Robert attacks - 24 in Gujarati Fiction Stories by Kishor Chavda books and stories PDF | રોબોટ્સ એટેક 24

Featured Books
Categories
Share

રોબોટ્સ એટેક 24

રોબોટ્સ એટેક

ચેપ્ટર 24

એ વખતે પાર્થ અને તેની ટુકડી તેની પાછળ જ હતા. શાકાલે બીજી એક ટુકડીને આગળ લડવા માટે મુકી તેના લીધે તેની સુરક્ષામાં એક વધારે ગાબડુ પડ્યુ. આજ મોકાની રાહ પાર્થ જોઇ રહ્યો હતો. જેવી તેને નવી ટુકડીને આગળ લડવા માટે મુકી તે વખતે તેને થોડા વધારે આગળ વધવાનો મોકો મળી ગયો. તે સિગ્નલ મોકલીને હુમલો કરવાનુ જ વિચારી રહ્યો હતો પણ પછી તેને હજુ થોડી રાહ જોવાનુ મુનાસીબ માન્યુ. કારણકે તે જાણતો હતો કે તેના સિગ્નલ મુક્યા પછી મેજર તુરત જ હથિયાર એક્ટીવ કરી દેશે. ત્યારબાદ તેને મળેલા સમયમાં જો તે શાકાલ સુધી નહી પહોંચી શકે તો તેની સાથે આખી માનવજાતિની હાર થશે અને આખી માનવજાતિની આશાઓ ધુળમાં મળી જશે. તે વિચારીને તે સિગ્નલ આપતા રોકાઇ ગયો અને થોડી વધારે રાહ જોવા લાગ્યો. પાર્થને હવે ફક્ત એક જ મોકાની જરુર હતી. મેજરની સેનાને ફક્ત એક ટુકડીનો નાશ કરવાનો હતો. જેથી શાકાલ બીજી એક ટુકડીને આગળ લડવા માટે મુકે અને તે જ વખતે પાર્થને શાકાલ સુધી પહોચવાનો માર્ગ મળી જાય.

