Mrugjadni Mamat - 11 in Gujarati Love Stories by Bindiya books and stories PDF | મૃગજળની મમત - 11

The Author
Featured Books
Categories
Share

મૃગજળની મમત - 11

મૃગજળ ની મમત

ભાગ -11

“ તને ખબર છે અંતરા તારી સાથે આમ રાત્રે ટેરેસ ના હિંચકા પરસમય પસાર કરવો ખુબ ગમે છે. “

“ હા મને પણ”

આખા દિવસ શા કામ નો થાક અંતરા ને અકળાવતો. સ્નેહ ની વાતોનો જવાબ ‘હા’ અને ‘ના’ મા જ નીકળતો.

“ આજે તું થાકી ગ ઇ લાગે છે?”

“ હા”

“ કંઇ વિચાર કરે છે?”

“ ના..ના..”

“તો આમ ચુપ કેમ છે?”

“ સ્નેહ આપણા લગ્ન ને પાંચ વર્ષ થયાં ઘર નું કામ મમ્મી પપ્પા બધું સાચવી લઉં છું. “

“ હા ...તો?”

“ તો...વિચારું છું કે આગળ ભણવા નું શરું કરું કાં તો મ્યુઝિક ની તાલીમ.. હું કંકંઇક કરવા માગું છું. મારી ઓળખ બનાવવા માગું છું. “

“ જો અંતરા આપણે પહેલાં પણ આ વાત થઈ છે.ઉપરાંત મમ્મી પપ્પા નીપણ જોબ ચાલું છે. એમની કોઇ જવાબદારી એ આપણા પર નાખે એમ નથી. અમે ભાઇ બહેને ઘણી એકલતા ભોગવી છે.હું નથી ઇચ્છતો કે આપણું આવનાર બાળક પણ એ ભોગવે. તને આ ઘરમાં ક્યાય ઓછું આવતું હોય તો કહીદે.પણ હું નથી ઇચ્છતો કે તું કામ કરે. અને થોડાસમય માં આપણું બાળક પણ હશે.પછી કયાં તને સમય મળશે આ બધી વાતો માટે.અને મેડમ લગ્ન પછી એક સ્ત્રી નુ સપનું કહો ..જવાબદારી કહો ..જે કહો તે એનું કંપ્લીટ ફોકસ એનો પતી બાળક અને પરીવારને હોય બસ પછી આ બધા ફતુર શુ ?”

“ પણ સ્નેહ હું ઉડવા માંગુ છુ ખુલ્લા આકાશ માં. એક આઝાદ પંખી ની જેમ મારા સપનાઓ સાથે. મારે જીવવું છે મારી ઓળખાણ સાથે.”

“ હમમમ... તો ઉડ ને મારી સાથે મારો હાથ પકડી ને.હું ઇચ્છુ છું તું ક્યાય બહાર નીકળે તો લોકો તને મીસીસ. સ્નેહ છાયા તરીકે ઓળખે. જો કંઇ કરવું જ હોય તો બાળક આવે અને મોટું થાય પછી તારા ફાજલ સમય માં કરી લેજે કંઇક ઝીણું મોટું. જેથી કંટાળો ન આવે.”

અંતરા સમજી ગઇ.સ્નેહ સાફ શબ્દો માં કહેવા નથી માંગતો પણ એનાં મન અંતરા ના સપનાંઓ ની કોઈ કિંમત નથી. આવા વખતે અંતરા નિસર્ગ ને ખુબ યાદ કરતી.રડતી. અને નિસર્ગને એની સાથે જે કર્યું એનાં માટે કોસતી પણ ખરી.

લગ્ન ના પાંચ વર્ષ પછી “મન” નું આગમન થયું .સ્નેહ અને અંતરા ની જીંદગી માં. દાદા -દાદી, નાના-નાની અને માતા પિતા નો ખુબ લાડકો. ગોરો વાન અંતરા જેવી નમણાશ અને મીઠાબોલો. મન ના આવવા થી સ્નેહ અને અંતરા ની જીંદગી માં ઘણા ફેરફારો થઈ રહ્યા હતાં. મન ના ભવિષ્ય માટે સ્નેહ ખુબ મહેનત કરતો..હવે ઘરમાં ઓછો સમય ગાળતો. પ્રમોશન મળતાં સ્નેહ ની ટ્રાન્સફર બેંગ્લોર થઈ. સ્નેહ પોતાના થી મોટા માણસો સાથે ઓળખાણ વધારતો.જેની સીધી અસર એનાં કામ પર થતી.. સ્નેહ ના વાણીવર્તન માં પણ ઘણા ફેરફારો થઈ રહ્યા હતાં. અંતરા નું એક સામાન્ય ગૃહિણી તરીકે નું વર્તન એને નોનસેન્સ લાગતું હતું. અંતરા ની સાદગી સરળતા હવે ગવાર જેવા લાગતા હતાં.આખો સમય ફ્રેન્ડસ , ક્લાયન્ટ , પાર્ટીઝ, ઓફીસમાં જતો.ઘરમાં સમય મોબાઇલ માં જતો. અંતરા કે મન માં ધ્યાન આપતો નહીં. મન પણ મોટો થઈ રહ્યો હતો. અંતરા પણ સ્નેહ ની આશા ઓછી થવા લાગી હતી. આખો દિવસ ઘરમાં કામ કરતી અને બાકી નો સમય મન ની સાથે વિતાવતી. કયારેક બેલાબહેન કે વનિતા બહેન સાથે વાત કરતી. તે સમજાવતા જીવન માં આવી નાનીમોટી મુશ્કેલી આવ્યા કરે. થોડી ધીરજ રાખી સબંધ ને સમય આપવો પડે. બેલાબહેનપોતાના અનુભવ અંતરા ને સંભળાવતા.

