હાથમાં હોય.

(આ ક્વોટ પણ એનું જ એક પરિણામ છે.)”

“ઘરના જ કોઈક બુઝુર્ગ વડીલ સાથે આંગળી પકડી વોકિંગ માટે જવું.

એ દિવસે બૂક વાંચવાની જરૂર નહિ રહે.”

“કૂલા ગરમ ન થઈ જાય એ માટે લાઈફની કેટલીક

ક્ષણોમાં દ્રઢ નિયમોને છોડતા પણ રહેવું.”

“એવી ખુશીની ક્ષણ જેમાં લાગે કે તેનાથી બીજાનું પણ ભલું થઈ શકે એમ છે,

તેને લઈ શકે એવી વ્યક્તિ સાથે શેર કરવી જેનો તે લાભ ઉઠાવી શકે.”

“વાર તહેવારે ચોકલેટ કેકનો આનંદ લેવો.

પણ જેમને એ ન ભાવતું હોય તેના પર બહુ વિશ્વાસ ન મુકવો.

એવી વ્યક્તિઓ ખુલ્લા દિલની ન હોઈ શકે.”

“ગમતી વ્યક્તિ સાથે પ્રેમમાં પડતા રહેવું.

જેમાં તન-મન-ધનનું મેડિકેશન ફ્રિમાં મળે છે.”

“કોટ કે સ્વેટર ભલેને જુનું પહેરાય પણ...

બૂક તો નવી જ વાંચવી.”

“ખુદની યાદગીરી બીજાંને મદદરૂપ થાય એવા કામો દ્વારા

કઈ રીતે કાયમ રહી શકે એ માટેની સતત કોશિશ કરવી.”

“વર્ષો પહેલા એક સ્વર્ગની કલ્પના કરી હતી.

અને સાચે જ... આજે મારા ઘરમાં એક સુંદર મજાનું પુસ્તકાલય છે.”

- જ્યોર્જ બોર્જસ

“જેવી સસ્તી પ્રોડક્ટ આપણે ખરીદવા સમર્થ હોઈએ છીએ

એવી જ પ્રોડકટ આપણે વેચતા હોઈએ છીએ.”

“દુનિયાની સૌથી શ્રેષ્ઠ કસરત એ છે જેમાં બંને હાથે

કોઈક ‘પડેલી વ્યક્તિને’ દિલથી ઉઠાવવી.”

- જોહન હોલ્મ્સ

“ઉમર (વય)નું આંકડા સાથે કોઈ કનેક્શન નથી. કેટલાંક બાળકો

ઘણી નાની ઉંમરમાં પુખ્ત બની જતા હોય છે અને

કેટલાંક વૃદ્ધો હજુયે બાળપણ સાથે લઈને રહેતા હોય છે.”

“તમને ખરેખર જેટલું મળવું જોઈએ એ માટેના તમે ખરા હકદાર હોવ

તે છતાં તમે ઓછુ માંગ્યું હશે તો...તમને એના કરતા પણ ઓછુ મળશે.

હવે નિશ્ચય કરી લો કે કુદરતના ખજાનામાંથી તમને કેટલું જોઈએ છે?”

“સિક્રેટ્‌સ હંમેશા સાચવવા.

પહેલા ખુદના... ને પછી બીજાંના.”

“જીતતા રહેવું હોય તો હારમાં પણ એટલા જ જીવતા રહી ખુશ થવું.”

“તમારી દલીલોથી સામેની વ્યક્તિનું મન જીતી શકાશે પણ

એનું દિલ જીતવા માટે તમારે તમારા વિચારોથી એણે પ્રભાવિત કરવી પડશે.”

“તમારા જ જ્ઞાનનું (વગર પૂછ્‌યે) પ્રદર્શન એવી વ્યક્તિ તરફ કરતા

પહેલા વિચારજો જેના વિશે તમે કાંઈ પણ જાણતા ન હોવ. શક્ય છે

તમે કોઈ નોબેલ પ્રાઈઝ વિજેતાને તમારૂ (બિન જરૂરી) જ્જ્ઞાન રીતે આપી રહ્યા હોવ.”