શાકાલની મોકલેલી ટુકડી જ્યારે તેમના સૈન્યની આગળની હરોળમાં પહોચી ત્યારે તેમને જોયુ કે આગળની ટુકડીના ઘણા રોબોટ્સના શરીરના ભગો વેરાયેલા પડ્યા હતા. જે રોબોટ્સ લડી રહ્યા હતા તેમના પણ શરીરનો કોઇને કોઇ ભાગ ટુટી ગયા હતા. તેમને આવતાની સાથે જ મોરચો સંભાળ્યો. સામે પક્ષે નાયક પહેલી હરોળનુ નેત્રુત્વ કરી રહ્યો હતો. તેથી તેમની સેના ખુબ જ મજબુત સ્થિતીમાં હતી. નવી મોકલેલી ટુકડીના કમાંડરને સમજમાં આવી ગયુ કે નાયકના લીધે જ આ પહેલી હરોળ આટલી મજબુત સ્થિતીમાં છે. જો નાયકને પતાવી દેવામાં આવે તો તેમનો જુસ્સો ઠંડો પડી જશે. તે શાકાલનો બનાવેલો ખુબ જ આધુનિક રોબોટ્સ હતો તેથી તે માણસની માનસિકતા સારી રીતે જાણતો હતો. તેથી તેને તેની આખી ટુકડીને નાયક જે તરફ હતો તે તરફ જ હુમલો કરવા માટે આદેશ આપ્યો. તેથી આખી રોબટ્સ સેના નાયક તરફ ધસારો કરવા લાગી. પરંતુ સામે પક્ષે નાયક પણ એક શુરવીર યોદ્ધા હતો. વળી તે યુદ્ધ કલામાં નિપુણ હતો. તેને જ્યારે તે શહેરમાં હતો ત્યારે તેના જાસુસી કામ દરમ્યાન કોઇ લક્ષ્ય ન હોવા છતાં પણ કેટલાય રોબોટ્સને ખતમ કરી નાખ્યા હતા. અહિંયા તો તે એક લક્ષ્ય સાથે લડી રહ્યો હતો. તેથી તેને મારવો એટલુ આસાન કામ ન હતુ. તેને પણ સમજમાં આવી ગયુ કે હવે બધા રોબોટ્સ તેની તરફ જ આવી રહ્યા છે. તેને જો ઇછ્યુ હોત તો તે તેજ વખતે તેની જગ્યાએથી પાછો હટી શક્યો હોત!! પણ તે નાયક હતો. તેની સેનાની જવાબદારી તેના પર હતી. તેને છોડીને પોતાની જાન બચાવવા માટે પાછળ હટવુ તેના વ્યક્તિત્વમાં જ ન હતુ. તેને તેની હરોળમાં તેની નજીક રહેલા સાથીઓને તૈયાર રહેવા માટે કહ્યુ. તેને તેના સાથીઓને સચેત કરતા કહ્યુ, “સાથીઓ,આ મુકાબલો આપણા જીવનનો આખરી મુકાબલો હોઇ શકે છે!! માટે લડાઇ પણ એવી જ આપજો કે જો અહિંયા લડતા મરી પણ જઇએ તો મરવાનો કોઇ અફસોસ ના રહે”. તેની વાત સાંભળીને તેના સાથીઓ પણ તૈયાર થઇ ગયા. હવે તેઓ રોબોટ્સને વધારે ઝનુનથી મુકાબલો આપવા લાગ્યા. પણ રોબોટ્સનો ધસારો હવે વધી રહ્યો હતો. નાયક સૌની આગળ લડી રહ્યો હતો અને અચાનક જ!!! તેની પાછળથી એક જીવલેણ ઘા તેને વાગ્યો. તે થોડો વિચલીત થયો અને પછી તો ઉપરા ઉપર તેની તરફ હુમલો થવા લાગ્યો. રોબોટ્સની એક આખી ટુકડી તેના પર ટુટી પડી. તેમને નાયકને તેના ઘામાંથી ઉભરવાનો મોકો જ ના આપ્યો. હવે તે મુકાબલો કરવા માટે અસમર્થ બની ગયો અને જમીન પર ઢળી પડ્યો. પણ પડતાં પડતાં પણ તેને તેના સૈન્યને હાકલ કરી કે, મરતાં સુધી લડતા રહેજો પણ એક પણ રોબોટ્સ ચક્ર્વ્યુહની અંદર ન જવો જોઇએ. અને. . . ‘નાયક’ એક જાંબાઝ યોદ્ધાએ એના એ આખરી શબ્દો બોલીને તેનો આખરી શ્વાસ છોડ્યો!! થોડીવાર માટે આખી શ્રુષ્ટિ જાણે થોભી ગઇ!! એક વીરના મ્રુત્યનો જાણે શોક મનાવી રહ્યા હોય તેમ પવન,ઝાડની પત્તીઓ બધુ જ જાણે થંભી ગયુ. નાયકની સાથે લડી રહેલા યોદ્ધાઓ પણ આ વીર સેનાપતિને મરતાં જોઇને થોડીવાર માટે થંભી ગયા. પણ પછી તરત જ એ વીર યોદ્ધાની એના મોત પહેલા કરેલી છેલ્લી હાકલ યાદ ખુબ જ ઝનુની બનીને લડવા લાગ્યા. થોડીવારમાં આખા સૈન્યમાં વાત ફેલાતી ગઇ. જેમ જેમ વાત ફેલાતી ગઇ તેમ તેમ દરેક સૈનિક તેમના પ્રિય યોદ્ધાના મોતના સમાચાર સાંભળીને ગાંડાની જેમ બન્ને હાથોમાં હથિયાર લઇને રોબોટ્સનો વિનાશ વેરવા લાગ્યો. થોડી જ વારમાં ત્યાં રોબોટ્સના શરીરના ભાગોનો ઢગલો થઇ ગયો હતો અને હજુ પણ સૈનિકોનુ ઝનુન ઓછુ થયુ નહોતુ.

શાકાલ દુરથી જ આ બધા દ્રષ્યો જોઇ રહ્યો હતો. તેના માનવામાં ન આવતુ હતુ કે માનવો આ રીતે ઝનુન પુર્વક રોબોટ્સનો ખાત્મો કરી રહ્યા હતા. હવે તે ખુબ જ ખિજાયો હતો. આ વખતે તેને વધારે મોટી ટુકડીને આગળની હરોળ સામે લડવા માટે મોકલાવી. આ જ તેની સૌથી મોટી ભુલ હતી. તે દુશ્મનની ચાલને સમજી શક્યો ન હતો. જેવી તેને મોટી ટુકડીને આગળ મોકલાવી કે તરત જ તેની સુરક્ષામાં પડેલા મોટા ગાબડાને જોઇને પાર્થને તેનો મોકો મળી ગયો. તેને તરત જ હવામાં ધુમાડો છોડીને મેજરને સિગ્નલ મોકલ્યુ. હવામાં ધુમાડો જોઇને તરત જ મેજરે યોજના મુજબ ડૉ. વિષ્નુનુ બનાવેલુ હથિયાર એક્ટીવ કરી દીધુ. જ્યારે મેજરે સોફ્ટવેર એક્ટીવ કર્યુ ત્યારે હજુ શાકાલે મોકલેલી ટુકડી પહેલી હરોળના સૈનિકો સુધી પહોચી જ હતી. તે તેમને લડાઇ આપે તે પહેલા જ મેજરે એક્ટીવ કરેલા સોફ્ટવેરના લીધે બધા જ રોબોટ્સ તેમના કમાંડમાં આવેલી ગડબડીના લીધે તેની જગ્યાએ જ સ્થિર થઇ ગયા. આજ મોકાનો લાભ ઉઠાવીને ઝનુની બની ચુકેલા સૈનિકો તેમના પર તુટી પડ્યા. અને ધીમે ધીમે બધા રોબોટ્સ જમીન પર લોખંડના ભંગાર બનવા લાગ્યા.