“ તારી બધી વાત હું સમજું છું મમ્મી પણ.. સ્નેહ ની લાઇફ માં હું અને મન કોઇ મહત્વ જ નથી ધરાવતા. જેનાં માટે મારું ઘર...મા-બાપ , મારા સપનાં અરે મારું સ્વમાન પણ મુકી દિધુ એની ઇચ્છા પ્રમાણે મારી જીંદગી ના બાર બાર વર્ષ હોમી દિધા એનો સંસાર સંભાળવા માટે એજ માણસ જયારે વધું પ્રેમ હુંફ આપવા ને બદલે તરછોડે, દોસ્તો વચ્ચે તમારી મજાક ઉડાવે તમને એકલા પાડીદે ત્યારે ખુબ દુખ થાય. સુરત તો મમ્મી-પપ્પા હતાં તો સમય નીકળી જતો મન ને પણ થોડુ અટેન્શન મળી જાતુ અહીં તો.........મમ્મી સ્નેહ ને હવે ઘણીબધી ફ્રેન્ડ્ઝ છે આખો દિવસ એમની સાથે વાતો કર્યા કરે અને હું કઇ પણ કહું તો હું શંકાશીલ છું, દેશી ગમારા છું કકળાટ કરું છું એમ કહીને જતો રહે.મમ્મી જે માણસ સાથે લગ્ન કર્યા હતા એ ...એ..”

અંતરા ફોન પર રડી રડી ને બેલાબહેન ને બધી વાત કરી. ખુબ પરેશાન એકલી થઈ ગઈ હતી.

“ હશે બેટા થોડી ધીરજ રાખ. સૌ સારા વાના થશે.”

“ મમ્મી કયારેક ગુસ્સો ચિડિયાપણુ આવી જાય છે મન પણ હવે સાત વર્ષ નો થયો બધું જ સમજે છે.ઘણીવાર થાય કે બીજા ની જેમ મારે પણ મારી જાત વિશે વિચારવું જોઈતું હતું .”

“જો બેટા થોડો સમય જીરવી જા.મન થોડો મોટો થશે એટલે બધું સરસ થઈ જશે.”

હવે તો સ્નેહ ટુર પર પણ એકલા જ જવાનું પસંદ કરતો. પાર્ટી માં...ફ્રેન્ડ સાથે એકલા ફરવા નુ પસંદ કરતો. અંતરા પણ હવે એને બહુ ધ્યાન આપતી નહીં. પોતે આખો દિવસ ઘરમાં કામ કરતી અને મન સાથે સમય વિતાવતી. હવે તો સ્નેહ રેસ્ટોરન્ટમાં લંચ કે ડિનર માટે પણ ન લઇ જતો. અંતરા નો ગુસ્સો ઘણીવાર મન પર ઊતરતો ને પછી ખુબ પસ્તાવો કરતી. ધીમે ધીમે આ પરિસ્થિતિ ને અંતરા એ સ્વીકારી લીધી હતી.હવે ક્યાય ફંક્શન માં કે મન ની સ્કૂલે એકલી જ જઇ આવતી સ્નેહ ને જણાવતી પણ નહીં.

“ મન આજે આપણે તારી શોપીંગ કરવા જઇશું અને પછી તારી ફેવરિટ રેસ્ટોરન્ટમાં ડિનર લઇશું. “

“ પણ કેમ મમ્મા...આજે કઈ છે?”

