girlfriend boyfriend (part-10) in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-10)

Featured Books
Categories
Share

ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-10)

Girl Friend & Boy Friend.....(ભાગ-૧૦)

ચોમાસાની ઋતુમાં ખબર રહેતી નહતી કે વરસાદ કયારે અને કયાં સમયે આવશે. તેમ GTU નું પણ એવું જ છે,અમારુ સેમેષ્ટર કયારે આવે તેની અમને ખબર પણ ન હોય, પણ આજથી અમારી કોલેજ શરૂ થઈ રહી હતી''.મને ખુશી હતી કે હવે તો હું મારા પ્રેમી સાથે કોફી પીશ, ''મોહિત મને કેશે લે, જાનુ કોફી''.હું તેને પ્રેમથી કહીશ 'થેન્કસ' મોહિતજી.શું પ્રેમની મજા છે.

જીવનમંત્ર કયારેક મોકો મળે તો પ્રેમ કરી લેવો જોઈએ. ઘણા લોકોને પ્રેમનો મળે તો કહેતા હોય છે, ''અમને તો કોઈ મળ્યું જ નહી''.એની વાત પણ સાચી.પણ, જે લોકોને મળે તેને પ્રેમ કરી લેવો જોઈએ, આ પણ એક ઇશ્વરનીં ભેટ છે. . ''એ તમારો પહેલો પ્રેમ છે''.હું અને મોહિત ઘણા સમયથી મળતા હતા, અને અમારા રીઝલ્ટ પણ સારા આવતા હતા. અમારે કોલેજનું ત્રીજુ વષઁ હવે પુરૂ થવા આવ્યું હતું.મેં અને મોહિતે આજ પણ કોલેજની કેન્ટીનની કોફી છોડી નહોતી. લોકો હજી પણ અમારી સામે જોયને ઈષાઁ કરી રહ્યા હતા. હું અને મોહિત 'હીરોપંતી મુવી પછી દસથી બાર વાર મુવી જોયાવા હતા.કોલેજનાં ત્રણ વષઁ કેમ પુરા થયા એ મોહિતને કે મને ખબર પણ નહોતી. ને કયારેક થતું, શું ભગવાને પ્રેમ કરવા માટે જ કોલેજ બનાવી હશે.

મેં ઘણા લોકોને જોયા છે જે લોકો સાથે કોલેજમાં હોય અને અત્યારે સુખીથી જીવન ગુજારતા હોય.પણ, કયારેક મને થતું .શું મોહિત મને મળશે?જો મોહિત મને નહી મળે તો હું તેના વગર નહી જીવી શકું.મેં અત્યારે સુધીમાં મોહિત માટે ઘણી બધી 'બાધા' લઈ લીધી હતી, મારી મંનગમતી વસ્તુ મેં મુકી હતી.''જો મોહીત મને મળશે તો હું સમોસા નહી ખાવ, પાણીપુરીને હાથ પણ નહી અડાડુ''. ''ઠંડા પીણા પણ નહી પીવ, હું મંદિર ચાલીને જઈશ''.''એ પણ ચંપલ પેહરયા વિનાં''.'સ્ત્રીઓમાં એક અપાર શકિત છે'.સ્ત્રી પ્રાર્થના કરે તો ભગવાન તેનું સાંભળે જ, જે લોકો દિલથી પ્રાર્થના કરે તેનું ભગવાન સાભંળેજ.ઘણા લોકો ભગવાન પાસે પત્નીથી છુંટકારો માંગતા હોય છે, 'આ કઈં માંગવાની વસ્તુ છે'.ભગવાન પાસે જો માંગવું હોય તો એવી વસ્તુ માંગો જે તમને ખુશ રાખે, હું ઘણી વાર મોહિતના ઘરે જતી, મોહિત પણ મારા ઘરે ઘણીવાર આવતો. હું મોહિતને પ્રેમ કરવા લાગી હતી તે મારા મમ્મી-પપ્પાને ખબર નહોતી.''શાયદ મોહિતનાં મમ્મીને ખબર હોય''.ઘણા દિવસથી અમે બહાર ગયા નહોતા.અવની અને મોહિતે એક દિવસ દરિયા કાંઠેની મુલાકાત લેવાનું નક્કી કર્યુ.પ્રેમી યુગલોને દરિયા કાંઠેની હંુફ તો હોય જ, ત્યાનુું વાતાવરણ પણ સાવ અલગ જ હોય.આજ વાર રવિવાર હતો. અવની તો ઘડીક વાર વિચારમાં પડી, શું મોહિતને આ સાડી ગમશે.કેમકે, અવનીને આજ મોહિતે સાડી પહેરીને આવવાનું કહ્યું હતું. આ ના "આ નહી એમ કરતાં-કરતાં તેણે ઘણી સાડી પહેરી લીધી ભુરી, વાદળી,રાતી, જાબંુડીયા રંગની?તેમાં જ તેનો સમય વીતી જતો હતો. ઘડિયાર સામે જોયુ તો સવારનાં દસ વાગી ગયા હતા, સાડા દસ વાગે તો જવાનું હતું.