“જ્યારે જ્યારે મેં મારી પત્ની સાથે અબોલા લીધા છે

ત્યારે અમે સૌથી વધુ અસરકારક વાતચીત કરી છે.”

“કોઈ પણ વ્યક્તિ... નકામી નથી. બસ એમને એમના

કામને ઓળખનારની તલાશ હોય છે.”

“શાણો વ્યક્તિ જ્યારે પોતાની જીભ કાબૂમાં એટલી રાખે છે,

જેટલી મૂર્ખ વ્યક્તિ તેની જીભ બોલવા માટે છૂટી કરે છે.”

- ઈઝરાયેલી કહેવત

“કોઈનીયે સાથે કોઈ બાબતે ‘દાદા’ગીરી કરવી પડે ત્યારે

ધ્યાન રહે કે એ ‘બાબત’ના પહેલા તમે ‘બાપ’ બનજો.

નહીંતર ‘મામા’ બનવું પડશે... ભ’ઈશાબ.”

“જ્યારે સ્ત્રી (પત્ની) કોપાયમાન હોય ત્યારે

‘કપડા ઈસ્ત્રી કરી આપ’ એવું ન કહેવાય!”

“જે તમને ગુસ્સો કરાવે છે

તે તમારા પર જીત મેળવે છે.”

“શોધખોળ જરૂર કરતા રહેવું. પણ

‘ગુજરાતી ભાષાને કેપિટલ’માં લખવાની નહિ.

એમાં ફાધર અને મધર બંને ‘તંગ’ થઈ શકે છે.”

“આ દુનિયામાં આપણો સંબંધ માત્ર (અને માત્ર) આ ચાર બાબતો પર ટકે છે.”

૧.આપણે શું કરીએ છીએ?..

૨.કેવા દેખાઈએ છીએ?...

૩.શું કહીએ છીએ?...

૪.કેવી રીતે કહીએ છીએ?

“ભલે ‘દેશી’ રહેવું, પણ જ્યારે વિદેશ જવાનું થાય ત્યારે તેની ભાષા,

કલ્ચર અને વર્તણૂક જાણવા માટે ‘બેસી’ ન રહેવું.”

“જયારે આપણને એમ લાગે કે વાતચીતમાં આપણે જરાયે ગુસ્સો કે આત્મવિશ્વાસ

ગુમાવ્યા વગર બોલનારને ’સાંભળી’ શકીએ છે તો સમજો કે

હવે આપણે ’શિક્ષિત’ (એજ્યુકેટેડ) તરીકે ઘડાયા છો.”

“સમય ભલભલા ઘાને રૂઝવી નાખે છે. માટે...

ઘાને રૂઝવવા માટે સમયને પણ થોડો વખત આપજો.”

“કદીયે કોઈ ધિક્કાર કે બદલાની ભાવના સાથે કોઈ કામ ના કરીએ.

જે કરીએ તે મોહબ્બતથી કરીએ. આપણને એ કામનો બદલો જરૂરથી મળવાનો છે જ.”

“સદાય હસતા રહો. કેમ કે..

રડતી દુનિયાને ખુશ રાખવાની

જવાબદારી કાંઈ એકલી તમારી નથી.”

“બીજા તમારા વિશે શું વિચારશે

એ વિચારવું તમારો વિષય નથી.”

“માણસને જ્યારે એવું ભાન થાય છે કે પોતાના પિતા એ વખતે સાચા હતા,

એમની વાતો માનવા લાયક હતી ત્યારેજ એમનું સંતાન એમ વિચારતું હોય છે કે

‘ડેડી તો સાવ નકામી વાતો કરે છે. ખોટી ખોટી મગજમારી કર્યા કરે છે.”