“ ના પણ આજે તારા ડેડી U.S જાય છે પછી તારે એકઝામ છે તો અત્યારે મજા ને પછી સ્ટડી “

મન ખુખુબજ ખુશ થઈ ગયો. સ્નેહ જયારે પણ ટુર માં જતો અંતરા મન સાથે વધુ સમય વિતાવતી. ઘરમાં કોઈ જાતની રોકટોક ન થતી.મન ને પણ ઘણી વાર સ્નેહ ની હાજરી અકળાવતી હવે બંને એ પોતાની લાઇફમાં સ્નેહ ની ગેરહાજરી ને સ્વીકારી લીધી હતી. સ્નેહ ના પ્રાયોરીટી લીસ્ટ માં પણ મન અને અંતરા નું કોઈ જ અસ્તિત્વ ન હતું. એ ફક્ત પૈસા આપીને ફરજ પુરી કરતો. એનુ આ વર્તન અંતરા ને ખુબ ઉંડા ઘાવ આપી જતું. જે માણસે પોતાના ભુતકાળ સાથે અપનાવી. આટલો પ્રેમ કર્યો જેને એક નજર જોયા વગર ચાલતું નહીં. જેનો અવાજ સાંભળવા એ ઝંખતો એ જ અંતરા નીસામે જોવાનું કે વાત કરવાં નુ પણ ટાળતો . ઘણીવાર આવે વખતે ફરી અંતરની લાગણીઓ મા કયાંક ધરબી દિધેલો નિસર્ગ ફરી યાદ આવતો અને ખુબ રડતી.ને ફરી શાંત થઈ જતી.

અંતરા પોતાના સીટીંગ રુમ ની બાલ્કની માંથી સોસાયટી ગાર્ડન રમતાં બાળકો ને જોઈ રહી હતી. હાથ માં કોફી નો મગ હતો. એટલાં માં મન સ્કુલે થી આવ્યો.

“ મમ્મા ..... મમ્મા....કયાં છે તું?”

“ અરે ...અરે... આજે કેમ એટલો ખુશ છે?”

“ મમ્મા આજે રીઝલ્ટ આવ્યુ બધા સબ્જેક્ટ માં A+ છે અને કંપ્લીટ એટેન્ડન્સ માટે એવોર્ડ પણ મળ્યો. “

“ સુપર્બ .. અંતે દિકરો તો મારો ને?”

બંને ખડખડાટ હસી પડયા.

“ મમ્મા .. એક સવાલ પુછુ ? ડેડી કેમ આપણી સાથે ક્યારેય નથી હોતા..?? ઘણીવાર મારા ફ્રેન્ડ્ઝ ને જોઈ ને ઇર્ષા આવે છે.બધા ના ડેડી સ્કૂલ માં આવે ફરવા લઇ જાયપણ ડેડી ક્યારેય તને કે મને સમય આપતાં જ નથી.”

“ એવુ નથી ડેડી ખુબ મહેનત કરે છે. એ દોડે છે કેમકે તુ અને હું શાંતી થી રહી શકીએ.આપણને સુખ પૈસા બેટર લીવીંગ મળે આ બધી ફેસેલીટીઝ મળે.એટલાં માટે એ ખુબ મહેનત કરેછે...પણ જવાદે એ નથી તો શુ? આજે તુ અને હું ફરવા જઇએ અને ડિનર પણ બારે જ કરશુ. “

“ ઓ...કે..મોમ..યુ આર સચ ડાર્લીંગ..”

મન તૈયાર થવા ગયો અંતરા પણ.બંને જણા કાર માં બેંગ્લોર ના ફિનિક્સ મોલના કિડઝ ઝોન માં પહોંચી ગયા. મન ને ત્યા ખુબ મજા પડતી.ઘણીવખત ત્યા ક્વીઝ કે બ્રેઇન ગેમ્સ પણ રમાડવા માં આવતી જેમાં એ એકાદ પ્રાઈઝ તો લઇ જ આવતો. અંતરા પણ ત્યા અંદર જ આવેલા કોફી શોપ માં બેસીને મન ને જોયા કરતી. દર વખવખત ની જેમ જ અંતરા કોફી લઇને ત્યા બેઠી હતી એટલાં માં જ કોઈ નો ધક્કો વાગ્યો.

“ ઓ...ઓ... વોટ ધી...”

અંતરા પોતાના કપડાં પર ની કોફી સાફ કરતાં કરતાં ઉભી થઈ ગઇ.

“ ઓહ...સો ..સોરી..”

આટલું બોલીને કોઈ લેડી અંતરા ની સામે જોયા વગર જ આગળ નીકળી રહી હતી. અવાજ ખુબ જાણીતો હતો.

“ બસ...ફક્ત સોરી...આટલું જ કહેશે તું મને.?? “

અંતરા એ એ સ્ત્રી ના ખભે હાથ મુક્યો. અને અંતરા ની સામે જોતાં જ એ નાના બાળક ની માફક ઉછળી પડી..

“ ઓ.માય ગોડ..અનુ તું?? અહીયા??”