સમયનું ભાન થતા જ તેણે સફેદ સાડી પહેરી, સફેદ સાડીમાં, સફેદ બ્લાઉઝ, અને સફેદ ચણિયામાં સજજ થઈ શહેરમાં જવા રવાના થઇ.

સફેદ સાડીના વસ્ત્રોમાં અપ્સરા પણ ઘડીભર તેની સામું જોય રહે તેવી અવની આજ લાગતી હતી. તેનું ગોળ મુખ અને ગુલાબી ગાલ, લલાટે લાલ રંગનો ચાંદલો, પાતળી કમર,અને ચાલતા-ચાલતા વળાંક લેતી સાગની સોટી જેવી કમર તેના રૂપમાં વધારો કરતા હતા. તેને જોતા અનેક યુવાનો ઘેલા થઈ રહ્યા હતાં. અવની મોહિતનાં ઘરે પહોચી.આજ સજજ થઈને પિયતમ મોહિતને મળવા આવી હતી. સામેથી અવનીને જોયને મોહિત તો શરમાય જ ગયો.શું અવનીનું રૂપ છે?મોહિત પણ થોડીવાર ગળગળો થઈ ગયો.અવની બોલી ચાલો ત્યારે,મોહિત તો કયારનોય તૈયાર થઈને બેઠો હતો.'હા' તો ચાલો, પણ તમે આજ વધારે સુંદર દેખાવ છો.''હું માનતો નહોતો કે મારી અવની આટલી સુંદર છે''.'બહું' વખાણ કરતો જોયો વળી...''સાચે જ ......મોહિત બોલ્યો.'હા' તો ચાલ ,વાત બદલતાં અવની બોલી.અવની અને મોહિત દરિયા કાંઠે પહોચ્યા. જાણે દરિયો પણ અવનીને જોવા માટે આતુર હોય તેમ હળવે-હળવે અવની બાજુ મોજાનાં પ્રહાર કરતો હતો.''એક વાત કહું મોહિત તું મને છોડીને ચાલ્યો નહીં જા ને''?''કેમ આવું બોલે છે''?'ના' અવની હું તને પ્રેમ કરુ છું, ''જ્યા સુધી આ મારૂ હ્દય ધબકતું હશે ત્યા સુધી હું તને મારાથી દુર નહીં થવા દઉ''.''અવની તો મોહિતને ભેટી પડી''.અવની અને મોહિત દરિયાં કાંઠે દુરથી આવતી વ્યકિતને નિહાળી રહ્યા હતા. એકબીજાનાં ચહેરા પર મૈાન હતું.ત્યા જ અવનીઝબકતી આંખોએ બોલી,' આપણે પહેલા છોકરો જોય કે છોકરી?.મોહિત બોલ્યો', તે તો તારા અને મારા ભાગ્ય પર આધાર છે.'જો મારે તો છોકરો જોઈએ ' અવની બોલી.''પણ, તે આપણા હાથમાં થોડું છે''.'જો,છોકરો આવશે તો તેનું નાંમ 'દિપક' રાખીશું'.''આપણા કુળનો દિપક કહેવાય''.મોહિત બોલ્યો', અને જો,છોકરી આવશે તો તેનું નાંમ ખુશી રાખીશું...'' તારી અને મારી ખુશીએ આપણી પુત્રીની ખુશી''.હજી તો લગ્નનાં વિચારમાં હતા અને આ યુગલો ભવિષ્યનો વિચાર કરી રહ્યા હતાં.અવનીએ 'એક સરસ મજાનું દરિયાય રેતીમાં એક દિલ દોરયુ',અને તેની એક સાઈડ મોહિતનું નાંમ અને એક સાઈડ તેનું નાંમ પ્રેમથી લખ્યું'.મોહિત આ બધું નિહાળી રહ્યો હતો. ''ત્યા જ દરિયાનું મોજુ આવ્યું અને મોહિત અને અવનીનાં દિલને જુદા કરીને ચાલી ગયું''.અવની તો ડઘાઈ ગઈ.શું મોહિત આપણે બન્ને ભેગા નહી થઈ શકીએ?.મોહિત બોલ્યો', શું તું પણ એ તો કુદરત પર આધાર છે. કયારેક મોજું મોટુ આવે તો કયારેક નાંનું આવે'.પણ, અવની એકદમ ચુપ થઈ ગઈ, અવનીને પ્રશ્ન થઈ રહ્યો હતો.શું હું અને મોહિત લગ્ન નહીં કરી શકીએ?મોહિત સાભંળ ''જો તું મને છોડીને જઈશ તો હું આ જ દરિયામાં ઝંપલાવીશ યાદ રાખજે''.અને, 'હા' અવની તું મને છોડીને જઈશ તો હું પણ આ જ દરિયામાં ઝંપલાવીશ યાદ રાખજે''.બંને એ જન્મ-જન્મનાં સાથ નિભાવવાની સોગંધ લીધી.......

ક્રમશ: (Sunday) (કલ્પેશ દિયોરા)