***

પાર્થ તો આ મોકાની રાહ જ જોઇ રહ્યો હતો. શાકાલે જોયુ કે અચાનક જ! બધા રોબોટ્સ તેની જગ્યાએ જ સ્થિર થઇ ગયા છે!! તેથી તે બધા રોબોટ્સને ફરીથી કમાંડ મોકલવા લાગ્યો. પણ બધા રોબોટ્સ તે સ્થિતીમાં જ રહ્યા. તેઓ તેનો કમાંડ એક્સેપ્ટ કરી જ રહ્યા ન હતા. હજુ તે કંઇ સમજે કે શુ થઇ રહ્યુ છે? તે પહેલા જ તેના પર હુમલો શરુ થઇ ગયો. પાર્થ જ્યારે ધુમાડો છોડ્યો કે તરત જ તે તેના પછી મેજર દ્વારા સોફ્ટવેર એક્ટીવ થવાની રાહ જોઇ રહ્યો હતો. જ્યારે મેજરે સોફ્ટવેર એક્ટીવ કર્યુ અને શાકાલ તેના રોબોટ્સને કમાંડ આપવામાં પડેલો હતો,તે દરમ્યાન જ પાર્થે પાછળથી આવીને શાકાલ પર હુમલો કરી દીધો. અચાનક થયેલા હુમલાથી શાકાલ બોખલાઇ ગયો. તેને શુ કરવુ તેની કોઇ જ સમજ ન પડી. કારણકે તેને એવી કોઇ અપેક્ષા જ ન હતી કે આ રીતે તેના પર સીધો હુમલો થશે. તે હજુ કંફ્યુઝનમાં હતો કે આ બધુ શુ થઇ રહ્યુ છે ત્યાં જ પાર્થે ફરીથી તેના પર હુમલો કરી દીધો. પાર્થ પાસે હથિયારમાં એક ખુબ જ મજબુત ધાતુમાંથી બનાવેલી કુહાડી હતી. તેના પિતાએ જ તેને ખાસ શાકાલને મારવા માટે જ તે કુહાડી તેને આપી હતી. તેનાંથી જ તેને શાકાલ પર હુમલો કર્યો હતો. કુહાડીના મજબુત વારના લીધે પહેલા બે પ્રહારમાં જ તેને શાકાલને ખુબ જ નુકશાન પહોંચાડી દીધુ. પણ બીજા પ્રહાર પછી શાકાલ સચેત થઇ ગયો. પહેલો પ્રહાર તેને પાછળથી કર્યો હતો તેથી શાકાલની પ્રાથમિક સરકીટને નુકશાન થયુ હતુ. જેના લીધે તે તેના હાથમાં રહેલી ઓટોમેટીક પિસ્તોલનો ઉપયોગ કરી શકે તેમ ન હતો. બીજો પ્રહાર સામેથી કરાયો હતો તેને રોકવા માટે તેને સ્વાભાવિક રીતે જ તેનો જમણો હાથ આગળ કર્યો હતો. તેના પર્‍ કુહાડીનો પ્રહાર થતાં જ તેની કમાંડ નેવીગેશન સિસ્ટમ ફેઇલ થઇ ગઇ હતી. જેના લીધે તે હવે મેન્યુઅલી પણ કોઇ રોબોટ્સને કમાંડ આપી શકે તેમ ન હતો. પણ હવે તે સાવધાન થઇ ગયો હતો. તેની મેઇન સરકીટ અને ચીપ જેના દ્વારા તે ઓટોમેટીક કમાંડ એક્સેપ્ટ કરતો હતો તે તેના માથાની બિલકુલ પાછળના ભાગે હતી. હવે તે તેને બચાવવા માટેના પ્રયાસમાં હતો. પાર્થે પહેલો પ્રહાર તેની ચીપના ભાગ પર જ કર્યો હતો પણ તે સહેજ માટે નિશાન ચુકી ગયો હતો જેના લીધે શાકાલ હજુ પણ સલામત હતો અને હવે તે વધારે સાવધ થઇ ગયો હતો. તેથી હવે તેને હરાવવો વધારે મુશ્કેલ બની ગયુ હતુ.