“ હા.... મેડમ હું “

એ નિરાલી હતી અંતરા ની ખાસ બેસ્ટ ફ્રેન્ડ . અંતરા ના બેંગ્લોર શીફટ થયા પછી નિરાલી સાથે એનો કોઈ જ કોન્ટેક્ટ ન હતો. આજે લગભગ ત્રણ વર્ષ પછી મળ્યા હતા.

“ અંતરા આજે હું એટલી ખુશ છું..કેટલા વખતે તને જોઈ તારો અવાજ સાંભળવા મળ્યો હવે તો તું જામનગર આન્ટી ને મળવા પણ નથી આવતી. બેંગ્લોર ફાવી ગયું છે એટલું બધું કે હવે અમે યાદ નથી રહયાં ?”

“ એ બધુ પછી.”

અંતરા એકદમ વળગી પડી નિરાલી ને.

“ મીસ યુ સો.સો ઓ.મચ પણ અહિયા ની લાઇફ એટલી અલગ છે ને વળી... ઘણીવાર તો મહિનાઓ સુધી વાત નથી થતી મમ્મી પપ્પા સાથે.”

“ અહિયા તો તમે ત્રણ એકલાજ છો તો પુરતો સમય રહેતો હશે? તારું પોતાનું કંઇ શરુ કર્યું? “

અંતરા નો ચહેરો થોડો નીરસ થઈ ગયો.

“ ના..અત્યારે તો ફક્ત મન પર જ ધ્યાન છે. એ હજુતો સાત વર્ષ નો જ છે એ મોટો થશે એટલે વિચાર કરીશ...ઓહ મન....મન ને તો તે જોયો જ નથી ને??”

“ ના એનાં જન્મ વખતે હું હાજર નહતી ..ને પછી તો આપણે મળ્યા જ નથી ફક્ત ફોન પર વાતો સાંભળી છે એની. હવે તારું એડ્રેસ આપી અને ફોન નંબર પણ ..તારુ રહેવા નું કઇ જગ્યા એ છે.? “

“હું..અહીં મહાદેવપુરા માં જ રહું છું અને તું?”

“ અમે હમણાં બે મહીના ના થી જ શીફટ થયા અહિયા . એટલે રાજાજી નગર માં સેકન્ડ સ્ટેજ માં રેન્ટ પર એક ફ્લેટ માં ...હવે સારા એરીયામાં પોતાનું ધર શોધી એ છીએ. અહિયા ની બહું જાણકારી નથી ..પણ થઇ જશે.”

“ તારું ફેમીલી...બધા કયાં છે?”

“ જો ત્યા. મારું ફેમીલી..ગેમઝોન માં પેલા ઉભાં એ મારા હસબન્ડ...આશીષ અને એ જેમની સેવા માં છે એ મારી દિકરી હ્રદયા . મને એની પાછળ ફરવું ન ફાવે એટલે આશીષ જ એને આ બધા નખરા કરાવે.અને સ્નેહ અને મન ....”

અંતરા નિરાલી ની વાતો સાંભળી રહીં હતી.

“ હમ....મન..મન એ રહયો તારી દિકરી ની બાજુમાં ઊભેલો...”

અંતરા એ મન ને બોલાવી ને નિરાલી સાથે ઓળખાણ કરાવી.

“ હલો આન્ટી.. “

“ અરે ..આન્ટી નહીં માસી...નિરાલી માસી...કહેવા નું. તારી માં એ મારી કઇ વાતજ નથી કરી?

હું તો તારી મોમ ની વાતો કરી ને હેરાની કરી નાખું એ હમણાં જ ઓળખી જશે જો..”

નિરાલી એ આશીષ અને હ્રદયા ને પોતાની ની પાસે બોલાવ્યા એ બંને તરતજ અંતરા ને ઓળખી ગયાં. મન અને હ્રદયા બંને ને લઈ ને આશીષ ફરી ગેમઝોન માં જતો રહયો. નિરાલી અને અંતરા ફરી વાતોએ વળગ્યા.

“ નિરુ તું મહાદેવપુરા માં મારી બાજુમાં રહેવા આવી જા ને. એ ફલેટ વેચવાનો છે. જો તું જ આવી જાય તો...આપણે બંને ફરીથી...અને મન ની સ્કુલ મા જ એડમીશન પણ થઇ જશે હ્રદયા નું તો..”

“ તો...ને કી ઔર પુછ પુછ આજે જ આશીષ ને વાત કરુ એ પણ કદાચ ના નહીં પાડે..આશીષ અમારું ખુબ ધ્યાન રાખે છે એટલે તારી નજીક રહેવા મળશે તો એને પણ ગમશે આપણે પણ પહેલાં ની માફક ખુબ મજ્જા કરશું ને આપણા બાળકો પણ. તારો આઇડિયા ખુબ ગમ્યો. “