“બસ. વધુ વિચારવાનું હવે બંધ. ઘણીવાર કેટલીક

બાબતો પરનો વધારે વિચાર બીજી મુશ્કેલીઓ વધારે છે.”

“તમારી ખુશી કે દુઃખ માટે કોઈપણ જવાબદાર નથી.

પણ ફક્ત તમેજ છો.”

“તમારી આવતી કાલ સુધારવી છે?...

આજથી સૂલેહ-શાંતિના દાણા વાવજો.”

“એવું ન પુછશો કે ‘આ કામ કરવાના કેટલો ખર્ચો થશે?’

માત્ર એટલું જાણી લ્યો કે ‘આ કામ ન કરવાથી શું ખર્ચો થશે?’”

“વધુ ભાગે વસ્તુ કે આઈડિયા ઉપર શોધખોળ કરનાર

તેનું માર્કેટિંગ કરવું જાણતો નથી. એટલે જ તેને બહાર લાવવામાં મુશ્કેલીઓ નડે છે.”

“જો તમને ખબર પડી જાય કે ‘જીત’ શું છે,

તો દરેક હાર તમારા માટે ખુશીઓ લઈ આવશે.”

- માલ્કમ ફોર્બ્સ

“જો જીભ કરતા આપણુ જીવન વધારે ઉજળું હોય તો

ઉપદેશ વધારે સારી રીતે આપી શકાય...સર !”

“ધંધાની હમજણ જ્યારથી પડી છ તા’હરથી હું એવું માનતો આયો સુ કે...

ઘરાક જ કાયમ ખોટો હોય સ. એટલે જોવો આજે હું પોલીસ કોન્સ્ટેબલ...

તરીકે નોકરી કરૂં સુ.”- ગંભીરસિંઘની સાંભળેલી એક હળવી વાત.”

“આ દુનિયાનો સૌથી કમનસીબ વ્યક્તિ એ છે કે..

જેની પાસે બધી સહુલીયાતો હોય છતાં કાંઈ પણ ન કરે.

અને સૌથી નસીબદાર એ છે જેની પાસે કાંઈ પણ ન હોય

અને દરેક પ્રકારની સહુલીયાતો મેળવે.”

“જો સ્પિકર તરીકે તમે તમારી સ્પિચ (ભાષણ) લખેલુ વાંચશો...

તો શ્રોતા પણ ‘સાંભળેલા’ મળશે.”

“કોઈ વસ્તુ કે બાબતને જાણવી-સમજવી હોય તો

માત્ર તેને બદલી નાખવાનો પ્રયત્ન કરવો.”

“જેમ કપડા પરની કરચલીઓ ઈસ્ત્રી દૂર કરી શકે છે,

તેમ ચામડી પરની કરચલીઓ સ્ત્રી દૂર કરી શકે છે.”

“જેમ કરોળિયો તેના જ શરીરમાંથી નીકળેલા ‘રસ’

વડે મજબૂત જાળું ગૂંથે છે તેમ આપણા વિચારો પણ.”

- જોન કિટ

“નિયમો બાંધીને નહિ...

પણ બંધાયેલાં નિયમો

તોડીને પ્રગતિ કરી શકાય છે.”

“બચ્ચાં-લોકને ‘રોલ-મોડેલ’ જોઈએ છે.

વિવેચક (ક્રિટિક) નહિ.”

- જોસેફ જોબર્ટ

“જીવનની વધુ સફળતા મેળવવી છે ને? - તો બસ...

દરેક બાબતને ‘ગેમ’ સમજી, મોં બંધ રાખી કામ કરતા જવું.”

“ટીવીએ મારી ઝિંદગીમાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે.

જ્યારે પણ મારા બાળકો કે પત્ની એ ચાલુ કરે છે

ત્યારે, હું ઉઠીને વાંચવા ચાલ્યો જાઉં છું.”