હવે શાકાલનો વારો હતો. જેવુ તેને ભાન થયુ કે તેના પર હુમલો થયો છે તરત જ તેને તેના હાથમાં રહેલી મજબુત ધાતુની બંદુકને ઉલટી કરીને પાર્થ પર હુમલો કર્યો. કારણકે તેના બન્ને હાથ હવે સલામત ન હતા તેથી તે બંદુકથી ગોળી તો ચલાવી શકે તેમ ન હતો. પણ તેને બંદુકને ઉલટી કરીને હુમલો કર્યો તેના લીધે પાર્થના મોઢા પર તેનો માર ખુબ જ જોરથી વાગ્યો. થોડીવાર તો બંદુકના વારથી પાર્થને તમ્મર આવી ગયા અને તે નીચે પડી ગયો. પણ શાકાલ ફરી તેના પર બંદુકથી હુમલો કરે તે પહેલા તે સ્ફુર્તીથી દુર સરકી ગયો અને શાકાલનો બીજો વાર ચુકાવી દીધો. એટલી જ સ્ફુર્તીથી ઉભા થઇને સીધો શાકાલના જે હાથમાં બંદુક હતી તેના પર્‍ કુહાડીનો વાર કર્યો. કુહાડીના વારથી હાથને બચાવવા જતા બંદુક શાકાલના હાથમાંથી પડી ગઇ. શાકાલના હાથમાંથી બંદુક સરકી ગઇ અને તે હવે નિહથ્થો બની ગયો. હવે પાર્થ પાસે તેને આસાનીથી મારવાનો મોકો હતો. પણ પાર્થે તેના હાથમાં રહેલી કુહાડી અચાનક ફેંકી દીધી!!! પાર્થ અને શાકાલની લડાઇ જોઇ રહેલા બધા જ સૈનિકો આ દ્રષ્ય જોઇને અચંબામાં પડી ગયા!! બધાના જીવ તાળવે ચોટી ગયા હતા. હવે શુ થશે? તેની ચિંતા બધાના ચહેરા પર સાફ દેખાઇ રહી હતી. બધા એજ વિચારી રહ્યા હતા કે પાર્થે આવુ કેમ કર્યુ!!? શાકાલ પણ આશ્ચર્યમાં પડી ગયો! આ છોકરાની હિમ્મત જોઇને તેને પણ આશ્ચર્ય થયુ. પણ તેને લડવાનો એક મોકો ફરીથી મળ્યો હતો. ફક્ત મેજરના જ ચહેરા પર કોઇ ગંભીર ભાવો ન હતા. ‘તેઓ એકદમ ચિંતામુક્ત ચહેરે અને ગર્વથી તેમના શિષ્ય પાર્થને જોઇ રહ્યા હતા’. તેમની પાસે ઉભેલા તેમના એક સાથીદારે કહ્યુ, “મેજર તમને પાર્થની આ ગુસ્તાકીથી કોઇ આશ્ચર્ય ન થયુ? તમને એની ચિંતા નથી થઇ રહી?” મેજરે કહ્યુ, “ચિંતા? ચિંતા તો હવે શાકાલને કરવાની છે”. મેજરની વાત સાંભળીને તેને વધારે આશ્ચર્ય થયુ!! ત્યાં જ હવે હાથોથી જ પાર્થ અને શાકાલ વચ્ચે લડાઇ શરુ થઇ. બધા એવુ માનતા હતા કે મશીન સામે હાથોથી લડવામાં તો પાર્થ ક્યારેય નહી જીતી શકે અને થઇ પણ એવુ જ રહ્યુ હતુ. શાકાલ પાર્થને ઉંચકીને પટકી રહ્યો હતો. દસ મિનિટ પુરી થવામાં જ હતી. બધાંને હવે એવુ જ લાગી રહ્યુ હતુ કે, હમણા આ રાક્ષસ ‘શાકાલ’ પાર્થને ખતમ કરી નાખશે અને વર્ષોથી તેઓ જે સપનુ જોઇ રહ્યા હતા તે આઝાદી ફરી સ્વપ્ન જ બની જશે. પણ હાથોથી લડવાની પણ પાર્થની એક ચાલ હતી. પાર્થ એક મોકાની રાહ જોઇ રહ્યો હતો. તેને શાકાલને ભુલવવા માટે જ આ ચાલ ચાલી હતી. જ્યારે શાકાલ તેને પટકી રહ્યો હતો, ત્યારે શાકાલને વધારે પડતો ઘમંડ આવી ગયો હતો. તે માનતો હતો કે તેને હથિયાર વગર પણ કોઇ હરાવી શકે તેમ નથી. એજ ઓવર કોંફીડંસમાં તે એક ભુલ કરી બેઠો. તેને પાર્થ કમજોર અને હારી ગયેલો માનીને તેની પીઠ બતાવી. આજ એ મોકો હતો જેની પાર્થ રાહ દેખી રહ્યો હતો. એ મોકો મળ્યો કે તરત જ, તેને તે મોકો ઝડપી લીધો. અચાનક! પાર્થે કુસ્તીનો એક દાવ લગાવ્યો અને શાકાલની ગરદનના ભાગને તેના બન્ને હાથથી મજબુતીથી પકડીને તેના આખા શરીરને તેના બન્ને પગથી દબોચીને તેની ગરદનને આખો એક રાઉન્ડ ફેરવી દીધો!! બધાના આશ્ચર્ય વચ્ચે તેને શાકાલની મુંડી તેના ધડથી અલગ કરી દીધી!! હવે બધાના સમજમાં આવ્યુ કે પાર્થે શાકાલને મલ્લ યુદ્ધ માટે શા માટે નોતર્યો હતો. વર્ષો પુરાણી આ મલ્લ યુદ્ધની કલામાં પાર્થે મહારત હાંસલ કરી હતી. તેનુ જ પરિણામ હતુ કે શાકાલના શરીરના બે ટુકડા અત્યારે જમીન પર વેરાયેલા પડ્યા હતા. મેજરના ચહેરા પર હલકી મુસ્કાન રમી રહી હતી. હવે મેજરની બાજુમાં ઉભેલા તેમના સાથીને તેમની વાત સમજાઇ. પણ એ મુસ્કાન તરત જ જતી રહી અને તેમની આંખનો એક ખુણો ભીંજાઇ ગયો. કારણકે તેમને આજે ભલે યુદ્ધ જીતી લીધુ હતુ પણ આ યુદ્ધમાં તેમને ઘણુ ગુમાવ્યુ હતુ. તેમના જીગરી દોસ્તને ગુમાવ્યો હતો,એ સિવાય તેમના કેટલાય સાથીઓને ગુમાવ્યા હતા અને હજુ હમણા જ તેમના સૌથી પ્રિય શિષ્ય નાયકને ગુમાવ્યો હતો.