“મનમાં જ બનેલા હવાઈ કિલ્લામાં જો પાયો ન

નાખવામાં આવે તો હંમેશા ‘હવાઈ’ જવાનો.”

“આપણે ગમે તેટલા ‘બીઝી’ હોઈએ,

પણ બીજાનું મહત્વ વધારવા થોડા તો

‘ઈઝી’ બનવું જ પડે છે.”

“જીવનમાં શોર્ટકટનું મહત્વ તો છે. પણ...લોંગકટ થોડો વધારે લાભદાયી છે.

બની શકે તો વધુ ભાગે અગત્યના પ્રોજેક્ટ્‌સને

ખુલ્લા દિલથી, પ્રમાણિક રાખી લોંગકટમાં સ્વીકારવું.”

“એટલા માટે કે તે આપણામાં રહેલુ પોટેન્શિયલ્સ, સ્કિલ્સ અને જ્જ્ઞાનનો વધારે કરે છે.

અને સૌથી વધુ મહત્વ એ કે...તેમાં કરેલું કામ બીજી વાર કરવું પડતું નથી.”

- સેઠ ગોડીન.

“તમે વાતચીત કરી શકો પણ એમાં કાંઈ ‘કહી ન શકો’

ત્યારે તમારા બોલવાનો કોઈ અર્થ નથી.”

“આપણા જીવનમાંથી જો પ્રેમની ‘બાદબાકી’ થઈ જાય

તો પછી કાયમ ‘ભાગતા’ જ રહેવું પડશે.”

“જીવનમાં ભલેને ડરાઈવ ક્યારેક ‘લોંગ’ બની જાય,

પણ તેનેય ‘લવિંગ’ બનાવે એ સાચો જીવનપ્રવાસી.”

“સુખી થવું હોય તો ટીવીથી સંપૂર્ણ દૂર થઈ જવું.

માનસિક અને શારીરિક બંને બાબતે આબાદ થઈ જવાય છે.”

“તમે ગમે તેટલી મહેનત કરો, તૂટી જાવ, થાકી જાવ કે હારી જાવ.

પણ તમારા પાલતું પ્રાણીને (ખાસ કરીને કૂતરાને) ક્યારેય ‘ધાર્મિક’ ન બનાવી શકો.”

“જે વાતચીતમાં ચિત્ત ન ચોંટે તેવી વાતચીત ચિતા સમાન છે.

સમજણપૂર્વક દૂર ખસી જવામાં શાણપણ.”

“તમારો પાલતું કૂતરો ગમે તેટલો વફાદાર કેમ ન હોય,

પણ એ તમારો ખોરાક સંભાળશે એવો પૂર્ણ વિશ્વાસ ક્યારેય ન રાખશો.”

“દરેક સફળ વ્યક્તિની એક દુઃખદ કહાની હોય છે...

અને દરેક દુઃખદ કહાનીને સફળ અંત હોય છે.

દુઃખને અપનાવો અને સફળતા મેળવો.”

“માત્ર બોલવું અને સારૂં બોલવું એ બે અલગ બાબતો છે.

મૂર્ખ વ્યક્તિ માત્ર વાત કરી જાણે છે...

શાણો વ્યક્તિ વાતચીત કરી જાણે છે.”

“જે તમને ગુસ્સો કરાવે છે

તે તમારા પર જીત મેળવે છે.”

“વધુ ભાગે સરળ કામો શરૂઆતમાં ‘અશક્ય’ જ લાગે છે.

જરૂર છે માત્ર સરળ રીતે ‘અ’ કાઢી નાખવાની.”

“જ્યાં ‘ગમતું કામ’ કરવું ગમે તેવી જોબ કરવી.

માત્ર મજબૂરી જોબ કરવી પડે તેવું કામ ક્યારેય ન કરશો.

કેમ કે કંપની તમને જોબમાંથી પાણીચું આપી શકે છે,

પણ કામ ક્યારેય નહિ. (ન સમજાય તો ફરીવાર વાંચવું)”

“જે સમય ‘ફ્રિ ટાઈમ’ લાગે...

બસ સમજવું કે તે જ સમય સૌથી વધારે કિંમતી હોય છે.

કોઈક એવા પેશનેટ કામ કરી ભરપૂર ઉપયોગ કરી લેવો.”

“જ્યારે વાળ કપાતા હોય ત્યારે છીંક ન ખાવી.”

“ત્રણ વર્ષના બાળકને ટામેટું ક્યારેય ન પકડાવશો.”

“બે હાથનો ઉપયોગ કરી મેક્સિમમ બે હાથ જેટલું જ કામ થઈ શકે છે.

જો વધારે થઈ શકતું જણાતું હોય ત્યારે સમજી જ લેવું કે

એક પણ કામ પાર બરોબર પડી શક્યું નહિ હોય.”

“જે વ્યક્તિ તમારી આગળ બીજાની કૂથલી કરે,

તે બીજાં લોકો આગળ તમારી પણ કૂથલી કરે છે.

એની કૂથલીથી હંમેશા બચતા રહેવું.”

“સુઈ રહેવું અને સુઈ જવું બંને વચ્ચેનો અર્થ સમજાઈ જાય છે

ત્યારે માણસની ઊંંઘ ઉડી જઈ શકે છે.”

“નિર્ણયો હંમેશાં જાતે જ લેવા.

પણ ‘સૌથી નિકટ રહેતી સ્ત્રી’ને

એક વાર તો પૂછી જ જોવું.”

“કોઈ પણ વસ્તુ કિંમતી બે વખત સૌથી વધારે લાગે છે.”

૧.જ્યારે મેળવી નથી હોતી ત્યારે

૨.અને જો મળી ગઈ હોય અને પછી ગુમાવી દીધી હોય ત્યારે.

“દુનિયામાં સૌથી સારામાં સારી જગ્યાઃ

કોઈકના વિચારોમાં આપણે.

દુનિયામાં સૌથી સલામત જગ્યાઃ કોઈની પ્રાર્થનામાં આપણે.”

“ખુદના શોખને...(શોક કર્યા વિના) હરહંમેશ સાથે રાખવો.

ભલેને પછી ‘ક્યાંય પણ’ જવું પડે.”

“ખરો મજબૂત માણસ છે તે પોતાના બળથી

બીજાંને પાડતો નથી. પણ પડેલાને ઉઠાવે છે.”

“જો પાળેલો કૂતરો કુદીને તમારા ખોળામાં બેસી જાય તો સમજવું કે

તમે એને બહુ ગમો છો. પણ જો બિલાડી એવું કરે તો સમજવું કે

તમારો ખોળો તેના માટે આરામદાયક છે.”

- આલ્ફ્રેડ વ્હાઈટહેડ

“કોઈકની એડરેસબુકમાં આવવા માટે એક પળ લાગે છે,

જ્યારે દિલમાં સ્થાન મેળવવા વર્ષો વીતી જાય છે.

આવા માઈલબંધ અંતરને ટૂંકુ કરી શકાય છે.”

ઃ સ્માઈલથી.

“જો પૈસાનું અસ્તિત્વ જ ન હોત તો આજે દરેક વ્યક્તિ ધનવાન હોત.”

“જે કામને સારી રીતે અંજામ આપી ખુશ થઈ શકાય તેનું જ નામ સફળતા.”

“વિચાર્યા વિના બોલવું આસાન લાગે છે.

પણ જીભને કાબૂમાં રાખતા વર્ષો વીતી જાય છે.”

“સામેની વ્યક્તિની ભૂલો આસાનીથી મળી આવે છે.

પોતાની ભૂલો શોધતાં વર્ષો વીતી જાય છે.”

મુર્તઝા પટેલની

પ્રેરણાપોથી

જેમાં છે, શાણપણના ચણા...

કેટલાંક ચાવવા લાયક...ને કેટલાંક પચાવવા લાયક.