પાર્થને હજુ પણ એ વાતની ખબર ન હતી કે નાયક યુદ્ધમાં માર્યો ગયો છે. કારણકે નાયક મેદાનના બીજા છેડે શાકાલની મોકલેલી એ આખરી ટીમને લડાઇ આપતા શહીદ થઇ ગયો હતો. જે ટીમને શાકાલે મોકલી ત્યારે પાર્થે તેના પર હુમલો કરવાનુ માંડી વાળ્યુ હતુ અને થોડીવાર વધારે રાહ જોવાનુ નક્કી કર્યુ હતુ. પાર્થે જ્યારે શાકાલને ખતમ કરી દીધો ત્યારપછી તે જમીન પર ફસડાઇ પડ્યો. મેજર અને બધા તેની પાસે દોડીને આવ્યા. પાર્થને પેટની નીચેના ભાગે એક ઘા વાગ્યો હતો. જ્યારે તે શાકાલનો ઘા ચુકાવીને નીચે નમ્યો ત્યારે બંદુકની આગળનો અણીદાર હિસ્સો તેના પેટને ઘસરકો કરીને નીકળી ગયો હતો. પણ તેને જ્યાં સુધી લડાઇ પુરી ના થઇ ત્યાં સુધી તે વાતની કોઇને ખબર ના પડવા દીધી. મેજરે તેને ગોદમાં લઇ લીધો અને તેના ઘા પર તરત જ મલમ પટ્ટી કરવામાં આવી હવે તેનુ લોહી વહેતુ અટકી ગયુ હતુ. પણ તે બેહોશ થઇ ગયો હતો. ત્યાંથી તેને તરત જ શહેરની હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો.